Zindagi ni Karuna Chandralekha Rao દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Zindagi ni Karuna

“જીંદગીની કરુણા”


"શું જોયા કરે છે?? આમ રોજ બારીની બહાર એકીટસે..??? "
કંઈ જ નહીં... તનવી દ્વારા અચાનક પુછાયેલા સવાલથી નિકુંજ તંદ્રામાંથી બહાર આવ્યો..
"તનુ, ચાલ મસ્ત ચા બનાવી આપ.."
"ના, એમ નહી આજે મને કહેવું પડશે ... નવી જગ્યાએ જોબમાં કોઇ પરેશાની છે???
અરે ના,,,જો અહીં આવ કહીને નિકુંજે તનવીના ખભે હાથ મૂકીને બતાવ્યું..જો પેલા હિંચકાની આજુબાજુ ..વેલ છે.. એકતરફ રાતરાણી અને બીજી તરફ પારિજાત...
જે પણ રાતે એ હિંચકે બેસતું હશે એનું મન તરબતર થઈ હજતું હશે રાતરાણીની સુગંધથી,, અને સવારે પારિજાત જો કેવી મજાની સફેદ- કેસરીયા રંગની જાજમ બિછાવી દે છે... કોણ હશે જે આમ રેઢું મૂકીને ગયું હશે..???
ઓહ !!!!!! એમ વાત છે..... એમ કહીને તનવી ચા બનાવવા ગઈ પણ નિકુંજની વાત એને અસર કરી ગઈ...એ કામ સાથે વિચારતી રહી..
બપોરે નવરાશના સમયે એ સરકારી આવાસની સાવ તુટવા આવેલ નાનકડી વાડાની દિવાલ ઠેકીને એક લટાર મારી આવી એ સુંદર મજાના નાના બાગમાં..
4:00 વાગ્યે બાળકોને ટ્યુશન મોકલીને એ ચોકડીમાં નળે પાઈપ લગાવી અને નાનકડી ડોલ લઈને સામે દેખાતા ફૂલછોડને પાણી પીવડાવવા લાગી.
મનમાં એક ઘેરી ઉદાસી છવાઈ ભૂતકાળના સ્મરણોની..
પછી તો બેત્રણ દિવસે આ જ કાર્ય એનુ નિયમિત થઈ ગયું..
આજે રવિવાર હોવાથી બધા જ મોડા ઉઠ્યા ... નિકુંજ બે ત્રણ દિવસના ઓફિસ ના કામે ગયો હોઈ રાતે જ આવ્યો હતો .. તે ફરી એ જ બારી પાસે ઉભો રહ્યો.. પણ કંઈક જુદું અનુભવતો હતો..
થાક ઉતરી ગયો..??? ઉઘ્યા કરવું હતું ને આજે તો રજા છે...કહી તનવી પાછી ફરી ઘરમાં કામે લાગી..
તેણે ચા નાતો બનાવીને નિકુંજને બોલાવવા આવી..ઓહ !!! હજી આમ જ ઉભો છે..??
હું ભૂલી ગઈ કેટલા દિવસે હિંચકો જોવા મળ્યો નહી..!!! ????
"ના, તનુ આજે કંઈક અલગ લાગે છે બધું..!! તેણે આશ્ચર્ય સાથે કહ્યું..
શું અલગ?? તનવીએ પુછ્યું..
જો પેલા ફૂલ છોડ અચાનક તરોતાજા થવા લાગ્યા...!!! તેણે આશ્ચર્ય સાથે કહ્યુ..
"એ તો તારી ચિંતા જોઇને મને પણ થયું કે આમ ફૂલ છોડને કરમાવા ના જ દેવાય.. એટલે હું પાણી પીવડાવતી હતી..સહજભાવે બોલીને તે જતી જ હતી કે અચાનક નિકુંજે તેને પકડી લીધી અને ભાવવિભોર થઈને શાબાશી આપી. સાથે ચેતવી પણ..: “જોજે કોઇકના બગીચામાં આમ ઘુસવું સારું નહી, નાહકનુ કોઇક આવી જાય ને અપમાન કરી બેસે તો.”.??
“લે, એમાં શું મેં કોઇ ચોરી થોડી કરી છે..??? છોડવાઓને પાણી જ તો પાયું છે..!!! “તનવી સહજભાવે બોલી..
"તારી આ નખરાળી નાદાની જ મને ગમે છે" કહી તે હસી પડ્યો.આજે સહેજ ભીનેવાને તન્વી ખુબ જ સુંદર લાગતી હતી . નાહીને એને રાખેલા છુટા વાળમાં^થી અજબ માદક સુગંધ પ્રસરી રહી હતી...
,એને તનવીને સાવ નજીક ખેંચી ચૂમી લીધી. આંખો ઉલાળી અને તનવી ખુશ થતી કામે લાગી...
તે જ રાતે તરસ લાગી હોવાથી તનવી પાણી પીવા ઉઠી... રસોડામાંથી પણ પેલું ઘર દેખાતું હતું અત્યારે આટલી રાતે ત્યાં લાઈટ ચાલુ હતી... તેણે નિકુંજને ઉઠાડ્યો... થોડીક વારમાં ચારપાંચ દેહાકૃતિઓ પણ દેખાઈ જેમાંથી એક પરિચિત લાગી....પછી માથું ખંજવાળતો નિકુંજ સ્વગત બબડ્યો અહીં વળી કોણ ઓળખીતું હોવાનું..?
આટલી અડધી રાતે એ લોકો પાણી વિના શું કરશે... આટલી ગરમીમાં પીવાનું ઠંડું પાણી તો જોઇએ જ ને...!!! અને તનવી એક મોટો જગ ભરીને ઠંડું પાણી લઈને આવી" લે નિકુંજ આપી આવને જો બાળકો પણ સાવ નાના છે.."
“અરે ભાઈ, હું કોઇ સેવા કરવા નથી માંગતો સાવ અજાણ્યા આપણને શું સમજી બેસે...તું જા”
“હું ઉભો રહું છું તું જા”... કહી તનવી ને મોકલી ..
અચાનક દરવાજાની વિરુધ્ધ દિશામાંથી કોઇક્ને આવેલું જોઇં તેઓ ચોંક્યા..!!
હું પેલા સરકારી મકાનમાં રહું છું અચાનક આ તરફ નજર ગઈ બાળકોને જોયાં ઘણા દિવસથી ઘર બંધ જોયું હતું,,, એટલે હું પીવાનુ પાણી આપવા આવી છું..
સાવ આગંતુકને આમ મદદે આવેલ જોઇ જરા શંકા ગઈ અને તેમણે પાણી લેવાનો નનૈયો ભણ્યો...પણ પાણી જોઇને નાનકડા બાળકે પાણી પીવાની ઇચ્છા બતાવી અને થોડીક આનાકાની કર્યા પછી પાણી લીધું..
તનવી જગ ત્યાં જ રહેવા દઈને સસ્મિતવદને પાછી ફરી..
બીજે દિવસે સવારે પાછળથી કોઇક્નો અવાજ આવતાં તનવી તે તરફ ગઈ.. નિકુંજને બાથરુમમાં એ અવાજ પરિચિત લાગ્યો પણ સ્પષ્ટ ના સંભળાયો..આવેલી મહિલાએ દિવાલની પેલી તરફથી જ તંનવીનો આભાર માન્યો અને કહ્યુ: આટલા વર્ષોમાં કોઇકે આ રીતે અહીંથી મદદ કરી હોય એવું પહેલી વાર બન્યુ...હું ઉર્વી.. અને હું તનવી...હમણાજ રહેવા આવ્યા અહી..
બન્ને સ્મિત વેરી પોત પોતાના ઘરે કામે લાગી..

બસ પછી ઘરની સાફ સફાઈ માટે મજૂરો આવ્યા. ઉર્વી પણ ઘણા દિવસના કપડા ધોવા આપવા અને બેગ બિસ્તરા યથા યોગ્ય જગ્યાએ મુકવા તથા ઘર સમુ કરવા માં લાગી..
પણ ,,,,,,,
અજય બાગમાં લટાર મારવા લાગ્યો... ત્યાં તેની નજર લીલાછમ છોડવાઓ પર સ્થિર થઈ.. અરે!! આ છોડવાઓની જ ચિંતા હતી માળીને, પણ કામ બાબતે ટપાર્યો હતો એટલે અઠ્વાડિયાની રજા લઈને ગયો પછી આવ્યો જ નહી...મારા ફૂલછોડ કરમાઈ જવાની દહેશત ખોટી ઠરી..આ ક્યારાઓમાં એકાદ દિવસ પહેલાં જ કોઇકે પાણી રેડ્યું લાગે છે... કોણ હશે..??? આમ વિચારતો અજય ઘરમાં ગયો અને ઉર્વીને માળી વિષે પૂછ પરછ કરી તો ખબર પડી કે એ હવે કદાચ નહી આવે..તેણે આપેલા નંબર પરથી કોઇ જવાબ આપતું નહતું.
જમવાના સમયે પણ તે વિચારતો રહ્યો કોણ પાણી પીવડાવતું હશે આજુબાજુમાં કોઇનુંયે પાણી આ તરફ આવે એવી શક્યતાઓ જ નથી.. તો પછી...???
સાંજ પડતાં ઉર્વી પોતાને મનપસંદ જગ્યાએ જઈને બેઠી તો સામેના મકાનમાંથી તનવીને કામ કરતી જોઇ એ તે તરફ લટાર મારવા લાગી.. તંનવીને જોઇને એને થયું આ જ રાતે પાણી આપવા આવ્યા હતા..દિવાલ પાસે આવી ને પુછ્યું સાંજની તૈયારી..??
તનવીએ એ તરફ જોયું તો ઉર્વી હતી.. હા...એણે હસીને કહ્યું બાળકો ટ્યુશનેથી આવે એટલે સીધા જમવા જ બેસાડી દેવાયને..
ઉર્વીને સહજ જ સરખામણી થઈ આવી મારાં બાળકો બજારની વસ્તુ પહેલા ખાય પછી જમવા તરફ ઉદાસીન થઈ જાય.. એ વિચારે એ ખિન્ન થઈ ગઈ..
“બાળપણમાં થોડીક્ કાળજી રાખી હોય તો સારું પછી મોટા થાય ત્યારે તો એમની ઈચ્છા પ્રમાણે જ રહેવાના..તનવી એ કહ્યુ.."થોડીક ઔપચારિક ઓળખાણ ધીમે ધીમે મૈત્રી મા ફેરવાઈ..કોઈએ પોતાના અસલ ગામ શહેરની માહિતી પૂછી નહિ.. અને ઉર્વીને ખબર પડી કે અજયને ખૂબ ગમતા રાતરાણી અને પારિજાતને તનવી એ જ જીવંત રાખ્યા છે(.... ત્યારે એ અહોભાવથી જોઇ રહી..પણ બન્નેમાંથી કોઇને એકબીજાના જીવનસાથી ના નામ પૂછવાની હજી જરુર નહોતી લાગી ઉર્વીનો પતિ હવે એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો જ્યારે તંનવીનો પતિ સરકરી ખાતામાં હતો..
સમય મળતાં ઉર્વી બન્ને તનવી પોતાના બાળકોને એ બાગમાં રમવા મોકલતાં અને બન્ને સખીઓ વાતો કરતી... સ્ત્રીઓની વાતોમાં શું હોય?? પહેરવા ઓઢવાના શોખ અને ફરવાની વાતો રસોઇની વાતો...હજી સુધી બેમાંથી એકેયે પોતપોતાના અંગતજીવન ની કોઇ વાત કરી નહતી.. પણ બાળકોમાં પાક્કી દોસ્તી થઈ ગઈ હતી..
એક દિવસે ઉર્વીની જીદને કારણે તનવીએ નિકુંજને લઈને એના ઘરે જવું પડ્યું..ચા નાસ્તા માટે..બન્ને જાણતી હતી કે અજાણ્યા શહેરમાં આ રીતે જ હળી મળીને રહેવું પડે...
ઉર્વી ટેબલ પર નાસ્તો ગોઠ્વતી હતી અને અજય પેપર વાંચતો હતો...બાળકો હજી નહાયા વિનાના સીધાં જ કાર્ટુન ચેનલ કરી ને બેઠા હતા... રોજના પરિચિત ચહેરાને એમના ઘરે મળવાનુ હોવાથી તનવીના બાળકો વધુ ખૂશ હતાં..
પણ બે ચહેરાઓ હજી સાવ અપરિચિત હતા એકમેકથી સાવ અણજાણ...નિકુંજ અને અજય.
હવે નિકુંજ પણ મકાનમાં રહેનારાં આવી ગયાં હોવાથી બારીએથી એકટસે જોવાનુ બંધ કર્યું હતુ..હવેતો ફૂલો પણ પૂરબહાર ખીલતા હતા ને..!!!
પોતાના મિત્રોને જોઇને બધાં બાળકો આનંદથી ધમાલ મસ્તી કરવા લાગ્યા.ઉર્વીની દીકરી ઉર્જા બીજાના પ્રમાણમાં શાંત હતી...
અજય,,” જો એ લોકો આવ્યા લાગે છે.”.અજય ઉઠીને આવકારવા ગયો અને પાછળ ઉર્વી પહોંચી રહી..
ત્યાં ચારે ચાર જણની આંખો જાણે કોઇક સ્વપ્ન જોતી હોત તેવો ભાસ થયો, થોડોક આઘાત પણ લાગ્યો......પણ તરત જ સ્થળ સમયનું ભાન થતાં નિકુંજ પહેલાં સ્વસ્થ થયો અને હાથ લંબાવી ને અજયનું અભિવાદન સ્વીકાર્યું..તો અજયે પણ સહજ થવાનો પ્રયત્ન કરીને જલ્દી સ્વસ્થતા ધારણ કરી... સામાન્ય વાતચીત જોબ અને શહેર માં ફરવા ,જોવા લાયક સ્થળો વિશે વાતો કરી ચા નાસ્તો કરી બધાં છુટા પડ્યા..મનમાં એક અકળ અજંપા નું વાવેતર થઈ ગયું હતું..
તે રાતે આખી રાત ચાર માંથી કોઇ ઉંઘી શક્યું નહી....લગભગ ૧૨ વર્ષે બધા આમ અચાનક મળ્યાં એ વાત જલ્દી કોઈ પચાવી શકતું નહતું...
સવારે બન્ને ઘરમાં રહેનારા કોઇક અજબ મૌન ધારણ કરીને કામે લાગ્યા... તબિયત ઠીક નથી કહી ને અજય ગયો નહી અને વિચારતો રહર્યો.
તો આ તરફ નિકુંજ ઓફિસમાં સતત કામમાં મન પરોવવાનો પ્રયત્ન કરતો રહ્યો..
બોસ તરફથી પુછાયેલા સવાલના સંતોષકારક જવાબ ના આપતાં તેમણે કારણ પુછ્યુ:" બધું બરાબર છેને નિકુંજ,,???
હા સર બસ જરાક ઓફિસની ટુરનો થાક લાગ્યો છે...
ઠીક છે એકાદ દિવસ આરામ કર પછી આવજે..
નિકુંજે રજા લીધી પણ તનવી ને શું કહેવું,..???
તંનવી પણ યંત્રવત કામ કરતી જતી હતી કોઇને કશુ ધ્યાનમાં આવતું નહતું.. જે બાગમાં પાણી સીંચવા ગઈ તે બાગ તો અજયનો હતો.. અને હા, એક નાં ભૂલી શકાય એવી વાત એ હતી કે તેણે જ તેને ફૂલછોડની કાળજી રાખવાનુ આગ્રહથી કહ્યું હતું^ જ્યારે બંને સાથે હતા...બસ તે બહુ જલ્દી બાળક નહતો ચાહતો.એજ વાત ને લઈને બંને વચ્ચે ઉગ્ર ઝઘડા થયા... પેલી તરફ અજય એકદમ ચિડિયો થઈ ગયો હતો અને ઉર્વી સાવ શાંત.. કોઇ કોઇને કશું પુછતું નહતુ..બેત્રણ દિવસ આમ ચાલ્યું.. કશો ફર્ક નહતો પડતો ફક્ત નિર્દોષ બાળકોને..
નિકુંજ અને ઉર્વી કે પોતાની ઉચ્ચ જીવન શૈલી જીવી હોય નિકુજ સાથે પોતાને નહિ^ ફાવે એમ માની બેઠી હતી એ કશું જતું કરવા માંગતી ન હોયે , આર્થિક સંજકડામણ જેવી વાત ને લઈને રોજે રોજની કચકચમાંથી છુટવા છુટા પડ્યા હતા.
આ તરફ અજય અને તનવી બાળક રાખવું કે નહી એવી એકબીજાની દલીલો અને અભિપ્રાયો લઈનેપોતાની જિદ નહી છોડવાને કારણે અલગ થયા હતા... તન્વી ત્યારે ગર્ભવતી હતી. ઘરના સભ્યોએ ખૂબ સમજાવી હવે એ તારો પતિ નથી તો શા માટે એના બાળકની જવાબદારી લેવી?? પછી બાળકને માતા સાથે કોઇ જલ્દી લગ્ન કરવા તૈયાર નહી થાય... પણ તન્વી ના છૂટાછેડા નાં બીજા જ મહિને તેને નિકુંજનું માગું આવ્યું...
હા, તેણે નિકુંજને એ વાત કહી હતી કે તે પ્રેગ્નન્ટ છે અને બાળકને કોઈ કાળે ગુમાવવા નથી માંગતી હતી જો એ બાળક સાથે અપનાવે તો જ તે લગ્ન કરશે.. તો નિકુજને ઘરે બીમાર "મા" માટે વહુની વધુ જરુર હતી અને તે તનવીએ ફરજ બરોબર બજાવી જાણી હતી... પોતાની વહુને સારા દિવસો જાય છે તે શરીરથી સાવ અશક્ત "મા" થી અજાણ તો ન જ હતું પણ તે કોઇ સવાલ કરવા માંગતી નહતી કેમ કે તનવીએ એવી સેવા કરી હતી કે જે કોઇ જ ના કરી શકે..
છુટા છેડા લીધેલી ઉર્વીને જ્યારે ખબર પડી ત્યારે કે તે નિકુંજના બાળકની માં બનવાની છે ત્યારે મોડું થઈ ગયું હતું.. તેને માતાપિતાના ઘરે એક બાળકીને જન્મ આપ્યો હતો અને અજયે તેને એની જવાબદારી સાથે અપનાવી હતી...કારણ બાળક નાં જોઈએ એવી બાબતે જ ઉગ્ર દલીલોએ એનું એક વાર ઘર તૂટ્યું હતું, એ બીજી વાર એ ભૂલ કરવા માંગતો નહતો બંનેની ઉમરમાં^ ૮વર્ષનો તફાવત હતો છતાં અને અજયને મોટી કંપનીમાં સારા એવા પગારની નોકરી પણ મળી એટલે જલ્દી લગ્ન કરી ત્યાં જતા રહ્યા...
પણ અત્યારે કોઇનેય જરા સરખો અણસાર નહતો કે એ બધાં પોત પોતાની પીંડની નિશાનીઓ સાથે આમ મળશે...!!!
દિવસો વીતતા ગયા બન્ને સખી ઓના વર્તન કોઇજ ફેરફાર ના આવ્યો કે ના તો બાળકોની દોસ્તીમાં...હા, તન્વીને ક્યારેક થતુ કે એનો દિકરો ઋષભ ફૂલાછોડનો શોખીન છે અજયની જેમ... રંગે પોતાના જેવો થોડોક શ્યામ પણ પિતાના વાંકળીયા વાળ નું સામ્ય લઈ ને આવ્યો હતો... તો ઊર્વીને થતું. કે એની દિકરી રિયા... દેખાવે આબેહુબ પોતાની પ્રતિકૃતિ પણ સ્વભાવ બીલકુલ નીકુંજનો, શાંત .સરળ સ્વભાવ લઇને આવી હતી.. બન્ને માતાઓ અને પિતાઓ પોત પોતાના અંશને જોઇને ક્યારે નિ:શ્વાસ નાખી લેતા હતા. બન્નેના પ્રથમ બાળક ના પિતા સામે હોવા છતાં કોઇ કંઈજ કહી શકતું નહતું...
અજય અને નિકુંજ ક્યારેક ક્યારેક મળી લેતા ...બાળકોને હસતાં રમતાં જોઇને દરેકને પોતાની જીદને કારણે ભોગવવી પડેલી માનસિક યાતનાનો અહેસાસ થયો.. “આપણે પણ આમ જ બધું ભૂલીને આગળ ચાલવું જોઇએ.”ક્યારેક બાળકોને લડતાં અને જાતે જ માની જતાં જોઇને અજય બોલી ઉઠતો.. અને નિકુંજ મૌન સ્મિત વેરી ચૂપ રહેતો..
જોકે એ પછી કોઇએ કોઇને ય વીતી ગયેલી વાત કહી નહી...
મોટાભાગે એકબીજાની ઘરે જવાનું ટાળીને પણ અને મૈત્રી ભાવે રહ્યા જ્યાં સુધી પડોશી બનીને રહ્યા...
ચંદ્રલેખા