Preni Pooja Ke Poojano Prem Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Preni Pooja Ke Poojano Prem


પ્રેમની પુજા

કે

પુજાનો પ્રેમ

-ઃ લેખક :-

પિયુષ એમ. કાજાવદરા

kajavadarapiyush786@gmail.com

+91 971-202-7977

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રસ્તાવના

મારૂ નામ પિયુષ અને હું એક મિકેનીકલ એન્જીન્યર છુ અને ખાલી છું જ બાકી મને એવો મશીશ સાથે લગાવ તો છે પણ તે મારા એવા કાઈ રગે રગ માં દોડી નથી જતો મને જે ગમે છે તે કરવા માં જ મેં વધુ માનુ છુ એ પછી બીજા ને પસંદ છે કે નહી એવો મારી પાસે વિચાર વાનો સમય નથી. ખરેખર તમે પણ એક વાર દિલનું તો માની જો જો અને જો એ કામ સંમ્પૂર્ણ થશે પછી જે ખુશી જે આનંદ મળશે એ લગભગ બીજાના કહેવા કે સાંભળવાથી તો ખુબ જ ઉપર હશે. મેં જેવો દેખાવ છુ તેવો જ છુ પણ હું મારા અમુક સિક્રેટ ને છુપા રાખવામાં વધુ માનુ છુ.

હવે બીજુ થોડુ આગલા ભાગમાં કહીશ.

પ્રેમ એક એવો શબ્દ, એક એવો ભાવ, એક એવી ભગવાનની રચના અને એક એવુ સત્ય જે કદી કાઈ જોય શકાતુ નથી બસ ખાલી એને અનુભવી જ શકાય છે. આંખો અને લાગણીઓથી એને માણી જ શકાય છે. મારા જીવનમાં મને વ્હેમ તો ઘણી વાર થયા પણ પ્રેમ! ફક્ત એક જ વાર. એ પણ સાચો? એતો કદાચ ના સમજાવી શકુ પણ એટલુ જરૂર કહી શકુ તે ખોટો તો જરા પણ નથી. નથી એમાં મારો થોડો પણ સ્વાર્થ કે નથી કોઈને લૂંટીને ભાગી જવાની વાસના. જો આનેજ સાચો પ્રેમ કહેવાતો હોય તો બસ આવો જ પ્રેમ મને પણ થયો છે.

સાચુ, હું આવો તો પહેલા બિલકુલ ના હતો એટલો જિદ્દી પણ ના હતો. જિદ્દી તો અત્યારે પણ નથી બસ એક તુ જોઈએ હવે મને મારી જીદંગીમાં એ જ એક જીદ્દ છે મારી. અને બસ એક તારો જ પ્રેમ જોઈએ. તમને ખબર ના હોય તો બીજી એક વાત પણ બોલતો જાવ પ્રેમ કયારેય ઘરડો નથી થતો કે પછી નથી જૂનો થતો બસ કયારેક પ્રેમમાં સમજણ ઘટી જાય છે તો કયારેક અપેક્ષાઓ વધી જાય છે.

હું અહીં લઈને આવ્યો છુ થોડી જૂદી જ અને એકમેક વગર ના જીવી શકે એવી એક પ્રેમ કરતા જવાનીયા ઓ ની સ્ટોરી.

છે કાલ્પનિક પણ મારી જીદંગી સાથે પુરે પુરી મળતી છે.

આ હજુ પહેલો પાર્ટ છે આ જ સ્ટોરી નો બીજો પાર્ટ બોવ જલ્દી પબ્લીશ થશે.

સ્ટોરી નો પહેલો પાર્ટ છે આ જે મે ૩ પ્રકરણ માં છે અને બીજો પાર્ટ પણ બોવ જલ્દી રીલીજ થશે.

પ્રકરણ : ૧

“પૂ...પૂ અવાજ કયાંથી આવે ખબર ને તને?”

“પ્લીજ પ્રેમ તુ મને હેરાન ના કરીશ. મારો મુડ નથી આજે”.

“કેમ? દીકુ શું થયુ મારી જાન ને?”

“યાર પ્રેમ મેં તને બઘી વખત કહુ છુ મારે તારી સાથે ફોટો પડાવવો છે પણ તું યાર છે મારૂ તો માનતો જ નથી.

અરે પુજા જવા દેને આપણે સગાઈ કરી લઈએ પછી બોવ બઘા પડાવશુ.”

“બસ તારૂ તો બઘી જ વાત માં આવુ જ હોય.”

“પ્રેમ નું થોડુ મોઢુ પડી ગયુ અને એ પણ થોડો મુડલેસ થઈ ગયો.”

ત્યાં પુજા બોલી... “પૂ...પૂ અવાજ કયાંથી આવે ખબર ને?”

ત્યાં તો બંને જોર જોરજોરથી હસી પડયા.

પ્રેમ એ પુજાને પૂ કહીને બોલાવતો અને પૂ કહીને જ ચીડવતો. કયારેક બંને નાના બાળક બની જતા તો કયારેક બંને માતા-પિતા બની જાય ત્યાં સુધીનું વિચારી લેતા.

બંને સાથે ફરીને પછી બગીચાના બાકડા પર બેઠા હતા અને ગમ્મત ભરી વાતો કરી રહયા હતા. ત્યાં અચાનક પુજા બોલી.

“અર્‌ર્‌રે પ્રેમ યાર તે મને વાતોમાં પરોવી દીધી. તને ખબર છે મેં મમ્મીને ૧ વાગ્યે પાછી આવી જીશ એમ કહીને નીકળી હતી અને ૧૨.૪પ તો તે અહીં જ કરી નાખ્યા.”

“હા, એ તો મેં જ ને તુ તો જાણે કાઈ બોલતી જ ના હોય તેમ કરે છે. અને હા મેં થોડી તને અહીં પરાણે બેસાડી રાખી હતી.

પુજા આમ તેમ જોઈ રહી હતી અને તેને કોઈ દેખાયુ નહી એટલે ધીમે રહીને પ્રેમને ગાલ પર હળવી એવી કીસ કરીને ઉભી થઈ ગઈ”.

ચાલ હવે બાઈક બહાર કાઢ એટલે આપણે નીકળયે.” પુજા બોલી.”

પ્રેમ પણ પાછો તો પડે એમ ના હતો તેને પણ મૌકાનો ફાયદો ઉઠાવી પુજાને પણ ગાલ પર હળવી એવી કીસ કરી અને ગળે લગાડી લીધી. તે બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો બહુ ગમતો કેમ સમય નીકળી જાય બંને સાથે હોય ત્યારે તે તે બંનેને પણ ખબર ના રહેતી.

પ્રેમ બાઈક ચાલુ કરે છે અને પુજા સ્કાર્ફ બાંધતી બાંધતી પાછળ બેસી જાય છે. બંને ધીમે ધીમે વાતો કરતા કરતા ચાલી નીકળે છે અને પ્રેમ પુજા ને તેના ઘરથી થોડે દૂર જ ઉતારતો કે પુજાને વધુ ચાલવુ ના પડે પણ ઘરની નજીક જ ઉતારવા માં ડર રહેતો કે કોઈ જોય જશે તો? પણ એક વાત તો માનવી જ રહી જેટલો ડર હોય મનમાં તેના કરતા વધુ હિંમત હોય છે સાચા પ્રેમમાં. બધુ સહન કરવાની હિંમત. કોઈ કારણ વગર એક બીજાની વાત માનવાની હિંમત. કોઈ અચકાહટ વગર એકબીજાને અર્પણ કરવાની હિંમત.

તે ઘર નજીક ઉતારતો એટલે જે કહેવાનુ હોય તે બાઈક ચાલતી હોય ત્યારે જ કહી દેતો.

"જો ઘરે પહોંચી જા એટલે મને પહેલા એક મીસકોલ કે મેસેજ કરી દેજે. અને પેટ ભરી ને જમી લે જે. જો તું ના જમી તો મેં પણ નહી જમવાનો." પ્રેમ બોલ્યો.

ત્યાં પુજા એ ચાલતી બાઈક પર જ પ્રેમને મસ્ત હગ કરી લીધી.

પુજા જાણતી હતી પ્રેમ તેને એટલુ દર વખતે કહેતો હતો અને પ્રેમ તેનુ ધ્યાન રાખતો તે તેને બોવ જ ગમતુ. કયારેક ખીજાતો તો પછી કયારેક ખુબ પ્યારથી મનાવતો. પુજાની આંખમાં આંસુ જોવે તો તરત જ હસાવતો.

"બાઈ પ્રેમ અને હા મેં પહોંચીને મેસેજ કરી દઈશ. તુ પણ જમી લે જે હું પણ જમી લઈશ તારૂ ધ્યાન રાખજે. લવ યુ... એક મસ્ત ફલાયીંગ કીસ આપીને પુજા બોલતી બોલતી તેના ઘર તરફ ચાલવા લાગી."

પ્રેમ પણ પોતાના ઘર તરફ જવા નીકળી ગયો.

તે વિચારતો હતો પપ્પા સૂતા હોય તો સારૂ કારણકે જો જાગતા હોય તો ઘણા બઘા સવાલ ના જવાબ આપવા પડે એ પણ ખોટા.

તે ઘરે પહોંચયો પણ પપ્પા જ ઘરે ના હતા એટલે તો વધુ ખુશ થઈ ગયો. ઘરે પહોંચીને હજુ તો પુજા એ આપેલી કેડબરી ફ્રીજમાં મૂકતો હતો ત્યાં જ કોઈ મેસેજ આવ્યો ફોન પર. તેને ફોન કાઢીને જોયુ તો પુજાનો જ મેસેજ હતો.

હાય, સ્વીટહાર્ટ મેં ઘરે પહોંચી ગઈ છુ અને મારા ઘરે કોઈ પ્રોબલ્મ નથી આવ્યો એટલે હવે મેં જમીને પછી તને મેસેજ કરૂ અને તું પણ જમી લે જે બેબી.

હા, દીકુ લવ યુ પુજા કહીને પ્રેમે તેને રીપ્લાય આપ્યો.

પ્રેમ જમવા માટે બેઠો. અને તે પુજાની આપેલી કોઈ પણ વસ્તુ કોઈ સાથે શેર ના કરતો તે પછી નાની એવી ચોકલેટ હોય કે કોઈ મોટી વસ્તુ તે હંમેશાં એકલો જ ખાતો. કયારેક જ કોઈ સાથે શેર કરી લેતો.

પ્રેમ ને બે ભાઈઓ હતા અને બંને ના મેરેજ થઈ ગયેલા એટલે બે ભાભી પણ હતા તે અવાર નવાર પ્રેમ અને પુજા ના લગ્ન થાય તે માટે તેમની મદદ કરશે તેમ કહયા કરતા.

પ્રેમ જમીને સોફા પર આડો પડયો ત્યાં જ પુજાનો મેસેજ આવ્યો.. મેં જમી લીધુ છે તે પણ જમી લીધુ ને?

અને બંને વાતો એ વળગી પડયા. તે બંને હંમેશાં કોઈ પણ વખત મળયા હોય પછી એકબીજાની એ મુલાકાત કેવી લાગી તેવુ પૂછયા કરતા. બંને એ સાથે કરેલી વાતો, રોમાન્સ, પ્યાર ભરી એ કીસ, કોઈ જૂદા ના કરી શકે તેવુ આલિંગન. આ બઘી વાતો ફરી ફરી વાગોળયા કરતા. અને અજીબ વાત તો એ હતી ગમે એટલી વાત ના કરે કોઈ દિવસ થાકતા જ નહી બંને. બસ બઘી જ વાતમાં પ્રેમને પુજા દેખાઈ તો પુજાને પ્રેમ.

ખરી વાત તો હવે શરૂ થાય છે

બોવ કરયો પ્રેમ કસોટી તો હવે શરૂ થાય છે..

પ્રકરણ : ૨

પ્રેમ બહાર સ્ટડી કરતો હતો અને તેનુ વેકેશન પણ ખુલવાની તૈયારીમાં જ હતુ. બંનેની ફોન પર વાત થઈ. પુજા કહેતી મારે મળવુ છે તને તુ જાય તે પહેલા તો પહેલા તો પ્રેમ એ ના પાડી હમણા તેની પાસે વધુ સમય નથી રહેતો કે પુજાને મળી શકે. પછી થોડા સમય પછી પ્રેમ એ કહયુ મારે પણ મળવુ છે તને તો પુજા એ પહેલી વાર પ્રેમએ ના પાડેલી તેના ગુસ્સામાં ના જ પાડી દીધી.પછી પુજાને થયુ જે પહેલા પ્રેમને થયેલુ કે ના પાડી તો બિચારીને કેટલુ ખોટુ લાગશે તે હવે પુજાને થયુ કે બિચારાને દુખ થશે પાછી બંનેની વાત થઈ અને મળવાનુ નક્કી કરયું.

પ્રેમ પણ સવારે વહેલા ઉઠયો અને પુજાતો વહેલા ઉઠતી જ હતી. સવારે મળયા બંને અને પુજાની જ બાઈક પર મુવી જોવા માટે નીકળી ગયા. ત્યારે પુજા શાળામાં ટીચર ની નોકરી કરતી હતી. સ્ટુડન્ટ તો બંક મારતા જ હોય આજે ખુદ ટીચરે બંક મારયો હતો.

“પ્રેમ તુ આજે પ્લીજ જલ્દી કરજે હા, પુજા બોલી..”

“કેમ?”

અર્‌ર્‌રે તને યાદ નથી? આજે શનિવાર છે અને શનિવારે હાલ્ફ ડે હોય? એટલે મારે વહેલા ઘરે જવુ પડશે. પુજા એ કહયુ.

કાઈ નઈ સ્વીટહાર્ટ આપડે જલ્દી નીકળી જશુ. “પ્રેમ બોલ્યો.”

બંને મૂવી થોડુ બાકી હતુ તેે પેહલા જ નીકળી ગયા. થોડી વાતચીત અને પુજાએ પ્રેમને ખુબ ટાઈટ હગ આપી અને બંને નીકળી પડયા.

પ્રેમ જે દર વખતે કહેતો હતો તે આ વખતે પણ કહયુ અને પુજા પાછળ બેઠી બેઠી બઘુ સાંભળતી હતી.

પણ આ વખતે પુજાનો કોઈ મેસેજ કે કોલ ના આવ્યો. પ્રેમ ના મનમાં અવનવા વિચારો જન્મ લઈ રહયા હતા કે શું થયુ હશે? અને જયારે આપણે ગંભીર હોય ત્યારે હંમેશાં ખરાબ જ વિચાર આવતા હોય છે.

પ્રેમ ઉપર નીચે થઈ રહયો હતો. મન હવે હિલોળે ચડયુ હતુ. વિચારવાની શક્તિ નષ્ટ થતી જી રહી હતી. કોઈને કહી શકાય તેવુ પણ ના હતું. તે એક ખુણામાં બેઠો હતો અને પુજાને કોલ કરયો તો સ્વીચઓફ આવતો હતો. હવે તો એ એટલો ગભરાયેલો હતો કે કાઈ બોલી પણ ના શકે. મનમાં એક જ વિચાર આવતો હતો નકકી પુજાના ઘરે ખબર પડી ગઈ હશે બઘી.

વિચાર માં ને વિચાર માં તે લીન થઈ ગયો હતો કારણકે આવુ પહેલા કયારેય નહોતુ થયુ થોડુ મોડુ તો મોડુ પણ પુજા જણાવી દેતી. પ્રેમની ભૂખ તો મરી જ ગઈ હતી. મમ્મી એ જમવા બોલાવ્યો પણ નાસ્તો કરયો હતો તેમ બહાનુ બનાવી વાતને ટાળી દીધી.

થોડી વાર થઈ પુજાનો કોલ આવ્યો પણ બીજા નંબર પર થી આવ્યો હતો.

પુજા એ બસ ૧૦ સેકન્ડ જેટલી વાત કરી હશે.

“હેલો પ્રેમ, પુજા બોલુ છુ. મારા ઘરે કોઈ એ આપણા બંનેનુ કઈ દીધુ છે એટલે હમણા વાત નહી થાય પ્લીજ તુ તારૂ ધ્યાન રાખજે, મેં પણ મારૂ ધ્યાન રાખીશ.”

“પ્રેમને થોડુ જ બોલવાનો મૌકો મળયો. તે માત્ત આઈ લવ યુ જ બોલી શકયો.

અને સામે છેડે થી પણ અવાજ સંભળાયો, આઈ લવ યુ ટુ. અને ફોન કટ થયો.”

પણ પ્રેમને જેટલી નમ્રતા લાગી પુજાના અવાજમાં એટલી જ ગંભીરતા પણ સંભળાય. તેને ખબર પડી ગઈ હતી કે પુજા રડેલી છે. પ્રેમ પણ ગળગળો થઈ ગયો હતો. તેની આંખમાં પણ આંસુડા આવી રહયા હતા. હવે એમ થતુ હતુ કાશ આજે ના મળયા હોત. પણ હવે થવાનુ હતુ તે થઈ ચુકયુ હતુ. પ્રેમને ઘરે ખબર પડી તેનો ડર ના હતો પણ પુજા સાથે કાઈ બીજુ ના થઈ જાય તેનો ડર હતો. તે પુજાને ખોઈ ના બેસે તેનો ડર હતો. પોતાની જાન થી પણ વધુ વ્હાલી એ માસુમ જાનને ગુમાવી ના બેસે તેનો ડર હતો.. તેની આંખમાં આંસુ હતા. તે પુજાને મીસ કરતો હતો. તેને આ દુનીયાની ભીડમાંથી નીકળીને તેની બાહો માં જવુ હતુ. હંમેશાં હસ્તો એ માસુમ ચેહરો જોઈને તેને પણ હસવુ હતુ. આ દુનીયા છોડીને પ્રેમને પુજા સાથે કાઈ દૂર ભાગી જવુ હતુ. પણ ત્યારે પ્રેમ અને પુજાનો સમય નહોતો. પ્રેમ ચાહે તો પણ પુજાને આ પ્રોબલ્મ માંથી કાઢી શકે તેમ ના હતો.

આમ ને આમ બે દિવસ નીકળી ગયા પ્રેમનુ કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વસ્તુમાં કાઈ મન લાગતુ ના હતું. તે સાવ એકલો પડી ગયો હોય તેવો અહેસાસ તેને ત્યારે થતો હતો. તે સુતો હતો અને રાતના લગભગ ૨ વાગ્યા હશે. તેને પુજાની યાદ આવતી હતી અને બંને આંખો માંથી આંસુ પડી રહયા હતા તેને આ છેલ્લા બે દિવસો તે બે સદી જીવી ગયો હોય તેવા લાંબા લાગ્યા હતા અને ત્યારે તેને પુજાના પ્રેમની ખરી સમજ આવી હતી. પુજા વગર જીવવુ કેટલુ મુશ્કેલ છે એની ભાન ત્યારે તેને થઈ હતી તે કારણ વગર પુજા સાથે લડાઈ કરતો ત્યારે પુજાનુ એ દિલ કેટલુ રડતુ હશે તેની ખરી સમજ તેને ત્યારે થઈ. તે આંખ બંધ કરીને પુજાને યાદ કરતો હતો. લગભગ બીજી તરફ પુજા પણ પ્રેમને જ યાદ કરતી હશે તે પણ રડતી જ હશે. જેમ પ્રેમના બે દિવસ જીવવા મુશ્કેલ થયા એવી જ રીતે તેની પણ હાલત એટલી જ ખરાબ હશે. પ્રેમ જૂની યાદોને વાગોળી રહયો હતો. સાથે જોયેલા મૂવી અને બેઠેલા બગીચાની પળોને નજર સામે જોઈ રહયો હતો. તે ફોનમાં પાડેલા બંનેના ફોટો ને જોઈ રહયો હતો અને જૂના મેેસેજોને ફરીને ફરી વાંચી રહયો હતો. કયારેક મલકાતો હતો તો કયારેક ધીર ગંભીર થઈને આવી પડેલી પ્રોબલ્મમાં ગૂંચવાતો હતો. હવે તેની ધીરજ જવાબ દઈ રહી હતી તેની સહનશીલતા કાંઠા સુધી પહોંચી ગઈ હતી અને વિચાર માં ને વિચારમાં તે વહેતી રાતમાં સૂઈ ગયો. સારૂ હતુ કે ભગવાને ઊંંઘ તો નસીબ કરી નકર એક પ્રેમી દિલ હવે તો મરવા જ પડયુ હતુ.

સવાર થઈ અને ફોન હાથમાં લઈને જોયુ તો પુજાનો કોલ આવી રહયો હતો અને હજુ ઊંંઘમાં તેની આંખ પણ માંડ માંડ ખુલી રહી તે આંખ આજે એક જ વારમાં ખુલી ગઈ. તેની ખુશી નો પાર ના હતો અને તેને તરત જ ફોન રીસીવ કરયો તો સામેથી અવાજ સંભળાયો બહુ જ મઘુર અને ગરમ કાળજાને ઠંડક પહોંચાડે તેવો.

“હેલો પ્રેમ. શું કરે છે?” પુજા બોલુ છુ.

“હા. મને ખબર છે મેં તો હજુ ઉઠયો છુ સુતો હતો તુ શું કરે છે?” પ્રેમ બોલ્યો.

“અર્‌ર્‌રે યાર તારી સાથે વાત કરયા વગર મને જરા પણ નથી ગમતુ બોવ મીસ કરૂ છુ પ્રેમ તને. તુ યાર કાઈ ભગાડી ને લઈ જા ને પ્લીજ! કોઈ સરખી વાત પણ નથી કરતુ મારી સાથે મારે બસ તારી સાથે જ આવવુ છે.” પુજા બોલી.

તુ ટાઈમસર બઘુ જમી લે છે ને? અને કોણ સરખી વાત નથી કરતુ હા દીકુ તારી સાથે?” પ્રેમ બોલ્યો.”

એ બઘુ અત્યારે હુ નહી કહી શકુ એટલે દીકુડા તુ ટાઈમસર બઘુ જમી લે જે અને મેં એક લેટર મારી ફ્રેન્ડ દિવ્યા ને આપી દઈશ તુ એની પાસે થી લઈ લે જે અને તેમાંથી બઘુ વાંચી લે જે પ્રેમ.

અને ચાલ કોઈ જશે તો પ્રોબલ્મ થશે હવે તુ તારૂ ધ્યાન રાખજે અને મારી ચિંતા ના કરતો પ્લીજ.” પુજા બોલી.”

“હા,મેં દિવ્યાને કોલ કરી ને લઈ આવીશ ચાલ અને મેં તારી ચિંતા નહી કરૂ તો કોણ કરશે હા?” પ્રેમ બોલ્યો.

મને ખબર છે તુ બોવ ચિંતા કરે છે મારી પણ એટલી બઘી પણ ના કરતો હવે પ્લીજ. પુજા બોલી.

ચાલ યાર મારે તો બોવ બઘી વાત કરવી છે પણ હવે થાય તેમ નથી. પુજા હસતા હસતા બોલી.

આઈ લવ યુ સો મચ પુજા. “પ્રેમ બોલ્યો.”

આઈ મીસ યુ યાર સો મચ. પુજા બોલી અને સાથે આઈ લવ યુ ટુ કહીને બાઈ બાઈ કરી પુજા એ ફોન કટ કરયો.

પ્રેમના ફેસ પર તો આજે એક અલગ જ સ્માઈલ હતી તે લાસ્ટ બે દિવસ કરતા આજે વધુ ખુશ હતો તેને દુખ ના હતુ તેની પુુજા સાથે વાત થઈ ગઈ એટલે તે આજે તો સાતમાં આસમાન પર ઉડી રહયો હતો. તે જલ્દી જલ્દી તૈયાર થયો અને ફોન લગાવ્યો દિવ્યાને.

“હેલો, દિવ્યા?”

“હા યાર પ્રેમ આ બઘુ કઈ રીતે થયુ તમે ધ્યાન રાખો બંને મને એટલો ડર લાગે છે તો તમારી હાલત કેવી હશે.” દિવ્યા બોલી.

“અર્‌ર્‌રે દિવ્યા શું કહુ યાર તને બસ હવે થઈ ગયુ જે થવાનુ હતુ તે તુ બોવ ટેન્શન ના લે.” પ્રેમ બોલ્યો.

“હા પણ પુજા ના પપ્પા બોવ ગુસ્સા વાળા છે અને કાલે પુજા આવેલી અને તે પણ ઉતાવળ માં મને એક થેલી આપી ગઈ છે તારા માટે.” દિવ્યાએ કહયુ

મેં એટલા માટે જ તને કોલ કરયો છે. બોલ મેં કયારે લઈ જાવ તે થેલી?

આજ સાંજે મેં તને કહુ એટલે લઈ જજે મારો ભાઈ તને આપી જશે. દિવ્યા બોલી.

હા, વાંધો નહી ચાલ બાઈ કરીને પ્રેમએ ફોન મૂકી દીધો.

હવે પ્રેમને બસ સાંજ કયારે પડે તેની વાટ હતી તેને પુજાનો એ લખેલો લેટર વાંચવો હતો તે અધીરો થઈ રહયો હતો હવે તેનાથી ૪-પ કલાક પણ કાઢવા બોવ મુશ્કેલ હતા. સાચી વાત છે પ્રેમમાં માણસ પાગલ બની જાય છે તેને જે જોઈએ છે તે જોઈએ જ છે. પ્રેમનુ બીજુ નામ બઘા ત્યાગ કહે છે પણ હુ તે નથી માનતો કદાચ પ્રેમને ત્યાગ જ કહેવો હોય તો પ્રેમ કરવો જ શું કામ? ખાલી ખોટા સપના જોવા કે કોઈને બતાવવા જ શું કામ? હુ કહુ છુ પ્રેમ કરવો તો અચુક નિભાવવો. આ સમાજની મારા મારી માં એનો ત્યાગ ના કરવો. જયારે તમારે ખરેખર કોઈનો સાથ જોઈતો હશે ત્યારે સૌથી આગળ કોઈની વ્હાલસોયી માસુમ ચહેરો જ સામે ઉભેલો જોવા મળશે કે નઈ આ સમાજ. સો વાતની એક જ વાત સમાજ કોઈનો નથી અને પ્રેમ બઘાનો છે. પ્રેમમાં અચુક ત્યાગ કરો પણ પ્રેમ કરયા પછી પ્રેમનો ત્યાગ ના કરો.

પ્રકરણ : ૩

જેમ તેમ કરીને ૪-પ કલાક નીકળયા અને પ્રેમએ ફોન કરયો દિવ્યાને અને તેના ભાઈનો નંબર લઈને નીકળી પડયો તે લેટર વાળી થેલી લેવા. લગભગ સાંજના સાત વાગી ગયા હતા એટલે ત્યારે તો તેની પાસે વાંચવાનો સમય ના હતો એટલે તે થેલી ને જેમ તેમ સંતાડીને રાતનુ જમવાનું પતાવીને ખાલી રૂમમાં જતો રહયો.

તેને થેલી ખોલી જેમાં અમુક વસ્તુ પણ સાથે હતી અને બે લેટર હતા.

તેને પહલો લેટર ખોલ્યો જેમા લખ્યુ હતુ.

હાઈ સ્વીટહાર્ટ આર યુ ઓકે ના હા? આઈ એમ ઓલ્સો ફાઈન હા મેરી જાન. તે આપેલી અમુક વસ્તુ પાછી મોકલુ છુ ખોટુ ના લગાડતો હવે તે મારાથી સચવાઈ તેમ ના હતી એટલે કોઈ જોઈ જાત તો પાછો પ્રોબલ્મ આવી પડેત દીકા. હવે તુ બીજો લેટર ખોલી ને વાંચી લે જે લવ યુ માય જાન પુજા.

પ્રેમએ બીજો લેટર ખોલ્યો જેની પર શરૂવાત માં જ લખ્યુ હતુ પ્રેમની પુજા.

હાય માય ડાર્લીંગ માય પ્રિન્સ તારા વગર તો મારી હાલત યાર હીરા વગરના જવેરાત જેવી થઈ ગઈ છે. ઘરે કોઈએ પપ્પાને બઘુ કહી દીધુ કોઈ મારી સાથે નથી અત્યારે એકલા એકલા વલખા મારૂ છુ જયારે કોઈ કહેતુ નથી કે પુજા જમી લે ત્યારે તારી બોવ યાદ આવે છે. સામે પડેલો ફોન જોઈને તારી બોવ યાદ આવે છે. એકલી જયારે કોઈ ખુણામાં પડી હોવ ત્યારે એ ખુણો જોઈને તારી યાદ બોવ આવે છે. સાવ સમય ના જાય તો થોડી વાર અગાશી પર જાવ ત્યારે પણ એ ગગન જોઈને તારી બોવ યાદ આવે છે. પ્રેમ એકલો બેઠો બેઠો વાંચતો હતો તેની આંખના ખુણામાં પણ પાણી હતુ. અત્યારે એ રૂમમાં ખાલી પ્રેમ અને પુજા ના પ્રેમની સુગંધ જ હતી ત્યાં કોઈ ખરાબ આત્મા નો પડછાયો સુધા ના હતો.પ્રેમ તને ખબર છે તુ ચોરી છુપેથી મારી અગાશી પર થી મારા ઘરે આવેલો? મેં હંમેશાં અગાશી પર આવી ને જયારે તે વિચારૂ છુ ત્યારે ખુબ ખુશ થઈ જાવ છુ. હવે તો આપણે કયારે મળી શકીશુ તે મેં નથી જાણતી પણ તારા પ્રેમમાં હું પાગલ થઈ ગઈ છુ મને બસ તારી સાથે રેહવુ છે તુ જે રીતે સાચવે છે બસ એમાં જ મારે ખુશ રહેવુ છે. તારા પ્રેમ આગળ આ બઘા બોવ આછા છે મારે એક તારો જ પડછાયો બનવુ છે. જયારે મમ્મીને બઘી ખબર પડી ત્યારે તેને મને ૨-૩ ઝાપટ મારી પણ દીકુ મને એવુ કાઈ ખાસ વાગ્યુ નથી તુ ચિંતા ના કરીશ. આ તો હજુ આપણા પ્રેમની પહેલી કસોટી છે આવી મેં જેટલી આવે એટલી કસોટી આપવા તૈયાર છું. જો આપણે એક થઈ જતા હોય તો બઘુ જ કરવા તૈયાર છુ.

અચાનક પ્રેમના ચેહરા પર મુસ્કાન આવી ગઈ તે પુજાને ખુબ મીસ કરતો હતો તેને તે લેટરને ગળે લગાડયો અને તેને ખબર નહોતી પડતી કે તે જોર જોર થી રડે કે હસે? પુજા માત્ત પ્રેમની જ છે તેના માટે હસે કે પુજા તેનાથી દુર છે તેના માટે રડે?

જો પ્રેમ તુ મને પ્રોમિસ કર કે તુ બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કરી લઈશ અને તારૂ પુરૂ ધ્યાન પણ રાખીશ. બાજુ માં થોડી જગ્યા હતી જયાં પ્રેમે હા લખી. અને હુ પણ મારૂ ધ્યાન રાખુ જ છુ. એક વાત યાદ રાખજે મને તારા જ પ્રેમ થી હિંમત મળે છે હું મારી પુરી તાકત લગાવી દઈશ બઘાને મનાવવામાં બસ તુ તારી સ્ટડી પર ધ્યાન આપજે હવે એ જ એક વિકલ્પ છે માટે પ્લીજ પ્રેમ એના પર પુરૂ ધ્યાન દે જે. અને મારાથી જયારે ફોન થશે ત્યારે મેં કરીશ ઉતાવળમાં એટલુ લખી શકુ તેમ છુ પણ તુ આ જે થયુ તેના માટે પ્લીજ તને જવાબદાર ના માનતો.

આઈ લવ યુ સો સો મચ એન્ડ ઓલ્સો મીસ ચુ સો મચ યાર...

તુ પણ મને જ લવ કરજે હા બીજી કોઈના ગોતી આવતો નકર માર ખાઈશ. જસ્ટ કીડીંગ હા. છે ને તારી ગર્લફ્રેન્ડ પાગલ બસ આવી જ છુ અને હવે તો જેવી પણ છુ તારી જ છુ.

મીસ યુ માય પ્રિન્સ...

સો મચ લવ યુ

બાઈ બાઈ પ્રેમ..

નીચે એક હાર્ટમાં પ્રેમ અને પુજા લખ્યુ હતુ.

હવે પ્રેમમાં કાઈ અલગ જ એન્રજી જોવા મળી રહી હતી. તેના ચેહરા પર પહેલા જેવી જ રોનક અને પહેલા જેવી જ ચળકતા આવી ગઈ જે લગભગ પુજાનો પ્રેમ જ લાવી શકે.

આ હજુ પહેલો પાર્ટ છે આ જ સ્ટોરી નો બીજો પાર્ટ બોવ જલ્દી પબ્લીશ થશે.

ક્રમશઃ . . .