ચિત્કાર - 6 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્કાર - 6

ચિત્કાર

( પ્રકરણ – ૬ )

ઘટનાનો આજે ત્રીજો દિવસ હતો. પેલાં ત્રણે નરાધમોએ શ્રેણીના રીપોર્ટ હોસ્પિટલના નર્સ દ્વારા જાણી લીધાં હતાં. પોતાનાં કૃત્યની જાણ તો એમને હતી જ પરંતુ શ્રેણી ભાનમાં નથી અને એનું બ્રેન ડેડ થયું છે એ જાણી નિરાંત અનુભવી હતી. શ્રેણીની પરિસ્થિતિથી આંખી ઘટના અંધારામાં હતી. કોઈપણ જાતનો ક્લુ હજુ સુધી મળ્યો નહોતો. પરંતુ ઇન્સ્પેકટર અમિત સિહે શ્રેણી રિટર્નમાં જ્યાંથી ઓટોરીક્ષા પકડતી હતી તે એરિયામાં પોતાનાં બાતમીદારો મૂકી દીધાં હતાં. અમિત સિંહ ખૂબ જ હોશિયાર અને ચાલાક ઇન્સ્પેક્ટર હતો. શ્રેણીનાં મા-બાપ સાથે વાતો કરી એણે શ્રેણી ખોવાઈ ગયી છે એવી જાહેરાત કરવા જણાવ્યું. જાહેરાત દરેક ન્યુઝ પેપરમાં આપવાં કહ્યું અને ટીવીમાં ગુમશુદા તરીકે પણ આપવાં જણાવ્યું જેથી કઈ માહિતી કે સુરાગ મળે.

ચોથા દિવસે પેપરમાં શ્રેણીનો ફોટો જોઈ એ ત્રણે જણા ઘબરાયા. રાત્રે પીધેલ દારૂનો નશો અને નિરાંત લાંબી ટકી નહિ. જો શ્રેણી હોસ્પિટલમાં હોય તો ખોવાઈ ગયેલ છે એવી જાહેરાત આપવાનું કારણ એઓ સમજી શક્યા નહિ. રાત્રે એ ત્રણે જણા જેનો મોબાઇલ ખોવાઈ ગયો હતો એનાં ઘરે મળવાનું નક્કી કર્યું. બન્ને જણા ખોવાઈ ગયેલ મોબાઇલ પર સતત કોલ કરી મોબાઇલ ટ્રેસ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં, પરંતુ મોબાઇલ સ્વીચ ઓફ બતાવતો હતો. ખોવાયેલ મોબાઇલ એમનાં માટે ફાંસીનો તખ્તો રચી શકે એમ હતું. પરંતુ હજુ સુધી એ નંબર ઉપરથી કોઈએ કોલ કર્યો નહોતો. એમની ધારણા હવે એવી હતી કે મોબાઇલ કદાચ કોઈ લુખ્ખાના હાથમાં પડી જાય તો પ્રોબ્લેમ ઉભો થાય એમ નહોતો, પરંતુ જો પોલીસના હાથમાં આવે તો કદાચ પ્રોબ્લેમ થાય એમ હતું. મિત્રનો મોબાઇલ મળી જાય તે જરૂરી હતું.

ફરી એકવાર ફોન કર્યો અને સામેથી એક છોકરીનો અવાજ આવ્યો...”હેલો...” પેલાએ ફોન પરત કરવા જણાવ્યું અને ફોન કટ થયો. ફોન કરનાર વ્યક્તિનું નામ લલ્લા ડિસ્પ્લે થયું. એણે પાછો ફોન કનેક્ટ કરવાની કોશીશ કરી એકવાર... બેવાર... લગભગ દસવાર પરંતુ સામેથી હવે કોઈ ફોન ઉપાડતું નહોતું. છેવટે કંટાળીને એણે એનાં બીજા સાગરીતને ફોન કરવા કહ્યું. બીજાએ પોતાનાં મોબાઇલ ઉપરથી નંબર ડાયલ કર્યો. મોબાઇલ ઉપર નામ ડિસ્પ્લે થયું ટાઈગર. સામેથી એક છોકરીનો અવાજ આવ્યો- “હેલો...”અને પેલાએ જરાપણ સમય બરબાદ ન કરતાં ફોન પરત કરવા આજીજી કરી અને બદલામાં ઇનામ આપવાં પણ કબુલ કર્યું. ફોન કટ થઈ ગયો. પેલાએ હજુ એક કોશિશ કરી પરંતુ આ વખતે ફોન સ્વીચ ઓફ હતો. બંને મિત્રો ફોન કરી જાળમાં આબાદ ફસાઈ ગયાં હતાં. એમનાં કોલ મોબાઈલમાં રિકોર્ડ થઇ ગયાં હતાં. એટલે રેપમાં કદાચ ત્રણ વ્યક્તિઓ સામેલ હતી – લલ્લા, ટાઈગર અને ખોવાઈ ગયેલ મોબાઈલનો માલિક કિરીટ કટીયાર.

ત્રણેયને આશા બંધાઈ હતી કે ફોન કોઈક છોકરીના હાથમાં ગયો છે એટલે ઓછા વત્તા પૈસાનું ઇનામ આપી ફોન પાછો મેળવી શકાશે. પૈસાની કોઈ તકલીફ નહોતી. ત્રણે જણા ઉચા તવંગર ફેમિલીના બગડેલાં શહેજાદા હતાં. આવી રહેલ સંકટની ઘડીને ટલ્લે ચઢાવી હસી મજાક કરતાં તેઓ છુટા પડ્યા.

પાંચમાં દિવસે રાત્રે બે વાગે લલ્લાના મોબાઈલની ઘંટી વાગી. લલ્લા એ જોયું કે કોલ કિરીટના ખોવાઈ ગયેલ મોબાઇલ ઉપરથી હતો.

“હેલો ... હેલો .. કોણ ? હેલો મૈ લલ્લા.

સામેથી – “હા બોલો”

લલ્લા - “મેડમજી આપ મને ફોન પરત કરી દો. બદલામાં હું તમને સારું બક્ષીસ આપીશ”.

સામેથી – “કેટલું?”

લલ્લા – “પાંચ હાજર”

સામેથી – “ બહુ ઓછી છે”

લલ્લા – “દસ હજાર”

સામેથી – “ બસ્સ..”

લલ્લા સમજી ગયો હતો કે હવે કંઇક વધારે કહેવું પડશે. એણે કહ્યું – “વીસ હજાર”

સામેથી – “નહિ ચાલે“

લલ્લા – “આપ બોલો”

સામેથી – “જિંદગીની કિંમત જેટલી”

લલ્લા – “એટલે ? હું સમજ્યો નહિ”

સામેથી – “એટલા નાદાન તો તમે છો જ નહિ “

લલ્લા – “ચાલો પચીસ હજાર આપીશ હેન્ડસેટના કિંમતથી વધારે, રોકડા, કહો તો અત્યારે, તમે કહો ત્યાં”

સામેથી – “પૈસા ના છુટતા હોય તો બીજું કઈ માંગું મોબાઇલના બદલામાં ?”

લલ્લા – “એટલે ?”

સામેથી - “તમારી કોઈ....બે.... ?”

લલ્લા – “શું બકવાસ કરે છે ? એક છોકરી થઈને આવી વાત કરે છે? શરમ નથી આવતી ?

સામેથી – “ઓહ ! બહુ વહેલાં સમજી ગયાં.” એણે ફોન કટ કરી નાંખ્યો.

પાંચ મીનીટ પાછી લલ્લા એ ફોન કર્યો.

“હલો ... “હું તમને એક લાખ આપીશ”

સામેથી – “રેપ જેવાં ગંભીર ગુનાને છુપાવવાની કિંમત ફક્ત લાખ રૂપિયા ?

લલ્લા – “તો કેટલા જોઈએ ? ચાલો ત્રણ લાખ ફાઈનલ”

વાતવાતમાં લલ્લા એ ગુનો કબુલ કરી લીધો. વાત રેકોર્ડ થઇ ગયી હતી. ફોન કટ થઈને સ્વીચ ઓફ કરી દીધો.

લલ્લો પરસેવે રેબઝેબ હતો. ખબર નહોતી પડતી કે વાત કરનાર છોકરીને રેપની વાત ખબર કેવી રીતે થઇ ?

બીજી જ ઘડીએ એણે બીજા મિત્ર ટાઈગરને ફોન કર્યો અને પેલી છોકરી જોડે થયેલ વાત કરી. તે દરમિયાન કિરીટનો ફોન વેઇટિંગમાં હતો. લલ્લાને આવનાર ફોનની વાત કરી ફોન કટ કર્યો અને કિરીટના ફોનને કનેક્ટ કર્યો.

ટાઈગર – “હેલો..હેલ્લો...”

સામેથી – “બોલો ટાઈગર ... લલ્લા જોડે વાત થઇ લાગે છે નહિ ? બોલો તમે શું ઓફર કરો છો “

ટાઈગર – “રેપ ની ખબર તમને કેવી રીતે ખબર પડી ?”

સામેથી – “મારી પાસે રિકોર્ડ કરેલ વીડીઓ છે”

ટાઈગર – “તમે ખોટું બોલો છો”

સામેથી – “ક્લીપ તમારા બેનને મોકલી આપું છું, જોઈ લે શો, એની સાથે ચાલશે ?

ટાઈગર – “wait, wait…. Please wait. હું તમને સામેથી ફોન કરું છું”

ટાઈગરનો ફોન કટ થયો અને બીજા પાંચ મીનીટ બાદ બીજા એક અનનોન નંબરથી કોલ આવ્યો.

“હલો...હલો...

“કોણ.. ?” હું ખોવાયેલ ફોનનો માલિક બોલું છું”

“તમારું નામ ?”

“અબે સાલી તુઝે નામ સે ક્યાં ? મૈ કિરીટ બોલ રહા હું, સોદો ફાઈનલ કર.. કેટલા જોઈએ ?

હવે કિરીટનો બીજો નંબર પણ મળી ગયો હતો.

“તમારી તૈયારી કેટલી છે ? પૈસા ના હોય તો બીજી ઓફર પણ તમારાં બંને મિત્રોને કરી છે... એ પણ ચાલશે.. એક અટહાસ્ય કર્યું..”

“એક સ્ત્રી થઈને આવી વાત કરે છે ? શરમ નથી આવતી ?”

“એય હલકટ.. મને ના શીખવ.... વાત પોતાના પરિવારની આવી એટલે દુઃખ થયું નહિ ? શું બીજાની બહેન દિકરીઓને માન-સન્માન ઈજ્જત નથી ? નહિ હોય ?”

“ચાલ જવા દે. આ અમાનુષી કૃત્યની ક્લીપ તમારાં દરેકની મા- બહેનને મોકલી આપું છું. ચાલશે ?”

“એ...ય .. ધમકી નહિ આપવાની... તને અમારાં તાકાત અને પહોંચની ખબર નથી. એકનો રેપ થઇ ગયો છે... તુ પણ નહિ બચે..”

તેણીએ ફોન કટ કરી દીધો.

એક ગુનાહ પછી માણસની હિંમત વધુ એક ગુનો કરવા પ્રેરાય છે. સંસ્કારોની કમી. કળીયુગની ગતિ માણસને જનાવર બનાવી શકે. ફોનની વાત રેકોર્ડ થઇ ગયેલ હતી. લલ્લા, ટાઈગર અને કિરીટે પોતાનાં ગુન્હાઓ કબુલ કરી લીધાં હતાં. અજાણતાં. પુરાવો સજ્જડ હતાં. ત્રણે જણા શબ્દોની જાળમાં બરાબર ફસાઈ ગયાં હતાં.

ત્રણે મિત્રોની ઊંઘ હરામ થઇ ગયી હતી. એક-બીજા સાથે વાતો કરી કંઇક તોડપાણીની વાત કરતાં હતાં. ફોનનો એરિયા ટ્રેસ થઇ શકે તેમ નહોતો. નેટવર્ક બંધ હતું. કોઈ કોઈને મદદ કરી શકે તેમ નહોતું. છોકરીના વાત ઉપરથી એમ લાગતું હતું કે બહુ મોટી રકમ ગુનાને છુપાવવા માટે આપવી પડશે એ નક્કી. વાત લાખોની હતી.

સોદામાં ઇજ્જતની સામે ઈજ્જત આપવાની હતી જે શક્ય નહોતું. કોઈપણ વ્યક્તિ એવું કરી નહિ શકે. પરંતુ બીજાની ઇજ્જત લેતાં માણસને શરમ નથી આવતી.

આજે કદાચ પહેલીવાર ત્રણે મિત્રોને ગુનાહની ગંભીરતા સમજાઈ હશે. ઇજ્જતની કિંમત સમજ્યાં હશે !

( ક્રમશઃ )