Featured Books
શ્રેણી
શેયર કરો

આસપાસ ચોપાસ - 4 ગુજરાતી સત્ય કથાઓ

આસપાસ ચોપાસ

(સત્યઘટના પર આધારિત વાર્તાઓ)

ભાગ - ૪

અનુક્રમણિકા

1 - લવ મેરેજ - મહેબૂબ આર. સોનાલીયા

2 - લોહિયાળ લવ - કિશોર સોલંકી

3 - વિન્ડો સીટ - પૂજન જાની

4 - વૃંદાવન - હિતેન્દ્રસિંહ પરમાર

5 - શૈવલ - નિરાલી મનિષ પટેલ (ગાંધી)

6 - શોષણ - નીલેશ મુરાણી

1 - લવ મેરેજ

મહેબૂબ આર. સોનાલીયા

"આ તો કેવી ધમાલ છે?" મેં ગુસ્સા વશ કહ્યું.

ઘણાં સમય બાદ કોઈ વાર્તા લખવાનું મન થયું હતું. કોઈ સારા topic વિશે વિચારી રહ્યો હતો.એક તો કશું સુઝી નહોતું રહયું ઉપર થી બ્હાર કોઈ રાડારાડ કરવાં લાગ્યું હતું. હું ડેસ્ક પરથી ઉભો થયો અને બારી બહાર નજર નાંખી. ગલીનાં અંધારામાં કશું સ્પષ્ટ તો જોઇ શકાતું નહોતું. ઉપરાંત ટોળે વળેલા લોકો એ રીતે ભેગા થયાં હતાં જાણે ફ્રી ઓફ કોસ્ટ કોઈ ફિલ્મ જોવા મળી હોય. અમાસની આ કાળી રાત્રી મહીં આટલાં અંતર કોઈનો ચહેરો ઓળખવો લગભગ impossible હતું. એક આધેડ વયનો માણસ હાથ જોડી ક્ષમા યાચના કરી રહ્યો હતો. ધ્રુજી રહ્યો હતો. એક લગભગ તેનાંથી અડધી ઉમર નો છોકરો તેને જોર જોરથી પૂછી રહ્યો હતો. એકાએક તેણે પેલા બુઢ્ઢા આદમીનો કાંઠલો પકડી લીધો. " બોલ ક્યાં છે?"તે ફરી જોરથી પૂછવા લાગ્યો.

અત્યાર સુધી ટોળાથી દૂર ઉભેલી આધેડ વયની સ્ત્રી દોડી અને પેલા લબરમૂછીયા છોકરાના પગમાં પડી ગયી.આ સ્ત્રી પેલા બુઢ્ઢા માણસની સમવયસ્ક લાગતી હતી. કદાચ આ સ્ત્રી તે બુઢ્ઢા માણસની પત્ની હશે. કદાચ તેણે દરેક પરીસ્થિતી એકબીજાનો સાથ આપવા માટે લીધેલા વચનને પાળવા પ્રતિબદ્ધ હોય તેમ પેલા છોકરાના પગમાં પડી ગયા.છોકરાએ જોરદાર લાત ઉગામી બિચારી પેલી સ્ત્રી હવામાં ઉછલતી દૂર પડી ગઇ.તેનો પતી સમસમીને રહી ગયો. એક 18-19 વર્ષની છોકરી દોડી અને પેલી સ્ત્રીને ઊભી થવામાં સહાયક થતી અને પાછળ વળી વળીને પેલા દુષ્ટ છોકરાં સામે જોતી રહી. પેલાં છોકરાની પાછળ ઉભેલા એક શખ્સે છોકરાને પકડી રાખ્યો. છોકરો તેની પકડમાંથી છૂટવા મથી રહ્યો હતો. અચાનક પોતાની પકડ છોડાવી તે ઘણાં અપશબ્દોનો વરસાદ કરતાં બોલ્યો. "કોઈ હરામખોરને નહીં છોડું." ***, *** ફરી થોડી ગાળો બક્યો. "હું કાલ સુધી જ રાહ જોઇશ. 24 કલાક તમારી અને પછી મને તો 1 કલાક જ કાફી છે. પણ તમે સહન નહીં કરી શકો. એટલે હવે દોડવા માંડો" તે બોલી અને જાણે નાટક પુરું થયું હોય અને જેમ બધાં ભાગમ ભાગ કરે તેમ પોતાના 20- 25 જેટલાં માણસોને લઇ ચાલતો થયો. સ્કૂટર, મોટર, રીક્ષા વગેરે એક સાથે રસ્તાની ધૂળ ઉડાડતી ચાલતી બની.

"આ શું હતું?" ઝઘડો હતો એતો ખબર હતી પણ શેના માટે ઝઘડો હતો તે જાણવા મેં બારીના ખૂણા પાસે ઊભી રહેલી મારી સંગીની અનવીને પૂછ્યું.

"શું કહું, અહાન આ ઝઘડો તો છેલ્લાં બે-ત્રણ દીવસથી ચાલે છે." અનવી ઈમોશનલ થઈ ગઇ.

"કેમ શું થયું."મેં કહ્યું

"વાત એમ છે કે આપણાં પાડોશી શાંતી કાકા છે ને? તેનો દિકરો પીયૂષ બાજુની સોસાયટીની કોઈ માનસી નામની છોકરીને લઇને રફ્ફુચકકર થઈ ગયો છે. માનસીનાં કુટુંબીજનો રોજ આવે છે. ગાળો બોલે છે ધમકી આપે છે. તોડફોડ કરે છે. બધાં એક નર્કમાં જીવી રહ્યાં હોય તેવી દહેશતમાં જીવે છે. બિચારા શાંતી કાકા નીવૃતીનાં ઉંબરે ઉભા છે છતાં છેલ્લાં ઘણાં દિવસથી ઑફિસે નથી જતાં. બિચારા કોઈને મોં કેમ બતાવે ઈજ્જતદાર માણસ છે. નીતુ પણ સ્કૂલ નથી જતી. એકવાર માનસીના ભાઈએ રસ્તામાં આંતરી અને તેને ખૂબ હેરાન કરી. અને શિશા નું ઢાંકણ ખોલી અને જોર થી નીતુ તરફ શીશાનું પ્રવાહી ફેંક્યું. નીતુની બહેનપણીઓ હેબતાઈ ગઇ. નીતુ ડરનાં મારે ધ્રુજી રહી હતી. તેનું મુખ સુન્ન પડી ગયુ. તેણે પોતાના ચેહરા પર સર્પશ કર્યો. તેણે આંગળીના ટેરવાને અંગુઠા સાથે ઘસ્યા. નીતુની દ્રષ્ટિ માત્રને માત્ર તેનાં ટેરવા જ જોઇ રહી હતી. હેબતાઈ ગયેલી નીતુ કશુ સમજે ત્યાં તો માનસીની ભાઈ બોલ્યો " પાણી છે પાણી. કહી દે જે તારા બાપને કે મારી બહેન શોધી અને મારા ઘરે મુકી જાય સાથે તારા શૂરવીર વીરાને પણ લેતા આવે. અને હા યાદ રાખજે હવે પછી પાણી નહીં હોય." બિચારી નીતુ.. અનવીએ નિસાસો નાખ્યો.

"ઓહો હદ કરી છે" મે તેને સાંત્વના આપતાં કહ્યું.

અનવીએ અધૂરી રહેલી વાત શરુ કરતાં કહ્યું " શાંતી કાકાની લાડકી છે નીતુ. ત્યારથી ઘડી ને આજ નો દીવસ તેઓ નીતૂ ને કૉલેજ નથી જવા દેતાં. ન તો કયાં એકલી છોડે છે. નીતુ જયાં જાય ત્યાં તેની પાછળ શાંતી કાકા અથવા વીણા કાકી પડછાયાની જેમ રહે છે. સતત ભય તેમનાં ત્રણેય નાં માથા પર તાંડવ કરે છે. એક તો દિકરા એ થૂ થૂ કરાવી અને ન કરે નારાયણ નીતુ સાથે કૈંક અણઘટતું બને તો બિચારા શાંતી કાકા અને વીણા કાકી જીવતે જીવ મરી પરિવારે. પીયૂશે ભરેલા આ એક પગલાંથી નીતુનું શું થશે તે વિચાર તો શાંતી કાકા ને અંદર ને અંદર ખાઇ રહી હતી. કોણ કરશે નીતુ સાથે લગ્ન? આખી જીંદગી લોકલાજે જીવતાં શાંતી કાકા દીવસ થી રાત સુધી જાણે કેટલાય લોકોને હાથ જોડતા હશે. કેટલા લોકોના પગમાં પાઘડી ધરતા હશે. જે લોકોએ આજ સુધી શાંતી કાકા પાસે મૂંઝવણ નો ઇલાજ માંગ્યો હતો. સલાહ લીધી હતી તેઓ આજ શાંતી કાકા ને જીવતાં ન આવડ્યું તેને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ તેવી બેફિઝુલ સલાહ આપી રહ્યાં હતાં. મોટાભાગે તો સામે વાળા લોકો માથા ભારે હોય શાંતી કાકા સાથે છેડો ફાડવા મા જ રાજી હતાં. ભાગ્યે જ કોઈ આડોશી પાડોશી તેની સાથે બોલતાં હતાં. અને બોલે તો કટુ વચન જ બોલે. દિકરાનાં એક પગલાંએ માઁ, બાપ અને બહેન બધાનું જીવન નર્ક કરી દીધું અને એ તો કયાંક અય્યાશી કરતો હશે. એની પ્રેમિકાનાં બાહુપાશમાં જૂલતો હશે. એની પ્રિયતમા ગાલ ચુંમવામાં વ્યસ્ત હશે એટલે બહેનનાં ગાલ પર થતાં બોટલોનાં ઘા વિશે પૂછી શક્યો નહીં હોય. માનસીની ઝુલ્ફો વધારે ઘેરી હશે જેથી વીણા કાકી એ નહીં ઓળવેલા વાળ તરફ નહીં જોઇ શક્યો હોય." અનવી ખરાં દિલ થી શાંતી કાકા નું દર્દ અનુભવી રહી હતી.

"તો આ લોકો પોલીસ ફરીયાદ કેમ નથી કરતા. આટલું બધું શું કામ સહન કરે છે?" મે ભાવાવેશમાં પૂછી લીધું.

"એ લોકો દિકરો ગૂમ થયાની પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવા ગયા હતાં ત્યારે ખબર પડી કે તેનો રાજકુમાર ઘર, ગામ અને હાથ બધાંમાંથી ગયો છે. માનસીનાં સ્નેહીજનોને વહેલા ખબર પડી ગઇ હતી. તેથી તેણે પહેલા ફરીયાદ કરી દીધી હતી. શાંતી કાકા પોલીસ સ્ટેશન એકવાર ગયા હતાં હવે પોલીસ રોજ તેમનાં ઘરે આવે છે. ન પૂછવાનાં સવાલો પૂછે છે. તેમનાં call trace કરે છે. ઇંગલિશમાં પેલો શબ્દ નથી entrapment. એ રીતે હાથકડી પહેરવ્યાં વગર જેલમાં કેદ કર્યા વગર પોલીસ શાંતી કાકાને કેદી હોવાનો એહસાસ કરાવી રહી હતી. માનસી અને પીયૂષનું લોકેશન માંગી રહી હતી. માનસીનાં સ્વજન પણ રોજ આવી દબાણ કરતાં. હવે ઇશ્વર જાણે શાંતી કાકાનાં લાડ સાહેબે તેમને call પણ કર્યો હશે કે નહીં. પેલાએ પોતાનું લોકેશન આપ્યું હોય તો બિચારા શાંતી કાકા કૈં બોલે ને." અનવી બોલી.

હું કશો ઉત્તર આપવાને બદલે મારા ડેસ્ક પર આવીને બેસી ગયો. હું વિચારમગ્ન હતો. મેં મારા હાથ મારા કપાળ પર મુક્યા.

"અહાન, over થઈ ગયુ?" અનવી બોલી.

મે માથું ધુણાવ્યું.

"તો શું થયું. કેમ આમ બેસી ગયો? શું વાત છે બેબી?" તેણે મારા હાથ મારા કપાળથી દૂર કરી તેનાં હાથોમાં પોરવી લીધાં. "હવે બોલ"

"અનુ, એક વાત અજીબ લાગે છે તને કહું?"મે અવઢવમાં કહ્યું

"બેશક કહેવાનું જ હોય ને. You know I'm very tolerant."તેણે હસતાં હસતાં કહ્યું

"તારી વાતો પરથી એવું લાગ્યું કે ઘર છોડીને જતા પ્રેમી પંખીડાઓ માટે આ લખવા જેવી story. તેમનાં નાસી છુટ્યા બાદ તેમનાં પરિવાર પર શું વીતે છે. તે વાત સારી રીતે વિચારે અને પછી શોખથી ભાગે. I think આ વાત વાંચ્યા બાદ ઘણાં યુવાનો આવું પગલું ભરતા અચકાશે." મે કહ્યું

" wov great plot! જલ્દી લખ અહાન" તે આતુરતાવશ બોલી ઉઠી.

"અનુ"

"હં"

"હું એ લખવા માટે લાયક છું? આજ થી ચાર વર્ષ પહેલા આપણે દુનિયા નાં સાતમાં પડમાં સંતાય ગયા હતાં. હું પણ તને લઇને ભાગ્યો હતો. હવે મને એ પ્રશ્ન મૂંજવે છે કે જે વસ્તું મે કરી છે એ બીજાંને ન કરવાં માટે હું કેટલો લાયક છું?" મારી આંખના ખૂણામા ક્યાંક છુપાઈને રહેલું ભેજ બાહર આવવા મથી રહયું હતું.

"હેય! Stupid, તું કેમ આવી વાત કરે છો? આપણે ભાગી ગયા ok પણ આપણે પહેલું કામ શું કર્યું હતું? ઘરે જાણ કરી હતી નઈ કે મસ્તી કરી હતી. આપણે લગ્ન કર્યા તે પહેલા બધાં પાસે માફી માંગી હતી. માંગી હતી કે નહીં. મુખ્ય વાત આજે મારા પપ્પાને તારી અંદર દિકરો દેખાઈ છે. મારા સસરાને હું દિકરી લાગું છું? Right? અહાન પ્રેમમાં સરવાળા થાઈ તે સાચો પ્રેમ બાકી બાદબાકી તો traditional લગ્નમાં પણ થાય છે. ચાલ હવે હું સુવા જઇ રહી છું.good night તું નક્કી કરીલે લખવું છે કે નહીં." તે બેડરૂમમાં જવાને બદલે ડેસ્ક ની સામેનાં સોફા પર લાંબી થઈ.

દીવસ ભર ની દોડધામથી થાકેલી અનવી થોડીવાર જ માં ઘસઘસાટ સુઈ ગઇ હતી. અમાસની રાતમાં પુર્ણ રૂપે ખીલેલા મારા ચાંદનાં ચહેરા પરથી પ્રેરણા લઇ હું લખી રહ્યો હતો.

***

2 - લોહિયાળ લવ

કિશોર સોલંકી

નમસ્કાર મિત્રો. આ કહાની મારા ગામ માં બનેલ સત્ય ઘટના પર આધારીત છે.

આ કહાની મા એક પરીવાર ની વાત છે જેમા, પિતા મગનભાઈ (તમામ પાત્રો ના નામ બદલેલા છે) માતા ગંગાબેન, તેમનો ચોવિસ વર્ષ નો દિકરો સૂરજ અને બાવિસ વર્ષ ની દિકરી રેખા.

જેમનું નાતો સીમ માં ખેતર છે કે નાતો ગામ માં ઘર છે. જેથી તેવો પેટયું રળવા માટે એક વાડિ મા ચોથો ભાગ રાખી વર્ષો થી ખેતી કપે છે. સારા મોળા વરહ ને કારણે તેવો બે પાંદડે તો ન્હોતા થયા પણ તેમની જીવન ગાડી ચાલતી હતી.

વાડી નો માલિક ખાતેદાર હતો. ગામ ની ચારેય દિશા માં તેની જમીન હતી. વધારા નું તે ૩૨ વર્ષ નો વાડિ નો માલિક ભાવેશ જબરા પગાર વાળી નોકરી કરતો હતો. પ્રેમાળ પત્ની ઘરે રહિ ઘર કામ કરતી અને બે બાળકો ની સાર સંભાળ રાખતી હતી.

ભાવેશ ને તો જાહો જલાલી હતી. ગામ માં મોટું નામ હતું તેનુ. મગનભાઈ ભાવેશ ના ખેતર માં છેલ્લા પાંચ વર્ષ થી ભાગ રાખી રહેતા હતા. જેથી બંને વચ્ચે વિશ્વાસ નો સંબંધ બંધાઈ ગયો હતો.

ભાવેશ વાડિએ ઓછો જાતો. પણ જયારે રેખા અઢાર વર્ષ ની થઈ ત્યારે ભાવેશે તેના પર સરખી નજર નાખી અને તેના દિલ માં પ્રેમ નાં ફુલ ખિલ્યા. બસ તે દિવસ થી ભાવેશ પહેલા કરતા વધારે વાડિએ આવવા જવા લાગ્યો.

થોડાક સમય માં જ ભાવેશ નું વાડિએ આવવા નું એક માત્ર કારણ બની ગયું, તે કારણ એટલે રેખા ને જોવા નું તેના રૂપ ને નિરખ્યા કરવા નું. ભાવેશે રેખા ને ભોગવવા નું મન બનાવી લીધું. રેખા ને પોતાની તરફ આકર્ષવા તે ગામ માંથી રેખા માટે કંઈક ને કંઈક લાવતો અને રેખા ના ઘર ના ની જાણ બહાર તેને આપી દેતો

રેખા માં વાડિ માં કામ કરતી હોય ત્યારે ભાવેશ તેની પાસે જાય, તેની સાથે વાતો કરે, લાગ મળતા તેને સ્પર્શ કરી લેતો. રેખા ના તન મન માં જુવાાની દરિયા ના મોજા ની જેમ ઉસળી રહિ હતી. એટલે રેખા ને ભાવેશ નો સ્પર્શ સારો લાગતો હતો. પોતાની કરતા ભાવેશ ૧૨ વર્ષ મોટો હતો, છતાય ભાવેશ રેખા ને ગમવા લાગ્યો હતો. રેખા તેને ચાહવા લાગી હતી.

ભાવેશ ને દરેક જગ્યા એ રેખા દેખાવા લાગી. કોઈ કામ માં મન ના લાગે. પોતાની પત્ની મા પણ તેને રેખા દેખાવા લાગી. પોતાની પત્ની સાથે જ્યારે પણ રાત વિતાવતો ત્યારે તેને એમ લાગતું કે પોતે રેખા સાથે જ સમય વિતાવે છે. અને વિચાર કરતો કે જેના વિચાર માત્ર થી આટલી મજા આવે છે, તો તેની સાથે સાચે જ સમય વિતાવવા થી કેટલી મજા આવશે? બસ પછી તે ઘડી થી નક્કિ કરી લીધુ કે હું મારો સંપૂર્ણ પ્રેમ રેખા ને જ આપીશ.

આ નિર્ણય થી ઘર માં કજીયા થવા લાગ્યા. પણ ભાવેશે તેની જરાય કદર કરી નહિ. છેવટે ભાવેશ ની પત્ની રિસામણે ચાલી ગઈ.

પછી તો ભાવેશ રેખા માટે આંત્રિક વસ્ત્રો, બંગડી, કાના નાં ઝૂમકા, બ્રેસ્લેટ, લેડિઝ વોચ વગેરે ગિફ્ટ કરવા લાગ્યો. અને બદલામા રેખા એ પોતાની જાત ભાવેશ ને સોંપી દિધી. અને યુવાની નો ભરપૂર આનંદ માણવા લાગી.

આવું બે વર્ષ ચાલ્યું. ત્યાં એક દિવસ રેખા નાં ઘરે ખબર પડી ગઈ. એટલે તેના પિતા એ પોતાની આબરૂ બચાવવા માટે રેખા ની સગાઈ કરી નાખવાનું વિચાર્યુ. જેથી ભાવેશ અને રેખા બંને દુ:ખી થઈ ગયા. પણ બીજી જ ક્ષણે બધુ ભુલી એક બીજા મા ખોવાઈ જતા. સગાઈ થઈ ગઈ છતાય રેખા અને ભાવેશ મળતા જ રહ્યા. ઘરના પણ મુંજાયા, ખેતર પણ ન્હોતા મૂકી શકતા, કારણ કે પહેલા પૈસા લીધેલા જો હતા.

મગનભાઈ એ ભાવેશ ને સમજાવવા નું વિચાર્યું, વાત પણ કરી પણ ભાવેશે તો રેખા ની કિંમત લગાવી. હવે ક્યો બાપ પોતાની દિકરી ને વેંચવા રાજી હોય?

ભાવેશ અને રેખા વધુ પડતા મળવા લાગ્યા. રેખા ને ભાવેશ ની જાળ માંથી છોડાવવા મગનભાઈ એ બધી લાજ શરમ નેવે મૂકી પોતાની દિકરી ને સમજાવી કે તે ભાવેશ ને મળવાનું બંધ કરે. રેખા એ હા તો પાડી પણ એકવારર પ્રેમ રસ પીધા પછી. તેને વારંવાર ભાવેશ યાદ આવતો.પણ રેખા એ પોતાના પિતા ની આબરૂ સાચવવા નહિ મળવા નો ઢોંગ કર્યો.

મગનભાઈ સમજુ માણસ હતા તેમને અંદાજો આવી ગયો હતો કે નદિ માં પૂર આવી ગયુ હતું હવે પાળ બાંધવાનો કોઈ અર્થ નથી. તેથી તેમણે રેખા ની સગાઈ કરી નાખવાનું નક્કિ કર્યું. સગા વ્હાલ ના સાથ થી રેખા ની થઈ ગઈ. પણ રેખા અને ભાવેશ સગાઈ થી ના ખુશ હતા.

હવે ભાવેશ ને એમ લાગવા લાગ્યું હતું કે રેખા એના હાથ માંથી જઈ રહહિ છે. રેખા ને હંમેશ માટે પોતાની બનાવી ને રાખવા શું કરવું તે વિષય પર તે રાત દિવસ વિચારવા લાગ્યો. રેખા પણ સગાઈ પછી ઘરના ઓ સાથે ગેર વર્તન કરવા લાગી.

તો ભાવેશ ની પત્ની એ પોતાના પતી ને સીધો કરવા તેના પર કેસ કર્યો,જેનાથી ભાવેશ ની હજારો રૂપિયાવાળી સરકારી નોકરી ગઈ. જેથી તે વધારે ડિપ્રેશન માં આવી ગયો. પણ અંતે નોકરી ને નેવે મૂકી તેણે માત્ર રેખા પર ફોક્સ કર્યુ.

ભાવેશ નો પ્રેમ એક જંગ બની ગયો હોય તેવું લાગવા લાગ્યું હતું. તેવા માં તેણે રેખા ના સાસરિયા વાળા ને સગાઈ તોડી નાખવા માટે તેમને ૩ લાખ રૂપિયા ની ઓફર કરી પણ તે લોકો માન્યા નય અને ભાવેશ ને ન કહેવા ના વેણ કિધા.

હવે ભાવેશ ને હાડો હાડ બેસી ગયું હતું કે રેખા મારા હાથ માંથી ગઈ. ભાવેશ આબરૂ ખાતર રેખા ને લઈને ભાગી પણ ન્હોતો શકતો. આમ ને આમ આમ ને આમ એક વરસ વહિ ગયું ને વિતી ગયું. વર્ષ દરમિયાન ભાવેશ અને રેખા એકેયવાર એકાંત માં મળી ન્હોતા શક્યા. માત્ર શાના છુપી ફોન પર વાતો જ કરતા.

એક વર્ષ પછી ભાવેશે જે થવાનું હોય તે થાય એવું નક્કિ કરી વાડી માં રેખા ની આજુ બાજુ રહેવા લાગ્યો. મગનભાઈ અને તેના ઘરના ઈચ્છતા હોવા છતા ભાવેશ ને વાડિયે આવવાની ના ન્હોતા પાડી શકતા. કેમ કે વાડી ભાવેશ ની હતી.

ભાવેશ રેખા ને એકલી ભાળે કે તરત કોઈ પણ પાક (કપાસ, જાર, મકાઈ, બાજરી, શેરડી) માં લઈ ને જતો રહેતો.

આખરે ઘર ના ઓ એ કંટાળી રેખા ના લગ્ન કરવા નું નક્કિ કર્યું. લગ્ન ની તારીખ લેવાણી. બધો કરિયાવર એક પછી એક હોરવા (ખરીદવું) લાગ્યા.

હવે ભાવેશ જે ક્યારેક ક્યારેક મળતો હતો તે પણ બંધ થવાનો વારો આવવાનો હતો. તેથી ભાવેશે લગ્ન ની તારીખ ને પાછળ ધકેલવા માટે એક પ્લાન બનાવ્યો. આપણે સૌ જાણીયે છીએ કે ઘરમાં કોઈક દુર ઘટના થાય એટલે લગ્ની તારીખ ને પાછી ધકેલાઈ છે. બસ તેજ વિચાર સાથે ભાવેશે રેખા સાથે વધુ સમય વિતાવવા માટે રેખા ના ભાઈ ને મારી નાખવા નું વિચાર્યું. જો તે મરી જાય તો લગ્ન બંધ રહે.

પ્લાન તો કરી નાખ્યો પણ તે પ્લાન ને અંજામ કેમ આપવો તે વિચારવા માં ત્રણ મહિના નિકળી ગયા. અને તારીખ નજીક આવી ગઈ. પછી ભાવેશે સૂરજ ના એક મિત્ર ને પ્લાન માં સામેલ કરી. એક રાત્રે સૂરજ કપાસ માં પાણી વાળતો હતો ત્યારે તેને ફોન કરી સૂરજ ના મિત્ર એ મળવા બોલાવ્યો.

જ્યાં ભાવેશ અને તેના બે ત્રણ માણસો તે જગ્યા એ પહેલે થી જ મારી નાખવા નાં ઈરાદા થી જ હથીયારો લઈ ને ઊભા હતા. જેવો સૂરજ આવ્યો કે તરત બધા તેના પર તૂટી પડ્યા અને માત્ર થોડિક ક્ષણો માં જ સૂરજ ની જીંદગી નો સૂર્ય અસ્ત કરી નાખ્યો.

અને પોલિસે માત્ર ૭૨ કલાક માં સૂરજ ની હત્યા નો ભેદ ઉકેલી ભાવેશ અને તેના માણસો ને ગિરફતાર કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દિધા.

તો આ હતી મારા ગામ માં બનેલી સત્ય ઘટના પર આધારીત મારી ટૂંકી વાર્તા "લોહિયાળ લવ" તમને કેવી લાગી અવશ્ય જણાવજો.

***

3 - વિન્ડો સીટ

પૂજન જાની

કૃત્તિ એ મારો હાથ પકડી લીધો. થોડી ક્ષણ માટે. મારા પગ અટકી ગયા. મેં કૃતિની સામે જોયું. એનું ધ્યાન મારી તરફ ન હતું. એની આંખમાં રોડની અવરજવરનું પ્રતિબિંબ મેં જોયું. મેં ફરી રોડ સામે જોયું. નિર્જીવ કાળા ડામર પર શહેર ધબકતું હતું. સતત વાગતા હોર્નથી શહેરનો થડકાર અનુભવાવતો હતો. ગરમ ધુમાડા સતત ભૂતકાળને ખોતર્યા કરતા હતાં. વર્તમાન એક ક્ષણમાં ભૂતકાળ થઈ જાય એમ વાહનો એકબીજાને ઓવરટેક કરતા હતા.

હાથમાં હાથ પકડી મેં અને કૃત્તિએ રોડ ક્રોસ કર્યો.એની આંગળીઓ તરફડી. મેં હાથ છોડી દીધો. એ આગળ ચાલી ગઈ. કદાચ શરમાઈ ગઈ. એ ધીમેથી ચાલતી હતી,હું પાસે પહોચું એટલે કદાચ.

હું અને કૃત્તિ ઘણા સમયથી મિત્રો છીએ. છેલ્લા છ મહિનામાં અમે એકબીજાને સારી રીતે ઓળખતા થયા છીએ. એકબીજા સાથે સમય પસાર કરવા માટે હવે અમને બહાના શોધવાની જરૂર પડતી ન હતી.

મારા ઉન્માદો કૃત્તિની હાજરીમાં શાંત થઈ જતા. મારો ઉતાવળીઓ સ્વભાવ એ બરોબર ઓળખી ગઈ હતી. મારી બકબક સાંભળી,સહન કરી પોતાની સમજણથી મારી બોલાતી બંધ કરી દેતી. સમજાવતી વખતે એના ઉપર નીચે થતા હોઠ જોઇને મને એને ચૂમી લેવાનું મન થતું. પણ હું અટકી જતો. મને મારુ અભિમાન અટકાવતું. સીનીયર એક્ટર હોવાનું.

“આ વખતે તને સારી એવી કોમ્પિટિશન છે હો ધ્યાન રાખજે.” પ્રોફેસરે યુથ ફેસ્ટીવલના એક અઠવાડિયા પહેલા મને કહેલું.

“કેમ?” મેં અવગણના કરી.

“કોણ છે ત્રણ વખતના નેશનલ રર્નર અપની સામે?” હું હસ્યો.

“કૃત્તિ. ફસ્ટ યરની સ્ટુડન્ટ છે.”

“જોઈ લઈશું અઠવાડિયા પછી.” મેં અભિમાનથી કહ્યું.

“યસ માય બોય.” સર નીકળી ગયા.

મારી સામે મારી જ પ્રતિસ્પર્ધી પાંગરી રહી હતી. અઘરામાં અઘરું એક્ટ પરફોર્મ કરવાનું મેં નક્કી કર્યું. મનમાં આવી ઈર્ષાની લાગણીઓ પહેલા કોઈ વખત થઈ ન હતી. સ્વબચાવ માટે આ કુદરતનો નિયમ હશે કે માનવીય વિકૃતિ. મારા ભૂતકાળનું વજન મારા પર હતું. નેશનલ લેવલ જીતવા માટે શરૂઆતથી જ આવી ટક્કર મળશે એની મને કલ્પનાય ન હતી.

પર્ફોર્મન્સ થઇ ગયા.

પ્રોફેસરે એ રાત્રે મને એમના ઘરે બોલાવ્યો. મનમાં અસ્તવ્યસ્ત વિચારો આકાર લેતા હતાં.કદાચ પહેલેથી જ હું સિલેક્ટ નથી થયો એવું કહેવા મને બોલવ્યો હશે? મારુ એકચક્રી શાસન તૂટતું જણાતું હતું. મારી અંદર રહેલો મર્દ હારતો હતો. નવી પેઢી જૂની પેઢીનું સ્થાન લે તો જ દૂનિયા ચાલે એવો નિયમ હશે.પણ હું ત્રણ વર્ષમાં જૂનો થઈ ગયો?

“અરે! બહુ મોડું કર્યું તે.” સર બહાર મારી રાહ જોતા જોતા સિગારેટ પીતા હતાં.

એમણે સિગારેટ હોલવી. સાઈડ પર મૂકી. મારા ખભ પર હાથ મૂક્યો.

હું યંત્રવત ઊભો હતો.

“બેસ.”

હું બેઠો.

“જો દોસ્ત ખોટું ન લગાડતો.” મારા ખભા પર હાથ મૂકતા એમણે કહ્યું.

મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે આ ક્ષણ પૂરતા કાન બંધ થઈ જાય તો સારું.

“કૃત્તિએ બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું હતું.” જ પર ભાર મુકાયો એ હું અનુભવી શક્યો.

“તો હું રીજેક્ટને.” માંડ માંડ હું શબ્દો ભેગા કરી શક્યો.

“એવું કોણે કીધું?”

હું સરની સામે જોઈ રહ્યો.

“આજ સુધી આપણે મોનો એક્ટ કર્યા હતાં. હવે આપણે ડબલ એક્ટ કેટેગરીમાં એન્ટ્રી મુકીશું.”

“પણ બંનેની એન્ટ્રી અલગ અલગ મોનો એક્ટ માટે જ મૂકોને.” મેં વિરોધ કર્યો.

“તમે બંને એકબીજા વગર અધૂરા છો.” સર ખૂબ ધીમેથી બોલ્યા.

“શું?” હું સમજી ન શક્યો.

“કાલ સાંજ સુધી સ્ક્રિપ્ટ મળી જશે. સવારે તમારા નામ નોટીસ બોર્ડ પર ડિસ્પ્લે કરી દેશું ઓકે.”

મેં માથું ધુણાવ્યું. હું ઉભો થઈને હોસ્ટેલ તરફ રવાનો થયો. આવતીકાલનો સૂર્ય કેવો હશે એની કલ્પના કરવા લાગ્યો. રાત્રે બહુ ઊંધ ન આવી. પડખું ફેરવતા નીચે પડી જઈએ અને એકાએક સ્વસ્થતા આવે એમ મારી આંખ ખુલી જતી.

બીજે દિવસે અમે બંને કેન્ટીનમાં મળ્યા. એ ગોરી ન હતી. આકર્ષક હતી. જો કે આ ઉમરમાં બધી છોકરીઓ આકર્ષક જ લાગતી હોય છે. આ પહેલા મેં એને કેમ્પસમાં ક્યાંય જોઈ ન હતી. એની છાતી પર સુડોળ વજન હતું. આછી લિપસ્ટિકમાં ઉપર નીચે થતા હોઠને હું જોઈ રહ્યો. મારી આંખ એના શરીરની હલનચલનથી દોરવાતી હતી.

“આપણે બંનેને સાથે એક્ટ કરવાનો છે.” મેં વાત શરૂ કરી.

એ જોઈ રહી. ચહેરા પર કોઈ જાતનો ભાવ ન હતો.

“હજુ રીઝલ્ટ ક્યા આવ્યું છે?” કૃત્તિએ પૂછ્યું.

“આવી જશે, કદાચ નોટીસ બોર્ડ પર લાગી ગયું હશે.” હું હસ્યો.

એ પણ હસી. એની મુઠ્ઠી બંધ થઈ ગઈ. હોઠ પણ.

ગ્લાસ પડ્યો. કૃત્તિ ઝબકી ગઈ.

“સોરી.” એ પોતાના હાથ તરફ જોઈ રહી.

“અરે ઇટ્સ ઓકે.”

“તમને કોઈ પ્રોબ્લેમ નથીને મારી સાથે એક્ટ કરવામાં.”

“કેમ?”

“આ....ઇ... મીન તમારા એક્ટના વખાણ મેં સાંભળ્યા છે.”

“ઓહ.” હું એટલું જ બોલ્યો. હસ્યો,બનાવટી.

સાંજે વોટ્સએપ પર મને સ્ક્રીપ્ટ મળી ગઈ. કૃતિને પણ મળી ગઈ હશે. ફોન કરું? ના ના. એ કરશે પોતે. હું સ્ક્રીપ્ટ વાંચી ગયો. મારે શેઠના પાત્રમાં પ્રવેશવાનું હતું. કૃત્તિને મારી આંધળી દીકરી બનવાનું હતું. ફરી મેં મારા ડાયલોગ વાંચવાનું શરૂ કર્યું.

ફોન ન આવ્યો.

સવારે અમે બંને મળ્યા. પોત પોતાનો રોલ ફિટમાં કરવા સર અમને મળ્યા. ભાંગ્યા તૂટ્યા ડાયલોગ સાથે અમે સાંજે પહેલું રિહર્સલ કરવાનું નક્કી કર્યું.

“કૃત્તિ તારો ફેન થઈ ગયો.” રિહર્સલ પૂરું થઈ ગયા બાદ મારા મોઢામાંથી આ શબ્દો નીકળ્યા.

એ હસી.પોતાની પર્સ શોધવા લાગી.

“તે મને કહ્યું હતું કે એક્ટ કરવો ફાવશે?”

“હા.” એણે ધીમેથી કહ્યું.

“ડેફીનેટલી.”

એ મને ભેટી પડી. હું સ્થિર થઈ ગયો. મારા હાથ એની પીઠ પર ન રહી શક્યા.

આંધળી દીકરીનો એક્ટ જોઈ મારા રૂવાટા ઉભા થઈ ગયા હતા. મારી આટલી સારી એક્ટિંગ આજે મને જ ફિક્કી લાગતી હતી. હું નબળો પડતો હતો. ના એ સબળી પુરવાર થઈ રહી છે. ઈર્ષા થતી ન હતી. કૃત્તિની એક્ટિંગ,એનું ડેડીકેશન જબરજસ્ત હતું.

વિચારો અટક્યા.ચાર રસ્તા પરનો ટ્રાફિક ભયંકર હતો. મારુ ધ્યાન ટ્રાફિક લાઈટ્સ નીચે ઊભીને ભીખ માંગતા વૃદ્ધ પર ગયું. એ લાકડીથી સ્પર્શ અનુભવતો. કોઈ વાર હાથ વાહન ચાલક ન હોય ત્યાં જઈને ભીખની અપેક્ષા કરતા હતા. એક બાઈક સવારે એને ફેરવી દીધો. એ અલગ દિશામાં માંગણી કરવા નીકળી ગયો. ત્યાંનું સિગ્નલ ઓન થતા જ વાહનોના હોર્ન, ગાળો અને લોકોની ફીટકાર એને ભીખમાં મળ્યા.

મને કૃત્તિ યાદ આવી ગઈ.

મેં રોડ ક્રોસ કર્યો. રૂમ પર પહોચ્યો. દરવાજો ખોલ્યો. ભયને બહાર મૂકી આવ્યો હતો. હું બેઠો.

“ભય? શેનો ભય?” અંદરથી એક અવાજ આવ્યો.

“કૃત્તિની જીતનો.” અંદરથી જ જવાબ આવ્યો.

“ના-ના”

“તો ગભરાટ? શેનો ગભરાટ?”

“મારી નિષ્ફળતાનો.”

મેં માથું ધુણાવી દીધું.

“ઈર્ષા?શેની ઈર્ષા?”

“એ તો ક્યારની જતી રહી હતી.”

“સ્નેહ? શેનો સ્નેહ?”

“કૃત્તિ સાથેની દોસ્તીનો.”

“હા-હા.”

“આકર્ષણ? શેનું આકર્ષણ?”

“કૃત્તિનું કે એની એક્ટિંગનું?”

“બંનેનું.”

“પ્રેમ?” હું હસી પડયો.

“ખબર નહી.”

બારીમાંથી આવતો કાળો રંગ હું જોઈ રહ્યો. એની સાથે તાજી જન્મેલી ચાંદની પણ દાખલ થઈ. મેં ત્યાં પગ મૂક્યા. આંખો બંધ થઈ. મેં કૃત્તિની ખુશ્બુ અનુભવી, માણવા લાગ્યો.સજ્જડ બની ગયેલા હાથ પર ગુસ્સો આવ્યો.

***

અમે મારી ઘર આગળના સર્કલ આગળ મળવાનું નક્કી કર્યું હતું. હજુ પહેલા આંધળાની ડ્યુટી ચાલુ થઈ ન હતી. સડકને પીળિયો થઈ ગયો હતો. પવન નાના નાના પાંદડાને શાંતિથી સુવા દે તો ન હતો. ક્ષીણ લોકોને વળવું પડે એ કુદરતનો નિયમ મેં અનુભવ્યો.

હોર્નનો અવાજ કાને અનુભવ્યો. સામાન ડીકીમાં મૂકી હું કારમાં બેઠો.

“હાઈ, મોર્નિગ.” મૌન તોડ્યું.

“હાઈ બેટા.” કૃત્તિના પપ્પાએ જવાબ આપ્યો.

કૃત્તિએ મારી સામું જોયું. એ હસી.ફરી મોઢું ફેરવી લીધું. એફ. એમ પર રેકોર્ડ કરેલા પ્રોગામ વાગતા હતા.

સાત મહિના જેટલું પેટ લઈને દોડતું આધેડ કપલ પાછળ રહી ગયું. રાત્રે ચૂલો સળગશે એ આશામાં બેઠેલા મજૂરો પાછળ રહી ગયા. ભવિષ્ય સજાવવા માટે રડતી આંખો ચોળતા બાળકો પાછળ રહી ગયા. પડખું ફેરવી, આળસ ખંખેરતું શહેર બારીમાંથી પાછળ મુકાઈ ગયું.

“કૃત્તિની પહેલી એર જર્ની છે. ધ્યાન રાખજે એની.” અંકલે કહ્યું.

“વોટ? ધ્યાન આઈ એમ કેપેબલ હં.”હું કઈ બોલું એના પહેલા જ કૃત્તિ તાડૂકી.

“હા અંકલ.” હું હસ્યો.

“તું પણ હુહહ.” કૃત્તિ મોઢું ફૂલાવી બેસી ગઈ.

અમે ઉતર્યા. ઝાકઝમાળની દૂનિયામાં, શિસ્તની દૂનિયામાં, સ્વચ્છતાની દૂનિયામાં, ફોર્માલીટીની દૂનિયામાં, અંગ્રેજીની દૂનિયામાં, સુંદર ચહેરાઓની દૂનિયામાં અમે પ્રવેશ્યા.

સુડોળ કમર વાળી એરહોસ્ટેસ અને યુનિફોર્મમાં સજ્જ પાયલટ આ દૂનિયાના માલિક છે.

કૃત્તિએ પોતાનો સામન ચેક કર્યો.કાનની બુટ્ટી પર હાથ મૂક્યો. સલવાર ઉચી કરી ઝાંઝર ચેક કરી લીધા. હું એની સામે જ જોતો હતો એ હસી. એને મોબાઈલ કાઢ્યો. સેલ્ફી લીધી. પોસ્ટ કરવા માટે મોબાઈલ એકદમ મોઢાની નજીક લઈ ગઈ.

“કોઈ નહી જુએ તારા મેસેજ હો.” હું ખડખડાટ હસી પડયો.

“જસ્ટ સટ અપ.” કૃત્તિએ કૃત્રિમ ગુસ્સો કર્યો.

“દિલ્હી આપણા શહેર જેવું જ હશે?” કૃત્તિએ ઓચિંતી બોલી.

“ના આપણાથી મોટું.” મેં જવાબ વાળ્યો.

“મોટું? કઈ રીતે?”

“વસ્તી,વિસ્તાર અને એરપોર્ટની રીતે પણ.”

“આપણા જેવું જ હશે. રિટર્ન થતી વખતે તું જ કહીશ જો જે. આઈ ચેલેન્જ.” એ ચીડવતા બોલી.

“લે કઈ રીતે?”

એ પહેલા જ એ આગળ નીકળી ગઈ. કદાચ એને મારો પ્રશ્ન ન સાંભળ્યો. હસવાનો અવાજ એના કાનમાં અથડાયો. હું સામાન ઠીક કરવા પાછળ વળ્યો.

“એ હીરો મારો સામન આપી દે ચાલ. આઈ એમ કેપેબલ. પપ્પાની વાતને બહુ સીરીયસલી નહી લેવાનું.”

“તું પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ.”

“ક્યો પ્રશ્ન?” કૃત્તિએ પ્રશ્ન કર્યો.

“કઈ રીતે આપણા જેમ એ કે.” મેં ફરી કહ્યું.

કૃત્તિએ એક ટપલી મારી. એ ફરી આગળ ચાલી ગઈ. થોડા થોડા અંતરે આગળ જોતી હતી.

“આપણા જેવા જ માણસો હશે, આપણી જેમ જ ઝઘડતા હશે, આપણી જેમ જ પ્રેમ કરતા હશે, વાતો કરતા હશે.”

“અલગ ભાષામાં અને તું આગળ જોઈને ચાલ.” મેં વાત કાપતા કહ્યું.

“ઓહ હો લિંક તોડી નાખી.” એ આગળ ફરી ગઈ.

મારા કાન હજુ પ્રશ્નનો જવાબ સાંભળવાની સ્થિતિમાં હતા.

“ઓ રૂઠી લડકી. આગે ભી બોલ.” મેં પ્રેમથી કહ્યું.

“ભલે ચાલ તું કહે છે તો.”

હું કઈ ન બોલ્યો.

“આપણી જેમ જ મહેનત કરતા હશે,આપણી જેમ જ સમયમાં બંધાયેલા હશે,આપણી જેમ જ ગાળો બોલતા હશે,આપણી જેમ જ ચુંબન કરતા હશે, આપણી જેમ જ બેદરકારીથી વાહનોમાં ભટકાતા હશે.....”

કાર બ્રેક થવાનો અવાજ આવ્યો. સમય અટકી ગયો. કૃત્તિ અટકી ગઈ,કાર અટકી-માંડ માંડ.

“દેખાતું નથી કે શું?” કારનો કાચ ઉતર્યો. અવાજ આવ્યો.

“હવે તો સવારના પ્રહોરમાં પ્રેમલા પ્રેમલી ભટકાય છે.” અંદરથી ઘરડો અવાજ આવ્યો.

“સોરી.” મેં કહ્યું.

કાચ ઉપર ચડ્યા.

“આ શું હતું?” હું તાડૂક્યો.

“બેદરકારી.” એ હસી.

મને ભેટી પડી. મારો ગુસ્સો પીગાળી દીધો. મારા હાથ એની પીઠ પર ભેગા થયા.

અમે ચેકઈન પ્રક્રિયા પૂરી કરી. એલીવેટરથી ૧૧૨ નંબરના ગેટમાં જવાનું હતું. કૃત્તિ મારી નજીક આવી. એની નજર એની હેન્ડ પર હતી. આંગળીઓ ચેન પર રાખેલી ઢીંગલીથી રમતી હતી. મારો હાથ પકડી લીધો. અમે નીચે ઉતરતા હતાં.

ફરી સમય અટકી જાય તો? મને વિચાર આવ્યો.

કૃત્તિ પોતાનો હાથ છોડી દે કે નહી?

અમે ખુરશી પર બેઠા.અકળ મૌનથી હું મૂંઝાતો હતો. એરપોર્ટની ભવ્યતામાં કૃત્તિ ખોવાઈ ગઈ હતી.

“કેટલી વાર બેસવાનું છે?”

“એનાઉન્સમેન્ટ થશે.”

મેં ઘડિયાળમાં જોયું.

“બસ હમણા જ થશે.”

“સારું” કૃત્તિએ કહ્યું.

અમે પ્લેનમાં દાખલ થયા.એરહોસ્ટેસના હસતા ચહેરા, મેકઅપ વાળા ચહેરા, ખીલને પ્રયત્નપૂર્વક ઢાંકેલા ચહેરા અમને તાકી હતાં.

અડધા પગ ઢાંકેલા ડ્રેસ-યુનિફોર્મ, સ્કીન કલરની સ્લેક્સથી ઢાંકેલા પગ, ચુસ્ત કપડામાં છાતીનું વજન. મર્દો એમને તાકી રહ્યા હતા.

મેં સીટ શોધી.

કૃત્તિ ઝઘડીને વિન્ડો સીટ પર બેઠી.જો કે હું ચાહીને ઝઘડયો હતો.

કૃત્તિએ ઝીણો ચિટિયો ભર્યો.

એ જીતી ગઈ એ કહેવા માટે. એ શરમાઈ,કદાચ.

“મને બીક લાગે છે.” કૃત્તિ ધીમેથી બોલી.

“કેમ?”

“યુ નો ફર્સ્ટ જર્ની.”

અમે બંને હસી પડ્યા.

મેં એનો હાથ પકડી લીધો. કૃત્તિએ વિરોધ ન કર્યો. મારી આંગળીઓ વાળી લીધી. કાર્ડિયોગ્રામના રિપોર્ટની જેમ કૃત્તિનો સ્પર્શ મને થતો હતો. મેં બંનેના સીટ બેલ્ટ ચેક કર્યા.

પ્લેને ગતિ પકડી. કૃત્તિએ મારી સામે જોયું. મારાથી હસાઈ જવાયું. બારીમાંથી છૂટતી ધરતી હું જોવા લાગ્યો. શહેર, વૃક્ષો, જમીન અને પાણી નાના બની ગયા. ધરતી અને અમારી વચ્ચે વાદળો આવી ગયા.

કૃત્તિએ હાથ હલાવ્યો. મારી આંખો બંધ હતી. મેં પકડ ન ખોલી. બે-ત્રણ આંગળીઓ તરફડી. મારો વિરોધ કાયમ હતો. આંગળીઓ શાંત થઈ ગઈ.

મને ગમ્યું. મને થયું આંખ ખોલીને દિલની લાગણીને નક્કર સ્વરૂપ આપું. આંખો ન ખુલી.

એરપોર્ટ પર ઉતરીને વાત મૂકું?

ના. કદાચ કોમ્પિટિશનમાં બંને ડીસ્ટર્બ થઈ જઈએ તો.?

કોમ્પિટિશન જીતીને?

હારી ગયા તો? એનો મૂડ નહી હોય તો?

મગજ ચકરાવે ચડ્યું. વિચારો બંધ કરવાની ગોળી સાથે હોત તો એ જ લઈ લેત.

એન્જિનના અવાજ સવાય તદ્દન શાંતિ હતી. પ્લેન સ્થિર થતા જ એરહોસ્ટેસની અવરજવર મેં અનુભવી.હું સુઇ ગયો. પકડ ઢીલી ન થાય એટલું જાગતો હતો.

પોપચા પર ગરમી અનુભવાઈ. મેં જરા માથું ખસકાવ્યુ. ફરી એ ગરમી. આંખો ખોલી. તીવ્ર પ્રકાશ મારી આંખમાં ગયો. આંખો ફરી બંધ થઈ ગઈ.શરીરને આગળ તરફ ધકેલી મેં આંખો ખોલી.

આગલી બે-ત્રણ સીટ પર શટર બંધ હતું. પ્લેનની પાંખ પરથી સૂર્યપ્રકાશ રીફ્લેટ થઈ વિન્ડોના કાચમાંથી અંદર આવતું હતું.પ્લેન ઝગારા મારતું હતું.

કૃત્તિ બારીમાંથી બહાર જોતી હતી.એના મોઢા પર પ્રકાશ ફેલાઈ ગયો હતો. એ બારીમાંથી સ્થિર,ફેલાયેલું આકાશ જોતી હતી.

મેં કૃત્તિને ઢંઢોળી “બારી બંધ કર.”

“કેમ?” પોતાનો હાથ મારા હાથમાંથી કાઢ્યો.

“રીફ્લેક્શનથી આંખ અંજાય છે. ચહેરો બળે છે.”

“ઓહ.સોરી” એ શટર બંધ કરવા જતી હતી.

મેં કૃત્તિનો હાથ પકડ્યો.

“તને કાઈ નથી થતું? આમ બેસીસ તો આંખ બગડી જશે અને ચામડી દાઝી જશે.”

“જેની એંશી ટકા આંખ જન્મજાત બગડેલી હોય એ આંખ હવે શું બગડવાની. દસ દસ વખત ચહેરાની ચામડી પર ઓપરેશન થીયેટરની લાઈટ પડી એ ચામડી આટલા પ્રકાશમાં શું દાઝવાની.”

કૃત્તિએ શટર બંધ કર્યું.

મેં આંખો બંધ કરી. હું જાગ્યો.

***

4 - વૃંદાવન

હિતેન્દ્રસિંહ પરમાર

“ચાલ જલદી કપડાં બદલી ખાવા.... ”

મમ્મી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ ડોર બેલ વાગી. બારણું ખોલતા જ સામે સોસાયટી નો ચોકીદાર શંભુ ઊભો હતો.

“આવ શંભુ” મમ્મી એ એને આવકાર્યો.

“બસ માસી એ જ કેહવા આવ્યો છું કે રમેશ ભાઈ એ આજે રાત્રે નવ વાગે એક આકસ્મિક મીટિંગ બોલાઇ છે જેમાં દરેક ઘર માં થી એક સભ્ય એ હાજર રેહવાનુ છે.

“કેમ આમ અચાનક” મમ્મી એ સ્વભાવ ગત પ્રશ્નોત્તરી શરૂ કરી.

“એ તો ખ્યાલ નથી. મને તો બસ આટલી ખબર છે”

“સારું સારું એના પપ્પા તો ઘરે નથી,હિતુ આવી જશે”

“ભલે” કહી ને શંભુ એ લિફ્ટ તરફ પગ ઉપડ્યા

“અરે શંભુ ઉભો’રે” મમ્મી એ એને રોક્યો

“ઢોકળા બનાવ્યા છે. તારા ટેનિયા ને બઉ ભાવે ને. લેતો જા”

શંભુ ઢોકળા લઈ ને રવાના થયો

ગાંધીનગર માં વૃંદાવન નામ ની અમારી સોસાયટી. છેલ્લા ત્રણ એક વર્ષ થી અમે અહી રેહવા આવેલ. ત્રીસ ફ્લેટ ની અમારી સોસાયટી માં ચોથા માળે અમારો ફ્લેટ. હાલ તો રમેશ ભાઈ ને સર્વાનુમતે સોસાયટી ના સેક્રેટરી નિમવા માં આવેલ. આજે પપ્પા બહારગામ ગયા હોવાથી સોસાયટી ની મિટિંગ માં જવાનો ભાર મારા માથે આવેલ.

ઠીક નવ વાગે હું નીચે હૉલ માં પોહચી ગયેલ. પણ મારા સિવાય હજુ કોઈ આવેલ નહીં. નવ ને દસ થઈ હશે ત્યાં પહેલા માળે રહેતા તેજસ ભાઈ અને દાસ કાકા આવી પહોંચ્યા. સાડા નવ સુધી માં સૌએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું.

“હા તો સીધા મુદ્દા પર આવીએ” રમેશ ભાઈ એ પોતાના થોડા ખારાશ ભર્યા શ્વરે મિટિંગ ની સરૂઆત કરી.

“ તો આ તાત્કાલિક મિટિંગ પાછળ નું કારણ ચોથા માળે રેહવા આવેલ ભાડુઆત છે. તમને ખ્યાલ હશે એમ છેલ્લા એક અઠવાડિયા થી એ લોકો આપણી સોસાયટી માં રહી રહ્યા છે. અને મારી જાણ માં આવેલ છે એ મુજબ એ ફ્લેટ માં રેહવા આવેલ છોકરો અને છોકરી લગ્ન વગર જ એક સાથે રહે છે. સોસાયટી ના નિયમ મુજબ દરેક મકાન માલિક પોતાનું મકાન આવી કોઈ વ્યક્તિ ને આપી જ ના શકે. તો મેં આપ સૌને એટલા માટે જ અહી બોલાવ્યા છે કે આપણે સૌ ભેગા થઈ ને આ પર નિર્ણય લઈએ. ”

“આમાં નિર્ણય શું લેવાનો હોય. સરાસર ખોટી વસ્તુ છે આ. કાલે જ એમનું મકાન ખાલી કરાવો” નિવૃત દાસ કાકા એ ગણતરી ની સેકંડો માં જ પોતાનો નિર્ણય સંભળાવી દીધો.

“હા. ,આ ચર્ચા નો વિષય જ નથી” બીજા માળે રેહતા કિરણ ભાઈ એ પણ દાસ કાકા ના સૂર માં સૂર મિલવ્યો.

“બિલકુલ. આ આપની સંસ્કૃતિ છે જ નહીં. આપણાં બાળકો પર આની શું અસર થાય. હું તો કહું અબ ઘડી ખાલી કરવો મકાન” હાર્દિક ભાઈ એ કડકાઇ થી પોતાનો નિર્ણય સંભળાવ્યો.

હું શાંતિ થી બધા ના પ્રતિભાવો સાંભળતો રહ્યો. દરેક જણ મકાન ખાલી કરાવવા ના જ પક્ષ માં હતા. પણ મારો વિચાર જરા અલગ હતો.

“જી હું આપ બધા કરતાં સૌથી નાનો છુ. પણ આ બાબત માં મારો અભિપ્રાય જરા અલગ છે. ”

“અહી બધા ને પોત પોતાના વિચાર કેહવા જ બોલાવ્યા છે,બોલ શું કે’વું છે તારે. ” રમેશ ભાઈ એ એક સેક્રેટરી ના અંદાજ માં કહ્યું.

“મારા મત મુજબ એમને પણ તેમનો પક્ષ રાખવા અહી બોલાવવા જોઈએ. એક વાર એમની વાત સાંભળી લઈએ પછી કોઈ નિર્ણય લઈએ તો સારું રહશે” મેં થોડી હિમ્મત કરી ને મારી વાત મૂકી.

“અરે આમાં વાત સાંભળવાની વાત જ ક્યાં આવે છે. જે વસ્તુ ખોટી જ છે એમાં ચર્ચા સાની?” હાર્દિક ભાઈ તડૂકયા

“જો હિતુ,સમજ. હાર્દિક ની વાત બરાબર છે. દરેક આ જ મત માં છે કે આ વસ્તુ ખોટી છે. પછી નાહક ની ચર્ચા કરી ને ટાઈમ શું કામ બગાડવો” બાજુ માં બેઠેલ તેજસ ભાઈ એ મને સમજાવવાની કોશિશ કરી.

મારે હજુ ઘણું કેહવું હતું. પણ દરેક સભ્યો એ પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો હતો. પછી મારે કાઇ કેહવાનું રહ્યું નહતું.

ભાડુંઆત અનિકેત અને શ્વેતા દીદી નો ફ્લૅટ અમારી બાજુ માં જ હતો. ગણતરી ના કલાકો માંજ એ લોકો અમારી સાથે સારી રીતે હળી મળી ગયા હતા. મમ્મી નો અને શ્વેતા દીદી નો વાટકી વ્યવહાર પણ ચાલુ થઈ ગયેલ. બંને જણ મળતાવડા સ્વભાવ ના. એક દિવસ મમ્મી ને તબિયત ખરાબ હોવાથી સવાર – સાંજ દીદી એ આવી ને ખાવા નું બનાવેલ.

ઘરે આવી ને જ્યારે મમ્મી ને મિટિંગ ની વાત કરી ત્યારે એમનું પણ મોઢું ઉતરી ગયું.

“બિચારાઑ ને માંડ માંડ મકાન ભાડે મળ્યું હતું. શ્વેતા ના ઘરે થી તો બધા માની ગયા છે. પણ અનિકેત ના ઘરે કોઈ અન્ય સમાજ ની છોકરી માટે તૈયાર નથી. એટ્લે અનિકેત ના ઘરે બધા રાજી થઈ ને લગ્ન ના કરાવે ત્યાં સુધી આમ બહાર એકલા રહવાનું પસંદ કર્યું છે” મમ્મી ઉદાસ ચહેરે વાત કહી રહ્યા હતા.

બીજા દિવસે જયારે કોલજ થી ઘરે આવ્યો શ્વેતા દીદી ના ઘરે તાળું હતું. મમ્મી એ માહિતી આપી કે એમને તો આજે બપોરે જ ઘર ખાલી કરાવી દીધું.

થોડા દિવસો પછી એ જ ઘર માં એક “પતિ-પત્ની” રેહવા આવ્યા. લગ્ન ને ચાર એક વર્ષ થયેલા. થોડા દિવસ તો બધુ ઠીક લાગ્યું પણ પછી સમસ્યા બહાર ઉપસવા લાગી. એમની વચ્ચે અવાર નવાર બોલા ચાલી થતી રહેતી. ઘણી વાર એ અમારા ઘર સુધી પણ સાંભળવા મળતી. મમ્મી તરફ થી માહિતી પણ મળતી કે ઘણી વાર એનો પતિ દારૂ પી ને મારજૂડ પણ કરતો. આ વાત મેં એકવાર સોસાયટી ની મિટિંગ માં બધાને કહી પણ ખરી.

“અરે બેટા આ એમનો અંગત મામલો કે’વાય. આમાં આપણાં થી કાઇ ના બોલાય. ” દાસ કાકા મને સમજાવી રહ્યા હોય એમ બોલી રહ્યા હતા અને બીજા અન્ય સભ્યો પણ આ જ મત માં હતા.

આજે પણ ઘણી વખત અનિકેત અને શ્વેતા દીદી ને હાથ માં હાથ નાખી ને પ્રેમ થી વાત કરતા કોઈ જગ્યા એ જોઉ છું. પણ મળવાની હિમ્મત થતી નથી. સમાજ જેના થી વિરુદ્ધ છે એ અને સમાજ ના પ્રયાસો થી બનેલ આ બે અલગ અલગ જિંદગીઑ ને એક ત્રાજવા માં મુકતા ત્રાજવું એક બાજુ નમેલું દેખાય છે.

***

5 - શૈવલ

(God of mountains~Himalaya)

નિરાલી મનિષ પટેલ (ગાંધી)

આ કોઈ સાંભળેલી કે ઊપજાયેલી વાર્તા નથી, એક જીવની સાંભરેલી આત્મકથા છે. જેની સાથે હું નિરાલી પણ બાળપણથી ગુંથાયેલી વણાયેલી છું. થોડા અમથા શબ્દો માં તો આખી જીવન ઘટમાળ કેમ કરી સમાવું? કઈ કેટલીયે લાગણીઓ નો સમાવેશ કરું ..વ્યથા, હિમ્મત, પ્રાર્થના, આજીજી, આશા એ તો માત્ર શબ્દ છે. અનુભવાય તો મારી ખુશી સમજીશ. એ સિવાય તો ખાલી એક જ કારણ છે, લોકો ને જીવન જીવવા માટે પ્રેરણાં આપું.

સામાન્ય ઘરમાં ઘણાં વર્ષો બાદ એક દીકરી જન્મે ને આનંદ ઉલ્લાસથી ઘરનું વાતાવરણ તો બદલાય પણ દીકરો જ ઘરનો દિપક એ વલણ કેમ કરીને બદલાય. આમ તો દીકરી ને વ્હાલનો દરિયો નામ આપનાર પણ હવેના જમાનામાં મળી રહે છે. અહીં વાત જુદી જ છે. દીકરો તો જોઈએ જ એમ માની ભગવાન પાસે નસીબમાં ના હોવા છતાં માગેલું મળે તો કેવું મળે? એમ માગેલાં પ્રસાદ રૂપે થેલેસેમિયા ગ્રસ્ત બાળકનો જન્મ થયો. શરૂઆતમાં તો સામાન્ય સંતાન છે એમ માની ખુશીની લહેર ફરી વળે છે. પણ જો લોહી જ ના બને શરીર માં તો!?? બાળક રડતું રહે તો કઈ કેટલાય વિચારો, અનુભવો, ને સુઝાવો નો રેલો પગતળે આવે. સૌથી ટોચ ના ડોક્ટરો સુધી પહોંચ્યા ને ડૉક્ટરે નિદાન કર્યું, લોહી ઓછું છે. માબાપ ના પગતળે થી જમીન ખસી ગઈ. પહેલા તો એક વાર લોહી ચડાવ્યું સારું લાગ્યું. અસલ નિદાન છેક 6 મહિને થયું કે આ બાળક થેલેસેમિયા નું દર્દી છે. દર એક બે મહિને એક વાર લોહી ચડાવી જીવન કેટલું નિકળે? ફરી આંખે અંધારા આવી ગયા આ વિચાર થી. વર્ષો સુધી લોકોના લોહીના સહારે મોટો તો થયો પણ આ સામાન્ય જીવન કેવું હોય વળી!? છતાંય જ્યોતિષના કેહણ ખોટા પણ પાડતો રહ્યો. સામાન્ય જીવો હરીફો બન્યા , પણ સ્કૂલમાં હંમેશા પહેલો નંબર આવે. આવા લોકો આમેય કંઈક આગવું પરિબળ લઈને આવતા હોય છે. પણ શું કામનું જ્યાં શરીર સાથ ના આપે..

પ્રાર્થનાઓ પણ ભાગ ભજવે છે જો આશા સાથ આપે. મનમાં જીવવાની તો આશા ભરપૂર હતી જ. ને મૃત્યુની વ્યાખ્યા તો ક્યાં ખબર જ હતી! જીવ માં જીવ આવ્યો જ્યારે મુંબઈમાં લોહીમાંથી આયર્ન કાઢવાની દવાની શોધ થઇ છે ને દર્દીઓને મફત દવાના ટ્રાયલ અપાયાની જાણ થાય છે. વાહ! નસીબ પણ જ્યારે જાગે ત્યારે ગગન ની વાદળીઓનીએ સેર કરાવે છે. અને જુઓ, નંબર પણ લાગી ગયો જાણે કે સોનામહોર નો ખજાનો મળ્યો હોય. સદભાગ્યે તે દવા લેતા તેને રાહત પણ થાય છે પણ લોહીની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. કારણ જીવ મોટો થાય હલનચલન વધે એમ લોહી પણ વધુ જોઈએ. મહિને એકવાર લોહી ચઢાવું પડતું હતું એ ધીમે ધીમે હવે દસ દિવસે એક વાર થયું.

દયા નામ નો શબ્દ પ્રભુની પોથીમાં પણ હોવો જોઈએ. ને જાણ થઈ કે વેલોર (મદ્રાસ પાસે) BMT ઓપરેશન થાય છે જેમાં બો્નમેરો આપવી પડે જે ચારમાંથી એક જણ સાથે મેચ થાય જે એજ કુટુંબમાંથી હોય. ને અમે તો રહ્યા બે. માત્ર ભાઈ ને બહેન. પછી શું મેં વાળી મુઠ્ઠી ને મન મક્કમ કર્યું કે મને જન્મ મળ્યો છે તો આજ કારણે. અને મને પ્રભુએ જાન બચવાની તક આપી જે મારા ભાઈની હતી તો ના તો કેમ પડાય!! રિપોર્ટ કઢાવ્યા ને બોનમેરો મેચ થઇ.. ફરી એક વાર આશાનું કિરણ ચમકતું જીવનના ઓરડામાં પ્રવેશ્યું. ત્યાં તો ખબર પડી ત્યાં ચાર મહિના રોકાવું પડે. હોસ્પિટલ માં જ , એક મહિનો તો ખાલી એક રૂમ માં એકલા દર્દી ને રહેવાનું, એ પહેલાં ની કાર્યવાહી માટે બીજો એક મહિનો રોકાણ, એ પછી ઓબ્ઝર્વેશન માટે ફરી જનરલ રૂમ માં 1 મહિનો. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ જીવ પાછો આવશે જ એની કોઈ જ જાતની ગેરેન્ટી નહીં. ઓહ! પાછો જીવ તાળવે..

એક વાર જો મક્કમ મન કરી પગલું ભરો તો ભગવાન ને પણ સાથ આપવાનું મન થાય ખરું. એમ વિચારી ડગ પર ડગ ભરવા મથ્યા. પહેલા પૈસા નું આયોજન કર્યું ત્યાં ઘર માડી રહેવાનું પણ હતું. સહકાર આપવા સગાનીયે જરૂર પડી. સઘળું જોર એક જીવ ને બચાવાં મથી પડ્યું . ને જાણે સીડીઓ આપોઆપ દેખાવા માંડી. આશું!?? આતો મધદરિયે આવી પહોંચ્યા. હવે તો હલેસા મારે જ છૂટકો. વેલોર તો આવી ગયા. બધી પ્રક્રિયાઓ ચાલવા માડી. દિવસ ની રાત ને રાત નો દિવસ . મને પણ દાખલ કરી ને બીજે દિવસે બૉનમેરો આપવાની હતી. ભગવાન નું નામ દઈને ઑપરેશન પણ થયું. સમય નીકળતો ગયો જાણે એક ક્ષણ માં તો પેલો દિવસ આવી ગયો જ્યાં અમારે એક જીવ હૈયા થી અળગો કરી એક ઓરડામાં પુરી દેવાનો છે.

આજ છે ને કાલ નથી એવી બીક સાથે આંખમાં આંસુ આવી ગયા, એક જ રૂમમાં ડૉક્ટર અને નર્સની વચ્ચે મશીનો સાથે કલેજાનો ટુકડો કેમ રોપી દેવાય!! તોયે હૈયા પર પથ્થર મૂકી એ વ્યથાનો પણ સામનો કર્યો. એટલું સાંત્વન મળ્યું એ લોકો પાસેથી કે રોજ એક કલાક મળવા જવા દેશે માસ્ક ને ઓવર ગાઉંન પહેરીને. એનો બધો સામાન , રમકડાં, ખાવાનું બધું સ્ટેરાઇલ કરી મોકલવાનું. એક ડરામણી વાસ્તવિકતા એ છે કે ત્યાં અરીસો નથી રાખતા. કારણ ત્યાં ચામડી, વાળ બધું ખરી નવું આવે ત્યાં સુધીનો વચ્ચેનો સમય દર્દી જો પોતાનો ચહેરો જોવે તો ક્યાંક ડરી ના જાય . અને નવાઈ ની વાત તો એ છે મારો ભાઈ ત્યાં બીજા દર્દીઓ કરતા મોટો હતો. વય કુમળી હોય તો વાળો એમ વળે પણ મોટી થતા..... ? દવા નું પણ કંઈક એવું જ હોય છે. ગમે એવી સ્ટીરોઇડ્સ કેમ ના હોય ભગવાનની મરજી વગર પાંદડું ના હાલે તો આ તો જીવ છે. જીવ સાથે ચેડાં કરીએ તોય કેટલા? એક દિવસ સવારે જાણવા મળ્યું કે બોનમેરોએ કામ અટકાવી દીધું. એક શરીરમાં કોઈ બીજાની મજ્જાની મજાલ છે કે ફાવે એમ વર્તે. એક વાર તો થયું કે દીવો પ્રગટાવેલ બુઝાવી દઉં આ વળી શુ ભગવાન ભગવાન. ભગવાનને પણ દિલ હોય છે પીગળવા માટે એ દિવસે મેં જાણ્યું. ચમત્કાર થયો, લોહી બનવા માંડ્યું. માથાની લકીરો અદ્રશ્ય થઈ ને ફરી મો પર લાલી આવી.

હું વેલ્લોરથી પાછી આવી. મારા અભ્યાસ પર માંડ ધ્યાન આપ્યું પણ જીવ તો ભાઈમાં હતો. રક્ષાબંધન નજીક માં હતી. જીવ કચવાયેલ રહેતો હતો. પાછા સમાચાર આવ્યા તાબડતોબ આવે તો સારું. ડૉક્ટર બોલાવે છે પાછી અહીં . એ શબ્દો તો હજુય ઉડે સંભળાયે રાખે છે. જીવ ઊંચો શ્વાસ ઊંચો. . અરે વિમાન તો ક્યારેય જોયું નહોતું ને એમાં બેસવાનું આવ્યું. એટલે તો લાગ્યું ભઈબહેન બેય જોડે ઉપર પહોંચીશું. હેમખેમ હોસ્પિટલ તો પહોંચી ગયા ભઈ ને હેમખેમ જોવા ને રાખવા. ત્યાં તો ખબર પડી કે ફરી બોંનમેરો આપવી પડશે. ને ફરી એકવાર નિસાસો નાખ્યો. દર વખતે થોડા ચમત્કાર થાય...

રાખડી તો હું લઈને જ ગઈ હતી. થયું છેલ્લીવાર બાંધી દઉં કદાચ કાલે મોં જોવા ન મળે ભાઈનું તો...કંકુ તો લગાડવાની ડૉક્ટરે ના પાડી હતી. હાથ માંડ પકડ્યો ને ઝટ રાખડી બાંધી દીધી. પણ મન તો ખુશ હતું જાણે એને બધી ખબર. એને કહેવાય છઠ્ઠી ઇન્દ્રિ. અરે, સાચે ચમત્કાર થયો બીજે દિવસે જ્યારે ડોક્ટર કહેવા આવ્યા, ત્યારે મોંમા આંગળા નાખી ગયા. રિપોર્ટ નોર્મલ ક્યાંથી આવે હજુ ઓપરેશન તો ફરી કર્યું નથી. વાર્તા નથી કાંઈ કે કહો ત્યારે ડિરેક્ટર ચમત્કાર કરે. આતો ડૉક્ટર હતા. ને એ ભૂલી ગયા કે એમનાથી ય ઉપર કોઈ બેઠું છે જેને ખબર છે કે રાખડી ના ધાગા પર લોકોનો વિશ્વાસ બનાવી રાખવો પડશે. રાખડી સાથેનું એ કાર્ડ પણ મેં હજુય સાચવી રાખ્યું છે. એ ભગવાન ને યાદ કરવા જેણે મારો હક્ક છીનવ્યો નથી.

ગુણગાન તો આપણે એના જ ગાઈએ જે આપણું કામ પાર પાડે. બાકી તો બધાને ગાળો જ આપીએ. અરે ! માનવસહજ પ્રકૃતી છે ભાઈ. શુ કરીએ? અંતે હિમ્મત અને આશાની જીત થઈ. ડોક્ટરે બીજા 6 મહિના સાચવવાનું કીધું . અમે એવા પણ કિસ્સાં જોયા છે જેને ઓપરેશન કરાવ્યા પછી સાચવ્યું ના હોય ને રોગ પેસતા મોત ને ભેટયા હોય. ખરી પરીક્ષા તો હવે હતી... વિના હોસ્પિટલ, વિના કોઈ ડોકટર, વિના કોઈ નર્સ. જે હતી એ માં જ હતી. પાછા આવીને પણ આઇસોલેશન માં રહેવું ને રાખવો બેય એટલા જ કઠિન હતા જેટલું સમાજ માં રહીને પણ પર રહેવું. પણ હિમ્મતે મર્દા તો મદદે ખુદા. અક્ષરોસહ સાચું ઠર્યું. અને એ નિરોગી બન્યો એ પણ એવો કે મારા કરતાંય વધારે લોહી મારી જ બોનમેરો એના શરીર માં બનાવે છે. અંતે સૌ સગાને મીઠાઈ, એને લોહી આપનારાં દેવો સમાં માનવો અને ડોક્ટરો જેમણે આગવી ભૂમિકા ભજવી હતી અહીં સુધીનું જીવન સરળ બનાવવા એમને ભગવાનની છબીનું અર્પણ કર્યું. એ સૌએ પોતાની ફરજ છે એમ સમજાવ્યું પણ ફૂલ નહીતો ફૂલની પાંખડી કહીને યાદગીરી માટે સ્વીકાર કરાવ્યો.

અહીંથી વાર્તા થોડી અટકે? શ્વાસ ચાલે ત્યાં સુધી કંઈક તો લખાયેલું હોય છે જ. અભ્યાસ જ્યાંથી અટક્યો હતો ત્યાંથી જ તો હાથમાં લેવાનો હતો. ફરી એકવાર હલેસુ માર્યું ને એવું માર્યું કે MBA થઈને જ બહાર આવ્યો. હવે તો વરસાગત જે પુલી બનાવાનું કારખાનું હતું એ સંભાળવાનું હતું. પણ એકવાર બહાર પણ જોવું જોઈએને માર્કેટમાં પોતાની વેલ્યુ શું છે. લાગ્યો નોકરીએ. ખાવાનું બનાવવાનો ય શોખ ખરો પછી આવ્યું 3 idiots મૂવી. ને લાગ્યું કે હોટલ મૅનેજમેન્ટ એના માટે જ હતું પણ સમય તો ગયો. ફરી આવ્યો કારખાનામાં.

ત્યાં તો વિધાતાએ લેખ લખ્યા કે સમાજમાં રહેતા જવાનીમાં પ્રવેશેલા લોકો પરણે પણ ખરા. પણ ભૂતકાળમાં દર્દી હોય એને કોણ પોતાનું કુમળું નિરોગી ફૂલ આપે? એમ વિચારી ખોડવાળી વ્યક્તિઓ ના જન્માક્ષર જોવા માંડ્યા. ત્યાંતો નસીબ આકર્ષાય એમ બન્યું. એક કિડની ટ્રાસપ્લાન્ટ થયેલની કુંડળી મળી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ચુકેલો જીવ હોવા છતાં વિધાતા એ જીવ ની પરણવાની વિધિયે લખી જ દીધી. મનમેળ સાથે દવાનોય મેળ ખાતી જોડી તો કદાચ આ એક જ હશે. મેઘના નામની છોકરી કિડનીની દર્દી હોવા છતાંય એને જ જીવનસાથી બનાવવાનું અઘરું પગથિયું એ ચડી ગયો.

જીવન ને નવી દિશા અને ગતિ મળી, બેઉ એકમેકમાં ખોવાયેલ રહેતા. મેઘના ને એનું C.A. પૂરું કરવું હતું એણે ભણવાનું ચાલુ કર્યું. એની જીદગીમાંયે ચમત્કાર ઓછા નહોતા થયા. એ પણ પડતા આખડતાં જ અહીં સુધી પહોંચી હતી. બંનેને એકબીજાનો ભૂતકાળ ખબર હતી એટલે બંને વર્તમાનમાં જ જીવતા. એક એક પળ જાય લાખની એમ માનીને મનભરી જીવતા. લોકો ને પણ ઈર્ષ્યા આવે એવું મહાલતા. જાણે કે ખૂટતી કડી મળી ને રમત પુરી કરી જીત મેળવી હોય. એક બાજુ જોબ ચાલુ કરી અને ઘરે જ ભણાવા માટે ટ્યૂશન ચાલુ કર્યા . ને પોતાનું અધૂરું ભણતર પૂરું કરવા મથી. આ બાજુ ભાઈએ પણ પોતાનું અધૂરું સપનું પૂરું કરવા અમુલ નું પાર્લર ખોલ્યું. બેય એકબીજા ને મદદ પણ કરતા. હવે તો વાર્તા પુરી કરવી જોઈએ . ખાધું પીધું ને મઝા. પણ લો ..એમ તો ભગવાન માને!??

નજર જેવું કંઈક કામ તો કરતુંજ હશે. ફરી એકવાર તોફાન આવ્યું. મેઘનાને એક પછી એક તકલીફો પડવા માંડી. વંશવેલો? એ તો વળી વિચારવાનુજ શુ? ફરી પાછા ડોક્ટરો જિંદગીમાં આવી ચડ્યા. લીવર સાચવીએ કે કિડની એવો પ્રશ્ન કદી કોઈએ પૂછ્યો છે? અરે, શરીર ના અવયવો છે બંને જોઈએ જ ને. પણ બેમાંથી એક જ બચાવી શકાય એવું બને તો? હવે તો આંગળી કાપોને લોહી ના નીકળે એ વાત થઈ. એક એક અવયવ બંધ પડતું જાય તો શું થાય? પહેલા ગર્ભાશય, પછી કાન , આંખો, વાળ ... બસ હવે આગળ લખાશે પણ નહીં ને વંચાશે પણ નહીં. આ બધું જાણવા છતાં પણ આંખમાં એક આંસુ પણ નહીં ને મો પર સ્મિત!! ભલે એ લાલીત્યમય જાજરમાન સ્મિત ના હોય પણ એનું દર્દ તો છુપાવી દેતી હતી. બાકીના અડધા અંગનેય ખબર સુદ્ધાં નથી પાડવા દીધી કે શું અનુભવાય છે. ભલે ને બધા અંદરથી જાણતાં હોય.

એકબાજુ ડાયાલિસિસ ચાલતું ને બીજી બાજુ શ્રીમદ ભાગવત. પૈસા કમાવા કરતા વ્યક્તિ મહત્વનું લાગ્યું એટલે ખાણીપીણીનું પાર્લર બંધ કર્યું. જ્યારે કોઈ મૃત્યુશૈયા પર હોય તો મહામૃત્યુંજય જાપ કરતા જોયા છે પણ ભાગવત? પૂછતાં જાણવા મળ્યું કે જ્યારે આત્મા પીડાતો હોય ને મોક્ષ ના મળતો હોય તો શ્રીમદ ભાગવત વંચાય. ઓહ! ભગવાન! હાય રામ, આ હું શું સાંભળું છું. . હું તાડુકી ઉઠી.. એટલે શું તું મોક્ષ અપાવવાની વાત કરે છે એના છતે શ્વાસે! દ્રડ મક્કમથી હું એક વાર તો ભાભીને યમરાજ થી છીનવી લાવી . પણ નક્કી કરેલી ઘડી? ભલે થોડો સમય યમરાજ પણ થંભી ગયા અમારા પ્રેમને જોઈને. પણ શરીર સાથ ના આપે તો ઝૂકે જ છૂટકો. અને અંતે એક રાતે એમ્બ્યુલન્સ બોલાવી એટલે મારો ફોન પણ રણક્યો ને ત્યાં પહોચતાંવેંત હોસ્પિટલવાળાએ કહી દીધું. Sorry, She is no more. એક પળમાં એ ખુશીના પાંચ વર્ષની શોર્ટ ફિલ્મ બતાવી અદ્રશ્ય થઈ ગઈ. ઘણી વાર આત્મા ડંખે છે બોનમેરોની જેમ કિડની આપી હોત તો કદાચ જીવી ગઈ હોત. પણ નિસાસો નાખી બોલાઈ જાય છે હવે શું!

આખી જિંદગીના એ ખુશીની ટોચના પાંચ વર્ષ વીત્યા પછીયે પ્રભુને આંખમાં એ ટોચ ખૂંચી, પાસું ફેરવી જીવનસાથીના શ્વાસ ધીરે ધીરે કરી છીનવી લીધા તેમ છતાંય હજુ જોર રાખ્યું છે એની બાજુઓમાં..

ફરી એકાકી જીવન જીવતો માબાપના અને દીદીના પ્રેમને સહારે ઉભો થયો. પ્રભુની લાખ અવગણના છતાંયે શ્રીમદ ભાગવતને ભગવાન ગણી 'સેવા' એ એમનો જ અંશ છે એમ માની, થેલેસેમિયાથી પીડિત અસહાય દર્દીઓનો સહારો બની ગયો. હાલમાં CIMS હોસ્પિટલના BMT સેન્ટરમાં (સૂચિત) એ 'પ્રોજેક્ટ કોઓર્ડીનેટર' તરીકે ફરજ બજાવે છે. જે બૅંગ્લોરની સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે ટાઇ-અપ થયેલ છે. આ એ જ જીવ, જે જીવન માં મેરુ પર્વત ની જેમ અડગ રહેલો છે. નામ છે શૈવલ કમલભાઈ ગાંધી.

***

6 - શોષણ

નીલેશ મુરાણી

“જોજો મારો લાડલો હમણાંજ આવ્યો નથી એટલી વાર છે, આવતા વેંત એ મને ચોંટી પડશે અને કહેશે.

“મમા આઈ લવ યુ, પહેલા નંબરે પાસ થયો.”

ધારા એટલું બોલી અને અમારા પડોશમાં રહેતા શીલાભાભી આવ્યા, શીલાભાભીનો છોકરો કલ્પેશ પણ મારા સુમિત સાથેજ ભણતો, અને સુમિતનો કલાસમેટ હતો, એ પણ હોશિયાર હતો, ક્લાસમાં ત્રીજો ચોથો નંબર તો લઈ આવતો. શીલાભાભીએ આવતાની સાથેજ પૂછ્યું.

“કેમ ભાભી હજુ સુમિત નથી આવ્યો?”

“એની રાહ જોઇને બેઠી છું, આવો અંદર આવો.”

શીલાભાભી અંદર આવી અને સોફા પર બેઠાં, ધારા શીલા માટે પાણી ભરીને લાવી ત્યાંત્તો સુમિત આવી ગયો, ધારા ગ્લાસ ટીપોય ઉપર મૂકી દરવાજે સુમિત પાસે જઈ રહી હતી,

પછી જે થયું તે દ્રશ્ય જોઈને હું ખુબ ગુસ્સે થઇ ગયો, અંદરથી ઉકળી ગયો, શીલાએ સુમિતના હાથમાંથી રીઝલ્ટ લઈ લીધું અને સુમિતને કહ્યું.

“જોઉં સુમિત કેટલા ટકા આવ્યા?”

“આંટી નઈન્ટી ફાઈવ પરસેન્ટ આવ્યા, સ્કુલમાં પહેલો નંબર.” સુમિતએ ખુશ થતા જવાબ આપ્યો, શીલાએ સુમિતને બાથમાં લઇ લીધો, સુમિતને બંને ગાલ ઉપર કિસ કરવા લાગી.

ખુબ કંટ્રોલ કર્યા પછી પણ મારાથી ન રહેવાયું અને મેં ખુબ ગુસ્સામાં કહ્યું.

“શીલાભાભી આ શું કરી રહ્યા છો?”

“કેમ મારા દીકરા ને વ્હાલ કરી રહી છું?”

“ના પણ મારા સુમિતને તમારે આવો વ્હાલ નહી કરવાનો.”

વચ્ચેજ ધારાએ કહ્યું.

“અરે પણ રાહુલ આવું કેમ વિચારો છો? આપણો સુમિત એના છોકરા જેવો છે.”

એમ કહી અને ધારા ઉત્સુક્તાવસ સુમિતનું રીઝલ્ટ જોવા લાગી. સુમિતને શીલાના આલિંગનમથી છોડાવી અને સુમિત ને ચોંટી પડી.

“ભલે પણ મને આ પ્રકારે શીલાભાભીનું સુમિતને કિસ કરવું બિલકુલ પસંદ નથી.”

શીલા તો ગુસ્સે થઇને જતી રહી પણ મારા ઘરનો માહોલ ડહોળાઈ ગયો. સુમિતના રીઝલ્ટ માટે જે ખુશી હતી તે જાણે ઝગડામાં પરિવર્તિત થઇ ચુકી. શીલાના ગયા પછી ધારાએ મારી સામે જોઈને કહ્યું.

“જો શીલાને ખોટું લાગી ગયું. તારે શીલા સાથે આવું વર્તન નહોતું કરવું.”

“તો શું કરતો? આપણો સુમિત પણ હવે નાનો નથી, ભલે એ પંદર વર્ષનો થયો પણ સુમિતની બોડી જોઈ?

અઢાર વર્ષનો થયો હોય એવી બોડી છે.”

“તો શું થયું? બાળકો માં-બાપ પાસે હમેશા બાળકોજ હોય છે, પછી ભલેને એ ગમે એટલા મોટા થઇ જતા!”

ધારા દલીલ ઉપર દલીલ કર્યે જતી હતી, પણ ધારાને હું કેમ સમજાવું? છેલ્લે ધારાએ મને ન બોલવાનું બોલી નાખ્યું,.

“કમળો હોય તેને પીળુંજ દેખાય, તમે એવાજ વિચાર કરતા હો એટલે તમને બધું એવુજ દેખાય.”

ફરી મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો, મારે ધારાને નહોતું કહેવું તો પણ આજે જે વાત હું ભૂલવા માંગતો હતો એ વાત મારે ધારાને કહેવી પડી. વર્ષો સુધી દબાવી રાખેલો એ જ્વાળામુખી મારા અંદર ઉકળી ઉઠ્યો.

“ધારા તને એમ લાગે છે ને કે હું કેમ એવું વિચારું છું? તો સાંભળ મારા ભૂતકાળની એક વાત જે હું ક્યારેય યાદ કરવા નહોતો માંગતો પણ આજે તે મને મજબુર કર્યો છે, જે વાત હું આજે પણ યાદ કરું છું તો એ મારું ભૂતકાળ મને ખાવા દોડે છે.”

“ધારા ઉત્સુકતાવસ મારી સામે જોવા લાગી.

“એવી તો શું વાત છે જે સતર વર્ષમાં તમારે મને કહેવાની રહી ગઈ છે?”

“હું એ ઘટના યાદ કરવા નહોતો માંગતો પણ શીલાના એ વર્તનએ આજે મને એ ઘટના યાદ કરાવી દીધી.”

“કહો જોઈએ, મારે પણ સાંભળવી છે એ વાત. એવીતે શું ઘટના બની હતી કે તમે શીલા ઉપર આટલા ગુસ્સે થયા?”

સુમિત અમારી વાતો સાંભળી રહ્યો હતો એટલે સુમિતને બહાર રમવા જવા કહ્યું, હું રસોડામાં જતો રહ્યો, ધારાને પણ રસોડામાં બોલાવી ચાય બનાવવા કહ્યું. એ ચાય બનાવવા લાગી અને હું ધારાની સામે રસોડાના પ્લેટફોર્મ પર બેસી મારી સાથે બનેલી એ ભયંકર ઘટના કહેવાનું શરુ કર્યું...

“ધારા, હું જયારે સુમિતની ઉમરનો હતો ત્યારે મને ક્રિકેટ રમવાનો ખુબ શોખ હતો, એ સમયગાળામાં અમે કોલોનીમાં રહેતાં અને કોલોનીની બિલકુલ વચ્ચે એક મોટું ચોગાન હતું, ત્યાં હું મારા મિત્રો સાથે ક્રિકેટ રમતો.. પણ એ સમયે અમારા ક્રિકેટના નિયમો થોડા અટપટા હતા, અગર રમતા રમતા બોલ કોલોનીની બાઉન્દ્રી ટપી જાય કે કોઈના ઘરમાં જાય તો એ બોલ લેવા બેટ્સમેનએ જવું પડતું. ચોગાનની ત્રણેય બાજુ ત્રણ ત્રણ માળની બિલ્ડીંગ હતી, ચોથી બાજુ મોટો ગેટ હતો, ચોગાનની વચ્ચે અમે ક્રિકેટ રમતા, અને ત્યારે હું માત્ર પંદર વર્ષનો હતો, બોડી અને હેલ્થમાં હું પણ સુમિત જેવોજ લાગતો.

એક દિવસ હું બેટિંગ કરતો હતો, મેં એવો ફટકો લગાવ્યો કે એ બોલ સીધો સામેની બિલ્ડીંગનાં બીજા માળે રહેતાં લતાઆંટીનાં મકાનની ખુલ્લી બારીના પડદાને વીંધીને અંદર ચાલ્યો ગયો.

અમારી કોલોનીમાં લતાઆંટીના ઘરમાં બોલ લેવા જવું એટલે સિંહણના મોમાંથી માસનો ટુકડો લેવા જવા બરાબર હતું.

“લ્યો પહેલા ચાય પીવો.”

ધારાએ ચાયનો કપ મારી તરફ સરકાવતા અને ચાયની ચૂસકી લગાવતા ઉત્સુક્તાવસ પૂછ્યું.

“હા પછી આગળ શું થયું?”

“પછી તો મારા બધા મિત્રો મને કહેવા લાગ્યા કે,

“નિયમ મુજબ બોલ લેવા તો તારે જ્વુજ પડશે.”

હું પણ કંઈ કમ ન હતો, હિમ્મત કરી અને બેટ મુક્યું ચોગાનમાં અને બાંવડા ચડાવી હું તો હિમ્મત કરી થયો ચાલતો, પગથીયા ચડતા ચડતા મને પણ ડર તો લાગતો હતો પણ હું હિમ્મત ન હાર્યો. ધ્રુજતા પગે હું લતાઆંટીના ઘરનાં દરવાજે જઈ અને ડોરબેલનું બટન દબાવ્યું. લતાઆન્ટીએ દરવાજો ખોલવામાં થોડી વાર લગાવી, મને વિચાર આવ્યો કે અહીંથી સરકીને ચુપ ચાપ ચાલ્યો જઊં, પણ હવે મારી ઈજ્જતનો સવાલ હતો, અને ડોર ખુલી ચુક્યો હતો. લતાઆંટીએ દરવાજો ખોલ્યો, મને લાગ્યું એ બાથરૂમમાં નાહવા ગયા હતા એટલે દરવાજો ખોલવામાં વાર લગાવી. લતાઆંટી બ્રાઉન કલરના રેશમી ગાઉનમાં હતા અને માથા ઉપર સફેદ ટુવાલ વીંટાળેલ હતો. બાલ ઉપરથી પાણીના ટીપા ગાઉન ઉપર અને લતાઆંટીના ચહેરા ઉપર સરકી રહ્યા હતા. શેમ્પુની ખુશ્બુ આવી રહી હતી., એમને અન્ડર ગાર્મેન્ટ્સ નહોતું પહેર્યું એવું લાગ્યું, વક્ષસ્થળના નિપ્પલ નો આકાર સ્પષ્ટ જોવાતો.

ધારાએ વચ્ચેજ મજાક કરતા કરતા કહ્યું.

.” ઓહ! હાઉ સેક્સી વાજ લતાઆંટી.?”

“ધારા તને મજાક સુજે છે ? આ તો હું અત્યારે આવું વર્ણન કરી રહ્યો છું,, ત્યારેતો હું એટલો નાનો હતો કે એ દ્રશ્ય જોઈને ડઘાઈ ગયો હતો. અને પછી જે થયું તેતો એ સમયે ખુબ અસહનીય હતું, હજુ તો મારા ચહેરા ઉપર તાજી તાજી રુવાંટી ઉગી હતી. હા મને સ્કુલમાં છોકરીઓ પ્રત્યે આકર્ષણ થતું પણ લતાઆંટી! અરે લતાઆંટીને પણ દસ વર્ષનો એક છોકરો હતો..

“ઓકે પછી શું થયું? લતાઆન્ટીએ તને બોલ આપી દીધો?”

“નાં... આગળ સંભાળ. લતા આન્ટીએ મારો હાથ પકડી મારા ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું.

“શું જોઈએ માય સ્વીટ બોય?”

“આંટી મારો બોલ તમારા ઘરમાં આવ્યો છે. આપો ને.”

“ઓહ! તો મારા મીઠુંડાનો બોલ અંદર આવી ગયો છે?, આવ અંદર આવી ને લઇ લે.”

ત્યારબાદ હું ડરતા ડરતા અંદર ગયો, આમ તેમ સોફા નીચે ટીપોય નીચે બોલ શોધી રહ્યો હતો, પણ બોલ મળ્યો નહીં. ત્યારબાદ લતાઆંટીએ મને સોફા ઉપર બેસવા કહ્યું, લતાઆંટી બોલ શોધવા લાગ્યા. હું સોફા ઉપર બેઠો હતો અને લતાઆંટી નીચું નમી નમી અને બોલ શોધી રહ્યા હતા ત્યારે એમના વક્ષસ્થળનો ઉભાર મને જોવામાં આવતો, એમનું ધ્યાન પડતું તો હું આમ તેમ જોવા લાગતો, જોકે મારા માટે એ બધું નવું નવું હતું, આવું બધું જોઈને મને કંઇક થતું. હું એ જોઈ રહ્યો હતો, લતાઆંટીએ એ જોતા જાણે મને પકડી પાડ્યો હોય એમ કહેવા લાગ્યા..

“રાહુલ!! શું જોઈ રહ્યો છે?”

એમ કહેતા એ હસવા લાગ્યા, એમના હાસ્યમાં કોઈ અદભુત તેજ હતું, એ જાણે મને આવું બતાવવા માંગતા હોય એમ ફરી ફરીને મારી નજીકઆવ્યા.. મારો હાથ પકડીને એમના વક્ષસ્થળ ઉપર ફેરવવા લાગ્યા અને કહેવા લાગ્યા.

“પહેલી વાર સ્પર્શ કરે છેને? ચાલ મારી સાથે અંદર બેડરૂમમાં”

મારો હાથ પકડીને મને બેડરૂમમાં લઈ ગયા, મારા ગાલ ઉપર હાથ ફેરવવા લાગ્યા ત્યારે મને ખુબ શરમ આવતી. મારા ગાલ ઉપર કિસ કરવા લાગ્યા, એમની આંખો બંધ હતી, આંટી નાહી ને બહાર આવ્યા હતા પણ એમનો શ્વાસ ખુબ ગરમ હતો, ત્યારે મને કંઈ સમજાતું ન હતું પણ ટૂંકમાં કહું તો એ મને સેક્સ માટે આમંત્રિત કરી રહ્યા હતા, એ વાત મને અત્યારે સમજાય છે. ત્યાર બાદ જે થયું તે હું તને કહી નથી શકતો.

“ઓહ માય ગોડ! પણ આતો ચાઈલ્ડ અબ્યીસિંગ કહેવાય. તારે એમને આવું કરવા ના કહેવી જોઈએ ને?” ધારાએ કહ્યું.

“મેં ઘણી કોશિષ કરી પણ ત્યારે લતાઆંટી મારા ઉપર હાવી હતા. મેં એમને કહ્યું કે

“આંટી તમે પ્લીઝ આવું અંકલની સાથે કરો, મને છોડીદો.”

ત્યારે આન્ટીએ કહ્યું કે

“તને બોલ જોઈએ છે ને.?

પણ ત્યારે મને કંઈ ખબર નહોતી પડતી, અરે યાર હું મસ્ટરબેસન કરતો તો પણ મને કેટલો અપરાધભાવ ફિલ થતો? પણ ત્યાર બાદ મેં એક પેપેરની પુરતીમાં વાંચ્યું હતું કે મસ્ટરબેસન કરવાથી કોઈ નુકસાન નથી થતું ત્યારે મને ધરપત થઇ હતી.પણ આ શું? મેં પહેલીવાર લતાઆંટી સાથે સેક્સ માણ્યું? મને ખરેખર ત્યારે ખુબ અફસોસ થયો. પણ પછીતો મને આદત પડી ગઈ, રોજ સાંજે કોઈને કોઈ બહાનું કરી અને લતાઆંટી મને ઘરે બોલાવતા અને રોજ મારી સાથે સેક્સ માણતા. અરે ઘણી વખત તો બે બે વખત સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરતા. અને આવું તો લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યું, વચ્ચે મેં બે થી ત્રણ વખત ના પણ પાડી, તો લતાઆંટી મને ધમકી આપવા લાગ્યા, કે જો હું કોઈને પણ કહીશ તો એ આ વાત બધાને કહી દેશે, હું ખરેખર એટલો મુંજાઈ ગયો હતો કે વાત જવા દે. અને મારું ભણવામાં પણ ધ્યાન નહોતું લાગતું, હું દિવસે દિવસે નર્વસ થવા લાગ્યો, સ્કુલમાં પણ હું ગુમ સુમ રહેવા લાગ્યો.

હું પણ સુમિતની જેમજ દર વર્ષે પહેલા નંબરે પાસ થતો, પણ એ સમયમાં મારા ક્લાસ ટીચર એ મારા મમ્મી અને પપ્પાને ફરિયાદ કરી હતી કે મારી માનસિક સ્થિતિ બરાબર નથી, હું ભણવામાં ધ્યાન નથી આપતો. અને ત્યારે મારા પપ્પાએ મને ખુબ માર્યો હતો. પણ પપ્પાને હું શું કહું? હું કોઈને કંઈ કહી નહોતો શકતો. એક વખત તો એવું બન્યું કે લતાઆંટી મને ત્રણ દિવસ સુધી બોલાવવા પણ ન આવ્યા. પછી મને ખબર પડી કે એક મહિનાની રજા લઇને દુબાઈથી અંકલ આવ્યા છે.બસ એ એક મહિનો મને થોડી સાંતી થઇ પણ એક મહિના પછી ફરી અંક્ર્લ દુબઈ જતા રહ્યા અને ફરી એજ રૂટીન. અને પછી મારું પરિણામ?

દસમાં ધોરણમાં હું પિસ્તાળીસ ટકાએ માંડ માંડ પાસ થયો.

બસ આજ કારણ છે, કે શીલાએ જયારે સુમિતને કિસ કરી એટલે મને એ મારો ભૂતકાળ યાદ આવી ગયો.”

ત્યારે ધારાએ મને ગળે લગાવ્યો અને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ધારાને મારી મનોસ્થિતિ ખ્યાલ આવી ગઈ હતી. ધારાની વાત પણ સાચી હતી મારે શીલા માટે એવું ન વિચારવું જોઈતું હતું. પણ મારી સાથે જે બન્યું એ મારા સંતાન સાથે ન થવું જોઈએ અને ત્યારેજ મેં ધારાને કહ્યું.

“જો ધારા એક વાત સાંભળ, આપણો સુમિત અમુક સ્પર્શ ન સમજી શકતો હોય તો તેને એવા સ્પર્શની જાણકારી હોવી જોઈએ. શીલા જે રીતે સુમિતને કિસ કરી રહી હતી એ મને વ્યાજબી ન લાગ્યું,બસ અને એટલેજ મને ગુસ્સો આવ્યો. તારે શીલાને સમજાવવાની જરૂર નથી, તું ફક્ત સુમિતને તારી ભાષામાં સમજાવી દેજે.

“ઓકે...ઓકે...માય ડીયર ડીયર હસબંડ એ હું સમજાવી દઈશ, પ્લીઝ કામ ડાઉન,”

ધારાના શબ્દો સાંભળી અને હું થોડી સ્વસ્થ થયો એક ગ્લાસ પાણી પીધું અને ફરી મેં એજ લતાઆંટી સાથે વીતેલી આપવીતી જણાવી.

“ધારા,, પછી શું થયું એ સંભાળ. મારા ખરાબ આવેલ રીઝલ્ટની અસર મારી માનસિક સ્થિતિ ઉપર થઈ. હું મારી જાતને કોસવા લાગ્યો, એકવાર તો મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

પછી મારા પપ્પાના કોઈ મિત્રએ પપ્પાને મારું કાઉન્સેલિંગ કરાવવા કહ્યું. ત્યારેબાદ પપ્પા મને રોજ એક અંકલ પાસે લઇ જતા અને એ અંકલ મારી સાથે રોજ અડધો કલાક વાતો કરતાં.

એ અંકલ ખુબ સારા હતા, એ અંકલ એ મને બધું પૂછ્યું, લતાઆંટીની વાત આવી ત્યારે એ અંકલને લતાઆંટીની બધી વાત હિમ્મત કરીને જણાવી દીધી.

“વાવ એ હિમતનું કામ કર્યું. પણ તે ખુબ સમય લગાવ્યો, આ બાબતે તારે પહેલાથીજ તારા મમ્મી અને પપ્પાને ફરિયાદ કરી દેવાની હતી.” ધારા એ કહ્યું..

“હા તારી વાત સાચી પણ હું ખુબ ગભરાઈ ગયો હતો.” મેં કહ્યું.

“અરે યાર રાહુલ, હવે તો આ પોક્સો નો કાયદો પણ કડક છે, બસ એકવાર ફરિયાદ કરી દેવાની એટલે એ કાયદાનું ચુસ્તપણે પાલન થાય છે.”

“પોકશો?” મેં પૂછ્યું.

“હા પ્રોટેક્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસુઅલ ઓફેન્સ. એક્ટ.”

“હા એ મેં સાંભળ્યું હતું પણ મારા કેશમાં એવું નહોતું થયું, ત્યારે મારા પપ્પાએ એમના કોઈ મિત્રને કહ્યું હતું અને એમના મિત્રએ કોઈ એન.જી.ઓ. માં મારા પપ્પાના નામે ફરિયાદ કરી હતી. એ પણ મારા પપ્પાનું નામ લખ્યા વગર.

“વાહ! પછી શું થયું? એ એન.જી.ઓ. વાળા એ કોઈ એક્સન લીધા?”

“હા પછી બે ત્રણ દિવસ સુધી એ એન.જી.ઓ. વાળા લતાઆંટીના ઘરે આવ જાવ કરતા હતા, પછી એ લોકોએ લતાઆંટીને શું કહ્યું એ મને ખબર નથી પણ એ દિવસથી લતાઆંટી એ મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા.

“ગુડ. જરૂર એ એન.જી.ઓ. વાળા એ લતાઆંટીને બાનમાં લીધા હશે. નહીતો આ પ્રકારની સ્ત્રીઓ જલ્દીથી તાબે નથી થતી.”

“હા ધારા તારી વાત સાચી છે, પણ એ એન.જી.ઓ. માં એક સ્ત્રી ખુબ બાહોશ અને સમજદાર હતી, એમને મને બધુજ પૂછી લીધું હતું. એટલે આગળ કેશ હેન્ડલ કરવામાં એમને કોઈ તકલીફ ન પડે.

“ગુડ રાહુલ પછી શું થયું?”

“અરે! પછી શું ? અગિયારમાં ધોરણમાં પહેલો નંબર, બારમાં ધોરણમાં પહેલો નંબર. અને કોલેજનું તો મારે તને કંઈ કહેવાની જરૂર નથી.

“હા રાહુલ એ કોલેજના દિવસોમાં તો હું પણ તારી દીવાની થઇ ગઈ હતી.”

સમાપ્ત.