Bhunsai gayeli yado - 3 books and stories free download online pdf in Gujarati

ભૂંસાઈ ગયેલી યાદો - 3

ભૂંસાઈ ગયેલી યાદો

સાચા પ્રેમની પ્રેમકહાની

(પાર્ટ – 3)

વિકેન્ડ પર અમે જ્યાં ફરવા જઈએ ત્યાં હું કેમેરામાં અમારા ફોટોઝ ક્લીક કરી લેતો. તેના દિમાગમાંથી પચ્ચીસ મિનિટની યાદો ભૂંસાઈ જાય કે તરત જ હું એ ફોટોઝ અને ટેટૂ બતાવી તેને ફરીથી મારી ઓળખાણ કરાવતો. પચ્ચીસ મિનિટમાં તેની નજરમાં હું પાછો સ્ટ્રેન્જર બની જતો. દિવસમાં કેટલીયે વાર હું તેના પ્રેમમાં પડતો અને એ મારા. આઈ નો, ઇટ્સ સાઉન્ડ વિયર્ડ, પણ આજ અમારી લાઇફનું સત્ય છે. માર્ક ટ્વેનનું એક ક્વોટ અમારી ‘વિયર્ડ કાઇન્ડ ઓફ યુનિક લવ લાઈફ’ને બિલકુલ યથાર્થ કરે છે. ‘ટ્રુથ ઈઝ સ્ટ્રેન્જર ધેન ફ્રિકશન!’

***

ક્રિતિકાની ઇન્જરી પહેલા હું પાર્ટ ટાઈમ જોબ અને પાર્ટ ટાઈમ રાઇટર હતો. હવે હું ફૂલ ટાઈમ રાઇટર બની ગયો છું. અમારા દિવસની શરૂઆત દરરોજ એકબીજાના પ્રેમમાં પડીને જ થાય છે. ઘરના દરેક રૂમ, કિચન ટોઇલેટ, અને બાથરૂમની બધી જ દીવાલો અમારા બંનેના ફોટોઝની છબીઓથી ભરેલી છે. દરરોજ સૂતી વખતે મારે એને ફોટોઝ બતાવી કન્વીન્સ કરાવવું પડે કે ‘આપણે બંને હસબન્ડ-વાઈફ છીએ. ઇટ્સ નોર્મલ ટુ સ્લીપ ટુગેધર...’ – કહું ત્યારે એ તેની સ્વભાવગત પ્રકૃતિ મુજબ તે વિશ્વાસભરી આંખે મને જોયા રાખે. કદાચ હું તેને ફોસલાવીને તેની સાથે સૂવાનો ગેરફાયદો ઉઠાવતો હોય એવો વિચાર પણ એને આવતો હશે કે શું? પણ તે હંમેશા મારા ચહેરાનું અમીજરતી આંખે નિરીક્ષણ કરી જાણે મારા ભીતરમાં ઝાંખી મારો અંતર ભાવ ભાંપી લેતી હોય એવું લાગતું. વિશ્વાસની ગાંઠ મારી સાથે બંધાઈ જાય પછી તો તે તેના દિલમાં હોય એટલો વિશ્વાસ મારા પર મૂકી દેતી. કદાચ તેની આ નિખાલસ, નિર્દોષ અને માયાળું પ્રકૃતિએ જ કોલેજકાળ દરમ્યાન મારા હ્રદયમાં તેની પ્રત્યેના પ્રેમની પહેલી કૂંપળો ખીલવી હતી.

એક્સિડેન્ટ બાદ પણ તેની આ સ્વભાવગત પ્રકૃતિ ભૂંસાઈ કે બદલાઈ નહતી. તેના ખૂબસૂરત ચહેરા કરતાં પણ તેના પ્રેમમાં લસરાવી મૂકે એવો સરળ અને માયાળું સ્વભાવ દર પચ્ચીસ મિનિટે મને પ્રેમમાં પાડવા મજબૂર કરે છે. એક વખત તેની ટૂંકી યાદદાસ્ત ધરાવતા દિમાગમાં ‘હું તેનો હસબન્ડ છું’ એમ કન્વીન્સ થઈ જાય પછી તેનું મારા પ્રત્યેનું અટેચમેન્ટ અને ટ્રસ્ટ લેવલ વધી જતું. આ એક એવી ફિલિંગ્સ છે જે કદાચ તેની માટે કોન્સસ્ટન્ટ નથી રહેતી, છતાં પણ એ પચ્ચીસ મિનિટ દિલને પ્રેમથી તરબતર કરી મૂકે એવી ભરપૂર હોય છે.

કોઈ નાના બાળકનું મનગમતું રમકડું તૂટી જાય અથવા તો છીનવી લઈએ તો કેવું રડવા લાગે. એના માટે તો એ રમકડું જ તેની બધી જ ખુશીનું એક માત્ર કારણ હોય છે. અને જ્યારે એ રમકડું તેને પાછું સરસ પહેલા જેવુ સરખું કરીને આપી દઈએ ત્યારે કેટલું ખુશખુશાલ થઈ નાચવા-કૂદવા લાગતું હોય છે! બસ, આ બાળક જેવી જ ખુશી અને પ્રેમની અંત:ઊર્મિઓ મને અનુભવાય છે જ્યારે તેની આંખોમાં મારી ઓળખાણ થાય છે. તેના ભૂલા પડેલા પ્રેમને આંગળી પકડાવી, પાછું તેને યાદ અપાવી, તેનો મારા પ્રત્યેનો લગાવ પામવા હું ફરીથી તેના પ્રેમમાં પડી જાઉં છું. આમ જોઈએ તો એ બાળકની જેમ કશુંક ગુમાવ્યાનું દુ:ખ અને ફરી પાછું એ ગુમાવેલું મળ્યાની ખુશી મને તેના પ્રેમના ઝરણાંમાં દરરોજ ભીંજવે છે. જેમ દરેકના પ્રેમની વ્યાખ્યાઓ અલગ અલગ હોય છે એમ આ સ્ટોરી એ અમારા પ્રેમની વ્યાખ્યા રજૂ કરે છે.

જ્યારે તે ઘરમાં હોય ત્યારે તેને મારે કવીન્સ કરાવવી પડતી નથી. જાણે કોઈ અજાણ્યાના ઘરમાં આવી હોય એમ તે ઊભી રહી આજુબાજુ છબીઓથી ભરેલી દીવાલોને વિસ્મયતાથી જોઈને તે મારી સામે સ્ટ્રેન્જ નજરે દેખે. હું તેની સામે જોઈને હુંફાળું સ્મિત કરું. બસ પછી તે તરત જ તેના વિશ્વાસની પતંગનો દોર મારા હાથમાં થમાવી દે. શરૂઆતમાં ક્રિતિકાની આ પ્રકારની સ્ટ્રેન્જ પ્રકૃતિ મને અકળાવતી, પણ દિવસો વિતતા ગયા એમ એમ તેની સાથેના ‘નેવર એંડિંગ લવે’ મને સાચા પ્રેમની એક અગત્યની વાત શીખવી એ છે – એક્સેપ્ટન્સ. જેને આપણે ખરેખર પ્રેમ કરતાં હોઈએ એ પછી ગમે તેવો કે ગમે તેવી હોય. વી એકસેપ્ટ ધેમ એઝ ધે આર. પ્રેમ ક્યારેય ટર્મ્સ અને કન્ડિસનની ફુદળી લગાવીને નથી કરી શકાતો.

***

આજે ક્રિતિકા સાથે તેની એમ્નેસિયાની બીમારી પછીના પાંચ વર્ષ પૂરા થાય છે. આ પાંચ વર્ષમાં તેની સાથેના પ્રેમે મારા અંદર સુષુપ્ત અવસ્થામાં સૂતેલા ફિલોસોફરને જાગૃત કર્યો હોય એવું લાગે છે. પ્રામાણિકતા, વફાદારી, વિશ્વાસ અને સ્વીકાર. આ ચાર પાયા મજબૂત હોય તો જ પ્રેમ-સંબંધની મજબૂત ગગનચુંબી ઇમારત ચણી શકાય છે એવું તેની પાસે રહીને તેના પ્રેમમાંથી શીખ્યો છું. હું ઘણી વાર વિચારું છું કે : જો ક્રિતિકા સાથેની મેરેજ લાઈફ ફિઝિકલ અટ્રેક્શનથી પરિણમી હોત તો હું કદાચ અત્યારે તેનાથી તંગ આવી ગયો હોત. કોઈ બીજી સ્ત્રી સાથે મારા સેક્સ્યુઅલ રિલેશન પણ બંધાઈ ચૂક્યા હોત; અને એની ક્રિતિકાને ક્યારેય જાણ સુદ્ધાં નહતી થવાની, છતાં પણ, તેની સાથેની મેરેજ લાઈફમાં એ ચાર ક્વોલિટીઝ પ્રૂફ કરે છે કે મારો એના પ્રત્યેનો પ્રેમ એ સાચો પ્રેમ છે.

ક્યારેક હું તેની સાથે બેડમાં સૂતો હોવ ત્યારે નાઈટ લેમ્પ ઓન કરી, આછા નારંગી પ્રકાશમાં તેને ઘસઘસાટ નાનકડા બાળકની જેમ ઊંઘતી કલાકો સુધી જોઈ રહું છું. તેને મસ્ત ગાઢ ઊંઘમાં બિડેલા પોપચાંમાં ઊંઘતી જોઈને ન જાણે ભૂતકાળની કેટલીયે સ્મૃતિઓ મારા મનમાં જાગી ઊઠે છે. તેની સાથે વિતાવેલી એ યાદગાર પળોનું આખું પુસ્તકાલય માત્ર મારી જ યાદદાસ્તમાં સંગ્રહિત છે અને તેને બિલકુલ યાદ નથી – આ વાતનું દુ:ખ કુમળો કાંટો બની દિલમાં ક્યાંક ચૂભી જાય છે. કાશ! હું તેને ફિલ્મના પડદાની જેમ તેની સાથે વિતાવેલી એ ખૂબસૂરત પળો બતાવી શકતો હોત...!

અત્યારે આ લખું છું ત્યારે ક્રિતિકાના ચહેરાને જોઈને હું બંધ હોઠોમાં મુસ્કુરાઈ પડું છું. વિચારું છું કે : હમણાં એ ઉઠશે ત્યારે એની માટે હું બિલકુલ સ્ટ્રેન્જર બની જઈશ. તેના પોપચાંમાં બિડાયેલી આ એજ આંખો છે જેણે મારો ચહેરો કેટલીયે વાર જોયેલો છે, આ એજ આંખો છે જેની જોડે ઓળખાણ કરાવી કેટલીયે વાર મારા હોઠ ચૂમેલા છે, તેનું આ એજ શરીર છે જેના પ્રસ્વેદમાં બંને ઓગળીને એકમેક થયેલા અને એની થોડીક મિનિટો બાદ ફરીથી નવા જ, છતાં પણ એકનાએક વ્યક્તિના પ્રેમમાં તે પડે છે – દરરોજ; અને હું....? હું તેની સાથે જોડાયેલી કેટલીયે યાદોનો મેળો લઈને તેને ચાહું છું.

ક્યારેક એક વાતનું અચરજ મારા મનમાં સબકોન્સિયશલી ઘોળાયે જતું હોય છે કે, આપણાં આખા જીવનકાળ દરમ્યાન યાદદાસ્તનું કેટલું બધુ મહત્વ હોય છે! એના બેઝ ઉપર જ તો જીવનના ટુકડાઓ જિગ્સો પઝલની જેમ એક આખું ચિત્ર બનાવે છે. આ વાત મને સમજાય છે ત્યારે જીવન વિશે કૌતુક જાગે છે. એક અલગ દ્રષ્ટિકોણે વિચારવા માટેનું અચરજ મનમાં ઉછળે છે. જીવનમાં આપણાં કેટલાયે વ્યક્તિઓ સાથે બંધાતા સંબંધો યાદદાસ્તને લીધે જ તો જોડાયેલા છે. અને તો જ જીવન આખું કનેક્ટેડ હોય એવું લાગે. જિગ્સો પઝલના દરેક પીસ યોગ્ય ગોઠવાય તો જ એક ચિત્ર બને. વિખરાયેલા કે ખોવાયેલા પીસથી સાચું ચિત્ર ક્યારે બનતું નથી કે દેખી શકાતું નથી. યાદદાસ્ત વગર તો દરેક ક્ષણે દરેક જણ અજાણ્યો છે. યાદદાસ્ત ભૂંસાતા સંબંધની વ્યાખ્યા જ ભૂલભૂલામણીમાં ખુદ ભૂલી પડી જાય છે. વ્યક્તિ ખુદ પોતાને પહેચાનવાની ના પાડી દે છે કે - હું કોણ છું? પ્રશ્નો અને અચરજ હંમેશા તેની આંખે અંજાયેલું રહેતું હોય છે.

મોડી રાત્રે હું ડાયરીમાં પેન મૂકી ડ્રોવરમાં સરકાવી દઉં છું. નાઈટ લેમ્પનો પ્રકાશ ડિમ કરી તેની સાથે બ્લેન્કેટમાં લપાઈ જાઉં છું, અને ક્રિતિકા નિંદ્રામાં અજાણતા જ બંને હાથ મારી છાતી ફરતે વીંટી, ખભા પર માથું મૂકી સૂઈ જાય છે. એક ક્ષણ માટે તો મને તેના આ અનકોન્શિયશ બિહેવિયરે અચરજમાં ડૂબાડી દીધો! જાણે એ મને અનકોન્શિયશ લેવલે ઓળખતી હોય એવું લાગી ગયું. નાઈટ લેમ્પ ઓફ કરીને મહિનાઓ બાદ તેની સાથે માણેલી રતિક્રીડાની યાદો મનમાં મમળાવતો મુસ્કુરાતો હું પડ્યો રહું છું. મનમાં એ અચરજ હજુ શમ્યું નહતું. ક્રિતિકા ઊંઘમાં મારી તરફ સરકીને જે રીતે મારી છાતી પર હાથ વીંટાળ્યા અને ખભે માથું મૂક્યું એ જોઈને હું છ વર્ષ પહેલાના સમયમાં સરી પડ્યો!

તે દરરોજ બેડમાં સૂતી વખતે મને લપેટાઈને સૂતી. તેની એ ટેવને લીધે મને ઊંઘવામાં અનકમ્ફર્ટેબલ મહેસુસ થતું એટ્લે હું તેને ના પાડું તો એ મને મનાવી લેતા કહેતી : ‘આ રીતે ઊંઘવાથી હસબન્ડ-વાઈફ વચ્ચેનું ઇન્ટિમસી લેવલ વધુ ઇન્ટિમેટ બને, મિસ્ટર. સ્મોલ ટિપ્સ એન્ડ ટેકનિક્સ ડઝ મેઝીક ઇન હેપ્પી મૅરેજ લાઈફ, યુ નો...!’

ત્યારે હું પૂછતો : ‘ઓહ...! આઈ સી. બાય ધ વે, ફ્રોમ વ્હેર હેવ યુ ગેટ ઓલ ધીસ વિઝડમ એબાઉટ હેપ્પી મૅરેજ લાઈફ, મિસીસ સાઈક્રાઈટિસ્ટ?’

ત્યારે એ લાંબા હાથે બાજુમાં પડેલી બુક લઈને તેનું કવર પેજ મારા તરફ ધરીને કહેતી : ‘ધ સેવન લેવલ્સ ઓફ ઇન્ટિમસી: આર્ટ ઓફ લવિંગ એન્ડ ધ જોય ઓફ બીઈંગ લવ્ડ – બાય, મેથ્યુ કેલ્લી. આ પુસ્તકમાંથી વાંચ્યું છે, મિસ્ટર... આઈ ડિડંટ મેક ધીસ અપ. ઇટ્સ ઓલ ઇન ધ બૂક. યુ શૂડ રીડ ઇટ. ઇટ્સ અ બ્યુટીફુલ બૂક એબાઉટ હેપ્પી એન્ડ ઇન્ટિમેટ મૅરેજ લાઈફ!’

હું હસતાં હોઠે કહેતો : ‘હસબન્ડ-વાઈફ રિલેશનશીપ માટે તો તારે પેલી બે બુક્સ તો ખાસ વાંચવા જેવી છે.’

પુસ્તકનું નામ આવે એટ્લે એ તરત જ ઉત્સુક થઈ જતી. તે અધીરાઇભેર તરત જ પૂછી લેતી : ‘કઈ બુક્સ? નામ શું છે એ બુક્સનું? તમે વાંચેલી છે એ!?’

હું બંધ હોઠોમાં હસું દબાવીને કહેતો : ‘વેલ, વાંચેલી તો નથી, પણ કેટલાક પાનાં જોયેલા છે. યુ શુડ રીડ એન્ડ પ્રેક્ટિકલ ઇટ વિથ મી...’

બુક્સનું નામ જાણવા તેની ધીરજ ખૂટી જતી. એટ્લે તે એની ટ્રીમ્ડ આઈ-બ્રો સંકોચી, હળવો મુક્કો છાતી પર મારતા કહેતી : ‘કમ ઓન, ટેલ મી ધ નેમ ઓફ બુક્સ!!’

હું લુચ્ચું સ્મિત વેરતા કહેતો : ‘કામાસૂત્ર – સેક્સ ગાઈડ, એન્ડ 365 સેક્સ પોઝિસન્સ ફોર અલ્ટિમેટ ઓર્ગેઝમ!’

તે દાંત ભીંસી મારા ખભા પર દર્દ થાય એવો જોરથી મુક્કો મારી મીઠો રોષ ઠાલવતી. મલકાતા હોઠે મારી સામે જોઈને માથું નકારમાં હલાવતા કહેતી : યુ ઓલ મેન આર સેમ. યુ ગાય્સ ઓન્લી થિંક એબાઉટ સેક્સ, સેક્સ એન્ડ સેક્સ! વ્હેરએઝ વિમેન્સ મોસ્ટલી થિંક એબાઉટ બીઈંગ ઇન્ટિમેટ વિથ ધ પાર્ટનર. સેક્સ કરતાં હુંફાળી પળો વિતાવવામાં અમને વધુ રસ હોય છે! નાઉ પ્લીઝ, બી ઇન્ટિમેટ વિથ મી રાધર ધેન સેક્સ્યુઅલ, ઓકે? યોર ચેસ્ટ ઈઝ માય લિવિંગ બ્રિધીન્ગ પીલો... કહીને મારી છાતી પર માથું મૂકી લપેટાઈને સૂઈ જતી. હું જરાક અણગમાથી મોઢું મચકોડી ડોળા ઉપર ગુમાવતો.

ઓહ ગોડ!! આઈ મિસ ધેટ ટાઈમ એન્ડ માય ઓલ્ડ ક્રિતિકા. કાશ….! એ બ્યુટીફુલ યાદગાર પળો પાછી જીવી શકાતી હોત! ઇન્જરી બાદ ક્રિતિકાની નારાજગી, મીઠો રોષ, મારી નાની ભૂલમાં ગુસ્સે થઈ ખખડાવી નાંખતો સ્વભાવ, અને થોડીક જ મિનિટોમાં મને સોરી કહી તેનું મારી બાહુપાશમાં બાઝી પડવું, તેના મધુર સ્વરમાં ગીતોનું ગુનગુનાવવું, નવી ટ્યુન્સ બનાવી ફિલ્મી સોંગ્સ સાથે ગિટાર પ્લે કરવું, ડ્રેસ કે કંઈ પણ ખરીદી કરે એ પહેલા મારો અભિપ્રાય પૂછવો, તેના સ્વભાવમાં મઢાયેલી દરેક નાની નાની ખામી-ખૂબીઓને આજે મિસ કરું છું. મારી છાતી પર માથું મૂકીને સૂતેલી આ એજ ક્રિતિકા છે, છતાં તેનામાંથી કંઈક વિસરાઈ ગયેલું છે એની ખૂબ યાદ આવે છે. જેના લીધે ભીતરમાં ખાલીપો વર્તાય છે. એનો એ નટખટ અને જિંદાદિલ સ્વભાવ કાશ એ જૂની યાદો સાથે પાછી આવી શકતો હોત... મારે એ જૂની રંગીન મિજાજી ક્રિતિકાને આ વર્તમાનની ક્રિતિકા સાથે ઓળખાણ કરવી છે. કાશ આ થઈ શકતું હોત...!

***

(ક્રિતિકાની યાદદાસ્ત પાછી આવશે કે નહીં – એ જાણવા ભાગ – 4 તો તમારે વાંચવો જ પડશે...)

લેખક – પાર્થ ટોરોનીલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED