Dhaburayelu Ratan Chandralekha Rao દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dhaburayelu Ratan

NAME :- CHANDRALEKHA

ANILKUMAR RAO

Email add :- chandralekharao@yahoo.in


“ઢબુરાયેલું રતન”
“જો , આ ઘરની રોનક વધી છે ને તે આશાના પ્રતાપે જ.”ચુપચાપ રહેજે નહી તો ઘર પણ ગુમાવવું પડશે અને દીકરી પણ.”
સહેજ કરડાકીભર્યા સ્વરે માસા માંથી પિતા બનેલા કાકાએ આશાની માતાને સમજવતાં કહ્યું..
આશાની માતા લીલા આઘાતથી સમસમી ગઈ.. પોતાની દીકરી શું માનશે પોતાના વિશે..??અંતે તે સુનમુન બની ગઈ...આંખોમાંથી અશ્રુધારા વહી રહી..
હજી બે જ દિવસ સાસરીમાં ગાળીને આવેલી આશાના કાને આ બીજો વજ્રાઘાત હતો...
એક જ ઘર માં બે બહેનો અને બે ભાઈની જોડી હતી..મોટાભાઈ લક્ષ્મણ સાથે લીલા અને નાનાભાઈ જશવંત સાથે જીયા.એક અકસ્માતમાં જીયાનું મૃત્યુ થયું હતું.
મા ને વળગીને ખૂબ રડેલી આશાને હતું કે હું અને મા એકલા પડીશું પછી જ એની સાથે શું થયું એની વાત કરીશ.. મા ને ઠપકો પણ આપીશ...મા ને પણ હતું કે દીકરીને અચાનક બધું છોડીને જવું પડ્યું એટલે પિયર આવતાં રડે છે..પણ આહીં તો કઈ જુદુંજ ચિત્ર નજર સામે આવ્યું.
આશ્ચર્યથી દિગ્મુઢ થઈ ગયેલી આશાએ જાતને સંભાળી. એક ઉંડો નિશ્વાસ નાખી એ ઘરના બીજા સભ્યોને મળવા લાગી.તો જોડિયા બાળકોને જન્મ આપીને બે જ કલાકમાં મૃત્યુ પામનાર પોતાની પત્નીનો આઘાત બે મહિના માં ફગાવીને દસ વર્ષની આશાને પણ બાપનો આશરો મળી રહે એ હેતુથી પંચને મનાવીને પોતાની ભાભી ( પોતાના મોટાભાઈની વિધવા પત્નીને )પોતાની જીવન સંગીની બનાવનાર જશવંતને હવે મોટી દીકરી એક બોજ લાગતાં પહેલીજ નજરમાં ગમી જાય એવા દેખાવે સુંદર શરીર સૌષ્ઠવ ધરાવતા પણ સાવ અબોલ જેવા વ્રજ સાથે પરણાવી દેવાઈ...હા, આશા પોતે પગભર થઈ શકે એટલું ભણી શકી હતી.એ મંદબુદ્ધિના બાળકોની શાળામાં સંગીત શિક્ષિકા તરીકે નોકર્રી કરતી હતી...
એના કાકાએ એને અને માતાને અંધારામાં રાખ્યાં... સગા સંબંધીઓ સાથે હસીને વાત કરતા જશવંતને જોતાં લાગે જ નહી કે એને પોતાના ભાઈની દીકરી સાથે કેવો નિષ્ઠુર ખેલ ખેલ્યો છે..
બહુ ઓછી જમીન અને ગામમાં બે ઘર . તે પણ હવે એણે પોતાના નામે કરેલાં હતાં...
આશાની માતા ઉમર અને આઘાતની મારી લાચાર હતી...પિયરમાં પણ કશું જ રહ્યું નહતું..
લગ્ન પછી પિયરે રોકાવાનો રિવાજ હોઇ અઠવાડિયા પછી આશા સાસરે આવી.વિધવા સાસુમાએ ઉમળકાભેર આવકાર આપ્યો .આવ બેટા આ તારું જ ઘર છે.આપણે ત્રણે રહેવાનું છે...આશા સાસુમાના આશિર્વાદ લઈને ઘરમાં પ્રવેશી.. એક નજરમાં માપી લીધું કે ઘરમાં શાંતિ છે..પણ, જીવનમાં તો જાણે ઝંઝાવાત આવ્યો છે... જે શમણા લઈને એક યૌવના પતિગ્રુહે આવે તેવાં જ શમણાં તેની આંખોમાં હતાં પણ, અહી તો પતિ સામે આવવા છતાં એકેય શબ્દ ના બોલ્યો અને માત્ર સગા સંબંધી શું કરે છે તે હિલચાલ જોતો રહ્યો. તો અહિ આ બધું જોઇને અને કાકાની વાતો સાંભળીને જાને સપના વેરવિખેર થઈ ગયાં..
ખેર, માતાની સલામતી ખાતર પણ એણે આમ મળેલું જીવન જીવવું જ રહ્યુ. પોતે કાયદાકીય લડી તો શકે પણ માતાની ઉંમર અને તબિયત જોતાં એ ચૂપ રહી માતા એવી સક્ષમ તો હતી નહી. આણું કરીને એ સાસરે આવી.
સાસરીની એ પ્રથમ રાત... ઘણા બધા ઉચાટ સાથે એ પલંગમાં સુતી... અને વ્રજ પણ પડખું ફરી સુઈ ગયો. આશાને ઘણુ બધું કહેવું હતું ,પુછવું હતું ફરિયાદ કરવી હતી. પણ વ્યર્થ એમ સમજી જાગતી આંખે રાત કાઢતી રહી...વહેલી પરોઢે જરાક આંખ લાગી ગઈ. સાસુ જાનકી બેને દરવાજો ખખડાવ્યો એ સફાળી ઉઠી ને બહાર આવી ..” અરે,! કંઈ નહી બેટા. તું નાસ્તામાં શું લઈશ? એ પુછવા આવી હતી.. તું તારે આરામથી આવજે પાણી ગરમ જ છે . નાહીને પ્રાર્થના કરીને ચા નાસ્તો કરીએ.આશા કશું બોલ્યા વિના માથુ હકારમાં નમાવી ચાલી ગઈ... જાનકીબેન પણ ગયાં.પ્ર્રાર્થનામાં આશા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. જાનકીબેનને લાગ્યું કે માતાને છોડીને આવી છે એટલે આમ રડે છે તેમણે માથા પર હાથ મુકી સમજાવી જો હું પણ એક મા જ છું ને.. તું મને તારા દુ:ખદર્દ વિના સંકોચે કહી શકે છે.
”શું કહું?? મા..?? એ કહું કે મારી સાથે છેતરપીંડી થઇ છે.” અને એણે પોતાના કાકાની વાત કહી સંભળાવી.. જાનકીબેન સ્તબ્ધ થઈ ગયાં..! પણ મેં તો ચોખ્ખી વાત કહી જ દીધી હતી મારા વ્રજ વિષે... સાવ બાળમંદિરમાં હતો ત્યારે ,અતિશય શરદી અને કાનમાં પરુ થવાને કારણે એની શ્રવણ શક્તિ નષ્ટ થઈ ગઈ હતી , જ્યારે અમને એની ટીચરદીદીએ ફરિયાદ કરે કે પહેલાં એ બધા ગીત ગાતો હતો બોલતો હતો , હવે અમારું કીધું સાંભળતો નથી. અને અમે પણ ઘરે ફરી ફરીને બોલાવતા પણ એ કઇ જ જવાબ આપતો નહતો આખરે કાન-નાક, ગળાના ડોક્ટર પાસે લઈ ગયા. એક એકથી ચડિયાતા ડોક્ટર્સનો સંપર્ક કર્યો પણ બહુ મોડું થઈ ગયું હતું.. બસ એક જ જવાબ હતો બધાં નો. હોઠના ફફડાટ પરથી જે જાણ્યા છે સમજ્યા છે તે શબ્દો એને સમજશે કદાચ બોલી શકશે...એની સ્વરપેટીમાં પણ થોડુંક નુક્શાન થયું હતું... એ જે પણ કંઈ કહે કોઇજ સમજી શક્તું નહતું...” પોતાની સાસુમાને વાત સાંભળીને આશા પણ ક્ષુબ્ધ થઈ ગઈ. એ કશું બોલી નહી અને વ્રજની સામે આરતી લઈને પ્રસાદ આપવા ગઈ... વ્રજે પણ આશાને રડતાં જોઇ લીધી હતી .અચાનક બન્નેને આંખો ચાર થઈ.વ્રજે મૌન આંખો વડે ઘણું બધું કહી દીધું હતું. તો આશાના ની દરિયાદિલીએ એ પણ સમજી લીધું કે બધું આપણી મરજી મુજબનું નથી થતું આ જીવનમાં. એ સાસુમા સાથે રોજીંદા કામમાં લાગી.. પહેલાજ દિવસે એને સાસુમા સાથે ફાવી ગયું...
રોજ રાતનાં અંધારાં એને વ્રજ સાથેની સેજ જાણે ખાવા દોડતી... હા, આ પાંચ દિવસમાં વ્રજે એને સ્પર્શ પણ કર્યો નહતો. પલંગના એક બાજુ એ પોતાની કાયા સંકેલી પડી રહેતો...તો આશાને થતું ,એના ઊના નિ:શ્વાસ સાંભળી શકે એવું એના એકાંત સિવાય કોઇજ ન હતું.. સોમવારથી એને શાળાએ જવાનો નિર્ણય કર્યો... સવારના બધાં કામમાં જાનકીબેન મદદ કરતાં.અને બપોરે સિલાઈ મશીનપર ભગવાનના વાઘા ને અવનવું રૂપ આપી સિવતાં હા , એમના હાથો માં જાદુ હતો એ બીજું ઘણુ પણ સિલાઈકામ કરી શક્તાં હતાં . નાનકડા શહેરમાં પોતે ત્રણ જણ સારી રીતે જીવી શકે એવી મૂડી હતી. તો એમના પતિદેવ પરદેશ કમાવા ગયા પછી ક્યારેય પાછા આવ્યા નહતા. એમના વિષે અવનવી વાતો થયા કરતી... તો કોઇકે તેમા મૃત્યુના સમાચાર પણ આપ્યા હતા...પણ જાનકેબેન ને કોઇક દિવસ એ પાછા આવશે એવી આશા હજીયે હતી... ઘર અને થોડીક ખેતી એકાદ ફાર્મહાઉસ મૂકીને ગયા હતા.
કોકની સલાહથી એમણે વ્રજને બહેરા મુંગાની શાળામાં ભણવા મુક્યો હતો , ઘણી બધી વખત પોતાના દીકરાની અસલામતી એમને કોરી ખાઈ જતી અને એમણે એને થોડુંક ભણાવીને ઉઠાડી લીધો હતો.ઘણુંખરું એ સમજી શકતો હતો પણ સાવ અંતર્મુખી થઇ ગયો હતો ઇશારાથી બોલવાનું પણ સાવ ઓછું. હવે એ માતા ને મદદ કરતો હતો.
એક રાતે ટેબલલેમ્પ ની લાઈટ ચાલુ રહી ગઈ હોઇ આશા બંધ કરવા ઉઠી. એણે કેટલાક કોરા તો કેટલાક દોરાયેલા પેપર જોયાં.. એને ઉત્સુકતા થઈ એણે દરેક પાનું ખોલીને જોયું અને એ જોતીજ રહી ગઈ... દરેક પાના ઉપર પોતાની વિવિધ મુદ્રાઓનું રેખાચિત્ર જોયું... સાસુમા ને મદદ કરતી, કપડીં ધોતી સાજ શિંગાર કરતી, તો રાતના નિશ્ચિંત થઈને ઉંઘતી આશા !!
વ્રજ આજે કદાચ આ બધું મુકવાનું ભૂલી ગયો હતો . એણે બધું જેમ હતું એમ મુકી દીધું અને સુઈ ગઈ....પણ વ્રજની હસ્તકલા આશાના મનમાં અજવાળું કરતી ગઈ..
બીજે દિવસે આશા અનેરા ઉમંગ સાથે કામ કરતી હતી.. જાનકીબેન સમજી ગયાં .દીકરાનો સંસાર બરાબર ચાલવા લાગ્યો છે. આશા શાળાએ ગઈ. જાનકીબેન બપોરે વ્રજના રુમમાં ગયાં.. એમણે પણ બધાં ચિત્રો જોયાં અને મનોમન ખુશ થતાં વ્રજને સાચવી લેનારને મોકલી આપનારા પ્રભુનો આભાર માનવા લાગ્યા..એક રવિવારે બધાં શહેરના દરિયાકિનારે ફરવા ગયાં... આશાને દરિયો બહુ ગમે એ જણી જાનકીબેન એ બન્નેને લઈ ગયાં... બન્ને શેતરંજી પાથરીને બેઠા નાસ્તો કર્યો અને આશા દરિયામાં મોજાંની મોજ લેવા ગઈ... અચાનક એક મોટું મોજું આવ્યું અને આશાને ખેંચી લઈ જવા લાગ્યું... નિર્વિકારભાવે દરિયાને અને આશાને જોયા કરતો વ્રજ અચાનક દોડ્યો અને આશાને કાળમુખા મોજાના પંજામાંથી ખેંચી લાવ્યો... નિશ્ચેતન જેવી આશાને જોઇ જાનકીબેન રડવા લાગ્યા. પોતાને જેવી સમજ પડી એવી રીતે આશાને ઉંધી સુવડાવી બધું પાણી બહાર કાઢ્યું.. વ્રજ આશાના નાક પાસે હાથ મુકી જોતો હતો કે શ્વાસ હજી ચાલે છે...ત્યાં ઉભેલા લોકો જતજાતની સલાહો આપતા હતા પણ વ્રજ એના આત્માનો અવાજ જ સાંભળે શકતો હતો એ ફક્ત જાનકીબેન જ જાણતા હતા...અચાનક આશાએ આંખો ખોલી અને વ્રજે એને પોતાના બાહુઓમાં ઘેરી લીધી તો જાનકીબેને પીઠ પસવારતાં અને ક્યારેક હૈયા સરસી ચાંપતા બેસી રહ્યાં..”બસ હવે કોઇ દિવસ દરિયો જોવા નહિ આવવાનું” એ બોલ્યા....
“નહી મા, હું તો આવીશ.. વ્રજ હશેને મને બચાવનારા... અને વ્રજ સામે અહોભાવથી જોઇ રહી.....એ રાતે વ્રજ ઉંઘી શક્યો નહી... એ પડ્ખા ફેરવતો હતો , જરાકવારની ઉંઘ પછી ઉઠ્યો અને ટેબલ્લેમ્પ ચાલુ કરી કંઇક કરવા લગ્યો આશા આ બધું અડધી બંધ આંખે જોતી રહી...એણે જોયું કે વ્રજે કશુંક એક મોટી ફોટોફ્રેમ પાછળ છુપાવ્યું... એ એકલી પડવાની રાહ જોતી ઉંઘી ગઈ..
વહેલી સવારે એને ફ્રેમ પાછળના કાગળ પર કશુંક લખેલું વાંચ્યું” મારા મૌનની વાચા છો તમે”અને નીચે નાનક્ડું આશાનું ચિત્ર દોરેલું હતું..આશા અભિભુત થઈ ગઈ.. એણે ઉંઘી રહેલા વ્રજના માથે હાથ ફેરવવાની ઇચ્છા થઈ આવી પણ કોઇક ખામીવાળા લોકો વધુ પડતાં સંવેદનશીલ હોય છે એમ જાણતી હતી એટલે ચુપચાપ આવે સુઈ ગઈ. સવારે બધું કામ આટોપી શાળાએ પણ જવાનું હતુંને..
જેમતેમ જમીને નીકળી જતી આશા માટે સાસુમા આગ્રહભેર નાના ડબ્બામાં નાસ્તો ભરીને રાખતા અને એ લઈ જવા આગ્રહ કરતાં.. આશા તૈયાર થવા પોતાના રુમમાં ગઈ એને અચાનક શું સુઝ્યું કે એક ચબરખીમાં કંઈક લખીને વ્રજની વસ્તુઓ વચ્ચે મુકતી ગઈ...સાંજે આવી, રાત થતાં એને ઇંતેજારી વધી ગઈ..વ્રજે એને લખેલે વાત વાંચી હશે કે નહીં ? ” હું તમારી ઋણી છું અને રહીશ, વ્રજ મેં કઠિનમાં કઠિન પરિસ્થિતિઓમાં પણ જીંદગીથી હાર નથી માની તો દરિયાના મોજા મને લઈ જાય એ તમારાથી ના જોવાયું અને મને બચાવી . એ ઉપકાર કેમ ભુલું..? તો સુંદર મરોડદાર અક્ષરોમાં વ્રજે પોતના જીવનમાં આવવા બદલ આશાનો આભાર માન્યો હતો અને પોતાને જેવો છે તેવો અપનાવવા માટેના આભારના તેના પાસે શબ્દો નથી એવું પણ લખ્યું હતું...
આજની રાત કંઇક ઉચાટ સાથે બન્નેની ઉંઘ હરામ કરી ગઈ હતી... બન્ને પડખાં ઘસતાં હતાં પણ કોઇ એકબીજાને સામે જોવાની પણ હિંમત નહતું કરતું. અચાનક આશા પાણી પીવા માટે ઉભી થવા જતાં નજીક મુકેલે ખુરશીને ઠેસ વાગતાં ભરેલા પ્યાલા સથે વ્રજ પર પડી... બન્ને ચમ્ક્યા અને મુક્તમને હસી પડ્યા... પછી બે દિવસથી લખાતી ચિઠ્ઠીઓ ઉકેલીને વાંચવાનો અને મંદમંદ મુસ્કુરાવાનો દોર ચાલ્યો... તો મુકબધિરોને ભાષામાં કશુંક ઇશારાથી અને કશુંક આંખોથી કહેવાતું ગયું... તો મંદબુદ્ધિની શાળામાં બાળકો વચ્ચે રહીને આશા એટલું તો સમજી જ ચુકી હતી કે પ્રેમને કોઇ અવાજ ભાષા કે શબ્દોની જરુર નથી....તેને ઉઠીને વ્રજને ભીનું થયેલ શરીર લુછવા રુમાલ આપ્યો અને કપડાં બદલવા ઇશારો કર્યો..વ્રજને કપડાં બદલીને આવતો જોતાં પોતે સંકોચાઈને ભીના કપડાં બદલવા ગઈ...તો વ્રજે ત્યાંજ રોકી લીધી...પહેલી વાર કોઇ પુરુષના પૌરુષત્વનો અહેસાસ આશાના રોમે રોમે રણકાર કરતો ગયો...બે હૈયા, બે શરીર બે આત્માઓના મિલનથી રાત પણ જાણે ચાંદનીમાં નાહી રહી હતી... અને આશા વ્રજમય બની ગઈ.
હા, આટલા દિવસોના સાસરવાસમાં એને વ્રજને ક્યારેય વાસનાભરી નજરે જોતાં જોયો નહતો.
કે ના તો એણે કોઇ દિવસ જબરદસ્તી કરી હતી....અને એજ વાત આશાને સ્પર્શી ગઈ હતી..હવે આશા નવા ઉમંગ સાથે ઘરમાં કામ કરતી હતી.. સાસુમા માટે શહેરમાંથી કસ્તકલામાં કામ લાગે એવી નવી નવી વસ્તુ લાવી આપતી હતી. તો વ્રજ માટે મોટા બોર્ડ કલર્સ બ્રશ અને ઘણું બધું ... હવે વ્રજના હસ્તચિત્રો એની શાળામાં મુકાતા હતા. બાળકોને લગતા ફૂલ, ઝાડ છોડને વધુ તો મુક્ત ગગનમાં વિહરતાં પંખીના ચિત્રો એ આબેહુબ દોરતો.હા, આશા પાસે એની અલબેલી મૂડી હતી જે અનમોલ હતી આશાના વિવિધરુપે દોરેલા ચિત્રો..! જાનકીબેને આશાના કાકાની કપટવ્રુત્તિ જાણી ગયા બાદ આશાના કાકાને અહીં આવવાની સાફ ના પાડી દીધી હતી....હવે આશાના કાકા પણ અહીં આવતા નહતા ફક્ત એની માતાને અને નાના ભાઈ - બહેનને એ ક્યારેક રહેવા લઈ આવતી હતી.
ચંદ્રલેખા