Child Husband books and stories free download online pdf in Gujarati

ચાઈલ્ડ હસબન્ડ

ચાઈલ્ડ હસબન્ડ

રીના આંખો ખોલવા પ્રયત્ન કરે છે પણ પાંપણો પર ભાર છે. એસીની ઠંડક, અંધકારની ચાદર અવરોધ બને છે. બે હાથ ફેલાય છે અને તે ઝબકે છે. જોર કરી બેઠી થાય છે. એનું માથું ભમે છે. ડીમ લાઈટમાં જુએ છે તો રાકેશની પથારી ખાલી છે. મોબાઈલ ઓન કરી જુએ છે. રાત્રીના ત્રણ વાગ્યા છે. મુખ્ય ઓરડામાં આવે છે. દરવાજો અંદરથી બંધ છે. એટલે રાકેશ ઘરની બહાર નથી ગયો એ વાત ચોક્કસ છે. અચાનક દરવાજો અને તે પણ માસી માંના શયનખંડનો ખૂલી રહ્યો છે એવો અંદાજ આવતાં મુખ્ય ઓરડાની ડીમ લાઈટ બંધ કરી રીના અંધારામાં દરવાજા પાછળ છુપાઈ ગઈ. દરવાજો ખૂલ્યો ધીમેથી. એક આકૃતિ બહાર નીકળી. અને રીમા ડધાઈ ગઈ. એક ધ્રૂજારી શરીરમાંથી પસાર થઈ ગઈ! જાણે ચોમાસામાં ઝબકીને અલોપ થઈ જતી વીજ! માસીમાના શયનખંડમાંથી નીકળીનાર વ્યક્તિ હતી રાકેશ! તે સીધો વોશરૂમમાં ગયો. રીમાએ કોઈ પણ જાતની ધમાલ ન કરી અને માસીમાનાં શયનખંડનો દરવાજાને હડસેલ્યો. દરવાજો ધીમેથી ખૂલ્યો. અંદરનું દ્રશ્ય જોતાં જ રીમાજાણે પથ્થરની મૂર્તિની ! માસીમા અર્ધનગ્ન અવસ્થામાં સૂતાં હતાં. ચહેરા પર રતિસુખની તૃપ્તિ રેલાતી હતી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મોબાઈલમાં ફોટા લઈ જાણે કંઈ બન્યું નથી એમ પોતાના શયનખંડમાં પ્રવેશી. રાકેશ હજુ વોશરૂમમાં હતો. એક રાહતનો લાંબો શ્વાસ લઈ પથારીમાં પડી પડી વિચારોના જંગલમાં અટવાઈ ગઈ. શું ખરેખર આ સત્ય હોઈ શકે? શું રાકેશ અને માસીમા વચ્ચે સંબંધોનો અતિરેક હોઈ શકે? રાકેશ આવી રહ્યો છે એની તરફ એવો ખયાલ આવતાં ભર ઊંઘમાં હોવાનો દેખાવ કરીને જાગતી પડી રહી. એ જોઈ રહી હતી . રાકેશ બારી પાસે ઊભો રહીને કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો છે. એક બાજુ ગુસ્સો હતો, બીજી તરફ કોયડો, ત્રીજી તરફ પેટમાં ઉછળી રહેલા જીવની માસૂમ જિંદગી તો ચોથી તરફ બદનામી. એ એવા ચાર રસ્તે ઊભી હતી કે એને જિંદગીનો અંતિમ છેડોઆગની લપેટમાં જતો દેખાતો હતો જો જરા સરખી નાની શી ભૂલ કરી બેસે તો....

રાકેશે સવારમાં રીમાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. પણ રીમા પથારીમાં પડી રહી ઠીક નથી કહીને. માસીમા રીનાની રૂમમાં આવી ખબર કાઢી ગયાં. ચાપાણી મૂકી ગયાં. રીના આંખો બંધ કરીને પડી રહી હતી. વાતનો ઉકેલ કેમ લાવવો એ વિચારી રહી હતી. જેમ જેમ વિચારતી તેમ તેમ માથું ખેંચાતું હતું. માસીમા આવીને સમજાવી ગયાં કે નાહીધોઈને ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લે તો શરીર હળવું થાય. રીમાએ કશો જવાબ ન આપ્યો. ઘડિયાળમાં જોયું તો બાર થયાં હતાં. તે ઊભી થઈને વોશરૂમમાં ગઈ. માસીમા રીનાની વિચિત્ર હરકત ચૂપચાપ જોઈ રહ્યાં હતાં. રીમા તૈયાર થઈ બહાર આવી . દવાખાને જઈને આવું છું કહી ઘરની બહાર નીકળી ગઈ.

સીમા રીનાની ખાસ સહેલી. સીમા વ્યવસાહે ડોક્ટર. અચાનક ઘરે આવેલી રીનાને જોઈ આશ્ચર્ય પામી. રીનાનું મૌન સીમાને અકળાવી રહ્યું હતું. વારંવાર સીમાએ પૂછ્યા કર્યું, “ આર યુ ઓલરાઈટ?” પણ રીના જવાબ આપે તો ને? રીનાને માથે હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યે રાખે, “ શું રાકેશ સાથે ઝઘડો થયો છે? શું માસીમાએ તને કશું કહ્યું? શું તને કશું થાય છે?” કહી રીનાને સુવાડવા પ્રયાસ કર્યો. પણ રીના ઊભી થઈ ગઈ. અને નીચી નજર નાખીને કહ્યું, “ મારે ઓબેશન કરાવવું છે. કરી શકીશ?”

“ રીના તું પાગલ તો નથી થઈને? પાંચમો મહિનો પૂરો થવા આવ્યો છે. પણ શું થયું છે તમારા ઘરમાં?”

“ ઘરમાં કશું થયું નથી. ન થવાનું અંધકારનાં પડદા પાછળ થઈ રહ્યું છે. ”

“ એટલે?”

“ મારું તો નસીબ ફૂટી ગયું છે. ” કહેતાં જ રીનાંની આંખોમાંથી આંસુઓ સરી પડ્યાં. સીમાએ પોતોનાં બાહુમાં લઈ રીમાને થપેડી. રીમા શાંત પડી. પાણી પીવડાવી રીમાને સ્વસ્થ કરી ધીમેથી પૂછ્યું કે શું થયું હતું. શરૂઆત ક્યાંથી કરવી તે સમજાતું નહીં. સીમા જે કાંઈ પૂછે તો રીના ના પાડે. માસીમા એ કશું કહ્યું? રાકેશ કશું બોલ્યો? તને પ્રેગનન્સી વેદનાં થાય છે? તને ડર લાગે છે? આ બધા સવાલોનાં અંતે રીના જવાબમાં કહેતી “ ના”. આખરે સીમા કંટાળી ગઈ. બંને જણ વિચારોમાં ખોવાઈ ગયાં. રીમા ધીમેથી ઊભી થઇ અને સીમાને પૂછયું કે રાકેશનું કેરેક્ટર કેવું છે. સીમા હસી પડી. “ ઓહ વાત એમ છે ! રાકેશને કોઈ સાથે લફરું છે?”

“ હા”

“ તું જાણે છે?”

“હા”

કોની સાથે?”

“ કદાચ.. ”

“ કદાચ... પછી આગળ.. ?”

“તું અંદાજ તો લગાવ.. બધું મને પૂછ્યાં કરીશ.. ?”

“ કદાચ આફિસની કોઈ છોકરી હશે?”

“ ના. તું અંદાજ પણ નહીં લગાવી શકે!”

“ ઓહ ! હવે તું જ કહી દે.. ”

“ એની માસી મા”

“ શું? એની માસીમા?”

“ હા.. ”

“ આર યુ ઓકે?”

“ સો ટકા. ”

અને રાતની ઘટનાનો ખ્યાલ સીમાને આપ્યો. સીમાતો સાંભળીને ડઘાઇ ગઈ. સીમાએ સલાહ આપી કે એક એક પગલું વિચારીને ભરવું પડશે કહી તેની બાજુમાં બેસીને પૂછયું, “ રીમા, એક વાત મને સ્પષ્ટ કહે કે રાકેશ માટે તે શું વિચાર્યું છે? રાકેશ કેવો છોકરો છે?”

રીમા મૌન રહી.

સીમા સ્વગત બબડી “ ખરેખર તારો કેસ જટિલ છે. કોઈને કહીએ તો બદનામી સિવાય કશું હાથમાં ન આવે. ન કહેવાય ન સહેવાય!” “ રીના, એક વાત સાચેસાચ કહી દે રાકેશ માટે તે શું વિચાર્યું છે?”

“ એટલે?”

“ તું ચાહે છે કે નફરત કરે છે?”

“ મને કશું સમજાતું નથી. ”

“ એટલે?”

“ આનો એક જ રસ્તો છે . ”

“ એટલે ડાયવોર્સ”

“ હા એવું જ. આ સ્થિતિમાં એક છત તળે, એક શય્યામાં સાથે રહેવું અસંભવ છે, અસંભવ. ”

આવું કેમ થયું એનાં સંભવિત પાસાઓની ચર્ચા કરતાં કરતાં એક વાત પર બંને જણ સંમત થયાં. એક તરફ ભૂખ તો બીજી તરફ નાદાની, ધાકધમકી અને ધણું બધું થઈ શકે... અને બંને જણ પોતપોતાની રીતે ખોવાઈ ગયાં સંભવઅસંભવની માયાજાળમાં!

“ ચાલ, હું તારી સાથે આવું અને.. ”

“ અને અને મને ઉકેલ મળી ગયો છે?”

“ ઉકેલ? તને ઉકેલ મળી ગયો છે? તો મને કહે જરા.. ”

“ ના. મારી રમત હું જ રમીશ. ”

“ મને ડર લાગે છે. તું આડુંઅવળું ખોટું પગલું કદાચ.. ”

“ ના. કોઈ ખોટું પગલું નહીં ભરું. મારે મરવું નથી સમજી. હજી ઘણું જીવવું છે. હું કાયર પણ નથી. ચલ હું નીકળું છું. ચિંતા ના કરતી. ”

ઘરે પ્રવેશતાં જ માસીમાએ પૂછ્યું,” તબિયત કેમ છે?”

રીનાએ નોંધ્યું કે માસીમા રીનાની રાહ જોઈ રહ્યાં હતાં.

“ઠીક છે” કહી રીના પોતાના શયનખંડમાં ગઈ. વાતનો નીવડો કેવી રીતે લાવવો એની ગડમથલમાં રીનાને આંખે અંધારા આવવાં લાગ્યાં. દોષી કોને ગણવો એ રીના સમજી શકતી નહીં. અને એક લાવા ફાટ્યો એનાં ભૂતકાળનો...

એની ચાલમાં રહેતાં મીનુભાઈનો ચહેરો

ભૂતકાળનાં કાદવમાંથી ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યો. રીનાનાં શ્વાસોશ્વાસ ફાટી રહ્યાં હતાં. તેની છાતી ધમણની જેમ હાંફી રહી હતી. ગળે શોષ પડવા લાગ્યો. મીનુનો ચહેરો અટ્ટહાસ્યથી ભયાનક લાગી રહ્યો હતો. રીના વાઘણની જેમ વિફરી હતી. બાજુમાં પડેલી સાણસી એવા ઝનૂનથી ફેંકી કે મીનુની આંખોમાંથી લોહીનો ફુવારો ફૂટ્યો અને સ્વસ્થતા ઓઢી ઘરમાં દોડી ગઈ. ઘરમાં કોઈ ન હતું એટલે બીજી કોઈ વાતનો ડર ન હતો. મીનુ એની મા સાથે એકલો રહેતો હતો. મીનુ કશું સમજે એ પહેલાં એનાં બાપે આ દુનિયામાંથી વિદાય લીધી હતી. મા મ્યુનિસિપલશાળામાં શિક્ષિકા હતી. અને મીનુભાઈની સમજણની દાઢ ફૂટી ન હતી. એટલે ગાંડામાં ખપી જતો. ચાલીમાં રહેતાં સૌ મીનુની ખીલ્લી ઉડાવતાં હતાં. આ બધું જોઈ રીનાને મીનુની દયા આવતી. જોકે બંન્ને વચ્ચે ઉંમરનો ખાસો તફાવત એટલે આજુબાજુના લોકોને આ બે જણાની હિલચાલમાં ખાસ કશું વાંધાજનક ના લાગ્યું. ક્યારે ક મીનુ આઈસ્ક્રીમ લાવતો અને રીનાના ઘરે જઈ આપી આવતો. આમ મીનુની આવજાવ રીમાના ઘરે વધુ પડતી થઈ ગઈ. જ્યારે લાગણીની ચાદર પથરાતી જાય ત્યારે અવિશ્વાસની કાંટાળી વાડ દેખાતી નથી.

સવારથી રીના ઘરમાં એકલી હતી. મીનુએ રીનાને પોતાના ઘરે બોલેવી. દરવાજો આડો કરી રીના મીનુના ઘરમાં ગઈ. મીનુએ સ્વાભાવિક રીતે રીનાનાં પપ્પામમ્મી ક્યાં ગયા છે તે પૂછી લીધું. મીનુ રીના નજીક ગયો અને રીનાને કહે કે એક કીસ કરે તો આઈસ્ક્રીમ મળશે. બાળ સમજ નાદાન સાત વરસની રીનાએ કીસ કરી મીનુને જોવા લાગી. અને તીસ વરસના મીનુના રૂંવાડા ઊભા થઈ ડોલવા લાગ્યાં. મીનુ દરવાજા તરફ ગયો. દરવાજો બંધ કરવા. આ જોઈ મીનું ધ્રૂજી ઊઠી. ઘરમાં ટીવી પર ક્રાઈમ સિરીયલનાં દ્રશ્યો જોતી મીનુ પરિસ્થિતિ સમજી ગઈ અને પરિસ્થિતિ વણસે એ પહેલાં બાજુમાં પડેલી સાણસીનો ધા કર્યો. મીનુ કંઈ સમજે એ પહેલાં સાણસી એની આંખોમાં અટવાઈ અને નીચે પડ્યો. અને રીમા ઓ મા કરતી વાસ્તવિક પરિસ્થિતિમાં આવી.

તે ઊભી થઈ. બાથરૂમમાં જઈને પોતાની જાતને ફ્રેશ કરી રાતની ઘટનાને સમજવા લાગી. રીનાને રાકેશ નહીં પણ માસીમા દોષિત લાગ્યાં. સાપ મરે નહીં અને લાકડી તૂટે નહીં એ રીતે વાતનો નીવેડો કેમ લાવવો તે વિચારવા લાગી. મન મક્કમ કરીને રીના ઊભી થઈ. માસીમાના શયનખંડને હળવેથી થપાવ્યો.

“આવ” દરવાજો ખોલતાં માસીમાએ આવકાર આપ્યો .

“ તારી તબિયત કેમ છે?”

“ તબિયત તો સારી છે. પણ.. ”

“પણ શું?” માસીમાએ ધીમેથી પૂછયું.

“ માનસિક રીતે હું પડી ભાંગી પડી છું. ”

“ એટલે?”

“ એટલે કે તમને કેમ કહેવું તે સમજાતું નથી. ”

“ આપણે બે સખી સમાન છીએ. વિનાં સંકોચે કહી શકે છે. ”

“ સરસ. મારા મનનો ભાર તમે ઓછો કર્યો. ”

“ તમને ખરાબ તો નહીં લાગે ને!”

“ અંદરોઅંદર હિજરાયા કરવા કરતાં વાતનો ફોડ પાડી રસ્તો કાઢવાનું મને વધુ ગમશે. ”

“માસીમા આડીઅવળી વાત કરવાને બદલે સીધેસીધું કહ્યું છું તમને. ખરાબ ન લગાડતાં. ”

“ જ્યાં સુધી તું તારા પાના ખોલીશ નહીં ત્યાંસુધી કોઈ પણ જાતનો અંદાજ ના બંધાય. અને મૂળ વાત કર. ”

“ જેવી તમારી ઈચ્છા. તો માસીમા મને એક વાત કહો કે મારા પતિ રાકેશ અને તમારી વચ્ચે ખરેખર શું સંબંધ છે?”

“ જે દુનિયા જાણે છે અને તું પણ જાણે છે. ”

“ કદાચ તમે વધુ જાણો છો માસીમા. એ તમારો ભાણીયો તો છે પણ એથી વિશેષ તમારો એની સાથે સંબંધ છે એ તમે સ્વીકારવા તૈયાર છો?”

“ અરે , કાંઈ સમજાય એવું બોલ. ”

“ હું તમારાં મોઢેથી સાંભળવા માંગું છું માસીમા!”

“ તારી કોઈ ગેરસમજ થઈ લાગે છે બેટા. રાકેશે તને કશું કહ્યું છે?”

“ શેનાં વિશે?” રીનાએપ્રતિપ્રશ્ન કર્યો. અને માસીમા થોથવાઈ ગ્યા. શું જવાબ આપવો. રીના ઊભી થઈ માસીમા પાસે ગઈ. માસીમા એક ક્ષણ ધ્રૂજી ઊઠ્યાં. રીનાને જોઈ રહ્યાં. રીનાએ ફરી પૂછ્યું , “ માસીમા, તમે મારા સવાલનો જવાબ ન આપ્યો. ફરીથી તમને પૂછી રહી છું તમારો રાકેશ સાથે સંબંધ શું છે?” “ રાકેશને જ પૂછી લે જે?”

“ ના. હું તમારે મોંઢે સાંભળવા માંગું છું. ”

“ મેં તને કહ્યું કે ખરું મા સાથે એની માસી છું. જો તને માનો સંબંધ ના ગમતો હોય તો હું એની માસી બની ને રહીશ. ”

“ હવે તમે સાંભળી લો. મારી પાસે બે વિકલ્પો છે. જો હું તેની સામે તમારાંઅને એનાં સંભવિત સંબંધોની વાત કરીશ તો તેની આંખોમાં હશે અપરાધભાવ અને મારી આંખોમાં હશે એનાં પ્રત્યે ધૃણા. ના જીવી શકશે ના મરી શકશે. અથવા તે પોતે જ તેનું જીવન ટુંકાવી દેશે. જે તમે સહન નહીં કરી શકો. હજી સુધી રાકેશ મારા માટે નિર્દોષ છે. કારણ પરિસ્થિતિ. તમે રાકેશની નાદાનિયતનો ફાયદો લીધો છે. કદાચ તમે એને બ્લેકમેઈલ કરી ડરાવતાં રહ્યાં હશો. અને તમે તમારી શારિરીક વાસના સંતોષવા એનો ઉપયોગ કરી રહ્યાં છો. એને તમે પાર્યો પોષ્યો . એ ઉપકારનાં ભાર તળે તમે એને બંદીવાન બનાવી દીધો છે. તમે બંને રાતે ઊંધની દવા મારાં દૂધમાં પધરાવી દેતાં જેથી તમારી મસ્તીમાં ખલેલ ના પહોંચે. આ જુઓ મોબાઈલમાં તમારી અર્ધનગ્ન તસ્વીર. હજી સમય છે રાકેશની જિંદગીને જીવનદાન આપવા તમારી પાસે. ”

કહી રોમાં ત્યાંથી નીકળી ગઈ.

***

સાંજે રાકેશ ઘરે આવ્યો. માસીમાને ના જોતાં રીમાને પૂછયું કે માસીમા ક્યાં ગઈ. રીમાએ રાકેશને કવર આપ્યું. કાગળ ની ઘડી ખોલી કાગળ વાચ્યો. બે અક્ષર લખ્યાં હતાં. “ હું જાત્રાએ જાઉં છું. તું હવે મુક્ત છે. ” રાકેશે કાગળનાં ટુકડેટુકડા કરી બારી બહાર નાખ્યા અને જોઈ રહ્યો અંધકારમાં વિલિન થતાં. બાજુમાં ઊભેલી રીનાને જોઈ બે હાથ જોડી બોલ્યો, “ થેંક્સ રીના. મને નર્કમાંથી મુક્ત કરવા બદલ. અને તું જે નિર્ણય લેશે તે મને મંજૂર છે. ” કહી સોફા પર બેસી ચોધાર આંસુએ રડી પડ્યો. રીમાએ પાણીનો ગ્લાસ આપી કહ્યું, “ ગઈ ગુજરી ભૂલી નવું જીવન જીવવાનો સંકલ્પ લઈએ ઈશ્વરની સાક્ષીએ... ”

પ્રફુલ્લ આર શાહ

જુલાઈ 3 2018

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED