આશાઓ આજે પણ સળગે છે Spandan Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાઓ આજે પણ સળગે છે


આશાઓ આજે પણ સળગે છે

લેખક : સ્પંદન પારેખ

mrudulaparekh47@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.આશાઓ આજે પણ સળગે છે

૨.જે. લીલા

૩.બા

૪.આકાશી ગ્રહણ

૧ - આશાઓ આજે પણ સળગે છે

નાનકડા ગામની નાનકી આશાના શમણાં શું હોય ? ખાતે પીતે સુખી એવા એક ગરીબ ઘરની દિકરી આશા. બે દિકરીઓ ઉપર આવેલી હોવાથી હવે પછી દિકરાની મા બાપને ઈચ્છા હોય તેનું નામ આશા પાડેલ. આશા રૂપાળી નમણી અને મીઠાબોલી છોકરી, મોટી બે બહેનો કરતાં તદન અલગ. રૂપે રંગે, કામ કાજે ભારે હૈયા ઉકલતવાળી છોકરી. મોટીબહેનને ભણવા બાજુના ગામ મહુવામાં મામાને ઘેર મોકલી અને મામાની બાજુમાં જ રહેતાં પડોશીના છોકરા સાથે નજરો મળી જતાં બેઉએ ભાવનગરની કોર્ટમાં સિવિલ મેરેજ કરી નાખ્યા..

બીજી બહેન કોઈ મુસ્લિમ રિક્ષા ડ્રાઈવર સાથે નિકાહ પઢી મજીદની બીબી બની અમદાવાદ ચાલી ગઈ, દશ વરસની આશા ઘરમાં થતી રોકકોળ, અડોશ-પડોશીઓના કરાતા ડોકીયા, મા-બાપના ઝગડા, કુટુંબીજનોના આવતાં ધાડા, સલાહ સુચનો, મહેણા ટોણાં પોલીસોના ધામા, બાપની પાસે પરાણે કોરા કાગળો ઉપર લેવાતા સહી - સિકકા, ખાલી ખાલી આવતા જતાં લોકોને, તગતગતી આંખોએ માની પાછળ લપાઈને જોતી રહેતી.

લવ-જેહાદને નામેં પોલીસ કચેરીના ધકકા પરાણે મા-બાપ ખાતાં ત્યારે ઘરે એકલી આશાની ઉપર નજર બગાડનારઓ કાઠી-દરબારોએ ઘરને ભરડે લીધું, મા ચેતી ગઈ , તેણે ઘરે આવતાં પોલીસોને કહી દીધું કે અમારે બેઉ દિકરીઓ મરી ગઈ છે, અમે તેમના નામનું નાહી નાખ્યું છે. તમારે જેટલા છાંજીયાં લેવા હોય તેટલાં લ્યો, અમારે હવે કંઈ નથી કરવું છતાં વારે વારે પોલીસના ધાડા ડંડા પછાડતાં દરવાજે આવી ઉભા રહેતાં. માં અંદરથી ડરી ગયેલી સતત રડતી અને બેઉ દિકરીઓની ચિંતા કરતી..

આશાને નિશાળેથી માં-બાપે ઉઠાડી લીધી. ૧૦ પાસ તેણે ઘેર બેઠા કર્યું.. જેમ જેમ વખત જતો તેમ આશાને તેની માં વધું ને વધુ નજરતળે રાખવા લાગી. સતત ટોકતી, રોકતી. રઘવાયેલી થયેલ માં ને આશા સતત કહેવા લાગી,” માં હુ તું કહે એ જ કરીશ, તું કહે તેને જ પરણીશ. ” પણ બેબેાકળા મા-બાપે ૧૬ વરસે એકાએક આશાના અંગ પર પીઠી ચોળી દીધી.

આંખોમાં ભરી ઉંધ સહ લગ્નની ચોરીમાં જેની સાથે ચાર ફેરા લીધાં, તે વરના ઘર, ગામ, નાત-જાત વિષે જાણ વગર મા-બાપે દિકરીનું દાન કરી દીધું. મા-બાપે નિરાંતની ઉંધ ખેચી પણ તે દિવસથી આશાની ઊંંઘ ઉડી.

પોતાના ઘર કરતાં સારા ઘરમાં આવી હોવાનો અહેસાસ આશાને થયો, ઘરમાં સાસુ, સસરા, જેઠ, દિયર સાથે થોડુ મોટુ ઘર હતું. બીજુ પણ ઘણુંપ.ઘણું હતું. .શરૂ શરૂ માં સાસુ સસરા વહુ બેટાપ.વહુ બેટા કરતાં હતાં કારણ મોટી વહુ તેના પિયરેથી વરસ થવા છતાં પાછી આવતી નહતી.

આશાનો પતિ કોલ સેન્ટરમાં જ રાત વિતાવતો. ભણેલો પણ ગણેલો નહીં, પરંતું સાસુ સોળે સોળ સોપારા ભણેલી. તેણે ઘરની ચોપાટ આબાદ બીછાવેલી. મોટા દિકરાની કમાણી ઓછી હોવાથી તેની પત્નીને પિયરેથી જ દિકરાને સ્કુટર, અલગ ઘર વગેરેની માંગ વહુ પાસે કરતી રહી. વાત ન બનતાં બેઉ વચ્ચે ઝગડાના બી રોપતી રહી, એક દિવસ કંટાળીને મોટી વહુ પિયર જતી રહી.

આશાનો પતિ બાપ બનવા અક્ષમ હોય મા એ મોટા દિકરાથી વંશ ચાલુ રાખવાના કાવા દાવા અજમાવ્યા. મોટો દિકરો સતિશ ભૂખ્યો જ હોય માના ઈશારા પર દોડવા લાગ્યો. ઘરમાં વારે વારે રચાતી એકલતાંનો લાભ લેવા લાગ્યો, શરૂઆતમાં આશા ડરતી કે આવી વાત કરવી કોને ? એક દિવસ તેણે ડરતાં ડરતાં પતિ નીતિશ ને કહયું ” તમે કોઈ બીજી સર્વિસ ગોતો ને ! ”

” કેમ ? ”

“મને રાતરે..”

” ડરવાનું શું ઘરના વચ્ચે, ઘરમાં જ છોને ? ”

પણપપપકરી આગળ કંઈ કહેવા જાય તે પહેલાં નીતિશ પડખુ ફેરવી સૂઈ ગયો. આશા સમસમી ગઈ.

બે ચાર વખત તેણે આડકતરી રીતે સાસુને કહી જોયું કે. .

” બા ! મોટાભાઈને કહોને કે તે નાહી લે તો પછી હું કપડાં ધોવા જાવું. ”

” તે પપ. જાને તને થોડો તે રોકે છે. ? ” સાસુ તાડુકતી.

તે કેમ કહી શકે કે રોકતા નથી પણ પકડે છે.

એક દિવસ સતિશની થાળીમાં રોટલી પિરસતાં આશાનો હાથ સતિશે પકડી લીધો, અને આશા સમસમી ગઈ ”

મોટાભાઈ ! ” બોલતી રસોડામાં ઘૂસી ગઈ. અને થોડીવાર પછી સતિશ બરાડયો.

” બા ! રસોઈ થઈ ન હોય તો જમવા કેમ બેસાડયો ? ”

ચતુર મા સમજી ગઈ ને બોલી ” આશા ! મોટાને બરોબર પીરસ. તારી મા એ એટલુંય નથી શીખવ્યું ? ”

આશાએ ચૂપાપ દાળ, ભાત, શાક ને રોટલીના વાસણ જમવા બેઠેલા જેઠ સામે મૂકી દીધા.

ઘરમાં નિતિશ સૂતો હોય, સતિશ કડવો ઘૂંટ પી ગયો, ધૂવાંફૂવા થતો પોતાના રૂમમાં જતો રહયો.

અને રાત્રે જમ્યો નહીં. મા એ પુછયું તો કહે,

” મસાલા દૂધ પીશ. ” અને રાતના આ મસાલા દૂધની ફોર્મ્યુલા મા-દિકરાએ જ ઘડી કાઢેલી.

તે સાંજે આશાના સાસુ દુરના કોઈ સગાના ઘેર વાસ્તુપૂજા હોવાથી બે દિવસ બહારગામ ગયાં, રાતના રસોડાનું કામકાજ પતાવી પોતાની રૂમનું બારણું આડું કરી કપડાની ઘડી કરતી હતી ત્યાં પાછળથી જેઠ સતિશ બરાડતો બોલ્યો ” મારે જમવું નથી મારૂ દૂધ મારી રૂમમા લાવજે. ”

સડાક કરતી આશા ઉભી થઈ ગઈ, કચવાતાં મને ધ્રૂજતી તે રસોડામાં જી જેઠ માટે દૂધ ઉકાળતી રહી, તેમ તેમ તેના મનોભાવ પણ ઉકળતાં રહયાં, શું કરૂ ? અંતે દૂધ આપવા સતિશ ના રૂમમાં ગઈ ટેબલ પર વાંકા વળી દૂધ જેવું મૂકયું, તેવો બારણાં પાછળ સંતાયેલ જેઠ સતિશે બારણું, અંદરથી બંધ કરીને આશા પાછળ જી, વળેલી તેની કમ્મર ને ભરડે લીધી. તેવી આશા ” મોટા ભાઈપ..’ કહી બરાડી. પણ બહાર રૂમમાં બેઠેલા સસરાએ લુચ્ચું હસતાં ” તારક મહેતાના ઉલટા ચશ્માં ” માં મશગુલ હોવાનો ડોળ કરી. ટી.વી નુ વોલ્યુમ વધારી દીધું.

દયા-જેઠા, ટપુડાં ની કાગારોળ વચ્ચે આશાના અરમાનો ઉપર તેના જેઠે પાણી ફેરવી દીધું જેમ તેમ કરી સતિશની ઢીલી થયેલ પકડથી છૂટી, આઘાતથી ઘાયલ હરિણી સરખી આશા મહામહેનતે તેના રૂમ જી ફસડાઈ પડી. ઉંઘી ન શકી. જેમતેમ કરી સવાર પડી. સવારે ઘેર આવેલ નિતિશને વળગીને રોઈ પડી. “શું થયું ? ” નીતીશે પુછયું ” મોટા.. મોટા.. ભાઈએ મારી..સાથે..” આગળ તે બોલી ના શકી. ખુબ રડી.

બાદમાં તેણે તેની આપવીતિ પતિને કહી. ધડાપધડપબે ચાર ગાલે થપ્પડ નિતિશે આશાને ઠોકી અને બરાડયો,

” તુ શું દૂઘે ધોયેલી છે ? ” કહી ગડદા પાટુ શરૂ કર્યા. રડતી કણસાતી આશા હિબકે ચડી. એને અત્યારે તેના સાસુની ખોટ સાલી. આજુ બાજુ પડોશીને ઘેર દોડી જવા ઈચ્છા થઈ પણ ઘરમાં સસરાનો ઘૂઘવાટ હતો.

સમસમીને બેસી રહી.

બીજે દિવસે સાસુજીની સવારી આવી, એટલે આશા તેને વળગીને મોકળા મને રોઈ પડી પપ.ખંધી સાસુ સમજી ગઈ કે પાસા પોબારા પડયાં, તેને તો વંશ જોઈતો હોય નાનાકાનો નહિ તો મોટાના અંશની ખપ હતી. તુચ્છકારથી આશાને હડસેલી બોલી ” એ વેવલી ! રોવ છો શું ? ફોડ પાડીને બોલ.”

અને આશા એ ગઈ રાત્રે આવેલા વાવાઝોડાની રામ કહાણી કહી અને સાસુ વરસી પડી

” ખબરદાર મારા મોટાને સંડોવ્યો છે તો તારી ખેર નથી, તુ કયાંની પેદાશ છે ? અમે જાણીયે જ છીએ, તારી બેઈ બેનો એ કાળા ધોળા કરેલા શું અમે નથી જાણતાં ? તુંય એમાંની જ ને ? જા.. કામે.. લાગ..

તુતીયાવેડા નૈ કરવાના.”

અને હીંચકાપર સવાર થઈ પૂરો દિવસ પગની ઠેશે પોતે, અને જીભની ઠેશે વહુ ઉપર મારો ચાલુ જ રાખયો કે ” મારા દિકરાઓ ઉપર આળ નાખે છે ?,

આમા દોષીણી તો તું જ છો, ઘરમા પુરૂષો તો હોય જ ને ? તેને કેમ રાખવા, કેમ રીજાવવા ? એટલુંય તારી માં ન શીખવયું, ? રૂપાળી રાધા કેમ જણી, કાળી કુબજા બળી હોત તો કોઈ તારી ઉપર થુંકવાય ન આવત ”

આશા અવાક થઈ ગઈ, યંત્રવત કામે લાગી, પણ સાસુના શબ્દો માથામાં ધણ બની ઠોકાતા જ રહયાં, બપોરે સાસુ સુતી હતી ત્યારે દૂધ લેવાને બહાને નજીકની દુકાનના બુથેથી પિયરના પડોશીને ત્યાં પોતાની માને બોલાવી ધ્રૂસકે ધ્રૂસકે રડતાં વાત કરી. માં ના માથે તો આવું સાંભળી જાણે આભ તૂટીપડયું. બીચારી ! બે દિકરીઓની ચિંતા.. આ ત્રીજીનો વધારો ? વિચારતાં જ બોલી પડી ” જેમ હોય તેમ નિભાવી લે દિકરી ! સહન કર, ભગવાનમાં શ્રદ્ધા રાખ એજ રસ્તો બતાવશે, તું સારા મોઢે ચાર પાંચ દિવસ પિયર આવે તો આંખ માથા પર, પણ જન્મારો તો નહી જ, જેવા તારાં નશીબ. ” બેઉ બાજુ થી ડૂસકાં, ડૂમા સાથે ફોન કપાણોપજાણે સગપણને બેઉ બાજુથી કોઈ એ ટૂપો દીધો.

લથડતાં પગે ધ્રૂજતી આશા ઘરમાં સમાણી, સમાધિષ્ઠ રોજીંદા કામકાજમાં પડી, પણ માના અને સાસુના બોલે પીસાતી, પીંખાતી ગઈ. રોજ સાંજ પડે અને સમી સાંજના ઓળા ઉઠે, આશાના શરીરે સોળો પડે, લાલ ભૂરાં ચાઠા પડે. દિવસ રાત વધતાં ગયા અને આશાની રાતોમાં જેઠ, સસરો, દિયર વારા કાઢતાં ગયાં, જીવતી લાશ બની આશા ઘરમાં ઘૂમતી રહી. અને દરેક સંબંધો તેને દોષ્િાણિ જ ઠરાવતાં ગયાં.. કોઈકને તેનું કારણ રૂપ લાગતું, કોઈને તેનું શરીર લાગતું તો કોઈને તેનું ભોળપણ લાગતું.

હોળીની રાત્રે નિતીશને રજા હોય ઘેર બેસી ઈન્ડિયા - વેસ્ટઈન્ડીઝની મેચ જોવા લાગ્યો, તેવો જ સતિશ અને નાનો દિયર જે ભાવનગર ભણતો હતો તેને રજા હોવાથી ઘેર આવેલ, બેઉ ભાઈઓ સાથે નિતિશે મળી દેશી બાટલીઓ પી પી ને ઢગલો કર્યો.

એક.. એક બાટલી સાથે દરેકે વારાફરતી આશાનો પણ નશો કર્યો જ.. અને આશા પતિ સામે જ થતાં આ કુકર્મોથી શરમથી રોતી કકળતી આંગણામાં પડેલ દિયરના સ્કુટરના કેરીઅર ઉપર પડેલ પેટ્રોલ ના કેરબાને દાંતની ભીંસે તોડી માથા બોળ નાહી ગઈ, સામેના ઓટલે પડેલ સસરાના લાઈટરના ઝબકારે અગ્નિદાહ ખુદને આપી આ દોજખી જીવનને અલવિદા કહી ગઈ...

જતાં જતાં સાસુની જોહુકમી, સસરાની લંપટાઈ, જેઠની હલકટાઈ, દિયરની વૈશયાઈ, પતિની નામરદાઈ, મા-બાપની અશક્તાઈ પપબધું જ વિધિવત... મહુવાના હનુમંત હોસ્પિટલના બર્ન્િાગ વોર્ડના બીછાનેથી અમારી સાથે આ ડાંઈગ ડીકલેરેશન આપ્યું.

” ઈશ્વર અશાંત આશાના આત્માને પરમ શાંતિ દે. ”

( સત્ય ઘટના પર આધરિત )

૨ - જે. લીલા

અમરચંદ શેઠ અને ભાગીરથી શેઠાણી દરેક દેવ દેવીયો ને ચરણે માથા ટેકવી એક જ માગણી કરતાં કે " હે અંન્તરયામી ! હવે અમારી ધિરજની કસોટી રહેવા દો, અમારા વાંક ગુના માફ કરો પ્રભુ, જે કોઈ અમારાં ગુન્હા હોયતો અમે ભોગવવા તૈયાર છીયે, પણ અમારા એકના એક પુત્રને ઘેર પારણું ઝુલતું કરો. અને એ એક પારણાંને ઝુલતું કરવાં લાખોના દાન ધરમ કર્તા અચકાંતાં નહીં દિકરો વિનય અને વહુ રસીલા ની જોડી ખુબજ વિનયી વિવેકી, અને દેખાવડા અને મળતાંવડા હતાં સારસ બેલડી જેવા હતાં, કયાંરેય વડીલોનો બોલ ઉથાપતાં નહીં પરણ્‌યાંને ૧૦ -૧૦ વર્ષ થઈ ગયાં. પગલીનું પાડનારની આતુરતાં પૂ્‌ર્વક રાહમાં અમદાવાદની " શ્રી કૃષ્ણ સિલ્ક મીલ " અને " સનાતન વિવીંગ મીલ " અમર કોટન મીલ " ના હજારો કામદારો, અને" ભાગીરથી કન્યા વિધ્યાલયનીચ " ૧૨૦૦ બાળાઓના મીઠા મોં કરવાની આશામાં રહેતાં

એક નવી મશીનરની ખરીદી અને એક નાવા પ્રોજેકટ માટે વિનય જર્મની જી રહ્યો હતો, ભાગીરથી શેઠાણીના આગ્રહથી રશીલાને પણ સંગાથે જવાનું ગોઠવ્યું જર્મનીથી પાછા ફરતાં ઈગ્લેન્ડ માં રોકાણ કરી માન્ચેસ્ટરના વેપારી મી. ગ્યાસગોના દિકરાના મેરેજ પણ મહાલતાં આવે, અને આ વચ્ચે ભાગીરથી શેઠાણી એ એક ખાનગી પ્લાન પણ પોતાના વેપારી મિત્ર મી. લોર્ડ બગરીયાની મિસીસ સાથે સખીપણા હોવાથી ફોનથી ઝણાવી, ઘટતું કરવા ભલામણ પણ કરી દિધેલ.

જ્રર્મની જી આવ્યાંના ત્રણ મહિના બાદ વહુ દિકરા એ ખુશખબર આપ્યાં. નવમહિના ને ૧૨ દિવસ પછી, ત્રણે મીલો, કારખાના, શાળામાં હરખની હેલી ઉઠી, સાકરના પુડા સાથે એક દિવસની રજા જાહેર થઈ, નાના શેઠ વિનુભાઈને ઘેર લક્ષ્મીજી પધાર્યા. અમરચંદ શેઠ-શેઠાણીનો તો હરખ સાંબેલાધાર વર્ષ્યો, સાધુ, સંતો, ભાટ, ચારણો આવી સ્તુતી કરતાં, કામદારો મહાજનો ટોળા બંધ હરખ કરવાં આવવા લાગયાં કોઈ પણ ખાલી હાથે ન જાય તેની પૂરી કાળજી શેઠાણી રખાવતાં અને દિકરી ના ૧૨ દિવસે ભારે ઉલ્લાસ પૂર્વક નામ કરણ વિધી થઈ. લંડનથી મિસીસ બગરીયા ખાસ ફોઈ બનીને આવેલ તેમણે બ્રાહ્‌મણોના મંત્રોચાર સાથે વિધિવાધાન સહ જાહેર કર્યુ

" ઓળી જોળી પીપળ પાન ફોઈએ પાડયું રીટા નામ "

અને મીસીસ બાગરીયા મનમાં મલકાતાં હતાં કે પોતાના નાનાભાઈ જે લંડનનો ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ હતો, કે જેની ટ્રીટમેન્ટના ફળ સ્વરૂપ આ પ્રથમ ટેસ્ટ ટ્‌યુબ બેબી " રીટા" હતી ( ૧૯૪૨ ) ખરા અર્થમાં રીટાના ફોઈ બન્યાંનો તેનો બેવડો હરખ અસ્થાને ન હતો. આમ શહેરના મોટા મિલમાલીકના બંગલામાં આઠ આઠ દિવસના રંગારંગી કાર્યક્રમોનો દોર ચાલ્યો. અને આ પ્રસંગે દરેક ક્ષેત્રના કલાકારો કફલા આવી પોતાની કલાના કૌવત બતાવી ગયાં ને લોકો મહિનાઓ સુધી એ પ્રસંગ મમળાવતાં રહયાં. ગોપી કૃષ્ણના ડાન્સ, શ્યામ મીઠાઈવાળાના ગરબાઓની ગૂથણી, સિતારા દેવીના ક્લાસીક ડાન્સ, અને દેશી નાટક સમાજ વાળાના નાટકો લોકોએ મનભર માણયાં.

મોટા ઘરનું બાળક એટલે લાડ-કોડ ઉપરાંત આળ પંપાળ. વધું હોય સ્વાભાવીક છે. બેબી રીટા રૂપાળી નાકે નકક્ષે નમણી, પરાણે વ્હાલી લાગે તેવું સહજ બાળક. ભાગરથી શૈઠાણી તેને સારા પગલાની ગણતાં, કારણ તેના જન્મ બાદ " રીટા કોટન મીલ " " રીટા વિવીગ મિલ, " રીટા સિલ્કમીલ " ઉપરાંત " રીટા ડાયમંડ " " રીટા કેમ " આમ મીલો ઉપરાંત વિનયશ્શેઠે ડાયમંડ અને કેમીકલ પ્લાટમાં તરફ નવો જોક આપ્યો. ઘરમાં દિકરી અને બહાર બીજનેસ દિવસે નવધે એટલો રાત્રે વધતો જ ચાલ્યો. બેબી રીટા એક હાથમાથી બીજા હાથમાં ફરતી રહી, પલકારાાંં જાણે પાંચ વર્ષ પુરાં કર્યા, દાદીની ભારે હેવાઈ, દાદીનો પડછાયો બની ઘુમતી, મંદિર, પ્રસાદ, સત્સંગમાં બેસતી ઉઠતી. મોં મા મીઠાઈ, અને કાનોમાં ઈતિહાસ ઠોસતી રહી.

એકલવાયા બાળકોની ખાસીયત મુજબ જલદી કોઈ સાથે ભળે નહી. અને સ્કૂલમાં મોટા વાળીની- મિલવાળાની દિકરી પાસે કોઈ જલ્દી ફરકે નહીં. સ્કુલામાં રીસેસમાં અન્ય બાળકો આના પાઈના ના ચણા મઠ ખાય, અથવા ઘેરથી લાવેલ નાસ્તાનાં ડબ્લા ખોલે. ત્યાં રીટાબેબી માટે કાજુ, બદામ,અખરોટ નાં ડબ્બા ખુલે બેબીને ગાડીમાં બેસાડી આ ભોગ ધરાવાઈ, આનાકાની કરેતો કેળા ચીકુ સફરજન સંતરાં ધરે, અને ઉપર ગલાસ મોસંબીનો જ્યુસ. આમ બેબીરીટા કળાયેલ મોર જેવી પૂર્ણ ચરબી યુકત દસ વર્ષે વધુ ને વધુ કળાયેલ બનતી ગઈ. સંસકાર સીંચીલી એ વેલ ચાર, આઠ, અને અઠારના એમ ભરડે ભારઈ. સ્કૂલ છૂટી.

મિસ રીટા કોલેજના પગથીયે આવી ચૂકી, અહી હવે તે પોતાના શરીર પ્રત્યે સભાન થવા લાગી કપડાં દાગીના, નવી નવી હેરસ્ટાઈલ પપપ..હેર કટ માટે ખાસ એક દિવસ માટે પ્લેનમાં મુંબઈ જી, કરાવી આવતી, પીકચર જોવાનું મન થાય તો પૂરૂ થિયેટર બુક થઈ જાતું વાર તહેવારે ઉજવણી માટે મિત્રોને ફાર્મ હાઉસ પર પાર્ટીઓ ગોઠવાવા લાગી કોલેજમાં ફ્રેન્ડ સર્કલ જરૂર વધ્યું, આવી ચહલ પહલ ગમવા લાગી અને ચરબીને પણ મિસ રીટા ગમવાં લાગી તેણે પણ પચ્ચીસ, પચાસ, અને સો ના ભરડે રીટાને લઈ હંફાવી દીધી. કોલેજમાં રીટા સામે છોકરાંઓ આગળથી અદબમાં રહેતાં પણ પીઠ ફરતાંજ ભદ્‌ી મજાક કરતાં, છતાં જયાંથી ઉદભવેલી આ ગંગાના ગૌમુખને માત્ર સાંભળીને જ અધ્પપ..ધ્પપપ..ધ્ થઈ જતાં. ટીખળીયો અંદર અંદર કહેતાં

" આ લથપથ ગંગાનો હાથ પકડશે તે તો ન્યાલ થઈ જાશે, પણ કોણ પકડે, આનો હાથ ટેમ્પરરી પણ કોઈ ન પકડે "

અને મિત્રોના પડકારમાં તેમાના માનો જ એક એવો જતીન વોરા જેવા ટીખ્ળીએ આ બીડૂ જડપ્યુ. જતીન અમદાવાદના પ્રતિષ્ઠત એડવોકેટ જગુભાઈ વોરાનો મોટો પુત્ર, ભારે ભેજા બાદ ભણતો ઓછૂને રખડતો વધુ છતાં પરિક્ષામાં સારા માર્કે પાસ થતો મિત્રો પુછે તો ઉડાવ જવાબ દેતો. " હમ હૈ ન્યાયી બેટા, હમ કિસીસે કમ હૈ ? પાસ હોના હમારા દાયે હાથકા ખેલ હૈ. "

આવા ખેલાડી એ મિત્રો સાથે રીટા સામે ખેલ કરવાનું બિડુ જડપ્યું

એક દિવસ રીટાનું કોલેજના મેગેજીનમાં એક પેઈન્ટીંગ છપાયું અને જતીન ને મોકો મળી ગયો વાતનો દોર પકડવાનો.

" વાહ શુ સરસ છે તમારૂ પેઈન્ટીગ, ગજબ અપીલ કરે છે, મને તો બહુજ ગમ્યું કોન્ગરેટસ "

કહી હાથ ફેલાવ્યો. અને પાણી પાણી થઈ ગયેલ રીટા એ જવનમાં પહેલી વખત આવા હેન્ડસમ હીરાને પોતાનો કાંપતો હાથ દઈ બેઠી, અને જતીયાએ તેના બેઉ હાથ વચ્ચે રીટાના રૂના પોલ જેવા હાથને સખતાઈથી દાબી નિર્લજતાં પૂર્વક હસ્યો,

નીચી નજરે પ્રથમ વાર કોઈ પુરૂષના મજબુત હાથનો પરિચય પામી. લાલ ચોળ થતી માત્ર ધીમા, ધ્રજતાં સાદે " થેક્યું " બોલિ શકી. અને કોલેજના કંપાઉન્ડ મા ઉભેલી કારમાં બેસી અર્ધા બાકિના પિરીયડ છોડી ભાગી ગઈ. અને દુરથી જ આ લીલા, જોતાં મિત્રો પાસે દોડી જી ને જતીને મિત્રોની વાહ વાહ, શાબાશીના ધબ્બા પીઠમાં ખાધા.

" પ્રથમ ગ્રાસે ઘી-કેળાં " કહી મિત્રોએ કોલેજની કેન્ટીનમાંજ જયાફત ઉડાવી.

હવે રીટા કોલેજમાં વધુને વધુ ટાપટીપ કરી આવવા લાગી, ધીમે ધીમે ફ્રેન્ડ સર્કલ અને તેની ચરબીનો ઘેરાવો પરસ્પરની સ્પર્ધા કરતાં મોટુ થતું ચાલ્યું. ઘેર મા-બાપને ચિંતા રહેતી, ના ઈલાજ દિકરીને અને તેના પ્રોગ્રેસને જોતા રહ્યાં. કોલેજ પતે એટલે નકકર પ્લાન વિચારવા લાગ્યાં તેમને ક્યાં ખબર રહી કે જતીન જળો બની રીટાની રૂપાળી ચામડી, અને ભોળપણને ચૂસી રહ્યો છે. કોલેજ ની ટ્રીપ છેલ્લા વર્ષની ઉજવણી કરવાં અજંતા ઈલોરા જવા નીકળી જતીને પરાણે રીટાને તૈયાર કરી, મા-બાપે કમને ’ હા ’ કહી. વળતાં મુંબઈમાં તાજ હોટલમાં બે દિવસ રોકાઈ કાફલો પરત અમદાવાદ પહોચ્યોં. મિત્રોએ જતીનની રીટા પાછળની ઘેલછા જોઈ ટીકા પણ કર્તા કે

" યાર તુ તારી શર્ત તો જીતીજ ગયો છો, તો પછી હજુ કેમ આ ગોદડાને લપેટ્‌યાં કરે છે ? "

" હુફાંળુ છે ગોદડુ, "

કહી લુચ્ચુ હસી જતની મિત્રો સામે એક આંખ મારતો, અને મિત્રો હસી પડતાં પરંતું તેઓ નહતાં જાણતામ કે આ લાલા એ કેવી લીલા કરીને જાળમાં માછલી ફસાવી છે. હા એક દિવસના તાજમહાલની મોજ બાદ રીટા જતીનના સતત માણેલો સાથ મહેસુસ કરતી, તેના કાનમાં તેના મીઠા શબ્દોનો ગુંજરાવ થયા કરતો, તેની કોઈ પણ પરિસ્થિનો આસાન ઈલાજ, તેની વાક્ પટુતાં, ફીલ્મી હીરો જિતેન્દ્ર જેવોજ જંમ્પીંગ જેક લાગતો. અને જતીન પણ જીતેન્દ્ર જેવુજ ડરેસીંગ કરતો.

દિકરીની કોલેજની છેલ્લી પરિક્ષા બાદ વિનુ ભાઈ અને રસીલાબહેને બાની મેડીકલ તપાસઅર્થૈ અમેરીકાની ટૂર પકડી, રીટાએ દાદાજી પાસે રહેવાની જીદ પકડી, દાદાએ પણ સાથે અમેરીકા જવાની તૈયારી દાખવી આમ કમને રીટાએ જવુ પડયું, ચકોર વડીલોને ગંધ આવી ગઈ હતી. વિષેશ નહીં ન્યુયોર્કના સ્લોન કેન્સર હોસ્પીટલ અને અમેરીકાના ઘર વચ્ચે બાની તબિયત માટે આવન જાવન રહેતી છતાં રસીલા શેઠાણી ની ચકોર નજરે નોધ્યું કે દિકરીનું મન ક્યાંક લાગી ગયું છે, પણ આ નાજુક સમયે ધ્યાન હોસ્પીટલ અને પેશન્ટ ઉપર જ વધું દેવું પડે તેમ હતું. બધાના પ્રયત્નો, સારામા સારી ટ્રીટમેન્ટ, નંબર એક હોસ્પીટલના બીછાને થી પૂરાં પરિવાર વાચ્ચેથી ભાગેરથી શેઠાણીએ ૬૦ વર્ષથી પકડેલા અમરચંદશેઠના હાથને હાથ તાળી દઈ ગયા..

ભારે હૈયે અમદાવાદ આવી વિધીઓ પતાવી. અમદાવાદની આ પ્રતિષ્ઠત હવેલીમાં ઈટાલીયન જુમ્મરોનો પ્રકાશ યથાવત્ ફેલાતો પણ અદરશ્ય ઓછાયા સહ સન્નાટો દરેક અનુભવતાં. આવા સંજોગોમાં પણ જે બાની સાથે નાનપણથી જોડાયેલી તેની વ્હાલી પૌત્રી લાંમ્બો સમય ફોન પર વાતચીતમાં ગાળતી, રૂમમાં ભરાઈ રહેતી રીટાને મા પુછતી પણ ખરી

" કોની સાથે આમ વાતો કરે છે બેટા ? "

" છે એક મારી ફ્રેન્ડ સાથે " ટુંકમાં જવાબો મળતા.

બાના બારમાં સુધીમાં ચકોર રસીલા શેઠાણી ને કાને બહારથી પણ રીટા વિશે ટીપ્ણીઓ સંભળાઈ, રીટા સથે વાત કરી મમ્મી - પપ્પા દાદા સાથે બેસી પૂરી ચર્ચા થઈ, દાદાજીને સાથે ભણેલો જતિન એડવોકેટ જગુ વોરાનો પુત્ર છે જાણી મન ખાટુ થયું, કારણ જગુ વોરા સ્મગલરોનો માનીતો વકીલ તરીકે નામી હતાં, અને તેવર પણ તેવાજ રહેતાં, શ્યામ, દામ, દંડ, ભેદ. આચરી કેસ જિતવો જ તે તેમની એક શાખ હતી. અને એવાજ મોટા માથા સાથે ઉઠ બેસ વધું હતી. એક વાર મિલના લેબર યુનીયનના પર્શ્ને તેમની સાથે તડફડ થઈ ગયું હતું તેવું દિકરા વિનયને યાદ અપાવ્યું પણ દિકરી રીટાના શરીર સામુ જોતાં પણ એક જ વિચાર આવતો " કે કોણ હા પાડશે ? "

બાના ગયાના ત્રિજા મહિના બાદ એક સાંજે જતિનને ઘેર બોલાવ્યો, તો તેના ફાધરે જગુ વોરાએ કહેવડાવ્યું કે તો તેમણે કોનથી જ વિનય શેઠને રોકડુ પરખાવ્યું.

" તમારી દિકરીયે મારા દિકરાને પસંદ કરી જ લીધો છે, તો હવે તમારે અમારે ઘેર આવવું જોયે, કે તમારી દિકરીયે કેવું ઘર ગોત્યું છે ? "

" આપ સર્વ આવો ’ અમર વિલામાં ’ આપણે મળીયે. " વિનય શેઠે ગમ ખાઈ ફોનમાં કહ્યું

" શેઠ આપણે તો શહેરના નાના મોટા ફંકશનો માં મળીયે જ છીયે ને ?, આતો તમે દિકરી કેવા ઘરમાં આપોછો ? તમારી દિકરી રહી શકે તેવું ઘર છે કે નહીં તે તો જોશોજ ને ? "

" હંમમમમમ હા ના ના " ટૂકાં જવબો સાથે ફોન પૂરો કર્યો.

અને નકકી કરેલ દિવસે જતીનને ઘેર વિનયશેઠ, રસીલા શૈઠાણી ફળ ફ્રૂટ, ની ટોકરીયો સાથે પહોંચ્યાં. વાતચીતમાં સતત જગુભાઈ વેવાઈ,વેવાણ ના જ સંબોધન કરે રાખ્યું કારણ કન્યા મુર્તીયાએ નકકી જ કરી લીધું છે આપણે તો સહી સીકકા જ કરવાંના છે કહી જતીનને ઉભો રાખીને વેવાણ રસીલાબહેન પાસે લીલુનાળીયેર અને સવા રૂપીયો પકડાવી વેવીશાળ ના સંબંધ પર ભારપૂ્‌ર્વક સિકકો મારી મોમાં ગોળ મૂક્યો. મૂછને વળ ચડાવતાં રહ્યાં.

એડવોકેટ જગુ વોરા તરફથી કપાળ પર કંકુ ચોખાના થોપેલા સિકકા સાથે વિનય શેઠ અને શેઠાણી પોર્ચમાં ગાડીમાંથી ઉતરતાં મમ્મી પપ્પાને જોઈ રીટા મોં પહોળું કરી, ઉપર પોતાનો વજનદાર હથ મૂકી માના ગંભીર મુખસામુ જોતી રહી, અને ગાર્ડનમાં હિંચકે જુલતાં અમરચંદ શેઠ હબ્બક ખાય દિકરા વહુને જોઈ રહ્યાં અને ત્રાડ નાખી બોલ્યાં

" હું હજુ હયાત છું, અને મને અવગણ્‌યો ? " અને નારજ થઈ પોતાના રૂમમા જતાં રહ્યાં તેની પાછળ વિનય શેઠૈ જી પોતાની લાચારી ની વાત કરી. વાત પૂરી કરતાં એટલું જ બોલ્યાં કે

" વકીલ જગુ વોરા આપણો કેસ જીતીને આપણને હારનો હાર પહેરાવ્યો. "

ચાલો જે થયું તે, દિકરીના સુખ ખાતર બધાએ પોતાનો રાજીપો જ બતાવ્યો.

’ જતીન કુમાર ’ બની હવે ’ અમર વિલા ’માં જતિનને રૂઆબભેર રોકટોક વગર આવવાનો પરવાનો મળી ગયો, રીટાને હવે " કરલી દુનીયા મુઠી મેં " નો અહેસાસ થયો, વિનુશેઠ, શૈઠાણિને અંદરથી અકથ્ય ડર ડરાવતો રહ્યો. છતાંય હસતાં મોં એ આવેલ પ્રસંગ પતાવ્યો જ. દિકરી રીટાને કન્યા વિદાય સમયે

" આ દશ આ દશ પીપળો આ દશ દાદાના ખેતર..

દાદા.. અમે એક..રે પાન અમે

તોડીયું, દાદા વઢના દે જો

દાદાને વ્હાલી દિકરી, દિકરી ડાહ્યાં થઈ રહે.. જો ".

અમર મહેલના આંગણાના સૂના મંડપમાં અમર શેઠ અને વિનય શૈઠ ગીતોના શબ્દે હિબકે ચડી રડી લિધુ. તેમને કયાં ખબર હતી કે એક પાન સાથે આ વડલાને મૂળ સોતા ઉખેડનાર ના હાથમાં કન્યાદાન થઈ ગયું છે

રીટા-જતીને લગ્નની પહેલી એનવરસરીએ અમરચંદ શેઠના હાથમાં પ્રપૌત્ર ’ પરમ’ ના પારણાંની દોરી ધરી, હળવેથી મોટી રકમના ચેક પર સહી કરાવી ગીફટચેક અંકે કરી લીધો. ડીલીવરી બાદ રીટા સાસરે ગઈ જ નહી, નાની જગ્યામાં બાળકનો ઉછેર બરોબર ન થાયના બહાને અમરવિલાની બાજુનાજ આલીશાન " પરમ વિલા " બંગલો અંકે કરી જતીને પોતાના ગોરખ ધંધાના શ્રીગણેશ કર્યા.

હવે મિલો, કારખાના, કેમીકલ પ્લાન્ટમાં પણ આંટા ફેરાં કરવા લાગયો. અને અમરચંદ શેઠના નિધન બાદતો તેને છૂટો દોર મળી ગયો, વિનયશેઠ પર દાદાગીરી કરી ઓથોરીટી પેપર લખાવીને વિનુશેઠને પુરેપુરાં હાસીયામાં ધકેલી દિધાં બેઉ બાપદિકરાએ બધુ ઉસડી વિનુભાઈને લોકનજરે લાચારી માં હડસેલી દીધા.

રીટાને પણ પોતાના પ્રેમ અને પ્રેમીની બદ રમતનો ઈરાદો ખ્યાલ આવ્યો જતિન તેને પણ ઈમોશન્લ બ્લેક મેઈલીંગ કરતો, અસલામતીથી પીડાતી રીટા હતી તેનાથી ડબ્બલ બોડીમાં થઈ ગઈ, તેને આવા ટેનશનમાં ડાયાબીટીસ, બી. પી થાયરોડ જેવા દરદોએ ભરડે લીધી. હવે ખુલ્લે આમ જતીન તેને ડન્ડલોપ કહેતો, બેઉ વચ્ચે એક દિવાલ રચાઈ ગયેલ. મોટા ઘરની દિકરી આવા અંગત દુખડા કયાં ? કોની પાસે જી રડે ? જતીન ને પાછો મેળવવા તે કંઈ પણ કરવા મથતી. તે તેના જૂના નોકરના

દિકરો સુરજ જે ઘરકામ કરતો અને રીટાના દુખદરદ નજર સામે જોતો, જમાઈરાજના તોફાનો નો સાક્ષી હોય, રીટાને હમંશા સહાય રૂપથતો તે માઈભક્ત હોય તે રીટાને મંત્ર તંત્ર દોરા ધાગા કરાવવા ની સલાહ આપતો

એક બાદ એક મીલો, કારખાના, ઓફીસો વેહેંચાતી ચાલી. વિનયશેઠ ડાયાબીટીસ, હાઈ બી..પી, અને એલઝાઈમરના રોગના ભોગ બન્યાં. લાચાર રીટા આ ડૂબતી નાવનું કારણ માત્ર પોતાને સમજતી જાત જાતનાં ઉપાયો કોઈ કહે તે કરતી રહી. દિકરો પરમ અને દિકરી સિયા જોત જોતાં મોટા થતાં ગયાં જતિન મુંબઈ-અમદાવદ વચ્ચે પોતાની બાજી ચીપતો રહ્યો.

આજે અમરવિલા અને પરમ વિલા ની વચ્ચે એક ઉચી દિવાલ રચાઈ ગઈ છે. વિનય શેઠના પુરાં ધંધાને અલીગઢના મોટા તાળાં જમાઈરાજે લગડાવી દીધાં શેઠાણી ના લોકરના ખાના ખાલી કરાવ્યાં ઓફીસ્યલી બધું પરમના નામે ટ્રસ્ટી જતિન જગુભાઈ વોરા. કરી કરોડોની મતા હાથ વગી કરી, આરામથી રીટાનો કાંટો નવા આવેલા મહારાજને ગામમાં બે માળનું મકાન બંધાવી આપવાની અને મોટી રકમ આપવાની લાલચે, તેની પાસે જમવામાં ગડબડ કરાવી, ઘડીના છઠાભાગમાં અનંતની વાટે પહોચાડી. જુના મિત્રો સાથે બ્લેક, બ્લ્યુ લેબલના નશામાં વાત વાતમાં કહી દે કે

" શુ હં મુરખો હતો ? કે એ ગાદલાનો ભાર વેઢુ ? હેં ? એશ પ..એશ કરવાં જ આ કારસો રચેલો. ફ્રેન્ડ શું ?

ને ફ્રેન્ડ શિપ કેવી.

૩ - બા

પારકાં ઘરને હિંચકે બેઠાં બેઠાં ગંગાબા અમેરિકા અને ઈન્ડિયાનાં મે મહિનાનાં બપોરના તડકાં વિષે વિચારતાં હતાં આ સિઝનમાં અમદાવાદના એ ઘરના ધાબા ઉપર બટાટાની પતરી કલાકમાં ઉભી થઈ જાય. અને અહીં ? હલકો તડકોપ..કહેવા પૂરતો, બાકી બઘું ટાઢુ ટમ્ અહીંના માણસો જેવું. વિચારે ચડેલાં ગંગા બાએ પગને ઠેશ મારી હિંચકાને ગતિમાં મૂકયો, તેવાજ તેના કડામાંથી આસ્તેથી કિચૂડપ..કિચૂડનો અવાજ ઉઠ્‌યો અને ગંગાબાએના કાને ધ્વની પકડયો અપ..મપ.દાપવાદ.

.બા મનોમન બબડયાં " અહિં આવ્યાં ને બે બે વર્ષ થઈ ગયા, કોણ જાણે કયાંરે પાછા ઈન્ડીયા જવા મળશે ? બા તેમના પીળા પડીગયેલા જર્જરીત બંગલાની યાદમાં ખોવાય ગયાં, અને કયાંરે આંખો મળી ગઈ તે ખબર ન રહી. ઉપરના માળે રજાની નિંદર માણતાં દેવી બહેને એકાએક હિંચકાનો અવાજ સાંભળતાં તેમણે બાજુમાં સુતાં સુતાં પેપર વાંચતાં પતિદેવને કહ્યં " કોણ હિચકતું હશે ? "

" કદાચ બા હશે " વસુભાઈ અનુમાન થી જવાબ વાળ્યો

" પણ અટલાં વહેલાં ? "

" દિકરાંની મહેરબાની ભૈ બીજુ શું ? " કહેતાં કડવું હસી વસુભાઈ પલંગપરથી ઉઠી પેપરની ગડી ટેબલપર મૂકાતાં બોલ્યાં.

" પાંચે આંગળીયો સરખી નહોય " કહેતાં સીડી ઉતરી દેવીબેને મુખ્ય દરવાજાના કાચમાથી નજર નાખી તો ગંગાબા બંધ આંખોકરી હિંચકાપર ઝોલા ખાતાં હતાં.

તુરત જ દરવાજો ખોલાતાં દેવી બહેન બોલ્યાં

" અરે બા ક્યાંરે આવ્યાં ?, આવો અંદર આવો "

ગંગાબા દેવી બ્હેનના પર્શ્ન સાંભળ્યો ન સાંભળ્યો કરી સામો પ્રર્શ્ન કર્યો " હે દેવી બેન આજ પ્રસાદનો વારો તમારો છે ?, લાવો હું મદદ કરૂ, તમે નિરાંતવા તૈયાર થાવ. " બા અંદર આવી કિચનના ડાયનીંગ ટેબલની ખુરશી ખેંચી બેસતાં બોલ્યાં " આજે કોને ત્યાં સત્સંગ છે, ? પાછાં ઘેર આંવતાં કેટલાં વાગશે ? "

આ અને આવા અનેક સવાલોના કારણ અને પરિણામો ની દેવી બહેન ને ખબર હતી તેથી તેમણે બા ને સાંત્વન આપતાં કહ્યું

" બા સત્સંગ આજે ડેટનમાં છે, વળતાં જંગલ જીમમાંથી શાક લેતાં આવશું, જો મોડુ થશે તો બા ! અમે તમને ઘેર મુકી જશું ચિંતા ન કરો. "

" હાસ્તો ’ દાન ઉપર દક્ષીણા ’ તમે કરો જ છો ને ? " કહીં બા હસ્યાં.

" હોય કાંઈ, અમારી ફરજ છે બા " કહી વસુભાઈએ બા તરફ ચા નો કપ સરકાંવ્યો.

" પારકાંની ફરજ પોતીકાંઓ ને ખૂચેં છે ને " બા ધીમેથી બોલ્યાં.

" શું મને કહ્યું બા ? " કહેતાં દેવી બહેને કાચના વાસણો એકઠા કરી ડીશવોશરમાં ગોઠવતાં પૂછયું.

" ના હું તો પુછતી હતી કે હવે તમારે ઘેર અહીં સત્સંગ કયાંરે છે ? "

" કદાચ આવતાં મહિને " નાની મીરા ને કપડા પહેરવતાં જવાબ વાળ્યો.

ટેબલ પર પડેલ લંચ બોક્ષમાં નાની મીરા માટે કુકીની બોટલ માંથી કુકી લઈ મૂકી, અને વોટર બોટલ બેગમાં મૂકી મીરાને આપી.

" થેંક્યુ ગ્રાન્ડ બા " કહી દોડતી ગાડી માં જી ગોઠવાઈ ગઈ. અને દેવી બહેન તૈયાર થવા ઉપર ગયા કે તુરત ગંગાબા કિચન ઉપર સાફ સફાઈ કરવાં લાગ્યાં કારણ દર રવિવારે આ ફેમિલી સાથે જ ગાળતાં હોવાથી તેઓ આ ઘરથી પૂરે પૂરાં વાકેફ હતાં, વળી અહીં તેને ક્યાંયે ન અડવાની મનાઈ ન હતી ? અહીંથીજ ૩૦ કિલોમીટર દૂર જ પોતાના દિકરાના ઘેર અજાણ બની રહેવૂ પડતું., અને એક નાનકડી રૂમમાં ભરાઈ રહેવું પડતું. જ્યાંરે વહુ દિકરો સર્વીસ પર બહાર પર જતાં ત્યાંરે બાદ સાથે રહેતાં વહુના મમ્મી-પપ્પા જમીલે બાદ બાનુ જમવાનું ટેબલ પર અલગ મૂકી કહે " જમો "

ત્યાંરે કલાકથી ઢાકી રાખેલ થાળી પોતાના રૂમમાં લાવી, પહેલાં ઠાકોરજીને ધરાવી બે હાથ જોડઈ વિનંવતાં કે

" હે ભગવાન મને જે, અને જ્યાંરે મળે ત્યાંરે તને આપું છું, પણ હું જ્યાંરે કહું ત્યાંરે મને તું ઉઠાવી લે જે. " ગંગાબાને દિકરાના ઘરમાં કશે પણ હાથ લગાવવાની મનાઈ હતી,કારણ એક દિવસ સાફ સફાઈ કરતાં તેમનાથી ટેબલવાઝ ફૂટી જતાં આ સજા મળી હતી.

ગંગાબા ના વેવાઈ -વેવાણ અહીં સાથે જ રહેતાં હતાં ૧૦ વર્ષથી અહિં અમેરીકામાં દિકરી જમાઈ સાથે રહેતાં હતાં તેમને પોતાનાજ દિકરાં ને ઘેર લીલા લહેર કર્તા જોઈ નિસાસા નાખતાં કહેતાં " મારો જ રૂપિયો બોદો તો બીજુ શુ કહેવું ? " વેવાઈઓની હાજરીમાં જ દિકરો માનૂં ડગલે ને પગલે અપમાન કરી નાખતો ત્યાંરે તે ગમ ખાય જાય શું કરે ? કોઈ ઉપાય ન હતો. દિકરો મા ને પરાણે અમેરિકામાં રોકતો હતો કારણ તેને મન’ કમાઉ મા ’ ઘરમાં વઘ્‌યું ઘટ્‌યું, ટાઢુ શીળુ ખાયને મહિને ૬૦૦,૮૦૦ ડોલર સરકાર પાસેથી લાવતી માં જો વતન જવાની વાત મૂકે તેવો દિકરો ભડકતો અને ગંગાબાને, કહેતો " વારે વારે જાવ જાવ શું કરો છો ?, ત્યાં કોણ તમારૂ રડવાવાળુ છે ? જાવું હોયતો એક આટો ન્યુયોર્ક મારી આવો "

" ના.. ના.. ત્યાં ન જવાય હો ! પુરૂષૌતમ માસ ચાલે છે, દિકરી ને થાય તેટલું દેવાય, પણ આમ તેને ઘેર પડયાં પડયાં ખવાય નહીં હો ભૈલા. " કહીં ગંગાબા એ છેલ્લા વકબાણ બાજુની રૂમમાં વેવાઈ-વેવાણને સંભળાવવા જ ઉચ્ચારેલા, પણ દિકરીનાં ઘરના અનુભવેલા કડવા પ્રસંગોને બંધ આંખોએ વાગોળતાં ગંગાબાએ નાછૂટકે વાત માંડવાળ કરી.

રાહુ-કેતુ જેવા બે જમાઈની જુગલ જોડી હમેંશ તેમને નડતી રહી, દિકરીઓ શું કહે ? લાચર હતી બેઉ દિકરીયો પંદર વર્ષ પહેલાં પરણીને અહી આવી ભાઈ અને મા-બાપ માટે ફાઈલ મૂકેલી, વિઝાકોલ આવે તે પહેલાં જ ગંગાબાના પતિને ઉપરવાળાનો વિઝા મળી ગયો. છેવટે મા-દિકરો અમેરીકામાં ગોઠવાયાં ત્યાં દિકરાને ગ્રીનકાર્ડ વાળી વહુ મળી, બાદ તેણે પણ તેના મા-બાપ અને એકના એક ભાઈ ને બોલાવી લીધો., તેનો ભાઈ પરણીને બોસ્ટન સેટલ થઈ ગયો. અને ગંગાબાનો દિકરો પોતાના જ ઘરમાં ’ ઘર જમાઈ ’ બની ગયો. અને ધીમે ધીમે વિષાદ યોગ વકરતો રહ્યો.

દિકરી જમાઈ ઘરબહાર જાય એટલે કયાંરેક વેવાણ સુભદ્રબહેન ગંગા બા સાથે અલપ જલપ વાત કરી લે, વેવાઈ કડક અને ચેપળો હતો, વેવાણ થોડી નરમ પણ વેવાઈના દાબમાં રહેતી. એક દિવસ મોકો મળતા સુભદ્રા વેવાણ બોલ્યાં " બેન પ.દિકરી જમાઈ સાથૈ જ રહેવાઈ, તો દિકરા-વહુ સાથે બગડે નહીં અને પ્રેમ જળવાય રહે. "

" હુ તામારી જેવી નશીબદાર નથી ને ? કટાક્ષસહ ગંગાબા બોલ્યાં કે મારે તમારાં જેવો જમાઈ નથી ને ? દિકરીના ઘર જોડાય, તોડાય નહીં "

" એ તો ભોગવો " કહેતાં સુભદ્રા વેવાણ છણકો કરી તેના રૂમમાં જતાં રહ્યાં.

" ભોગવું જ છું ને ? " ગંગાબા એ દુઃખતી રગ દબાતાં કહ્યું પણ સાંભળનાર કોઈ નહતું

સોમથી શની ગંગાબા રવિવારની તિવ્રતાથી રાહ જોતાં, સવાર થી ઘડીયાળના કાંટા જલ્દી ફરે તેની રાહમાં રહેતાં. સાંજે પાંચના સત્સંગમાં જવા માટે તેનો દિકરો બાને વસુપટેલના ઘેર બપોરના બે વાગે પણ મૂકી જતો રહેતો,ને બા પટેલ દંપતની રવિવારની રજામાં અગવડરૂપ ન બનવા બહારનાં હિંચકે બેસી દરવાજો કુલે તેની રાહમાં રહેતાં.

દેવી બહેન અને વસુભાઈને માતૃસુખ મળેલ નહીં તેથી તે બેઉને બા ઉપર વધૂ પ્રેમ હતોં, વળિ બા પણ પરગજુ સ્વભાના હોવાથી ઠકોરજીની સેવામાં ખડે પગે સેવા આપતાં, દરેક સત્સંગીઓ પણ ગંગાબાની વિશેષ કાળજી લેતાં. સત્સંગબાદ પ્રસાદ સમયે પણ

" બાને ચવાય તે જ આપજો "

" બાને ગરમ દુધ ઠારી દો "

"બાને હાથ પકડી ને લેતાં આવો " દેવી બહેને કહેતાં શાંભળી લોકો બાને દેવી બહેનની સાસુ જ સમજતાં પરંતું હકકિકતમાં દેવી બહેન ને માતૃસુખ મળેલ નહીં, તેમના નાના ચાર ભાઈ-બહેનની મા બની જવું પડેલ, તો વસુભાઈને નાન પણમાંજ મા-બાપ વહેલાં ગુમાવેલાં., અને સગાંઓના સહારે જ ઉછરેલાં આમ આ બેઉ દંપતીનો અને બાની કુડળીના ’૩૬ ’ દોકડાં ના મેળાપક હોવાથી પોતીકાં બની રહેલાં. ૩૦ ૪૦ કિલોમીટર કે તેથી પણ દુર સત્સંગ હોય તો પટેલ દંપતિન બાને લઈ જવા લાવવાનો આનંદ આવતો, ક્યાંરેક મોડુ થાય તો બાને તેના ઘરના દરવાજા સુધી કડકડતી ઠંડીમાં હાથ પકડી છૌડી આવતાં ત્યાંરે બારીમાંથી ઘૂરકતી ગંગાબાના દિકરાની વહુ આંગણે આવેલાને " આવો " પણ કહેતી નહીં.

એક નમતી સાંજે ગંગાબાએ દિકરાને હળવા સાદે કહ્યું.

" ભાઈ ! હવે મને ઈન્ડીયા જવા દે, તારી સગવડ હોય તેની ટીકીટ લઈ દે. " કહી પ્રત્યુતરની રાહમાં ઉભાં રહ્યાં

" શું દુઃખ છે અહીં ?. " કહી દિકરાએ બા સામુ તુંછકારથી જોયું

" ભૈલા દુઃખતો શું હોય પપપણ " કહેતાં ગંગાબાને ગળે ડૂમો ભરાયો તે આ ગળ બોલી શક્યાં નહી.

" આવા નાટક રહેવા દો "

" હશે તને નાટક લાગે તો તેમ, પણ હવે મને જવા દે "

મા દિકરા વચ્ચેની રક ઝક સાંભળતી, વહુએ પોતાના નેઈલ ફાઈલીંગ કર્તા કર્તા કહે " આ સમરમાં પપઘરમાં થોડૂ રંગરોગાન અને ઈલેકટ્રીકલ કામ કરાવવાનું છે, અને મારે ભાઈને ઘેર બોસ્ટન જાવું છે, તો ઘરની સંભાળ કોણ લેશે ? " જોરથી વાળને ઝાટકા સાથે પાછળ ઉછાળતાં બોલી.

"..તારા મમ્મી -પપ્પા છે ને પ.?" અકળાંતાં ગંગા બા બોલિ પડયાં

" કેમ એ તામારૂ કખાય છે ? " કહેતાં વહુ બરાડી.

" ના મારાં મા ભાગ પડાવે છે " ગંગા બા રડમસ અવાજે બોલ્યાં આજે તેનામાં ગજબનો હિંમત આવી, . " ગમે તે કરો મારી ઈન્ડીયાની ટીકીટ કઢાવી દે "

અને વહુમાં પણ આજે એટલુજ જનૂન ભરાયું, કે તેણે ગંગા બા ને બાવડેથી જાલી ને દરવાજા તરફ ઘસડતાં લઈ જી, બહારના વરંડામાં ફંગોળતી બોલી

" જાવ પઈન્ડીયા જાવું છે ને ?પ.જાવ જોગમાયા ટળો " કહી ડીસેમ્બરની ઠંડીમાં ઘરની બહાર ગંગા બાને હડશેલી મૂકયાં, અને પંદર વીશ મિનીટ પછી એક એટેચીમાં બે ત્રણ જોડ કપડાં અને પાસ પોર્ટ નો દૂરથી જ ઘા કરતાં બોલી.

" લો તમારો સામાન " સિનસીનાટી ની એ ડીસેમ્બરની કડકડતી રાત ગંગા બા એ ધ્રૂજતાં કોકડુ વળી રોતાં રોતાં કાઢી સવારે દિકરો ચુપ ચાપ બા ને એરપોર્ટ મૂકી ગયો, અગાઉ બે ત્રણ વખત ઈન્ડીયા આવી ચુકેલા ગંગા બા ઈન્ડીયા પહોંચી ગયા. થકવી નાખતી મુસાફરી બાદ મુંબઈના એરપોર્ટથી બહાર આવતાં ગંગાબાના હાથમાંથી એટેચી સરી ગઈ, બીજા હાથમાંથી પાસપોર્ટ નીચે પડી ગયો ધ્રૂજતાં હાથે પાસપોર્ટ લેતાં વતનની ઘૂળ આંગળીને ટેંરવે લાગી, ગંગા બા એ સહસા તે અાંગળીયો આંખો થી ટપકતાં અશ્રૂને રોકવા તે માાટી વાળી આંગળી બંધ આંખો પર ફેરવી વતન ની માટ્ટીને વંદન કર્યા. કયાં જાવ ? કોને ફોન કરૂ ? વિચારતાં ગંગા બા રસ્તાંની કોરે ઉભા વિચારતાં હતાં ત્યાંજ સામે એક નનકડી છોકરી કચરા પરટીમાં પોતાનો ખાલી થયેલ આઈસ્ક્રીમ નો કપ નાખવાં મથતી જોઈ તેના હાથ પહોંચી શકતાં ન હતાં ગંગા બા તેની નજીક સરી તેને પાછળથી ઉચકી તેના હાથને કચરાપેટીને અડાડયાં, તેવો કપ પેટીમાં જતાં છોકરી પોતાના બેઉ હાથની હથેળીઓ ઉલ્ટી સુલ્ટી કરી બોલી " ખલ્લાસ " કહી હસતી હસતી દોડી ગઈ. અને ગંગા બાના મગજમાં એક જબકારો થયો, ધીમેથી તેમણે એટેચીમાંથી પોતાનો પાસપોર્ટ ખેંચી કાઢયો મકકમતાથી બે, ત્રણ કટકા કરી પેલી કચરા પેટીમાં નાખી સ્વગત બોલ્યાં " ખલ્લાસ " અને હસી પડયાં.

અમદાવાદના પોતિકાં પીળીજાય વાળા જરજ્રીત મકાનમાં આઠમી રાત્રે એક રૂમમાં એ મુકત પંખીણી બની રાત્રે સુતા તે સુતા.

૪ - આકાશી ગ્રહણ

આકાશ મુંબઈના પરતિષઠિત બીજનેસ ટાયકૂન ચોકસી પરિવારનું સંતાન, ગરભશ્રીમંત પરિવારનો દેખાવડો, હોશિયાર, વિનયી બાહોશ યુવાન. આઈ. આઈ. ટી નો સકોલર. વઘુ અભયાસ માટે અમેરીકાની દસ નામી યુનવરસીટી તેને આવકારવા ઉભી હતી. હાવર્ડ યુનીના પગથીયા ચડી, પીએચ. ડી ની ડીગ્રી મેળવી ઈન્ડીયા પરત આવી ફેમીલી બિઝનેસમાં જોડાયો.

જેવો તે ઓફીસે જવા લાગયો, કોનફરનસ ગજાવવા લાગયો, નવા નવા પ્રોજેકટસ, પ્લાન, અને બઝારમાં કંપનીની શાખ વધી, કંપની ના શેરની વેલ્યુ વધવા લાગી. તેના પિતા અમર ચોકસીને પરમ સંતોષ હતો, એક દિકરો હજુતો કંપનીમા જોડાયો તયાં આમ શેર ઉચકાયાં તો બીજો નાનો દિકરો જે ઓક્સફોર્ડ યુનીમાથી ઈનટરનેશનલ માર્કેટીંગ મા માસ્ટર કરી ને આવશે તયાંરે કંપની કેવી ઉચકાશે ?

બીજી બાજુ અમર ચોકસીના વાઈફ ગીતાબહેન જુદીજ ખયાલી બીરીયાની પકવતાં હતાં હવે તેને દિકરા આકાશને જલદી ઘોડે ચડાવવો હતો. સારા સારા સમોવડીયા ઘરના " કહેણ " આવવા લાગેલા, છતાં ગીતા બહેન દિકરા માટે પરી જેવી વહુ શોધવા દરેક મેરજ બ્યુરોના ટેબલ પર આકાશના બાયોડેટા સાથે તગડી રકમના ચેકનું કવર મોકલતાં, દરેક બ્યુરોવાળા " વેલનોન ફેમીલી અમારી પાસે છે. " ના કેફમાં રઘવાયા થઈ દૂરબીન લઈ દોડતાં થઈ ગયા.

ગીતા ચોકસી સમાજના દરેક ફંકશનમાં, ફેમીલી ફ્રેન્ડસની દરેક પાર્ટીઓ કે લગ્ન પ્રસંગે અચુક હાજરી આપવા લાગયાં, આવા સમયે તે ઝીણવટથી દેરેક યુવતી ને જોતાં ગમતી છોકરી પાસે કોઈને મોકલી, તેના કુટુંબની રજે રજ માહીતી મેળવતાં. હોય દરેક માંને પોતાના દિકરા માટે સારી વહુ ગોતવી એ જીવનની અણમોલ ઘટના બની રહે છે. અને આ તો અબજોપતિના ઘરની વહુ બનાવવાની કવાયત હોય તાંરે કાળજી વિશેષ લેવાય જ.

.જો કોઈ બયુટી કોન્ટેસ્ટમાં ગઈ હોત તો જરૂર મિસ યુનીવર્સર તાજ મેળવી શકે તેવી ધારદાર વ્કતિત્વ વાળી, ડબલ ગ્રેજયુએટ, પાણી પીવે ત્યાંરે પાર્દશક પાણી ગળે ઉતરતું જોઈ શકાય તેવી, આરસમાંથી કંડારી હોય તેવી નમણી, લાવણયના દરેક માપ દંડ ને સુસંગત એવી ધરા પારેખ આકાશ માટે ગીતાબહેને વહુ શોધીજ કાઢી.

શરણાયો વાગી, ઢોલો ઢબૂકીયા, મોભાદર કુટુંબે રંગે ચંગે લગનની આગોતરાં વિધીઓ ૧૦દિવસના ભપકેદાર રંગારંગી કારયકરમ વીસ પચીસ દેશોના મહેમાનો સાથે જુદા જુદા શહેરોમાં જુદી જુદી થીંમ સાથે મહાલી અગ્િાયારમાં દિવસે આકાશ-ધરાએ સપ્તપદીના ફેરાં લિધા. ટી. વી. પર ઈગલેનડના રોયલ ફેમીલીના- ડાયેના અને ચાર્લસ ના - મેરેજ જોયા બાદ કદાચ, અકાશ-ધરાના મેરજ ની પહેલી જાહોજલાલી લોકોએ મુંબઈમાં રૂબરૂ જોઈ. આ દિવસોમાં લોકો કામ વગર મરીનડરાઈવના " ચોકસી મહાલ " સામે દિવસ રાત ચકર લાગાવતાં રહયાં રખેને કોઈ નેતા અભિનેતાની એકાદ ઝલક જોવા મળીજાય.

એક, બેપપપાંચ પ.ને પચીસ સાલના વહાણાં વહીગયા. અને ઘણું ઘણું બદલાય ગયું. અમર ચોકસી એક પલેન અકસ્માતે દુનિયા છોડી ગયા, નાનોભાઈ ક ફ્રેનચ છોકરી સાથે લ્ન કરી ઘર અને ધંધાથી અલગ થઈ ગયો. અને આકશ-ધરા મરીનડાઈવનો ફલેટ ગીતાબહેનને આપી, પોતે બે ને પોતાના બે સાથે નેપીયન્સી રોડ ના દરિયા કિનારેના પોશ બિલડીંગ " વિરભવન " ના ૩૦ -૩૧ મા માળે આલીશાન ડુપલેક્ષ ફલેટમા પોતાનો નાવો આશિયાનો બનાવયો. બઘું જ અલગ અનોખું કરવા વાળો આકાશ નવા ઘરના હાઉસ વોર્મીંગ પાર્ટી નવા ઘરે ગયા પછી દર શની-રવિ જુદા જુદા ગૃપને બોલાવી મહેફીલો જમાવવા લગયો, સોમથી શુકર કામમાં ખૂપી જતો.

પરદેશ બીઝનેસ ટૂરો પણ ભરપૂર થતી રહેતી, નાવા વાતાવરણમાં બેઉ બાળકોને બિલ્ડીગનાજ બાળકોની સાથે સારી ફ્રેન્ડશીપ થઈ ગઈ તેમાના, મોન્ટુ-સીમરન નામક બે બાળકોની મમ્મી પૂનમ પંજાબી સાથે ધરાને વધુ ફાવી ગયું, આ નવો સાથ ધીમે ધીમે વધું ગાઢ થવા લાગયો. આકશની કોઈપણ ફોરેન ટૂર ધરાને હવે અકળાવતી નહીં કારણ પૂનમ અને તેનો પતિ બલવીનદર પંજાબી સાથે પીકચર, કલ્બ, પાર્ટી, માણી લેતી. અને આકાશની હાજરીમાં આ બેઉ કપલ સાથો સાથ હરતાં ફરતાં આકશને પણ બલવીનદર સાથે રવિવારની સવાર પતિયાલા પેગથી શરૂ થવા લાગી. જોત જોતા મા ચારે જણ અંતરંગ મિત્રો બની ગયા હમેંશ ફ્રન્ડ શીપમાં એક પાતળી લક્ષમણ રેખા આંકવી જોયે, અને એ આંકણી અને તેનું પાલન લેડીઝ ઉપર નભે છે.

પૂનમ પંજાબી ભટીનડાની શીખણી હતી, અમેરીકામાં ભણતાં ભણતાં કોઈ બ્યુટી કોન્ટેસ્ટની રનર-અપનુ ટાઈટલ જીતેલી, ગ્રેજયુએટ થયેલ, બલવીનદર ને અમેરીકા સાથે સાથે ભણતાં જ પરણી ગયેલી, તેને શીટીઝનશિપ લઈને રહી પડવું હતું. પણ બલવિનદરના મા-બાપનો આગ્રહ કે ઈન્ડીયા આવી રહે. ભારે તનાવ વચચે અહિં આવી બલવિનદરે બાપીકો બીઝનેસ આગળ વધારયો. તેના મા-બાપ વરસમાં મુંબઈ આવ-જાવન કરે તેનો પૂનમ સખત વિરોધ કરતી. બેઉ વચચે ઝગડા થતાં, રૌના ધોના થતાં તયાંરે ધરા તેને ઘેર જી તેને કંપની અને આસવાસન આપતી,

ફોરેન ટુરમાં પણ પૂનમ બલીના ઝગડાના સાક્ષી આકાશ-ધરા થવા લાગયાં પૂનમના રોના ધોના વખતે આકશ તેને એકબાજુ લઈ જાઈને હળવેથી પીઠ પંપાળતાં પંપાળતાં શાંત કરતો, અને ધરા બલીને સમજવતી. કયાંરે આકાશ પૂનમ મય થઈ ગયો ? કે પૂનમ પૂરાં આકશ ઉપર પથરાઈ ગઈ ? તે ધરા કે બલી સમજીન શકયાં. અને બેઉને આ સાચી વાતનો અહેસાસ થયો ત્યાંરે ઘણું મોડુ થઈ ગયું. બાળકો બેઉના પરદેશ ભણવાં ચાલયાં ગયેલ, બલીએ મા-બાપને મુંબઈ બોલાવી અલગ ફલેટમાં રહેવાની ગોઠણ કરી દીધી પૂનમની જાણ બહાર, અને એક દિવસ બીઝનેસ ટૂર ઉપર જાવછું કહી મા-બાપ સાથે રહેવા જતો રહયો.

હવે આકાશ ઓફીસે જતાં આવતાં નીચેના ફલોર પર પૂનમને ઘેર અચૂક રોકાઈ ને આવવા લાગયો, બિર્લ્ડીંગવાળા આંખ આડા કાન કરતાં, પણ ડરાવરો, વોચમેન, સેક્રેટ્રરી, ઘરના ઉંદરો જેવા સર્વન્ટ જેવા લોકોની કાન ફૂસકીએ બધા બધુંજ જાણતાં થયા..

એક જપાનની બિઝનેસટૂરમાં આકાશ મહિના દિવસ

માટે જવાની જાણ ઓફીસમાં કરીને ગયો હવે આકાશ -ધરા વચચે બોલવાનો વયવહાર રહયો નહતો, અને એક કોમન ફરેડ મારફત ંધરાએ જાણયું કે " પૂનમ એક મહિના માટે ટૂરમાં ગઈ છે, કયાં ? ખબર નથી " અંદાજ આવી જતાં ધરા કાળજાળ થતી તેના સાસુ ગીતાબેન પાસે ગઈ, ને ઢગલો થઈ ગઈ, સાસુજી બધી વાતો થી વાકેફ હોય તેણે વહુ ધરાને મનાવી " મોટા ઘરોમાં આ બાધું સામનય હોય, તું તને જે ગમે, તે કામ મા મન પોરવ " ધરા પરાણે સુગમ સંગીતના કલાસીસ, ભારત નાટયમ વાય. એમ. સી, રોટરી, લાયન્સ કલ્બ, વગેરની મીટીંગો અને પ્રોજેકટસ માટે બહાર આવવા જવાનું શરૂ કરયું.

આકાશના ગયા પછી વીશમા દિવસે ધરાને ડીવોરસની નોટીસ મળી, અંતનો અહેસાસ ધરા કરી ચૂકેલી. ધરા મકકમતાથી સજજથઈ ગઈ. દિકરી દિકરાને સારે ઘેર પરણાવયાં, દિકરાએ ધંધાનો આગળ વિસ્તાર્યો. માને દુઃખ ભૂલાવવા દિકરો-વહુ સદા તત્પર રહેતાં. અને તે બેઉના આગ્રહ બાદ પૂરાં દશ વરસ બાદ ધારાએ આકાશને પૂનમ ખાતર છોડયો. દશ વરસથી લીવ ઈન રીલેશનશીપ ભોગવયાં બાદ સિવિલ મેરેજ કરી આકશ-પૂનમ પતિ-પતની બન્યાં.

મેરેજના પાંચમા મહિને પૂનમ ને ગ્રહણ નડયું એક રાત્રે આકશને તેના હૃદયે દગો દીધો. તેજ રાતે ધરાએ તેનું અરંગેતરમ્ એન. સી. પી. એ. માં ભરચક પરેક્ષકો વચચે કરયું.

હાલ..... ટૂકાં ગાળા માટે મિસીસ પૂનમ. આકાશ. ચોકસી. બની. મસમોટો દલો, અને પોશ એરીયામાં વૈભવી ફલેટમાં પહેલાંના પતિ બલવિનદર. પંજાબી અને બાળકો સાથે આરામ થી હાલ રહે છે.

— સ્પંદન પારેખ