ચિત્કાર - 2 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્કાર - 2

ચિત્કાર

( પ્રકરણ – ૨ )

દેવ હજુ સમજી શકતો નહોતો કે એક સપનું આમ આકાર લેશે અને છેક બંગાળના ધાનીયાખલીથી હિમાલય ઉપર લઇ આવશે. શું આ કોઈ ઈશ્વરીય સંકેત છે ? મનમાં પ્રશ્ન થતાની સાથે જ એક ભેદી અવાજ એનાં કાને પડ્યો.

“હા... ચોક્કસ. તારી કુંડળી એની સાક્ષી છે. સપનું તો એક સંકેત હતું. ચિન્તા કરીશ નહિ બધું જ સારું થશે. આવનાર દિવસોમાં સ્વછંદીઓને ડરનો એહસાસ કરાવવાની જરૂરત હશે !”

એક પછી એક અચરજ પમાડે એવું બની રહ્યું હતું. શું આ ભૂમિનો પ્રભાવ હતો કે કોઈકના સંમોહનમાં હતો ? કોઈ એની ઉપર હાવી હતું. કોઈ એનાં મન ઉપર કબજો જમાવી બેઠું હોય એવું. કંઇક અજબ હતું. પોતે સામાન્ય કપડાં પહેરેલા હતાં છતાં એને ઠંડી લાગતી નહોતી. શરીરમાં કંઇક જુદો જ સંચાર થતો હોય એવું લાગતું હતું. શરીર હલકું ફૂલ જેવું લાગતું હતું. શરીરની ઇન્દ્રિઓ કોઈના વશમાં હોય એવું લાગતું હતું. લગભગ છ કલાક વીતી ગયાં હશે, પરંતુ કોઈ ઇચ્છાઓ કે આદતો પરેશાન કરતી હોય એવું લાગતું નહોતું. પ્રથમ તો એ ગુફામાં ક્યાંથી દાખલ થયો તે જ સમજી શકતો નહોતો, ગુફાનું પ્રવેશદ્વાર જ એને દેખાતું નહોતું. પોતે જાણે કેદ થઇ ગયો હોય અલીબાબાની ગુફામાં તેવું ! ગુફામાં દીવાઓ કે વિજળીના બલ્બ નહોતા છતાં પ્રકાશ હતો. ગુફાનું વતાવરણ કંઇક જુદું જ હતું, આજ સુધી ના અનુભવ્યું હોય તેવું. વાતાવરણમાં કંઇક સુગંધ હતી. મનને શાંત કરે તેવી પ્રસન્નતા આપે એવી. વિચારોના વમળમાં દેવ હતો અને સામે યોગી હાજર થયા. એમના હાથમાં એક આસન હતું કંઇક સુકી વનસ્પતિનું. દેવને હાથમાં આપી કહ્યું – “બેટા, ઇસ આસન પર બૈઠો. તુમારા મન ઔર ચિત્ત શાંત હોગા. ઇસ વનસ્પતિ કી વિશેષતા યહી હૈ. યહાં કી ગુફાઓમાં બહોતસી વનસ્પતિયા ઔર જડીબુટ્ટીયા હૈ જિસકે લીયે શહરી લોગ લાખો રૂપયે ખરચતે હૈ. Psychological disease, depression, insomnia, heart-attack, cancer and so many. All medicines are available here, but nobody wants to study this. Everybody is after Allopathy”.

યોગી અંગ્રેજીમાં પણ નિપુણ હોય એ ચોક્કસ હતું. એમની પાસે ઘણું જ્ઞાન હતું. સવારે અમુક પરચા તો એમણે બતાવી જ દીધા હતાં. હવે દેવ ખરેખર સમજી ગયો હતો કે એમની પાસે કંઇક એવું છે જે કદાચ આપણી બહારની દુનિયાને પણ ખબર ના હોય.

આસન પાથરી દેવ સીધોજ યોગીના ચરણોમાં પડ્યો સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મન એકદમ શાંત થયું.

યોગીએ બંને હાથે ઉઠાડ્યો અને આસન ઉપર બેસવાં કહ્યું. પોતે આસન ઉપર બેસે તે પહેલાં જ બાબાએ પોતાનું આસન હવામાં બનાવી લીધું. તેઓ હવામાં આસનસ્ત હતાં, દેવ સામે લગભગ બે ફૂટ અધ્ધર તેમણે પદ્માસન કર્યું હતું. દેવ સામે બેસી ફક્ત જોઈ રહ્યો.

યોગી બોલ્યા – “બેટા, આજથી તુ મને સમર્પિત થયો છે તે ભાવના મને ગમી. મારે તને ઘણું બધુ શિખવવાનું છે. ઘણી બધી વિદ્યાઓ અને સિદ્ધિઓ મેં હસ્તગત કરી છે મારા ગુરુઓ પાસેથી. એ હું તને શીખવીશ. શિવબાબાની આ ભુમી અને આશીર્વાદ વગર એ શક્ય નથી. આ હિમાલયની હજારો ગુફાઓમાં ઘણાં યોગીઓ તપસ્વીઓ વર્ષોથી સાધનોમાં ખોવાયેલાં છે. કેટલાકની ઉંમર હજારો વરસોની પણ હોય શકે. એ રહસ્ય જાણવાનું બાકી છે. સમય સમય નું કામ કરે છે અને અમે અમારું. હવે તારું રક્ષણ હું કરીશ. બંને આંખો બંધ કરી લે.”

થોડાંક સમયબાદ એક ગર્જના સંભળાઈ સિંહની. ધીરે ધીરે સિંહ એમની તરફ આવતો હોય એવું લાગ્યું. સિંહની ગર્જનાના અવાજથી દેવ ગભરાયો. એણે આંખો એકદમ ઘટ્ટ બંધ કરી લીધી. ઠંડીમાં પરસેવો થઇ ગયો. સિંહના શ્વાસોશ્વાસને સાંભળી શકતો હતો. કદાચ સિંહ એની પાસે જ ઉભો હોય તેમ. પરંતુ પોતે જરાય ડગ્યો નહિ કારણ હમણાંજ યોગી એ કહેલા શબ્દો યાદ આવ્યાં – “કે તારું રક્ષણ હું કરીશ” ! દેવ ને વિશ્વાસ હતો કે એનો તારણહાર એની સામે બેઠો છે. એ શાંત બેઠો રહ્યો. થોડી ક્ષણો બાદ યોગીએ આંખો ખોલવા કહી અને જોયું તો ખરેખર એક જબરદસ્ત મોટો સિંહ એની બાજુમાં બેઠો હતો.

યોગી હસ્યો – “વાહ બેટા વાહ ! તને ડર ના લાગ્યો ?”

દેવ બોલ્યો – “ બાબા... થોડીક ક્ષણો પહેલાં આપે જ કહ્યું હતું ને કે તારું રક્ષણ હું કરીશ ! પછી મારે ડરવાનું કોઈ કારણ ના રહ્યું”.

યોગી મનમાં હસ્યાં. એમના માટે દેવ પહેલી પરીક્ષામાં પાસ થયો હતો, શિષ્ય તરીકે. એક વાત સાબિત થાય છે કે યોગ્ય ગુરુ એનાં શિષ્ય ઉપર ક્યારેય આંચ આવવા દેતો નથી. ગુરુ તારણહાર હોય છે. ગુરુ જ માર્ગદર્શક હોય છે. ગુરુ વગર કોઈ પણ જ્ઞાન શક્ય નથી. પુસ્તકો વાંચવાથી પુસ્તકીય જ્ઞાન મળે જે અનુમાન કે તર્ક ઉપર આધારિત હોઈ શકે છે. દેવના જવાબથી યોગી સંતુષ્ટ થયાં.

દેવે બાજુમાં નજર કરી ત્યાં સિંહ ગાયબ હતો.

યોગી બોલ્યા- “એ અમે સિદ્ધિથી પ્રગટ કરેલ સિંહ હતો. એવી ઘણી બધી સિદ્ધિઓ છે જે ફક્ત સાધુઓ અને મુનિઓ પાસે પૌરાણિક કાળથી અકબંધ છે. થોડીક સિધ્ધીઓ ઉજાગર છે, થોડીક ગુપ્ત છે તો કોઈક વર્ષો પછી લુપ્ત થઇ જશે. આ સિદ્ધિઓને શીખવા માટે ઘણુંબધું બલિદાન આપવું પડે છે. ભૌતિક દુનિયા છોડવી પડે છે. વર્ષો વીતી જાય છે પ્રાપ્ત કરતાં. શાસ્ત્રો અને પુરાણોમાં એની ઝાંખી ઘણાં મુનિઓએ અને સિદ્ધ સાધુઓએ આપેલ છે. તેઓ તપોબળથી બધું પ્રાપ્ત કરતાં.”

દેવ બોલ્યો – “બાબા.. શું આ આજે પણ શક્ય છે ? શું મારાં જેવી વ્યક્તિ એ પામી શકે છે ?”

યોગી બોલ્યા – “હા..એટલે જ મેં તને શોધી કાઢ્યો. મને ખબર છે તુ એક તાંત્રિક છે. સાચો શુદ્ધ તાંત્રિક છે. મા શક્તિનો ઉપાસક છે. તે આજ સુધી તારી વિદ્યાને ખોટી રીતે વાપરી નથી. તે તારું બ્રહ્મચર્ય જાળવી રાખ્યું છે એ તારી મૂડી તને હવે પછીના અભ્યાસમાં અને સિધ્ધીઓ હાંસિલ કરવા કામ આવશે. અમે યોગીઓ યોગ સાધનાથી ઘણું બધું હાંસિલ કરીએ છીએ શરીરના ચક્રોને ભેદીને યોગ દ્વારા. ઘણી સિદ્ધિઓ બીજાને નુકસાન કરવા પણ વપરાય છે, પરંતુ એવી સિધ્ધીઓ ટકતી નથી. અઘોરીઓની દુનિયા અલગ છે.”

દેવને એક પ્રશ્ન થયો – “બાબા, છેલ્લાં દસ કલાકથી મેં કોઈ આહાર કર્યો નથી, છતાં પણ મને ભુખ જેવું કંઇ લાગતું નથી એની પાછળ કોઈ કારણ તો નથીને ?”

“હા બેટા, એની પાછળ એક કારણ છે. મેં છેલ્લાં ઘણાં વર્ષોથી આહાર કર્યો નથી. તેથી અહીં ગુફામાં તને કંઇ પણ ખાવાં આપી શકું તેમ નથી તેથી મેં પહેલો એક પ્રયોગ કરી તને ભુખ અને તરસ મુક્ત કર્યો છે. એ એક મારી સિદ્ધિ છે જેનો ઉપયોગ મેં કર્યો છે એનું નામ છે હાડી વિદ્યા. એનાં અલગ અલગ નામો પણ છે. હવેથી તને ભુખ અને તરસ સતાવશે નહિ. એક મંત્ર આપું છું. તારો જમણો કાન મારાં તરફ કર”.

બાબા એક મંત્ર દેવના કાનમાં ધીમેથી બોલ્યા અને એની વિધી બતાવી ધ્યાનસ્ત થવા કહ્યું. લગભગ ત્રણ દિવસ પછી દેવ ધ્યાન માંથી બહાર આવ્યો. દેવને પોતાનું શરીર એકદમ હલકું અને સ્ફૂર્તિવાળું લાગતું હતું. શરીરને કોઈ પીડા નહોતી. બાબા એની સામે જ બેઠાં હતાં. બાબાએ એક ફૂંક મારી એનાં શરીરપર. દેવને પહેલી સિદ્ધિ પ્રાપ્ત થઇ. તેને હવે આહારની જરૂર નહોતી. દેવે બાબાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા.

હવે દેવને ઉપયોગી હતી તે સિદ્ધિની તૈયારી કરવાની હતી. બાબા અને દેવ બ્રહ્મ મુહુર્તમાં એક સરોવર કિનારે ગયાં. કદાચ એનું બરફમાં રૂપાંતર થયેલું હતું. સંપૂર્ણ બરફ હતો દુરદુર સુધી.

બાબાએ માહિતી આપતાં કહ્યું – “ આ સરોવર જેવું દેખાય છે એ દેવલોકનું કુંડ છે. ફક્ત નારદ મુનિ પૌરાણિક કાળમાં અહીં આવતાં હતાં. એનું પાણી એટલું પવિત્ર છે કે સ્નાન બાદ તમે હવામાં વિસર્જિત થઇ ગમે ત્યાં જઈ શકો. એનાં કારણે નારદજી ત્રણે લોકમાં ગમે ત્યારે ભ્રમણ કરી શકતાં”.

બાબાએ કંઇક મંત્રો બોલી એ સખત બરફમાં પોતાનો હાથ નાંખ્યો. કોઈ પણ પ્રયત્ન વગર સખત બરફમાં એનો હાથ રૂની ગાંસડીમાં આસાનીથી જતો હોય તેમ અંદર ગયો અને પાણીનો એક જોરદાર પ્રવાહ બહાર નીકળ્યો. દેવનું મંત્રોચાર દ્વારા સ્નાન કરાવી તેઓ ઝટપટ ગુફામાં પાછાં ફર્યા.

( ક્રમશ: )