ધરા - એક પ્રેમ નું ઝરણું
જયેશ ગોળકીયા
તારી આંખો થી ઝરતો એ પ્રેમ ધરા.....
તારા ભૃકુટ ની એ હસીન મસ્તીયા ધરા....
તારા માથાની એ બીન્દીયા ધરા....
તારા લહેરાતા ઝુલ્ફો ની એ અંગડાઈયા ધરા...
તારા સ્મિત ની એ ગુસ્તાખિયા ધરા....
તારા પ્રેમ ની છે એ સબ નિશાનીયા ધરા....
નહીં ભૂલું હું. જબ તક હે જાન.... જબ તક હે જાન....
અતી સુંદર અને અતિ પ્રિય ધરા,
આજે આ પ્રેમ પત્ર લખતા મારા હૈયા ની માલિપા હરખ હમાતો નથી, જાણે સાક્ષાત તું મારી પાસે જ હોય અને મારા હાથમાં હાથ પરોવીને બેઠી હોય એવું હું અનુભવી રહ્યો છું. તારા પ્રેમ માં હું એટલો તો તરબતોળ થઈ ગયો છુ કે ક્યારેય એક શબ્દ પણ નહીં લખી શકનારો હું આજે મારા હૈયા ની માલિપા ઊંડે ઊંડે થી આવતી તારા પ્રેમની એ હસીન પળો ને આ પ્રેમરૂપી પત્ર માં કંડારવાની કોશિશ કરી રહ્યો છું.આપણે સાથે વિતાવેલી એક એક પળ આજે જાણે મારી નજર સમક્ષ અત્યારે સાક્ષાત જીવંત થઈ રહી છે.તું ભલે મારાથી કોસો માઈલ દૂર હોય પણ તારી યાદુ , હંમેશા મારા દિલમાં જીવંત છે.
આપણી પહેલી મુલાકાત તો હું ક્યારેય ભૂલી નહીં શકું. અને ભગવાન ને પ્રાર્થના કરીશ કે મારા છેલ્લા શ્વાસ સુધી એ હસીન મુલાકાત ની યાદ ને મારા હૈયા માં જીવંત રાખે. જ્યારે મેં પહેલી વખત કોલેજ ના એ પ્રથમ દિવસે જ તને જોઈ ને જાણે મારુ હૃદય એક ધબકારો ચુકી ગયું હોય તેવું મને લાગ્યું..... મારું દિલ ઊંડે ઊંડે થી કહી રહ્યું હતું કે આજ તારી ભવ ભવ ની સાથી છે.તારે આની જોડે જ ચોરીના ચાર ફેરા ફરવાના છે, તારું સુખ દુઃખ, હસી ખુશી કે તારી જિંદગી જે ગણે એ આજ છે, સાચું કહું તો એ પહેલી નજરમાજ મને તારી જોડે પ્રેમ થઈ ગયો હતો....એનથીય વધારે ખુશી ની પળ એ હતી જ્યારે તે પહેલી વખત મારી સાથે વાત કરી હતી. મને આજે પણ યાદ છે તે પહેલી વખત મારી સાથે વાત કરતા, મારી પાસે પ્રેક્ટિકલ માટે એપ્રોન માંગ્યો હતો..ત્યારે મારુ મન જાણે ઝુમી ઉઠ્યું હતું પણ સાથે દુઃખ પણ એટલુંજ થયું કે હું તને આપી શક્યો ન હતો.સાચું કહું તો મારે મારો એપ્રોન તને આપી દેવો જોઈતો હતો પણ હું તેમ ન કરી શક્યો એ વાત નું દુઃખ મને જિંદગીભર સતાવતું રહેશે. હું તને એ દિવસે એપ્રોન ન આપી શક્યો એ માટે દિલથી માફી માંગુ છું. I am really very sorry for that.. મને આજે ય, કોલેજના દ્વિતીય વર્ષ માં હતા ત્યારનો એ વેલેન્ટાઇન ડે એટલેકે એ ૧૪ ફેબ્રુઆરી નો દિવસ યાદ છે. સવારે ૯ વાગ્યા ને ૧૦ મિનિટ નો એ સમય હતો . આપણે બંને કેમ્પસમાં બેઠા હતા જ્યારે મેં તને પ્રપોઝ કર્યું હતું, મારા પ્રેમ નો ઇઝહાર કર્યો હતો.અને શરમાઈ ને તું તરત જ ત્યાંથી જતી રહી હતી., પછી તો તારા જવાબ ની રાહે એક એક ક્ષણ જાણે મારા માટે એક એક વર્ષ જેટલી લાંબી થઈ ગઈ હતી. પરંતુ જ્યારે બીજા દિવસે સવારે તારો "YES" નો મેસેજ જોયો ને હું જાણે પાગલ થઈ ગયો હતો. થોડી મિનિટુ સુધી તો હું કુંડકાજ મારતો રહ્યો જાણે આખું જગ જીતી લીધું હોય તેવો એ એહસાસ હતો.આ વાતને ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા છતાં આજે એ એહસાસ હમણાજ મારી સાથે થયો હોય એવી ખુશી હું અનુભવી રહ્યો છું.ખરેખર હું તને બહુ જ પ્રેમ કરું છું ધરા.. i love you dhara ...I love you so much dhara.....
તારી સાથે વિતાવેલી એ ક્ષણનું વર્ણન કરતું એક પુસ્તક મેં મારા હૈયામાં કંડારી દીધુ છે ધરા..જ્યારે જ્યારે તારી યાદ મારા દલડાને કોરી ખાય છે ત્યારે હું મારા હૈયાને ફમ્ફોસી, સમાયેલા પુસ્તક નું એક એક પાનું વાંચતો જાવ છું ને જાણે સાક્ષાત તું મારી નજર સમક્ષ હાજર થઈ જાય છે. તારા હાજર થવાના એહસાસ માત્રથી જાણે મારા દિવસ દરમિયાન નો પૂરો થાક ચકનાચૂર થઈ જાય છે અને હું એકદમ ફ્રેશ થઈ જાવ છું. સાચું કહુને તો હું જ્યારે જ્યારે વર્કલોડ ને કારણે થાક અનુભવ તો હોવ ને ત્યારે ત્યારે હું તને યાદ કરી, આપણે સાથે વિતાવેલી એ હસીન પળો ને યાદ કરી મારો થાક ઓગાળુ છું.
તારા ચહેરાનો હું દિવાનો છું ધરા. જે ચમક અને સુંદરતા મેં તારા ચહેરા પર જોઈ છે એવી સુંદરતા મેં પુરા વિશ્વ માં ક્યાંય નથી જોય ધરા...સાચું કહું તો હું એ સુંદરતા બીજે કશે જોવા પણ માંગતો નથી હું તો માત્ર ને માત્ર તારામાં જ એ જોવા માંગુ છું. ક્યારેક તને બહાર ફરવામાટે જવાનું કહેતો અને ત્યારે તારો જવાબ "આપણે ક્યાંય નથી જતા જયેશ" આજેય મારા કાનમાં ગુંજે છે. તારો અવાજ એટલો તો મીઠો હતો કે તારી "ના" માં પણ હું તારા પર વારી જતો હતો.
તે મને આપેલી પ્રથમ ગિફ્ટ " wrist watch, આજસુધી મારા હાથે બાંધેલી છે. જ્યારે સાંજે બધાં સુઈ જાય છે ત્યારે એ અંધકાર મય શાંત વાતાવરણમાં "ટીક ટીક ...ટીક ટીક....." કરતી એ ઘડિયાર મને ક્ષણે ક્ષણે તારી યાદ અપાવતી રહે છે. મારા શ્વાસોચ્છવાસ માં ધરા તુજ સમાયેલી છો. હું જ્યાં છું, જે છું એ માત્ર અને માત્ર તારા લીધે જ છું. તારા વિનાનું જીવન મારુ નિરર્થક છે. હું એક ક્ષણ પણ મારી જાતને તારાવીના કલ્પી શકતો નથી. મારુ સર્વસ્વ તું જ છો ધરા...તું જ છો....
જ્યારે હું ઉદાસ હોવ, બેચેન હોવ ત્યારે તારા વાત્સલ્ય ભર્યા એ સ્પર્શ, તારા આલિંગન અને કપાળે કરેલા ચુંબન થી જાણે મારામાં એક નવીજ ઉર્જા આવી જતી હતી. અને મારા શરીરના એક એક કોષ જાણે તારા એક ચુંબન માત્ર થી ડબલ એનર્જી સાથે કામ કરી રહ્યા હોય તેવી મને શક્તિ મળતી હતી. આપણી વચ્ચે થયેલા "તું તું ..મેં મેં..." ના એ મધુર સંવાદો જાણે પતિ પત્ની વચ્ચેના મીઠા ઝઘડા રૂપી હતા, અને તરત જ એ ભૂલી ને જાણે બીજી જ ક્ષણે એક થઈ જાય એમ આપણે પણ એક થઈ જતા તેમ છતાં આજે હું એ બધા ઝઘડા માટે તારી દિલથી માફી માંગુ છું બની શકે તો મને માફ કરી દે જે....
તારી અમી જરતી આંખો, કોમળ ગાલ અને ગુલાબ જેવા મુલાયમ ગુલાબી હોઠ નો તો હું આજેય દિવાંનો છું....તારા એ હાથ નો સ્પર્શ, તારા પાયલ નો એ રણકાર સાથે તારી મયુંર વર્ણી એ ચાલ આજેય મારા નજર સમક્ષ જીવંત છે.તારા આજ રૂપના કોલેજ ના કેટલાય છોકરા દીવાના હતા પણ એ બધા માંથી તે મને પસંદ કર્યો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર ધરા....તારી સુંદરતામાં તો વિધિ એ જરા પણ કચાશ છોડી જ નથી પણ એથીય વધારે સુંદરતા તારા સ્વભાવ માં છે.હંમેશા તે મને મોટીવેટ કર્યો છે. મારા કઠિન માં કઠિન સમયમાં તે તારો સાથ આપ્યો છે એટલુંજ નહી પણ એ કઠિન સમયમાંથી તું જ મને ખેંચીને બહાર લાવી છો ધરા....I love yo so much dhara....
હવે ભગવાનને એટલીજ પ્રાર્થના કરીશ કે તારી સાથે વિતાવેલો સમય ફરી પાછો મળે અને આપણા બંને ના આત્મા નું એક પવિત્ર મિલન થાય તથા તું આ જગતના ચોકમાં હંમેશને માટે મારી થઈ જાય .તારા સુખ અને દુઃખ મારા સુખ દુઃખ બની જાય તથા ભવો ભવ આપણે સાથે જીવીએ અને સાથે જ મરીયે.......પ્રેમીઓ ના પ્રેમ ની "એકાદશી" એટલેકે valentine day ની ખૂબ ખૂબ શુભ કામના ધરા...HAPPY VALANTINE DAY TO YOU....You always stand Beside me as my valentine dhara... જય શ્રી કૃષ્ણ....
Your beloved
જયેશ ગોળકીયા