પ્રેમનું આલિંગન Mamta shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું આલિંગન

કવિતા, જેવું નામ તેવા જ ગુણ. સુંદર અને સરળ છોકરી. રૂપાળી અને ગુણવાન પણ ખરી જ, અને ચબરાક તો બહુ જ. જીંદગી પોતાની શરતો પર જીવનારી છોકરી. જે કામ માટે કોઈ નકાર કરે એ તો એને પહેલાં જ કરવું હોય. જીંદગી ને પણ એટલો જ પ્રેમ કરે અને પોતાને પણ. એ તો છે જ ને, જે પોતાને પ્રેમ કરે તે જ જિંદગી ને પ્રેમ કરી શકે ને!!!

આજે એ જરા ઉદાસ હતી. આમ તો એને પોતાને જ ઉદાસ રહેવુ ના ગમે. પણ એનું મન ક્યાંય નહોતું લાગતું. એ આજે એના અહાન ને બહુ જ મિસ કરતી હતી. એ અને અહાન એક બીજાના ગળાડૂબ પ્રેમ માં હતાં.

રહેતા તો બંને જુદાં શહેરમાં હતાં. પણ આજના આ સ્માર્ટફોન ના જમાનામાં, જ્યાં જુદા જુદા દેશ ના લોકો પ્રેમ માં પડી શકે, ત્યાં જુદા શહેરની શું વાત? 


અહાન એની બિઝનેસ મીટિંગ માટે પૂણે ગયો હતો. એની ત્રણ દિવસ ની ટુર હતી. અને આજે તો એ ત્રણ દિવસ પૂરાં થવાનાં હતાં. આમ તો એ જ્યાં પણ હોય, જેવો ફ્રી થાય કે તરત પહેલું કામ કવિતા સાથે વાત કરવાનું જ કરે. જો ફોન ના થાય એવુ હોય તો મેસેજ તો અચૂક કરે. એવી રીતે બે દિવસ તો બેઉ ને વાત થઈ જ હતી. પણ આજે બન્ને નું શેડ્યૂલ બિઝી હતું, એટલે કવિતા ને એમ જ હતું કે આજનો દિવસ કેવી રીતે જશે? 

અને એટલામાં તો એનો ફોન વાગ્યો. અને એના મોઢા પર સુંદર સ્મિત આવી ગયું. આવે જ ને!!! એ જેને યાદ કરતી હતી એનો જ તો ફોન હતો. અહાને જ્યારે એને કીધું કે મારી રિટર્ન ફ્લાઇટ તો તારા શહેરમાંથી જ છે, ત્યારે તો એ સાંભળીને પાગલ જ થઈ ગઈ. અહાનને કહે છે કે તું મારા શહેરમાં આવીશ અને મને મળ્યાં વગર જઈશ?? અહાન એને સમજાવવા નો બહુ જ પ્રયત્ન કરે છે, પણ માને એ કવિતા? 

મન તો એને પણ બહુ જ હતું કે કવિતા ને મળી ને જાય. પણ એ કવિતા ને તો ના જ પાડે છે. એને એમ થાય છે કે કદાચ હું ના પહોંચી શકું તો? પણ એને પણ ક્યાં ચાલવાનું હતું કવિતા ને મળ્યા વગર. 

જેવો એ કવિતા ના શહેર ના એરપોર્ટ પર ઉતરે છે, એવો કવિતા નો ફોન આવે છે. પણ એ ફોન નથી ઉપાડતો. એને એમ થાય છે કે ચલ આજે તો કવિતા ને સરપ્રાઇઝ આપું. એમ પણ હવે એની ફ્લાઇટ બે કલાક લેટ હતી. એટલે એ ફટાફટ ટેક્સી બૂક કરે છે, અને પહોંચી જાય છે કવિતા ની ઓફિસ. કવિતા તો એને જોઈ ને પાગલ જ થઈ જાય છે. અને એનો ફોન ના ઉપાડ્યો એના માટે તો કેટલુ લડે છે એને. અહાન કહે છે, તને કહી દેત, તો તને આટલી ખુશ જોઇ શકત હું? 

પછી નો ટાઈમ તો કેટલો સરસ. સમી સાંજે ડૂબતા સૂરજ ની સથવારે રિવર ફ્રન્ટ, એકબીજા નાં હાથમાં હાથ નાખીને, કેટલી બધી વાતો!!કેટલા બધા સપનાં!!કેટલા હસી મજાક!! 

એક બાજુ આ નાની મુલાકાત નો ઉત્સાહ અને બીજી બાજુ બસ હમણા છૂટા પડવા નો ટાઈમ થશે, એનું દુખ પણ. અને છૂટા પડવાનો ટાઈમ આવી પણ ગયો. કવિતા કહે છે કે મારું ચાલે તો હું તને ક્યારેય જવા જ ના દઉં. અહાન પણ કહે છે કે મારે પણ ક્યાં તારાથી દૂર જવું છે? પણ જવું તો પડે ને, જલ્દી પાછો આવીશ બસ. પણ તુ આમ મોઢું ના ચડાવ, મારે શું તારું ચડેલું મોં જોઈ ને જવાનું? અને ચડેલું મોં જોવા પાછા આવવાનું? તું હસતી રહે ને, તો જ હું જલ્દી આવું પાછો. 

ત્યાં તો કવિતા ની આંખો પાણી પાણી થઈ ગઈ. એટલે અહાન એને કહે છે કે પ્લીઝ તુ જા, તને રડતી જોઇ ને હું કેવી રીતે જઇશ? કવિતા કહે છે કે ઓકે, ચલ એક સરસ હગ આપ તો જ જવું. અને ત્યાં જ બેઉ જણ એકબીજામાં ખોવાઈ જાય છે, એક સરસ પ્રેમ ભર્યું આલિંગન આપી ને. જાણે કે બીજી વખત મળવાના ટાઇમ સુધી ની એનજીૅ ના આપવાની હોય એકબીજા ને!!

બસ એ એમની છેલ્લી મુલાકાત બની ગઈ. એમને પણ ક્યાં ખબર હતી કે કે એ એમની છેલ્લી મુલાકાત હશે! જે ફ્લાઇટ માં અહાન હતો, એ ફ્લાઇટ ક્યારેય એના શહેર સુધી પહોંચી જે નહીં. 

આજે એ વાત ને ત્રણ વર્ષ થયાં. પણ જાણે એ આલિંગન ની ઉષ્મા, એની ખુશ્બુ જાણે હજી યથાવત છે! અને હજી કવિતા ને જાણે કે એમ જ થાય છે કે હમણાં મારો અહાન આવશે અને મને ફરીથી એ જ પ્રેમ ભર્યું આલિંગન આપશે અને કહેશે કે હવે ક્યારેય નહીં જઉં તારાથી દૂર.