Premni Puja ke Pujano Prem - 2 books and stories free download online pdf in Gujarati

Premni Puja ke Pujano Prem - 2

પ્રેમની પુજા કે પુજાનો પ્રેમ -૨

પિયુષ એમ કાજાવદરા


E-mail: ajavadarapiyush786@gmail.com

Mobile No.: 9712027977



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રેમની પુજા કે પુજા નો પ્રેમ -૨

પ્રસ્તાવના

મારૂ માનવુ છે પ્રેમ” આંધળો” નથી. પણ પ્રેમને આંધળો બનાવી દેવામાં આવે છે. પરીવારના દબાવ અને સમાજના દબદબા વચ્ચે પ્રેમને મુંગો કરી દેવામાં આવે છે. અને પ્રેમ જયારે મુંગો બની જાય ત્યારે જાતે જ તે આંધળો બની જાય છે. તે સમાજ અને પરીવારથી ઉપર ચાલ્યો જાય છે. તે નથી કોઈનું કાઈ વિચારતો કે પછી નથી કોઈનું કાઈ માનતો. જયારે એક તરફથી પ્રેમ ઓછો મળે છે અને બીજા તરફથી વધુ ભાવ મળે છે ત્યારે જન્મ થાય છે પ્રેમનો. પ્રેમ કરવાની કોઈ રીત નથી હોતી ગમે તેની સાથે થઈ શકે છે અને ગમે ત્યાં થઈ શકે છે. જો પ્રેમ કરવો જ હોય તો પ્રેમ ગાંડો હોવો જોઈએ. તેને કોઈ રોકી ના શકે તેવો હોવો જોઈએ. સાચા પ્રેમને ના તો કોઈ નો ડર હોવો જોઈએ કે પછી ના પડી ભાંગવાની બીક. ત્યાં તો આત્મા થી આત્માને મિલાવવાનો ઉમંગ હોવો જોઈએ. કોઈને મન થી નિસ્વાર્થ ચાહવા ની તાકત હોવી જોઈએ. કોઈ ની બ્લેક એન્ડ વ્હાઈટ જીદંગી ને રંગીન બનાવવા રંગીન દિલ હોવું જોઈએ. કરેલી ભૂલો ને ભૂલી માફ કરવા ઉદાર મન હોવુ જોઈએ. પ્રેમ એટલે ત્યાગ! ખરેખર? પણ હું નથી માનતો આવા ત્યાગ ને. ત્યાગ જ કરવો છે તો પ્રેમનો શું કામ? શું એક પરીવાર પ્રેમ પ્રત્યે ના ગુસ્સાનો ના ત્યાગ ના કરી શકે તેના સંતાન માટે? એક સમાજ એ અહંકારનો ત્યાગ ના કરી શકે? પ્રેમ એટલે ત્યાગ બિલકુલ ખોટું છે. પ્રેમ એટલે તો “એકબીજાની ઈચ્છાથી અર્પણ કરેલા આત્માઓનુ સમર્પણ.” ના કે ત્યાગ. હજુ એક વાર કહુ છું પ્રેમ આંધળો નથી હોતો તેને બનાવી દેવામાં આવે છે. વધુ આવતા અંકે

પ્રકરણ - ૪

પ્રેમ ગળગળો થઈ ગયો હતો તે માત્રા રડવાની અણી પર હતો. અને ટપક કરીને એક આંસુ પડયુ તે લેટર પર અને જેમ પ્રેમનો પ્રેમ અત્યારે ભીંજાયેલો હતો એ જ રીતે લેટર પણ ગળગળો થવા લાગ્યો. પ્રેમે લેટર સાઈડમાં મુક્યો. તે ખુદ નહોતો જાણતો કે હવે આગળ શું કરવું? જેમ કોઈ કાદવમાં ફસાઈ જાય અને બહાર નીકળવુ જેટલુ મુશ્કેલ બની જાય એવી જ મુશ્કેલ સ્થિતિમાં તે આવી પડયો હતો. તે બહાર પણ નીકળી શકે તેમ ના હતો અને અંદર તેને કોઈ રહેવા દે તેમ ના હતુ. તેના વિચારો હવે જવાબ દઈ રહયા હતા. તેનુ મગજ બસ ખાલી સવાલ જ પૂછી રહયુ હતુ ત્યાં જવાબ હતા જ નહી. દિલની તો હાલત જ ના પૂછો. તેને પુજાને તો કોઈ પણ હાલતમાં છોડવી ના હતી. આખી દુનીયા કદાચ એક થઈ જાય તો પણ નહી.

હવે કસોટીમાં ઉતરવાનો સમય આવી ચૂકયો હતો. પ્રેમ અને પુજા એ વિચારયુ ના હતુ એટલો જલ્દી સમય આવી જશે કસોટીનો પણ બસ દરવાજો ખોલે એટલે સામે જ કસોટી ઉભી જોવા મળે એટલી જ દુર હતી.

હવે પ્રેમ સાથે પુજાનો એટલી બઘી વાત થતી ના હતી. ધીમે ધીમે બઘુ પહેલા જેમ હતુ તેમ થવા લાગ્યુ. જુના જખ્મો હવે ભરાઈ રહયા હતા અને પ્રેમ અને પુજા પહેલાની જેમ નોર્મલ લાઈફ જીવવાની કોશીશમાં લાગી ગયા હતા. થોડુ મુશ્કેલ હતુ પણ કોશીશ કરીયે તો લગભગ ગમે તેવા મુશ્કેલ કામને આસાન કરી શકાય છે. એ જ રીતે પ્રેમ અને પુજા લાગી પડેલા આ કામને આસાન બનાવવામાં પણ યાદ તો આવી જ જતી.

કહેવાય છે ને સમયને કોઈ વશ માં કરી નથી શકતુ અને સમય કોઈનો થયો નથી અને સમયનુ કોઈ થાતુ નથી. આજે પ્રેમ અને પુજાનો સમય નહોતો પણ એક દિવસ એમનો સમય આવશે ચોક્કસ બસ તેની જ રાહ જોઈ રહયા હતા.

ધીમે ધીમે સમય તો પસાર થઈ રહયો હતો પણ બંને ના પ્રેમમાં થોડી પણ ઉણપ આવી ના હતી. તેમનો પ્રેમ જરા પણ ઓછો નહોતો થયો પણ વધ્યો જરૂર હતો.

પ્રેમ ભણવા માટે ચાલ્યો ગયો હતો. હવે પહેલા જેમ રૂટીન ચાલ્યા કરતુ હતુ. દરરોજ કોલેજ અને થોડુ ઘણુ કામ એટલે પ્રેમનો સમય જતો રહેતો પણ પુજા? ખરાબ હાલત માં હતી એકદમ ખરાબ હાલતમાં. ઘર માંથી બહાર નીકળવાનું પણ બંધ કરાવી દીધુ હતું તેના પપ્પા એ. આખો દિવસ ઘરમાં ને ઘરમાં ના તેને કોઈ સરખી રીતે બોલાવતુ કે પછી ના કોઈ તેની સામે જોઈને હલકી એવી સ્માઈલ પણ આપતુ. પુજા જાણે તેના જ ઘરમાં નજરકેદ થઈ ગયેલી. કોઈ તેને ફોન વાપરવા આપવાની વાત તો દુર કોઈ જોવા પણ ના આપતુ. બઘા જ ફોનમાં પાસવર્ડ લાગી ગયેલા કયારેક ભૂલમાં પણ પુજાના હાથમાં ફોન આવી તો પણ કાઈ કરી ના શકતી તે. તે મજબુર હતી તે પરીવાર સામે લાચાર હતી કારણકે તેને સમાજ અને પ્રેમ આ બંને માંથી પ્રેમને પસંદ કરયો હતો. જયાં કોઈ નથી પહોંચી રહેતુ ત્યાં પ્રેમ પહોંચી શકે છે. જયારે કોઈ કામ ગુસ્સાથી ના પુરૂ થાય તેમ હોય તે કામ પ્રેમથી ફટાફટ પતે છે. પુજાએ ઘરે બઘુ જ કહી દીધુ હતુ કે પ્રેમ શું કરે છે તેના પરીવારમાં બીજુ કોણ કોણ છે અને લાસ્ટમાં તે પણ કે એ લગ્ન કરશે તો માત્રા અને માત્રા પ્રેમ સાથે અને જો તમારે બીજા સાથે જ લગ્ન કરાવવા હોય તો પણ હું તૈયાર છુ પણ તે લગ્ન માં મારૂ તો ના કોઈ મન હશે ના મારી એવી ઈચ્છા અને ના કોઈ લાગણી અને તે લગ્ન મેં છોકરાને જોયા વગર જ કરી લેવા તૈયાર છું.

સમય ચાલતો રહયો ૪ મહીના થઈ ગયા પ્રેમ અને પુજા મળયા ના હતા તેના. હવે એક બીજા ને મળયા વગર થોડુ પણ ચાલે તેમ ના હતું. બંનેના આત્મા હવેે એક બીજા વગર રહી શકે તેમ ના હતા. બંનેને મળવુ હતુ પણ કેવી રીતે અને કઈ રીતે? તેની બંને માંથી કોઈ ને કાઈ ખબર ના હતી.

પ્રેમ સવારે ઉઠયો તેને સવારમાં કોલેજ જવાની થોડી પણ ઈચ્છા ના હતી. તે એમ જ સુતો હતો ત્યાં જ ફોનમાં રીંગ વાગી. કોઈનો ફોન આવી રહયો હતો નંબર અજાણ્‌યો હતો તેને ફોન રીસીવ કરયો અને સામેથી

“હેલો” સંભળાયુ.

“ઓહ્‌હ્‌હ પુજા તું છે?”

“વાહ્‌હ તુ મારો અવાજ તરત ઓળખી જાય હા ! પ્રેમ?” પુજા બોલી.

“યાર પુજા તારા એક ના જ શબ્દોના અવાજને હું જાણે વર્ષોથી ઓળખતો હોય એવુ છે તુ ખાલી પ્રેમ બોલે ત્યાં જ ઓળખી જાવ છું એ તારા પ્યાર ભર્યા શબ્દોને.” પ્રેમ બોલ્યો.

“ઓહ્‌હ્‌હ સાચુ હા પ્રેમ? એટલી બઘી તુ મને ઓળખે છે?” પુજા બોલી.

“તને નથી લાગતુ?” પ્રેમ બોલ્યો.

“હા લાગે જ ને. તુ જ તો છે એક જીવવાનો સહારો મારો. તુ જો ના હોત મારી જીદંગીમાં તો આ દુનીયા મેં કયારની છોડી દીધી હોત. અછ્‌છા તુ એ બઘુ મુક સાઈડમાં અને પહેલા એ બોલ તુ મારા પ્રેમનું તો ધ્યાન રાખે છે ને? ટાઈમ પર બઘુ જમી લે છે ને?” પુજા બોલી.

“અર્‌ર્‌રે પુજા પ્રેમ કોઈ નાનુ બાળક છે જો તેનુ એટલુ ધ્યાન રાખવાનું બોલ્યા કરે છે?” પ્રેમ બોલ્યો.

“હા, તે ગમે એટલો મોટો થઈ જાય પણ મારા માટે હંમેશાં એટલે હંમેશાં નાનો જ રહેશે. હું જેટલુ અત્યારે ધ્યાન રાખુ છુ એટલુ જ ધ્યાન મમ્મી બની જીશ તો પણ એમના પપ્પાનું એટલુ જ ધ્યાન રાખીશ. તું પપ્પા બની જા તો પણ મારા માટે તો પહેલી વાર મળેલો એ જ પ્રેમ રહીશ.” પુજા બોલી.

“ઓહ્‌હ્‌હ સાચુ હા? એટલો બઘો પ્રેમ છે આ પ્રેમ પર હમ્મમ?” પ્રેમ બોલ્યો.

“ના, હું તો ફેંકુ છુ.” પુજા બોલી.

“હા, હું જાણુ છુ તે. અને હું તારા પ્રેમનુ પુરૂ ધ્યાન રાખુ છુ. અને ટાઈમ પર તો નહી પણ જમુ તો છું જ. ભુખ્યો નહી રાખતો તેને. હવે તુ તો બોલ મને મારી પુજા એકદમ થીક છે ને? તેને કાઈ થયુ તો નથી ને?” પ્રેમ બોલ્યો.

“ના રે, તારી પુજા ને શું થવાનું? એકદમ તંદુરસ્ત છે.” પુજા બોલતી જતી હતી અને સાથે સાથે હસતી પણ હતી.

આ હસી પુજા ના હોઠ પર ઘણા સમય પછી આવી હતી. જયારે તે પ્રેમ સાથે હોય કે પછી તેની સાથે વાત કરતી હોય તે હંમેશાં ખુશ જ હોય. તમને ખબર છે પ્રેમ એટલે શું? જે વ્યકિતથી તમે થોડા પણ દૂર થઈ જાવ અને બીન મૌસમની જેમ આંસુડા પડે કે પછી જેની સાથે તમે પળભર પણ મળો અને કોઈ કારણ વગર હસી ના ફૂવારા છૂટે એ જ પ્રેમ.

“હા, આઈ નો કે તારી હાલત શું છે? અને કેવી છે પણ પ્લીજ પુજા તારૂ ધ્યાન રાખજે યાર. મને બસ એક તારૂ જ ટેન્શન છે.” પ્રેમ બોલ્યો.

“અર્‌ર્‌રે પ્રેમ યાર માય હની બની બોવ ટેન્શન ના લે મારૂ મને કાઈ નહી થાય જયાં સુધી તું અને તારો આ પ્રેમ છે ને મારી જોડે ત્યાં સુધી મારો વાળ પણ કોઈ વાંકો ના કરી શકે.” પુજા બોલી.

“બસ બસ બોવ મજાક ના કર તું.” પ્રેમ બોલ્યો.

“તું કેવો છે યાર? મારે જે વાત કરવાની હોય તે તું દર વખતે મને ભુલાવી જ દે પછી પાછળથી મૌં ચડાવે.” પુજા બોલી.

“જલ્દી યાદ કર તુ એક વખત ભૂલી જા તો ચલાવી લઈએ પણ તું તો યાર દર વખતે ભૂલી જા તે કેમ ચલાવુ યાર?” પ્રેમ બોલ્યો.

“હા, મને યાદ છે મારે શું કહેવાનું છે તે હું તો બસ તારી સાથે મજાક કરતી હતી.” પુજા બોલી.

“બસ તું મજાક જ કરજે મારી સાથે ચાલ યાર હવે બોલ ને પુજા.” પ્રેમ બોલ્યો.

“મારે તને મળવુ છે તું ઘરે કયારે આવવાનો છે?” પુજા બોલી.

“તું બસ બોલી દે કયારે મળવુ છે તારે એટલે સમજ હું ત્યારે ઘરે આવી જીશ.” પ્રેમ બોલ્યો.

“હા, નેકસ્ટ સન્ડે. આવી જીશ ને તું?” પુજા બોલી.

હું તો આવી જીશ પણ તું મળવાનો કોઈ મેળ પાડી શકીશ હમ્મમ? “પ્રેમ બોલ્યો.”

“અ્‌ર્‌રે તારા માટે તો મારી જાન છે તો શું થોડી વાર મળવાનો મેળ ના કરી શકુ હા?”

“ઓહ્‌હ્‌હ એવું છે હા? તો ચાલ નેકસ્ટ સન્ડે મળવાનું પાક્કુ.” પ્રેમ બોલ્યો.

“ચાલ હવે વધુ વાત નહી થાય કોઈ આવી જશે એટલે. નેકસ્ટ સન્ડે મોર્નીંગ માં આપણે જયાં મળીયે છીએ ત્યાં ૧૦ વાગ્યે આવી જજે. અને તારૂ ધ્યાન રાખજે અને ધ્યાનથી ઘરે પણ આવી જજે. મુહ્‌હ્‌હ્‌હ્‌હઅહ્‌હ્‌હ ફોર યુ માય હની. પુજા બોલી.

ઓકે ચાલ બાય અને તુ પણ તારૂ ધ્યાન રાખજે. આઈ લવ યુ એન્ડ ઓલ્સો મીસ યુ સો સો મચ.” પ્રેમ બોલ્યો.

“લવ યુ ટુ સ્વીટહાર્ટ. હવે બાય.” પુજા બોલી.

“બાય બાય” કહીને પ્રેમ એ પણ ફોન કટ કરયો.

સન્ડે આવવાની હજુ ચાર દિવસની વાર હતી પણ મળવા માટે સમજો ચાર સદીની વાર હોય તેમ ઉતાવળા થયેલા બંને હવે તો એક એક કલાક વર્ષ જેવડો લાગતો હતો. પ્રેમ સુતા સુતા ભૂતકાળમાં વહી રહયો હતો. તે પુજા સાથે છેલ્લા બે વર્ષથી હતો. તેમાં થોડી તીખી તો થોડી કડવી અને બોવ બઘી પ્રેમ ભરી યાદો હતી. તે એક એક કરીને બઘી યાદોને વાગોળી રહયો હતો. તે એ પણ જોઈ રહયો હતો જયારે ભવિષ્યનું વિચારીને પુજા રડતી ત્યારે તે મસ્ત હગ આપીને તેને હસાવતો. જયારે પુજા નાના બાળકની જેમ કાઈ લેવા માટેની જીદ કરતી ત્યારે પ્રેમ તેની તે જીદ પણ પુરી કરતો. પુજા કોઈ પ્રોબલ્મમાં ફસાઈ જતી ત્યારે એક મિત્ર બનીને પુજાની સહાય કરતો. થોડા જ સમયમાં બોવ ગાઢ બંધન થઈ ગયેલુ એકબીજા વચ્ચે જાણે તે એકમેક માટે જ બન્યા હોય તેવું. પ્રેમ પોતાની નજર સમક્ષ દ્રશ્ય નીહાળી રહયો હતો. તે પુજાને તેની નજર સામે એકદમ નજીકથી જોય રહયો હતો. તે પુજાના એ છુટ્ટા વાળ, કાજલ ભરેલી એ કામણગારી આંખ અને લાલી વગર પણ ગુલાબી લાગતા હોઠ જોઈનેને ખુબ ખુશ થઈ રહયો હતો. પુજા ના એ હાથ જાણે પ્રેમને બાહો માં લેવા તત્પર થઈ રહયા હોય એવું પ્રેમને લાગી રહયુ હતું. તે જડપથી ઉઠયો અને દોડીને પુજાની બાહોમાં સમાય ગયો અને ત્યાં દિવસ પણ રાતમાં સમાય ગઈ અને પ્રેમ પુજાના સપના જોવામાં ખોવાઈ ગયો. પણ આજે તેને સપનામાં પુજાને ગોતી જ લીધી હતી.

તેની એ દુર થઈ ગયેલી પુજા આજે સપના માં એની સાથે હતી. સપનાની બોવ અહેમીયત હોય છે. ત્યાં તમને કોઈ કાઈ કહેવા વાળુ નથી હોતુ. ત્યાં બસ તમારી જ દુનીયા હોય છે તમારા જ નિયમો જ હોય છે અને તમે જ રાજા હોવ અને તમે જ રંક. ના હોય તમને કોઈ રોકવા વાળુ હોય અને ના કોઈ ટોકવા વાળુ. શું આપણે આપણુ જીવન આ જીવન એક સપના જેવુ ના બનાવી શકીયે? પણ હા, હકીકતમાં જીવવું અને સપનામાં જીવવુ થોડુ મુશ્કેલ છે.

પ્રેમ સપના માંથી જાગ્યો. જે લાઈફ પુજા સાથે તેને સપનામાં નિહાળી હતી તે તેને હકીકતમાં જીવવી હતી. થોડું નહી ઘણુ મુશ્કેલ હતુ પણ પછી ની લાઈફ તે પુજા સાથે મસ્ત એન્જોય કરવા માટે તે કાઈ પણ કરવા માટે તૈયાર હતો. કોઈ પણ પરીક્ષા આપવા માટે તૈયાર હતો.

૨ દિવસ તો નીકળી ગયા હવે પ્રેમ ઘરે આવવા માટે તૈયાર થઈ ગયો હતો. ઘરે આવવાની ખુશી કરતા તે તેની પુજાને મળવાનો છે તેનો હરખ વધારે હતો. હવે બસ ૧ દિવસ વચ્ચે હતો. તે ઘરે પહોંચી ગયો અને એક દિવસ જતા તો કયાં કોઈ વાર લાગે ફટાફટ એક દિવસ પસાર થયો અને સન્ડે આવી ગયો.

પ્રકરણઃ૫

પ્રેમ સવારે જલ્દી ઉઠયો અને મસ્ત તૈયાર થઈ ગયો અને પહોંચી ગયો પુજાને મળવા માટે. તે થોડો જલ્દી પહોંચી ગયો હતો ઘણા સમય પછી પુજાને મળવા ગયો હતો એટલે ઉતાવળ હતી. લગભગ ત્યાં જીને ૧૦-૧પ મિનિટ જેટલી રાહ જોઈ પણ પુજા દુર દુર સુધી કાઈ દેખાતી ના હતી. અને અચાનક તેનુ ધ્યાન પડયુ સામેથી કોઈ ચાલી ને આવી રહયુ હતું.

“બ્લુ ડરેસમાં, છુટ્ટા એ લહેરાતા વાળ,” થોડી દૂર હતી એટલે આંખમાં કાજલ છે કે નહી તેની ખબર ના પડી પણ ધીમે ધીમે સ્વર્ગની કોઈ પરી પાસે આવતી હોય તેવું દ્રશ્ય બની રહયુ હોય તેમ લાગતું હતું. ૧પ મિનિટથી જે વાહનનો ઘોંઘાટ લાગતો હતો તે હવે પ્રેમને રોમેન્ટિક ટ્‌યુન જેવુ લાગી રહયું હતું. તે પુજાને જ જોવામાં ખોવાઈ ગયો હતો. જેટલી નજીક આવે એટલી વધુ જાણતો ગયો. છુટ્ટા એ લ્હેરાતા વાળ સાથે આંખમાં હલકુ એવુ “કાજલ” હતું. લાલી વગર પણ તેના હોઠ “ગુલાબની પાંખડી”ની જેમ ચમકી રહયા હતા. કાનમાં ડરેસ સાથે મેંચિગ “મસ્ત બ્લુ બુટી” દુરથી જળહળી રહી હતી. અને આંખ પર એ “બ્લુ કલરની ફ્રેમ વાળા ચશ્મા” પ્રેમને કાઈ અલગ જ આંનદ આપી રહયા હતા. પ્રેમ ઉભો ઉભો કોઈ રોમેન્ટિક મૂંગી મૂવી જોઈ રહયો હોય તેવુ લાગતું હતુ.

એટલા માં જ પુજા પાસે પહોંચી ગઈ. પ્રેમે બાઈક સ્ટાર્ટ કરી અને બંને નીકળી પડયા.

“કયાં જી રહયા છીએ આપણે?” પુજા બોલી.

કેટલા સમય પછી આજે પ્રેમ પુજાનો મઘુર અવાજ રૂબરૂ સાંભળી રહયો હતો.

પ્રેમના દિલમાં પુજાનો અવાજ સાંભળીને ગુદગુદી થઈ રહી હતી. તેને તો પુજાને ત્યારથી જ ગળે લગાડવી હતી જયારે તેને રોડ પર ચાલીને આવતા જોઈ હતી પણ હવે તો રહેવાઈ તેમ ના હતું.

“પહેલા આપણે ફોરવ્હીલ લઈ લઈએ અહીં પાર્કીંગ માં છે ત્યાંથી એટલે કોઈ જોઈ ના જાય”. પ્રેમ બોલ્યો.

“ઓહ્‌હ્‌હ, શું વાત છે?આજે ફોરવ્હીલ લઈને જવાનું છે હા”. એટલુ જ કહીને પુજા ચાલુ બાઈક પર પ્રેમને પાછળથી ચોંટી ગઈ.

અને પ્રેમના તો આખા શરીરમાં “કરન્ટ” પસાર થવા લાગ્યો હોય તેવુ લાગવા લાગ્યુ પ્રેમને. હવે પ્રેમનો સમય ત્યાં જ અટકી ગયો હતો તે પુરેપુરો પુજાની બાહોમાં જ ખોવાઈ ગયો હતો. તેને આજુ બાજુમાં જતા વાહનો વાળા જોઈ રહયા છે તેની કાઈ પડી ના હતી.

બંને ફોરવ્હીલના પાર્કીંગ પર પહોચયાં અને ફોરવ્હીલ લઈને નીકળી પડયા.

પુજા બાજુમાં બેઠી બેઠી પ્રેમને જ જોઈ રહી હતી અને અચાનક બોલી પડી.

“પ્રેમ મેં કોઈ મોટુ પાપ કરયુ છે હા,” પ્રેમ કરીને?

“ના, તે પ્રેમ કરીને કોઈ પાપ નથી કરયુ પુજા પણ મારી સાથે પ્રેમ કરીને દુનીયાની દ્રષ્ટી એ પાપ કરયુ છે.” પ્રેમ બોલ્યો.

પણ હા પ્રેમ, જો આ પ્રેમને પાપ કહેવાતુ હોય તો મને આ પાપ કરવામાં કોઈ અફસોસ નથી. હું બસ જાણુ છું તો એટલુ કે હું તને પ્રેમ કરૂ છું. બીજા જે વિચારે તેની મને કોઈ પરવાહ નથી. “પુજા બોલી.”

બંને વાતોમાં ડુબી ગયા હતા અને બંનેનો સમય હજુ ત્યાં જ અટકેલો હતો. તે બંને આ ગોલ્ડન સમયને ગુમાવવા નહોતા માગતા. તે બંને આ સમયને કેદ કરીને “દિલના” કોઈ ખુણામાં કેદ કરીને રાખવા માંગતા હતા.

“પ્રેમ તન ડર નહી લાગતો આવી રીતે ફરવામાં? કોઈ જોઈ જશે તો મને તો બોવ ડર લાગે છે યાર..” પુજા બોલી.

“ના પુજા તુ કહે છે એમ આપણે કોઈ પાપ થોડીને કરીયે છીએ યાર. તે ડર લાગે પુજા. અને આમ પણ તું જ મારી સાથે છે એટલે ડરવાની તો કોઈ વાત જ નથી બનતી.” પ્રેમ બોલ્યો.

બસ એટલા માં તો પુજા પ્રેમની નજીક આવીને મસ્ત ગાલ પર “કીસ” આપી દીધી અને પ્રેમતો આનંદનો માર્યો જુમી પડયો.

લગભગ ૩૦ મિનિટ જેવા બંને સાથે રહયા પણ તે બંને હજુ અલગ થવા માગતા ના હતા પણ હવે પુજાને જવાનો સમય થઈ ગયો હતો.

પ્રેમ પાછી ફોરવ્હીલ પાર્કીંગમાં લાવ્યો અને હવે આજુ બાજુ માં કોઈ હતુ નહી માટે એક ઘડીનો પણ વિચાર કરયા વગર જ પુજાને પોતાની બાહોમાં ભરી લીધી થોડા સમય માટે બંને એમ જ રહયા. જાણે કેટલા સમય પછી બંને આ જન્નત માં પાછા ફરયા હોય તેવું હતું. બંનેને આ આલિંગન છોડવું ના હતું. અળગુ પડવુ ના હતું. બસ આમ જ રહેવુ હતું આખી જીદંગી બસ એકબીજાની બાહોમાં જ રહેવુ હતું.

પ્રેમે પુજાને મસ્ત “કીસ” આપી.” હોઠ ગુલાબી અને ગાલ લાલ” થઈ રહયા હતા.

પુજા બોલી. “ચાલ પ્રેમ હવે હું નીકળુ છું. ફરી પછી મળવાનું થશે ત્યારે તને પાછી કહીશ.”

“હા, તને જવા દેવાની ઈચ્છા તો નથી પણ પુજા તું જા નહીતર પાછી કાઈ નવી પ્રોબલ્મ આવી પડશે અને જો આ તારા માટે કાઈ લાવ્યો છું. ઘરે જીને આરામથી જોજે.” પ્રેમ બોલ્યો.

“હા, આપ મને અને ચાલ બાઈ. હવે ધ્યાન રાખજે. લવ યુ.” પુજા બોલી.

“લવ યુ એન્ડ મીસ યુ.” પ્રેમ બોલ્યો.

“મીસ યુ ટુ પ્રેમ.” કહીને પુજા ચાલી નીકળી.

હવે પુજાને ઘરે પહોંચવાની ઉતાવળ હતી તે જલ્દી ઘરે પહોંચી. તેને પ્રેમે જે વસ્તુ આપી હતી તે જોવાની ઉતાવળ હતી. તે રૂમમાં ગઈ અને બારણું બંધ કરીને તે વસ્તુ ખોલી તે જોઈને ખુબ ખુશ થઈ ગઈ કારણકે તેમાં ૩ કવિતા હતી. જે પ્રેમે ખુદ તેના માટે લખી હતી. જેના શબ્દો સીધા દિલ માંથી નીકળતા અને દિલને અડી જતા એવું પુજા હંમેશાં પ્રેમને કહયા કરતી. પુજાએ પહેલુ પેજ ખોલ્યુ ત્યાં જ કાઈ આ કવિતા જોવા મળી.

અને ધીમે ધીમે કવિતા વાંચવા લાગી.

કવિતાઃ૧

જયાં જયાં નજર ઠરે મારી ત્યાં યાદ ભરી આપણી,

આંસુ ભરી આંખથી યાદી જરે આપણી.

રાતના એ અંધકારમાં દુર કાઈ આકાશમાં,

એ ચાંદની સંગ ચાંદ જોયને યાદ આવી આપણી.

ચોમાંસાનો એ વરસાદ ને મોર નો એ અવાજ,

જયારે ભીનો થયો ચેહરો મારો તો યાદ આવી આપણી.

આ દુનીયાની કહેર ને મસ્ત ફુંકાતા પવન ની લ્હેર,

બગીચાનું એ ગુલાબી ફુલ જોયને નિશાની મળી આપણી.

હું અને તું ને તું અને હું જયાં એટલામાં પતી જતી આપણી દુનીયા,

એ દુનીયાને ખબર પડતા ભાંગી પડી સમજદારી એ આપણી.

પ્રેમની નિરાશા અને ભાંગી પડેલી એ આશા,

જોઈને એ તારી એ ગુલાબી આંખ જાગી ઉઠી જીદંગી આપણી.

ભોળા આ માશૂકા ના ચેહરા ને ઉપરથી આ હોઠનું સ્મિત,

કોઈ યુગલનું આલિંગન જોઈને મને યાદ આવી આપણી.

કવિતાઃ૨

મને તારી એ અદા બોવ ગમે છે,

તારી એ લચકવાની કળા બોવ ગમે છે.

આંખોમાં કાજલને તારા હોઠ ગુલાબી,

સાચુ કહુ તારી એ બોલવાની અદા બહુ ગમે છે.

નજાકત ભરી તારી એ ચાલ,

આંખો માંથી એ વરસતો એ વ્હાલ.

બહુ ફુરસદથી બનાવી હશે ભગવાને તને,

તારી આ ખુબસુરતી બીછાવતી બધે જાલ.

સ્માઈલ તો જાણે લાખો નો ભંડાર,

જીણુ હસીને પાતળા હોઠ પાછળ છુપાવતી એ તારા દાત.

પતલી કમર જાણે પાતળી પરમાર,

ઉડતા એ વાળ કરતા બઘાના દિલ પર વાર.

તુ નથી જાણતી તુ શું છે,

તુ બસ ચાલી જાય તો બઘા ચકનાચુર છે.

નથી નશો એવો ચરસ ગાજો કે સિગાર માં,

બસ તુ એક વાર પ્રેમથી હસી દે તો ગમ બઘા હવા-ઈ-છુ છે.

હવે કેટલા વખાણ કરૂ તારા,

થાય મારા શબ્દોની એ કરૂણતા પુરી.

પણ ના પુરી થાય મારી આ લાગણી,

શબ્દો કરતા જરા જ વધુ.

બનાવી છે, ભગવાને વધુ કામણી(કામણગારી),

કવિતાઃ૩

મને સપનુ આવે ને રાત જગાડે,

પલભર માં મને તારી પાસ બોલાવે.

વાત માનીને સપનાની દોડતો આવુ એ મઘરાતે,

ત્યાં કોઈ નથી એ રાત સીવાય ને પાછો આવુ એ સવારે.

અંઘકાર ભરી એ રાત હવે નથી મારાથી જીરવાતી,

તારા વગરની આ જીદંગી નથી મારાથી સેહવાતી.

તુ બોલે ને હું સાંભળુ,

આપણી તો આવી જ વાતો.

કારણ વગરની આ જીદંગી હું તારી જ સાથે તો સજાવતો,

દિલમાં નહોતુ પાપ અને મનમાં નહોતી વાસના.

આજ તો હતો નિસ્વાર્થ પ્રેમ જયાં મને જોતી હતી એ તારી શ્વેત-આત્મા,

કયારેક શરમાતો અને કયારેક મલકાતો.

તારો એ ચહેરો ,

મને એક ક્ષણમાં જ આખી જીદંગી જીવાડતો.

ના કોઈ મોહ ના કોઈ માયા,

અહીં જીવતા જ સળગે છે બઘા,

આજ તો છે પ્રેમની કાયા.

જીદંગીના એ વિરાન પથ પર,

ચાલ્યા ઉઘાડા પગે આપણે,

ચપલનુ તો કોઈએ ના પુછ્‌યુ,

પણ નાખ્યા પથ્થર પથ પર.

નથી અહીં તારો વાંક કે નથી મારો વાંક,

કદાચ જોવાઈ ગયા સપના જ વધુ.

દરીયાની એ ભીની રેતીમાં ચાલ્યા આપણે ખોટા,

રેશમ જેવી એ રંગીન હવામાં તારા વાળ ઉડયા એ ખોટા.

પછી કેમ મને પ્રેમ ના થાય,

તારી સાથે જીવવાનો વ્હેમ થોડીને થાય.

હું તો બસ એને ઝરૂખે ઉભી જોતો હતો,

એ મલકાઈ તો હું પણ હસી પડતો હતો.

એની શરમાતી એ કાજલ ભરેલી આંખોને હું,

પલક જપટાયા વગર નીહાળતો હતો.

કોણ છે એ ને શું લાગે એ મારી?,

પુછીને દિલને હું ઝીણુ ઝીણુ મલકાતો હતો.

તને હું ચાંદની અને ખુદને ચાંદ સંગ સરખાવતો હતો,

વાત આવી પ્રણયની તો,

હું પ્રેમરૂપી કમળ પાણી દઈ ઉગવતો હતો.

યાદ છે તને એ પહેલી મુલાકાતની વેળા,

કાજલ ભરેલી આંખ અને શરમાવાંની એ કળા.

સાદાઈમાં તને કોણ પહોંચી વળે,

લ્હેરાતા વાળ પર એ બકલ લગાવવાની એ કળા.

ના સુરમો, ના પાઉડર, ના કાજલ, ના લાલી,

હતી માત્રા સાદાઈમાં એની જાહોજલાલી.

ખુટે છે એ શબ્દો વખાણ કરતા તારા,

સીધા શબ્દોમાં તને બનાવુ હુ મારી.

નથી સ્વર્ગની આશા કે નથી નર્કની માયા,

જે દિવસે મળુ તને એ દિવાળી થાય મારી.

ઉભરતા એ અરમાન શમાવી તુ ચાલી ગઈ,

મારા દિલને એ જીવવાના શ્વાસ દઈને વઈ ગઈ.

ચોમાંસાના પહેલા એ વરસાદની મજા

સાથે પલળવુ ને ફરવાની એ મજા

મોરનો કલરવ પણ ફિકકો તારી સામે

એવા તારા ગીતો સાંભળવાની મજા.

મને કાઈ સમજાવને તુ “પિયુ”

બેફિકર રહીને કરૂ છુ હું તારી ચિંતા.

લીધા હતા સાથે એ મરવાના સૌંગઘ

પછી સાથે જીવવું એ મુશ્કેલ કેમ થાય છે.

સમજાય નહી એવી કલા થઈ રહી છે.

બે ઝરૂખા વચ્ચે એ પ્રેમ થઈ રહયો છે.

સમાજની દ્રષ્ટી એને પાપ કહેવાય છે

કોઈ આવીને મને હવે પુણ્‌યના કામ શીખવાડો.

છે હિંમતતો તમે કોઈ દિલને જીતી બતાવો.

પ્રેમરૂપી અમૃતથી એને સીંચીં બતાવો.

છે રાધા કિશન ની માત્રા અહીં ગાથા.

હવે ભગવંત તમે આવી અહીં પ્રેમ કરી બતાવો.

સાથે જોયેલા ફિલ્મોને, ને બગીચાનો એ બાકડો

જયાં કોઈ નથી આપણી સાથે

અને થતી આપણી એકાંતમાં એ ગમ્મત ભરી વાતો.

હું કેમ કહુ તને મને પ્રેમ છે તને,

આરજુઓથી વધીને પ્રેમ છે તને

મારા હર એક શબ્દોમાં વહે છે નામ તારૂં

હર્દયની એ ધમનીઓમાં પણ ફરે છે નામ તારૂં

મારા શ્વાસોના ઉચ્શ્વાસમાં નીકળે છે તારી આહ્‌હ,

જો તને કાઈ પણ થાય તો ફાટે છે મારી આ રાહ.

એમ ના સમજ ખાલી વાતુ જ થાય આવી

કોઈ દિવસ માગીને તો જો

તને જાન આપુ હું મારી

શબ્દોમાંથી શબ્દોના પ્રાણ છુટી જાય,

નદીના વહેણના એ માન તુટી જાય,

બે વજાહ ધરતીને આભ ફાટી જાય,

જો તારી ને મારી એ એકતા તુટી જાય,

જીવવાના સાથે એ સપના તુટી જાય,

તો સાચુ કહુ શરીરના આ પ્રાણ પણ છુટી જાય,

એક સપનાની કિંમત બોવ મોટી થઈ છે.

હવે તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ છે.

ના જીવાઈ,ના જીરવાઈ,ના સેહવાઈ,ના મરાઈ,

હવે તો સાચી પ્રેમની કસોટી શરૂ થઈ છે.

બહુ સાંભળ્યા મેણા ને બહુ સાભળ્યા ટોણા,

કોઈ કહે તુ આમ છે ને કોઈ કહે તેમ.

આવ્યો શું કામ તું અહીં જયારે કરવુ તુ નામ તારે બદનામ,

પણ દુનીયાની કયાં પડી છે મને,

મને તો એક તારી જ વાત સાંભળી ને મળે આરામ.

ગમે એટલા જન્મ બોલાવ અહીં,

બસ તું જ મારી રાધાને હું જ તારો શ્યામ.

૩ કવિતા વાંચ્યા પછી પુજાના મનમાં કાઈ આવુ ચાલી રહયુ હતું. તારી કવિતાના શબ્દોના ખરા અર્થ મને આજે સમજાય છે. તારી સાથે કરેલો એ પ્રેમનો વ્યવહાર મને આજે અનુભવાય છે. જયાં હું અને તું માં પુરી થતી આપણી આ દુનીયા મને આજે દેખાઈ છે. તારા જ શબ્દો ખરા અર્થમાં મને હિંમત આપે છે.

લવ યુ માય બેબી

વધુ આવતા અંકે. સ્ટોરી સારી લાગે કે ના લાગે પણ તમારો રીવ્યુ અચુક આપજો.

ક્રમશઃ

Email id: kajavadarapiyush786@gmail.com

Mob. No: 9712027977

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED