પત્ર - વ્હાલા પ્રભુ. Krishna Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્ર - વ્હાલા પ્રભુ.

વ્હાલા પ્રભુ. 

           આમ તો રોજ આપણે વાત થતી જ રહે છે પણ આજે વાત થોડી ગંભીર અને ખાસ છે એટલે વિચાર્યું કે લખી ને જ કહું. 
                 નથી ગમતું અહીંયા હવે. બીલકુલ પણ નહીં. તમારું કળીયુગ જરાય નથી સદતુ. રોજ - બરોજ ના ઝગડા ક્યારેક ધર્મ ના તો ક્યારેક નાત જાત ના કયારેક ઊંચ નીચ ના તો ક્યારેક તારા મારા ના. લડી લડી ને થાક લાગ્યો છે હવે. ઘણી વખત તો એવું થાય છે કે બધું જ છોડી ને દુનિયા નાં કોઈ એવા ખુણામાં જતી રહું જ્યા અવા કોઈ ઝગડા હોય જ નહીં પણ પછી થયું કે કળીયુગ માં આવી કોઈ જગ્યા મળશે ખરી? 
                     બધાં કહે છે કે સાચા દિલ થી શોધો ને તો ભગવાન પણ મળી જાય. મારે તમને તો નથી શોધવા પણ માણસાઈ શોધવા નાં બહું પ્રયત્નો કર્યા સાચાં દિલ થી શોધી પણ માણસાઈ મળી જ નહીં અને જે મળી એ પણ ભેળસેળ વાળી મળી. એવું નથી કે આ જગતમાં જરાય માણસાઈ નથી. છે અને બહુ બધી હશે પણ એ ખોટે - ખોટા આડંબર માં ખોવાઈ ગઈ છે. 
                    સાચું કહું તો પ્રભુ હું તમારા થી બહુ નારાજ છું. કેમ કે તમે સાંભળતા જ નથી. એવું નહીં કે મારું એકલી નું જ. બીજા બધા નું પણ તમે નથી સાંભળી રહ્યા. અમારે પ્રયત્નો કરવા પડે મહેનત કરવી પડે પણ તમે ઇચ્છો તો અમુક જે વધારે પડતું છે એ રોકી તો શકો જ ને? નાનપણ થી લઈને તો અત્યારે સુધી મને એક વાત હંમેશા શીખવાડવા મા આવી છે ઉપર વાડો છે ને એ મોડું કરશે પણ જીતાડશે તો સત્ય ને જ. પરંતુ આજે હું પરિસ્થિતિઓ ને જોવું છું ને તો લાગે છે કે નાનપણથી લઈને અત્યાર સુધી મને જે શીખવાડયું છે તે ખોટું છે. મને ખબર છે તમે મહેનત કર્યા વગર ક્યારે કશું જ નથી આપતા પણ મેં જે જોયું છે એના હિસાબ થી તો તમે મહેનત નું પણ નથી આપતા. તમારા થી ડરે તો બધા જ છે પણ તમારા નામ પર જ આ વ્યભિચાર, છેતરામણી, કાવા દાવા, ભેદભાવ બધું જ ચલાવે છે. 
                       હું એટલી પણ સક્ષમ નથી કે તમારા અસ્તિત્વ સામે પ્રશ્ન ઉઠાવું અને મારે ઉઠાવો પણ નથી. કેમ કે એટલુ તો જીવન એ અને તમે શીખવાડ્યું જ છે કે તમને બહાર ગમે તેટલું શોધી લઈ એ જ્યાં સુધી અંદર નહીં શોધીએ ને પોતાની આત્મામાં ત્યાં સુધી દુનિયા ના કોઈ પણ ખુણા માં જાઓ ગમે તેટલી મહેનત કરો તમે નહીં જ મળો. બસ ખાલી મારી એટલી વાત માની જાઓ. તમારી જાદૂ ની છડી ચલાવી દો થોડી જેનાં થી આ દુનિયા ને થોડી શાંતિ મળે. કળીયુગ રાખો પણ આ કળિયુગ માં થોડું સત્યુગ પણ ભેળવી દો. હું હારી થાકી ને તમારી પાસે આવી છું. બસ મારી આટલી વાત માની લો પ્રભુ થોડી શાંતિ કરી દો દુનિયા માં. તમે પણ જાણો છો ને કે સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે અત્યાર ની પરિસ્થિતિઓ થી અને આ બધું તમારા સિવાય હવે કોઈ નહીં શાંત કરી શકે. મદદ કરી દો પ્રભુ. બહુ જ જરૂર છે તમારી અહીંયા સાચે. પાછા આવી જાઓ પ્રભુ હવે. બહુ જ જરૂર છે બધાં ને તમારી. આવી જાઓ પ્રભુ આવી જાઓ.......