રહસ્ય:૫ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય:૫

શરીરનાં નીચેના ભાગમાં કઈ મહેસૂસ નોહતું થતું.

આંખ સામેનાંં દ્રશ્યો ધૂંધળા દેખાતા હતા.મારી આસપાસ ઉભેલા લોકો મારી તરફ મીટ માંડી બેઠા હતા.મેં ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ અસફળ રહ્યો.

મારા બન્ને પગ વાંસથી બાંધવામાં આવ્યા હતા.મને પથ્થરની શિલા પર સુવડાવ્યો હતો. મારી આસપાસ કેટલીક સ્ત્રીઓ પથ્થર પર કઈ વાટી રહી હતી.

એક મોટી ઉંમરનો સફેદ દાઢી વાળો પુરુષે કોઈ ઉકાળો બનાવી મારા મુખ પાસે ધર્યો.

અને કઈ બોલ્યો.. હું ભાષા તો ન સમજ્યો પણ... આટલું જરૂર સમજ્યો તે મને પીવાનું કહે છે.

એક શીલા પર, કેટલાક તાજા ફળો રાખ્યા હતા. આસપાસ નઝર કરતા આટલી સુંદર જગ્યા મેં મારા જીવનમાં ક્યારે નોહતી જોઈ..

ના હોર્ન ના અવાજો, ના ટ્રાંફિક જામ, ના શાળાએ જવાની ચિંતા, ના ઓફિસ જવા માટે ભાગાભાગી...

કેટલાક લોકો મારી આસપાસ ઉભા હતા. તેના પોશાક વિચિત્ર હતા.કોઈ પ્રાણીની ખાલ માંથી બનાવ્યો હોય તેવો..

તેઓના હાથમાં તીર, કામઠા હતાં.

"મારા મિત્રો ક્યાં છે?

હું ક્યાં છું?" મારા પ્રશ્ન નો તેઓ ઉત્તર ના આપી શક્યા..રાતના આવેલા તુફાનની એ ક્ષણો યાદ આવતા, મારી આંખોના ખુણા ભીના થઈ ગયા.

***

મોટી મોટી મૂર્તિઓ પહાડોમાંથી કોતરેલી દેખાતી હતી.

જેની ઉંચાઈ ચાલીસથી પચાસ ફૂટ હતી.

પહાડોની તળેટીમાં ઘનઘોર જંગલ હતું.

અજય સિવાય આખી ટીમ તરતા તરતા આ અજાણ્યા ટાપુ ઉપર આવી ચડી હતી.

બધા ના શરીર થાકેલા જણાતા હતા.

કિનારે પોહચતા જ નઝદીક વૃક્ષના છાંયડામાં ઢળી પડ્યા.

તુફાનમાં પણ... રાજવીરે બધાને સાથે રાખવા એકબીજા ને રોપથી બાંધ્યા હતા. પણ અજયને ને રોપથી બાંધવા જાય તે પહેલાં સમુદ્રના રાક્ષસી મોજાઓ એ પોતાનું કામ કરી દીધુ હતું.

"આપણો અજય ક્યાં હશે?

શુ કરતો હશે?

બરાબર તો હશે ને?" કલ્પેશે કહ્યુ.

"હોઈ શકે તે પણ આપણી જેમ કોઈ અજાણ્યા ટાપુ ઉપર પોહચ્યો હશે! ચિંતા નહિ કરો..." રાજદીપે કહ્યુ.

ટાપુ શરૂઆતમાં થોડો રેતાળ હતો. વચ્ચે જંગલ હતું. જંગલ સાથે ચુના માટીના પથ્થરો ના પહાડો હતા.

"આ મૂર્તિઓ કોણે બનાવી હશે,આટલી વિશાળકાય મૂર્તિ બનાવતા કેટલો સમય લાગ્યો હશે? આ મૂર્તિઓ બનાવા પાછળ નો કારણ શું હશે?" પ્રિયા બોલી. પ્રિયાના આ પ્રશ્નનો કોઈ પાસે ઉત્તર નોહતો..

"ટાપુ જેટલો સુંદર છે. એટલો જ ખતરો વધુ... આપણે કોઈ સારી જગ્યા રાત રોકાવા માટે શોધવી પડશે.

પર્વતની તળેટીમાં ખુલ્લા મુખની ગુફામાં ટેંન્ટ બાંધ્યાં..

બેગમાં થોડો ખોરાક હતો.આજે તેનાથી જ કામ ચાલવાનું હતું.જંગલ અજાણ્યું હતું એટલે સળગતી મસાલ બધાને આપી જેથી જંગલી પ્રાણીઓ આગથી દૂર રહે.

બધાના વોકી ટોકી કામ કરતા બંધ થઈ ગયા હતા.

અહીંની અજીબ વાત એ હતી કે આ ટાપુ પર આવતાની સાથે તમામ ઉપકરણોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

આ એક સંજોગ હતો કે આવવાવાળી મુસીબતોનો સંકેત?

અંધારી રાત તેનું ખરું રૂપ બતાવી રહી હતી. રાત ના સુનકાર વાતાવરણમાં જીવડાંઓ નો ટરટર અવાજ વાતવરણમાં ભળી ગયો હતો.

મશાલો બધી ઓલવાઈ ચૂકી હતી સિવાય કલ્પેશની. ટેંન્ટની બહાર

કોઈના પગલાઓનો અવાજ આવી રહ્યો હતો.

કલ્પેશની આંખ ખુલે છે પણ તે પડ્યો રહે છે.

તેને લાગ્યું કોઈ પ્રાણી ટેંન્ટની આસપાસ ફરી રહ્યું છે.

તંબુની દીવાલો ચીરતો કોઇનો હાથ તંબુની આરપાર આવે છે અને અચાનક

કલ્પેશને ઢસડીને ખેંચી જાય છે.

"બચાવો.... બચાવો..… પ્લીઝ હેલ્પ..... હેલ્પ.... "

અવાજ આવતા જ બધા જાગી જાય છે. રાજદીપે ટોર્ચ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ થઈ નહિ....

ઝાડીઓમાં તે દૂર સુધી પાછળ જાય છે.

ક્યાંથી આવ્યો, ક્યાં લઈ ગયો કઈ જ ખબર ન પડી.

"આપણે કલ્પેશ ને શોધવા જઈએ." પ્રિયાએ કહ્યું.

" હું પ્રયત્ન કરી ચુક્યો છું.

અત્યારે નીકળવું ખતરાથી ખાલી નથી..." રાજદીપે કહ્યું.

"પણ મારો ભાઇ...." પ્રિયા હીબકાં લઈ લઈને રડતી હતી.

"કોણ હશે, કોઈ જાનવર..કોઈ નરભક્ષી, ભૂત પ્રેત કોણ?" પ્રિયાએ પૂછ્યું.

" જ્યાં સુધી હું જાણું છું. અહીં કેટલાક ટાપુ છે.

જેમાંથી એક ટાપુ એવો હતો

જ્યાં પ્લેગના દર્દીઓને મુકવામાં આવ્યા હતા.

કેહવાય છે કે ત્યાંથી કોઈ પણ મનુષ્ય જીવીત પાછું નથી આવ્યું.

બીજો એક ટાપુ છે.... જ્યાં આજે પણ જૂની વનવાસી મનુષ્ય પ્રજાતિ રહે છે. તેને કોઈ બહારી લોકો તેને ત્યાં આવે તે પસંદ નથી... જો આપણે આ કોઈ ટાપુઓ પર હશું તો.. આપણે દરેક ક્ષણ સાવચેત રેહવું પડશે..."

મસાલો ચાલુ કરી...

બધા એક જ ટેંન્ટમાં આવીને બેસી રહ્યા..

કોઈને આશા નોહતી કે ત લોકોને પોતાના બે-બે સાથીઓને ને ખોવા પડશે.

પ્રિયાની આંખોમાં આસુંઓ હતા.

"આ બધું મારા લીધે થયું છે. અહીં આવ્યા જ ન હોત તો... બન્ને આજે આપણી સાથે હોત."

મજીદ અને વિજયના ચેહરા પણ ઢીલા પડી ગયા હતા.

કેપ્ટન રાજદીપને આજે પણ બધા ને સાચવવાની જવાબદારી આવી ગઈ હતી.આવી પરિસ્થિતિ તેના જીવનમાં ઘણી વખત આવી હતી.જ્યારે તેણે તેના મિત્રો અને સ્વજનો ખોયા હતા.

સૂરજ ઉગ્યાની સાથે પક્ષીઓનો કલરવ આ જંગલને સંગીતમય બનાવતું હતું.

બધા ક્યારે એક બીજા પર ટેકો દઈને સુઈ ગયા હતા એ કોઈને ખબર જ ન રહી..

રાજદીપે બધા માટે કોફી બનાવી દીધી હતી.

"ગુડ મોર્નિંગ ગાઈસ.."

"વેરી ગુડ મોર્નિંગ..." બધા એક સુરમાં બોલ્યા.

" તમારી કોફી...."

"મારી આજે કોફી પીવાની ઈચ્છા નથી.."

"પ્રિયા થોડી પી લે, મેં તુલસી ભેળવી છે."

"તુલસી ક્યાંથી લાવ્યા?"

" સવારે હું જંગલમાં ગયો હતો.

ત્યાંથી મળી આવી..."

"તમે ત્રણે, આ પર્વતની ચોંટી પર જાવ અને જુવો આ ટાપુ કેટલો મોટો છે. આપણે આ ટાપુથી બહાર નીકળી શકીએ તે માટે કોઈ જરૂરી વસ્તુ મળી શકે તેમ છે કે નહીં.." રાજદીપે કહ્યું.

"ના અમે તારી સાથે આવીએ છીએ." મજીદ બોલયો.

રાજદીપ અને ટીમ બધાના હાથમાં નાનકડું ચપ્પુ લઈ નીકળે છે. ઘાટી વનરાજીમાં અજીબ અજીબ અવાજો આવી રહ્યા હતા. ક્યાંક કોઈ ઘસડાઈને ચાલતું હોય તેનો અવાજ આવતો.

ક્યાં કોઈ સૂકા પર્ણો પર ચાલતું હોય તેનો અવાજ આવતો હતો.

જંગલની બહાર જવું સરળ નોહતું. વૃક્ષોની ડાળખીઓ, વેલાઓ આગળ વધવા માટે અવરોધ ઉભો કરતા હતા.જેને ધારદાર ચપ્પુ વડે કાપી આગળ જવાનો રસ્તો બનાવતા બધા આગળ વધી રહ્યા હતા.

નાનકડું જંગલ પાર કરતા, પર્વતીય ક્ષેત્રે આવી ગયું.

જ્યાં મોટું વોટરફોલ હતું.

પાણી જમીન સાથે અથડાતા મઘુર સંગીત ઉતપન્ન કરતું હતું.

સૂરજના પારજાંબલી કિરણથી પાણીમાં મોટું મેઘધનુષ્ય રચાતું હતું એ દ્રશ્ય મનોરમ્ય લાગ્તું હતું.

"આપણે અહી નાહી ધોઈ નદીની દિશામાં જ આગળ જઈશું."રાજદીપે કહ્યું.

"તમે ત્રણે નાહી લો.. હું આસપાસ જ છું." રાજદીપે કહ્યુ.

આસપાસ બધું જોતા તેની નજર પર્વતની ઉપર જાય છે.

જ્યાંથી કોઈ સફેદ મનુષ્ય આકરની આકૃતિ તેને જોઈ રહી હતી.

તેની ડોક કબૂતરની જેમ હલી રહી હતી. તેની ચામડીનો રંગ સફેદ હતો. જાણે કોઢ થયા હોય તેવો.

"હૈ......." રાજદીપે રાડ પાડી...

જેથી તે વિરુદ્ધ દિશામાં ભાગ્યો..

રાજદીપે તેનો પીછો કર્યો.

શુ થયું શુ નહી, ન જાણતા જોવા છતાં આખી ટોળકી પણ રાજદીપની પાછળ આવી અને મહાકાય ગુફાના મુખ પાસે ઉભા રહ્યા.

"મને લાગે છે. તે આ ગુફામાં જ ગયો હશે' રાજદીપે કહ્યું.

"કોણ રાજદીપ?" મજીદે પૂછ્યું.

" વિચિત્ર માણસ...."

તેને આસપાસ જોયું..પછી સીધા તે ગુફામાં પ્રવેશ્યા

ગુફાની અંદર ઘનઘોર અંધારું હતું.

"આપણે મસાલ સળગાવી આગળ જવું જોઈએ." પ્રિયાએ કહ્યું.

રાજદીપે નાનકડી કાંચની શીશીમાં કોઈ ઇંધણ જેવું પ્રવાહી લાકડી પર લગાવ્યું.

ગુફામાં આગળ પાણી ભરેલો હોય છે. જે મુખથી તેઓ અંદર આવ્યા... તેના પાસેના ખુણામાં જ પાણીનો પ્રવેશ દ્વાર હતો.જ્યાંથી નદી ગુફાની અંદર પ્રવેશતી હતી.

"તે માણસ ક્યાં ગયો..."રાજદીપે કહ્યું.

"ખરેખર કોઈ માણસ હતો. કે રાજદીપ તારું વહેમ?" મજદે કહ્યું.

"હું દાવા સાથે કહી શકું કે તે ગુફામાં જ આવ્યો હતો." રાજદીપે કહ્યુ.

"આગળ તો નદી છે. આગળ જવું જાન જોખમમાં મુકવા બરાબર છે."

મજીદના હાથમાં રહેલ મસાલમાં આગ લાગે છે.

આગ સળગતાની સાથે જ

તેની ઉપર સફેદ રંગના અજીબ દેખાતા માણસો જેની આંખો ચમકી રહી હતી. તેની આખી ફોજ ઉપર ચામચીડિયાંની જેમ લટકી રહી હતી.

જાણે તે આગ તરફ આકર્ષિત થયા હોય, તેમ બધી જ આકૃતિઓ અમારી દિશામાં આગળ વધી

ચારે જણાની ઉપર બધા જ અજીબ દેખાતી માનવ આકૃતિઓ આવી ચડી...

રાજદીપ તેના હાથમાં રહેલા ચપ્પુ વડે, બધાની ગર્દન કાપી રહ્યો હતો.

વિચિત્ર માનવ આકૃતિઓ

પ્રિયા, વિજય મજીદને તે ઈતળીની જેમ ચોટી ગયા હતા.

મસાલા બુજાતા જાણે તેમની શક્તિ ઓછી થઈ ગઈ, પકડ ઢીલી થઈ ગઈ...

રાજદીપ તેઓની ગર્દન પર ચાકુઓ મારતા તે મરી જતા હતા.

તેને વિજય અને મજીદને પણ તેમજ કરવાનું કહ્યું.

તેની સઁખ્યાં વધુ હતી. જેથી

બધા થાકી ચુક્યા હતા.

રાજદીપે બધાને નદીની દિશામાં ડૂબકી મારવાનું કહ્યું.

મોકો મળતા રાજદીપે પણ પાણીની દિશામાં ડૂબકી લાગવી આગળ વધી ગયો.

ક્રમશ.