Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 3

પ્રકરણ ૩

એમનું આશરો મેળવવાનું સ્થળ

આ વિચિત્ર પરંતુ સંપૂર્ણ સત્ય એવા ખુલાસા બાદ, ત્રણેય મિત્રો તેમની નિદ્રા તરફ પરત વળ્યા. શું તેમને એક શાંત અને ઉપયોગી જગ્યા મળી ઉંઘવા માટે? પૃથ્વી પરના આવાસો, નગરો, કોટેજો અને દેશને એ તમામ આઘાતનો અનુભવ થયો જેણે તેમને પૃથ્વીની બહાર મોકલ્યા હતા. સમુદ્રમાં મોજાઓ ઉછાળતા વહાણો હજી પણ વહી રહ્યા હતા, હવામાં વિમાનો અલગ અલગ સ્તરે વિવિધ અંતરે થરથર કાંપી ગયા હતા. માત્ર આ ગોળો જ વ્યવસ્થિત અવકાશમાં ઉડી રહ્યો હતો, વ્યવસ્થિત શાંતિની વચ્ચે, જે વ્યવસ્થિત આરામ આપી રહ્યો હતો.

આમ શૂરવીર પ્રવાસીઓની નિંદ્રા કદાચ અચોક્કસ મુદ્દત સુધી લંબાઈ જાત જો તેમને બીજી ડિસેમ્બર, એટલેકે તેમની વિદાય બાદના આઠ કલાક બાદ, સવારે સાત વાગ્યે એક અનપેક્ષિત અવાજે તેમને જગાડી દીધા ન હોત તો.

આ અવાજ કુદરતીરીતે ભસવાનો હતો.

“શ્વાનો! આ તો આપણા શ્વાનો છે!” માઈકલ આરડન ઉઠવાની સાથેજ બોલી પડ્યો.

“તેઓ ભૂખ્યા થયા હશે,” નિકોલ બોલ્યો.

“હે ભગવાન!” માઈકલે જવાબ આપ્યો, “આપણે એમને તો ભૂલી જ ગયા.”

“ક્યાં છે તેઓ?” બાર્બીકેને પૂછ્યું.

તેમણે આસપાસ જોયું અને એક પ્રાણી તેમને દિવાનની નીચે છુપાયેલું જોવા મળ્યું.

શરૂઆતના આઘાતથી ડરી ગયેલું અને ધ્રુજી ઉઠેલું તે પ્રાણી ખૂણામાં જ પડયું રહ્યું અને ભૂખના દુઃખે તેનો અવાજ પરત કર્યો. એ માયાળુ ડાયના હતી, હજી પણ ગૂંચવાયેલી હતી, જે તેની એકલતામાંથી બહાર આવેલી ભાવના હતી, પરંતુ વધારે કોઈ કોશિશ કર્યા સિવાય માઈકલ આરડને તેને સહુથી માયાળુ શબ્દો દ્વારા પ્રોત્સાહન આપ્યું.

“આવ ડાયના,” તે બોલ્યો: “આવ મારી દીકરી! તું એ છે જેનું ભવિષ્ય શિકારી વૃત્તાંતોમાં લખવામાં આવશે; તું એ છે જેને પુજારીઓએ ભગવાન અનુબીસને મિત્ર તરીકે અર્પણ કર્યું હશે, અને ખ્રિસ્તીઓએ સેન્ટ રોચને; તું એ છે જેની કળા સૂર્યમંડળમાં રચાવા જઈ રહી છે અને એ ઈવ છે જેની સમક્ષ તમામ સ્ફટિકના શ્વાન નમન કરશે. આવ ડાયના અહીં આવ.”

ડાયના, આ બધું સાંભળીને ખુશ થઇ કે ન થઇ હોય પરંતુ કેટલાક નિર્દયી અવાજો કાઢતી તે અમુક ડગલા આગળ જરૂર આવી.

“સરસ,” બાર્બીકેન બોલ્યા: “હું ઈવ ને તો જોઈ રહ્યો છું, પરંતુ આડમ ક્યાં છે?”

“આડમ?” માઈકલે જવાબ આપ્યો; “આડમ અહીજ ક્યાંક હોવો જોઈએ, આપણે તેને બોલાવવો જોઈએ.સેટેલાઈટ! અહીં આવ સેટેલાઈટ!”

પરંતુ સેટેલાઈટ દેખાયો નહીં. ડાયના હજીપણ આક્રંદ કરી રહી હતી. તેમણે જોયું કે તે ઘવાઈ ન હતી, અને તેમણે તેને પાઈ આપી જેણે તેની એક ફરિયાદ તો દૂર કરી. સેટેલાઈટની વાત કરીએ તો એ ગુમ હતો. તેમણે તેને શોધવા માટે લાંબો સમય ગાળવો પડ્યો અને ત્યારબાદ તે ગોળાના ઉપરના ભાગમાંથી મળી આવ્યો, જ્યાં તેને કેટલાક હિંસક ધક્કાઓએ ફેંકી દીધો હતો. બિચારું પ્રાણી, ખુબ ઘવાયું હતું અને દયાજનક પરિસ્થિતિમાં હતું.

“હે ભગવાન!” માઈકલ બોલ્યો.

તેઓ એ બદનસીબ શ્વાનને ખુબ સંભાળપૂર્વક લઇ આવ્યા, તેની ખોપરી છત સાથે અથડાવાને લીધે તૂટી ગઈ હતી, અને તે આ આઘાતમાંથી પરત આવે તે અશક્ય લાગી રહ્યું હતું. તેને આરામથી એક તકિયા ઉપર સુવાડવામાં આવ્યો જ્યાં તેણે રાહતનો શ્વાસ લીધો.

“અમે તારી સંભાળ લઈશું,” માઈકલ બોલ્યો, “અમે તારા અસ્તિત્વ ને ટકાવી રાખવા માટે જવાબદાર છીએ, મને મારા સેટેલાઈટના પંજા કરતા મારો હાથ ગુમાવવાનું વધુ પસંદ પડશે.”

આમ કહીને તેણે એ ઘવાયેલા શ્વાનને પાણી આપ્યું, જે એણે જરા પણ સમય બગાડ્યા વગર પી લીધું.

શ્વાનોની સંભાળ લેવાઈ ગઈ, મુસાફરોએ પૃથ્વી અને ચન્દ્રને ધ્યાનથી નિહાળ્યા. પૃથ્વી હવે માત્ર ચન્દ્રકળા જેટલી જ દ્રષ્ટિગોચર થઇ રહી હતી; આગલી સાંજ કરતા વધુ સંકોચાયેલી, પરંતુ તેનો વિસ્તાર ચન્દ્રની સરખામણીએ હજી પણ વિશાળકાય હતો, જે એક પૂર્ણ ગોળાકારરૂપે સતત નજીકને નજીક આવતો જતો હતો.

“હે ભગવાન!” માઈકલ આરડન બોલ્યો, “મને દુઃખ છે કે આપણે આપણી સફર ત્યારે શરુ ન કરી જ્યારે પૃથ્વી પૂર્ણ સ્વરૂપમાં હતી, એટલેકે જ્યારે આપણી પૃથ્વી સૂર્યની સમક્ષ ઉભી હતી.”

“કેમ?” નિકોલે પૂછ્યું.

“કારણકે જો એમ થાત તો આપણે ખંડો અને સમુદ્રોને એક નવા પ્રકાશમાં જોઈ શક્યા હોત – શરૂઆતમાં સૂર્યના કિરણોનો ચળકાટ અને બાદમાં વાદળછાયું જેમ વિશ્વના નકશાઓમાં જોવા મળે છે. મને પૃથ્વીના બંને ધ્રુવો જોવા મળ્યા હોત જેને કોઇપણ આદમીની આંખે હજી સુધી જોયા નથી.

“પરંતુ મને એવું લાગે છે કે,” બાર્બીકેને જવાબ આપ્યો; “જો પૃથ્વી પૂર્ણસ્વરૂપમાં હોત, તો ચન્દ્ર નવો હોત, એટલેકે સૂર્યકિરણોને લીધે અદ્રશ્ય હોત. આપણે જે ગંતવ્ય તરફ જઈ રહ્યા છે તેને આપણે સફર શરુ કરતી વેળાએ જોઈ શકીએ એ આગ્રહભર્યું હતું.”

“તમે સાચું કહ્યું બાર્બીકેન,” કેપ્ટન નિકોલે જવાબ આપતા કહ્યું, “અને, તે ઉપરાંત, જ્યારે આપણે ચન્દ્ર પર પહોંચીશું, આપણી પાસે લાંબી ચન્દ્રરાત્રીઓ દરમ્યાન એ ચર્ચા કરવા માટે પૂરતો સમય હશે કે પૃથ્વી અંગે આપણા બધાના વિચારો કેટલા સમાન છે.”

“આપણા સમાન વિચારો!” માઈકલ આરડને ઉદગાર કાઢ્યો; “સ્ફટિકના ટુકડાઓથી વધુ સમાન આપણા વિચારો નથી! આપણે એક નવા વિશ્વમાં રહેવા જઈ રહ્યા છીએ, જ્યાં આપણા લોકો અને આ ગોળો હશે! હું બાર્બીકેનના વિચારો સાથે સમાનતા ધરાવું છું અને બાર્બીકેન નિકોલના વિચારો સાથે! આપણી પાછળ અને આપણી આસપાસ માનવીય સ્વભાવ અંત તરફ છે અને આપણે જ્યાં સુધી સ્ફટિક નહીં બની જઈએ ત્યાં સુધી આ સૂક્ષ્મતાની વસ્તી બનીને રહી જવાના છીએ.”

“લગભગ અઠ્યાસી કલાકમાં,” કેપ્ટને જવાબ આપ્યો.

“તેનો મતલબ?” માઈકલ આરડને પૂછ્યું.

“અત્યારે સાડાઆઠ વાગ્યા છે,’ નિકોલે જવાબ આપ્યો.

“બહુ સારું, માઈકલે જવાબ આપ્યો, “તો પછી મારી પાસે અત્યારે નાસ્તો ન કરવા માટે એક પણ કારણ બચતું નથી.”

બિલકુલ, નવા સિતારાના નાગરિકો ખાધા વગર રહી શકવાના ન હતા અને તેમના પેટ ભૂખથી તડફડી રહ્યા હતા. માઈકલ આરડન, એક ફ્રેન્ચમેન, તેને મુખ્ય રસોઈઓ ઘોષિત કરવામાં આવ્યો, એક મહત્ત્વનું પદ જેની માટે કોઈજ સ્પર્ધા ન હતી. રાંધવાના ઉપકરણો માટે ગેસ દ્વારા પૂરતી ગરમી પૂરી પાડવામાં આવી રહી હતી અને ખાદ્યપદાર્થોની પેટીમાં પ્રથમ ખાણા માટે પૂરતા તત્વો ઉપલબ્ધ હતા.

નાસ્તો અદભુત સૂપના ત્રણ બાઉલ સાથે શરુ થયો જે લાઈબેગની ત્રણ કેકને પીગળાવીને તેમજ પમ્પાસના મૂળમાંથી બનાવવામાં આવ્યો હતો. આ સૂપમાં હાઈડ્રોલિક પ્રેસથી સંકોચન પામેલી બીફસ્ટિકસ નાખવામાં આવી જે જાણેકે કોઈ અંગ્રેજના રસોડામાંથી સીધી જ આવી હોય તેવો આભાસ ઉભો કરતી હતી. માઈકલ જે કલ્પનાશીલ વ્યક્તિ હતો તેણે એ બાબતનો ખ્યાલ રાખ્યો હતો કે તે લાલ રંગની જ રહે.

સાચવી રાખેલા શાકભાજી (જેને માયાળુ માઈકલ “કુદરતથી પણ તાજા” કહેતો હતો) તેમણે મીટની જગ્યા લીધી અને ત્યારબાદ બ્રેડ અને માખણ સાથે ચ્હા પીવામાં આવી બિલકુલ અમેરિકન ફેશન અનુસાર.

પીણાંઓને ઉત્કૃષ્ટ જાહેર કરવામાં આવ્યા અને તેની પાછળ એ શ્રેષ્ઠ પાંદડાઓની પસંદગી જવાબદાર હતી જેને રશિયાના સમ્રાટે પ્રવાસીઓના લાભ માટે કેટલીક પેટીઓમાં ભરીને મોકલાવ્યા હતા.

અને છેલ્લે પોતાના પ્રસ્થાનની ઉજવણીના મુગટ રૂપે આપવામાં આવેલી નુઈટ્સ વાઈનની બોટલ આરડને શોધી કાઢી જેને ખાદ્યપદાર્થોની પેટીમાં રાખવામાં આવી હતી. ત્રણેય મિત્રોએ પૃથ્વી અને તેના ઉપગ્રહના મિલનની કામના માટે તેને પીધો.

અને હજી તો આ સર્વોત્તમ વાઈન પૂરેપૂરો પીવાયો પણ ન હતો કે સૂર્યએ આ પાર્ટીમાં સામેલ થવાનું નક્કી કર્યું. આ સમયે ગોળો પવિત્ર પૃથ્વી દ્વારા બનાવવામાં આવેલા શંકુ આકારમાંથી પ્રગટ થયો હતો અને અત્યંત તેજસ્વી સૂર્યના કિરણો ગોળાની નીચેની ડિસ્ક પર પડ્યા જે ચન્દ્રના ઉપગ્રહ દ્વારા પૃથ્વીના બનાવવામાં આવેલા કોણની સીધી લીટીમાં આવતા હતા.

“સૂર્ય!” માઈકલ આરડન બોલ્યો.

“કોઈ શંકા નથી,” બાર્બીકેને જવાબ આપ્યો; “મને આશા હતી જ.”

“પરંતુ,’ માઈકલે કહ્યું, “શંકુ આકારનો પડછાયો જે પૃથ્વી અવકાશમાં છોડે છે તે શું ચન્દ્રથી પણ આગળ વધે છે?”

“તેનાથી પણ આગળ ઉંડે સુધી, જો વાતાવરણનું પ્રત્યાયન ધ્યાનમાં લેવામાં આવે તો,” બાર્બીકેને કહ્યું, “પરંતુ જ્યારે ચન્દ્ર તેના પડછાયામાં સમાઈ જાય છે, કારણકે તે ત્રણેય તારાઓનું મધ્યબિંદુ છે, સૂર્ય, પૃથ્વી અને ચન્દ્ર તમામ ત્યારે એક સીધી લીટીમાં આવી જાય છે. ત્યારબાદ પડતી ગાંઠો ચન્દ્રની વિવિધ કળાઓ સાથે જોડાય છે અને પછી ગ્રહણ થાય છે. જો આપણે ચંદ્રગ્રહણના સમયે આપણો પ્રવાસ શરુ કર્યો હોત તો આપણો સંપૂર્ણ પ્રવાસ પડછાયામાં રહ્યો હોત જે અત્યંત દયાજનક પરિસ્થિતિ હોત.”

“કેમ?”

“કારણકે આપણે, આપણો ગોળો ભલે અવકાશમાં ઉડી રહ્યા હોઈએ, પરંતુ આપણે સૂર્યના કિરણોમાં ન્હાઈ રહ્યા છીએ અને આથી આપણને પ્રકાશ અને ગરમી મળી રહી છે. તે ગેસનો બચાવ કરશે અને દરેક બાબતે તે આપણા માટે સારું રહેશે.

વાત બિલકુલ સાચી હતી, આ એવા કિરણો હતા તેનું તાપમાન અથવાતો તેજ કોઇપણ પ્રકારનું વાતાવરણ બગાડી શકવાનું ન હતું, ગોળો તેનાથી ગરમ થયો અને તેજસ્વી બન્યો, જાણેકે તેઓ અચાનક જ શિયાળામાંથી ઉનાળામાં આવી ગયો હોય. ઉપરથી ચન્દ્ર, નીચેથી સૂર્ય તેમને પોતાની ઉર્જાથી ભરી રહ્યા હતા.

“હવે ખુબ સુંદર વાતાવરણ થઇ ગયું છે,” નિકોલે કહ્યું.

“મને પણ એવું જ લાગે છે,” માઈકલ આરડને કહ્યું. “જે રીતે આપણા એલ્યુમિનિયમના ગોળા પર થોડીક માટી છે, ચોવીસ કલાકમાં આપણે વટાણા ઉગાડી શકીએ છીએ. પરંતુ મને એક બાબતનો ડર છે, અને એ એમ છે કે ગોળાની ભીતો ક્યાંક ઓગળી ન જાય.”

“શાંતિ રાખ મારા કિંમતી મિત્ર,” બાર્બીકેને જવાબ આપ્યો; “આ ગોળાએ પૃથ્વી પર આનાથી પણ વધુ તાપમાન સહન કર્યું છે. મને એ જાણીને જરાય આશ્ચર્ય નહીં થાય જો ફ્લોરીડાના દર્શકોને તે એક ઉલ્કા જેવો દેખાય.”

“પરંતુ, જે ટી મેટ્સનને તો એવું લાગતું હશે કે આપણે અત્યારે શેકાઈ રહ્યા હોઈશું.”

“મને એ બાબતનું આશ્ચર્ય થાય છે,” બાર્બીકેને કહ્યું, “કે આપણે ઓગળ્યા નથી. આ એક એવો ભય છે જેના વિષે આપણને કોઈજ સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી.”

“મને તેનો ડર હતો જ.” નિકોલે સરળતાથી કહ્યું.

“પરંતુ આ અગાઉ તમે ક્યારેય એ અંગે બોલ્યા નહીં મારા શ્રેષ્ઠ કેપ્ટન,” માઈકલ આરડને તેના મિત્રનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.

બાર્બીકેન હવે ગોળામાં એ રીતે રહેવા લાગ્યા હતા જાણેકે તેઓ તેને ક્યારેય છોડવાના ન હોય. આપણે યાદ રાખવું જોઈએ કે હવામાં ઉડી રહેલી આ કાર નો પુષ્ઠભાગ ચોપન સ્ક્વેરફૂટનો છે. છત સુધીની તેની ઉંચાઈ બાર ફૂટની હતી. અંદર સંભાળપૂર્વક વજનદાર સાધનો અને મુસાફરીના વાસણોને તેમના નિશ્ચિત સ્થાન પર મુકવામાં આવ્યા હતા જેનાથી ત્રણેય મુસાફરોને ફરવા માટેની જગ્યા નક્કી થઇ ગઈ હતી. નીચે રાખવામાં આવેલી બારી કોઇપણ પ્રકારનું વજન સહન કરી શકવા માટે સક્ષમ હતી, અને બાર્બીકેન અને તેમના સાથીદારો તેના પર એવી રીતે ચાલી રહ્યા હતા જાણેકે તે એક મજબૂત પાટીયું હોય, પરંતુ સૂર્યકિરણોના નીચેથી ગોળના અંદરના ભાગને પ્રજ્વલિત કરવાથી પ્રકાશના અંદર આવવાનો તે એકમાત્ર માર્ગ પણ હતો.

તેમણે તેમના સ્ટોરની હાલતનું નિરીક્ષણ શરુ કર્યું જેમાં પાણી અને ખાદ્યસામગ્રી હતી, કોઇપણ પ્રકારના ધક્કાને સહન કરવાની સંભાળ લીધી હોવાને લીધે આ બંનેની માત્રાને કોઇપણ પ્રકારનું નુકશાન થયું ન હતું. તેમનો ભંડાર વિશાળ હતો અને એટલો વિશાળ કે ત્રણેય મુસાફરોને એક વર્ષથી પણ વધુ સમય માટે તે પૂરતો હતો. બાર્બીકેન ચેતતા રહેવાની ઈચ્છા ધરાવતા હતા, કદાચ જો તેમનો ગોળો તદ્દન ઉજ્જડ પ્રદેશ પર ઉતરે તો? જ્યાં સુધી પાણી અને બ્રાન્ડીના ભંડારનો સવાલ હતો તે પચાસ ગેલન જેટલો હતો જે માત્ર બે મહિના ચાલી શકે તેમ હતો; પરંતુ અવકાશશાસ્ત્રીઓના તાજા અવલોકન અનુસાર ચન્દ્રનું વાતાવરણ નીચું, ગાઢ અને જાડું હતું, ખાસકરીને ઉંડી ખીણોમાં, અને ત્યાંના ઝરણાઓ અને નદીઓ ક્યારેય સુકાતા નથી. આથી ચન્દ્ર પરના તેમના વસવાટના પ્રથમ વર્ષ દરમ્યાન આ સાહસિક સંશોધનકારોને ભૂખ કે તરસનો સામનો કરવાનો આવવાનો ન હતો.

હવે ગોળામાં રહેલી હવાની વાત કરીએ. આ બાબતે પણ તેઓ સુરક્ષિત હતા.

રેઇસેટ અને રેગનોટના સાધનો, જે ઓક્સીજનના ઉત્પાદન માટે બનાવવામાં આવ્યા હતા તેની સાથે પોટેશિયમ ક્લોરેટ પણ હતું જે બે મહિના ચાલે તેટલું હતું. અમુક જથ્થાનો ગેસ તેમણે વાપરવો જ પડે એમ હોય તો તેમણે એ પદાર્થને ચારસો ડિગ્રી ફેરનહીટથી ઉપરના તાપમાને રાખવાનો હતો. પરંતુ અહીં પણ તેઓ સુરક્ષિત હતા. સાધનોને બહુ ઓછી સંભાળની જરૂર રહેતી હતી. પરંતુ તેઓ ઓક્સીજનને ફરીથી બનાવવા માટે સક્ષમ ન હતા; આ માટે તેમણે કાર્બોનિક એસિડના મૃત થવા બાદ તેને ખેંચી લેવાનો હતો. છેલ્લા બાર કલાકમાં ગોળાનું વાતાવરણ આ હાનિકારક ગેસથી ભરાઈ ગયું હતું. નિકોલને ડાયનાના જોરજોરથી શ્વાસોચ્છવાસ લેવાથી હવાની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. કાર્બોનિક એસીડ એ ગ્રોટો ડેલ કેનમાં ઉત્પાદિત થતા ગેસ જેવો જ હતો અને તેને તેના વજનને કારણે ગોળાની નીચે રાખવામાં આવ્યો હતો. બિચારી ડાયના, પોતાની ઉંચાઈ ઓછી હોવાને લીધે તેને પોતાના માલિકો કરતા પહેલી આ ગેસની અસર થઇ. પરંતુ નિકોલે આ પરિસ્થિતિનો સામનો કરવાના પ્રયાસો તેજ કરી દીધા અને તેણે કોસ્ટિક પોટાશના અસંખ્ય રિસિવરો જમીન પર પાથરી દીધા, જેને તેણે પહેલા તો થોડીવાર હલાવ્યા, અને આ પદાર્થ જે કાર્બોનિક એસિડથી આકર્ષાય છે તેણે તરતજ તેને ચૂસી લીધો અને આથી હવા સ્વચ્છ થઇ ગઈ.

ત્યારબાદ સાધનોની સૂચી ચકાસવાનું શરુ થયું. થર્મોમીટર અને બેરોમીટરને કોઈ નુકશાન થયું ન હતું, એક નાના થર્મોમીટરનો કાચ તૂટી ગયો હતો. એક ખચાખચ ભરેલી પેટીમાંથી એક અદભુત એનેરોઈડને બહાર કાઢવામાં આવ્યું અને તેને દીવાલ પર લટકાવી દેવામાં આવ્યું. તેના પર માત્ર ગોળાની અંદર વાતાવરણનું દબાણ કેટલું છે એ માપવા જેટલી જ અસર થઇ હતી, પરંતુ તેણે અંદર ભેજનું પ્રમાણ કેટલું હતું તે પણ દર્શાવ્યું. તે સમયે સોય ૨૫.૨૪ અને ૨૫.૦૮ વચ્ચે હલતી રહી.

વાતાવરણ સુંદર હતું.

બાર્બીકેન પોતાની સાથે અસંખ્ય કોમ્પાસ લઇ આવ્યા હતા અને બધાને તેમણે એ સુરક્ષિત હોવાનું જાહેર કર્યું. આપણે એ જાણવું જોઈએ કે હાલની પરિસ્થિતિ હેઠળ તમામની સોય સતત આમતેમ ફરી રહી હતી અને કોઈ સ્થિર દિશા દર્શાવી રહી ન હતી.

અને એમ થવું યોગ્ય પણ હતું, કારણકે તેઓ પૃથ્વીથી જેટલા અંતરે હતા ત્યાંથી પૃથ્વી પર લાગુ પડતા ગુરુત્વાકર્ષણબળની અસર બિલકુલ નહોતી થવાની પરંતુ હા, ચન્દ્ર પર રહેલા વાતાવરણની તેના પર અસર જરૂર થઇ રહી હતી. ગમે તે હોય પણ એ જાણવું રસપ્રદ બની રહેવાનું હતું કે પૃથ્વીનો ઉપગ્રહ તેના ગુરુત્વાકર્ષણબળને ખરેખર ગુમાવી ચૂક્યો હતો કે નહીં.

ચન્દ્ર પરના પર્વતોની ઉંચાઈ માપવા માટે હિપ્સોમીટર, સૂર્યનું અંતર માપવા માટેનું સેક્સટેન્ટ અને કેટલાક કાચ જે તેમને ચન્દ્રની નજીક પહોંચતા મદદરૂપ થવાના હતા, આ તમામ સાધનોને ધ્યાનપૂર્વક જોઈ લેવામાં આવ્યા અને તેઓ આટલો મોટો ઝાટકો લાગ્યો હોવા છતાં સુરક્ષિત હોવાનું જાહેર કરવામાં આવ્યું.

કોદાળીઓ અને અન્ય સાધનો જે નિકોલે ખાસ પસંદ કરીને સાથે લીધા હતા, કે પછી અલગ પ્રકારના દાણા અને ઝાડીઓ જેની માઈકલ આરડન ચન્દ્રની ધરતી પર વાવણી કરવા માંગતો હતો તેને ગોળાના ઉપરના ભાગમાં રાખવામાં આવ્યા હતા. ખરેખર તો તે એક કોઠાર બની ગયો હતો કારણકે પેલા ફ્રેન્ચમેને તેમાં કેટલીક અદભુત વસ્તુઓ ભરવાનો આગ્રહ રાખ્યો હતો. તે બધી વસ્તુઓ કઈ હતી તેની કોઈને પણ ખબર ન હતી અને કોઇપણ શાંત મગજ ધરાવતો વ્યક્તિ તેનું વૃતાંત આપવા સમર્થ ન હતો. હવે તે દીવાલો પર લગાડવામાં આવેલા લોખંડના ચાપડાઓની મદદથી ઉપર ગયો અને તેણે જાતેજ આ વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું. તેણે ફરીને ફરીથી બધું ગોઠવ્યું, એક રહસ્યમયી પેટીમાં પોતાનો હાથ નાખ્યો, અને પરિસ્થિતિને જીવંત રાખવા માટે જોરજોરથી ફ્રેન્ચમાં ગીતો પણ ગાવા લાગ્યો.

બાર્બીકેને થોડો સમય પોતાની બંદૂકો અને અન્ય હથિયારો રસપૂર્વક નિહાળ્યા જે તમામ સાબૂત હતા. આ ખૂબ જરૂરી હતા, કારણકે તે તમામ ભારે કારતૂસોથી ભરેલા હતા અને તેઓ ગોળાને પોતાના વજનથી ચન્દ્રના આકર્ષણથી (જ્યારે તે ગોળો કુદરતી આકર્ષણના બિંદુને પસાર કરી દેશે ત્યારે) તેની સપાટી પર પડવાથી રોકવાના હતા, આ પતન આટલો બધો ભાર હોવાને લીધે પૃથ્વી પરના પતન કરતા છ ગણું ધીમું રહેવાનું હતું. નિરીક્ષણ સામાન્ય સંતોષ સાથે પૂર્ણ ત્યારે થયું જ્યારે એ તમામ નીચેની બારીએ અવકાશ જોવા માટે ભેગા થયા.

આ એક અદભુત દ્રશ્ય હતું. સમગ્ર વાતાવરણ તારાઓના ઝુંડથી ભરેલું હતું અને અદભુત પવિત્રતા દ્રષ્ટિગોચર થઇ રહી હતી જે અવકાશશાસ્ત્રીઓને પાગલ કરી દેવા માટે પૂરતું હતું. એક તરફ સૂર્ય હતો જેનું મુખ એક ઓવન જેવું હતું, એક એવું ચક્ર જેનું કોઈજ આભામંડળ ન હતું બસ તેની પાછળના કાળા આકાશને લીધે તે અત્યંત તેજસ્વી લાગી રહ્યો હતો! તો બીજી તરફ ચન્દ્ર તેના પ્રતિબિંબને લીધે પ્રકાશમાં પરત આવી રહ્યો હતો પરંતુ તારલાઓના વિશ્વમાં બિલકુલ હાલ્યા ચાલ્યા વગર ઉભો હતો. ત્યાર બાદ એક મોટું વર્તુળ જે એક તારા સાથે જાણે જોડાઈ ગયું હોય અને તેની હદો ચાંદીની માળાની જેમ ચમકતી હતી, તે હતી પૃથ્વી! અહીં તહીં બરફના ઢગલાની જેમ તારાઓ પડ્યા હતા, આકાશગંગા પણ હતી જેની વચ્ચે રહેલો સૂર્ય તો માત્ર ચોથી કક્ષાનો તારો કહેવતો હતો. તેમની આંખો આ નવા પ્રકારની ભવ્યતાથી હટી ન હતી અને તેનું વર્ણન કરવા માટે કોઇપણ વિચાર પૂરતો ન હતો. ક્યા પ્રકારની લાગણી તેમના આત્માને જગાડશે તે જાણવું અશક્ય હતું. બાર્બીકેને પોતાની સફરને પોતાના જ અક્ષરોમાં વર્ણવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેમના સાહસની શરૂઆતથી શરુ કરીને દર કલાકે તેઓ નોંધ કરવા લાગ્યા. તેઓ તેમના મોટા અક્ષરોથી એક વેપારીના અંદાજથી શાંતિપૂર્વક લખવા લાગ્યા.

આ સમય દરમ્યાન નિકોલ અને કેલ્ક્યુલેટર અત્યારસુધી કેટલો સમય વીતી ગયો તેની ગણતરી કરવા લાગ્યો, અને ફરીથી અપ્રતિમ નિપુણતા સાથે ગણવાના કામમાં લાગી ગયો. માઈકલ આરડને પહેલા બાર્બીકેન સાથે વાતો કરી જેણે તેને જવાબ ન આપ્યો, પછી નિકોલ સાથે વાતો કરી જેણે તેને સાંભળ્યો નહીં, પછી ડાયના સાથે ચર્ચા કરી જેને તેનો એકપણ વિચાર સમજમાં આવ્યો નહી અને છેલ્લે તેણે પોતાની સાથે સંવાદ કર્યો, પ્રશ્નો કર્યા અને તેના જવાબો આપ્યા, જે આવ્યા અને ગયા, તે પોતાની હજારો વિગતો સાથે વ્યસ્ત રહ્યો, એકવાર નીચેની બારીની બહાર જોયું, બીજીવાર ગોળાની ઉપરના ભાગમાં સમય વિતાવ્યો અને આ તમામ સમય તે ગીતો ગાતો રહ્યો. આ સૂક્ષ્મતા દરમ્યાન તેણે ફ્રેન્ચ વાર્તાઓ અને ઉત્તેજનાઓ વ્યક્ત કરી અને અમે તમને એવું માનવાની વિનંતી કરીએ છીએ કે એ તમામ ખુબ સારી રીતે કહેવાઈ હતી. દિવસ, અથવાતો (જો એ દલીલ યોગ્ય ન હોય તો) બાર કલાક બાદ જે પૃથ્વી પર એક દિવસ નક્કી કરતા હતા તે સમય સંભાળપૂર્વક બનાવવામાં આવેલા રાત્રિભોજ સાથે પૂર્ણ થયો. અત્યારસુધી એવો એકપણ કુદરતી અકસ્માત નહોતો થયો જે મુસાફરોના વિશ્વાસને હલાવી દેવા માટે સક્ષમ હોય, આથી સંપૂર્ણ આશા સાથે, પહેલેથી જ સફળતા માટે નિશ્ચિંત હોવાથી તેઓ શાંતિથી ઉંઘી ગયા, જ્યારે ગોળો વ્યવસ્થિતપણે ઘટતી જતી ગતિ સાથે આકાશ પસાર કરી રહ્યો હતો.

***