અંધારી રાતના ઓછાયા-12 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા-12

ધ્રૂવના તારા જેવી તેજસ્વી એની આંખોમાં ક્રોધ ભભૂકતો હતો.

જાણે એ મરવુ યા મારવું ના નિર્ધાર સાથે પ્રવેશી હતી.

એને તો પોતાની ચિંતા જ નહોતી. પોતાનામાં અદભૂત શક્તિઓ હતી. રહી વાત માણસની તો એ ગમે તેટલો બુદ્ધિવાળી કેમ ન હોય એને વિશ્વનિયંતાના ઈશારા પ્રમાણે નાચવું પડે છે.

માણસ ઈશ્વરની લીલા સામે વામણો છે. મોહનને ખ્યાલ આવી ગયેલો ભાગવાના પ્રયત્નો હવે વ્યર્થ છે.

છતાં મરતો શું ના કરતો..!

એેને આખી બિલ્લીની ઉપરથી છલાંગ લગાવી ઓળંગી જઈ બારી બહાર કુદી પડવાની ઇચ્છા થઇ આવી.

મૃત્યુ સામે આવીને ઊભું રહે છે ત્યારે માણસની મતિ ક્ષીણ થઇ જાય છે.

એ આગળ-પાછળનો વિચાર કર્યા વિના જીવ બચાવવાની ધૂનમાં મોતના મુખમાં સપડાઈ જાય છે.

મોહન એ વાત ભૂલ્યો કે બિલ્લી પરમનોમંથનને જાણી લેતી હતી.

એને છલાંગ લગાવી.

પરંતુ અગાઉથી એનો ઈરાદો પામી ગયેલી બિલ્લીએ મોહનના મુખ પર પ્રહાર કરી એને ભૂમિ પર પછાડી દીધો.

અને પોતે એની સામે કૂદી પડી.

મોહન ને લાગ્યુ, હવે પોતાનાથી શક્તિશાળી મહામાયા સામે પ્રાણ દાવ પર લગાવી લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. બંને પરસ્પર વાંકા-લાંબા નહોર વાળા પંજા અન્યોઅન્ય પર ઉગામી લડતા હતાં.

બંનેના શરીર પર નહોર વાગવાથી ઉઝરડા થતા હતા.

બિલ્લીના શરીર પર જેમ-જેમ જખમ વધતા જતા હતા , તેમ તેમ તે વધુ ને વધુ ખૂંખાર બનતી જતી હતી.

છતાં પણ એના મુખમાંથી નાનો સરખો ઉપકાર પણ નહોતો નીકળ્યો.

જ્યારે બિલાડાના શરીરમાં બિલ્લીના નહોરનો ઉઝરડો થતો તો એ ચિલ્લાઈ ઉઠતો હતો.

રાત જવાન બનતી જતી હતી.

આ સમયે જ એવો છે કે માણસની ઉંગ્યા પછી ઊઠવાનું નામ જ ના લે.

સુધા પણ આ બિલ્લી-બિલાડાની ધમાલથી અજાણ નિંદ્રારાણીના આગોશમાં હતી.

એના પર નિદ્રાદેવીનો એટલી હદે જાદુ પથયેલો કે બિલાડાનાં ચિત્કારો અને ચીસો એને જગાવી શકે એમ ન હતાં.

એક જોતાં તો એ ભરનિંદરમાં હતી.

એ જ સારું હતું .

આમેય જો એ જાગી જાત અને લડતા બિલાડાઓનુ બિહામણું સ્વરૂપ જોતી તો ગભરાઈને જ મરી જાત.

બિલ્લીને પણ મનમાં સંદેહ હતો.

જો આ સ્ત્રી જાગી જશે તો ડરી જવાની.

કદાચ એટલે જ પોતાના પર પડતા બિલાડાના નહોરના ઉજરડા સહન કરીને લેશમાત્ર પણ એ ઉહકાર નહોતી કરતી.

માનવ જાત પ્રત્યે એને બહુ અનુકંપા હતી. પોતે બિલ્લીનો અવતાર હોવા છતાં પણ..!

હવે બિલ્લી અને બિલાડો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

ભારેખમ શરીરવાળા મોહનનો એક જોરદાર પંજો બિલ્લીને વાગતા એ નીચે પટકાઈ ગઈ.

આ તકનો લાભ લઈ એના મોઢાને છુંદી નાખવાના ઇરાદાથી મોહને એના મુખ પર પંજો ઉગામ્યો.

પણ એ હિંમત હારે એમ નહોતી.

બિલાડાની ઈચ્છા પામી ગયેલી તે તરત જ બાજુ પર સરકી ગઈ.

મોહનનો પંજો ફર્શ પર પટકાયો, કે તરત જ પાછળથી મિન્નીએ જોરથી પ્રહાર કર્યો. અને એક સામટું બધા જ જખમોનું વેર વાળી લીધું.

તેણે ધાર્યું નિશાન પાર પાડ્યું હતું.

મોહનની આંખ ફૂટી ગઈ હતી.

એક આંખ લોહીથી પુરાઈ ગઈ.

જ્યારે બીજી આંખ બહાર આવી ગઈ હતી.

બિલાડાના મુખ પર પડેલા ડૉક્ટરના ખૂન સાથે એની આંખનું લોહી ભળી ગયું.

પોતાની આંખો પર થયેલા જબરજસ્ત પ્રહારથી 'મ્યાઉ' એવા ચિત્કાર સાથે બિલાડો ચીસ પાડી ઊઠ્યો.

દ્રષ્ટિહીન બનેલો તે જીવ બચાવવા અધાધૂંધ દોડતાં સુધાની બેડને એટલા જોરથી અથડાયો કે બેડ પણ એની જગ્યા પરથી સહેજ દૂર ખસી ગઈ.

પલંગને લાગેલા ઝટકાથી સફાળી સુધા બેઠી થઈ ગઈ.

કમરાનું દ્રશ્ય જોઈ તેની આંખો ફાટી ગઈ. એને આંખો મસળી જોઈ પોતે કોઈ સપનામાં તો નહોતી ને..?'

પણ ના જે નજર સમક્ષ હતું એ સ્વપ્ન ન હતું..!

એની નજર સામે શ્વેત સાડીમાં સજ્જ એક યુવતી ગુસ્સાથી લાલ થયેલી આગ ઓંકતી આંખોવાળી,લાંબા તીક્ષ્ણ છરા સાથે ઊભી હતી.

એના મોં ઉપર ઘણા અને હાથો પર ઉઝરડા હતા.

એ ઉજરડઓમાંથી રક્ત વહી રહ્યુ હતુ.

સુધા અજનબી યુવતી વિશે કંઈ જ સમજી ન શકી.

સુધાની દશા કફોડી થયેલી.

માસૂમ ચહેરા પરના ગુસ્સાથીએ વિફરેલી નાગણ જેવી લાગતી હતી.

સુધાને લાગ્યું કે ,એ પોતાનું ખૂન કરવા જ આવી રહી છે.

અપરિચિત એવી એ અજનબી યુવતીએ હાથ ઉગામેલો.

એ સાથે જ ચીસ પાડી સુધા એ પોતાના બંને હાથ વડે પોતાનો ચહેરો છૂપાવી દીધેલો.

બેડની લગોલગ ફર્શ હાથવગો રહેલો છરો ઉઠાવી લઈ મોહનને મોતને ઘાટ ઉતારવા મિન્ની(બિલ્લી) આગળ વધી રહી હતી.

મોહન સુધાની બેડને અથડાયો હતો.

બિલ્લીએ પ્રહાર કર્યો.

બેડની લગોલગ ફર્શ પટકાયેલા બિલાડાના પેટમાં છરો ખૂપાવી દીધો.

એ સાથે જ એક હળવા ઉંહકાર સાથે બિલાડા નું પ્રાણપંખેરું ઊડી ગયું.

બિલ્લીનું શરીર પરસેવે રેબઝેબ થયું હતું. ઉજરડામાંથી પડતું ખૂન અને પ્રસ્વેદબિંદુઓ થી કપડા વધુ ખરડાયા હતા.

છરો શરીરમાં ખૂબવાથી 'ખચ્ચ' એવો અવાજ થયો. ત્યારે એક ઉંડો ઘોઘરો ઊંહકાર થતાં સુધાએ આંખો પરથી હાથ હટાવી લીધા.

એની સામે વિસ્મય અને ખૌફજનક મંજર હતુ.

એણે જ્યાં અજાણી યુવતીને ઉભેલી જોઈ હતી, ત્યાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા.

એ અજનબી સ્રી ત્યાં હતી જ નહી.

એને બાજુમાં સૂતેલા પતિ તરફ નજર કરી.

પરંતુ ઓહ ..! પથારી ખાલી હતી.

ધીરે-ધીરે એની દ્રષ્ટી કમરામાં ફરતી ગઈ.

એમ એનો ચહેરો ભયભીત બનતો ગયો.

એ જે જોઈ રહી હતી. એ તેને માન્યામાં આવતુ નહોતુ.

બહારથી પવન સૂસવાટા ભેર આવવાના કારણે ખ્યાલ આવી જતો હતો કે બારીનો ગ્લાસ તૂટ્યો હતો.

ટ્યૂબ લાઈટના શ્વેત ચાંદની સમા ઉજાસમાં ફર્શ પર પડેલા ખૂનના ધબ્બા ચળકતા હતા.

આટલુ બધુ ખૂન જોઈને એ ચમકી ઉઠેલી.

એનુ મન કોઈ છૂપા ભયથી ફફડી ઉઠેલુ હતુ.

કઈક અનિચ્છનિય બની ગયુ હોય એવુ એને લાગ્યુ.

પોતાના પતિ નથી.

'લાઈટ ઓન છે, તો એ ક્યાં ગયા હશે..?'

એને ચિન્તા થઈ.

સુધાને પેલી સ્રી યાદ આવી ગઈ.

રક્તરંજિત ઉજરડા પડેલુ એનુ શરીર યાદ આવી ગયુ.

'કોણ હશે એ અજાણી યુવતી..? મારૂ ધર તો બહારથી બંધ છે. તો પછી એ આવી કેવી રીતે..?

એ છરી વડે મારા પર હૂમલો કરવા જ આવી હશે. પણ હુ જાગી ગઈ એટલે એ ફાવી નઈ હોય..!

એવુ એ વિચારતી રહી.

એનુ મન શંકા-કૂશંકામાં અટવાયુ.

પતિના ખાલિપાએ એના મનને ઘેરી લીધુ.

આખાય કમરામાં સન્નાટા હતો.

પતિ ટોયલેટમાં ગયા હોય તો પણ આટલા સમયમાં તો એ આવી જ જાય..

ના .. ના.. કશુક અશુભ જરુર બન્યુ હોવુ જોઈએ.

મનને રૂંધામણ થતાં એણે પતિને બૂમ પાડી.

મલ્હાર..! ઓ મલ્હાર..!

રાત્રીના સન્નાટામાં પડઘા ગુંજી ઉઠ્યા.

એના શબ્દો પુન: એને જ અથડાયા.

એણે પથારીમાંથી નીચે ઉતરવાના ઈરાદે ફર્શ પર પગ મૂકવા ગઈ પણ....

ફર્શ પરનુ દ્રશ્ય જોઈએ ચીસ પાડી ઉઠી.

એના આખાય બદનમાં ગભરાહટ વ્યાપી વળ્યો. હ્રદય બમણા વેગથી ધડકવા લાગ્યુ.

એના વિશાળ ઉરોજ ધડકન વધવાથી ઉપર-નીચે થતા હતા.

એને ધ્યાનથી જોયુ.

વિશાળકાય બિલાડો પથારીના પાયાની જોડે જ નિષ્પ્રાણ પડ્યો હતો.

એનુ વાઘ જેવુ મોં લોહિયાળ હતુ.

એના પેટની મધ્યમાં ભોકાયેલો છરો જોઈ એ સમજી ગઈ.

આ તો પેલી અજાણી યુવતીના હાથમાં હતો એ જ છરો હતો.

એને યાદ આવ્યુ તેણીએ છરા વાળો હાથ ઉગામ્યો ત્યારે પોતેતો આંખો પર હાથ દાબી દીધો હતો.

થોડીજ ક્ષણોમાં પછી 'ખચ્ચ' એવો અવાજ સંભળાયેલો.

ચોક્કસ ત્યારેજ એ યુવતીએ આ બિલાડાને છરો માર્યો હોવો જોઈએ.

બિલાડાની આંખો ફૂટી ગઈ હતી.

બિલાડો પડ્યો હતો ત્યાંથી ખૂનનો રેલો ટોયલેટ તરફ જતો હતો.

ફર્શપર ખૂન જ ખૂન હતુ.

સુધાને હજુ પણ સમજાતુ નહોતુ કે આવડો મોટો બિલાડો પોતાના ધરમાં આવ્યો કઈ રીતે..?

અને પેલી યુવતી કોણ હતી અને ક્યાં ગઈ.. એ..?'

એના મનમાં એક બીજો વિચાર આવતાં એ ધ્રુજી ઉઠી.

'શુ એ કોઈ પ્રેતાત્મા તો નઈ હોયને..?'

જો એમજ હોય તો.. એને પોતાના મલ્હારને પણ..!

ઓ..હ..નો..!

એણે પોતાની શંકા દ્રઢ થતી લાગી.

કારણકે પૂસ્તકો માં ક્યાંક વાંચેલુ કે આવી રીતે બંધ મકાનમાં ઘુસી જવુ અને ધુંમાડાના ગોટેગોટા બની ઉડી જવુ.. આ બધાં લક્ષણો પ્રેતનો અણસાર આપી જતાં હતાં.

'ભલે જે હોય તે..! પોતાનુ શુ બગાડી લેવાની હતી..?

એને ચિંતા ફક્ત પોતાના પતિની હતી.

પોતાના ડરને છૂપાવતી મનને મજબૂત રાખવાનો મિથ્યા પ્રયાસ કરતી એ પથારી માંથી નીચે ઉતરી ગઈ.

ઘડિયાળનો ટકોરો વાગ્યો.

અચાનક ટકોરાના અવાજ થી એ ચમકી ગઈ.

એનો ડર પ્રતિપળે વધતો જતો હતો.

ઘડિયાળમાં એક વાગતાં ટકોરો વાગ્યો. એ જાણી એને હાશ થઈ.

એ ધીમા પગલે આગળ વધી.

'મલ્હાર..!' એનો અવાજ પડધાઇને એને જ અથડાતો હતો.

કોઈ અવાજ નહી.

ક્યાંય કશોય અણસાર નહોતો.

પતિના ગૂમ થવાથી એ પોતાના શરીરમાં પ્રગટી રહેલા ભયને પણ ધડીભર માટે એ ભૂલી ગઈ.

સુધા, બેઠક રૂમમાં... પોતાના સ્પેશ્યલ રૂમમાં.. અને છેવટે કિચનમાં પણ જોઈ વળી.

એ નિરાશા સાથે પુન:બેડરૂમમાં આવી.

પોતાની પીઠને દિવાલ સાથે ટેકવી એ મરેલા બિલાડાને અપલક તાકી રહી.

એની દ્રષ્ટી ટોયલેટ તરફ જતા ખૂનના રેલા તરફ ગઈ.

રેલાની આગળ ખૂનના ડાઘ નજરે પડતા હતા.

સુધાને પ્રિયાનો વિચાર આવી ગયો.

'જો આજે પ્રિયા પણ હાજર હોત તો..?'

એ આગળ ન વિચારી શકી.

એના મુખમાંથી એક હળવુ ડૂસકુ નિકળી ગયુ.

એની લાચાર દ્રષ્ટીમાં નરી પીડા હતી.

સુધાની નજર ફરી ટોયલેટ તરફ ગઈ.

ખૂનના ધબ્બા છેક ટોયલેટ સુધી જણા હતા.

એના અંતરમાં ફાળ પડી.

કદાચ પેલી ચૂડેલ પોતાના પતિને..?'

ના..ના..! એને પોતાની જાત પર ખીજ ચડી.

પોતે પતિ વિશે કેવુ અશુભ વિચારી રહી હતી.

સુધા હળવાં ડગ માંડતી ટોયલેટ તરફ આગળ વધી.

જેમ-જેમ આગળ વધતી ગઈ એને સમજાતુ ગયુ .

પેલા ખૂનના ધબ્બા ખરેખર કોઈનાં પગલાંનાં નિશાન હતાં.

જે પોતાની બેડ સુધી જતાં હતાં.

એની આશંકા દ્રઢ બની.

પેલી ચુડેલ ચોક્કસ મારા પતિને ટોયલેટમાં ઢસડી ગઈ લાગે છે.

એ લગભગ દોડી.

બહાર કાજળ કાળી રાત હતી.

ધીમા પવનની ઠંડી લહેર બારી વાટેથી પ્રવેશી એના અંગ ને સ્પર્શી જતી હતી.

હવે એ ટોયલેટ નજીક આવી ગયેલી.

ટોયલેટનુ ડોર અર્ધ ખુલ્લુ હતુ.

એને અર્ધ ખુલ્લા ટોયલેટનો દરવાજો ખોલી નાખ્યો.

અંદર ભરાઈ રહેલી દુર્ગન્ધ પવન સાથે બહાર ઘસી આવી એની નાસિકામાં પ્રવેશી ગઈ.

ભીતરના હેરતઅંગેજ દ્રશ્યની સાથે એક બીજો ઝટકો એની રાહ જોતો હતો.

( ક્રમશ:)