Premni Puja ke Pujano Prem - 3 Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Premni Puja ke Pujano Prem - 3

પ્રેમની પુજા કે પુજાનો પ્રેમ -૩

પિયુષ એમ. કાજાવદરા


E-mail: ajavadarapiyush786@gmail.com

Mobile No.: 9712027977



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.પ્રસ્તાવના

૨.પ્રકરણ - ૬

૩.પ્રકરણ - ૭

પ્રેમની પુજા કે પુજા નો પ્રેમ -૩

પ્રસ્તાવના

જીવનનો સૌથી મોટો વળાંક એટલે ટર્નીંગ પોઈન્ટ એ છે લગ્ન. લગ્નજીવન જીવનની સૌથી ખાસ અને કિંમતી જરૂરીયાત. બોવ બઘાને બોલતા સાંભળયા છે કે લગ્ન પછી જીવનમાં આમ થઈ જાય ને તેમ પણ એવુ તો કાઈ નથી હોતુ. જો તમે તમારા સાથીની નાની નાની વાતનું ધ્યાન આપતા રહો તો લગ્નજીવન એ તમારા જીવન ને સ્વર્ગ જેવુ જ બનાવી આપે છે. તમને ખબર છે લગ્નમાં પણ ઘણા પ્રકાર જોવા મળે છે પણ ફેમસ એવા બે જ પ્રકાર છે.

૧.અરેન્જ મેરેજ જયાં માત્ત છોકરા અને છોકરીના મેરેજ નથી થતા પણ બંનેની પુરી ફેમેલી ના મેરેજ થાય છે.

૨.લવમેરેજ જયાં બંનેની ફેમેલી વચ્ચે ભારત અને પાકિસ્તાનનું યુધ્ધ થાય છે અને લાસ્ટમાં જીત કોઈની થતી નથી પણ કદાચ એ યુધ્ધમાં બે માસુમ દિલ પીંખાય જાય છે અને કયાંક સમાજની ભીડ વચ્ચે ખોવાઈ જાય છે.

બંને મેરેજ વચ્ચે તફાવત શું છે જાણો છો તમે? ચાલો હું જ કહી આપુ તમને.

અરેન્જ મેરેજ છે તો પહેલા છોકરા નું ફેમેલી કેવુ છે? તે પૂછવામાં આવે. અને લવમેરેજમાં છોકરો કેવો છે તેમ. અરેન્જ મેરેજમાં છોકરો જોબ નથી કરતો ચાલશે? અર્‌ર્‌રે ચાલે જ ને ફેમેલી સારૂ છે એટલે ચાલશે. પણ લવમેરેજમાં છોકરો જોબ નથી કરતો. એનો જવાબ આમ હોય. જોબ નથી કરતો? પાક્કુ રખડુ જ હશે. તારે એવા રખડુ સાથે મેરેજ કરવા છે? તને રાખશે કયાં? તને જમાડશે શું? અને લાસ્ટમાં આવે વ્યસન. લવમેરેજમાં છોકરો તો સિગારેટ પીવે છે. વ્યસની છે તેની સાથે ના કરાવી શકુ તારા લગ્ન હું. અને અરેન્જમેરેજ માં બસ એક જ સવાલ હોય છોકરાનું ફેમેલી કેમ છે? પછી છોકરો સાવ રખડુ હોય, સિગારેટ પીતો હોય કે દારૂના પેક લગાવતો હોય તે કાઈ જોવા માં નથી આવતુ ત્યાં બસ ફેમેલીની જ કુંડળી મેળવવામાં આવે છે. મને હજુ નથી સમજાતું કે આ બઘાને અહંકાર કઈ વાતનો છે? કે તેમના છોકરા બીજા કોઈને પ્રેમ કરે છે એનો? કે પછી એ લોકો કહે છે તેની સાથે લગ્ન નથી કરતા એનો? કે આ સમાજમાં જે એનો મોભો એનો રૂતબો પડી ભાંગશે એનો? ખરેખર, પોતાના જ છોકરાની બલી ચડાવીને તમે આ મહાન કામ કરી શકતા હોવ, બે પ્રેમીને જુદા કરી શકતા હોવ તો ખરેખર ધન્ય છે તમને. હું કદાચ તમારી જગ્યાએ હોવ તો તે ના કરી શકેત અને એ પણ આ સમાજની જૂઠી શાન માટે તો બિલકુલ નહી.

હું એવુ નથી કહેવા માગતો કે અરેન્જમેરેજ સારા નથી હોતા પણ મારૂ માનવુ છે કે અરેન્જમેરેજ કરતા એક સાચો પ્રેમ કરતા લવમેરેજ કરે તો એ કપલ અરેન્જમેરેજ કરતા એક વાર નહી હજાર વાર સારૂ બનશે કારણકે ત્યાં પ્રેમ તો હોય જ છે પણ બંનેની એકબીજાને સમજવા ની સમજ પણ હોય છે જે અરેન્જમેરેજ માં થોડી ઓછી જોવા મળે છે. મને ખબર છે હવે તો આ ઘર ઘરની કહાની થઈ ગઈ છે હવે માં-બાપ પોતાની આબરૂ સાચવવામાં રહી જાય છે અને બિચારા છોકરાઓ પ્રેમ કરીને ગુજરી જાય છે. જોઈએ બદલાવ કયારે આવે છે તે..કે પછી આવે છે કે નહી એ.!!

વધુ આવતા અંકે

પ્રકરણ - ૬

બંને એ એકબીજાને તો મળી લીધુ હતુ જે ચાર મહિનાથી એકબીજાને મળવા તરસી રહયા હતા. તેઓ આજે એકબીજાને મળીને ખુબ ખુશ હતા. પણ બંનેની લવસ્ટોરી કોઈ અલગ જ વળાંક લેવાની હતી જે તે બંનેને જાણ ના હતી. ભગવાન કયારેક એકબીજાથી બંનેને દૂર કરી દેતા તો કયારેક મળાવી દેતા પણ એ બાબતે તે બંને કોઈ દિવસ ભગવાને દોશી ના ઠહેરાવતા. જે થાય છે તે સારા માટે જ થતુ હોય છે.

પ્રેમની કવિતા વાંચીને પુજા ખુબ ખુશ હતી. પુજામાં કોઈ અલગ જ એન્રજી જોવા મળી રહી હતી. એટલા માં પુજાના પપ્પા આવી ગયા જે લગભગ ચાર મહિનાથી પુજા સાથે બોલ્યા ના હતા. અને છેલ્લા એક વીક થી ધીમે ધીમે કયારેક કયારેક વાત કરી લેતા અને જયારે પુજા સાથે તેના પપ્પા વાત કરતા ત્યારે તે ખુબ ખુશ થઈ જતી. તો વળાંક એ હતો કે પુજાના પપ્પા આવ્યા અને પુજાને તેની પાસે બોલાવી.

આ છોકરા ના બાયોડેટા છે તારા માટે સગાઈની વાત આવી છે. તેના પપ્પા બોલ્યા.

બસ એટલુ જ સંભળાયુ પુજાને અને તેના પેટમાં મોટી ફાળ પડી અને પેટમાં દુખાવો થવા લાગ્યો. તેને કાઈ સમજ નહોતી પડતી કે પપ્પાને શું જવાબ આપવો તે અત્યારે પ્રેમને મીસ કરી રહી હતી. તેની આંખની કોરમાં નાનુ એવુ આંસુનુ ટીપુ આવી રહયુ હતું. પણ તેને આ પરિસ્થિતિ સંભાળવાની હતી કારણકે જયાં સુધી પ્રેમ સ્ટડી કરતો હતો ત્યાં સુધી કાઈ થાય તેમ ના હતું.

તેને પપ્પાને હા પાડી અને કાઈ પણ બોલ્યા વગર ચાલી ગઈ.

તેને બાયોડેટા જોયા પણ નહી અને સાઈડ પર મૂકી દીધા. પછી ના રહેવાયુ તો રડવા લાગી તેને પ્રેમની બાહોમાં જવુ હતુ માત્ત તે એક જ આ પરિસ્થિતિ માંથી તેને કાઢી શકે તેમ હતો. પ્રેમ એક જ તેના રડતી આંખોને હસાવી શકે તેમ હતો પણ અત્યારે કાઈ થઈ શકે તેમ ના હતું. તે એક ઓશીકું બાહોમાં લઈ આંખો બંધ કરીને સૂઈ ગઈ તે પ્રેમ સાથે વિતાવેલી હર એક ક્ષણને યાદ કરી રહી હતી. અને તેની રડતી આંખોને હસાવી રહી હતી.

રડતી આંખોમાં ધીરે ધીરે પ્રેમનો પ્રેમ ઉમેરાતો ગયો અને તેને રડવાનું બંધ કરયું. પુજાએ મનોમન આંખો બંધ કરીને પ્રેમની એ હગ લઈ લીધી હતી અને તે થોડી વધુ મજબૂત બની તે હવે પરિસ્થિતિ ને સંભાળી શકે તેમ હતી. તેના શરીરમાં પ્રેમનો પ્રેમ દોડવા લાગ્યો હતો. રૂમમાંથી બહાર નીકળી. પપ્પા કાઈ બીજુ પૂછે એના માટે પુજાએ બાયોડેટા માં એક વાર નજર ફેરવી લીધી હતી.

પપ્પા મને છોકરો પસંદ નથી. પુજા બોલી.

કેમ શું વાંધો છે?

એનો ચેહરો જોયો તમે? એટલુ બધુ સ્ટડી કરયો છે તો શું થયુ? ચેહરા પર થી જ એટીટયુડ નજર આવે છે. પુજા બોલી.

પપ્પા એ વધુ ચર્ચા ના કરી અને પુજાએ પરિસ્થિતિ સંભાળી લીધી. તે ખુશ પણ હતી અને દુખી પણ.

અહીં હજુ પ્રેમને આ બઘી વાત ની જાણ ના હતી તે એની રૂટીન લાઈફમાં વ્યસ્ત હતો. પણ એનો મતલબ એવો ના હતો કે પ્રેમ પુજાને ભૂલી ગયો હતો. એની હાલત પણ આવી જ કાઈ હતી. પ્રેમ ની હાલત પણ મૂરજાયેલા ફૂલ જેવી જ હતી. પ્રેમ શું વિચારતો હતો તેની તેને પણ ખબર ના હતી. તે બસ એટલુ વિચારતો હતો કે પ્રેમ તો ફટાફટ થઈ ગયો તો હવે જયારે નિભાવવા નો સમય આવ્યો ત્યારે હું એટલુ શું કામ ને વિચારૂ છું?

પણ દોસ્ત પ્રેમ નુ તો એવુ છે ને કે જયારે દુશ્મન બહાર ના હોય તો તેની સાથે વાત ના કરીને કે બીજુ ગમે તે કરીને દુશ્મનાવટ પતાવી શકીએ પણ પ્રેમમાં? એમાં તો દુશ્મન જ પરીવાર બનીને બેઠુ છે તો ત્યાં શું કરવું? એટલા માટે એટલુ વિચારવુ પડે છે.

પ્રેમ જમીને આવ્યો અને તે જયાં સ્ટડી કરતો ત્યાં રૂમમેટ સાથે મળીને ટી.વી લીઘેલુ એટલે ટી.વી જોય કરયો હતો. લગભગ ૧૦ વાગ્યા હશે રાતના. સાથે બીજો એક રૂમમેટ હતો પણ તે કોઈ બીજા મિત્રને ત્યાં જવાનો હતો એટલે પ્રેમ એકલો જ હતો.

એકલા એકલા કંટાળયો હતો. રાતના ૧૨ વાગ્યા અને ટી.વી જોયને પણ થાકયો હતો. લગભગ પુજાને મીસ કરતો હતો. બાજુની રૂમમાં ગયો અને બેગ ખોલી જેમાં પુજા એ આપેલા ગીફટ અને લવલેટર હતા. જયારે જયારે તે પુજાને મીસ કરતો ત્યારે ત્યારે બેગ ખોલીને બેસી જતો. તે ધીમે ધીમે બઘુ જોય રહયો હતો. ત્યાં પુજાનો ફોટો હાથમાં આવ્યો. તેની આંખમાં થોડા એવા આંસુ તો પહેલે થી જ હતા પણ હવે રહેવાય તેમ ના હતુ પ્રેમથી. આંખમાં ભરાયેલો આંસુડા નો દરીયો ખાલી કરયા વગર છૂટકો ના હતો. રડવા લાગ્યો, જોરજોરથી રડવા લાગ્યો પણ ત્યાં કોઈ તેને સાંભળવા વાળુ ના હતું અને હતુ તો એ દૂર હતી એક માત્ત પુજા. રાત ના ૧૨ વાગ્યે કોઈ પ્રેમને પૂછવા વાળુ ના હતું. હકીકતમાં પ્રેમનુ કોઈ હતુ જ નહી બસ પુજા સિવાય. પ્રેમ રડતો જ હતો પણ તેના શબ્દોની કોઈ વાચા ના હતી. કોઈ પૂછવા વાળુ પણ ના હતુ અને કોઈ સંભાળ લેવા વાળુ પણ ના હતું. બસ રડવા વાળો પણ પ્રેમ પોતે જ હતો અને પોતાની સંભાળ લેવા વાળો પણ પોતે જ. પ્રેમે પોતાને સંભાળયો અને રડવાનુ ધીમે ધીમે બંધ કરયુ.

બઘી ગીફટ હતી એમ જ પેક કરી પ્રેમ બાલ્કની તરફ ગયો અને ત્યાં ખુરશી પર બેઠો. રાત નો ૧ વાગ્યો હતો પણ તેને સમય ની કોઈ પડી ના હતી. રાત વીતી રહી હતી અને સમય પણ કોઈના રોકે રૂકતો નથી. ઘણા બઘા સવાલો જન્મ લઈ રહયા હતા પણ જવાબો માટે રાહ જોવી પડે એમ હતી અને બહુ મહેનત પણ કરવી પડે તેમ હતી. રાતના એ ઘોર અંધકારમાં બસ એક જ દિલ જાગી રહયુ હતુ જે પ્રેમનુ હતુ. એ જ બાલ્કનીમાં બેસીને પુજા સાથે આખી આખી રાતો વાત કરતો તેને મહેસુસ કરી રહયો હતો. તે વાતોને યાદ કરી રહયો હતો. ભગવાન કયાં રહેતો હશે અને કેવો દેખાતો હશે એની તો ખબર ના હતી પ્રેમને પણ આકાશમાં ચાંદ તરફ જોઈને બસ એક જ વાત કહયા કરતો.

હે ભગવાન તું બઘુ લઈ લે પણ બસ મને મારી પુજા આપી દે...

લગભગ રાતના ચાર વાગ્યા સુધી તે વિચારતો જ રહયો. તે વિચારતો હતો કે હું પાપ કરૂ છુ કે પ્રેમ? નાના હતા તો બઘા કહેતા કે પ્રેમ કરો હવે એને જ તે પાપ કહે છે. પ્રેમ પાસે બે ઓપ્શન હતા. પહેલો એ કે પરીવાર ને મનાવી લગ્ન કરે અને બીજો એ હતો કે ભાગી જાય પુજાને લઈને અને મેરેજ કરી લે. પણ પ્રેમ પોતાની જિમ્મેદારીઓ થી ભાગવા માં નહોતો માનતો. જો તે આજે પુજાને લઈનેે ભાગી ને મેરેજ કરી લે તો પછી તે બીજી જિમ્મેદારીઓ કેમ પુરી શકવાનો? એટલે તે પરિસ્થિતિ જે નિર્માણ થઈ જ ગઈ છે તેને છોડી ને ભાગીને મેરેજ કરવા માં તો માનતો જ નહોતો. તો વધ્યો પછી એક જ વિકલ્પ જે કઠીન હતો પણ તે બઘાને મનાવીને અરેન્જ+લવ મેરેજ કરવા જ માગતો હતો અને કદાચ ભાગી જવાનો વિચાર પ્રેમના મન માં આવ્યો પણ ખરા. પણ પ્રેમ અને પુજાના પરીવારની આબરૂનું શું? પપ્પા એ કેટલા વર્ષ કરેલી મહેનત અને ભેગી કરેલી ઈજ્જતને એક જ ચુટકીમાં માટી માં ભેળવવા માટે પ્રેમ તૈયાર ના હતો. તમને ખબર છે જે આ દુનીયામાં બઘાનું વિચારે છે ને તે જ હંમેશાં ખુશ નથી રહી શકતા બાકી જે સ્વાર્થી હોય તે મસ્ત લહેર કરતા જોવા મળશે તમને. અને બીજી હજુ એક ખાસ વાત તમારે હંમેશાં સફળતા અને મોટુ નામ જાતે જ કમાવું પડે છે બાકી બદનામી તો બીજા લોકો આપણને કમાઈને આપતા હોય છે. માટે પ્રેમ બઘાની મંજૂરી થી પુજા સાથે લગ્ન કરવા માગતો હતો નહીતર આખી જીદંગી કુંવારો રહેવા પણ તૈયાર હતો.

રાતના ચાર વાગી ગયા હતા અને પ્રેમ હજુ પણ બાલ્કનીમાં જ બેઠો હતો હવે તેની કમર દુખવા લાગી હતી એટલે તે પથારી પર સુવા માટે ઉભો થયો અને ગાદલા પર આડો પડયો. ફોનનો લોક ખોલ્યો અને પુજાના ફોટા જોઈ રહયો હતો. અને લાસ્ટમાં તે બંનેનો સાથે એક ફોટો આવ્યો જેમાં પુજા મસ્ત કયુટ અને પ્રેમની સપનાની પરી લાગી રહી હતી તેને પુજાને એક મસ્ત કીસ આપી. એટલે તેના ફોટાને કીસ કરી અને ફોન લોક કરી આંખ બંધ કરી.

તે હજુ પણ પુજા વિશે જ વિચારી રહયો હતો કારણકે તેની લાઈફમાં પુજા કરતા વધુ કોઈ મહત્વની વ્યકિત હતી જ નહી બસ એક માત્ત પુજા જ પ્રેમ માટે આખી દુનીયા અને આખી જીદંગી હતી.

પ્રેમ હજુ સુતો ના હતો તે તેની પુજા સાથેની પહેલી મુલાકાત યાદ કરી રહયો હતો. પહેલી જ મીટીંગ માં બંનેના કપડાનું મેંચિગ થઈ ગયેલુ તે યાદ કરી રહયો હતો. બ્લુ ટોપ અને બ્લુ જીન્સ માં તેની સાથે ખુલા લ્હેરાતા એ રેશમ જેવા વાળ. બસ માત્ત યાદ કરીને જ ખુશ થઈ રહયો હતો ત્યાં ઊંંઘ આવી ગઈ અને છેવટે પ્રેમની રાત હવે શરૂ થઈ સવાર ના પ વાગ્યે.

હું થોડી વાર્તાને હવે ગતિ આપુ છું.

પુજાનો બર્થ ડે આવી રહયો હતો અને માત્ત એક વીક ની વાર હતી. પુજાનો બર્થ ડે ૧ જાન્યુઆરી એ આવતો અને પ્રેમનો બર્થ ડે તેના એક દિવસ પછી ૩ જાન્યુઆરી. બંને ના બર્થ ડે સાથે જ આવતા.

ત્યાં પ્રેમના ફોનની રીંગ વાગી. અચુક એ પુજાનો જ ફોન હતો.

હલો માય લવ શું કરે છે? “પુજા બોલી.”

બસ એમ જ ટાઈમપાસ કરૂ છું. “પ્રેમ બોલ્યો.”

હાય હાય હું તારી લાઈફમાં છું તો પણ તું બીજા જોડે ટાઈમપાસ કરે છે? તને શરમ નથી આવતી પ્રેમ? “પુજા બોલી.”

અરે હવે એવો ટાઈમપાસ નહી એમ જ ટીવી જોતો હતો તું શું કરે બોલ? “પ્રેમ બોલ્યો.”

“હા, હા મને ખબર છે તે પટાવી તો હશે જ કોઈને હસતા હસતા પુજા બોલી.”

ના રે, હું માત્ત એકને જ શું કામ પટાવુ? ૩-૪ ને પટાવી છે પ્રેમ એ સામે મસ્તી વાળો જ જવાબ આપ્યો.

હા હા મને ખબર છે તું કોઈને પટાવે તેમ નથી. “પુજા બોલી.”

તો પછી તારા વિચારો માંથી ઊંંચો આવુ તો બીજી કોઈને પટાવુ ને પુજા. તુ જ ચોવીસે કલાક મારા દિલ અને દિમાગ માં ફરયા કરે છે એટલે કોઈ ને પટાવવા ની જરૂર નથી સ્વીટહાર્ટ. “પ્રેમ બોલ્યો.”

હમ્મમ તો સારૂ બેબી અને હમણા તારો બર્થ ડે આવે છે. તુ ઘરે આવવાનો છે ને મારે મળવુ છે તારા બર્થ ડે પર. પુજા બોલી.

તું મળવાની હોય તો આવુ જ ને બાકી કોઈ આવવાની ઈચ્છા નથી. “પ્રેમ બોલ્યો.”

લાસ્ટ બર્થ ડે ની જેમ વધુ તો નહી મળી શકુ પણ અડઘી કલાક જેવો સમય હશે મારી પાસે. “પુજા બોલી.”

“હમ્મમ કાઈ નહી ચાલશે પણ મારે પણ તારા બર્થ ડે પર મળવુ છે કાઈ સેટીંગ કરી રાખજે.” પ્રેમ બોલ્યો.

હા, ચોક્કસ અને ચાલ હવે તારૂ ધ્યાન રાખજે. “લવ યુ એન્ડ મીસ યુ સો મચ.”

તુ પણ તારૂ ધ્યાન રાખજે. “લવ યુ ટુ એન્ડ મીસ યુ પુજા.”

પ્રકરણ - ૭

પ્રેમ પુજાને આપવા ગીફટ વિચારી રહયો હતો તેની ગીફટમાં કવિતા તો હોય જ જે માત્ત પુજા માટે સ્પેશ્યલ હોતી અને તેની પ્રિન્સેસ નો બર્થ ડે હતો એટલે બીજુ કાઈ આપવા માટે વિચારી રહયો હતો.

એટલા માં બર્થ ડે વાળી રાત આવી ગઈ. પ્રેમ બહુ ઉત્સુક હતો પણ આ વખતે તે ૧૨ વાગ્યે પુજાને વિશ કરી શકે તેમ ના હતો અને ૧૨ વાગી ગયા.

તેને આંખ બંધ કરીને પુજાને વિશ કરી તે બંને ના શરીર ચોક્કસ અલગ હતા પણ દિલ? દિલ અને લાગણીઓ જોડાયેલી હતી. પ્રેમને વિશ્વાસ હતો તે ફોન વગર પણ પુજાને મનોમન વિશ કરયુ તે પુજાને ચોક્કસ ખબર પડી જશે.અને પડે કેમ નહી કારણકે પુજા પણ પ્રેમના વિશ ની જ રાહ જોય ને બેઠી હતી.

સવાર પડી પ્રેમ ઉઠીને તૈયાર થઈ ગયો. પીંક શર્ટ અને બ્લેક જીન્સ તે પુજા ના ગીફટ લઈ તેને મળવા ઉપડી ગયો. પ્રેમ માટે આખા વર્ષનો ખાસ દિવસ હતો આજે. ૧ જાન્યુઆરી પુજા નો બર્થ ડે.

બંને ની મીટીંગ દરવખતે અલગ અલગ જગ્યાએ હોતી અને એવી જગ્યાએ હોતી જયાં કોઈ બીજા કયારેય મળયા નહી હોય. આ વખતેની મીટીંગ હતી જયાં બેંકના એટીએમ હોય ત્યાં. પુજા પહેલે થી જ પહોંચી ગઈ હતી અને પ્રેમની રાહ જોઈ રહી હતી. તે પણ એટીએમ માં જ ઉભેલી હતી અને પુજાને ખબર પડે પ્રેમ આવ્યો તે પહેલા પ્રેમ એ તેને પાછળથી પકડી લીધી. પુજા થોડી ડરી ગઈ પણ જયારે પ્રેમનો ફેસ જોયો ત્યાં તો ખુશખુશાલ થઈ ગઈ. અને પુજા પણ પ્રેમની બાહોમાં ભીડાઈ ગઈ. થોડીવાર આમ જ બંને એકબીજાના આલિંગન માં રહયા અને જાણે એકબીજાના શરીરો એકબીજા સાથે વાતો કરી રહયા હોય તેવુ લાગી રહયુ હતું.

બંને છુટ્ટા પડયા અને પ્રેમ એ પુજાના કપાળ પર એક કીસ કરી અને બર્થ ડે વીશ કરયુ. લાગી તો એવુ રહયુ હતુ જાણે બંને એ એટીએમ ને ભાડા પર ખરીદી ના લીધુ હોય બંને બસ એકબીજા સાથે વાતો કરવા માં અને એકબીજાને જોવા માં જ વ્યસ્ત હતા. તેમને આજુબાજુમાં શું થઈ રહયુ છે તેની કોઈ જાણ ના હતી.

આજે પણ અજાણતા મેચિંગ થઈ ગયુ હતુ. પુજા પણ પીંક ડરેસ પહેરીને આવી હતી અને મસ્ત તૈયાર થઈને આવી હતી. તેના કાન પ્રેમ એ આપેલી ડાયમંડ બુટી દૂર થી જ ચમકી રહી હતી.

થેંકસ ફોર કમ. “પુજા બોલી.”

હવે થેંકસ વાળી ના થા તું. તારો બર્થ ડે મારે કોઈ તહેવાર કરતા ઓછો થોડી ને છે પુજા.

અને તારા બર્થ ડે માટેની ગીફટ હું અત્યાર થી જ લઈ આવી છું. મળવાની પુરી ટ્રાય કરીશ કદાચ મેળ ના પડે તે માટે. પુજા બોલી.

હા, અને બર્થ ડે ગર્લ યુ આર લુકીંગ સો મચ પ્રેટી. “પ્રેમ બોલ્યો.”

“બસ તારા પ્રેમનો જ નિખાર છે આ. હસતા હસતા પુજા બોલી.”

અને પુજાને હસતી જોય પ્રેમના કાળજા માં તો બાણ વાગી રહયા હતા પ્રેમના પણ.

અને હા, પ્રેમ હું પપ્પાને સારો વખત જોયને બધી વાત કહી દેવાની છું. હવે હું કાઈ છુપાવા નહી માગતી. પુજા બોલી.

હા, પુજા તને જે સારૂ લાગે તેમ કરજે. “પ્રેમ બોલ્યો.”

ચાલ હવે વધુ સમય નથી પાછી ઘરે જીશ તો હજાર સવાલો નો ટોપલો પડશે. “પુજા બોલી.”

હમ્મમ સાચુ છે અને ધ્યાન રાખજે હા તારૂ બર્થ ડે પર મસ્ત એન્જોય કરજે અને રાતે કાઈ બહાર હોટેલ માં ફૂલ ફેમેલી સાથે જમી આવજે અને હા મારી પાર્ટી જમા જ રહેશે. “પ્રેમ બોલ્યો.”

અને પુજા ફરી પ્રેમની બાહો માં આવી ગઈ. આજની હગ માં કોઈ અલગ જ વાત હતી. વર્ષોની જંખના અને પ્રેમની કલ્પના આ હગ માં જ પુર્ણ થતી નજર આવી રહી હતી. બંને ના હોઠ માત્ત બે સેકન્ડ માટે ભીડાઈ ગયા અને પ્રેમનું રસપાન પરસ્પર વહેંચાય ગયુ. પ્રેમ એ પુજાને પોતે લાવેલો હતો તે ગીફટ આપી અને બંને છુટ્ટા પડયા.

પુજા ઘરે પહોંચી અને તેને આજે ગીફટ જોવાની જલ્દી હતી ખાસ કરીને કવિતા. તેને તે ગીફટ નું પેકેટ ખોલ્યુ.

સાથે ૩ લેટર હતા જેના પર કાઈ જૂદુ બઘા લેટર પર લખ્યુ હતું. પહેલા ૨ લેટર તેના બર્થ ડે પર જ ખોલવાના હતા અને ૧ લેટર ૩ જાન્યુઆરી એટલે પ્રેમના બર્થ ડે પર ખોલવાનો હતો.

પહેલો લેટર ખોલ્યો. જયાં લખ્યુ હતુ તે પુજા વાંચવા લાગી.

હાય માય હની. મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધી ડે. માય જાન લવ યુ સો મચ ઈટ્‌સ ઓન્લી ફોર યુ માય લવલી બર્થ ડે ગર્લ જેમાં એક ડાયમંડ પેન્ડલ સાથે ચેન હતો જે જોઈને પુજા ખુશ થઈ ગઈ કારણકે તેને ડાયમંડ વાળી વસ્તુ વધુ પસંદ હતી.

બીજો લેટર ખોલ્યો જેમાં તેની ફેવરીટ કવિતા હતી અને તે કવિતા ખોલી.

કવિતાઃ૧

દ્ઘટ્ઠટરે ઙ્ઘદ્ઘાીિાજ ઙ્મજ ટૂંદ્ઘર ,જ ંરટ્ઠહટરૃ

ષ્ઠિ ાંઙ્ઘજ ષ્ઠજમ્ ટ;ર ,જ ંરટ્ઠહટર-

ખ્તજી દૃેીાજઅ ૈઅ જિદ્ઘજ ,જ ંરટ્ઠહટરૃ

ઙ્ઘૐાર ખ્તાહ્લા ીજી રૂટ્ઠૂેૈ િાજ ઙ્ઘૐાર ષ્ઠરેા ષ્ઠાાં ઙ્ઘજ ન્કાજઅ-

ષ્ઠખ્તૂિ હજચાજ ખ્તઙ્મરે જખ્તદ્ઘજૃ

ૈદ્ઘ ેા હરચાર ચાૂષ્ઠઙ્મુદ્ઘરિર્ ાજ હરઅ ઙ્ઘર-

ખ્તાદ્ઘ ટ;ા ીજટ્ઠ ચાૂહ ઙ્મજ ખ્તરૃ

ષ્ઠિ ષ્ઠજષ્ઠઙ્મ ઙ્મર ખ્તાજ ટહ્વ ,જ ંરટ્ઠહટર-

દૃા;ા ઙ્ઘાજહ્વ ’ાડ્ઢઙ્મ ,જઙ્માૃ

આ;ાર્ ાજ ૈં;ાદ્ઘ ,જઙ્મા-

ષ્ઠજષ્ઠઙ્મ ઙ્મર ંરટ્ઠહટર ીજટ્ઠ દૃા;ર ોંૃ

ષ્ઠટ્ઠ/ા ખ્તાજમજ ૈજ દૃા;ર ીૂન્ઙ્ઘો-

ખ્તદ્ઘ દ્ઘટ્ઠટ અટિા હ્લાા ઙ્મૂખ્તોા દ્બઙ્મઙ્ઘાૃ

અટરિ હ્લાર ખ્તઙ્મરે ૈદ્ઘદ્ગા;ર-

ઙ્ઘજઙ્મા દ્ઘાજટ અટા;ા િૂીેજૃ

ાંજ દ્ઘાિ ઙ્ઘાજ ેરટ્ઠહ ૐાર ીૂહ્વજ ેા દૃાહ્વઢ-

દ્ઘાિાજ ઙ્ઘાજ દૃડ્ઢઙ્મદ્ઘ િેંખ્તાહ્વઢ ઙ્ઘાજ ીજટ્ઠેજ ઙ્ઘખ્તાૃ

ઙ્માજ ાંદ્બ ;ા ચાાજ ાંદ્બ-

દ્ઘજખ્ત ાંદ્બ ;ા ષ્ઠજખ્ત ાંદ્બૃ

હ્લાાીટ્ઠઅૂ દ્બઙ્મજ ;ા ીજટ્ઠ ઊરઙ્મઅ ાંદ્બ-

ેા દ્બઙ્મેજ ઙ્ઘૂદ્ગ ઙ્ઘખ્તા ેા ીજટ્ઠેજટ્ઠ ઙ્ઘૂદ્ગ ોંાૃ

ૈદ્ઘ ંષ્ઠ દ્બઙ્મેજ ઙ્ઘખ્તા ીૂંજ-

ચાાજેજ હજ ીૂંઙ્ઘાજ િૂીંજટ્ઠ ષ્ઠજખ્ત ોંજ હજ દૃાૃં

ેા દ્ઘખ્તજ ઊાઙ્મઅજ ેા દ્ઘખ્તજ હુદ્ઘર;ા ,ઙ્ઘ ખ્તાજ ોંજ હજ દૃાં-

ઙ્ઘૂદ્ગ ીરરૂાં ીૂંઙ્મજ હ્વઙ્મ દ્ઘિાખ્ત ેા ઙ્ઘદ્ઘ ૈા,જ ઙ્ઘાજહ્વ ૂંહાૃ

ૈં;ાદ્ઘ ખ્તાજ ાં,જ દૃીદ્ઘ ખ્તીાદ્ઘા ષ્ઠે ાં,જ ખ્તી હાજ હરઅ ,ઙ્ઘ ોંૃ

ેા ખ્તાજ િાઙ્ઘિ ઙ્ઘરઙ્મરઙ્ઘર ેા ખ્તાજ ઙ્ઘરઙ્મરઙ્ઘર દૃાજઙ્ઘાિ-

ાંજ િાજસ્ ઙ્મઙ્ઘજ હ્વઙ્મ ષ્ઠટ્ઠ/ો ઙ્ઘાજૃ

,જઙ્મા ૈજીહા ખ્તર ઙ્ઘખ્તા ખ્તૂદૃા ખ્તજી ીાહ્વ ઙ્ઘા આઅ-

કવિતાઃ૨

હતી જયારે તું મારી સંગાથે,

મારે તને કાઈ કહેવુ તું.

નરી આંખે જોવી હતી અને,

દિલમાં તારા રહેવુ તું.

હસવાની એ કળા અને શરમાવાંની એ અદા,

પાગલ થઈ પ્રેમમાં પણ મને.

તારી સાથે જ જીવવું તુ,

અવકાશના એ તારલા વચ્ચે મારે ચાંદ બનીને રહેવુ તુુ.

જો તુ ના બને ચાંદની તો અમાસ બનીને પણ જીવવુ તુ,

બે પળ જીવનની.

મારે હસતા હસતા જીવવુ તુ,

કોઈ ભલે ગમે તે કહે.

મારે તો એક તારો જ આશિક બનવુ તુ.

કવિતા વાંચીને તે હંમેશાં ખુબ ખુશ થતી જે આજે પણ થઈ ગઈ અને બસ એટલુ જ કહી શકી યુ મેડ માય બર્થ ડે પ્રેમ.

લવ યુ સ્વીટહાર્ટ.

૩ જો લેટર તો પ્રેમના બર્થ ડે પર ખોલવાનો હતો એટલે તે એમ જ રહેવા દીધો.

હવે જોવાનુ એ છે કે શું પુજા પ્રેમને મળી શકશે? શું પ્રેમનો બર્થ ડે સ્પેશ્યલ બનશે? કે પછી પ્રેમનો બર્થ ડે આવે તેમ જ જતો રહેશે? પુજા ઘરે બઘી વાત કરશે તો પરીવારની પ્રતિક્રિયા શું હશે? તેના માટે આગળના પાર્ટની રાહ જોવી પડશે.

રીવ્યુ અચુક આપજો સારો કે મોળો બસ તમારા રીવ્યુની રાહ માં.

ક્રમશઃ

Email id: kajavadarapiyush786@gmail.com

Mob. No: 9712027977