વજ્રઘાત A S Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વજ્રઘાત

વજ્રઘાત

એ.એસ.મહેતા

પ્રસ્તાવના :

શું લખું ? ક્યાંથી શરૂઆત કરું ? કઈ જ ખબર નથી. બસ ખબર છે તો ફક્ત એટલી જ કે મારે કૈક લખવું છે. મારે કૈક કહેવું છે, અને આ મોકો આપ્યો મને માતૃભારતી એ. હું નાનપણ થી વાંચન ની દુનિયા સાથે જોડાયેલી છું. બસ ત્યારથી જ એકવાર કૈક લખવાની ઈચ્છા હતી. આટલા વર્ષો ની એ ઈચ્છા પૂરી કરવા માટે હું માતૃભારતી નો આભાર માનું છું.

આ વાર્તા સચ્ચાઈ ની નજીક છે. નજીક એટલા માટે લખું છું કારણ કે ઘણા બનાવો અને ઘણા નામ પણ બદલવા માં આવ્યા છે, અને આ બનાવો મારી નજર સામે થી જ પસાર થયેલો છે.

વજ્રઘાત

આજે વાત કરવી છે એક એવી છોકરી ની જે પોતાની સપના ની દુનિયા માં જ જીવે છે અને તેને સાર્થક કરવા મહેનત કરે છે. વાત છે થોડા વર્ષો પહેલા ની..... જયારે છોકરીઓએ સપના જોવા અને એ સપનાઓ ને સાર્થક કરવા મથવું એ મોટો અપરાધ ગણાતો.

રીટએ જયારે જાણ્યું કે તેની મહેનત ફળી છે અને તેને એરહોસ્ટેસ ના ઈન્ટરવ્યું માટે નજીક ના શહેર માં બોલાવી છે, તો તે ખુશખુશાલ થઇ ગઈ. ખુશ તો થાય જ ને સપના ખરેખર સાચાં થવા જઈ રહ્યા હતા. હરખાતી હરખાતી તે ઘરે પહોચી, અને બા ને પકડીને વળગી પડી અને ઈન્ટરવ્યું ના સમાચાર આપ્યા. ત્યાંતો બા કઈ કહે તે પહેલાજ અંદર થી બાપુજી ગુસ્સે થતા થતા આવ્યા, તને કેટલીવાર ના પાડી છે ક્યાંય પણ ફોર્મ ભરવાની ? આપના જેવા ગરીબ પરિવાર ને આવા કોઈ જ વ્યવસાય માં જવાનો કોઈ જ અધિકાર નથી. આપણા કુટુંબ માં દીકરીઓને ભણવાની પણ છૂટ નથી. છતાં મેં બધાની ઉપરવટ જઈ તમને બંને બહેનો ને શિક્ષિત કરી છે. તો દીકરા હવે મારે વધારે સંભાળવું પડે તેવું કઈ પણ ના કરીશ તું, હું હાથ જોડું છું.. બોલતા બોલતા બાપુજી રડી પડ્યા તેમને જોઈ ને બા તેમજ રીતા પણ રડવા લાગ્યા. વાતાવરણ એકદમ બોઝીલ થઇ ગયું. ત્યાજ મોટોભાઈ નીરવ આવ્યો, બધા ને રડતા જોઈ થોડીવાર તો કઈ અનિષ્ટ નથી બની ગયું ને તેવા વિચાર માં પડી ગયો. પણ ૫છી બધી વાત જાણી ને હસી પડ્યો. અરે બાપુજી આતો ખુશીની વાત છે, દુનિયા ની વાત સાંભળશો તો દુનિયા તમને જીવવાજ નહિ દે. પછી મને કમને મોટાભાઈ ની સમજાવટ થી રીતા મોટાભાઈ ને સાથે લઇ ઈન્ટરવ્યું માં ગઈ અને નસીબ તેને ક્યાંય ખેંચી જવાનું હશે, કે તે સિલેક્ટ પણ થઇ ગઈ અને હાજર થવા નો લેટર પણ આવી ગયો. ફરી ઘર માં ઘણી ચર્ચા વિચારણા અને સમજાવટ બાદ રીતાને મંજુરી મળી ગઈ.

ત્યાંથી શરૂ થઇ તેની આભમાં ઉડાન ની રોમાંચક સફર. જેની શરૂઆત ત્રણ મહિનાની ટ્રેનીગ થી થઇ. નાનકડા ગામ ની ગલીઓમાંથી રીતા સીધી મોટાં શહેર માં આવી ગઈ. પણ રીતા અહી ખુબ સીધી પડતી હતી. તેના આ ભોળપણ નો લાભ સાથી ટ્રેઈનર લઇ જતા અને રીતાએ કરેલા પ્રોજેક્ટ ને પોતાના નામે રજુ કરી દેતા, તેને સમયસર પહોચવા દેવામાં પણ આવતી નહિ. આવી તો ઘણી મુશ્કેલીઓ માંથી પસાર થવા છતાં રીતા હંમેશા હસતી રહેતી. તેની આજ સરળતા કોઈ ના દિલ ના તાર રણઝનાવતી હતી તેની તેને ખબર સુધ્દ્ધા ન હતી, અને તે હતો મલય. જે તેજ કેમ્પસ માં પાયલટ ની ટ્રેઈનીંગ માટે આવ્યો હતો. રીતા ની સાદગી અને સુંદરતા પર તે ક્યારે તેના પ્રેમ માં પડી ગયો તેની તેને ખબર જ ન પડી. પણ રીતા ના ભોળપણ ને લીધે બીજા તેને હેરાન કરતા હતા તે તેને બિલકુલ પસંદ ન હતું. મલય કઈ પણ કહેવાની હિંમત તો ન જ કરી શક્યો. પણ રીતા ના ગ્રુપ સાથે મિત્રતા કેળવી તે સારો મિત્ર તો બની જ ગયો. ટ્રેઈનીંગ નો સમયગાળો ક્યાં પસાર થઇ ગયો તે ખબર જ ન પડી. પરંતુ વિદાય નો દિવસ આવતા મિત્રો થી વિખુટા પડવાનું દુઃખ બધા ના ચહેરા પર બતાતું હતું. જેમાં સૌથી વધુ વ્યાકુળતા મલય ના ચહેરા પર હતી. આખરે આવી ગયો મિત્રો સાથે નો છેલ્લો દિવસ. આજે જ બધાને પોસ્ટીંગ નો ઓર્ડર મળી જવાનો હતો. બધા પ્રોગ્રામ આનંદ થી પુરા થઇ ગયા. પછી દરેક ને ઓર્ડર પણ મળી ગયા. મિત્રો વચ્ચે કોને ક્યાં પોસ્ટીંગ મળ્યું તેની ચર્ચાઓ થવા લાગી. મલય આતુરતા થી રીતા ની રાહ જોતો ઉભો હતો. રીતા છોકરીઓ વચ્ચે ઘેરાય ને ઉભી હતી અને મલય નો જીવ ઉંચો થઇ જતો હતો. ત્યાંજ રીતા નીકળી અને મલય દોડી ને તેની પાસે પહોંચી ગયો. અને રીતા નો ઓર્ડર હાથમાં લઇ જોતાજ તે ઉછળી પડ્યો. બંને ને એક જ હેડક્વાર્ટર મળ્યું હતું. પણ મલય ની આ ખુશી રીતા ને સમજાણી નહિ અને તે વિચાર માં પડી ગઈ. પણ તેના દિલ માં અજીબસી હલચલ થઇ ગઈ. પણ તે કઈ બોલી નહિ. પછી બધા છુટા પડી ઘરે ગયા. રીતા પણ પોતાના ગામ ગઈ અને હાજર થવા માટે બધી તૈયારી કરી ભાઈ સાથે નીકળી. ત્યાં જઈ રહેવા વગેરે ની વ્યવસ્થા કરી ભાઈ પાછો ગામ જતો રહ્યો.

જોકે હવે જ ખરેખર શરૂ થઇ આસમાન માં ઉડાન ની સફર. જોકે આસમાન માં ઉડાન ભરતા પક્ષીને ક્યાં ખબર હોય છે કે ક્યારેક કોઈ એકજ પથ્થર મારી તેને નીચે ધરતી પર પટકી દેશે.... બીજે દિવસે બધા સમયસર હાજર થઇ ગયા. બધા ને તેમની ડયુટી સોપવામાં આવી. મલય ના ખુશનસીબે તેને રીતા ની સાથે જ ડયુટી મળી. મળતાવડા અને સરળ સ્વભાવ ને કારણે રીતા તરત સેટ થઇ ગઈ નવા વાતાવરણ માં. જયારે મલય ને તો રીતા સાથે હતી તેજ સૌથી મોટી ખુશનસીબી હતી. ધીરે ધીરે ડયુટી ને કારણે મળવાનું વધવાનું વધવા લાગ્યું. મલય ના હેલ્પફૂલ સ્વભાવ ને કારણે રીતા પણ મલય તરફ ખેંચાતી ચાલી. મલય ની હીંમત હવે થોડી વધી અને વેલેન્ટાઇન ના દિવસે રીતા ને પ્રપોઝ કર્યું અને તેના આશ્ચર્ય વચ્ચે રીતા એ સ્વીકારી પણ લીધું. મલય ની ખુશી તો સમાતી ન હતી. તેને રીતા ને ઝીંદગીભર ખુશ રાખવાનું વચન આપ્યું. ધીરે ધીરે મળવાનું પણ શરૂ થઇ ગયું અને જન્મોજન્મ સાથ નિભાવવા ના વચનો પણ અપાઈ ગયા.

પરતું જયારે મોટોભાઈ મળવા આવ્યો ત્યારે રીતા ઊંઘ માંથી ઝબકી ને સફાળી જાગી હોય તેવું લાગ્યું. પોતાના ઘર ના સંજોગો મુજબ તેને ક્યારેય મલય સાથે લગ્ન કરવાની મંજુરી નહિ જ મળે તેની તેને ખાતરી થઇ ગઈ. ભાઈ તો મળી ને જતો રહ્યો પણ રીતા ને વિચારો ના દાવાનળ માં છોડતો ગયો. ખુબ વિચારી ને તે મલય ને મળવા ગઈ અને બધી પરિસ્થિતિ થી વાકેફ કર્યો. તેને કહ્યું કે આપના લગ્ન માટે મારા ઘરે થી ક્યારેય મંજુરી નહિ મળે, તો તું મને ભૂલી જા. પણ મલય મક્કમ હતો. તેણે કહ્યું આપણે જન્મોજન્મ સાથ નિભાવવા ના વચન આપ્યા છે તો એમ હું તને કેમ ભૂલી શકું ? આપણે કોઈ રસ્તો કાઢીશું પણ લગ્ન તો હું તારી સાથે જ કરીશ.

ઘરે થી રીતા ના માંગા આવવા લાગતા રીતા પર દબાણ આવવા લાગ્યું. તેણે મલય ને કહ્યું જલ્દી કૈક કરવું પડશે નહીતર મારા લગ્ન નક્કી કરી નાખશે. આખરે કોઈ રસ્તો ન સુજતા મલયે કોર્ટ મેરેજ નો રસ્તો બતાવ્યો, પણ રીતા નું દિલ માનતું ન હતું. તેને મલય ને કહ્યું હું એ રસ્તે ચાલીશ તો મારા માતાપિતા ને બહુ સહન કરવું પડશે. કદાચ તે લોકો મારી સાથે બોલવાનું પણ બંધ કરે, મારી નાની બહેન ને પણ લગ્ન માં મુશ્કેલી પડે. માતાપિતા એ ખુબ ભરોસો રાખી મને અહી મોકલી છે. તો મલય કહે એ બધી પરીસ્થીતી તો થોડા સમય માટે જ રહે છે અને હું તો છું તારી સાથે. તારે મારો પ્રેમ જોઈએ છે કે એ લોકો ની લાગણી એ તારે નક્કી કરવાનું છે. રીતા કહે મારે તો બંને જોઈએ છે. પણ પછી મલય ની સમજાવટ ની જીત થઇ અને સારો દિવસ નક્કી કરી બંને એ કોર્ટ મેરેજ કરી લીધા. પહેલા બંને મલય ના ઘરે ગયા પણ ત્યાંથી કોઈએ આવકાર્ય નહિ કે વાત પણ ન કરી. અંતે કંટાળી ને નીકળી ગયા. ત્યારબાદ રીતા ના ઘરે પહોચ્યા. પરંતુ તેમને આમ લગ્ન કરી આવેલા જોઈ ત્યાતો ધરતીકંપ થઇ ગયો. બાપુજી નો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો અને તેણે રીતા ને કહી દીધું કે તું અમારા માટે હવે મરી પરવારી છે. ક્યારેય હવે મારા ઘર માં પગ ન મુકીશ. રીતા ને રડતા કકળતા મલય ત્યાંથી લઇ ગયો. થોડા દિવસ રીતા ખુબ રડી ને પસ્તાવો કર્યો. પણ પછી મલય ના પ્રેમ માં દિવસો ક્યાં જવા લાગ્યા ખબર જ ન પડી. આખરે એક દિવસ ખુશી સમાચાર પણ મળી ગયા કે તે બંને ની દુનિયા માં ખુશોઓ લાવનાર ત્રીજું કિલકારીઓ કરવા આવવાનું છે. બંને ને ખુબ આનંદ થયો અને બીજું દુઃખ ભૂલવા લાગ્યા. રીતા પણ ખુશખુશાલ રહેવા લાગી.

ત્યાંજ મલય ની ટ્રાન્સફર નજીક ના શહેર માં થઇ. રીતા ની તબિયત પણ સારી રહેતી ન હોવાથી રીતા ની જોબ મુકવી અને મલય ની ટ્રાન્સફર થઇ તે શહેર માં શિફ્ટ થઇ જવું એવું નક્કી કર્યું. શહેર જાણીતું હોવાથી મકાન શોધવા માં તકલીફ ન પડી. મકાન પણ સરસ મળી ગયું અને શિફ્ટ પણ થઇ ગયા. મલય હાજર પણ થઇ ગયો. રીતા ઘર ની ગોઠવણીમાં અને પોતાની તબિયત ને લીધે વ્યસ્ત રહેવા લાગી. જયારે મલય પોતાની નવી ઓફીસ માં વ્યસ્ત રહેવા લાગ્યો. પણ મલય ની વ્યસ્તતા નું કારણ ન જાણીને રીતાએ પોતાની ઝીંદગી ની સૌથી મોટી ભૂલ કરી હતી. તેને લાગ્યું નવી ઓફીસ છે એટલે કામ વધારે હશે કરી મન મનાવી લેતી. જયારે મલય તો ઓફિસ માં નવી જ જોઈન્ટ થયેલી કાજલ ની સુંદરતા જોઈ ચકિત થઇ ગયો અને તેના પ્રત્યે આકર્ષિત થઇ ગયો હતો. સામે કાજલ પણ પોતાને વારે વારે જોઈ રહેલા મલય ના પ્રભાવશાળી વ્યક્તિત્વ થી આકર્ષિત થઇ હતી. ધીરે ધીરે બંને વચ્ચે દોસ્તી પણ થઇ ગઈ અને સાથે આવવા જવાનું પણ શરૂ થઇ ગયું અને દોસ્તી પ્રેમ માં પલટાવા લાગી. બીજી તરફ રીતા પોતાના આવનારા સોનેરી ભવિષ્યના સપનાઓ જોવા લાગી હતી. એ દિવસ પણ આવી ગયો અને રીતાએ એક સુંદર પુત્ર ને જન્મ આપ્યો. ઓફીસ ના મિત્રો ને ખબર પડતા મલય ને વધાઈ આપવા લાગ્યા. ત્યારે તો કાજલ ને ખબર પડી કે મલય પરિણીત છે અને એક બાળક નો પિતા પણ બની ગયો છે. તેણે મલય સાથે બોલવા નું બંધ કરી દીધું. તો મલય ને તેની સાથે વાત કર્યા વગર ચેન જ પડતું ન હતું. રોજ તે કાજલ ને મનાવવા ની કોશિષ કરતો પણ કાજલ ટસ ની મસ થતી ન હતી. જયારે બીજી તરફ રીતા અને બાળક ને જયારે તેની સૌથી વધારે જરૂર હતી ત્યારે તે પારકી સ્ત્રી ના ગમ માં ડૂબેલો હતો. છતાં રીતાએ કોઈ ફરિયાદ કરી ન હતી. અરે તેને મલય ની ઓફીસ માંથી એક વ્યક્તિ મલય અને કાજલ માટે ચેતવણી આપવા આવી તો પણ તેણે તેના ભોળપણ ને લીધે કહી દીધું કે મને મારા મલય પર પૂરો વિશ્વાસ છે. એટલે તેની ફરિયાદ હવે ક્યારેય મને કરશો નહિ. પછી એ સામાન્ય વાત હોઈ તેમ તે ભૂલી ને પોતાના પુત્ર ની દુનિયા માં ખોવાય ગઈ. આ અંગે તેને કોઈ વાર મલય ને કઈ પૂછ્યું પણ નહિ. જયારે મલય કાજલ ને મનાવી ને થાકી ગયો ત્યારે તેને કાજલ ને છેલ્લીવાર મળવાની આજીજી કરી અને કાજલ તૈયાર થઇ ગઈ. મુલાકાત માં મલયે કહ્યું કે હું કઈ પણ કરવા તૈયાર છું પણ તું મારી સાથે બોલવાનું બંધ ન કર. ત્યારે કાજલે કહ્યું તારી પત્ની અને બાળક ને છોડી ને મારી સાથે લગ્ન કરવાની હિમત હોય તો મને બોલાવજે. કાજલ ના પ્રેમ માં આંધળા બનેલા મલય ને સાચા ખોટા નું કે પોતાને અપાર પ્રેમ કરનારી અને પોતાને માટે ઘર ના ને છોડીને આવનાર પત્ની ની પણ કોઈ લાગણી આડી ન આવી કે હમણાં જ દુનિયા માં જન્મ લેનાર પોતાના પુત્ર ની પણ કોઈ પરવા ન થઇ અને તરત તે કાજલ ની સાથે સહમત થઇ ગયો.

બીજે જ દિવસે કાજલ સાથે તેણે આર્યસમાજ માં લગ્ન કરી લીધા અને કાજલ ની ઝીદ ને વશ થઇ ને તેને લઇ સીધો પોતાના ઘરે ગયો. ડોરબેલ વગાડી પણ રીતા બાળક ને સુવડાવતી હતી એટલે આવતા વાર લાગી..... પણ દરવાજો ખોલતા જ મલય તેમજ કાજલ ને હાર પહેરેલા જોઈ તેને સમજ માં જ ન આવ્યું કે આ શું થઇ રહ્યું છે, એક સેકન્ડ માં પેલી ચેતવણી આપનાર વ્યક્તિ યાદ આવી ગઈ. બીજી સેકન્ડે તેના મોઢા માંથી ફક્ત મલય ... એટલો જ શબ્દ નીકળ્યો અને તે બેહોશ થઇ ગઈ. તેના પ્રેમ ની પરાકાષ્ઠાતો ત્યાં આવી ગઈ કે પછી તે હોશ માં જ ન આવી. તેને મળ્યો તેના નિર્મળ અને અપાર પ્રેમ કે જેના માટે તે પોતાના માતાપિતા ઘરબાર બધું છોડી ને આવી હતી તેનો વજ્રઘાત... જેના આઘાત માં તેણે પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી.

આજે પણ રીતા મેન્ટલી રીટાર્ડેડ હોસ્પિટલ માં રહે છે અને આજ સુધી તેને દુન્યનવી હોશ આવ્યા જ નથી. જયારે તેનો દીકરો આજે પણ મોટાભાઈ નીરવ સાથે રહે છે. ઘણીવાર ઈશ્વર ના ન્યાય પર પણ શંકા જાય છે, કારણ કે આજે પણ મલય અને કાજલ ખુશહાલ દામ્પત્યજીવન વિતાવે છે.

***