Premni Puja ke Pujano Prem - 5 books and stories free download online pdf in Gujarati

Premni Puja ke Pujano Prem - 5

પ્રેમની પુજા કે પુજા નો પ્રેમ-5

પિયુષ એમ. કાજાવદરા

Email id:

Mob. No. 9712027977

Facebook:

પ્રસ્તાવના:

વાર્તાના અંતિમ ચરણ પર જઇ રહયો છુ ત્યારે મને આ વાર્તા અહીં પુરી કરવાની થોડી પણ ઇચ્છા નથી પણ વિચાર હતો કે આ ભાગમાં જ સ્ટોરી પર પુર્ણવિરામ મુકી દવ પણ હજુ એક ભાગ થઇ જશે એટલે હજુ એક વાર હું ફાઇનલ બેંગ લઇને બહુ જ જલ્દી પાછો આવીશ. ત્યાં સુધી મારી રાહ જરુર જોજો. પ્રેમ વિશે લખવા માટે તો બોવ બઘુ છે પણ એ બઘુ જ બીજી એક નોવેલ લખીશ ત્યારે તમને બઘુ જ કહી દેવા માગુ છું. અત્યારે તમને એ બઘુ જ કહેવા માટે મારો એવો સમય નથી પણ એક દિવસ લાવીશ જરુર અને ત્યારે બઘુ જ કહીશ દિલ ખોલી ને.
પ્રેમની સચોટ વ્યાખ્યા આપવી જેટલી સહેલી છે એટલી જ અઘરી પણ. કોઇ સામાન્ય વ્યકિત તો ના જ આપી શકે. મેં પહેલા ભાગ માં પણ કહેલુ પ્રેમની વ્યાખ્યા એમ જ નથી બનતી માત્ર એક વ્યકિત જ આપી શકે પ્રેમની વ્યાખ્યા જે સાચો પ્રેમ કરતો હોય અને તેના માટે પણ એક જ જવાબ હોય તેનું મનપસંદ પ્રેમ પાત્ર. એમનો સાથી. તમે ગમે એટલા છંદ ખોલો, મહાભારત કે રામાયણ ખોલો કે પછી ભગવદગીતા કોઇ પણ ધાર્મિક પુસ્તકોમાં પણ પ્રેમને કોઇ વ્યાખ્યા આપી શકયુ નથી. પ્રેમ નિસ્વાર્થ હોતો જ નથી. પ્રેમ કરવા પાછળ કોઇના કોઇ તો કારણ કે સ્વાર્થ હોય જ છે. જગતમાં કહેવાતો માં-બાપનો નિસ્વાર્થ પ્રેમ. હકીકતમાં તે પણ નિસ્વાર્થ નથી હોતો.
નિસ્વાર્થ પ્રેમ એટલે કોઇ પણ આશા વગર નો પ્રેમ. જયાં તમને કાઇ મળે તો પણ તમે ખુશ થઇ જાવ અને ના મળે તો પણ તમે એટલા જ ખુશ રહો. જયારે દીકરો કે દીકરી ૯૦ ટકા લાવે ત્યારે માં-બાપ તેમને ખુશી થી વધાવી લે અને તે જ દીકરો જો કયારેક નાપાસ થાય તો તેને ખીજાઇ ને અડધો કરી નાખે. આ કોઇ નિસ્વાર્થ પ્રેમ નથી. અત્યારે દીકરાને સાચવશુ તો જ ભવિષ્યમાં આપણુ ધ્યાન રાખશે ને. કાઇ મેળવવા માટે કરેલાે પ્રેમ નિસ્વાર્થ હોતો જ નથી. એના કરતા યોગ્ય સંસ્કાર આપજો તે તમને બહુ સારી રીતે સાચવશે. અને તેઓ જે જોવે છે તે જ શીખે છે. તમે તમારા માં-બાપને સાચવ્યા હશે તો તે તમને પણ સાચવશે જ અને જો તમે તમારા માં-બાપ નું જ ધ્યાન નથી રાખ્યુ તો તમારે તમારા દીકરા તરફથી કોઇ પણ આશા ના રાખવી.
કાળા માથાના માનવી છીએ એટલે સ્વભાવીક છે આપણા માં લાગણીઓ તો હોય છે પણ જયારે લાગણીઓમાં ગુસ્સાે, લાલચ, હિંસા અને અવગુણો જયારે વધી જાય ત્યારે વિકરાળ રુપ ધારણ થઇ જાય છે અને એમનો નાશ પણ જલ્દી થતો જોવા મળે છે. પરંતુ તેની જગ્યાએ શાંતી, સરળતા, સહજતા અને સંસ્કાર ભેગા થઇ જાય ત્યારે જન્મ થાય છે પ્રેમનો અને તે પ્રેમ અમર બની જાય છે. હંમેશાં થી પ્રેમ જ એક એવુ તત્વ છે જે આપણે ને એકબીજા સાથે જોડી રાખે છે એટલે જ પ્રેમ કરો. “અમર” છે પ્રેમ, “અજેય” છે આ પ્રેમ…
વધુ આવતા અંકે…

પ્રકરણ:10

પુજાના ઘરે તો બઘુ તેને માંડ માંડ કરીને પતાવ્યુ હતુ પણ હવે પ્રેમનો વારો હતો તેના ઘરે જ બઘાને મનાવવાનો. અત્યાર સુધી પુજાના ઘરની રામાયણ સાંભળી તમે પણ હવે મહાભારત સાંભળવાનો સમય આવી ગયો છે. પુજાના ઘરે બઘુ ઠીક ચાલી રહયુ હતુ.

પ્રેમનું સ્ટડી પતી ગયુ હતુ અને તે ઘરે આવી ગયો હતો. તે હવે કાઇ જોબ કરવાનુ વિચારી રહયો હતો કારણકે તે જો પોતાના પગે ઊભો થઇ જાય તો પુજાના પપ્પા ને પણ સરળતાથી મનાવી શકે અને જો પોતે પૈસા કમાતો હોય તો તેના પપ્પા સાથે પણ વાત કરી શકે અને પપ્પાના ડરનો થોડો ઓછાે સામનો કરવો પડે.

પ્રેમએ ઘણી બઘી કંપનીમાં એપ્લાય કરયુ હતુ પણ અમુક માંથી જવાબ ના આવતો તો અમુક માં મફતના ભાવે કામ કરવા બોલાવતા કંપની વાળા.

એટલે હવે ધીમે ધીમે જોબ કરવા માંથી તેનો રસ ઉડવા લાગ્યો તે વિચારી રહયો હતો કોઇ પ્રાઇવેટ કામ જ ચાલુ કરી દે જો પછી સારી જોબ મળે તો તેમાં જોડાઈ જઇશ.

જેવી રીતે પુજા ના ઘરે બઘી ખબર પડી ગયેલી એવી જ રીતે પ્રેમના ઘરે પણ કોઇ ચાપલૂસી કરી ગયેલુ. પણ હવે પ્રેમને કોઇ ડર ના હતો તે આવતીકાલ ની ચિંતાને પોતાની આજની ચિતા બનાવવા નહોતો માગતો. તેણે પોતાનાે નાનો એવો ધંધો ચાલુ તો કરી જ દીધો હતો બસ હવે થોડા જ સમયમાં ઘરે બઘાને વાત કરવા માગતો હતો. એ પહેલા કઇ રીતે વાત કરવી અને અમુક સકારાત્મક પોઇન્ટ શોધતો હતો. જેનાથી તેને ફાયદો થઇ શકે.

કારણકે પ્રેમના પપ્પા થોડા વધુ ગુસ્સા વાળા હતા.

પણ કહેવુ પડે એમ તો હતુ જ બસ તે પણ પપ્પાનો સારો મુડ જોઇને બઘુ ફરીથી કહેવા માગતો હતો. જયારે પ્રેમના પપ્પાને પ્રેમના પ્રેમ પ્રકરણની ખબર પડી ત્યારે જ તેને તેના પપ્પાનો ગુસ્સાે જોય લીધો હતો અને હવે ફરીથી એ જ ગુસ્સાનો સામનો કરવાનો હતો કદાચ તેનાથી વધુ ગુસ્સાનો સામનો કરવો પડે!

સામેથી બકરા ને હલાલ થવા જવાનું હતુ અને હલાલ થવા માટે બકરો પહેલી વાર ખુશ હતો.

હા, થોડાે ડરેલો જરુર હતો બટ સાલા પ્યાર કીયા તો ડરના કયાાં?

પ્રેમએ પહેલા તેના ભાઇ સાથે વાત કરી. બે ભાઇ માંથી એક ભાઇ જલ્દી માની જાય એવુ લાગતુ હતુ અને પ્રેમએ પહેલા તેની સાથે જવાત કરી.

"ભાઇ મને એક છોકરી પસંદ છે અને હું તેની સાથે જ મેરેજ કરવા માગુ છુ." પ્રેમ બોલ્યો.

"હા, મને ખબર છે તારા ભાભીએ મને વાત કરી હતી આ બઘી." પ્રેમનો ભાઇ બોલ્યો.

પ્રેમ થોડો શરમાયો કારણકે પ્રેમ પણ જાણતો જ હતો કે તેના ભાઇને બઘી ખબર જ છે. હવે તે આગળ શું બોલવુ તે વિચારી રહયો હતો.

"તો ભાઇ તુ મારી મદદ કરીશ પપ્પાને મનાવવામાં? કે પછી તારી પણ ઇચ્છા નથી કે હું પુજા જોડે લગ્ન કરુ એવી?" પ્રેમ બોલ્યો.

"જો પ્રેમ લાઇફ તારી છે અને હું એવુ નથી ઇચ્છતો કે તારી લાઇફ ખરાબ થાય. અને લગ્ન જેવો નિર્ણય તો વિચારીને લેવો પડે પણ તને પસંદ છે કોઇ તો એ સારી જ હશે." પ્રેમનો ભાઇ બોલ્યો.

"હા, ભાઇ પણ પપ્પાની તો તને ખબર જ છે ને એમના મનનું જ કરવા વાળા જો એમના મનનું ના થાય તો મૌં ચડાવીને બેસી જાય પણ ભાઇ પપ્પાના મૌં ચડાવવાથી હું કાઇ માની જવાનો નથી. મારી જીદંગીનો સવાલ છે અને જીદંગીના સવાલમાં હું ૧૦૦ માંથી ૧૦૦ લાવવા માગુ છુ. અને હું તમને એટલા માટે કહુ છુ આ બઘુ કારણકે લગભગ ઘરમાં તું અને ભાભી બે જ મારી વાતને સમજી શકશો બાકી મોટોભાઇ પણ નહી સમજી શકે." પ્રેમ બઘુ એક સાથે જ બોલી ગયો.

"હા, પણ પ્રેમ અત્યારથી ચિંતા ના કર વખત આવ્યે બઘુ જોયુ જશે." પ્રેમનો ભાઇ બોલ્યો.

પ્રેમ પણ એવુ જ કાઇ વિચારી રહયો હતો કે ખુદને થોડાે સમય આપે. એ વિચારવા માટે નહી કે પુજા સાથે જ લગ્ન કરવા કે નહી પણ એ વિચારવા માટે સમય આપે કે મમ્મી અને પપ્પાને કેમ મનાવવા?

થોડાે સમય જવા દીધો. પ્રેમના ઘરે લગભગ ૨ વર્ષ પહેલા જ બઘી ખબર પડી ગઇ હતી એટલે પ્રેમના ઘરે વાતાવરણ ઠંડુ હતુ અને પ્રેમ થોડા સમય માટે બઘુ ઠંડુ રાખવા જ માગતો હતો. પ્રેમ પોતાને સાબિત કરવા માટે નો સમય માગતો હતો.

પ્રેમએ થોડો સમય જવા દીધો.

પણ દિવસે ને દિવસે એ વધુ ગભરાયેલો રહેતો કે પપ્પાના ગુસ્સા સામે કેમ થશે બઘુ? બહારથી ટીપ ટોપ દેખાતાે પ્રેમ અંદરથી એટલો જ ઉદાસ અને ડરેલો હતો. તે આ બઘી વાત કોઇને કહી પણ શકતો નહી. એવા કોઇ મિત્ર જ ના હતા કે જેની સાથે તે બઘુ જ શેર કરી શકે હતા ઘણા પણ બઘા બસ જરુરીયાત મંદ જેવા લાગતા. પ્રેમની એક જ મિત્ર એવી હતી જેના ખભા પર માથુ રાખી ને પ્રેમ ગમે ત્યારે રડી શકતો અે હતી પુજા પણ ત્યારે પુજા પણ દૂર જણાઇ રહી હતી. પણ પુજાનો પ્રેમ સાથે હોવાથી તે હંમેશાં ખુશ રહેતો અને કયારેય પોતાને એકલાે ના સમજતો. આ પ્રેમ જ તેને સહારો આપતો અને એકલવાયું લાગે ત્યારે સાથ.

પણ હવે આમ પણ પ્રેમથી એકલા હવે રહેવાય તેમ ના હતુ અને હવે તે પુજા સાથે લગ્ન કરવા માટે બિલકુલ તૈયાર હતો.

એક દિવસ પપ્પા થોડા ખુશ હતા એ પણ પ્રેમના કારણે. કારણકે પ્રેમ આજે તેની પહેલી સેલેરી તેના પપ્પાને આપી રહયો હતો એટલી બઘી તો વધુ ના હતી પણ દીકરા જયારે કમાવા લાગે ત્યારે પપ્પા હંમેશાં ખુશ જ થતા હોય છે.

પપ્પા આ મારી પહેલી સેલેરી છે વધુ તો નથી "૧૦૦૦૦" છે માત્ર પણ હજુ શરુવાત છે. આગળ જઇને હજુ વધુ મળશે. પ્રેમ બોલ્યો.

"અરે ના બેટા મને આ પૈસાની કોઇ જરુર નથી. બસ તમે ધંધા પર ચડી જાવ એટલે પછી મને નિરાંત થઇ જાય ને.અને પૈસાને સારા કામમાં વાપરો એટલે પછી બીજુ શું જોઇએ મારે?" પ્રેમના પપ્પા બોલ્યા.

"તમને આ બહુ શાંત સંવાદ લાગે છે ને? મીઠો સંવાદ પણ હકીકતમાં આ તોફાનની આવવાની પહેલાની શાંતી છે. હવે તોફાન આવવાનુ જ છે."

પપ્પા તમને પણ ખબર જ છે મને એક છોકરી પસંદ છે અને હું એની સાથે જ લગ્ન કરવા માગુ છું. "પ્રેમ બોલ્યો."

પપ્પા અત્યાર સુધી ખુબ ખુશ હતા પણ અચાનક ચેહરાની એ ખુશી ગુમ થઇ ગઇ. અને બસ જોઇ જ રહયા પ્રેમ સામે.

"મને ખબર છે પપ્પા તમે ખુશ નહી થાવ પણ પપ્પા બીજા સાથે હુ લગ્ન કરીશ તો હું પણ ખુશ નહી થાવ મારી પત્ની પણ નહી રહી શકે ખુશ અને અત્યારે હું જેની સાથે લગ્ન કરવા માગુ છુ એ પણ દુખી થશે અને એક જ સાથે હું ૩ જીદંગીને દાવ પર લગાડવા નથી માગતો." પ્રેમ બોલ્યો.

"તું જે કહે એ જ અમારે કરવાનું છે?" પ્રેમના પપ્પા ઊંચા "અવાજમાં" બોલ્યા.

પ્રેમ થોડી વાર ચુપ રહયો.

"પપ્પા લગ્ન મારે કરવાના છે અને એનો નિર્ણય તો હું જ લઇશ ને? કે બીજા બઘા નિર્ણયની જેમ એ પણ તમે જ લેશો?" પ્રેમ બોલ્યો.

"તારી ઇચ્છાથી કાઇ નહી થાય જો તારે આ ઘરમાં રહેવુ હોય તો હું કહુ એમ જ કરવુ પડશે." પ્રેમના પપ્પા બોલ્યા.

પ્રેમ એ વધુ વાત ના લંબાવી અને હકાર માં ડોકુ હલાવી ઊભાે થઇ જતો રહયો.

પ્રકરણ:11

થોડા દિવસ એમ જ ચાલતુ રહયુ પ્રેમ અને તેના પપ્પા વચ્ચે ખાસ કાઇ એવી વાત થતી નહી અને પ્રેમ હંમેશાં તેના પપ્પા સામે જવાનું ટાળતો એટલે વધુ કોઇ પાછી માથાકુટ ના થાય માટે.

પણ આમ અને આમ તો કેટલા દિવસ ચાલવાનુ? જે વાત એક વખત શરુ થઇ જાય એ વાત નો અંત પણ લાવવો જરુરી છે. હોય શકે વાતનો અંત બઘાના પક્ષ માં ના પણ મળે પણ છેલ્લાે નિર્ણય તો જરુરી છે. કોઇ ખુશ થાય તો કોઇ દુખી પણ થાય અંતિમ નિર્ણયથી.

અને મારુ તો માનવુ છે જે આ કાળા માથાનો માનવી બસ "હું" જ કાઇક છુ એમ કહે છે તે હકીકતમાં સૌથી મોટાે "મુર્ખ" હોય છે. પોતાની દુનીયામાં તો બઘા જ રાજા હોય છે અને બઘાની દુનીયા સિમિત હોય છે અને મોટે ભાગે એ એટલુ જ જાણતો હોય છે એનાથી વધુ નહી પણ એમાં કોઇ અહંકાર કે અભિમાન લાવવાની જરુર નથી. અત્યારની નવી પેઢી એના કરતા ઘણુ વધુ જાણે છે એટલે આ હું જ કાઇ છુ એમાંથી બહાર નીકળી દુનીયા સાથે દોટ મુકો નહીતર ખાલી હું જ રહેશે અને બીજા બઘા તમને એકલો મુકી કયાં પહોંચી જશે.

અને "ફાયનલી" પ્રેમ અને તેના પપ્પાનાે "ભેટો" થઇ જ ગયો.

"શું પ્રેમ આજકલ તુ દુર દુર ભાગે છે મારાથી?" પપ્પા બોલ્યા.

"ના પપ્પા, એવુ કાઇ નથી બસ હમણા થોડુ કામ વધુ રહે છે એટલે બહુ નવરો નથી રહેતો." પ્રેમ બોલ્યો.

"તો પછી તે શું વિચારયુ છે?" પપ્પા બોલ્યા.

"શેનુ?"

"લગ્ન કરવાનું?" પ્રેમના પપ્પા બોલ્યા.

થોડીવાર પ્રેમ કાઇ જ ના બોલ્યો કદાચ તે આજે બઘુ જ બોલી દેવા માગતો હતો તેના માટે હિંમત ભેગી કરી રહયો હતો.

"મેં કાઇ વિચારીયુ નથી પણ પપ્પા મારો નિર્ણય એ જ છે કે હું પુજા સાથે જ લગ્ન કરીશ." પ્રેમ બોલ્યો.

"એટલે તું અમારુ કાઇ સાંભળવાનો નથી એમ જ ને." પપ્પા બોલ્યા.

"ના પપ્પા એનો મતલબ એવો નથી થતો કે હું તમારા કોઇનું કાઇ સાંભળવાનો નથી." પ્રેમ બોલ્યો.

"તો?"

"તો શું? તમારા કોઇનું સાંભળવાનો ના હોત તો મેં ભાગી ને લગ્ન કરી લીધા હોત પણ હું તમારા બઘાની ઇચ્છા અને તમને બઘાને મનાવી જ લગ્ન કરવા માગુ છું." પ્રેમ બોલ્યો.

"હા, તો સાંભળ આ લગ્નમાં મારી કોઇ જ ઇચ્છા નથી અને હું આ લગ્ન નહી કરવા દવ તને?"પપ્પા બોલ્યા.

"પણ પપ્પા હું કારણ પુછી શકુ તમને શું કામ?"

"તુ હજુ એટલો મોટો નથી થયો કે કારણ પુછી શકે. તો પણ કહી દવ તારી ઇચ્છાથી કાઇ નહી થાય અને પ્રેમલગ્ન તો કયારેય નહી." પપ્પા બોલ્યા.

"હા, પપ્પા તો તમને પણ હું કહુ છુ લગ્ન તો મારી ઇચ્છાથી જ કરીશ એ પણ તમને બઘાને મનાવીને અને પુજા સાથે જ." પ્રેમ બોલ્યો.

પ્રેમને ખબર જ હતી કે પપ્પાનો ગુસ્સાે ગમે ત્યારે વધી શકે છે પણ આ વખતે તે માત્ર ડર ના લીધે જ વાતને અવગણવા નહોતો માગતો. તે પુરી વાત કરીને પછી જ ત્યાંથી ઊભાે થવા માગતો હતો. આ વખતે નહી કહીશ તો પછી કયારેય નહી થાય.

પપ્પા ગુસ્સાની નજરે જ પ્રેમ સામે જોઇ રહયા હતા.

"પપ્પા બઘુ જ તમારી ઇચ્છાથી કરયુ છે. જે કોઇ દિવસ પણ પસંદ ના હોય તેને પણ માત્ર તમે ખુશ થાવ એના માટે કરયુ છે. કોઇના છોકરા કદાચ એટલુ ના કરે તો પણ તમે કયારેય એમ તો નથી જ કહયુ મારા દિકરા બઘા કરતા સારા છે. હંમેશાં કેવા છે? બઘા? બસ એ જ તમારા મોઢેથી સાંભળવા મળયુ છે. પણ પપ્પા આ વખતે માફ કરજો હું મારી આખી જીદંગી બસ માત્ર તમને જ ખુશ રાખવા નહી જીવી શકુ. મારા પણ સપના છે થોડા અને એ હું પુરા જરુર કરીશ જો તમે મારી પાંખ ના બની શકો મારા સપનાની ઉડાનમાં તો કાઇ નહી પણ મારી પાંખને કાપશો નહી. પ્રેમ બસ હજુ એટલુ બોલી વાત પતાવી રહયો હતો" ત્યાં જ પ્રેમના ગાલ પર જોર માં "થપ્પડ" પડી અને એ થપ્પડની "ગુંજ" પ્રેમના કાન સાથે સાથે રુમમાં પણ "ગુંજી" રહી હતી.

પ્રેમ ના આંખમાંથી આંસુ તો ના આવ્યા પણ કદાચ દિલ રડી પડયુ પણ પ્રેમએ નકકી કરી લીધુ હતુ કે તે આ પ્રોબલ્મ નો નિર્ણય બળથી નહી પણ કળ થી લાવવા માગતો હતો. તેને ચેહરા પર હલકુ એવુ સ્મિત લાવ્યો અને બોલ્યો.

"પપ્પા તમે મને જેટલો મારશો પણ મારો જવાબ નહી બદલાય અને જે મેં તમને અત્યારે કહયુ તે બઘુ એકદમ સાચુ છે કયારેક એકલા બેસીને વિચારી જોજો થોડુ પણ ખોટુ નથી એ. અને તમારા માંથી જ શીખ્યાે છું જેને વચન આપો તે પછી કોઇ પણ હાલતમાં નીભાવો તો હું એ જરુર નીભાવીશ."

અને પપ્પા મને "જવાબદારી"ઓથી "ભાગતા" નથી આવડતુ એટલે જ કદાચ આજે એટલી મોટી મુસીબતમાં ભેડવાઇ ગયો છુ. "પ્રેમ એક સાથે જ બઘુ બોલી ગયો."

"એવી તે તારી શું લાગે છે એ જો અમારા બઘા સાથે જગડે છે તું?" પપ્પા બોલ્યો.

"તમે બઘા જે લાગો છો મારા માટે બસ પુજા પણ એ જ લાગે છે. મારા પરીવારની સદસ્ય અને જેટલો પ્રેમ તમને બઘાને કરુ છુ જેટલા તમે બઘા જરુરી છો એટલી જ કદાચ એના કરતા વધુ પુજા જરુરી છે મારા માટે." પ્રેમ બોલ્યો.

હવે પ્રેમ બઘાને વધુ સમજાવવા નહોતો માગતો કારણકે કોઇ સમજે એવી પરિસ્થિતિમાં હોય એવુ નહોતુ લાગતું. તે ઊભાે થઇ ગયો અને સાથે સાથે બોલતો ગયો. જો વિચાર બદલાય જાય તો જરુર કહેજો હું અાખી જીદંગી રાહ જોવા તૈયાર છું.

હવે પ્રેમનું દિલ હળવુ થઇ ગયેલુ તેને જે કાઇ કહેવાનુ હતુ તે બઘુ જ તેને તેના પપ્પાની સામે કહી દીધેલુ.

પ્રેમ જરા પણ ડરયા વગર ત્યાંથી ઊભાે થઇ ગયો અને હલકા એવા સ્મિત સાથે ભલે જંગ જીત્યો ના હોય પણ ખુશી એના દિલમાં "જંગ" જીત્યા જેટલી જ હતી.

પ્રેમ તો આખો દિવસ ઘરે ના રહેતો તેના કામ માટે તેને બહાર રખડવાનું વધુ રહેતુ. એટલે ઘરમાં ઓછુ રહેવાનું રહેતુ અને બઘાને રાતે જ મળતો.

એટલુ બની ગયેલુ પણ પ્રેમએ તેનુ "સ્મિત" હોઠથી અલગ થવા નહોતુ દીધુ. તે બઘા સાથે એટલી જ પ્રેમથી વાત કરતો જેટલી તે પહેલા કરતો હતો પણ રાતે જયારે એકલો પડી જતો ત્યારે "રડાય" જતુ પ્રેમથી. પુજાનો વિરહ તે બીજા કોઇને કહી નહોતો શકતો પણ એકલો હોય ત્યારે રડીને દિલ હળવુ કરી લેતો.

થોડા દિવસ આમ જ ચાલ્યુ. પ્રેમના બીજા ભાઇને આ લગ્નથી કોઇ વાંધો ના હતો એટલે તે પોતાના મોટા ભાઇને મનાવવા માગતો હતો પણ વાત હવે સીધી જ પપ્પા પાસે પહોંચી ગયેલી એટલે ભાઇને ખાલી એમ જ પુછ્યુ.

"મોટાભાઇ તને કાઇ વાંધો છે જો હું પુજા સાથે જ લગ્ન કરુ તો?" પ્રેમ બોલ્યાે.

"પ્રેમ હું ઇચ્છતો હતો કે તું આ લગ્ન ના કરે. જયાં પપ્પા કહે છે ત્યાં જ લગ્ન કરી લે એ વધુ સારુ રહેશે. પણ..." પ્રેમનો મોટાે ભાઇ બોલ્યો.

"પણ? પણ શું ભાઇ?" પ્રેમ બોલ્યો.

"પણ તારો પ્રેમ જોયો અને એમાં પણ નિસ્વાર્થ ભાવ જોયો. પહેલા મને એમ હતુ કે તુ ટાઇમપાસ કરતો હોઇશ કોઇ સાથે એટલે મેં તને ના પાડેલી એ બઘુ કરવાની પણ હવે કદાચ હું પણ તારી જ સાથે છુ." ભાઇ બોલ્યો.

પ્રેમની "આંખ"માં "આંસુ" હતા અને તે ભાઇને "વળગી" પડયો.

"થેંક યુ સો મચ ભાઇ." પ્રેમ બોલ્યો.

હવે લગભગ પ્રેમને કોઇ ડર નહોતો કારણકે તેને બંને ભાઇ જ તેની સાથે હતા પછી તો ડરવાની કોઇ વાત જ નહોતી આવતી.

પ્રેમ ઘણીવાર રાતના રડયા કરતો પણ કોઇને ખબર ના પડવા દેતો કારણકે તે બીજાની નજરમાં માયકાંગલો દેખાવા નહોતો માગતો. તે મજબૂત હતો અને હંમેશાં મજબૂત રહેવાજ માગતો હતો. કારણ એક જ છે માયકાંગલો ના દેખાવાનું અહીં દુનીયા માયકાંગલાને વધુ દબાવે છે એની મદદ કરવી તો દુર રહી પણ હેરાન વધુ કરે છે.

"એક દિવસ પ્રેમને પપ્પાએ બોલાવ્યો. પ્રેમ જઇને પપ્પાની સામે બેઠો અને કહયુ. બોલો પપ્પા."

"બેસ અહીં, કેમ ચાલે છે તારુ કામ?" પપ્પા બોલ્યા.

"બસ ચાલ્યા કરે છે ઠીકઠાક. કાઇ કામ હતુ તમારે મારુ?" પ્રેમ બોલ્યો.

"કામ તો એવુ નહી કાઇ પણ કાલે રાતે તું શું કરતો હતો?" પપ્પા બોલ્યા.

"કયારે? કાઇ તો કરતો નહોતો." પ્રેમ બોલ્યો.

"તારા મમ્મી સવારે મને કહેતા હતા કે, તારા મમ્મીને જ બોલાવ." પપ્પા બોલ્યા.

"શું કરતો હતો હું મમ્મી કાલે?" પ્રેમ બોલ્યો.

"તું રડતો કેમ હતો કાલે રાતે?" પ્રેમના મમ્મી બોલ્યા.

અચાનક પ્રેમના દિલમાં ફાળ પડી મમ્મી મને કયારે જોઇ ગયા હશે?

"ના, મમ્મી હું કાઇ રડતો નહોતો તમને એવુ લાગ્યુ હશે. હળવાશથી મઘુર સ્મિત સાથે" પ્રેમ બોલ્યો.

"મને ખબર છે તું હજુ પુજાને ભૂલ્યો નથી કે પછી ભૂલવા માગતો પણ નથી." મમ્મી બોલ્યા.

"હમ્મમ, એવુ જ કાઇ સમજી લો મમ્મી." પ્રેમ બોલ્યો.

"પ્રેમ આજે એ વાતને ૧પ-૨૦ દિવસ થયા. હું પ્રેમથી કહુ છું. તું બીજે લગ્ન કરીશ કે નહી? કેટલી રાહ જોઇશ તું? કદાચ અમે હા જ નહી પાડીયે તો?." પપ્પા બોલ્યા.

"પપ્પા, બીજુ કાઇ હોય તો કહો એ વિશે હવે કોઇ વાત નથી કરવી. અને રાહ જોવામાં તો કદાચ આખી જીદંગી પણ જોઇ શકુ એમ છું." પ્રેમ બોલ્યો.

"હા, ચાલ હું પણ જોવ તું કેટલી રાહ જોવે છે એ. બઘુ બોલવુ સહેલુ છે કરવું નહી." પપ્પા બોલ્યા.

"હું ખાલી બોલવામાં નથી માનતો પણ એ કરી બતાવવામાં માનુ છુ. હું જાવ મારે મોડુ થાય છે. એટલુ કહી પ્રેમ નીકળી ગયો."

લગભગ "૭-૮" મહીના જેટલો સમય નીકળી ગયો.

એટલા સમયમાં પ્રેમને પુજા સાથે અઠવાડીયા માં "૨-૩" વાર વાત થઇ જતી અને પુજા હોંસલો આપ્યા કરતી માની જશે જલ્દી પછી આપણે એકબીજાના પરીવારને જ મળાવી દઇશુ અને પ્રેમ હંમેશાં એ સાંભળીને ખુશ થઇ જતો.

હવે પ્રેમના પપ્પાની મુસીબત વધી ગઇ હતી કારણકે પ્રેમ માટે છોકરીના માગા આવી રહયા હતા અને તે પ્રેમને પુછી શકતા ના હતા અને જે માગુ લઇને આવે તેને ના પાડી શકતા ના હતા. એટલે ફરી પ્રેમ સાથે વાત કરવાનો નિર્ણય કરયો.

“પ્રેમ તારા માટે છોકરીના માગા આવવા લાગ્યા છે પણ મને તારા જવાબની ખબર છે એટલે હું તેમને પણ કાઇ કહી શકતો નથી. અને તું તો કાઇ સાંભળવાનો નથી એટલે તને પણ કાઇ કહી શકતો નથી. પ્રેમ હજુ એકવાર પુછુ છુ. તારો છેલ્લાે જવાબ શું છે?” પપ્પા બોલ્યા.

“પપ્પા ફરવા માટે હું કોઇ મોબાઇલનું ડબલું નથી કે ગમે ત્યારે ફરી જાવ. આજથી ૨ વર્ષ પહેલા પણ મારાે જવાબ આ જ હતો અને ૭-૮ મહીના પહેલા પણ આ જ જવાબ હતો અને આજે પણ એક જ છે ફરક બસ એટલાે છે ત્યારે હું તમને કાઇ કહી શકુ તેવી પરિસ્થિતિમાં નહોતો અને આજે હું “૨૦૦૦” જેટલા રુપિયા કમાઈ લવ છુ એટલે તમારે મારી વાત સાંભળયા વગર છુટકો નથી. અભિમાન આ પૈસાનું નથી પણ હું કોઇ રખડુ કે રોમીયો ટાઇપ નથી એની આ એક તો સાબિતી છે કે હું પૈસા કમાવ છુ.” પ્રેમ બોલ્યો.
“હમ્મમ, બરાબર છે. મેં વાત કરી ઘરમાં બઘા સાથે એટલો પણ બઘાને વાંધો નથી અને આ ૭-૮ મહીનામાં તારા ચેહરા પર થી સ્મિત દુર ના થયુ. મને હતુ કે થોડા દિવસમાં થઇ જશે બધુ બરાબર પણ ના હું ખોટાે પડયો.” પપ્પા બોલ્યા.
“હા, પપ્પા તમારા જ સંસ્કારને લીધે હું જીદ્દી તો પહેલેથીજ નથી પણ વાત લગ્નની છે તો પુરી જીદ કરીશ અને વાત સ્મિતની રહી તો એ પુજાના પ્રેમનો કમાલ છે જેમ મારા ચેહરા પર સ્મિત છે એવી જ રીતે આખા પરીવારના ચેહરા પર સ્મિત લાવી દેશે એની ખાતરી હું તમને આપુ છુ.” પ્રેમ બોલ્યો.
“હા, તું ખાતરી જ આપ્યા કર મળાવીશ નહી અમને તારી પુજા સાથે?” પપ્પા બોલ્યા.
“શું બોલ્યા પપ્પા તમે?” પ્રેમ બોલ્યો.
પ્રેમને સંભળાયુ બઘુ જ હતુ પણ ખુશીના માર્યો તે બીજી વાર સાંભળવા માગતો હતો.
મારે મળવુ છે એકવાર તેમની સાથે. પપ્પા બોલ્યા.

પ્રેમ એટલો ખુશ હતો કે તેને શું કરવુ તેનુ કાઇ ભાન જ ના હતુ. એક તરફ આંખમાં આંસુ હતા તો બીજી તરફ હોઠ પર સ્મિત. આ આંસુ અને સ્મિત દુનીયાનું સૌથી બેસ્ટ કપલ છે એવુ મારુ માનવુ છે. બંને કયારેય ભેગા નથી થતા અને જયારે થઇ જાય છે ત્યારે તે જીદંગીની સૌથી યાદગાર પળ બની જાય છે બસ આવુ જ કાઇ ત્યારે પ્રેમ સાથે થઇ રહયુ હતુ. એક યાદગાર પળ બસ વાટ જોઇને બેઠી હતી ઠીક ત્યાં જ જયાં થોડા સમય પહેલા પુજા અને પ્રેમની પ્રેમ કસોટી રાહ જોઇને બેઠી હતી.
“હવે શું કામ રડે છે”. પપ્પા બોલ્યા.
પ્રેમ કાઇ બોલી શકયો નહી અને પપ્પાને ગળે વળગી પડયો. બસ આ જ પ્રેમનો પ્રેમ હતો.
વાતાવરણ એકદમ “ખુશખુશાલ” હતુ.
જયારે કડી મહેનત પછી સફળતા મળે ત્યારે બઘુ મસ્ત દેખાઇ છે. દુશ્મનમાં પણ દોસ્ત તરી આવે છે. પ્રેમ તો પપ્પાનો નિર્ણય સાંભળતા જ અડઘાે ગાંડો થઇ ગયો હતો. રુમમાં પોતાને જ પુરી ડીસ્કો અને જોરજોરથી ગીતો ગાય રહયો હતો. આ જ તો છે “સેલીબ્રેશન” એક જંગને જીતવાનું. અને આ જમાનામાં તો પ્રેમને જીતવો એ પણ “જંગ” જીતવા જેવુ જ છે.
બંનેના પરીવાર એકબીજાને મળવા રાજી તો થઇ ગયા છે પણ શું પુજાના પપ્પાને પ્રેમ પસંદ આવશે? એવી જ રીતે પુજા પ્રેમના પપ્પાને અને પરીવારને ગમશે? શું થશે બંનેના પરીવાર મળશે ત્યારે? તે જાણવા જોડાઈ રહો મારી સાથે આગળના ભાગ સુધી...

ક્રમશ..

Email id:

Mob. No. 9712027977

Facebook:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED