પ્રકરણ-૮
અંતિમ
ડોક્ટર નો આભાર માની બંને ભારે હૃદયે નીકળ્યા. મિત ના મન માં મૂંઝવણ એ હતી કે હવે વેણુ ને શું કહીશ ?
પોતે વેણુ ને વચન આપ્યું હતું કે તેને કઈ નહિ થવા દે, જોકે વેણુ ને શું કહીશ એતો ફક્ત તેના વિચારો માં હતું પણ દિલ તો તેનું ખુબ વલોવાતું હતું. પોતાની પ્રાણ થી પણ પ્યારી પ્રિયા, પોતાના થી ખુબ ખુબ દુર, કે જ્યાંથી પાછા આવવા ની કોઈ શકયતા જ ન હતી, તે તરફ ડગ માંડી રહી હતી. આટલા વર્ષો તો વેણુ ક્યારેક મળશેજ એ આશ માં જ ઝીંદગી આગળ ચાલતી હતી,,, જયારે હવે...
પ્રણવ ને પણ મિત ના દિલ ની હાલત ખબર જ હતી. કારણ કે તે પોતે જ એટલું દુઃખ અનુભવતો હતો. તો પોતાના મિત્ર ની હાલત શું હોય તે સમજી શકતો હતો. તેણે બાઈક શહેર થી દુર આવેલા તળાવે લઇ લીધી. અહી ખુબ શાંત વાતાવરણ હતું થોડા ઘણા લોકો સિવાય કોઈ બતાતું ન હતું. બસ મિત ને આટલીજ પ્રાયવસી જોઈતી હતી. તે પ્રણવ ને ભેટી ને રડી પડ્યો. પ્રણવ મારી વેણુ.... તેનું રડવાનું અટકતું જ ન હતું.
પ્રણવે પણ તેને રડવા દીધો. માંડ માંડ તેનું રડવાનું બંધ થયું પણ તેના હીબકા હજી અટકતાજ ન હતા. કદાચ મિત પોતાની ઝીંદગી માં પહેલીવાર રડ્યો હશે. આંખો સુઝી ને લાલચોળ થઇ ગઈ. વાળ અસ્તવ્યસ્ત થઇ ગયા હતા.
પ્રણવ મને સૌથી વધારે દુઃખ એ થાય છે કે મારા લીધે વેણુ ની આ હાલત છે અને હું કઈ નથી કરી શકતો, હું તો તેની સાથે મરી પણ નથી શકતો. એટલું બોલ્યો ત્યાં પાછી આંસુડા ની ધાર થઇ ગઈ.
પ્રણવ થી હવે તેને સંભાળવો અઘરો થઇ ગયો હતો. મિત કોઈ ની પાછળ કોઈ મરી શકતું નથી. પણ હા તેની પાછળ, તેના કાર્યો પાછળ જીવી જરૂર શકે છે. તું તારી લાઈફ ને વેણુ ના અધૂરા રહેલા કાર્ય માં જોડી શકે છે. એવી ઘણી વાતો કરી બંને મિત્રો નીકળ્યા. પણ મિત ની હાલત જોતા તેને વેણુ ના ઘરે લઇ જવો કે હોસ્ટેલ છોડવો પ્રણવ ને ઉચિત ન લાગતા, મિત ને પોતાના ઘરે જ લઇ ગયો.
મિત નું ધ્યાન ડાયવર્ટ કરવા પ્રણવે વાત શરુ કરી. મિત તું આપણી સાથે સ્કુલ માં તેમજ નાટક માં હતી તે નેહા ને ઓળખે છે ? હા ઓળખું જ ને, સ્કુલ માં પણ આપણે તેની બહુ મજાક કરતા.
હા તો એ નેહા આપણા કાર્ય સાથે જોડવા માંગે છે. તું હજી તેના કોન્ટેક્ટ માં છે ? ક્યાં રહે છે એ ? હા તે ઘણીવાર અમારા કાર્ય માં પણ સાથે હોય છે અને હું પણ તેના કોન્ટેક્ટ માં છું, કહી એ થોડું હસ્યો. એટલે મીતે કહ્યું તું મારા થી કૈક છુપાવે છે. બોલ શું વાત છે ? છુપાવતો નથી મિત પણ આપણ ને વાત કરવાનો મોકો જ નથી મળ્યો. હું તેની સાથે એંગેજ છું, અમારા બંને ના ઘરે થી પણ મંજુરી મળી ગઈ છે. થોડા સમય માં સગાઇ પણ નક્કી થઇ જશે.
વાહ તેતો ખુબ સરસ સમાચાર આપ્યા છે દોસ્ત. તેને આપણા કાર્ય માં રસ હોય તો બહુ સારી વાત છે. તો ક્યારે મેળવે છે હવે નેહા ને ?
બસ કાલે જ મળવા ની છે. તો પ્રણવ અત્યારે તેને તારી સાથે આપણા કાર્ય માં જોડી દે. દાતાઓ ને મળવા માં એક કરતા બે ભલા. કાલ થી જ આ કાર્ય શરુ કરવાનું બંને એ નક્કી કર્યું.
સવાર માં મિત વેણુ ના ઘરે પહોચી ગયો. વેણુ ને તેણે “વાંસલડી ડોટ કોમ”.... એચઆઈવી જાગૃતિ અભિયાન અંગે વિગતવાર વાત કરી. વેણુ તો ખુશ થઇ ગઈ.
વાહ મિત ખુબ સરસ કાર્ય કરવા જઈ રહ્યો છે. કાશ હું પણ તમારી સાથે આ કાર્ય કરી શકેત. કાશ મને પણ આવી કોઈ મદદ મળી હોત અને સમયસર ટ્રીટમેન્ટ થઇ હોત તો હું પણ તારી સાથે ઝીંદગી વિતાવી શકેત.
ઝીંદગી સાથે વિતાવી શકેત શું વેણુ ? સાથે જ વિતાવવા ની છે. વેણુ નો હાથ હાથ માં લઇ તેણે કહ્યું વેણુ હું તારી વગર નહિ જીવી શકું, હું તને કઈ નહિ થવા દવ. મને હજી પીકનીક માં ભરત વાળો સફેદ દ્રેસ પહેરેલી વેણુ આંખો સામે તરવરે છે. હજી તો આપણે સાથે ફરવાનું છે, સાથે રહેવાનું છે, ઝગડવાનું છે કહી હસી પડ્યો. હું હવે તારી સાથે જ છું અને તને કઈ નથી થવાનું. જોકે છેલ્લા શબ્દો એ ભાર પૂર્વક ન બોલી શક્યો ને આંખો માં ઝળહળીયા આવી ગયા. એ વેણુ ના ધ્યાન માં આવી જ ગયું.
તેણે મિત નો હાથ પકડી બાજુ માં બેસાડ્યો. મિત વાત તો તારી સાચી છે, હું હમેશા તારી સાથે જ છું અને સાથે જ રહીશ. હું પણ તને ખુબ ખુબ ચાહું છું. હજી મિત કઈ સમજે તે પહેલા તે મિત ને ભેટી પડી. ઝકડી લીધો એમ જ કહી શકાય, કારણ મિત હલી પણ નહોતો શકતો. પણ એના એ પ્રેમ થકી મિત ને અઢળક શાંતિ મળતી હતી. બંને જણા એમજ ઈચ્છતા હતા કે સમય આમજ થંભી જાય. મિત ને હસાવવા વેણુ એ મિત નીજ સ્ટાઇલ માં તેને કહ્યું,
“’ઝીંદગી કેટલી છે કોને ખબર,,,,, આ પંખી ક્યારે ઉડી જાય કોને ખબર,
જીવીલો થોડા પલ પ્રેમ થી... આ શ્વાસ ક્યારે દગો દઈ જાય કોને ખબર’
મીતે તરત વેણુ ના હોઠે હાથ મૂકી દીધો આંખો માં ઝળહળીયા સાથે, એવું ન બોલ વેણુ, તું કેમ એવી વાતો કરે છે ? તને કઈ નથી થવાનું.
મિત તું કાલે ડોક્ટર ને મળી ને આવ્યો છે ને ? હું તારી આંખો માં વાંચી શકું છું, તેમણે શું કહ્યું છે તને. આમ પણ મને શંકા હતી જ કે મારી પાસે હવે જાજો સમય નથી. પણ કેટલો સમય છે કહે ને મિત ?
મિત તેની વાત સાંભળી ન શક્યો અને રૂમ માંથી બહાર નીકળી ગયો. બહાર આંગણા ના હીચકા પર જઈ બેસી ગયો. ત્યાં હિરલબેન ત્યાં આવ્યા. મિત ને આંસુઓ સાથે બેઠેલો જોઈ તે સમજી ગયા અને તેનાથી પણ રડી ગયું. વાતાવરણ ભારેખમ બની ગયું. કોણ કોને છાનું રાખે ? કોણ કોને સાંત્વના આપે ?
થોડો સમય એમજ પસાર થયા પછી મિત મન મક્કમ કરી બોલ્યો. આંટી હું મારી વેણુ સામે આમ દુઃખી નથી જોઈ શકતો. તેની પાસે જેટલો સમય છે તે આનંદ થી પસાર થાય એમ હું ઈચ્છું છું. તેમાં તમારે બધાએ પણ સાથે આપવાનો છે. તમે અંકલ ને કહેજો ને પ્લીઝ. હિરલબેન પણ મિત ની વાત સાંભળી તેની સાથે સહમત થયા. તારી વાત સાચી છે. હું પણ મારી ફૂલ જેવી દીકરી ને રડતા કે હતાશા ની હાલત માં નથી જોઈ શકતી. કોઈ તેની સામે રડશું પણ નહિ અને ઢીલા પણ નહિ પડીએ.આપણે તેના માટે બીજું તો કઈ નથી કરી શકતા પણ તેની બાકી ની ઝીંદગી આનંદ થી પસાર થાય એમજ કરીશું.
વિજય ક્યારે પાછો આવવનો છે ? તેને ક્યારે એક્ઝામ પૂરી થાય છે ?
વિજય આવતા અઠવાડિયે તેની લાસ્ટ એક્ઝામ પૂરી થઇ જશે એટલે આવશે.
સારું આંટી હું નીકળું છું, થોડા કામ પતાવવાના છે. કાલે રવિવાર ની રજા છે એટલે હું સવાર થી આવીશ અને જમીશ પણ અહી.
સાંજે પ્રણવ સાથે સાઈટ માટે ની જરૂરી તૈયારી કરી લીધી. ડોક્ટર રાવલ પાસે સોમવારે સાંજે જવાનું હતું. જયારે પ્રણવે તો દાતાઓ નો કોન્ટેક્ટ શરુ કરી જ દીધો હતો.
ધાર્યા કરતા કાર્ય ખુબ અઘરું હતું. ઇનીશીયલ સ્ટેજ માં ક્યાં રોગ નો સમાવેશ કરવો તે નક્કી કરવાનું હતું. દરેક બાબત ની પોલીસી તૈયાર કરવાની હતી. જરૂરિયાત મંદ કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે એ પણ નક્કી કરવાનું હતું. ફોન નંબર આપવો કે ફક્ત સાઈટ પર જ કોન્ટેક્ટ કરી શકે ? આવી તો ઘણી નાની મોટી બાબતો માટે મિત અને પ્રણવ ગૂંચવાઈ ગયા હતા. એટલે સોમવારે ડોક્ટર તેમજ મેહુલસર ને મળ્યા પછી દરેક બાબત ની પોલીસી અને સાઈટ ને ફાયનલ ઓપ આપવો એવું નક્કી કરી બંને છુટા પડ્યા.
સામાન્ય રીતે મિત રવિવારે કોઈ દિવસ વહેલો ન ઉઠે. પણ અત્યારે તો આંખો માંથી ઊંઘ જ ગાયબ થઇ ગઈ હતી અને તેમાં પાછું વેણુ પાસે જવાનું હતું. આટલું વહેલું તો કોઈ ના ઘરે ન જવાય એટલે એ આંટો મારવા નીકળી પડ્યો. વેણુ માટે તેને ભાવતા ગાંઠિયા તેમજ જલેબી લીધા. થોડું ફરી તે વેણુ ના ઘરે પહોચી ગયો. આજે તો અંકલ અને આંટી બંને ઘરે જ હતા.
બધા એ સાથે બેસી નાસ્તો કર્યો. વેણુ ના મમ્મી પપ્પા પોતપોતાના કામે લાગ્યા અને બંને વાતો એ વળગ્યા. મિત વેણુ સાથે ખુબ હસી મજાક કરતો હતો એટલે વેણુ ને ખુબ સારું લાગ્યું.
આખું અઠવાડિયું તૈયારી માં જ જતું રહ્યું. થોડો સમય મળે એટલે વેણુ પાસે પણ પહોચી જતો. રવિવારે વેણુ નો ભાઈ વિજય પણ આવી ગયો. મિત રવિવાર ત્યાજ રહેતો. એટલે જમી ને બધા બેઠા હતા અને વેણુ બીજા રૂમ માં સુઈ ગઈ હતી. એટલે મીતે વેણુ ના મમ્મી પપ્પા અને ભાઈ ને વેણુ પ્રત્યે ની પોતાની લાગણી અને તે લોકો શરુ કરવા જઈ રહેલ કાર્ય “વાંસલડી ડોટ કોમ”....... એચઆઈવી જાગૃતિ અભિયાન ની વાત કરી.
વેણુ ના પપ્પાએ કહ્યું મિત તારા માટે મને ખરેખર માન છે. અમે પણ અમારી દીકરી માટે કઈ નથી કરી શકતા એટલે ખુબ દુઃખ થાય છે. અમારી જાત ને ખુબ નિસહાય અનુભવીએ છીએ. પણ મને તારા કાર્ય માં રસ પડ્યો છે અને હું તને શું મદદરૂપ થઇ શકું તે કહેજે. વિજયે પણ મિત ને મદદ કરવાની તૈયારી બતાવી. મિત ખુશ થઇ ગયો કે પોતાના માનવ કલ્યાણ ના કાર્ય ની શરૂઆત ખુબ સરસ થઇ રહી છે.
હા બીજી એક વાત, ૧૫ દિવસ પછી વેણુ નો જન્મદિવસ છે. હું તેનો જન્મદિવસ ખુબ ધામધૂમ થી ઉજવવા માંગું છું પણ વેણુ ને સરપ્રાઈઝ આપવાની છે. ઘર ના બધા તે માટે તૈયાર થઇ ગયા.
“વાંસલડી ડોટ કોમ” ના કાર્ય માટે અને વેણુ ની સરપ્રાઈઝ પાર્ટીની ની તૈયારી માં દિવસો ક્યાં જતા રહ્યા તે ખબર જ ન પડી. જોકે વેણુ ની તબિયત સારી રહેતી ન હતી. તેને ખુબ નબળાઈ આવી ગઈ હતી એટલે મિત તેમજ વેણુ ના ઘર ના તેના માટે ટેન્શન માં હતા. પણ વેણુ સામે બધા ખુશખુશાલ જ રહેતા. એમજ વેણુ ના જન્મદિવસ ના દિવસે સવારે મિત તેને ખુબ પસંદ ફૂલો નો બુકે લઇ તેના ઘરે પહોચી ગયો. સવાર માં હાથ માં સફેદ ફૂલો ના બુકે સાથે મિત ને જોઈ વેણુ ખુશ થઇ ગઈ તેને લાગ્યું આજના દિવસ ની શરૂઆત સરસ થઇ હવે આખો દિવસ સુંદર જશે.
સાંજે વેણુ ને ફરવા લઇ જવાના બહાને મિત તેને હોટલ ના નાનકડા હોલ માં લઇ આવ્યો. ત્યાં પહોચ્યા તો ખુબ અંધારું હતું. તેમના પહોચતાજ લાઈટો થઇ અને ફૂલો અને શબ્દો વડે વેણુ ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવા માં આવી.
હોલ માં બધાજ મિત્રો વેણુ ના સગા વહાલા, મેહુલસર, ડોક્ટર રાવલ તેમજ મિત ના મમ્મી પપ્પા પણ હાજર હતા. આટલું સરપ્રાઈઝ જોઈ વેણુ ની આંખો માં ખુશી ના આંસુ આવી ગયા. ત્યાં તેને મિત નો અવાજ કાને પડ્યો.
વેણુ ના જન્મદિવસ ની સરપ્રાઈઝ પાર્ટી માં આપ સૌનું સ્વાગત છે. વેણુ નો જન્મદિવસ યાદગાર ઉજવવો એ મારું વર્ષો નું સપનું છે, જે આજે પૂરું થવા જઈ રહ્યું છે. સાથે સાથે આજે વેણુ ને મારા દિલ ની વાત પણ જણાવવા માંગુ છે. એ સાંભળી વેણુ ની ધડકન તેજ થઇ ગઈ. હજી કઈ વિચારે એ પહેલા મિત તેની સામે ઘુટણીયે બેસી તેને પ્રપોઝ કરી રહ્યો હતો.
વેણુ માં મન માં એકસાથે કેટકેટલા વિચારો શરુ થઇ ગયા. મિત ને કઈ પણ જવાબ આપ્યા વગર તે બાજુ ની ખુરશી માં ફસડાઈ પડી.
વેણુ એમ નાસીપાસ ના થઈશ પ્લીઝ. હું કેટલી આશ સાથે તારી પાસે આવ્યો છું.
મિત તને ખબર છે ને હું હવે જાજા દિવસ ની.... આખો માં આંસુ સાથે વેણુ એટલુજ બોલી શકી.
હા વેણુ મને બધી જ ખબર છે પણ મારો પ્રેમ એ વાતો ને ગૌણ માને છે. મેં આ અંગે મારા માતા પિતા ની પણ સંમતી લઇ લીધી છે.
મિત તારી પાસે હજી ઝીંદગી આખી પડી છે, હું એટલી સ્વાર્થી નથી મારા થોડા દિવસો ના પ્રેમ માટે તારી ઝીંદગી બગાડું.
વેણુ તુજ તો મારી ઝીંદગી છે. તું મને સાથ નહિ આપે તો મારી ઝીંદગી બગડશે. પ્લીઝ તારી બાકી ની ઝીંદગી નો સમય મારા નામ પર આપી દે પ્લીઝ, બોલતા બોલતા મિત રડી પડ્યો.
હવે વેણુ થી ન રહેવાયું તે ઉઠી ને મિત ને ભેટી પડી. મિત મારી ઝીંદગી તો તારા નામે જ છે. પણ મને એક વચન આપે તો હું તારી વાત સ્વીકારું મિત્ર.
બોલ ને વેણુ શું વચન જોઈએ છે ?
તને આગળ ની ઝીંદગી માં કોઈ સારું પાત્ર મળે તો તું તેનો હાથ ઝાલી લઈશ.
વેણુ એ મારા થી નહિ થઇ શકે. પણ એજ વચન હોય તો હું તૈયાર છું.
એટલા શબ્દો બોલાયા ત્યાતો તાળીઓ નો ગડગડાટ થઇ ગયો અને ત્યારે બંને ને ધ્યાન ગયું કે તે ઘણા બધા લોકો ની વચ્ચે છે. એટલે વેણુ શરમાઈ ગઈ અને મીતે તેને રીગ પહેરાવી. ખરેખર વેણુ ના જીવન ની એ યાદગાર પાર્ટી બની રહી. ખુબ ખુશખુશાલ હતી વેણુ અને તેના પરિવારજનો પણ.
“વાંસલડી ડોટ કોમ”.... એચઆઈવી જાગૃતિ અભિયાન સાઈટ નું ઇનોગ્રેશન પણ વેણુ ના હાથે તેના જન્મદિવસ ના દિવસે જ કરવા માં આવ્યું. ત્યાં હાજર હતા તે લોકો ને અપીલ કરવા માં આવી કે જેટલું થઇ શકે આ સાઈટ ની માહિતી વધારે અને વધારે લોકો સુધી પહોચાડવી. હાજર લોકો એ તેમની ઉદ્દાત ભાવના થી પ્રેરાય ને તેમની વાત તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી.
પ્રણવે મિત ને નેહા સાથે ઓળખાણ કરાવી. નેહા એ કહ્યું મિત તમારો બંને નો પ્રેમ ખરેખર અમર પ્રેમ છે, અને એ તે આજ સાબિત કરી દીધું. હું તને સેલ્યુટ કરું છું દોસ્ત.
શહેર ની કોલેજો માં અને અનેક સંસ્થાઓ માં ફરી ને આ સાઈટ વિષે માહિતી આપવામાં આવી. તેમજ સોસીયલ મીડિયા થકી પણ તેના પ્રસાર માટે પ્રચાર કરવામાં આવ્યો. એટલે એકજ વિક માં સાઈટ સોસીયલ મીડિયા માં ટોપ પર પહોચી ગઈ. ધાર્યા કરતા ઝડપ થી લોકો દ્વારા સાઈટ પર ની માહિતી માટે તેમજ મદદ માટે સર્ફિંગ થવા લાગ્યું.
તેમનું કાર્ય ખુબ જ ઝડપ થી આગળ વધવા લાગ્યું. પણ મિત એ કામ માંથી પણ વેણુ માટે સમય કાઢી જ લેતો હતો. પણ વેણુ ની તબિયત હવે વધારે બગડવા લાગી હતી. એટલે મીતે વેણુ ને કહ્યું તું મારી સાથે લગ્ન કરીશ ?
ના મિત હવે મને વધારે ફોર્સ ન કરીશ. એક વાત મેં તારી સ્વીકારી એક વાત તું મારી સ્વીકાર હવે એ વાત શક્ય નથી. હું તને થોડા દિવસો માટે કોઈ નામ દઈ ને જવા નથી માંગતી. પણ વેણુ.. બસ મિત કોઈ બીજી વાત કરીશું આપણે ? વેણુ એ વાત ફેરેવી નાખી.
કાલે મારે સાઈટ ના કામ માટે ૨ દિવસ બેંગ્લોર જવાનું છે. પણ હું ન આવું ત્યાં સુધી તારે તારી તબિયત નું ખુબ ધ્યાન રાખવાનું છે વેણુ.
સારું મિત પણ જલ્દી આવજે હવે સમય નથી મારી પાસે જાજો. જેટલો સમય છે તે હું મારા મિત સાથે વિતાવવા માંગું છું. તો હું નથી જતો પ્રણવ ને મોકલી દવ ? ના એમ તો સારી છે તબિયત, પણ જલ્દી પાછો આવી જજે.
વેણુ ને રૂટીન ચેક અપ માટે વિજય લઇ ગયો. ડોકટર ના કહેવા મુજબ તબિયત સારી હતી વેણુ ની. પણ ઘરે પહોચાતાજ તે બેભાન થઇ ગઈ. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલઈઝ કરવા માં આવી. તેને કોઈક ઇન્ફેકશન લાગી ગયું હતું. રોગ પ્રતિકારક શક્તિ સાવ જ ક્ષીણ થઇ ગઈ હોવાથી તરત ઇન્ફેકશન લાગી જાય. તેના શ્વાસોશ્વાસ અટકવા લાગ્યા. હિરલબેન અને વિજય સાથે જ હતા. વેણુ ની હાલત તેનાથી જોઈ શકાતી ન હતી. વિજયે તરત મિત ને ફોન કર્યો જેમ બને તેમ જલ્દી આવી જા વેણુ ની તબિયત સારી નથી.
મિત મીટીંગ અધુરી છોડી ને તાત્કાલિક પહોચી ગયો. બસ માંથી ઉતરતાજ વિજય ને ફોન કર્યો ક્યાં છે વેણુ ?
વેણુ ને અમે સીટી ની વચ્ચે આવેલી જીવનરેખા હોસ્પિટલ માં લાવ્યા છીએ.
તરત મિત ત્યાં પહોચી ગયો અને ઓક્ષીજન માસ્ક વાળા વેણુ ના ચહેરા સામે જોઈ રડી પડ્યો. વેણુ એ મને ના પાડી હતી કે બહુ મોડું ન કરીશ. છતાં હું જતો રહ્યો બસ એજ વાત લઇ ને તેના આંસુ અટકતા ન હતા. વિજયે તેને માંડ શાંત કર્યો. બંને તરત ડોક્ટર ને મળવા ગયા. તેમણે કહ્યું ઇન્ફેકશન ખુબ લાગી ગયું છે અને તેનું શરીર હવે કોઈ પ્રતિકાર નથી કરી શકતું. ૪૮ કલાક નો સમય બહુ ભારે છે તેના માટે, તે નીકળી જશે તો વાંધો નહિ આવે. ડોક્ટર ની વાત સાંભળી પાછા મિત ની આંખ માં આંસુ આવી ગયા. રાત્રે બધા ને ઘરે મોકલી મિત હોસ્પિટલ માં વેણુ પાસે રહ્યો.
ત્યાં નર્સ નો આવાજ આવતા મિત અતીત ની એ સુંદર યાદો માંથી પાછો ખેચાઈ આવ્યો. નર્સ સવાર નું ઇન્જેક્શન આપી ને જતી રહી.
હિરલબેન અને ઘર ના કોઈ ને વ્હાલસોય દીકરી ની હાલત ખરાબ હોય ઊંઘ તો ક્યાંથી આવે એટલે વહેલી સવારે જ બધા પાછા પહોચી ગયા હોસ્પિટલ. ત્યાં ડોકટરે રાઉન્ડ માં આવ્યા. તેમણે વેણુ ને તપાસી ને કહ્યું હાલત બગડતી જાય છે હવે જાજા કલાકો નથી તેની પાસે. ઘર ના બધા ભાંગી પડ્યા. કોણ કોને સંભાળે ?
ત્યાતો વેણુ થોડી સળવળી એટલે ડોક્ટર ની મનાઈ છતાં બધા તેની ફરતે વીંટળાઈ વળ્યા. વેણુ એ ધીમેથી આંખો ખોલી. આખો પરિવાર તેમજ મિત ને નજર સામે જોઈ જાણે તેને ધરપત થઇ. પણ મિત સામે જોતા જાણે તેની નજર માં આજીજી આવી જતી હતી મિત મારે તારી સાથે રહેવું છે, મિત મારે મરવું નથી.
તેની નજર નો એ તાપ મિત સહન ન કરી શક્યો. પોતે કઈ જ કરી શકતો નથી એ અનુભૂતિ તેને શાંતિ લેવા નહોતી દેતી. દિલ માં દાવાનળ લાગેલો હતો. શું કરું શું કરું ? કઈ જ વિચારી શકતો ન હતો.
પણ એક નિર્ણય કરી વેણુ પાસે આવ્યો. વેણુ પ્લીઝ મારી એક વિનંતી સ્વીકારી લે, મને તારી માંગ માં સિંદુર પૂરી લેવા દે. પ્લીઝ વેણુ, મને એ ધરપત થવા દે કે વેણુ ફક્ત મારીજ છે. પ્લીઝ વેણુ.. રડતા મિત ને જોઈ વેણુ એ આંખો થી સંમતિ આપી અને મીતે તેની માંગ માં સિંદુર પૂરી પોતાની વેણુ ને કાયમ પોતાની કરી હોય તેવી લાગણી અનુભવી. માતા પિતા માટે દીકરી ના લગ્ન એક લાહવો હોય છે. વેણુ નાં પરિવાર ન લોકો પોતાની લાગણી સમજી નહિ શકતા ન હતા. એક તરફ દીકરી છેલ્લા શ્વાસ લઈ રહી હતી જ્યારે બીજી તરફ આજે તેની માંગ માં સિંદૂર પૂરી ને નવવધૂ બની હતી.
ત્યાં સુધી માં પ્રણવ અને નેહા પણ આવી ગયા હતા. બધા ની આંખો માંથી આંસુ સુકાતા ન હતા.
વેણુ પણ જાણે પોતાની માંગ માં સિંદુર પુરાવવા જ જાગી હોય તેમ પાછી નિશ્ચેતન થઇ ગઈ.
તરત ડોક્ટર નર્સ દોડી આવ્યા. તાત્કાલિક સારવાર શરુ કરી પણ બધું વ્યર્થ...
વેણુ તો અનંત ની વાટે પોતાનું પુણ્ય નું ભાથું ભરી અને નીકળી પડી હતી......
“વાંસલડી ડોટ કોમ”......... એચઆઈવી જાગૃતિ અભિયાન માં હવે ઘણા બધા રોગો ને આવરી લેવાયા હતા. ડોક્ટર રાવલ,મેહુલસર, પ્રણવ, નેહા, વિજય તેમજ તેમના ઘર ના આ બધા ના સપોર્ટ થી મિત એ કાર્ય ખુબ સરળતા થી કરી રહ્યો હતો. તેણે એ કાર્યો નેજ પોતાની જિંદગી બનાવી દીધી હતી.
લોકો કહેતા મિત અને વેણુ નો જન્મ જ સેવા માટે થયેલો હતો. બસ એ કાર્ય માંજ રચ્યા પચ્યા રહી મિત ની ઝીંદગી દોડી રહી હતી. જોકે વેણુ ના શબ્દો મિત ભૂલ્યો નહોતો કે "કોઈ સારું પાત્ર મળે તો હાથ ઝાલી લેજે". પણ વેણુ સિવાય એ સ્થાન કોઈ ના લઇ શકે એ પાકો નિર્ધાર હતો મિત નો.
“તું નથી તો આ જગત ઉદાસ લાગે છે, પૂનમ ની રાતોય મુજને અમાસ લાગે છે,
અણુ અણુ માં જગત નિહાળું છું તને, નયન ની કીકી માં પણ તારો વાસ લાગે છે”.
સમાપ્ત