મયુર ટેક્સી માંથી ઉતરી દોડતો દોડતો રેલવે સ્ટેશન પહોંચે છે. પણ આ શું થયું એને ક્યાં જવું છે એજ ખબત નથી. ન્યૂ દિલ્હી થી સવારે 10:45AM એ ફ્લાઇટ ટેક ઓફ કરે છે પરંતુ આ શું... !! ફ્લાઇટ ક્યાં જવાની છે એજ નક્કી નથી. બરસિલોના અને સ્પેઇન વચ્ચે રોમાંચક ફૂટબોલ ની મેચ રમાઈ છે પરંતુ આ શું થયું ફૂટબૉલ ના મેદાનમાં ગોલ પોસ્ટ જ નથી.
શુ વિચારો છો તમે... ? આવું તે કઈ હોતું હશે એમજ વિચારોછો ને... !! કોઈ વ્યક્તિને ભલા ક્યાં જાવુ છે એ ખબર ન હોય તો એ રેલવે સ્ટેશન પર થોડો જાય.... !! ફ્લાઇટ ક્યાંથી ઉડાન ભરવાની છે અને ક્યાં જવાની છે એતો પહેલે થી જ નક્કી જ હોય છે. અને વળી ગોલ પોસ્ટ વિના થોડી ફૂટબૉલ ની મેચ જ ચાલુ થાય નહીંતર ખેલાડીઓ ગોલ ક્યાં કરે... ?? આવું જ વિચારી રહ્યા છો ને તમે.... તો તમે એકદમ બરાબર વિચારી રહ્યા છો... પણ હવે તમે એક ક્ષણ થોભો અને જો ખરેખર એવું થાય તો શું થાય એ વિચારો. મયુર ક્યાં જાય ,ફ્લાઇટ ક્યાં જાય ,મેચ ગોલપોસ્ટ વિના શક્ય બને કે કેમ... વિચારો ...
હવે આ વાતને જરા તમારા જીવન સાથે સરખાવવાની કોશિશ કરો. તમને ચોક્કસ માલુમ પડશે કે તમે જીવન તો જીવી રહ્યા છો પણ તમારે ક્યાં જવું છે એ તમને પોતાને જ ખબર નથી. ચોક્કસ ગોલ, ધ્યેય વિનાનું જીવન નિરર્થક છે અને જો તમે હજુસુધી જીવન માં ગોલ નક્કી નથી કર્યો તો તમે પણ ઉપર જણાવ્યા મુજબનું જ કરી રહ્યા છો.
Where does life go without goal, no where.
હવે તમે સૌથી પહેલા તમારા જીવનને સાચી રાહ આપવા એક ચોક્કસ ગોલ નક્કી કરો એ ખૂબ જ જરૂરી છે. ગોલ કઈ રીતે નક્કી કરવો... ?? ગોલ તમારે તમારા જીવનમાં જે કંઈ પણ મેળવવાની ઈચ્છા હોય તે તમે નક્કી કરી શકો છો. જેમકે સવારે વહેલા ઉઠવું, સારી નોકરી મેળવવી, કરોડપતિ બનવું, કુટુંબ સુખ મેળવવું, વિદેશ યાત્રા પર જવું, કે કોઈ કાર ખરીદવી,સ્પર્ધાતમ પરીક્ષા માં પાસ થવું, IAS કે IPS ઓફિસર બનવું, સુંદર પત્ની મેળવવી વગેરે વગેરે વગેરે કઈ પણ તમારો ગોલ હોઈ શકે છે. તમારો ગોલ હંમેશા સટીક હોવો જોઈ એ જેમ કે જો તમે ધનવાન બનવા ઇચ્છાતા હોયતો તમારો ગોલ એક્ઝેટ કેટલા રૂપિયા તમે કમાવા માંગો છો એ નક્કી હોવું જોઈએ. દાખલા તરીકે તમ 50 લાખ કે 70 લાખ કે 1 કરોડ રૂપિયા કમાવા માંગો છો. ટૂંકમાં તમારો ગોલ એક્ઝેટ હોવો જોઈએ. ગોલ નક્કી કર્યા પછી એને ચોક્કસ ટાઈમ ફ્રેમ આપો. જેમકે તમે 50 લાખ 70 લાખ કે 1 કરોડ રૂપિયા કમાવા માંગો છો તો એ કેટલા સમયમાં. દાખલા તરીકે 1 વર્ષ માં, 2વર્ષ માં કે 3 વર્ષ માં.... તમે કેટલા એક્ઝેટ સંમય માં કેટલા રૂપિયા કમાવા માંગો છે એ નક્કી કરો. હવે તમારા ગોલ્સ ડાયરીમાં લખી લો. ઉદાહરણ તરીકે હું 1 કરોડ રૂપિયા 1 વર્ષ માં કમાઈશ. રોજે સમારે જાગીને આ ડાયરી વાંચો. સાંજે સુતા પહેલા વાંચો અને પછી મનોમન તમે એ ગોએલવીચૂક્યાં છો એવો એહસાસ કરો. તમને તમારો ગોલ અચિવ કરવાથી જેવો આનંદમળે તે આનંદ અનુભવો. તમારા ગોલ્સ અચિવ થવાથી તમારા જીવનમાં આવતા બદલાવ વિશે વિચારો. રોજે સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક આવું વિઝ્યુલાઈઝેશન કરો. વિઝ્યુલાઈઝ કર્યા પછી મનમાં શાંતિથી વિચારો કે એ ગોલ તમે કઈ રીતે અચિવ કરશો. તમારા મનમાંથી સુઝાવ આવશે. એ સુઝાવ ને તરત એપ્લાય કરી એના મુજબ નું વર્ક કારવાનુ ચાલુ કરો.
તમારી જાત ને પ્રશ્ન પૂછો શા માટે મેં આ ગોલ નક્કી કર્યા. જેમ કે મેં આ વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાવવાનો ગોલ નક્કી કર્યા તો શા માટે એ જ ગોલ નકક કર્યો. એ શા માટેનો જવાબ હંમેશા તમને તમારા ગોલ અચિવ કરવા મોટીવેટ કરશે. ઉદાહરણ સ્વરૂપે તમે 1 કરોડ આ વર્ષે કમાવવાના નક્કી કર્યા તો શા માટે.... ?? કરણ કદાચ એવું હોય કે તમારા ફાધર પર ચાલતું ફાઇનાન્સિયલ સ્ટ્રેસ દૂર થાય, તમારા ફાઇનાન્સિયલ સ્ટ્રેસ દૂર થવાથી કૌટુંબિક સુખ ભોગવી શકો, તમારા ફાધર ને તમે રીટાયર કરી શકો, નવી ગાડી ખરીદી શકો, ફેમિલી ને એક સુખ સમૃદ્ધિ વાળી લાઈફ જીવાડી શકો. બહાર ફરવા જય શકો અગેરે અગેરે......
તમારા ગોલ નક્કી કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ તમને હંમેશા ગોલ યાદ અપાવતું રહેશે અને એ દિશામાં કાર્ય કરવા તમને પ્રેરણા આપશે. દિવસમાં 50 વખત તમારા ગોલ ને યાદ કરો ને મન પાસેથી પ્રેરણા મેળવો કે કઈ રીતે તમે એ ગોલ અચિવ કરશો. મળેલી પ્રેરણાનો અમલ કરવાનો ચાલુ કરો. આખો દિવસ તમારા ગોલ અચિવ કારવામાંજ લાગી જાઓ એના જ વિચારો કરો એટલે ચોક્કસ એ ગોલ તમને તમેં નક્કી કરેલા સમય સુધીમાં મળે જ છે.
તમારી કદાચ ફરિયાદ હશે કે ગોલ નક્કી તો કર્યા પણ તેમ છતાં એ પુરા નથી થતા. પણ વાસ્તવમાં એવું બનતું નથી. ગોલ ચોક્કસ પુરા થાય જ. તમારે મનમાં ગોલ નહીં અચિવ થાય તો એવા નેગેટિવ વિચારો જરા પણ કર્યા વિના એનામાંટે કામે લાગી જવું જોઈ એ. બનીશકે તમે તમારા ગોલ પ્રત્યે એટલા સિરિયસ ન હોવ તો ગોલ અચિવ થવામાં તમે નક્કી કરેલા સમય કરતાં વધારે પણ સમય લાગે પણ આમછતાં તમારે ગોલ છોડી નથી દેવાનો એમેળવવા માટે પ્રયાસ ચાલુજ રાખવાનો છે એટલે ચોક્કસ તમેં ગોલ અચિવ કરી શકશો.
ગોલ ને તમારી ડાયરીમાં લખવો ખુબજ જરૂરી છે. શક્ય હોય તો વિઝન બોર્ડ બનાવો તમારા ગોલ ના ફોટા એમા ચોંટાડો અને રોજે એને જુઓ એટલે તમારું અર્ધજાગૃત મન એ ગોલ અચિવ કરવામાં તમારી મદદ કરશે.
શરૂઆત માં નાના નાના ગોલ નક્કી કરી એને મેળવો. જેમ જેમ ગોલ અચિવ થતા જાય એમ મોટા મોટા તથા લાંબા ગાળાના ગોલ નક્કી કરતા જાવ અને તેને મેળવવા માટે પ્રયત્ન કરો. જો તમે જીવનમાં ગોલ નક્કી નહીં કર્યો હોય તો નવરાશ ની પળોમાં તમને ટાઈમ પાસ કરવાનું મન થશે પણ જો તમારા જીવનમાં ચોક્કસ ગોલ હશે તો નવરાશની પળોમાં તમે એ ગોલ કઈ રીતે અચિવ કરવો એ વિચારતા હશો તથા એના માટે કાર્ય કરતા હશો.
તમારો ગોલ હંમેશા તમારા ગેમેલી મેમ્બર તથા તમારા મિત્રો, સાગા સંબંધી જોડે શેર કરો. આ થોડું મુશ્કેલ છે કે બની શકે તમેં નક્કી કરેલા ગોલ ની કોઈ મજાક ઉડાવે પણ તમારે એ મનમાં લેવાનું નથી ઉલટાનું જે મજાક ઉડાવે છે એને દેખાડી દેવાનું છે કે એક દિવસ જરૂર હું ગોલ અચિવ કરીશ એટલે ડબ્બાલ મહેનત થી કામ કરવાનું છે. જેમ તમે વધારેમાં વધારે લોકો સાથે તમારો ગોલ શેર કરશો એટલું વધારે ગમાર મન પર ગોલ અચિવ કરવાનું સાઇકોલોજિકલ પ્રેસર આવશે અને તમે ચોક્કસ ગોલ અચિવ કરી શકશો.
યાદ રાખશો તમે નક્કી કરેલો કોઈ પણ ગોલ તમે અચિવ કારીશકો છો પછી એ કેલોય મોટો ગોલ કેમ ન હોય. એટલે હંમેશા તમારા ગોલ મોટો જ રાખવો એને ચોક્કસ ટાઈમ નક્કી કરવો અને શા માટે નક્કી કર્યા એ વિચારવું એનાથી તમને હંમેશા પોઝિટિવ એનર્જી મળશે અને તમે ચોક્કસ તમારો ગોલ અચિવ કરી શકશો.
તો જો હજુ સુધી તમે ગોલ નક્કી નથી કર્યો તો આજ થી જ, અત્યારથી જ ગોલ નક્કી કરો અને એને મેળવવા માટે લાગી પડો.. ચોક્કસ તમને મળશે....
જયેશ ગોળકીયા(B. Pharm)
9722018480
jgolakiya13@gmil. com