Jamanvarno Jay Jaykar... Shilpa Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Jamanvarno Jay Jaykar...

જમણવારનો જયજયકાર...

Name : Shilpa Desai

Email :

Mob # +919825450460

જમણવારનો જયજયકાર...

આજથી ત્રણ દાયકા પહેલા સુધી જમણવારમાં પંગત પડતી. આપણા પૂર્વજો આરોગ્યની સુખાકારી વિષે સભાન હોવાથી જમતી વખતે ખોટી ઉતાવળ મંજુર રાખતા ન હતા એટલે ભોય પર જ પાટલા કે પાથરણા / પટ્ટા / આસનીયા પાથરીને સામસામે હરોળમાં બેસીને જમવાનો રીવાજ હતો . વણલખ્યા નિયમ અનુસાર પ્રથમ પંગતમાં પુરુષો જ બેસતા. કદાચ નાના બાળકોનો વારો બી આવી જાય (આપણો સમાજ ત્યારે પણ પુરુષ પ્રધાન હતો !!! ) જેવા પાટલા મંડાય કે રસોડામાંથી પીરસણીયાઓની ફોજ હુદુડુંડું કરતી દોટ મુકે. બધાના હાથમાં ગજા પ્રમાણે શાક ભરેલા કમંડળ , દાળ / કઢી / બાસુંદી ભરેલી ડોલ . પૂરી પાપડ , કચુમ્બર ( કોઈ વાર જ ) અને ફરસાણ ભરેલા મોટા મોટા બાજુ ( બાજુ એટલે પહોળા અને જરા ઊંડા મોટા વાટકા ) હોય . આ પીરસણીયાઓ મોટાભાગે માંડવા પક્ષના ભાઈ -ભાંડરડા,ભાઈબંધો,પાડોશીઓ જ હોય અને મોટેભાગે જમવા બેસનારથી પરિચિત હોય એટલે આગ્રહ કરીને જમાડે પણ ખરા . વળી કોઈની ગ્રહદશા સારી ચાલતી હોય તો ચોકઠાં ય ગોઠવાઈ જાય . પુરુષ વર્ગ જમી ઉઠે પછી ફટાફટ નવા પડિયા પતરાળા મુકાઈ જાય અને વારો આવે સ્ત્રીવર્ગનો..ખાધેપીધે સુખી ઘરની મહિલાઓ એકવાર પાટલા પર પથરાઈને બેસે પછી જમીને ઉઠવામાં ખાસ્સી તકલીફ પડે એટલે જમી લીધા પછી ય આ જાજરમાન મંડળીઓ નિરાતે વાતોના વડા કરતી દેખાય. કદાચ આવા જ કારણોસર કોઈ ખુબ લંબાણથી માંડીને , વિસ્તૃત વાત કરે તો એને માટે ' પાટલો માંડીને વાત કરે છે " એવો રૂઢીપ્રયોગ ચલણમાં આવ્યો હશે.

નીચે બેસીને જમવામાં એક અલગ મજા હોય . જમવાનું પીરસાય એ પહેલા બે - ત્રણ જણા ' ઢીંચણીયુ / ઢેચણીયુ ' લઈને નીકળે . કોઈને પગ વાળીને બેસવાની તકલીફ હોય તો એ પલાઠી વાળે ત્યારે ઘૂંટણ નીચે આ ઢેચણીયુ કે ઘુટણીયુ મુકે એટલે પગને જરા ટેકો મળી રહે અને તકલીફ ઓછી થાય . એક ઓળખીતાના જેન-નેક્સ્ટ દીકરા માટે આ ઢેચણીયુ તદ્દન ભળતા ગ્રહનો શબ્દ હતો . અંતરિયાળ ગામડામાં આ પરિવાર કૌટુંબિક પ્રસંગે જમવા ગયા ત્યાં જમવા બેસતા કોઈએ આ કોમ્પ્યુટર કીડ ને ઢેચણીયુ જોઈએ છે? એવું પૂછ્યું, આ ડ્યુડ ને એમ કે કઈ ખાવાની વાનગી નું પૂછે છે તો એણે જવાબ આપ્યો " આવવા દો , ચાખી જોઉં , ભાવશે તો બીજું લઈશ "

ત્યારે જમણવાર માં એક શાક - તેલથી લથપથ , એક ફરસાણ - એક મીઠાઈ , પૂરી , તળેલા પાપડ - પાપડીથી જ થાળી / પતરાળી ભરાઈ જતી . ધીરે ધીરે પંગત પ્રથા ચાલુ રહી પણ જરા સુધરેલા - સો કોલ્ડ મોર્ડન સમાજ શ્રેષ્ઠીઓ એ ટેબલ ખુરસીની પ્રથા ચાલુ કરી . ધોળા બગલાની પાંખ જેવા ટેબલ ક્લોથની માંગ એકાએક જ વધી ગઈ . ટેબલ ખુરશી આવતા જ પડીયા - પતરાળાનો વિદાય સમારંભ ચુપચાપ ગોઠવાઈ ગયો ને સ્ટીલના ચકચકિત થાળી વાટકા માનભેર ટેબલ પર બિરાજમાન થઇ ગયા . પંગત પડે ત્યારે સ્ટીલના વાસણોનો ટીપીકલ અવાજ અનેકના જઠરાગ્ની પ્રદીપ્ત કરવા સક્ષમ હતો . કોઈને બુમ પાડવાની જરૂર જ ન પડે . બધા લગભગ તો મનગમતી કંપની શોધી ને મનગમતી જગ્યા એ ઉભા રહી જ ગયા હોય . મેનુ - જમણવાર ની વાનગી યાદી - રસથાળ માં ય થોડો ફેર પણ આખે ઉડીને વળગે એવો થયો. શાક એક ને બદલે બે , ફરસાણ ને મીઠાઈ પણ એવું જ . પૂરી એ પોતાનું સ્થાન અકબંધ રાખ્યું . તો નાના નાના પ્રસંગો એ યુઝ એન્ડ થ્રો વાળા ડીસ્પોઝબલ પ્લેટ - ગ્લાસ નું ચલણ પણ ચાલુ રહ્યું . જમણવાર પહેલા પીરસવામાં આવતા નાસ્તાઓમાં ડીસ્પોઝબલ પ્લેટ - ગ્લાસ મોખરે થઇ ગયા.

પરિવર્તન સંસારનો નિયમ છે એ ન્યાયે જમણવારો માં પણ આમૂલ પરિવર્તન આવ્યું . ટેબલ ખુરસી ને બદલે બુફે - ઉભા ઉભા જમવાની પ્રથા થઇ ગઈ. આ પ્રથા એ ભોજનવીરોને નિરાશ કર્યા . બેસી ને આરામથી જમવાની સગવાડ હતી એ ઝૂટવાઈ ગઈ એન બદલે મેલેમાઈનની ડીનર પ્લેટમાં જાતે પીરસી ને ખાવાનો વારો આવ્યો . લગ્નના જમણવારો એ ઘરના ફળિયાને બદલे highly પેઈડ પાર્ટી પ્લોટ્સ માં સ્થાન લીધું . જે જમણવારોમાં પહેલા વાનગીઓના નામ ગણાવવા આંગળીના વેઢા ય વધી પડતા હતા એને બદલે હવે મેક્સિકન / થાઈ / ઇન્ડીયન / શ્રીલંકન વગેરે કોન્ટીનેન્ટલ ફૂડ ડીશીઝના નામ પણ યાદ રાખવા મુશ્કેલ થઇ પડ્યા. જમણવારમાં જાણે કે હોડ લાગે કે કોણ કેટલી વાનગીઓ બનાવડાવશે. એક લગ્ન માં ૧૫૧ વાનગી ઓ હતી. આપણા ભારતીય પેટ ને માફક આવે એવી વાનગીઓ ગણીગાંઠી. પાણીપુરીના કાઉન્ટર પર ભયંકર ભીડ. મહેમાનો રીતસર અંદરો અંદર હુસાતુસી કરે કે તમે હમણાં જ પ્લેટ ભરીને પાણીપુરી લીધી હવે અમારો વારો . પછી વારો આવે દિલ્હી ચાટનો . તો ચાઇનીઝ નુડલ્સ ને કાંટા ને બદલે હાથથી જ મોમાં ઠુંસતા મહેમાનોની એટીકેટ્સ ઓહિયા થતી દેખાય.. મેક્સિકન કે થાઈ ફૂડ વિષે ભાગ્યે જ જાણતા આપણે લગભગ તો કાઉન્ટર બોય ને પૂછીએ કે આ આઈટમ ને શું કહેવાય , કેવી રીતે બનાવી છે , એમાં શું નાખ્યું છે . કેમ જાણે પેલા કાઉન્ટર બોયએ સંજીવ કપૂર ની કુકિંગ એકેડમી માં થી સર્ટીફીકેટ કોર્સ ન કર્યો હોય !!! એક ઉત્સાહી બહેને આવી જ રીતે એક કાઉન્ટર બોય ને એક મેક્શીકન આઈટમ ની રેસીપી પૂછી . પેલો કાઉન્ટર બોય મેક્સિકન ભાષા સિવાય કઈ સમજતો ન હોય એમ થોડીવાર તાકી રહ્યો. પછી પાછો પોતાના પીરસવાના કામમાં ગૂંથાઈ ગયો . પેલા બહેને એમની જીજ્ઞાસા વૃતિ માંડ માંડ કાબુમાં રાખી હશે એવું એમના ચહેરા પરથી સાફ વંચાતું હતું . આવા મોંઘા દબદબાવાળા જમણવાર શરુ થાય એ પહેલા મહેમાનોમાં સ્ટાર્ટર સર્વ કરવાનો ચાલ છે . યુનીફોર્મ પહેરેલા ગર્લ્સ અને બોયસ મોટી પ્લેટ માં સ્ટાર્ટર , પેપર ટીસ્યુ , ટુથ પીક , સોસ લઈને મહેમાનોમાં ફરતા રહે . ટેણીયા મેણીયા જો આ સ્ટાર્ટર ભાવી જાય તો એક જ આઈટમ પર મચી પડે. તો વળી ઘરડા - બુઢાઆ ટુથ પીક આઈટમ જોઈ ને જરા આશ્ચર્ય સાથે ઉચકે ને સોસ ની વાટકી માં ડુબાડે ને એક જ કોળીયામાં પૂરું . પછી સળી પકડીને બેસી રહે . વળી કોઈક સીસ્ટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્઀ કોઈક સીસ્ટમ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર કેવી રીત૟મ થી માહિતીગાર હોય તો અન્ય વૃદ્ધજન ને એ સ્ટાર્ટર કેવી રીતે ખાવું એ ડેમો આપે . સીઝન મુજબ જાત જાત ના જ્યુસ વહેચાય ધીમે ધીમે બધા જ જમણવાર ના મુખ્ય સ્થળ તરફ પ્રયાણ કરે . ત્યાં ય જુદા જુદા સૂપ હોય ને વાનગીઓ ના કાઉન્ટર હારબંધ ગોઠવેલા હોય . એ જ ભાવતી આઈટમ પર લોકો તૂટી પડે . ભારતીય વાનગીઓ ખાવામાં પોતે દેશી ગણાઈ જશે એ ભયે ભાવે કે ન ભાવે ભારતીય સિવાયની જ વાનગી ઓ ઝાપટે . સ્ટીલના થાળી વાટકા ને બદલે હવે મેલેમાઈન / જરા વધારે સદ્ધર પાર્ટી હોય તો કાચની પ્લેટસ એ સ્થાન લઇ લીધું છે . તો પુરીની ઇનીગ્ઝ પૂરી થઇ ગઈ હોય એમ તવા રોટી , રોટી , રૂમાલી રોટી , રોટલા , થેપલા , નાન , પરાઠા વગેરે ધૂમ મચાવે છે . મોટા પાર્ટી પ્લોટમાં કેટલીક વાર જુદા જુદા કાઉન્ટર વચ્ચે અંતર જોઇને એમ થાય કે જમી લીધા પછી યુઝડ પ્લેટસ ને મૂકી ને હાથ ધોઈ ને પાછા આવીશું ત્યારે ફરી ભૂખ લાગી જશે. પંગત પડતી ત્યારે જમી ને હાથ થાળીમાં ધોવાતા હોય એ દ્રશ્ય સર્વ સામાન્ય હતું . હવે બુફે પ્રથામાં હાથ ફરજીયાત ધોવા જ જવું પડે કારણ કે એક હાથે પ્લેટ પકડી ને બીજો હાથ પ્લેટમાં ધોવો કેવી રીતે એની રીત હજુ શોધાઈ નથી. વિખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે એકવાર સરસ રમુજ કરેલી . " ઢોસા નું કાઉન્ટર ક્યા છે / " એક મહેમાને બીજા ને પૂછ્યું . " આ પાણી પૂરી વાળા કાઉન્ટરની જમણી બાજુ ચાઇનીઝ છે પછી મેક્સિકન સ્ટાર્ટર છે અને ત્યાંથી ડાબી બાજુ ઢોસાનું કાઉન્ટર છે "બીજો મહેમાન ઉવાચ.

બિલકુલ આ જ પરિસ્થિતિ વર્તમાન લગ્ન સમારંભોનાં જમણવારમાં જોવા મળે છે . એકેય આઈટમ મન ભરી ને ખવાય નહિ ને તેમ છતાં ય જમી રહીએ ત્યારે વધુ પડતું ખવાઈ ગયાનું ભાન થાય એટલે મુખવાસમાં પાન વરીયાળી વગેરે ખાવા જ પડે . ક્યાંક પાન બનાવનારા શેરો શાયરી સંભળાવતા સંભળાવતા તમારા મોમાં પાન મૂકી આપે જેથી તમારે ફરીથી પાનવાળા હાથ ધોવા એક બે કિલોમીટર ચાલી ને અંદર ન જવું પડે અને સીધા ઘરભેગા થઇ શકો .