Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૫)

પ્રશ્ન: શું ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે?

હા, ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે. પણ માત્ર ‘ભવિષ્યના પાપ.’ ઈશ્વરની વૈદિક પૂજા કરવાથી આપણું મન અને બુદ્ધિ શુદ્ધ થાય છે. મન અને બુદ્ધિ શુદ્ધ થવાથી આપણે સાચા ખોટનો નિર્ણય વધુ સ્પષ્ટપણે લઇ શકીએ છીએ. અને તેથી આપણે ભવિષ્યમાં પાપ કર્મ કરતાં અટકીએ છીએ. ઈશ્વર પણ તેના તરફથી એ સુનિશ્ચિત કરે છે કે આ મનશુદ્ધિની પ્રક્રિયા સતત ચાલતી રહે.

પણ ભૂતકાળમાં કરેલા પાપને ઈશ્વર ક્યારેય માફ નથી કરતો. ઈશ્વર આપણાં કોઈ પણ કર્મનો રેકોર્ડ ડીલીટ નથી મારતો. ઈશ્વર આપણાં દરેક સત્કર્મ અને પાપકર્મનું ફળ તો આપે છે. પણ ઈશ્વર એવું કર્મફળ આપે છે કે એ કર્મફળ આપાણને મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સહાયરૂપ બને. આમ કરવાનું કારણ ઈશ્વરની આપણાં માટેની નિસ્વાર્થ દયા છે. આથી ઈશ્વરના દરેક કર્મફળનો આપણે હસતા મોઢે સ્વીકાર કરવો જોઈએ.

આમ પોતાના પાપ ઘોવા માટે જે લોકો ખાસ પ્રકારની ધાર્મિક વિધિઓ, વ્રત, તીર્થયાત્રા, હજ કે ગંગા સ્નાન કર્યા કરે છે, એ લોકો વાસ્તવમાં પોતાને જ મૂર્ખ બનાવતા હોય છે. તમે એ જોતા હશો કે દંભી નેતાઓ અને ફિલ્મના કલાકારો ઈશ્વરની ‘કંઈક વધારે જ નજીક’ જોવા મળે છે. આથી કોઈપણ હલકા સ્તરની ફિલ્મ કોઈ દેવતાના ફોટાથી કે કોઈ ધાર્મિક શ્લોકથી શરુ થતી હોય છે. આવાં લોકો મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતાં હોય છે અને મંદિર કે મસ્જિદના વારંવાર આટા મારતા હોય છે. આમ કરવા પાછળનું કારણ માત્ર પોતાની પબ્લીસીટી કરવાનું જ નહીં પણ પોતાના રોજીંદા જીવનમાં તેઓ જે અનૈતિક કામો કરતાં રહે છે તે પાપકર્મોને ધોવાનું પણ છે.

જેમ મોટાપાનું નિદાન ખાલી ગોળી ખાવાથી કે સોરી બોલવાથી થઇ જતું નથી, તેમ પાપવૃતિના સંસ્કારો પણ ક્ષણભરમાં જ ભુસાઈ જતા નથી. પાપવૃતિના સંસ્કારોને ભૂસવા માટે જ્ઞાનની વૃદ્ધિ અને સત્કર્મો કરતાં રહેવાની એક લાંબી નિદાન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અને જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ઈશ્વર પાસે આપણાં બધા જ કર્મોનો હિસાબ રહે છે. ઈશ્વર આપણાં કોઇપણ પાપકર્મને માફ કરતો નથી.

ઈશ્વર ન્યાય કરવામાં પણ જરા મોડું કરતો નથી. આપણે જે ક્ષણે કર્મ કરીએ છીએ – સારું કે ખરાબ – ઈશ્વર તે જ ક્ષણે કર્મફળ આપવાનું શરુ કરી દે છે. આ કર્મફળની અસર આપણે તરત જ જોઈ શકીશું કે થોડા સમય પછી, તે આપણે કેવું કર્મ કર્યું છે અને આપણે કેટલા સંવેદનશીલ છે તેના પર આધાર રાખે છે.

જ્યારે આપણને કર્મફળની અસર જોવામાં વાર લાગે છે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આ ભૂતકાળમાં કરેલા કર્મોનું ફળ છે. પણ વાસ્તવમાં, આપણે જે ક્ષણે કર્મ કર્યું હતું, તે જ ક્ષણેથી કર્મફળ મળવાની પ્રક્રિયા શરુ થઇ ગયેલી હોય છે. ઉદાહરણ તરીકે, ડાયાબીટીસ એક જ દિવસમાં થઇ જતો નથી. ડાયાબીટીસનો રોગ થવા પાછળ આપણે જીવનભર જે મીઠાઈઓ ખાધેલી હતી તે, નિયમિત વ્યાઆમનો અભાવ અને તણાવપૂર્ણ દિનચર્યા, આ બધા પરિબળો જવાબદાર હોય છે. અને અમુક ઉંમર થયા પછી આપણે ડાયાબીટીસની અસર જોઈ શકીએ છીએ.

જો ઈશ્વર આપણાં ભૂતકાળના પાપનો રેકોર્ડ ભૂંસી નાંખતો હોય તો તે ન્યાયી ન કહેવાત. જો ઈશ્વર આપણાં ભૂતકાળના પાપનો રેકોર્ડ ભૂંસી નાંખતો હોત તો લોકો તરત જ પાપ કરવાનું શરુ કરી દેત અને પછી દંભી લોકોની જેમ “સોરી” કહી દેત. અને જો ઈશ્વર તેમનુ “સોરી” સાંભળે તો લોકોની આવી મૂર્ખતાને વધારે પ્રોત્સાહન મળે અને તેઓ વધારે અને વધારે પાપકર્મો કરે. ઉલ્ટાનું જે લોકો પાપ ન કરતાં હોય તે લોકો પણ પાપ કરવાનું શરુ કરી દે. આમ ઈશ્વર ન્યાયી અને દયાળુ હોવાથી આપણાં લાભાર્થ માટે આપણાં દરેકેદરેક કર્મનું આપણને યોગ્ય ફળ – નહીં વધારે કે નહીં ઓછું - મળે એ વાતનું ધ્યાન રાખે છે.

આથી એ બધા જ ધર્મ સંપ્રદાયો (ઇસ્લામ અને ઈસાઈ) કે જે પાપનો સ્વીકાર કરવાના અથવા તો તેમના દેવદૂતનો સ્વીકાર કરવાના બહાને પાપ માફ કરી દેવાની લાલચ આપીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તેઓ ઈશ્વરનું અપમાન કરે છે અને બીજાની સાથે સાથે પોતાની જાતને પણ મૂર્ખ બનાવે છે. બધા જ સમજુ લોકોએ આવાં દંભનો તરત જ અસ્વીકાર કરવો જોઈએ.

પ્રશ્ન: અમે એવું સાંભળ્યું છે કે ઈશ્વર ભૂતકાળમાં જે બન્યું છે તે, વર્તમાનમાં જે થઈ રહ્યું છે તે અને ભવિષ્યમાં જે થવાનું છે તે બધું જ જાણે છે. આથી ઈશ્વર જે જાણે છે તે પ્રમાણે જ જીવાત્માએ કામ કરવું પડશે. આથી જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર નથી. તે ઈશ્વરના હાથની કઠપુતળી જ છે. અને તેમ છતાં ઈશ્વર જીવાત્માને સજા આપી તેની સાથે અન્યાય કરે છે.

આ આક્ષેપ એવા ધર્મ સંપ્રદાયો માટે સાચો છે કે જેઓ એવું માને છે કે ઈશ્વરે અગાઉથી જ બધાનું ભાગ્ય લખી રાખ્યું છે. ઉદાહરણ તરીકે, કુરાન અને હદીથમાં માનનારા ઘણાં મુસ્લિમોનું એવું માનવું છે કે અલ્લાહએ બધી જ ભવિષ્યની ઘટનાઓ લોહે મહફૂઝ નામની પુસ્તકમાં લખી રાખી છે. આમ કહી તેઓ અલ્લાહને એક અસ્થિર મગજવાળો સરમુખત્યાર સાબિત કરે છે કે જે પહેલાં જીવાત્માનું સર્જન કરે છે અને પછી તેની ધૂન પ્રમાણે જીવાત્માને કર્મ કરવા માટે દબાણ કરે છે. તે કેટલીક જીવાત્માને પાપકર્મનો દંડ આપે છે, કેટલીક જીવાત્માને પાપકર્મ કરવા માટે લાલચ આપે છે, તો કેટલીક જીવાત્માની ખોટી રીતે ભલામણ કરે છે. જો આવું પુસ્તક વાસ્તવમાં હોય તો તે સર્વશક્તિમાન ઈશ્વરનું અપમાન છે.

હવે જો અલ્લાહ બધું જ જાણતો હોય તો પછી એને એવું પુસ્તક લખવાની શી જરૂર છે કે જે પુસ્તક માત્ર અલ્લાહ જ વાંચી શકતો હોય? શું અલ્લાહ બધું ભૂલી જશે તેવી બીકે તેણે આ પુસ્તક લખ્યું? શું અલ્લાહ આ પુસ્તક લખશે એવું પણ આ પુસ્તકમાં લખ્યું છે?

આવી વાતો બાળકો જેવી, તદ્દન જુઠ્ઠી અને ખામીવાળી છે. આવી કલ્પનાઓનો વૈદિક ઈશ્વર સાથે કોઈ સંબંધ નથી.

ભૂતકાળ એને કહેવાય કે જે અગાઉ બની ગયું છે પણ હવે જેનું અસ્તિત્વ નથી. ભવિષ્ય એ છે કે જેનું અત્યારે અસ્તિત્વ નથી.

ઈશ્વરનું જ્ઞાન એક સરખું, એકધારું અને સાચું જ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વરના જ્ઞાનક્ષેત્રમાં ન હોય તેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી.

ભૂતકાળ અને ભવિષ્ય માત્ર જીવાત્મા માટે જ હોય છે. ઈશ્વર આવી સમયની મર્યાદાથી પરે છે. જીવાત્માએ કરેલા કર્મોના સંબંધમાં એવું કહી શકાય કે ઈશ્વર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણે છે. પણ ઈશ્વર આ બધું સહજ રીતે જાણતો નથી. એટલે કે જીવાત્મા શું કરે છે અને જીવાત્માએ કરેલા કર્મ બદલ તેને કયું યોગ્ય ફળ આપવું જોઈએ તે ઈશ્વર જાણે છે. પણ ઈશ્વરે તે માટે જીવાત્માએ કરેલા કર્મોનો ઇતિહાસ જાણવા માટે ભૂતકાળમાં જોવાની જરૂર પડતી નથી, કે પછી આગળ શું થશે તે જાણવા માટે ભવિષ્યમાં જોવાની જરૂર પડતી નથી. તે હંમેશા વર્તમાનમાં જ હોય છે અને જીવાત્માએ કરેલા કર્મો અને કર્મફળનું યોગ્ય જ્ઞાન તેની પાસે હંમેશા રહે છે.

એ વાતની નોંધ લો કે જીવાત્મા વર્તમાનમાં કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આ સ્વતંત્રતા જીવાત્માએ ભૂતકાળમાં કરેલા કર્મોથી ઘડાયેલા તેના સંસ્કાર પર આધારિત છે. પણ કર્મોના ફળ માટે જીવાત્મા સંપૂર્ણપણે ઈશ્વર આધીન છે. ઈશ્વર એ વાતનું હંમેશા ધ્યાન રાખે છે કે આ કર્મોના ફળ એવા હોય કે જેથી જીવાત્મા તેના સંસ્કાર સુધારી શકે અને તેની મર્યાદિત સ્વતંત્રતાનો યોગ્યત્તમ ઉપયોગ કરી, તેની ઈચ્છા શક્તિ વધારી, શ્રેષ્ઠત્તમ આનંદ મેળવી શકે. આ ક્રિયા કોઈપણ પરકારના અવરોધ કે અંતરાલ વગર સતત ચાલતી જ રહે છે.

યોગનું આખું ક્ષેત્ર આપણાં લાભાર્થ માટે ઈશ્વરના આ નિયમને સમજીને તેને ગ્રહણ કરવા પર આધારિત છે.

પ્રશ્ન: શું જીવાત્મા બને ઈશ્વર છે? અને મોક્ષ મળ્યાં પછી જીવાત્મા ઈશ્વર બને છે? અને નહીં તો અદ્વૈત શું છે?

જીવાત્મા એ ઈશ્વર નથી. જો જીવાત્મા ઈશ્વર હોય તો શા માટે આપણે ઈશ્વરની જેમ આ સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરવામાં અસમર્થ છીએ?

શા માટે બધી જ જીવાત્માઓ ઈશ્વર હોવાં છતાં એક જીવાત્મા (ઈશ્વર) બીજી જીવાત્મા (ઈશ્વર) સાથે લડી રહી છે?

જો તમે એમ કહો કે આનું કારણ માયા કે અજ્ઞાનતા છે તો પછી એનો અર્થ એ થાય કે ઈશ્વર પણ અજ્ઞાન છે. આ વાત વેદ વિરુધ્ધ છે. કારણ કે વેદ સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર અજ્ઞાની નહીં પણ સર્વજ્ઞ – કે જેમાં બચી જ વિદ્યાઓનો સમાવેશ – છે અને અનંતકાળ સુધી સર્વજ્ઞ જ રહેશે.

જો હું જ હોઉં તો પછી અત્યારે આ સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે? જો તમે એમ કહો કે “મુખ્ય ઈશ્વર” કે જે આ શ્રુષ્ટિનું સંચાલન કરી રહ્યો છે તે એક સમુદ્રની જેમ છે અને હું તે સમુદ્રમાંના પાણીનું એક ટીપું છું, તો પછી એ વાતની શી ખાતરી કે આ “મુખ્ય ઈશ્વર” પર અજ્ઞાનતા કે પાપની કોઈ અસર થઇ નથી અને તે ભ્રષ્ટ રીતે આ શ્રુષ્ટિનું સંચાલન કરી રહ્યો નથી? છેવટે તો હું પોતે પણ ઈશ્વર જ છું અને મને ખબર છે કે હું અજ્ઞાની અને પાપી છુ!

આવી વાતો માત્ર વિતર્ક તરફ લઇ જાય છે અને કદાચ કવિતાઓમાં જ સારી લાગે. આવી વાતોને તાર્કિક રીતે સાચી ન કહી શકાય.

જીવાત્મા જ ઈશ્વર છે એવું વેદોમાં ક્યાંય કહ્યું નથી. પણ જીવાત્મા અને ઈશ્વર એકબીજાથી ભિન્ન છે એવું વેદો સ્પષ્ટપણે કહે છે.

અદ્વૈતનો સિદ્ધાંત એક અને માત્ર એક ઈશ્વર હોવાનું સૂચવે છે. એનો અર્થ એ છે કે ઈશ્વર એક કરતાં વધારે નથી અને માત્ર એ જ ઉપાસ્ય દેવ છે.

પ્રશ્ન: જો આમ હોય તો શંકરાચાર્ય કેમ એવું કહેતા હતા કે ઈશ્વર અને જીવાત્મા એક જ છે?

શંકરાચાર્ય વેદોના વિદ્વાન હતા અને તેમનો જન્મ એવા યુગમાં થયો હતો કે જે સમયે નાસ્તિકતા ખુબ જ પ્રચલિત હતી. આથી શંકરાચાર્ય નાસ્તિકતાનું ખંડન એમ કહી કરતાં હતા કે, જે કાઈપણ નાસ્તિકવાદથી પુરવાર થાય છે તે જ જીવાત્મા અને ઈશ્વર એક છે એવું માનવાથી વધુ દ્રઢતાથી પુરવાર થાય છે.

જો તેમણે આમ ન કર્યું હોત તો આપણે વૈદિક વિદ્વતાનું સંરક્ષણ ન કરી શક્યા હોત. તેમના આ મહાન કાર્ય માટે આપણે હંમેશા તેમના ઋણી રહેવું જોઈએ. જયારે શંકરાચાર્યનો જન્મ થયો હતો તે સમયે વેદોમાંથી વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવાની પ્રથા લગભગ લુપ્ત થઇ ગઈ હતી. વેદોને માત્ર ધાર્મિક વિધિઓ માટેના પુસ્તકો તરીકે જોવામાં આવતા હતા. આથી શંકરાચાર્યએ પણ વેદો પર વધારે ધ્યાન કન્દ્રિત ન કરતાં એ સમયના પ્રચલિત એવા વેદાન્ત, ગીતા અને ઉપનિષદો જેવા પુસ્તકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તમણે આ પુસ્તકોને તેમની બધી જ દલીલોનો આધાર બનાવી નાસ્તિકવાદનો વિરોધ કર્યો હતો. શંકરાચાર્યએ આવું ન્યાય દર્શન અનુસાર કર્યું હતું. ન્યાય દર્શન સામાજિક કલ્યાણ માટે હાનીકારક તેવી માન્યતાઓના ખંડન માટે વિતાંદ તર્કનો થોડા સમય માટે ઉપયોગ કરવાની અનુમતિ આપે છે.

એ વાતની નોંધ લો કે આવાં વિતાંદ તર્કનો ઉપયોગ માત્ર તાર્કિક દલીલો પુરતો જ માર્યાદિત છે. આવાં તર્ક પોતાનામાં કોઈ સત્ય નથી.

વિતાંદ તર્કના કેટલાંક ઉદાહરણો નીચે પ્રમાણે છે:

૧. જે સ્વધર્મત્યાગી લોકો કે જેઓ ઇસ્લામનો ત્યાગ કરે છે અને ઇસ્લામ વિરોધી પ્રચાર કરે છે તે બધાની હત્યા કરી નાંખવી જોઈએ. - ઝાકીર નાઈક

વિતાંદ તર્ક: એ સ્વધર્મત્યાગીના મત પ્રમાણે બાકીના બધા જ લોકોએ તેમના ધર્મનો ત્યાગ કર્યો છે અને તેઓ ઇસ્લામનો પ્રચાર કરે છે, આથી તે બધા જ લોકોની હત્યા થવી જોઈએ, મારી નહીં.

૨. પણ આ મુસ્લિમ બહુમતીવાળો દેશ છે, આથી જે સ્વધર્મત્યાગી છે તેમની જ હત્યા થવી જોઈએ, બાકીના લોકોની નહી. - ઝાકીર નાઈક

વિતાંદ તર્ક: આ તર્ક પ્રમાણે તો મોહંમદની હત્યા સૌથી પહેલાં થવી જોઈતી હતી. કારણ કે તે સમયે ઇસ્લામને જાણનારો માત્ર એ એકલો જ હતો અને દેશના બાકીના લોકો ઇસ્લામને માનતા ન હતા.

એ વાતની નોંધ લો કે અમે એવું નથી કહેતા કે આ લોકોની હત્યા કરી નાંખવી જોઈએ કે પછી મોહંમદની હત્યા સૌથી પહેલાં થવી જોઈતી હતી. પણ મોટાભાગના અજ્ઞાન લોકોમાં પ્રચલિત આવાં મૂર્ખ વિવાદનો સામો જવાબ આપવા માટે જ અમે આવી દલીલ કરીએ છીએ.

અદ્વૈત દલીલોની બાબતમાં પણ આમ જ છે. શંકરાચાર્યએ આવી દલીલોનો ઉપયોગ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ આપવા માટે અને નાસ્તિકવાદનો વિરોધ કરવા માટે કર્યો હતો. અને અંતે તેમણે બધી જ વૈદિક ધર્મ વિરોધી નાસ્તિક માન્યતાઓને ખોટી પુરવાર કરી હતી. પણ તે પોતાની તેજસ્વી બુદ્ધિ દ્વારા આપણને વધુ જ્ઞાન આપી શકે એ પહેલાં જ ૩૨ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. આથી શંકરાચાર્ય “જીવાત્મા = ઈશ્વર” તેવું માનતા હતા એ વાત ખોટી છે.

વાસ્તવમાં, વેદાન્ત, ગીતા અને ઉપનિષદો ઉપર શંકરાચાર્ય દ્વારા આપવામાં આવેલા વ્યાખ્યાનોમાં એવા ઘણાં શ્લોકો છે કે જે એવું સુચન કરે છે કે જીવાત્મા અને ઈશ્વર એકબીજાથી ભિન્ન છે.

પણ આ બૌદ્ધિક વાદવિવાદ કે ચર્ચાઓ પર ધ્યાન આપ્યા વિના, જરા વિચાર કરો કે આદિશંકરાચાર્ય આટલા ઓછા સમયમાં કેટલી મોટી સિદ્ધિ મેળવી શક્યા. ગુરુકુળમાં પૂરતું જ્ઞાન મેળવવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષ તો લાગે છે. પણ ૩૨ વર્ષની ઉંમરે આપણી પાસે શંકરાચાર્ય જેવો એક એવો વિદ્વાન હતો કે જેણે આખો દેશ અને વિશ્વનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. આવાં તેજસ્વી પુરુષને અમે નમન કરીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમને પણ આવું તેજ અને બુદ્ધિ પ્રદાન કરે.

પ્રશ્ન: શું ઈશ્વર રાગી – ભાવ અને લાલાશ યુક્ત - છે કે પછી વિરક્ત - બધી જ ઇચ્છાઓનો ત્યાગી - છે?

ઈશ્વર રાગી પણ નથી અને વિરક્ત પણ નથી. ઈશ્વર આવી વૃત્તિઓથી પરે છે. કારણ કે આપણને એ જ વસ્તુની ઈચ્છા હોય શકે કે જે વસ્તુ આપણી પાસે નથી. આપણે એ જ વસ્તુનો ત્યાગ કરી શકીએ કે જે વસ્તુ આપણી પાસે છે. પણ ઈશ્વર સર્વશક્તિમાન અને સર્વજ્ઞ હોવાથી તેની પાસે બધુ જ છે આથી તેને કોઈ વસ્તુની ઈચ્છા નથી. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તે બધી જ વસ્તુઓમાં છે. આથી તે કોઈ વસ્તુનો ત્યાગ કરી જ નશે. આમ ઈશ્વર વિરક્ત પણ નથી.

પ્રશ્ન: ઈશ્વરમાં ઈચ્છા છે કે નહીં?

ઈશ્વરને કોઈપણ પ્રકારની કોઈ ઈચ્છા હોતી નથી. જેની પાસે જે વસ્તુ ન હોય તે મળવવાની તેને ઈચ્છા હોય. આથી જીવાત્મા પાસે જે વસ્તુ નથી તે મેળવવાની ઈચ્છા તે કરે છે. પણ ઈશ્વર પાસે તો બધું જ છે. આથી ઈશ્વરને શાની ઈચ્છા હોય શકે? તે પોતે જ આનંદનો સ્ત્રોત છે આથી તેને આનંદ મેળવવાની પણ ઈચ્છા નથી. ઈશ્વર જીવાત્માને આનંદ આપવા માટે શ્રુષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરતો જ રહે છે. શ્રુષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરતાં રહેવું એ ઈશ્વરની ઈચ્છા નથી પણ ઈશ્વરની “ઇક્ષના” એટલે કે ઈશ્વરનું નિષ્કામ કર્મ છે.

***