પ્રાઈમ ટાઈમ
હેલી વોરા
COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as
NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing
rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
હોસલા હો બુલંદ
એaગાવીએ.એવી વાતો કે જે કોઈ જીવ્યું હોય અને જેને જાણીને આપણા ક્યારેક ડગુમગુ થઈ જતા મન ને ટેકો મળે. વેલ બેઝીકલી મારા યુવા અને યુવા બનવા જી રહેલા મિત્રો કે જેઓ અત્યારે વેકેશન નો લાભ લઈ રહ્યા છે, જેઓ શૈક્ષણિક કે અન્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા નો પ્રયાસ કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે કે કોઈ ટર્નીંગ પોઈન્ટ પર ઉભા છે એમને આધાર કે પ્રેરણા મળે એ હેતુ થી આ શ્રેણી શરૂ કરી છે.
વચ્ચે એક બીજી વાત કરીએ. આવી પ્રેરણાની જરૂર કારકિર્દીના શરૂઆતના તબક્કામાં રહેલા લોકો ને જ હોય? એવું શું કામ? કદાચ એટલા માટે કે એથી મોટી ઉમરના લોકો પારિવારિક જવાબદારીઓને લીધે જીવન માં કોઈ મોટા ફેરફાર કરી શકે તેમ નથી. યસ સામાજિક આર્થ્િાક જવાબદારીઓ ને કારણે વર્તમાન માં આપણે કોઈ મોટો ફેરફાર ન કરી શકીએ. પણ સપનાઓ નો કોઈ અંત નથી હોતો. અને શક્યતાઓ નો પણ. ભલે ૠતુ અનુકુળ ન હોય પણ બીજ સારૂં હોય તો જમીન ને થોડી થોડી ખેડતા રહેવામાં ફાયદો છે. લાઈફ માં, શિક્ષણ કે કારકિર્દી માં જે ભૂલો થઈ એને ભૂંસવા માટેનું કોઈ ઈરેઝર તો માર્કેટ માં મળતું નથી. પણ આપણે અત્યારે ઓલરેડી પહોચ્યા છીએ, જ્યાં સેટ થયા છીએ બસ એ જ મુકામ માં કોઈ જોખમી ફેરફાર કર્યા વિના પણ થોડું વધુ ઉમદા ન જીવી શકીએ? એક લેવલ ઊંંચું જીવન જીવી શકીએ અથવા સરળ શબ્દો માં વધુ આનંદ થી કે મોજ થી જીવી શકીએ એ માટે પણ આવા સફળ લોકો નો ડાયરેક્ટ કે ઈનડાયરેકટ સંપર્ક હિતાવહ છે. જે રીતે આપણા આકાંક્ષા બેન ની કોલમ વાંચી ને રોજ મેક્સિકન કે થાઈ ફૂડ તો ઘેર ન બની શકે પણ આપણા રેગ્યુલર વટાણા બટેટા ના શાક માં કોઈ નવો સ્વાદ તો ઉમેરી જ શકીએ બિલકુલ એવી જ રીતે.
આજે આપણે જે યુવાન ની વાત કરવાના છીએ એ અનીલ પરમાર એક મલ્ટીનેશનલ કંપની માં સોફ્ટવેર ડીઝાઈન એન્જીનીયર છે. પુને માં પોતાના પરિવાર સાથે સ્થાયી થયેલા અનીલ ની કહાની વાંચીએ તે પહેલા એક સરસ મજાની સરખામણી કરી લઈએ. ધારોકે એક ટીવી ગેમ શો માં તમને એક ટાસ્ક આપવામાં આવે છે. કે ગરમા ગરમ ચા બનાવો. તમે કહેશો લે એમાં શું? આપણે તો આ ટાસ્ક જીતી ગયા સમજો. ફ્રીજ માંથી દૂધ કાઢશું, જાર માંથી ચા ખાંડ ને મસાલો કાઢશું, અને પછી કઈ ખાસ ઉકાળવાનું નથી.... પણ ટાસ્કમાં એક ટ્વીસટ છે. કે ફ્રીજ માં દૂધ નથી. તો હવે? બજાર માં જીશું બીજું શું. પણ ટ્વીસ્ટ હજુ ચાલુ છે. બજાર માંથી ખરીદવાના રૂપિયા એ નથી. અને ચા ની ભૂકી અને ખાંડ માં પણ એવું જ છે અને ગેસ અને સ્ટવ ની પણ એ જ હાલત છે તો? હવે થયો ને ખરાખરી નો ખેલ? બસ આ જ વાત છે. અત્યારે અઢળક સુવિધાઓ ના સમય માં સોફ્ટવેર એન્જીનીયર બનવું કોઈ મહામુલી ઘટના નથી. પણ અનીલ ઓલા ટ્વીસટ વાળા ટાસ્ક માંથી ચાય બનાવી ને એન્જીનીયર બન્યો છે. તો ચાલો વાંચીએ અનીલ ના સંઘર્ષ ની ગાથા.... ના એક્ચ્યુલી સંઘર્ષ તો કુદરતી હતો પણ એ સંઘર્ષ માં ટકી ને હિંમતભેર રસ્તો કાઢ્યા ની ગાથા.
મૂળ ગુજરાત ના વેરાવળ ખાતે રહેતા અનીલ ના પિતા વેરાવળ પોર્ટ પર લાંગરતી બોટ માં મજુરી નું કામ કરતા. ગમે એવા તાપ માં ખુલ્લા આકાશ નીચે કાળી મજુરી કરતા અનીલ ના પિતા મહિના ને અંતે મુશ્કેલી થી ચારેક હજાર નો મેળ કરી લેતા. એમના સમસ્ત પરિવાર માં કોઈ દસમાં ધોરણ સુધી પહોચ્યું નહોતું. પણ સતત શારીરિક આર્થ્િાક સંઘર્ષ વેઠતા અનીલ ના પિતા એને ઘણી વખત કહેતા કે બેટા તું ભણીશ નહિ તો આવી હાલત થશે. આવું સંભાળતા અનીલ ની ઉમર ત્યારે માંડ સાત આઠ વર્ષ ની હતી. એ ઉમર કે જયારે આપણા બાળકો છોટા ભીમ અને ઓગી એન્ડ કોક્રોચીસ ને સાંભળતા હોય છે. પણ કઠોર પરિસ્થિતિઓ પરિપક્વતા લાવે છે એમ અનીલ પણ કુમળી વયે પિતા ના કહેવાનો હાર્દ સમજી શકતો હતો.
અનીલ ભણવામાં હોશિયાર. પણ માંડ માંડ ઘર ના રોજીંદા ખર્ચ નો જુગાડ કરતા પરિવાર ને અનીલ ને હાઈ સ્કુલ માં મોકલતા સુધી માં દમ આવવા લાગ્યો હતો. અનીલ નું શાળા શિક્ષણ ચાલુ રખાવવા માટે તેઓ પોતાની બધી જરૂરિયાતો પર કાતર ફેરવતા ગયા. પણ અનીલ ને ખ્યાલ આવી ગયો હતો કે આ રીતે લાંબુ ખેંચી શકાય એમ નથી. આઠમાં ધોરણ થી દર વેકેશન માં તે શહેર ના એક ડોક્ટર ના કલીનીક પર ટાઈપીંગ વગેરે જેવા પરચુરણ કામો કરવા લાગ્યો જેથી થોડી બચત થાય તો ખુલતી શાળા એ કામ લાગે. એ જ વેકેશનમાં કે જેમાં બ્લેસેડ બાળકો ક્યાં ફરવા જીશું અને કેટલી શોપિંગ કરીશું તેનો પ્લાન બનાવતા હોય...
પણ એ મુઠ્ઠી ભર બચત માંથી પુષ્કળ સ્ટેશનરી, સારા ટ્યુટરસ ની તોતિંગ ફીસ સ્ટડી મટેરિયલ એ બધું ઓછું જ આવે? તો હવે? એ બાધા ની મદદ વગર સારા માર્ક્સ સ્કોર કરી શકવા શક્ય નહોતા અને માતા પિતા ની પછેડી પૂરી થતી હતી. તેર વર્ષ નો અનીલ હવે બંધ દરવાજા ખખડાવતા શીખવા લાગ્યો. બાળક ને દસમાં સુધી પહોચાડવો એ જ એના માતા પિતા માટે ક્ષિતિજ હતી. અનીલ જાતે ટ્યુશન ભણાવતા શિક્ષકો ને મળવા જવા લાગ્યો એમણે ફી માં રાહત આપવા અને જુના સ્ટડી મટેરિયલ ની વ્યવસ્થા કરાવવા વિનંતી કરતો. અને ખખડાવતા ખુલતા દરવાજા ની જેમ ઘણા ઉમદા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની મદદ થી એ દસમાં ધોરણ ના અભ્યાસ ને રસ્તા પર લાવતો ગયો.મેં એમને એક પ્રશ્ન પૂછ્યો કે આટલી નાની ઉમરે મદદ માંગવા જતા તમને છોછ ન થતો? અનિલે ખુબ સરસ જવાબ આપ્યો કે તમે કઈ રીતે કોઈ વસ્તુ ને લ્યો છો તેના પર નિર્ભર કરે છે. હું ગૌરવ અનુભવતો કે વિશાળ સુવિધાઓ ધરાવતા વિદ્યાર્થીઓ જે નથી કરી શકતા એ હું કરી શકું છું માટે આ મદદ લઉં છું..... હેટ્સ ઓફ અનીલ.
તેનું ઘર એટલે એક નાનકડો ઓરડો અને એથીય નાનું રસોડું. ઓરડા માં તેના માતા પિતા અને બહેન ઊંંઘે એટલે અનીલ નાનકડા રસોડા માં લાકડા નું પાટિયું બિછાવી મોડે સુધી વાંચે. કોઈ પંખો નહિ, કોઈ આરમ દાયક બેઠક નહિ. અને આ રીતે દસમું ધોરણ ૮૦ % સાથે પૂરૂં કર્યા પછી વિજ્જ્ઞાન પ્રવાહ નું સાહસ પણ કર્યું. એ જ મદદ માટે માંગણી, એ જ જુના પુસ્તકો, એ જ ફ્રી માં ટ્યુશનસ સાથે શરૂ તો કર્યું પણ મોટી બહેન ના વિવાહે પરિસ્થિતિ વધુ ખરાબ કરી. બધું વેંચી સાટી ને વિવાહ પાર પાડયા પછી અનીલ ને સમજાઈ ગયું કે હવે ભણતર ના છેલ્લા બે વર્ષ છે. ભણતર માં છતાય ધગશ થી મહેનત કરતો રહ્યો એમ વિચારી ને કે છેલ્લા બે વર્ષો ને બરાબર ઉજવી લઉં. વેલ આપણે હોઈએ તો? આમેય હવે આગળ ભણી નહિ શકાય તો કોણ વ્યાધિ કરે વાંચવાની? હે હે હે... અને બારમું પૂરૂં કર્યા પછી હકિકતે પરિસ્થિતિ સ્વીકારી ને સુથારી કામ શીખી લીધું.
એક મુસ્લિમ સજ્જન ને ત્યાં તે લાકડા નું ફર્નીચર બનાવવા લાગ્યો. શીખવા લાગ્યો અને વધુ કામો મળવા લાગ્યા. એક દિવસ અનીલ કામે મોડો પહોચ્યો. પેલા સજ્જને મોડા આવવાનું કારણ પૂછ્યું. અનિલે કહ્યું કે તે ૧૨ માં નું પરિણામ લેવા ગયો હતો. સજ્જન ને નવાઈ લાગી જાણી ને કે તે ૧૨ માં નો વિદ્યાર્થી હતો. અનીલ ને પરિણામ પૂછ્યું અને જવાબ મળ્યો ૮૦%....... અને આપણા જેવાજ રીએક્શન પેલા મુસ્લિમ સજ્જન ના હતા. ખુશી થી અને આશ્ચર્ય થી ગદગદિત થઈ અને અનીલ તથા એના પિતા પર એ ગુસ્સે થયા. અને અનીલ ના સુથારીકામ કરવાના નિર્ણય ને વખોડી કાઢ્યો. એમને સમજાવ્યું કે મારા પાસે આટલી સંપત્તિ છે મારા પુત્ર ના અભ્યાસ માટે કઈ પણ કરી શકવા તૈયાર છું પણ છેલ્લી પાંચ ટ્રાયલ થી એ સતત ફેઈલ થઈ રહ્યો છે ૧૨માં માં..... ખિસ્સા માં રહેલા ૫૦૦ રૂપિયા ઈનામ માં આપી ને તેણે અનીલ ને રીતસર કામ માંથી કાઢી મુક્યો. અને આગળ ભણવા બાબતે વિચારતો કરી મુક્યો.
આગળ ભણવા ફરી ઉધારી અને મદદ થી એડમીશન ફોર્મ ભર્યા અને એડમીશન પ્રોસીજર ના પૈસા ભેગા કર્યા. વિદ્યા નગર ની સરકારી કોલેજ માં મીકેનીકલ બ્રાંચ માં એડમીશન થયું.ત્યાં પહોચ્યા એ ખરા. પણ હવે એ લોકલ શિક્ષકો નહોતા કે જે જૂની ચોપડીઓ અપાવે ...અને ફી માફી મળે. મેસ નો અને હોસ્ટેલ નો ખર્ચ કાઢવો, અહી સુધી કે સેમેસ્ટર અંતે વેરાવળ થી પાછા વિદ્યાનગર પહોચવામાં પણ વાંધો પડી ગયો. પણ આટલે સુધી પહોચ્યા પછી અનીલ ના હોસલા હકિકતે બુલંદ થઈ ચુક્યા હતા. હવે એ ગમે તે રીતે ભણવા માંગતો હતો. તે સાઈકલ લઈને ત્યાના રાજકારણીઓ એમ.પી, એમ.એલ.એ., સામાજિક કાર્યકરો, પ્રદેશ પ્રમુખો ને મળવા લાગ્યો. અને આપણા ગરવી ગુજરાતના સ્વર્ણિમ નેતાઓ એક પછી એક એની મજબૂરી ની હાંસી ઉડાવતા રહ્યા. તેની સાથે અપમાનજનક વર્તન ની શ્રૂંખલા ચાલી. અને એમાંથી જ કોઈએ હસતા હસતા કહ્યું કે બેંક લોન આપે છે ત્યાં જાઓ.... અને બધા અપમાનો ભૂલી તે બેંકો તરફ વળ્યો. તે સમયે એજ્યુકેશન લોન બાબતે આટલી જાગૃતિ નહોતી. જુદી જુદી બેંકો માં મોટે ભાગે અનીલ ના આચાર જોઈને જ કોઈ તેને મેનેજર પાસે પહોચવા ન દેતું. અથવા અંદર જવા દે તો એકલ દોકલ છોકરા ની આ નવી વાત માં કોઈને ખાસ રસ ન પડતો. દિવસો વીતવા લાગ્યા. રૂપિયા નો કોઈ મેળ થતો ન હતો. જાગતા સુતા એ કઈ રીતે લોન લેવી એ વિચારતો રહેતો. દિવસો ની મહેનત, અપમાન,નિષ્ફળતાઓ થી એ થાકવા લાગ્યો હતો. એક દિવસ આમ ને આમ સાઈકલ થી બેંકો અને ફાઈનાન્સ કરતી સંસ્થાઓ માં ફરતા એ ઘર થી સાતેક કીલોમીટર દુર નીકળી ગયો. ભર બપોરે સાઈકલ ની ચેઈન તૂટી. અકળાયલો નિરાશ ચિંતિત અનીલ લગભગ રડી પડયો... કોલેજ ઓલરેડી શરૂ થઈ ગઈ હતી, રૂપિયા નો કોઈ મેળ નથી, અને આવા ખરા બપોરે ખિસ્સા માં એક પણ રૂપિયા વિના એ અને સાઈકલ વિના એ ઘરે કેમ પહોચશે... પણ કહે છે ને પ્રમાણિકતા પૂર્વક કરેલી દરેક કોશિશ ના અંતે કોઈક ડિવાઈન મદદ ઉભી હોય છે... અને રડતા અનીલ ને ધ્યાન ગયું કે એક સારી બેંક ની કોઈ નવી બ્રાંચ સામે જ બનેલી હતી. લંચ ટાઈમ ના કારણે કોઈ ગાર્ડ પણ ન હતો... એ મોકો જોઈને ચેન વાળા હાથ કપડા અને ખરડાયલા ચહેરા સાથે સીધો મેનેજર ની ચેમ્બર માં ઘુસી ગયો...બિહારી મેનેજર સાહેબ એ સમયે ફ્રી જ હતા અને અનીલ ની વાત ધીરજ થી સાંભળવા તૈયાર હતા. અનીલ ની વાત પૂરી થતા જ તેમણે કહ્યું કે તેમની પુત્રી પણ એ જ કોલેજ માં ભણે છે.... અને ઉજ્જવળ ભવિષ્ય માટે એ લોન અપાવવા તૈયાર પણ થયા... ઘર ને જામીન પેટે રાખી લોન મંજુર કરી અને અનીલ આખા એન્જીનીયરીંગ ના ભણતર નો મેળ એક સાથે આવી ગયો.....
ત્યાર પછી ની વાત તો પ્રેડીકટેબલ છે... પણ કપરી પરિસ્થિતિઓ માં પણ રસ્તો હોય છે... દરવાજા ક્યાંક થી ખુલતા હોય છે. ઉબડ ખાબડ હોય, અંધારા હોય, પણ રસ્તા હોય છે ખરા જે મંઝીલ સુધી પહોચાડે. મુશ્કેલી હોય પણ હાર ખાલી હિંમત હારવા થી મળે બાકી સંજોગો ની કોઈ તાકાત નથી કે આપણે રોકી શકે.
હોસલા હો બુલંદ
આજે એક અંગત વાત કહું. આ યુથ અચીવર શ્રેણી લખવા માટે નો ઉદેશ્ય યુવા અને તરૂણ વર્ગ કે જે લોકો નેટ અને એન્ડરોઈડ થી બિલકુલ હેન્ડી છે તેમને માટે કઈક ઉમદા વાંચન નું ઓપ્શન ઉભું કરવાનો હતો. પણ આવા અચીવર શોધવા અને તેમની સાથે વાતો કરવી એ મારા માટે એક અવસર બની ગયો. આ આર્ટીકલ મારા કામ ના ભાગ રૂપ ન બની રહેતા અંદર થી નવી પ્રેરણા અને સ્ફૂર્ત્િા નો સ્રોત બની ગયા. મારા જેવા સામાન્ય, હેપ્પી ગો લકી લોકો કે જેમને નોંધપાત્ર સંઘર્ષ કરવાનો આવતો નથી અને જાતે કોઈ નવી ચેલેન્જ ની પળોજણ માં પડતા નથી , આપણા જેવાઓ કે જે જલ્દી નીરાશ થઈ જાય છે અને હાર માની લે છે,ગુસ્સો કરી ને કે સંજોગો ને દોષ આપી ને છૂટી જાય છે, જેમના ઘરે કામવાળી ન આવે કે બાઈક સ્ટાર્ટ થવા માં વાંધા કરે તોય ચિંતા માં આવી જાય છે, એમના માટે આવા લીકો નો જીવંત પરિચય સંજીવની નું કાર્ય કરે છે. આ બધા લોકો કે જેઓ જીવન થી, આશાથી ભરપુર હોય છે, સતત ઉપર તરફ દ્રષ્ટિ રાખે છે, સતેજ દિમાગ ધરાવે છે અને સમય અને શક્તિ બરબાદ કરતી નકામી બાબતો માં સમય ન વેડફવાને કરવાને જેમણે પોતાની આદત બનાવી લીધી છે અને લક્ષ્ય તરફથી નજર હટાવ્યા વિના તેઓ સતત એક્ટીવ રહે છે એવા લોકો કે જેઓ સવાયું જીવે છે તેમને સલામ અને તેમનો તથા આ કોલમ નો આભાર કે જેથી એમના બે ચાર રડયા ખડયા ગુણો મને પણ લાગુ પડે.
વેલ યુથ એચીવર શ્રેણી માં આજે એક જ ક્ષેત્ર ના બે યુવાનો ની વાત. એક જે હજુ ઉગી રહ્યો છે કર અને જાતે પોતાનો રસ્તો પસંદ કરી ને આગળ ના ખેડાણ માટે સ્વ બળે માર્ગ કાઢી રહ્યો છે. અને બીજો છે એ ઓલરેડી આ જ ક્ષેત્ર માં કાઠું કાઢી ને ઓલરેડી અચીવર બની ચુકેલો છે અને ઉત્તરોત્તર વધુ આગળ વધી રહ્યો છે..
આ યુવાનો ની વાત કરીએ તે પહેલા જે ક્ષેત્ર ના તેઓ ખેલાડી છે એ એન્ડરોઈડ ડેવલપમેન્ટ વિષે વાત કરીએ. એન્ડરોઈડ શબ્દ તો હવે આપણો વહાલો વહાલો શબ્દ બની ગયો છે. સાલું પ્રેમ માં પડયા હોઈએ એવી લગની છે એની. ચાર પાંચ શાયરીઓ એના પર ઠોકી દઈએ તો વાંધો ન આવે. એવી મજા આવે એન્ડરોઈડ બેઝ્ડ મોબાઈલ ની કંપનીમાં કે એની વાત ન પૂછો.એ ય ને દુનિયા ભૂલી ને બસ એમાં જ ડૂબકીઓ માર્યા કરો. એપ્સ નો ને ગેમ્સ નો ખજાનો. સીધા રસ્તા પર જરાય ભીડ ન હોય ને ભરપુર અજવાળું હોય તોય એન્ડરોઈડ ગ્રસ્તો નશા માં ચકચૂર થઈને સામાવાળા ને ઠકા દઈ દે એ બહુ આઘાત જનક દ્રશ્ય નથી રહ્યું. આ એન્ડરોડ ને આવું મજાનું બનાવવા વાળા અવનવા એપ ને ગેમ્સ શોધી ને આપણા સમક્ષ મુકવા વાળા એટલે એન્ડરોઈડ ડેવલપર્સ.
હવે એન્ડરોઈડ લોકપ્રિયતા ના શિખર પર પહોચ્યું અને બિન હરીફ રીતે ટકી રહ્યું એ માટે એની કેટલીક ટેકનીકલ ખૂબીઓ જવાબદાર છે એ વિષે આપણે પહેલા વાત કરીએ. એન્ડરોઈડ એ એક મલ્ટી યુઝર લીનક્સ સીસ્ટમ છે. એટલે કે લીનક્સ પર ચાલતી એક આખી એવી સીસ્ટમ કે જે એક સાથે અનેક લોકો વાપરી શકે. આ સીસ્ટમ ની એક એવી ખૂબી છે કે એમાં નવા નવા આઈડીયાઝ માટે પુષ્કળ સ્પેસ છે. જાવા અને એક્સ.એમ એલ. જેવી પ્રોગ્રામિંગ ની ભાષા ઓ ના જાણકાર એવા ભેજાબાજો એન્ડરોઈડ ની ઓફીશીયલ વેબસાઈટ પર નવો પ્રોગ્રામ ડીઝાઈન કરી ને લોન્ચ કરે. અને ત્યાં જ એડ આપવા માટે હાજર કંપનીઓ પ્રોડક્ટ પર એડ આપવાનું શરૂ કરે. એપ જેટલું પોપ્યુલર બને એટલી વધુ એડ મળતી રહે. એટલે એકવાર ની મહેનત અને સફળ જાય તો કાયમી ઉપજ. એપ ખુબ સારૂં હોય તો પેઈડ એપ પણ બને. એટલે જેટલા ડાઉનલોડસ એટલી રોકડી. બસ આટલી પાયા ની વાત ની માહિતી સમજાઈ જાય તો પેલા યુવાનો ની કહાની વાંચવાની મજા પડશે.
જીગર પટ્ટણી
પહેલા ગામડું અને હવે ભુજ શહેર નું એક પરૂં બની ગયેલા માધાપર ના વાતની જીગર એ એક કોમ્પ્યુટર એન્જીનીયર છે. પણ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ના અભ્યાસ કે ડીગ્રી ને જીગર ની ક્રિએટીવીટી નો યશ આપી શકાય તેમ નથી. જીગર ૯ માં ધોરણ માં અભ્યાસ કરતો ત્યારે તેને ગેમ રમવાનો ખુબ શોખ. જેમ એ ઉમરે બધા કિશોર કે કિશોરીઓ ને હોય તેમ. પણ બાકી ના આપણા જેવાઓ રમવાથી આગળ ન વધે જયારે એ ઉમરે જ જીગર ને આવી ગેમ કઈ રીતે બનતી હશે અને આવી બીજી અવનવી ગેમ્સ બનાવવાના વિચારો આવતા. બસ આવા વિચાર આવવામાં આપણા જેવા ગોથું ખાઈ જાય. લોલ. વેલ તે સમયે ગામડું રહેલા માધાપર માં આ બાબતે ઓબવિયસલી કોઈ માહિતી કે રિસોર્સીસ ન હતા. કોઈ નિષ્ણાત પણ નહિ. જીગર પાસે એક માત્ર રસ્તો હતો ઈન્ટરનેટ. બ્રોડબેન્ડ જેવું તો કઈ હોય નહિ. એટલે અત્યંત ધીમી ગતિ વાળા બી.એસ.એન.એલ. ના કાર્ડ લાવી ને તેના પર જીગર ફુરસદ ના સમયે આ બાબતે સર્ચ કરતો. વેલ જીગર પણ શાળા એ જતો, ટ્યુશન જતો, હોમવર્ક કરવાનું થતું, સામાજિક કર્યો પણ કરવા પડે એ બધા સાથે કૈક નવું સર્ચ કરવા માટે ફક્ત જીજ્જ્ઞાસા ખાતર મહેનત કરવી એ કાબિલે દાદ વસ્તુ છે. નહીતો એવા ફ્રી ટાઈમ માં આપણે ટીવી જોવાનું કે રમવા જવાનું પસંદ કરીએ.
વેલ તો ગેમ્સ ડીઝાઈન કરવા જુદી જુદી લેન્ગવેજીસ શીખવી પડે એમ હતી એ જીગર ને સમજાયું. એ માટે કોઈ ખાસ માર્ગદર્શન મળે એમ ન હતું. ફરીથી ગુગલ દેવતા ઝીન્દાબાદ. તેણે જુદા વિડિયોઝ અને ટ્યુટોરીયલ્સ નેટ પર શોધ્યા. અને આવી લેન્ગવેજીસ શીખ્યો. ૧૧ માં ધોરણ માં આવતા આવતા તે ગેમ્સ ડીઝાઈન અને વેબ ડીઝાઈન વિષે ખાસ્સું જાણી ચુક્યો હતો. મેં જયારે જીગર ને પૂછ્યું કે કોઈ રૂબરૂ માર્ગદર્શન ન હોવા છતાં આ બધું તે કઈ રીતે શીખ્યો. તો તે કહે છે, “મને જે વસ્તુ માં રસ જાગે અને શીખવાની ઈચ્છા હોય તેની પાછળ પડી ને ગમે તે રીતે હું શીખી ને જ મુકું છું.” આ છે સિદ્ધી નું એક રહસ્ય.
શાળા સમય દરમિયાન જ આ બધા નોલેજ નો ઉપયોગ કરી ને વિજ્જ્ઞાનમેળાઓ માટે જીગરે પ્રોજેક્ટ બનાવેલા જે રાજ્ય કક્ષા સુધી પસંદગી પામેલા. રસ નો વિષય નાનપણ માં જ તાગી ચુકેલ જીગર જો કે કહે છે કે નોલેજ માત્ર પુરતું નથી. સાથે ડીગ્રી પણ જરૂરી છે. સાથે કહે છે કે અભ્યાસ દરમિયાન પણ મારો રસ નો વિષય મારી પ્રાયોરીટી પર રહેલો. અર્જુન ને દેખાતી ઓલી ચકલી ની આંખ વાળી વાત યાદ આવી? વેલ આ દરમિયાન જીગર પાસે પાંચેક વર્ષ પહેલા એન્ડરોઈડ પાવર્ડ મોબાઈલ આવ્યો અને ખરીદ્યા ના બીજા જ દિવસે બગડી પણ ગયો. કહે છે ને મુશ્કેલી નબળા માનસ માટે તકલીફ અને હોશિયાર માટે તક હોય છે. જીગર માટે આ એક તક બની ગઈ. ફરીથી નેટ પર એન્ડરોઈડ વિષે અને એના એપ વિષે નેટ પર સર્ચ કરવા કરવા લાગ્યો અને જાણકાર બનવા લાગ્યો. અને એન્ડરોઈડ ઓ એસ પર એક કસ્ટમાઈઝ ઓ એસ બનાવી જેને પાંચેક લાખ જેટલા અ ધધ લોકોએ પસંદ કરેલી. અને વિન્ડોઝ એન્ડરોઈડ ની બેસ્ટ કહેવાતી ડેવલપર સાઈટ પર એન્ડરોઈડ રેકોગ્નાઈઝડ ડેવલપર તરીકે મહિનાઓ સુધી કામ કરેલું. અને આટલી સફર દરમિયાન જીગર ની ઉમર માંડ વીસેક વર્ષ ની હતી.
આ બધા દરમિયાન કોલેજ ના પ્રોજેક્ટ માટે તેણે ગેમ બનાવવાનું નક્કી કર્યું. જીગર કહે છે ગેમ બનાવવું મુશ્કેલ એટલા માટે છે કે એમાં કોડીંગ સાથે એનીમેશન, સાઉન્ડ, મોડેલીંગ જેવા ફેકટર્સ હોય છે જેના જુદા જુદા એક્સપર્ટસ હોતા હોય છે. એકલ પંડે આ કામ ઉપાડવા માટે ખાસું ઓલરાઉન્ડ નોલેજ એકઠું કરવું પડે જેને જીગરે એક ચેલેન્જ તરીકે ઉપાડી ને કરી બતાવ્યું અને ડીપાર્ટમેન્ટ માં હાઈ એસ્ટ ગુણ પણ મેળવ્યા. આવી જ એક ૨ ડી ગેમ એન્ડરોઈડ સીસ્ટમ પર મૂકી ૮૦૦૦૦ થી વધુ ડાઉનલોડ મેળવી ચુકી છે. અને આ તબક્કે સંતોષ ન પામતા તેણે ૩ ડી ગેમ્સ પર કામ શરૂ કર્યું છે. આ માટે એડવાન્સ જાવા અને સી લેન્ગવેજ શીખવા પણ લાગ્યો. તેણે કોમ્પ્યુટર માં એન્જીનીયરીંગ કર્યું છે એટલે આ તો તેને આવડે એવું આપણે ધારીએ તો એ ખોટું છે. જીગર અસંતોષ સાથે જણાવે છે કે આપણી શિક્ષણ પ્રણાલી માં કરંટ વેવ્ઝ માટે ખાસ કોઈ સ્કોપ નથી. જે શીખવાય છે તે આઉટડેટેડ થઈ ચુક્યું છે. એટલે નવું કઈ માર્કેટ માં મુકવા માટે નવેસર થી સર્ચ કરે જ છૂટકો.
તે પોતાના ભવિષ્ય બાબતે ખુબ આશાવાદી છે. ભવિષ્ય માં તે પોતાની ગેમ ડેવલપમેન્ટ કંપની બનાવવા માંગે છે. પોતે નાના સેન્ટર માં રહેતા હોવાને એ જરા પણ પોતાની મર્યાદા લેખતો નથી. અને સાથે એક અદભૂત વાત કરે છે કે માધાપર માં બેઠા બેઠા તે અમેરિકા ની એક કંપની સાથે એક્ષ્પર્ટ તરીકે સેવા આવી ચુક્યો છે. આટલી નાની ઉમરે નિષ્ણાત બની ચુકેલો મેધાવી જીગર પોતાની સિદ્ધી ના પુરા ભાગીદાર પોતાના માતા પિતા તેમજ બહેનો ને પણ લેખાવે છે. જીગર ની સિદ્ધિઓ અનેકવાર લોકલ છાપાઓ તેમજ ન્યુઝ ચેનલ્સ માં ચમકી ચુકી છે.
જીગર ને તેના ભવિષ્ય માટે ખુબ શુભેચ્છાઓ અને આપણો પોતાનો ગુજરાતી બીલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સ મેળવીએ એવી હાર્દિક પ્રાર્થના.
હવે આજ ફિલ્ડ માં ગ્રાન્ડ સફળતા મેળવી ચુકેલા ૨૭ વર્ષીય વિરાજ ની વાત.
વિરાજ નો પરિચય ફક્ત તેણે ડીઝાઈન કરેલી એક એપ થી જ આપું.
એસ.એમ.આર. એટલેકે સિક્રેટ મીડિયા રેકોર્ડર. આ છે એપ નું નામ અને કામ બન્ને. મીડિયા રેકોર્ડર કે સામાન્ય એપ છે જેની મદદ થી કોઈ વિડીયો કે ઓડિયો રેકર્ડ કરવામાં આવે છે. પણ જો સામાવાળા વ્યક્તિ ને ખબર ન પડે તે રીતે રેકર્ડીંગ કરવું હોય તો? બહુ ચાલાકી માગી લેતું કામ છે. વાત વાત માં વિડીયો ઓન કરો સ્ક્રીન પર પેલું રેકર્ડીંગ દેખાયા કરે તેણે છુપાવો ને પછી બંધ કરો. પકડાઈ જવાની પૂરી શક્યતા. પણ એસ.એમ.આર. એક એવું એપ છે છે જેને ડાઉનલોડ કર્યા પછી સિક્રેટ રેકર્ડીંગ કરવાનું થાય તો સ્ક્રીન લોક હોવા છતાં કોઈ પણ બટન પ્રેસ કર્યા વિના અથવા મોબાઈલ હાથ માં પણ લીધા વિના રેકર્ડીંગ શરૂ કરી શકાય. અને મોટામાં મોટી ખૂબી એ કે સ્ક્રીન બ્લેન્ક રહે. મતલબ કે કઈ જ દેખાય નહિ. અને બંધ પણ દુર થી જ કરી શકાય. કોઈ ને તસુ ભર પણ શંકા જાય નહિ અને હેરી પોટર ની છડી ની માફક ઈશારાથી રેકર્ડીંગ થઈ ને મોબાઈલ માં સેવ પણ થઈ જાય. છે ને કમાલ? આ એપ ઓલરેડી સાડા ચાર લાખ થી વધુ ડાઉનલોડસ મેળવી ચુક્યું છે અને તે પણ કોઈ પણ જાતના માર્કેટિંગ વિના જ. આ જ પ્રકાર નું એક એપ ગુગલે પણ લોચ કરેલું છે. પણ આપણા વિરાજ નું એપ આજ દિન સુધી રેકર્ડ બ્રેક રીતે સતત તેને હંફાવી ને વધુ ને વધુ ડાઉનલોડસ મેળવી રહ્યું છે. અને પર ડે આઠસો થી હજાર ડાઉનલોડસ ની ગતિ થી એ દોડી રહ્યું છે.
છે ને ધાંસુ? આવું કઈ રીતે તેણે શક્ય બનાવ્યું? એપ કઈ રીતે કામ કરે છે? આવા બીજા કેટલાક એપ તેણે બનાવ્યા છે એ અને વિરાજ તથા તેના જીવન ની સિદ્ધીઓ વિષે ની મસ્ત વાતો જાણવા માટે હું ગુજરાતી ના આવતા અંક ની રાહ જોવી પડશે. ગાળો દેતા નહિ ઉતાવળે આંબા ન પાકે ને કાર્બાઈડ ની ટીકડી થી તબિયત બગડે. લોલ.તો રાહ જુઓ હું ગુજરાતી ના આવતા અંક ની.
“મોબાઈલ કે સાઈડ ઈફેક્ટસ”
“ચીંટીયા કલૈયા વે” રિયા ના મોબાઈલની રીંગ વાગી રહી હતી. ખોળામાં રહેલા આયુષ ને જરા ખસેડી તે બેડ પર થોડી લાંબી થઈ અને મોબાઈલ ઉપાડયો. આયુષ ને મૂવમેન્ટ થવાના કારણે દુખ્યું એટલે થોડું રડયો.
‘બેબી ફોન આવે છે ને સમાજ તો ખરો...’
તેણે દ્વિભાષ ને કારણે થોડો અનકમ્ફર્ટેબલ ફેસ બનાવ્યો ને પછી ફોન ઉપાડયો. ‘હા મમ્મી, બોલ.. અરે હું સત્તત એની પાછળ જ રહું છું... હા ઘર ના પગથીયા પરથીજ પડયો.’
‘મેડમ, ઘા સાફ થઈ ગયો છે હવે સ્ટીચીસ લેવા માટે ડોક્ટર સાહેબ પાસે લઈ જવો પડશે બાબાને. ને’ મોબાઈલ હોલ્ડ પરજ રાખીને ડરેસર ને કહ્યું “ઓહ ઓકે ઓકે, વેઈટ અ મિનટ” કહી મોબાઈલ પર “હા મમ્મી દસેક મિનીટ માં ફોન કરને.”
“નિશીથ નિશીથ.....” રિયા એ બૂમ પડી. બારી પર મોબાઈલ માં વાત કરી રહેલ નિશીથ બીજા હાથ માં રહેલ મોબાઈલ પર કોઈના કોન્ટેક્ટ નમ્બર ચેક કરી રહ્યો હતો, ચિડાઈને ખભા પર માથું ટેકવી વચ્ચે મોબાઈલ ને બેલેન્સ કરતા કરતા નિશીથે કહ્યું “ક્મોન રિયા, દસ મિનીટ શાંતિ રાખ ફ્રેન્ડની પાસે કાર છે તેના નમ્બર લઈ લઉં કદાચ કામ લાગે.” “પણ આયુષ ને અંદર ડોકટર પાસે લઈ જવાનો છે...”
“ચીંટીયા કલૈયા વે” ફરી રિયા ને રીંગ વાગી અને ગાયત્રી બેન નો ફોન પણ આવે છે. આયુષ ફરી રડયો. “બહેન, હુંજ લઈ જાઉં છું” ડરેસરે કહ્યું. આયુષ ભયનો માર્યો જોરથી રડયો. તેને અંદર શું થવાનું છે તે તો ખબર નહોતી પણ મમ્મી પપ્પા પાસેથી કોઈ અજાણ્યું ઊંંચકી જાય છે એટલે ફફડી ઉઠ્યો.
આયુષ, રિયા અને નિશીથ નો અઢી વર્ષ નો પુત્ર છે. નવું નવું ચાલતા શીખેલો આયુષ ઘર ના ઓટલા પરથી પડયો અને નીચેનો અણીદાર પથ્થર વાગતા દાઢીના ભાગે ટાંકા લેવા પડે તેમ હતા. આયુષને ડોક્ટર પાસે ટાંકા લેવા લઈ ગયા પછી કોઈ સ્ટોરી નથી. ટાંકા લેવાયા. ૧૪ વાર રિયાને ફોન આયા અને ૧૧ વાર નિશીથના, બંને ના મોબાઈલ માં પાંચ પાંચ મિસ્ડ કોલ. અને ઘર ગયા પછી ફોન આવવાના બંધ.. હા.....શ. ના, હા....શ નહિ પછી તેમણે બધાને ફોન કરવાના શરૂ કર્યા.
આ વાત એક ઘર પુરતી સીમિત નથી. આપણી સોશિયલ ક્ન્સર્સ નું મોબાઈલફીકેશન વિવેકબુદ્ધિ ની બાઉન્ડરી ટપાવી રહ્યું છે. કોન્ટેક્ટ માં રહેવાનો એક ચાર્મ છે એક મજા છે પણ કન્સર્ન રહેવું માંથી ડીસ્ટર્બ કરવું ના ઝોન માં પ્રવેશી ને ખોટે ખોટું કીચડ કરવાથી કંટાળો નીપજે છે. મુશ્કેલીઓ અને અનકમ્ફર્ટ વધે છે.
હવે આપણે રહ્યા સ્વમાની જીવો. આપણો જવાબ છે ‘મારો ફોન, મારા રીલેટીવ, મારો ટાઈમ તમને શું?’ તો એનો જવાબ છે કે એ વાત તમારા પુરતી સીમિત નથી. તમારી આસપાસ ના લોકો સાથે સીધો સંબંધ છે.
૧.ટુ વ્હીલર પર મોબાઈલાસન માં વ્યસ્ત લોકો રોડ ની વચોવચ્ચ આવી જાય અને હોર્ન વગાડીએ તો સામા ભડકે એ જોયું છે?
૨.ઘેર આવેલા ગેસ્ટ ને ગરમાગરમ ડીનર પીરસી ટેબલ પર બધા બેસીને વાત શરૂ કરીએ “કહેતે હૈ હમકો પ્યારસે ઈન્ડિયા વાલે” ૭ વખત વાગે. જેવી વાત શરૂ કરીએ કે કાકાની તબિયત બતાવવા હોસ્પિટલ લઈ ગયા.... “ઈન્ડિયા વાલે”... ડોક્ટર ને રીપોર્ટસ બતાવ્યા તો એમણે કહ્યું કે.. “ઈન્ડિયા વાલે”... ટાઈફોઈડની અસર વધારે છે એવી ખબર પડી એટલે અમે તો.... “ઈન્ડિયા વાલે”... પ્રીતિ ના લગ્ન માથે હતા એટલે “ઈન્ડિયા વાલે”... આવું કન્વર્સેશન થાય તો ફેર તો પડેને?
૩.રાતે સાડા અગ્િાયાર વાગે નોકરીએથી છૂટી ઓફીસ બસમાં રેસીડન્ટ હોસ્ટેલ પર જવા નીકળેલ કર્મચારિયો થાકીને લોથ સુતા હોય ત્યાં “ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં..” વાગે પિંકેશ ના મોબાઈલ માં અને પિંકેશ ની મમ્મી પૂછે કે “ઓફિસે થી નીકળ્યો કે નહિ, જમ્યો કે નહિ, ચિંતા થતી હતી એટલે ફોન કર્યો” ત્યારે આજુબાજુ વાળા ને પિંકેશ નો ઢોલ વગાડી નાખવાનું મન થાય, ધારોકે આંટી તમારો પીંકુ જમ્યો ન હોય તો તમે ખંભાળિયા થી ખંભાત ભાખરી શાક લઈ ને આવી શકશો?
૪.ડોક્ટર મેડમ મારી પત્ની ને સતત ચક્કર આવે છે, આજે ૨ વખત પડી ગઈ, અને ડોક્ટર ના ટેબલ પર ફોન વાઈબ્રેટ થાય... “અરે યાર તારી શિફ્ટ માં પેલી ડોક્ટર શેફાલી આવી હતી? શું કહેતી હતી? ૨ વીકથી એ નાઈટ શિફ્ટ લેતી નથી એવું થોડી ચાલે... અચ્છા... પછી? તે એને શું કહ્યું?કોણ બીમાર છે એનું? એના સાસુ?એના સાસુ તો મુંબઈ હતા ને ?ક્યારે આવ્યા?ઓહો એમ શિરડી ગયા હતા?પોતાની કાર માં કે હાયર કરી હતી?”....પેલા ની ઘરવાળી નેથાય કે આના કરતા તો ચક્કર સારા.
આમાંથી કોઈપણ મારા મન ની કલ્પના નથી. તમામ બનાવો આપણે સૌએ જોયેલા છે. સામાજિક સૌજન્ય કે શિસ્ત ને પડખે મૂકી ને મોબાઈલ વાપરવો એ ઉપયોગ નહિ પણ ન્યુસન્સ બની જાય છે.
એટલુજ નહિ પણ માતા પિતા, પુત્ર, પુત્રી, મિત્ર, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ફિયાન્સી, પત્ની કે પતિને પોતાની લાઈફ છે. પોતાનો કોમનસેન્સ છે એ યાદ રાખવું. જે પ્રશ્નો તેમના છે તે તેમનાજ છે. ઘડી ઘડી ફોન કર્યા કરવાથી એ પ્રશ્નો આપણે લઈ નહિ શકીએ. ઉલટું તેમને ડીસ્ટર્બ કરીશું. આપણો પ્રેમ આવું કરવાથી વ્યક્ત નથી થતો પણ ગેરશિસ્ત અને દખલઅંદાજી વ્યક્ત થાય છે.
વિવેકબુદ્ધિ દાખવવા આટલા મુદ્દા દિમાગમાં રાખીએ તો થોડુ સારૂં થાય,
* કોઈને ફટ ફોન કરીને પૂછવા પહેલા એક વખત જાતે વિચારી જુઓ કે પ્રશ્ન નું સમાધાન પોતાની રીતે ખોળી શકાય એમ છે કે નહિ?
* કામની વાતે ફોન કર્યો હોયતો બિનજરૂરી વાતો કટ કરીને જરૂર પુરતી વાતચીત કરી ફોન પૂરો કરવો.
* અમસ્તા ફ્રી બેઠા હોઈએ એટલે ફોન કે મેસેજ સિવાયની પણ પ્રવૃત્તિ કરવા બાબતે વિચારી શકાય.
* આપનો સ્વભાવ ચિંતાળ હોય તો એ આપણો પ્રશ્ન છે. બીજાને એના માટે ફોન કરે રાખવાનો કોઈ અર્થ નથી.
* હોસ્પીટલાઈઝ લોકોના પરિવારજનોને ઘડી ઘડી ખબર પૂછવા ફોન કર્યા ન કરવો.
* ફ્રી કે ખુબ ઓછા રૂપિયા માં વાત થાય એવી સ્કીમ હોય એનો અર્થ એ નહિ કે બિનજરૂરી ડીટેઈલિંગ કર્યા કરવું, કે છાસમાં પાણી નાખ્યું અને પપ્પા ને ફોડલી થઈ છે અને બેબી ની ચડડી ટૂંકી થઈ ગઈ છે.....
* હિલ સ્ટેશન ફરવા ગયેલા કે પ્રસંગોએ ગયેલા પરિવારજનોને હવે ક્યાં છો? શું ખાધું? બજાર માંથી શું લાવ્યા? અને સામાજિક પ્રસંગોએ હાજરી આપવા ગયેલ પરિવારજનો ને કેટલા ફેરા થયા ને નાની મામી ને મોટા મામા શું કરેછે એવા ખોટે ખોટા ફોન કરી તેમનો ચાર્મ બગાડવો નહિ. તેજરીતે આપણે જરાક ઘેરથી નીકળીએ કે તરતજ “પછી આમ થયું ને તેમ થયું, ગરમી બહુ છે ને ઠંડી ઓછી છે” ને એવા નાના મોટા અહેવાલ આપ-લે કરવા નહી.
* ઓફીસ કે ધંધાના સમય દરમિયાન બિનજરૂરી ફોન લગાડયા કરવાથી ઓફીસમાં કલીગ કે ગ્રાહકો ને મુશ્કેલી ઉભી થાય છે એટલે આવું તો બિલકુલ કરવું નહિ. ખાસ કરીને જો તમેં મેડીકલ ફિલ્ડ જેવા ગંભીર પ્રોફેસન માં હોવ તો આ વાત વધુ ગંભીર બને હે. એક ફાર્માસ્યુટિકલ સ્ટોર ની બહાર એક અત્યંત જરૂરી દવાનું પાનું લેવા ૨૦ મિનીટ ઉભી રહેલી વ્યક્તિની કેવી પરિસ્થિતિ થાય? જયારે બીજો કોઈ ગ્રાહક ન હોય .અને કેમિસ્ટ ફોન પર ચોંટી રહ્યો હોય?
* મિત્રો સાથે પ્રેમ હોય તો ક્યારેક તેમને મળવા જવું, જરૂર ના સમયે હાજર રહેવું ને મદદરૂપ થવું એ કરી શકાય. મિત્રતા ફોન પર વ્યક્ત કર્યા કરવી નહી.
* ફલાણા એ આટલા ફોન કર્યા અને ઢીકણાએ ન કર્યા, પેલી એ તમારો ફોન ન ઉપાડયો, પેલા એ મિસ્ડ કોલ માર્યો, જેવા હિસાબ રાખવાનું બંધ કરી દઈએ. હિસાબ રાખવા માટે બીજી ઘણી જટિલ બાબતોયે છે.
આટલું શિસ્ત અને વિવેક જાળવીએ તો મોબાઈલ ની મીઠાશ એન્જોય કરી શકીએ અને નહીતર ડાયાબીટીસ થઈ જશે.
વિશાળ માંથી વીણેલું
આકાશી વ્યક્તિત્વ ધરાવતા કલામ સાહેબ આકાશ માં સિધાવ્યા અને પાછળ અવકાશ ઉભો કરતા ગયા. એમના વિશાળ વ્યક્તિત્વ વિષે વાત કરવાનું તો મારૂં ગજું નથી પણ એમના જીવન માંથી વીણેલી કેટલીક વાતો મમળાવવાની તક તો નહીંજ મુકું. કલામ સાહેબ સાથે હું બે રીતે કનેક્ટેડ છું. એક તો બ્રમ્હાંડ અને અવકાશ ને લાગતું વિજ્જ્ઞાન મને બહુ પસંદ છે. એ હમેશા મારા માટે કુતુહલ નો વિષય રહ્યો છે. કલામ સાહેબ કૃત્રિમ ઉપગ્રહો, એના લોન્ચ, રોકેટ્સ,મિસાઈલ્સ એ બધા પર કાર્ય કરતા રહ્યા અને મને જયારે સમય મળે ત્યારે હું એ બધા વિષે વાંચતી રહું. અને બીજું માધ્યમ છે એમની બૂક “ુૈહખ્તજર્ ક કૈિી”. એક થોડી અઘરી પણ અદભુત પુસ્તક સીધે સીધી આપણા હૃદય સુધી પહોચે છે. પુસ્તકમાં એમના “ઈસરો” સાથેના કાર્યો અને મિશન અને પ્રોજેક્ટ્સની વાત ટેકનીકલ ભાષામાં કરેલી હોવાના કારણે થોડી મુશ્કેલ લાગે છે. જો કે કલામ સાહેબે શક્ય તેટલા સરળ શબ્દોમાં આવરવાની કોશિશ કરી છે. એમના બાળપણ ની કેટલીક બાબતો મન ને ગહન રીતે અસર કરે તેવી છે. તેમાં રહેલા તેમના વિચારો બેશ કીમતી છે. સાચવ્યા હોય તો જીવન માં કામ લાગે અને અપનાવતા અને વાપરતા આવડે તો જીવન બદલી નાખે એવા. ઓવર ટૂ કલામસાહેબ નાઉ.
એમનું બાળપણ સામાન્ય આર્થ્િાક સંજોગો માં બીજા અનેક ભાઈ બહેનો સાથે વીત્યું. સાદગી હતી પણ ઓછપ નહિ.રામેશ્વરમ માં જન્મેલા હોવાના કારણે આ પ્રખ્યાત અને પવિત્ર યાત્રાધામ ની વાતો તેમની કથા માં આવતી રહે છે. તે પણ બા અદબ.... આધ્યાત્મ ની બાબત માં તેમના પિતા ખુબ સમૃધ્ધ હતા. નાનકડા કલામ તેમને પુછતાં “નમાઝ કે પ્રાર્થના નો ઉપયોગ શું” તેમના પિતા કહેતા આમાં કઈ રહસ્યમય નથી. પ્રાર્થના તો લોકો વચ્ચે આત્મિક સંવાદ ને શક્ય બનાવે છે. કેટલું સરળ અને મસ્ત.
એક અન્ય વાક્ય અંગત રીતે મને ખુબ વહાલું છે. રત્નકણિકા જેમ મઢી રાખવા જેવું એ વાક્ય કલામ ના તેમના પિતા સાથે ના સંવાદ માં તેમના પિતા કહે છે. “ પ્રતિકુળતા હમેશા આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે.” રામાયણ માં નાનકડા હનુમાનજી પોતાની શક્તિઓ નો ઉપયોગ કરી ને સુરજ ગળી ગયેલા. ત્યારે ઈન્દ્ર એ તેમને શ્રાપ આપ્યો હતો કે તે તેની બધી વિદ્યા ભૂલી જશે. અને સમય પર જ તેને યાદ આવશે. અને રામ મુશ્કેલી માં હતા ત્યારે તેને તેની શક્તિઓ નો પરિચય થયો અને સાગર પર થી ઉડી ને રાક્ષસો ના પટકા પાડી ને રાવણ ના નાક નીચે થી અશોક વાટિકા પહોચ્યા. યાદ છે? પ્રતિકુળ સંજોગો માં અચાનક તે ખીલી ઉઠ્યા. બસ એવું જ આપણું છે....
એક ખુબ જ પ્રેરણા દાયક મઢી મુકવા જેવી વાત. “વિશ્વ માં એવી એક દૈવિક શક્તિ અસ્તિત્વ ધરાવે છે જે વ્યક્તિ ને તેની મૂંઝવણ, દુખો,ઉદાસીનતા અને નિષ્ફળતા ની પળો માંથી ઉપર ઉઠાવે છે અને સાચા આદિમ સ્થળ તરફ દોરે છે.” વાંચો ત્યારે યાદ રાખજો કે આમાં કલામ સાહેબની અનુભૂતિ છે. જો આવડા જબ્બર કાર્યો કરતી વખતે એમને આ અનુભૂતિ થઈ હોય તો આપણી મુશ્કેલીઓ તો ઘણી નાનકડી છે.
બાળ કલામ જયારે પિતા સાથે મસ્જીદ માં નમાઝ માટે જતા ત્યારનું તેમનું એક વાક્ય માખણ જેવું નરમ છતાં એક મિનીટ માં કેટલાય પ્રશ્નો નો એક સામટ જવાબ આપી દે તેવું છે. “મસ્જીદ માં પ્રાર્થનાઓ અરબી ભાષા માં ગવાતી.તેમનો શો અર્થ થાય છે તે મને ખબર ન હતી.મને તો પૂરી શ્રદ્ધા હતી કે તે ખુદા ને પહોચે જ છે.” છે ને ગજબ.
કલામ ના મિત્ર અને ત્યાર બાદ બનેવી બની ગયેલા જલાલુદ્દીન નું શાળાકીય શિક્ષણ તેમના કુટુંબ ની તાણ ભરી પરિસ્થિતિ ને કારણે ખુબ જ ઓછું હતું છતાં તેઓ કલામ ને શિક્ષણ માં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરતા. વેલ આ એક મોટી બાબત છે. જલાલુદ્દીન કલામ ને કહી શકત કે આ બધી પંચાત મુક ને નાનો મોટો ધંધો કરી લે. અથવા એમની અદેખાઈ કરી શકત. અથવા આંખ આડા કાન કરી શકત. જાત ની આસપાસ અનેક સીમાડા હોવા છતાં બીજા ને નિસ્વાર્થ પ્રોત્સાહિત કરવું એ ગમે તેનું કામ નથી.એના માટે તો વિશાળ હૃદય અને ઉમદા આત્મા જોઈએ.
“જલાલુદ્દીન હમેશા મારી સાથે શિક્ષિત લોકો વિષે, વૈજ્જ્ઞાનિક સંશોધનો વિષે, તત્કાલીન સાહિત્ય વિષે અને મેડીકલ વિજ્જ્ઞાનની સિઘ્ધિઓ વિષે વાત કરતા.તેમણે જ મને અમારા સંકુચિત વિશ્વની પેલે પાર ના ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ વિષે જાગ્રત કર્યો.’ આપણે પણ આપણા બાળકો, ભત્રીજા, ભાણેજ કે પાડોશી મિત્રો ના બાળકો, વિદ્યાર્થીઓ કે જેમની સાથે આપણે સમય વિતાવવાનો થાય છે તેમની સાથે સાથે આવી વાતો કરીએ તો ? કદાચ તેમના માંથી કોઈક માં કલામ બનવાનું બીજ વાવી શકીએ.....
કલામ આમલી ના બીજ એકઠા કરી ને વેંચવા જતા કે પછી રેલ્વે સ્ટેશન પર છાપા વેંચવા ના વ્યવસાય માં મદદનીશ બન્યા એ વાત ને એક ઘટના કે નવા મિત્ર સમશુદ્દીન ને મળવાની તક તરીકે વર્ણવે છે જયારે આપણે શાળા એ સાઈકલ પર જતા અને રીક્ષા ન આવતી એ ઘટના પણ ‘દુખ ના દહાડા’ જેવી લગતી હોય છે!
કલામ કહે છે મારા માં તથા દાદી અમને રામાયણ ના પ્રસંગો તેમજ પયગંબર ના જીવન ના પ્રસંગો ની વાર્તાઓ કરતા. મતલબકે જે ધર્મ માં જે પ્રેરણાદાયી છે તેને અપનાવતા.બાળક ના મન માં કોઈ ભેદભાવ ના બીજ નહિ.આવો તફાવત જયારે તેમની શાળા ના નવા શિક્ષકે તેમને તેમના વર્ગ માં કર્યો ત્યારે રામેશ્વરમ મંદિરના મુખ્ય પુજારી ખુદ શાળા એ આવ્યા અને આવો તફાવત ન કરવા તાકીદ કરેલી. તેમના વિજ્જ્ઞાન શિક્ષક પણ ચુસ્ત બ્રાહ્મણ અને રૂઢીચુસ્ત પત્ની વાળા હોવા છતાં કલામ ને પોતાના ઘરે પોતાના રસોડા માં જમવા લઈ જતા એટલું જ નહિ પોતાના હાથે પીરસતા. બસ આપણા પણ આવા કેટલાક સત્કાર્યો કોઈક નાનકડા કલામ ને પ્રોત્સાહિત કરી શકે.
આગળ ના અભ્યાસ માટે શહેર છોડી તાલુકા મથક રામનાથ પુરમ જી રહેલા કલામ ને મુકવા જતી વખતે તેમના પિતા એ કહેલા વાક્યો “આ ટાપુ તારા શરીર માટે ભલે નિવાસ સ્થાન હોય પણ તારા આત્મા માટે નથી. તારો આત્મા આવતી કાલ ના ઘર માં રહે છે. જેની સ્વપ્નમાં પણ અમે કોઈ મુલાકાત ન લઈ શકીએ..!!” આપણા બાળકો માટે આપણે આટલું યાદ રાખી શકીએ તો કેટલું સારૂં.
રામનાથપુરમ માં તેમના શિક્ષક ઈયાદુરાઈ સોલોમન ના શબ્દો “જીવન માં ધાર્યા ઉચ્ચ પરિણામો મેળવવા માટે ત્રણ પ્રબળ અને શક્તિશાળી પરિબળો ને સમજવાના છે અને નિયંત્રિત કરવાના છે : ઈચ્છા, માન્યતા અને અપેક્ષા. હું જે ઈચ્છું છું તે બને તે પહેલા મારે તેના માટે તીવ્ર ઈચ્છા ઉભી કરવી પડે, અને એવું પૂર્ણ અને ચોક્કસપણે બનશે એમ માનવું પડે.” કલામ સાહેબ ઈયાદુરાઈ સોલમન ને એક શ્રેષ્ઠ શિક્ષક એટલા માટે ગણે છે કે તેઓ વિદ્યાર્થીઓમાં આત્મ ગૌરવનું સિંચન કરતા.
આવા અદભુત કલામની અદભુત વાતો નો અને એમના જીવન નો સફર એમના જ પુસ્તક માંથી આપણે આવતા વખતે પણ ચાલુ રાખીશું.