Baa Spandan Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Baa



લેખક : સ્પંદન પારેખ
mrudulaparekh47@gmail.com







.... " બા "


પારકાં ઘરને હિંચકે બેઠાં બેઠાં ગંગાબા અમેરિકા અને ઇન્ડિયાનાં મે મહિનાનાં બપોરના તડકાં વિષે વિચારતાં હતાં અા સિઝનમાં અમદાવાદના એ ઘરના ધાબા ઉપર બટાટાની પતરી કલાકમાં ઉભી થઇ જાય. અને અહીં ? હલકો તડકો…..કહેવા પૂરતો ,બાકી બઘું ટાઢુ ટમ્ અહીંના માણસો જેવું . વિચારે ચડેલાં ગંગા બાએ પગને ઠેશ મારી હિંચકાને ગતિમાં મૂકયો ,તેવાજ તેના કડામાંથી અાસ્તેથી કિચૂડ…..કિચૂડનો અવાજ ઉઠ્યો અને ગંગાબાએના કાને ધ્વની પકડ્યો અ…..મ….દા…વાદ .
.બા મનોમન બબડ્યાં " અહિં અાવ્યાં ને બે બે વર્ષ થઇ ગયા , કોણ જાણે કયાંરે પાછા ઇન્ડીયા જવા મળશે ? બા તેમના પીળા પડીગયેલા જર્જરીત બંગલાની યાદમાં ખોવાય ગયાં , અને કયાંરે અાંખો મળી ગઇ તે ખબર ન રહી .ઉપરના માળે રજાની નિંદર માણતાં દેવી બહેને એકાએક હિંચકાનો અવાજ સાંભળતાં તેમણે બાજુમાં સુતાં સુતાં પેપર વાંચતાં પતિદેવને કહ્યં " કોણ હિચકતું હશે ? "
" કદાચ બા હશે " વસુભાઇ અનુમાન થી જવાબ વાળ્યો
" પણ અટલાં વહેલાં ? "
" દિકરાંની મહેરબાની ભૈ બીજુ શું ? " કહેતાં કડવું હસી વસુભાઇ પલંગપરથી ઉઠી પેપરની ગડી ટેબલપર મૂકાતાં બોલ્યાં .
.
" પાંચે અાંગળીયો સરખી નહોય " કહેતાં સીડી ઉતરી દેવીબેને મુખ્ય દરવાજાના કાચમાથી નજર નાખી તો ગંગાબા બંધ અાંખોકરી હિંચકાપર ઝોલા ખાતાં હતાં .
તુરત જ દરવાજો ખોલાતાં દેવી બહેન બોલ્યાં
" અરે બા ક્યાંરે અાવ્યાં ? , અાવો અંદર અાવો "
ગંગાબા દેવી બ્હેનના પશ્ર્ન સાંભળ્યો ન સાંભળ઼યો કરી સામો પ્રશ્ર્ન કર્યો " હે દેવી બેન અાજ પ્રસાદનો વારો તમારો છે ? , લાવો હું મદદ કરૂ ,તમે નિરાંતવા તૈયાર થાવ . " બા અંદર અાવી કિચનના ડાયનીંગ ટેબલની ખુરશી ખેંચી બેસતાં બોલ્યાં " અાજે કોને ત્યાં સત્સંગ છે ,? પાછાં ઘેર અાંવતાં કેટલાં વાગશે ? "
અા અને અાવા અનેક સવાલોના કારણ અને પરિણામો ની દેવી બહેન ને ખબર હતી તેથી તેમણે બા ને સાંત્વન અાપતાં કહ્યું
.
" બા સત્સંગ અાજે ડેટનમાં છે ,વળતાં જંગલ જીમમાંથી શાક લેતાં અાવશું ,જો મોડુ થશે તો બા ! અમે તમને ઘેર મુકી જશું ચિંતા ન કરો ."
" હાસ્તો ' દાન ઉપર દક્ષીણા ' તમે કરો જ છો ને ? " કહીં બા હસ્યાં .
" હોય કાંઇ , અમારી ફરજ છે બા " કહી વસુભાઇએ બા તરફ ચા નો કપ સરકાંવ્યો .
" પારકાંની ફરજ પોતીકાંઅો ને ખૂચેં છે ને " બા ધીમેથી બોલ્યાં .
" શું મને કહ્યું બા ? " કહેતાં દેવી બહેને કાચના વાસણો એકઠા કરી ડીશવોશરમાં ગોઠવતાં પૂછયું .
" ના હું તો પુછતી હતી કે હવે તમારે ઘેર અહીં સત્સંગ કયાંરે છે ? "
" કદાચ અાવતાં મહિને " નાની મીરા ને કપડા પહેરવતાં જવાબ વાળ્યો .

ટેબલ પર પડેલ લંચ બોક્ષમાં નાની મીરા માટે કુકીની બોટલ માંથી કુકી લઇ મૂકી ,અને વોટર બોટલ બેગમાં મૂકી મીરાને અાપી .
" થેંક્યુ ગ્રાન્ડ બા " કહી દોડતી ગાડી માં જઇ ગોઠવાઇ ગઇ . અને દેવી બહેન તૈયાર થવા ઉપર ગયા કે તુરત ગંગાબા કિચન ઉપર સાફ સફાઇ કરવાં લાગ્યાં કારણ દર રવિવારે અા ફેમિલી સાથે જ ગાળતાં હોવાથી તેઅો અા ઘરથી પૂરે પૂરાં વાકેફ હતાં , વળી અહીં તેને ક્યાંયે ન અડવાની મનાઇ ન હતી ? અહીંથીજ ૩૦ કિલોમીટર દૂર જ પોતાના દિકરાના ઘેર અજાણ બની રહેવૂ પડતું .,અને એક નાનકડી રૂમમાં ભરાઇ રહેવું પડતું. જ્યાંરે વહુ દિકરો સર્વીસ પર બહાર પર જતંા ત્યાંરે બાદ સાથે રહેતાં વહુના મમ્મી-પપ્પા જમીલે બાદ બાનુ જમવાનું ટેબલ પર અલગ મૂકી કહે " જમો "
ત્યાંરે કલાકથી ઢાકી રાખેલ થાળી પોતાના રૂમમાં લાવી ,પહેલાં ઠાકોરજીને ધરાવી બે હાથ જોડઇ વિનંવતાં કે
" હે ભગવાન મને જે ,અને જ્યાંરે મળે ત્યાંરે તને અાપું છું ,પણ હું જ્યાંરે કહું ત્યાંરે મને તું ઉઠાવી લે જે . " ગંગાબાને દિકરાના ઘરમાં કશે પણ હાથ લગાવવાની મનાઇ હતી,કારણ એક દિવસ સાફ સફાઇ કરતાં તેમનાથી ટેબલવાઝ ફૂટી જતાં અા સજા મળી હતી .
ગંગાબા ના વેવાઇ -વેવાણ અહીં સાથે જ રહેતાં હતાં ૧૦ વર્ષથી અહિં અમેરીકામાં દિકરી જમાઇ સાથે રહેતાં હતાં તેમને પોતાનાજ દિકરાં ને ઘેર લીલા લહેર કર્તા જોઇ નિસાસા નાખતાં કહેતાં " મારો જ રૂપિયો બોદો તો બીજુ શુ કહેવું ? " વેવાઇઓની હાજરીમાં જ દિકરો માનૂં ડગલે ને પગલે અપમાન કરી નાખતો ત્યાંરે તે ગમ ખાય જાય શું કરે ? કોઇ ઉપાય ન હતો .દિકરો મા ને પરાણે અમેરિકામાં રોકતો હતો કારણ તેને મન' કમાઉ મા ' ઘરમાં વઘ્યું ઘટ્યું , ટાઢુ શીળુ ખાયને મહિને ૬૦૦,૮૦૦ ડોલર સરકાર પાસેથી લાવતી માં જો વતન જવાની વાત મૂકે તેવો દિકરો ભડકતો અને ગંગાબાને , કહેતો " વારે વારે જાવ જાવ શું કરો છો ? , ત્યાં કોણ તમારૂ રડવાવાળુ છે ? જાવું હોયતો એક અાટો ન્યુયોર્ક મારી અાવો "

" ના……ના.. ત્યાં ન જવાય હો ! પુરૂષૌતમ માસ ચાલે છે , દિકરી ને થાય તેટલું દેવાય , પણ અામ તેને ઘેર પડ્યાં પડ્યાં ખવાય નહીં હો ભૈલા ." કહીં ગંગાબા એ છેલ્લા વકબાણ બાજુની રૂમમાં વેવાઇ-વેવાણને સંભળાવવા જ ઉચ્ચારેલા ,પણ દિકરીનાં ઘરના અનુભવેલા કડવા પ્રસંગોને બંધ અાંખોએ વાગોળતાં ગંગાબાએ નાછૂટકે વાત માંડવાળ કરી .
રાહુ-કેતુ જેવા બે જમાઇની જુગલ જોડી હમેંશ તેમને નડતી રહી , દિકરીઓ શું કહે ? લાચર હતી બેઉ દિકરીયો પંદર વર્ષ પહેલાં પરણીને અહી અાવી ભાઇ અને મા-બાપ માટે ફાઇલ મૂકેલી ,વિઝાકોલ અાવે તે પહેલાં જ ગંગાબાના પતિને ઉપરવાળાનો વિઝા મળી ગયો . છેવટે મા-દિકરો અમેરીકામાં ગોઠવાયાં ત્યાં દિકરાને ગ્રીનકાર્ડ વાળી વહુ મળી , બાદ તેણે પણ તેના મા-બાપ અને એકના એક ભાઇ ને બોલાવી લીધો ., તેનો ભાઇ પરણીને બોસ્ટન સેટલ થઇ ગયો .અને ગંગાબાનો દિકરો પોતાના જ ઘરમાં ' ઘર જમાઇ ' બની ગયો . અને ધીમે ધીમે વિષાદ યોગ વકરતો રહ્યો .

દિકરી જમાઇ ઘરબહાર જાય એટલે કયાંરેક વેવાણ સુભદ્રબહેન ગંગા બા સાથે અલપ જલપ વાત કરી લે , વેવાઇ કડક અને ચેપળો હતો , વેવાણ થોડી નરમ પણ વેવાઇના દાબમાં રહેતી .એક દિવસ મોકો મળતા સુભદ્રા વેવાણ બોલ્યાં " બેન ….દિકરી જમાઇ સાથૈ જ રહેવાઇ ,તો દિકરા-વહુ સાથે બગડે નહીં અને પ્રેમ જળવાય રહે ."
" હુ તામારી જેવી નશીબદાર નથી ને ? કટાક્ષસહ ગંગાબા બોલ્યાં કે મારે તમારાં જેવો જમાઇ નથી ને ? દિકરીના ઘર જોડાય , તોડાય નહીં "
" એ તો ભોગવો " કહેતાં સુભદ્રા વેવાણ છણકો કરી તેના રૂમમાં જતાં રહ્યાં .
" ભોગવું જ છું ને ? " ગંગાબા એ દુઃખતી રગ દબાતાં કહ્યું પણ સાંભળનાર કોઇ નહતું
સોમથી શની ગંગાબા રવિવારની તિવ્રતાથી રાહ જોતાં ,સવાર થી ઘડીયાળના કાંટા જલ્દી ફરે તેની રાહમાં રહેતાં . સાંજે પાંચના સત્સંગમાં જવા માટે તેનો દિકરો બાને વસુપટેલના ઘેર બપોરના બે વાગે પણ મૂકી જતો રહેતો,ને બા પટેલ દંપતની રવિવારની રજામાં અગવડરૂપ ન બનવા બહારનાં હિંચકે બેસી દરવાજો કુલે તેની રાહમાં રહેતાં .
દેવી બહેન અને વસુભાઇને માતૃસુખ મળેલ નહીં તેથી તે બેઉને બા ઉપર વધૂ પ્રેમ હતોં , વળિ બા પણ પરગજુ સ્વભાના હોવાથી ઠકોરજીની સેવામાં ખડે પગે સેવા અાપતાં ,દરેક સત્સંગીઓ પણ ગંગાબાની વિશેષ કાળજી લેતાં . સત્સંગબાદ પ્રસાદ સમયે પણ
" બાને ચવાય તે જ અાપજો "
" બાને ગરમ દુધ ઠારી દો "

"બાને હાથ પકડી ને લેતાં અાવો " દેવી બહેને કહેતાં શાંભળી લોકો બાને દેવી બહેનની સાસુ જ સમજતાં પરંતું હકકિકતમાં દેવી બહેન ને માતૃસુખ મળેલ નહીં ,તેમના નાના ચાર ભાઇ-બહેનની મા બની જવું પડેલ ,તો વસુભાઇને નાન પણમાંજ મા-બાપ વહેલાં ગુમાવેલાં .,અને સગાંઓના સહારે જ ઉછરેલાં અામ અા બેઉ દંપતીનો અને બાની કુડળીના '૩૬ ' દોકડાં ના મેળાપક હોવાથી પોતીકાં બની રહેલાં . ૩૦ ૪૦ કિલોમીટર કે તેથી પણ દુર સત્સંગ હોય તો પટેલ દંપતિન બાને લઇ જવા લાવવાનો અાનંદ અાવતો, ક્યાંરેક મોડુ થાય તો બાને તેના ઘરના દરવાજા સુધી કડકડતી ઠંડીમાં હાથ પકડી છૌડી અાવતાં ત્યાંરે બારીમાંથી ઘૂરકતી ગંગાબાના દિકરાની વહુ અાંગણે અાવેલાને " અાવો " પણ કહેતી નહીં .
એક નમતી સાંજે ગંગાબાએ દિકરાને હળવા સાદે કહ્યું
.
" ભાઇ ! હવે મને ઇન્ડીયા જવા દે , તારી સગવડ હોય તેની ટીકીટ લઇ દે ." કહી પ્રત્યુતરની રાહમાં ઉભાં રહ્યાં
" શું દુઃખ છે અહીં ?. " કહી દિકરાએ બા સામુ તુંછકારથી જોયું
" ભૈલા દુઃખતો શું હોય ……પણ " કહેતાં ગંગાબાને ગળે ડૂમો ભરાયો તે અા ગળ બોલી શક્યાં નહી .
" અાવા નાટક રહેવા દો "
" હશે તને નાટક લાગે તો તેમ , પણ હવે મને જવા દે "
મા દિકરા વચ્ચેની રક ઝક સાંભળતી , વહુએ પોતાના નેઇલ ફાઇલીંગ કર્તા કર્તા કહે " અા સમરમાં ……ઘરમાં થોડૂ રંગરોગાન અને ઇલેકટ્રીકલ કામ કરાવવાનું છે , અને મારે ભાઇને ઘેર બોસ્ટન જાવું છે , તો ઘરની સંભાળ કોણ લેશે ? " જોરથી વાળને ઝાટકા સાથે પાછળ ઉછાળતાં બોલી .

"..તારા મમ્મી -પપ્પા છે ને ….?" અકળાંતાં ગંગા બા બોલિ પડયાં
" કેમ એ તામારૂ કખાય છે ? " કહેતાં વહુ બરાડી.
" ના મારાં મા ભાગ પડાવે છે " ગંગા બા રડમસ અવાજે બોલ્યાં અાજે તેનામાં ગજબનો હિંમત અાવી , . " ગમે તે કરો મારી ઇન્ડીયાની ટીકીટ કઢાવી દે "
અને વહુમાં પણ અાજે એટલુજ જનૂન ભરાયું ,કે તેણે ગંગા બા ને બાવડેથી જાલી ને દરવાજા તરફ ઘસડતાં લઇ જઇ ,બહારના વરંડામાં ફંગોળતી બોલી
" જાવ …ઇન્ડીયા જાવું છે ને ?….જાવ જોગમાયા ટળો " કહી ડીસેમ્બરની ઠંડીમાં ઘરની બહાર ગંગા બાને હડશેલી મૂકયાં ,અને પંદર વીશ મિનીટ પછી એક એટેચીમાં બે ત્રણ જોડ કપડાં અને પાસ પોર્ટ નો દૂરથી જ ઘા કરતાં બોલી

." લો તમારો સામાન " સિનસીનાટી ની એ ડીસેમ્બરની કડકડતી રાત ગંગા બા એ ધ્રુજતાં કોકડુ વળી રોતાં રોતાં કાઢી સવારે દિકરો ચુપ ચાપ બા ને એરપોર્ટ મૂકી ગયો , અગાઉ બે ત્રણ વખત ઇન્ડીયા અાવી ચુકેલા ગંગા બા ઇન્ડીયા પહોંચી ગયા . થકવી નાખતી મુસાફરી બાદ મુંબઇના એરપોર્ટથી બહાર અાવતાં ગંગાબાના હાથમાંથી એટેચી સરી ગઇ , બીજા હાથમાંથી પાસપોર્ટ નીચે પડી ગયો ધ્રુજતાં હાથે પાસપોર્ટ લેતાં વતનની ઘૂળ અાંગળીને ટેંરવે લાગી ,ગંગા બા એ સહસા તે અંાગળીયો અાંખો થી ટપકતાં અશ્રુને રોકવા તે માાટી વાળી અાંગળી બંધ અાંખો પર ફેરવી વતન ની માટ્ટીને વંદન કર્યા . કયાં જાવ ? કોને ફોન કરૂ ? વિચારતાં ગંગા બા રસ્તાંની કોરે ઉભા વિચારતાં હતાં ત્યાંજ સામે એક નનકડી છોકરી કચરા પરટીમાં પોતાનો ખાલી થયેલ અાઇસ્ક્રીમ નો કપ નાખવાં મથતી જોઇ તેના હાથ પહોંચી શકતાં ન હતાં ગંગા બા તેની નજીક સરી તેને પાછળથી ઉચકી તેના હાથને કચરાપેટીને અડાડ્યાં , તેવો કપ પેટીમાં જતાં છોકરી પોતાના બેઉ હાથની હથેળીઓ ઉલ્ટી સુલ્ટી કરી બોલી " ખલ્લાસ " કહી હસતી હસતી દોડી ગઇ . અને ગંગા બાના મગજમાં એક જબકારો થયો , ધીમેથી તેમણે એટેચીમાંથી પોતાનો પાસપોર્ટ ખેંચી કાઢયો મકકમતાથી બે ,ત્રણ કટકા કરી પેલી કચરા પેટીમાં નાખી સ્વગત બોલ્યાં " ખલ્લાસ " અને હસી પડયાં .
અમદાવાદના પોતિકાં પીળીજાય વાળા જરજ્રીત મકાનમાં અાઠમી રાત્રે એક રૂમમાં એ મુકત પંખીણી બની રાત્રે સુતા તે સુતા .