Ishwariy siddhant parni prashnotari - 4 books and stories free download online pdf in Gujarati

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૪)

પ્રશ્ન: શું ઈશ્વર આદિ છે કે અનાદિ? એટલે કે ઈશ્વરનો કોઈ આરંભ છે કે નહીં?

ઈશ્વર અનાદિ છે. ઈશ્વરનો કોઈ આરંભ કે અંત નથી. એવો કોઈ સમય ન હતો કે જ્યારે ઈશ્વર ન હતો, અને એવો કોઈ સમય નહીં આવે કે જ્યારે ઈશ્વર નહીં હોય. ઈશ્વર હંમેશાથી હતો અને હંમેશા રહેશે. વધુમાં, ઈશ્વરના સર્વ ગુણો સર્વકાળે એક સમાન જ રહે છે.

જીવાત્મા અને મૂળ પ્રકૃતિ પણ ઈશ્વરની જેમ જ અનાદિ છે.

પ્રશ્ન: ઈશ્વર શું ચાહે છે?

ઈશ્વર સર્વ જીવોનું કલ્યાણ ચાહે છે. ઈશ્વર ઈચ્છે છે સર્વ જીવ પોતાની યોગ્યતાને આધારે શ્રેષ્ઠત્તમ કર્મો કરી સુખ અને આનંદ પ્રાપ્ત કરે.

પ્રશ્ન: જો ઈશ્વરની પૂજા કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ?

એ વાત સાચી છે કે પૂજા કરવા છતાં પણ ઈશ્વર જીવને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો. દરેક જીવને તેના સત્કર્મો કે દુષ્કર્મોનું ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ફળ તો ભોગવવું જ પડે છે. ઈશ્વરની પૂજા કરવાથી કે ઈશ્વર પાસે માફી માંગી લેવાથી જીવના પાપકર્મોનો નાશ થતો નથી. માત્ર આળસુ અને છેતરપીંડી કરનારા લોકો જ સફળતા મેળવવા માટે આવાં અનૈતિક માધ્યમનો સહારો લે છે.

ઈશ્વરની પૂજા કરવાના લાભ અલગ જ છે, જેમ કે:

  • ઈશ્વર અને તેના દ્વારા રચાયેલ શ્રુષ્ટિને વધુ સારી રીતે સમજી શકાય છે.
  • ઈશ્વરના ગુણોને વધુ સારી રીતે સમજી તેને આપણાં જીવનમાં ધારણ કરી શકાય છે.
  • મનની શુદ્ધિ થાય છે. મન શુદ્ધ થવાથી આપણે “આત્માનો અવાજ” વધુ સ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ અને આપણે ઈશ્વર પાસેથી આત્માના અવાજના રૂપમાં નિરંતર અને સ્પષ્ટ માર્ગદર્શન મેળવી શકીએ છીએ.
  • આપણી અજ્ઞાનતાનો નાશ થાય છે. આત્મબળ મળે છે અને આપણે દ્રઢ આત્મવિશ્વાસ સાથે જીવનના કઠોર પડકારોનો સામનો સહજતાથી કરવામાં સક્ષમ બનીએ છીએ.
  • અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરવામાં આપણે સક્ષમ બનીએ છીએ અને અંતે મોક્ષરૂપી પરમ આનંદને પ્રાપ્ત કરીએ છીએ.
  • ધ્યાન રાખો કે પૂજાનો અર્થ યાંત્રિક મંત્રોચ્ચારણ કરવાનો કે મનને વિચારશૂન્ય કરવું એવો નથી. ઈશ્વરની પૂજા એ તો જ્ઞાન, કર્મ અને ઉપાસના દ્વારા જ્ઞાનને આત્મસાત કરવાની ક્રિયાત્મક રીત છે.

    પ્રશ્ન: ઈશ્વરને કોઈ અંગ કે ઇન્દ્રિયો નથી તો ઈશ્વર પોતાના સર્વ કાર્ય કેવી રીતે કરે છે?

    ઈશ્વર બધા કામ પોતાના સામર્થ્યથી કરે છે. પરમેશ્વરના હાથ નથી, પણ પોતાના શક્તિરૂપી હાથથી સર્વનું રચન અને ગ્રહણ કરે છે.

    ઈશ્વરને પગ નથી, પણ ઈશ્વર સર્વવ્યાપક હોવાથી સર્વથી અધિક વેગવાન છે.

    ઈશ્વરને આંખ નથી, પણ ઈશ્વરની આંખો આકાશમાં પ્રત્યેક બિંદુમાં હોવાથી ઈશ્વર સર્વને યથાવત જુએ છે.

    ઈશ્વરને કાન નથી, પણ ઈશ્વર સર્વવ્યાપી હોવાથી સર્વને સંભાળે છે.

    ઈશ્વરને અંતઃકરણ નથી પણ તે સર્વજ્ઞ હોવાથી સર્વેને જાણે છે.

    આ શ્લોક ઉપનિષદમાં આવે છે. ઇશોપનિષદ પણ આનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે.

    પ્રશ્ન: શું ઈશ્વરને તેની સીમાઓનું જ્ઞાન છે?

    ઈશ્વર સર્વજ્ઞ હોવાથી બધું જ જાણે છે. એનો અર્થ એ થયો કે ઈશ્વર જે સત્ય છે તે બધું જ જાણે છે. ઈશ્વર અસીમિત છે તે સત્ય છે આથી ઈશ્વર જાણે છે કે તે અસીમિત છે. આથી ઈશ્વર તેની સીમા જાણવાનો પ્રયત્ન કરે જ નહીં. અને જો કરે તો ઈશ્વર અજ્ઞાની પુરવાર થાય!

    પ્રશ્ન: ઈશ્વર સગુણ છે કે નિર્ગુણછે?

    બંને! જે ગુણોથી સહીત છે તે સગુણ, અને જે ગુણોથી રહિત છે તે નિર્ગુણ કહેવાય છે. પોતપોતાના સ્વાભાવિક ગુણથી સહીત, અને બીજા વિરોધીના ગુણોથી રહિત હોવાથી દરેક પદાર્થ સગુણ અને નિર્ગુણ છે. પરમેશ્વરમાં દયા, ન્યાય, અનંત જ્ઞાન, અનંત બળ, સર્જક, પાલનહાર જેવા ગુણો હોવાથી સગુણ છે. પરમેશ્વરમાં જડતા, ક્રોધ, મૂર્ખતા, જન્મ, મૃત્યુ જેવા દોષો ન હોવાથી તે નિર્ગુણ છે.

    પ્રશ્ન: કેટલાંક વિદ્વાનો એવું કહે છે કે ઈશ્વર કર્મ કરતો નથી અને તેનાં કોઈ ગુણ કે લાક્ષણીકતાઓ પણ નથી. જે કંઈપણ થઇ રહ્યું છે તેને ઈશ્વર ખાલી જોતો જ રહે છે અને શ્રુષ્ટિનું સંચાલન ઈશ્વરે ઘડેલા નિયમો પ્રમાણે આપમેળે જ થતું રહે છે.

    ઈશ્વર નિષ્ક્રિય નથી. ઉલટાનું પરમાત્મા અનંત દિવ્યગુણોનો સ્વામી છે અને પરમાત્માને તુલ્ય કે પરમાત્માથી અધિક કાર્યશીલ બીજી કોઈ સત્તા નથી. પણ ઈશ્વરની ક્રિયાશીલતાનો અર્થ સ્વયં ઈશ્વરમાં પરિવર્તન આવતું રહેવું એવો થતો નથી. પરમાત્માની કાર્યશીલતાનો અર્થ તે બધી જ ક્રિયાઓનો સ્ત્રોત છે એવો થાય છે.

    ઈશ્વર કોઈપણ પ્રકારની ત્રુટી કે ખામી વગર પરિપૂર્ણતાથી નિરંતર ક્રિયાઓ કરતો રહે છે તેને આપણે “નિયમ” તરીકે જાણીએ છીએ. ઈશ્વર પરિપૂર્ણ હોવાથી તેની ક્રિયાઓ પણ પરિપૂર્ણ છે. અને આથી તેની કેટલીક ક્રિયાઓને આપણે ગણિતીય સૂત્રોમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ. જ્યારે ઈશ્વરની નિરંતર ત્રુટી રહિતની પરિપૂર્ણ ક્રિયાઓને આપણે જોઈ તો શકીએ છીએ પણ આ ક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજી શકતા નથી, ત્યારે આપણે એ ક્રિયાઓને “નિયમ” તરીકે સ્વીકારી લઈએ છીએ.

    જેમ કે જન્મથી જ આંધળું અને બહેરું બાળક જ્યારે-જ્યારે રડે છે ત્યારે-ત્યારે તેની માતા નિયમિતપણે તે બાળકને ભોજન આપતી રહે છે. આથી તે બાળક એવું માની લે છે કે જયારે હું રડીશ ત્યારે મને ભોજન મળશે એ એક “નિયમ” છે!

    કારણ વગર કોઈ કાર્ય થતું નથી. ઈશ્વર એ અંતિમ કારણ છે. ઈશ્વરનું કોઈ કારણ નથી.

    શ્વેતાશ્વતર ઉપનિષદ ૬.૮: પરમાત્માને પોતાનું કાર્ય કરવા માટે કોઈ સાધન કે સહાયની આવશ્યકતા નથી. પરમાત્માને તુલ્ય, પરમાત્માથી અધિક કે પરમાત્માથી ઉત્તમ બીજી કોઈ સત્તા નથી. ઈશ્વર સર્વશક્તિમાન છે. એટલે કે ઈશ્વરમાં અનંતબળ, અનંતજ્ઞાન અને અનંતક્રિયા છે. જો ઈશ્વર નિષ્ક્રિય હોત, તો તે જગતની ઉત્પત્તિ, સ્થિત અને પ્રલય ન કરી શકત. આમ ઈશ્વર ચેતન, સર્વવ્યાપી અને સર્વાધિક કાર્યશીલ છે.

    ઈશ્વર જે સ્થાને અને જે સમયે જે ક્રિયા કરવી ઉચિત હોય તે જ ક્રિયા કરે છે. ન વધારે કે ઓછી. કારણ કે ઈશ્વર પરિપૂર્ણ છે!

    પ્રશ્ન: શું ઈશ્વર અવતાર લે છે કે નહીં?

    ના. કારણ કે વેદનું વચન છે કે ઈશ્વર નિરાકાર, અજન્મા અને અવિકારી છે. વેદો કહે છે કે ઈશ્વર તેની અપરિવર્તનશીલ ઓળખ જાળવી રાખી તેના દરેક કાર્ય કરવા માટે દરેક સમયે સક્ષમ છે.

    યજુર્વેદ ૩૪.૫૩

    તે અજન્મા છે અને એકધારી ઓળખ જાળવી રાખે છે.

    યજુર્વેદ ૪૦.૮

    તે અખંડ, નિરાકાર, શારીરિક અવસ્થા વગરનો, અવકાશ વગરનો અને અપરિવર્તનશીલ છે.

    પ્રશ્ન: શ્રી કૃષ્ણ જેવા ઈશ્વરના અવતાર વિષે તમારું શું? શ્રી કૃષ્ણએ ગીતા ૪.૭માં કહે છે કે જયારે જયારે ધર્મનો નાશ થશે અને અધર્મ વધશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતરીશ.

    ચારેય વેદોમાંનો એકપણ મંત્ર એવું કહેતો નથી કે ઈશ્વર અવતાર લે છે. માત્ર વેદો જ સર્વોપરી ગ્રંથો અને અંતિમ પ્રમાણ છે. આથી ગીતાનું અર્થઘટન ત્યાં સુધી જ સાચું માનવું જોઈએ કે જ્યાં સુધી તે વેદ સાથે એકમત છે.

    શ્રી કૃષ્ણ એક ઉત્તમ અને આદર્શ યોગી હતા. આથી આપણે શ્રીકૃષ્ણને યોગેશ્વર પણ કહીએ છીએ. ધર્મની રક્ષા કરવી અને અધર્મનો નાશ કરવો એ જ સાચા યોગીનું જીવન લક્ષ્ય હોય છે. નિ:સ્વાર્થપણું પણ આવાં યોગી મહાપુરુષોનો સહજ ગુણ હોય છે. આથી ધર્મની સ્થાપના કરવા માટે શ્રી કૃષ્ણ વારંવાર જન્મ લેવા માંગતા હતા. આથી જ શ્રી કૃષ્ણ અમારા આદર્શ છે અને અમે કૃષ્ણના આવાં મહાન વિચારો સામે નતમસ્તક છીએ.

    પ્રશ્ન: પણ ઈશ્વરને તો રાવણ અને કંસ જેવા દૂરાચારીઓનો નાશ કરવા માટે અવતાર લેવો પડે છે.

    સર્વશક્તિમાન ઈશ્વર માટે વૈદિક સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી જન્મ લેવો એ કોઈ મોટી વાત નથી. જે ઈશ્વર સૃષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરી શકે અને દરેક જીવાત્માનું કર્મચક્ર ચલાવી શકે તે ઈશ્વરને આવાં સાધારણ કામ માટે શા માટે જન્મ લેવો પડે? આમેય ઇશ્વર તો પહેલેથી જ રાવણ અને કંસમાં રહેલો છે અને તેમના દરેક કાર્યનું નિયંત્રણ કરે છે. જયારે પણ ખરો સમય આવે ત્યારે ઈશ્વર તેમનો સરળતાથી નાશ કરી શકે છે.

    પ્રશ્ન: ઈશ્વર આદર્શ દ્રષ્ટાંતો સ્થાપિત કરવા માટે અવતાર લે છે.

    આ વાત પણ ખોટી છે. કારણ કે આ શ્રુષ્ટિ અને જીવાત્મોનું શ્રેષ્ઠત્તમ રીતે સંચાલન કરીને ઈશ્વર પહલેથી જ આદર્શ દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યો છે. આનાથી વધારે મહાન અને ઉત્તમ દ્રષ્ટાંત બીજું કયું હોય શકે? ઈશ્વર ભક્તો આના પરથી જ ઈશ્વરની મહાનતાની સમજ મેળવી લે છે.

    ઈશ્વર આપણને “આત્માના અવાજ” દ્વારા માર્ગદર્શન આપતો રહે છે. આ ઉપરાંત ઈશ્વર-પ્રેરિત એવા રામ અને શ્રીકૃષ્ણ જેવા દ્દષ્ટાંતરૂપ મહાપુરુષોના કર્મો આપણાં માટે વધુ માર્ગદર્શનરૂપ બને છે.

    ઈશ્વર ભુખ, તરસ, પીડા, સુખ, અજ્ઞાનતા, કર્મોના ફળ, જીવન, મૃત્યુ જેવી મર્યાદાઓથી પરે છે. જો તમે આવાં અવતારોની કથા વાંચશો, તો તમને ખ્યાલ આવી જશે કે આવાં અવતારો પર પણ એવી વૃત્તિઓની અસર થઇ હતી કે જેવી વૃત્તિઓ ખાલી જીવાત્માને જ અસર કરી શકે છે અને ઈશ્વરને નહીં. એવું માની લેવું કે ઈશ્વર પર પણ આવી નશ્વર વૃત્તિઓની અસર થાય છે તો આતો પરિપૂર્ણ અને સર્વશક્તિમાન ઈશ્વર અપમાન થયું ગણાય.

    પ્રશ્ન: કોઈ એવું કહે કે ઈશ્વર પર આવી નશ્વર વૃત્તિઓની અસર થતી નથી પણ ઈશ્વર મનુષ્ય સ્વરૂપમાં છે તે સાબિત કરવા માટે આવી વૃત્તિઓની અસર થવાનો ડોળ કરે છે?

    આમ માનવું એ પણ ઈશ્વરનું અપમાન છે.

    કારણ કે ઈશ્વર પોતે જ સત્ય છે. તે કોઈ નાટકીય કલાકાર નથી કે ડોળ કરતો ફરે. ઉલટાનું, ઈશ્વર સત્ય હોવાથી તે આપણને ઢોંગથી (અસત્યથી) સત્ય તરફ દોરે છે.

    હવે જો આપણે એવું માની લઈએ કે રામ અને કૃષ્ણ સ્વયં ઈશ્વર જ હતા, તો તેઓ એ તેમના જીવનમાં કોઈ મહાન સિદ્ધિ મેળવી ન કહેવાય. કારણ કે જે ઈશ્વર સમગ્ર શ્રુષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરી શકે છે, તે ઈશ્વર માટે પૃથ્વી જેવા નાના ગ્રહ પરના કોઈ એક સામાન્ય મનુષ્યની હત્યા કરવી, અને એ પણ આટલી બધી પીડા, યાતના અને અસફળતાનો સામનો કર્યા બાદ, એ તો વાસ્તવમાં ઈશ્વર શક્તિની મશ્કરી કરી કહેવાય.

    પ્રશ્ન: તો રામ અને કૃષ્ણ વાસ્તવમાં કોણ હતા?

    રામ અને શ્રી કૃષ્ણને ઈશ્વર-પ્રેરિત શ્રેષ્ઠ મહાપુરુષો હતા. તેમણે જે સિદ્ધિ મેળવી હતી તે શ્રેષ્ઠ હતી અને આથી તેઓ આપણાં બધા માટે આદર્શ અને દ્રષ્ટાંતરૂપ છે. આપણે આપણું જીવન અને ચરિત્ર ઈશ્વરના સાચા ભક્તની જેમ કેવી રીતે ઘડવું જોઈએ તેના રામ અને કૃષ્ણ આદર્શ દ્રષ્ટાંતો છે.

    પ્રશ્ન: પણ ઈશ્વર અવતાર લે છે તે માની લેવામાં ખોટું શું છે?

    વેદોમાં અવતારવાદને કોઈ સ્થાન નથી. ઈશ્વરના અવતારની ધારણા ઘણી નવી છે. અને જ્યારથી આપણે ઈશ્વર અવતાર લે છે તેમ માની બેઠા છે ત્યારથી આપણો સમાજ અને દેશ વધુ અને વધુ નબળો બનતો ગયો છે. વિશ્વગુરુ અને વિશ્વશાસકમાંથી આપણે એવા નીચા સ્તરે આવી ગયા કે જ્યાં હવે આપણને આપણાં જ દેશમાં પુરતા હક મળતા નથી.

    એ ખુબ જ શરમજનક વાત છે કે આપણે આ કાલ્પનિક ઈશ્વરીય અવતારોની પૂજા પાછળ કરોડો રૂપિયા વેડફીએ છીએ. પણ જેને આપણે ઈશ્વરના અવતાર ગણીયે છીએ એવા રામ અને કૃષ્ણ જેવા શ્રેષ્ઠ દ્રષ્ટાંતોને અનુસરીને ઈશ્વરની ખરી પૂજા કરવા માટે આપણે આપણી સાધન-સંપત્તિ અને ક્રિયાશક્તિ એકત્રિત કરતાં નથી. આથી જ આપણી ભાવના સારી હોવાં છતાં અને ઈશ્વર માટે સાચો પ્રેમ હોવાં છતાં આપણી ચારે બાજુ ઝનૂની ધાર્મિક સંપ્રદાયોના આક્રમણો થતા રહે છે. આપણે જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થા, લૈંગિક ભેદભાવ, ભ્રષ્ટાચાર અને હિન્દુઓનું ધર્માંતરણ જેવી ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. આપણે અનૈતિકતાને પ્રસરતા રોકી શકતા નથી. ઉલટાનું, આ બધી ગંભીર સમસ્યાઓની સામે લડવાને બદલે આપણે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી શક્તિ અને સામર્થ્યને બિનજરૂરી પ્રવૃતિઓ પાછળ વેડફતા રહીએ છીએ.

    પ્રશ્ન: તપ પછી રામ, કૃષ્ણ, હનુમાન વગેરેને મહાપુરુષોને સન્માન કેવી રીતે આપી શકાય?

    રામ, કૃષ્ણ, હનુમાન વગેરેના ગણવાથી ગાવાથી, તેમના પર દૂધ, ફૂલ, પાણી વગેરે મુકવાથી અને તેમનું અભિવાદન કરતાં ગીતો ગાવાથી તેઓને આપણે સાચું સન્માન નહીં આપી શકીએ.

    પણ તેઓએ પોતાના જીવનમાં જેવા ઉત્તમ કર્મો કર્યા હતા તેવા કર્મો કરવાથી જ આપણે તેમને સાચું સન્માન આપી શકીશું. જેમ કે કસરત કરી શારીરિક શક્તિ વધારવાથી, શિસ્તબદ્ધ દિનચર્યા રાખવાથી, ધ્યાન અને ચિંતન કરવાથી, ઉચ્ચ ચરિત્ર જાળવી રાખવાથી, જ્ઞાનમાં વૃધ્ધિ કરવાથી, સાચો ધર્મ (વૈદિક ધર્મ) શું છે તે સમજવાથી, આપણી આજુબાજુના રાવણ અને કંસ સામે લડવાથી, માતા સમાન સ્ત્રીના માનનું રક્ષણ કરવાથી અને ખરું રામ રાજ્ય સ્થાપિત કરવાથી આપણે આ મહાપુરુષોને ખરું સન્માન આપી શકીશું. આ જ ઈશ્વરની સાચી પૂજા છે અને આના માટે બીજો કોઈ ટૂંકો રસ્તો નથી.

    જે ધાર્મિક સંસ્થાઓ અને પંથો જોરશોરથી અવતારવાદનો બચાવ કરે છે તેઓને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ મુસલમાનો અને ઈસાઈઓ સાથે ચર્ચામાં ઉતરી તેમનો ચપળતાથી સામનો કરી સાચા દ્રષ્ટાંતો સ્થાપિત કરે. તેઓ ધર્મના બચાવના નામે મંદિરોમાં જે કરોડો રૂપિયા દાનરૂપે મેળવે છે તેમાંનો કેટલોક ભાગ દલિતો અને અછૂતોના ઉત્થાન માટે, સાચા ધર્મ પરિવર્તનની ચળવળો પાછળ અને શુદ્ધિ આંદોલન જેવા મોટા કાર્યક્રમોના આયોજન પાછળ ખર્ચી રામ અને કૃષ્ણના સાચા અનુયાયીઓ બને.

    આદિ શંકરાચાર્યે પરા-પૂજામાં લખ્યું છે કે:

    આપણે આ સર્વવ્યાપી ઈશ્વરનું કેવી રીતે આહવાન કે વિસર્જન કરી શકીએ? એ ઈશ્વર માટે આસન કે સ્થાનની શું જરૂર છે કે જેણે પેહલેથી જ આપણને બધાને ધારણ કરી રાખ્યા છે? જે ઈશ્વર શુદ્ધ છે તેના ચરણો અને મુખ પાણીથી ધોવાનો શો અર્થ? આપણે તેને કેવી રીતે સ્નાન કરાવી શકીએ? જયારે આખું બ્રહ્માંડ ઈશ્વરમાં છે, તો પછી આપણે તેને વસ્ત્રો કેવી રીતે પહેરાવી શકીએ? જે ઈશ્વર જાતિ અને વર્ણોથી પરે છે તે ઈશ્વરને આપણે જનોઈ કેવી રીતે પહેરાવી શકીએ? જે ઈશ્વર અખંડ, સર્વવ્યાપી, સર્વજ્ઞાની, સર્વશક્તિવાન, નિરાકાર, એક અને માત્ર એક જ છે, તે ઈશ્વરના શારીરિક સ્વરૂપની પૂજા કેવી રીતે કરી શકાય?

    પ્રશ્ન: તો ઈશ્વર અવતાર લેવાને બદલે તેના કોઈ દેવદૂતને મોકલે છે. ખરું ને?

    દેવદૂતમાં માનવું એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે. ઉદાહરણ તરીકે, મુસ્લિમો માને છે કે અલ્લાહ સર્વશક્તિવાન છે. પણ અલ્લાહના દેવદૂત મોહમંદમાં માનવા સિવાય તેમને છુટકો નથી. આનો અર્થ એ થાય કે અલ્લાહ બધા જીવોને સીધું માર્ગદર્શન આપવા સક્ષમ ન હોવાથી અલ્લાહને પયગંબર જેવા કોઈ મારફતીયાની જરૂર પડે છે.

    હવે આપણે એ જોઈએ કે મુસ્લિમ અને ઈસાઈ ધર્મનો ઈશ્વર દેવદૂત દ્વારા જે કર્યો કરે છે તે કેટલા ખામીભર્યા હોય છે. જીજસ એક દેવદૂત મનાય છે. પણ તે એક બાઈબલ પણ બરાબર લખી શકતો નથી. તેણે જે કંઈપણ કર્યું છે તે નિરર્થક છે કારણ કે મૂળ બાઈબલનું અસ્તિત્વ જ નથી.

    આ જ રીતે મોહમંદ પણ અલ્લાહનો દેવદૂત મનાય છે. પણ તે તેના જીવનકાળ દરમિયાન એક કુરાન પણ વ્યવસ્થિત રીતે લખી શક્યો નથી. તેને એ પણ ખબર ન હતી કે આ પુસ્તક “કુરાન” કહેવાશે. કુરાનનું સંકલન મોહમંદના મૃત્યુના ૨૦ વર્ષ પછી ખુબ જ વિવાદાસ્પદ રીતે થયું હતું. આજે જૂનામાં જૂની કુરાન ૩૦૦ વર્ષ જૂની છે અને તે એ કુરાનની નકલ છે કે જેનું સંકલન મોહમંદના મૃત્યુના ૨૦ વર્ષ પછી થયું હતું. દેવદૂતમાં માનતા પાખંડી ધર્મ સંપ્રદાયો આવાં જ બધા રસ્તાઓનો અપનાવે છે.

    પણ વૈદિક ઈશ્વર ખરેખર સર્વશક્તિવાન છે. આથી તે કોઈપણ પ્રકારના દેવદૂતની મદદ લીધા સિવાય દરેક જીવાત્મા સાથે સીધો જ સંબંધ સ્થાપે છે. તેણે વેદોનું જ્ઞાન માનવજાતિના ઉત્પત્તિ સમયથી જ આપ્યું હતું અને ત્યારથી આપણને તે નિરંતર માર્ગદર્શન આપી જ રહ્યો છે. વેદો, કે જે સૌથી પ્રાચીન ગ્રંથો છે, તેને સુરક્ષિત રાખવા માટે ઈશ્વરે આપણને પ્રેરણા આપી છે. જો આપણને વેદ ગ્રંથો ન મળી શકતા હોય તો પણ ઈશ્વર આપણને “આત્માના અવાજ” દ્વારા સતત માર્ગદર્શન આપતો રહે છે. જેમ માતા પોતાના બાળકનું ધ્યાન રાખે છે તેમ ઈશ્વર પણ આપણું ઘ્યાન રાખે છે.

    વૈદિક ઈશ્વર આપણી સર્વત્ર અને આપણી અંદર વસેલો છે. આથી આપણને માર્ગદર્શન આપવા માટે તેને ત્રીજા મારફતીયાની જરૂર પડતી નથી. આથી માત્ર આ સર્વજ્ઞ, સર્વશક્તિવાન, સર્વવ્યાપી, અને ન્યાયકારી ઈશ્વરની જ પૂજા કરવી જોઈએ. આથી બધા જ દેવદૂતો ખોટા છે અને દેવદૂતોમાં માનવું એ ઈશ્વરની કીર્તિનું મોટું અપમાન છે. જો ઈશ્વર/અલ્લાહને આપણે સર્વશક્તિવાન માનતા હોય તો આપણે આ દેવદૂતોને તરત જ નકારવા જોઈએ.

    ***

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED