ગઝલ Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ

ગજલ

દર્શિતા શાહ

***

રૂદિયામાં

સાજન મળવા આવો રૂદિયામાં,બાલમ ફરવા આવો રૂદિયામાં.યુગોથી ચારો નાખી બેઠી,યાદો ચરવા આવો રૂદિયામાં.વરષો જૂના સંબંધો કાજે,માળો કરવા આવો રૂદિયામાં.ખાલી રાખયું છે પિંજર નાજુક,શ્વાસો ભરવા આવો રૂદિયામાં.

***

નશીલી આંખ

નશીલી આંખ માં સ્વપ્ન ઉગ્યું છે,હદય ના બાગમાં સ્વપ્ન ઉગ્યું છે.ઉચે ઉડતાં પક્ષી ની કોમળ,ફફડતી પાંખમાં સ્વપ્ન ઉગ્યું છે.હદયમાં બીજ રોપાયું છે ઊડું,તડપતી યાદમાં સ્વપ્ન ઉગ્યું છે.ધમણ માફક ઉચે નીચે થતાં તે,થથરતા શ્વાસમાં સ્વપ્ન ઉગ્યું છે.ગુલાબી ફૂલ જેવા નાજુકી ને,લરજતા હોઠમાં સ્વપ્ન ઉગ્યું છે.

***

કાફિયા

કાફિયાને ચાયણી મારો,રાગિણીને ચાયણી મારો.નજર બંદી તોડવા માટે,ચારિણીને ચાયણી મારો.ચાર ભીતોને કહો ઘર તો,માલિકીને ચાયણી મારો.રાહ જોઇને યુગો વીત્યાં,તારિખીને ચાયણી મારો.દરિયો થઇ ને જો નદી ગાળે,તારિણી ને ચાયણી મારો.વેશ બહુ રૂપી ધરી મારે,ધારિણી ને ચાયણી મારો.આંખો નો સુરમો કરે ઘાયલ,કામિની ને ચાયણી મારો.

***

મારી કબર

હું મને મારી કબર માં જોઉં છું,ને પછી તારી નજર માં જોઉં છું.પૂછતો ના હું કદી સરનામું ને,રોજ છાપાની ખબર માં જોઉં છું.તે ઘણી ડંફાસો મારી ગર્વ માં,પગલાં ની તારા ઝડપમાં જોઉં છું.

***

સજન

કંઈક તો સારું બધામાં હોય છે,લીમડાનો છાંયો ના કડવો પડે.

એમ નાસીપાસ ના થાઓ તમે,જીદગીનો પાસો ના અવળો પડે.

દૂર આંખો થી ભલે જાઓ સજન,હૈયા થી ક્યારેય ના અળગો પડે.

***

ગઝલ

અક્ષર ઉડી રહ્યાં છે ગઝલ માં,સનમ ઝૂમી રહ્યાં છે ગઝલ માં.

આંખોથી પી જતાં રાતભર જે,જામ ડૂબી રહ્યાં છે ગઝલ માં.

જિંદગી ભર પુછ્યા ખુદા ને તે,પ્રશ્ન પૂછી રહ્યાં છે ગઝલ માં.

દૂર જઈ બેઠા વર્ષો થી તેની,યાદ ભૂસી રહ્યાં છે ગઝલ માં.

આયના સામે વિતાવ્યું જીવન,કાચ લૂછી રહ્યાં છે ગઝલમાં.

***

સ્મરણો ની રાખ લઈને ક્યાં સુધી ફર્યા કરશો,શ્રાવણ ના દિવસો પણ આવ્યાં ક્યાં સુધી ચર્ચા કરશો.

ભર વસંતે પીળા પર્ણો ઉગે કાયમ યારો,પાનખર ના નામથી પણ ક્યાં સુધી ડર્યા કરશો.

ઉંઘતા ને જાગતા લીધા કરે નામ નો જાપ,સ્વપનો માં રાત ને દી ક્યાં સુધી સર્યા કરશો.

***

રાત અંધારી

રાત અંધારી હાફી રહી છે,સાંસ બિચારી હાફી રહી છે.

ચાંદ રાતે કરેલી નશીલી,વાત નિરાળી હાફી રહી છે.

ફૂલોની તાજગી જોઇને જો,રાહ કાંટાળી હાફી રહી છે.

***

આંસું ઓનો રંગ

આંસું ઓનો રંગ સરખો હોય છે,લાગણી નો સંગ સરખો હોય છે.

જામ પીને કાર હાંકો તો બધે,કાયદા નો ભંગ સરખો હોય છે.

દાગીના માં નંગ સરખો હોય છે.

ચોરી કરો દંડ સરખો હોય છે.

બંધ મુઠ્ઠી માં સમાયેલી શક્તિ,આંગણી નો સંપ સરખો હોય છે.

***

પ્રેમ માં પડવું

પ્રેમ માં પડવું કશું ખોટું નથી,

મન ભરી રડવું કશું ખોટું નથી.

હાથ નો ઉપયોગ જ્યાં ના થાય ત્યાં,આંખથી લડવું કશું ખોટું નથી.

જામ પીને ભટકતા ફર્યા કરી,રાત દી સડવું કશું ખોટું નથી.

જિંદગી ભર છુપાવી પેટ નું ચડવું કશું ખોટું નથી.

***

આંખોના એ ઈશારાઓ

આંખોના એ ઈશારાઓ સાચા હતાં,લાગણી ના ઈરાદાઓ સાચા હતાં.

હૈયા ને કાયમ ઠંડક પહોચાડતા,ઝરુખા ના નઝારા ઓ સાચા હતાં.

જોડે લઇ ને જે હંમેશા ફરતાં હતાં,આજુબાજુ પસારા ઓ સાચા હતાં.

પ્રેમ ના જામ માં ડૂબી સુનારા તે,શાયરો ના જનાજા ઓ સાચા હતાં.

જિંદગી ના નૃત્ય સામે હારી ગયાં. તાલ સાથે નગારા ઓ સાચા હતાં.

***

જીંદગી

જીંદગી સૂની થઇ ગઇ તમારા ગયાં પછી,લાગણી બૂઠી થઇ ગઇ તમારા ગયાં પછી.

પ્રેમ ના મેધ વરસાવતી બારે માસ, તે,વાદળી સૂકી થઇ ગઇ તમારા ગયાં પછી.

વૃધ્ધ થઇ ગયું તન, પણ મન સાબૂત છે,

લાકડી સૂની થઇ ગઇ તમારા ગયાં પછી.

મૌ ઉઠાવી ને ફરતા હતાં જે જગ્યાં એ ત્યાં,સાદડી ટૂકી થઇ ગઇ તમારા ગયાં પછી.

***

યાદ

વારે વારે ઝળઝળિયા આવે છે,આંખોમાં ચોમાસું બેઠું લાગે છે,

પહેલા ઝરમર ને પછી વરસે ઘણી

વર્ષો જુના તે હિસાબો માંગે છે.

યાદમાં સાજનની આંખો નીતરે,સાંભળી ને દુર થી તે ભાગે છે.***

ભૂતકાળ

ભૂતકાળ નો ભાર લઈને ક્યાં સુધી ફરીશું ?કાચના અરીસામાં જોઈ ક્યાં સુધી હસીશું?

યાદ ના આ ખંજર મને ચુંભે છે દિલમાં જોને,દૂર તમારાથી એકલા ક્યાં સુધી રહીશું ?

મહીને એક વાર ફોન પર વાત ભલે થાય,દર્દ જુદાઈનું આમ તો ક્યાં સુધી સહીશું ?

***

આયનો

આયનો ઘરડો થયો લાગે છે,

રાતભર તેથી હવે જાગે છે.

વર્ષો વીતેલા ના આવે પાછા,

રોજ રૂપ ને પાછું તે માંગે છે.

***

આંખ ના ઈશારાઓ

આંખ ના ઈશારાઓ સમજો જરા,

વાત ના ઈશારાઓ સમજો જરા.

આડું અવળું જોયા ના કરો તમે,

હાથ ના ઈશારાઓ સમજો જરા.

ચાહતાં રહ્યાં છો સદા ચાંદની,

રાત ના ઈશારાઓ સમજો જરા

***

લાગણી ની છાબડી

લાગણી ની છાબડી માં શું છે ?

માંગણી ની છાબડી માં શું છે ?

ઘોર અંધારું છવાયેલું છે,

વાદળી ની છાબડી માં શું છે ?

રંગ બેરંગી આ નાજુક કોમળ,

પાદળી ની છાબડી માં શું છે ?

***

ગઝલ

ગઝલ મારી ગમે તો યાદ કરજો ને જરા

ભલે ને દૂર હોઉં સાદ કરજો ને જરા

ફરી લે લાગણી કાજે દુનિયા આખી તું

ખુદા પણ ચોકે તેવો નાદ કરજો ને જરા

કરેલા કામ સાથે આવશે મર્યા પછી

ને દર્શિતાના સાચા વાદ કરજો ને જરા

***

સુખના સરનામાં

અહીં નહીં ત્યાં પણ જવાબ આપવો પડશે,

રસ્તો સુનો હવે તો એકલા કાપવો પડશે.

સુખના સરનામાં શોધી શોધીને થાક્યાં હવે,

દિલ પર તમારે પત્થર મોટો રાખવો પડશે.

દિવસ રાતની ઘટમાળમાં પૂરી થાય જીંદગી,

દૂર ગગન સુધીનો રસ્તો માપવો પડશે.

દોટ મૂકી છે મેં મંઝિલને નજરમાં રાખી,

સમય સાથે ચાલવા ભોગ આપવો પડશે.

***

આંખ

તું હસે ને હું રડું ના રે ના,

હું હસું ને તું રડે ના રે ના.

આંખ મીચોલી રમીને સાજન,

દૂર જઇને તું વસે ના રે ના.

છે સહજ સંજોગ જુદાઇ આ,

તું નજર ચોરી ખસે ના રે ના.

હૂંફ ના આપી શક્યો છો ને,

મારી સાથે તું લડે ના રે ના.

આ હદય જીવી ગયું યાદોમાં,

મન વગર અમથા મળે ના રે ના.

લોક લાજે આજ ફંટાયા રસ્તા,

તું વચન આપી ફરે ના રે ના.

***