આકર્ષણ નો સિદ્ધાંત Jayesh Golakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકર્ષણ નો સિદ્ધાંત

આકર્ષણ નો સિદ્ધાંત આમ તો ચુંબક માં હોય છે કે જેને કોઈ પણ લોખંડ પાસે રાખો એટલે તરત જ પોતાની તરફ આકર્ષી લે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સિદ્ધાંત આપના મન સાથે પણ એટલો જ લાગુ પડે છે. મન પાસે અઢળક શકી રહેલી છે આપણે ધારીએ તે આપણે આકર્ષી શકીએ છે પરંતુ એના માટે સૌ પ્રથમ મન ને ઓળખવું પડે. તો ચાલો આજે આપણે મનને ઓળખીયે અને કઈ રીતે મનની અગાધ , અનલિમિટેડ શક્તિ નો ઉપયોગ કરીને આપણે જીવનમાં ધારીએ તે મેળવી શકીએ.

સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે મન બે પ્રકાર ના હોય છે ૧) જાગૃત મન ૨) અર્ધ જાગૃત મન .જાગૃત મન પાસે માત્ર 10% પાવર હોય છે જ્યારે 90% પાવર અર્ધજાગૃત મન પાસે હોય છે.એટલે જો આપણે અર્ધજાગૃત મન ની શક્તિ નો ઉપયોગ કરતા શીખી જયએ તો તેની પાસેથી તમે ધારો એ કાર્ય કરવી શકો છો. પરંતુ અર્ધજાગૃત મન પોઝિટિવ કે નેગેટિવ વિચારો પ્રેત્યેનો તફાવત સમજી શકતું નથી એટલે એ તો તમે જેવું વિચારો એવું જ કરવાનું પ્રયત્ન કરે છે. આ વાત ને એક ઉદાહરણ લઈ સમજીએ. જો તમે ઓફિસે જાવા, સ્કૂલ કે કોલેજ જાવા ઘરે થી નીકળો છો અને મનમાં માત્ર એક જ વિચાર છે કે લેટ ન થઈ જાવ તો સારું, લેટ ન થઈ જાવ તો સારું. અને તમે સાચેજ ઓફિસે ,સ્કૂલે કે કોલેજ પહોંચવામાં લેટ થઈ જતા હોવ છો. તમારે લેટ ન થઈ જાવ તો સારું એમ વિચારવા કરતા હું જલ્દી કોલેજ પહોંચી રહ્યો છું એવું વિચારવું જોઈએ.તો તમારું અર્ધજાગૃત મન પણ તમને જલ્દી પહોંચવામાં મદદ કરે છે.

તમારી સાથે હંમેશા એવું જ બનતું હોય છે જેવું તમે વિચારો છો. એટલે જ તો તમે સાંભળ્યું હશે કોઈ ની પાસે કે હંમેશા પોઝિટિવ જ વિચારો કરવા કેમ કે પોઝિટિવ વિચારોથી તમારી સાથે પોઝિટિવ થાય છે તથા નેગેટિવે વિચારવાથી નેગેટિવ થાય છે.એટલે આજથી, અત્યારથી જ તમે હંમેશા હકારાત્મક વિચારવાનું ચાલુ કરો. મનમાં આવતા હજારો વિચારો પોઝિટિવ જ કરવાના.

તમારે જે કાંઈ પણ જોઈતું હોય તેને મેળવવા હંમેશા મનમાં એમનું મનન કરો, તમે મનમાં વિઝ્યુલાઈઝ કરો કે એ વસ્તુ તમને મળી ગઈ છે, એ વસ્તુ વાસ્તવિક તમને મળે ને જેવો આનંદ થાય તેવો આનંદ વિઝ્યુલાઈઝ કરો એટલે અર્ધજાગૃત મન તમને એ વસ્તુ મેળવવા કામે લાગી જશે.સતત એ વસ્તુ મનમાં વિચારો એના મળવાનો આનંદ વિચારો એ વસ્તુ મળવાથી તમારા જીવનમાં આવનાર બદલાવ વિશે વિચારો. આમ કરવાથી તમારા મન માં એ વસ્તુ પ્રત્યે એક ચોક્કસ પેટર્ન તૈયાર થાય છે અને તમારું અર્ધજાગૃતમન એ મેળવવા કામે લાગી જાય છે. એ વસ્તુ કાઈ પણ હોય શકે જેમકે એક સારી નોકરી, કરોડપતિ બનવું, એક સુંદર પત્ની મળવી, પોતાનું ઘર ખરીદવું કાઈ પણ હોઈ શકે.જો તમારે પોતાનું ઘર જોઈતું હોય તો મનમાં એની પરિકલ્પના કરો હવે વિચારો તમે એમા જ રહો છો અને તમને જે આનંદ આવે તે આનંદ અનુભવો. સવારે જાગીને તરત વિચારો સાંજે સુતા પેલા વિચારો તમને ખબર પણ નહીં પડે અને એક દિવસ એવો આવશે કે તમે રોજે જે વિચારતા હતા આબેહૂબ એવું જ ઘર તમે ખરીદી લેશો.કોઈ પણ વસ્તુ માટે આ લાગુ પડે છે. પણ હા આનું રિઝલ્ટ તરત મળતું નથી એટલે થકી ને એને છોડી ન દેવું. મનમાં પરેપુરા વિશ્વાસ સાથે વિચારવાથી એ ચોક્કસ મળે જ છે.

" મેં લગારહા તા ઉમ્ર પરિસ્થિતિ બદલને

જીસદીન મનસ્થિતિ બદલી ઉસીદીન પરિસ્થિતિ અપને આપ બદલ ગઈ "

જો તમારે તમારી આસપાસ ની પરિસ્થિતિ બદલવી છે તો પ્રથમ તમારે તમારી મંનસ્થિતિ બદલવી ખૂબ જ જરૂરી છે. પ્રથમ તમારે આસ પાસની પરિસ્થિતિ ને લીધે તમને પડતા દુઃખો વિશે ભૂલીને એના વિશે પોઝિટિવે વિચારવાનું ચાલુ કરવું જોઈએ. જેવું તમે હકારાત્મક વિચારવાનું ચાલુ કરો કે અર્ધજાગૃત મન એવી પરિસ્થિતિ ઉભી કરવાનું ચાલુ કરે અને આપોઆપ તમે પણ અનુભવી શકશો કે બધું સારું થવા લાગ્યું હશે .જો તમારી પર દેવું થઈ ગયું હોય તો દેવાનો વિચાર કર્યા વિના તમારું કર્મ કરવાનું ચાલુ રાખી તમારી બેંક માં પૈસા આવતા જાય છે તમે એક પછી એક લેણીયાત ને બોલાવીને તેના રૂપિયા ચૂકવતા જાવ છો હોવી તમે કર્જ મુક્ત થઈ ગયા છો એવું જ હંમેશા મનમાં વિચારવાનું, માત્ર એટલુંજ નહીં ઓ. એવુજ બને અને તમને જે આનંદ આવે એ આનંદ પણ અનુભવવાનો એટલે આપોઆપ તમે એ પરિસ્થિતિ માંથી બહાર આવી જાવ. પણ તમે તો માત્ર કર્જ થઈ ગયું કર્જ થઈ ગયું એમ જ મનમાં વિચાર્યે કરો તો એ ઘટવાને બદલે હંમેશા વધતું જ જય. આ આવા સંજોગો માં પોઝિટિવે વિચારવું કદાચ અઘરૂ બને તમારા માટે પણ એ જ તો શીખવાનું છે કે કોઈ પણ સંજોગોમાં હંમેશા હકારાત્મક જ વિચારવાનું એવું જ ચીત્ર ખડું કરવાનું મગજ માં .ધીમે ધીમે તમે વિચારવાનું ચાલુ કરશો એટલે ચોક્કસ કરી શકશો એમા કોઈ જ મુશ્કેતી નહીં પડે.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે કેન્સર જેવી ગંભીર બીમારી હકારતમ વિચાર માત્રથી દુર થઇ શકે છે અને હા આ કોઈ માત્ર ખુશનુમા ખ્યાલ નથી. આ હકીકત છે. કેટલાય ઈવા લોકો છે જેમને પોઝિટિવે વિચારથી કેન્સર ને મટાડયું છે. કેટલાય ઈવા લોકો છે કે જેને પોઝિટિવે વિચારોથી આંખોની દ્રષ્ટિ મેળવી છે.

અંતમાં તો એટલુંજ કઈશ કે તમારા જીવનનો ઉદ્ધાર કરવો હોય તો એ તમારે પોતે જ કરવાનો છે . તમારા ઉદ્ધાર કરવા આ દુનિયામાં તમારી બીજું કોઈ જ મદદ નહીં કરે. તમને મદદ કરશે તો એ માત્ર અને માત્ર તમારું મન. અર્ધજાગૃત મન. એટલે હંમેશા તમારા અર્ધજાગૃત મનને પોઝિટિવ વિચારોનો ખોરાક આપો, હંમેશા તમારે આ અનલિમિટેડ દુનિયા માંથી જે કઈ પણ જોઈ તું હોય તેને વિચારો , તેને તમારી પાસેની ડાયરીમાં લખી રાખો, દિવસમાં 30 વખત એને જુવો, એને જોતા વેંત તરત જ એ મળી ગયું હોય તેવો આનંદ લો, એ મળવાથી તમારા જીવનમાં આવતા બદલાવ વિશે વિચારો . જાય સુધી હકીકત માં એ વસ્તુ ન મળે ત્યાંસુધી હંમેશ ને માટે આ ટેક્નિક અપનાવવાની ચાલુ રાખો તો તમને 110% ની ગેરેન્ટી સાથે કહું છું કે એ વસ્તુ તમને મળે મળે અને મળે જ.

છોટી સોચ ઔર પાઉ કી મોચ

એ દોનો આદમી કો આગે નહીં જાને દેતી.

તમે જેવું વિચારો એવું જ તમારી સાથે બને છે અને એવું જ તમને મળે છે એટલે હવે આજથી જ તમારે નક્કી કરવાનું છે કે છોટી સોચ રાખવી કે બડી.

જયેશ ગોળકીયા(B.Phafm)

9722018480

jgolakiya13@gmail.com