એન અફેર - 4 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન અફેર - 4

એન અફેર

પાર્ટ

(કામિની નાઇટી પહેરીને નિલેશના સ્ટડી રૂમમાં તેને સેક્સ્યુઅલી ઉત્તેજિત કરવા લુભાવે છે, પણ તેની કોઈ ખાસ અસર નિલેશ પર થતી નથી. કામિનીના કામુક અંદાજ સામે નિલેશની ઉત્તેજના જાણે બુઠ્ઠી પડી ગઈ હોય તેમ કોઈ જ પ્રકારનો આવેગ તેના લોહીમાં ભરાતો નથી. બંને વચ્ચેના નીરસ સંબંધોમાં ક્યાંક નિલેશનો બીજા સાથેનો ખાનગી સંબંધ તો નથી ને - એ વિષે કામિની ખુલાસો માંગે છે. પણ નિલેશના જવાબમાં તેના અપ્રમાણિક હોવાનો બોદો રણકાર આવતો હોય એવું લાગે છે... આખરે નિલેશ એવા તો કોના અફેરમાં એટલો ઓબ્સેસ્ડ છે કે તેની રિયલ વાઈફ સાથેનો સંબંધ તેને ઉત્તેજવા કે પ્રેમ કરવા ફિક્કો પડતો હોય એવું લાગે છે?)

હવે આગળ,

નિલેશ ડેસ્કટોપની સ્ક્રીન સામે જોઈ રહ્યો. હાથમાં પકડેલી વીંટી ફેરવતો વિચારતો રહ્યો. માઉસ પર હાથ મૂકી કોમ્પ્યુટર શટ ડાઉન કર્યું. વીંટી પહેરી તે ઊભો થયો. નાઈટલેમ્પ ઓફ કરી, ઊંડો શ્વાસ છાતીમાં ભર્યો. પછી તે રૂમમાંથી બહાર નીકળ્યો.

કામિની બેડમાં આડી પડી પુસ્તક વાંચતી હતી. નિલેશને જોતાં જ તેણે ચોપડી બાજુમાં મૂકી સંમોહનીય સ્મિત તેની તરફ રેલાવ્યું. તેની મોટી આંખોમાં ગજબનું આકર્ષણ હતું, પણ નિલેશની નસોમાં લોહીનું જે તોફાન મચવું જોઈએ એ શાંત તળાવની માફક સ્થિર હતું વલય વિહીન. કામિની ઢીંચણેથી પગ વાળીને બેઠી થઈ ગઈ. તેની માંસલ જાંઘ એ રીતની બેઠકમાં વધુ માદક દેખાઇ રહી હતી. આછા ગુલાબી હોઠ પર નટખટ સ્મિત ફરકાવી, તેણે ખુલ્લા વાળ બાંધવા બન્ને હાથ ઊંચા કરી પાછળ વાળ્યા. તેની ક્લીન સેવ્ડ આર્મપીટ્સ પુરુષમાં કામોત્તેજક લાગણી જન્માવે એવી માદક દેખાતી હતી. તેણે નીચલો હોઠ દાંત વચ્ચે હળવેકથી દબાવી તર્જની આંગળીથી નિલેશને પોતાની પાસે આવવા ઈશારો કરી, અદાથી આંખ મારતાં તે પોતે જ તેના દબાયેલા હોઠમાં મલકાઇ ગઈ...

નિલેશે આછું નર્વસ સ્મિત વેરતાં વિચાર્યું : કામિની હજુ પણ પહેલા જેવી જ હતી આકર્ષક, અલ્લડ, નખરેબાજ, બિન્દાસ્ત અને ક્યારેક તો બિલકુલ નોટી!

બેડ તરફ જતાં નિલેશની સ્થિતિ જાણે સ્કૂલમાં પરીક્ષા આપવા જતાં નર્વસ વિદ્યાર્થી જેવી થઈ ગઈ હતી. કામિનીએ ભીના હોઠથી તેને પ્રગાઢ ચુંબન ભર્યું. ચુંબનનું રસપાન માણતાં માણતાં તેના હાથનો સ્પર્શ પહેલા જ્યાંથી અટક્યો હતો ત્યાંથી નીચે શરૂ થતાં જ... અચાનક વીજળીનો કરંટ નિલેશની નસેનસમાં ત્રાટક્યો! પગના ગોઠણ ઢીલા પડી ગયા! એકાએક હાઇ વૉલ્ટેજના કરંટથી જાણે મેઇન ફ્યૂઝ ઉડી ગયો એમ... ઉત્તેજના ભરાય એ પહેલા જ પ્લગમાંનો તાર ઓગળીને ઢળી પડ્યો!

***

સવારે ઉઠતાં જ બન્નેના મનમાં ગઇકાલ રાતના વિચારો જ ઘૂંટાઇ રહ્યા હતા. વાતને વધુ છંછેડયા વિના બન્નેએ મૌન ધારણ કરી લીધું. નિલેશ ઓફિસે ગયો એના પછી કામિની તેના વિક્ષુબ્ધ મનને શાંત પાડવા ઘરના કામમાં મન પરોવ્યું. બાલ્કનીમાં જઈને નવા ફુવારાથી ફૂલ-છોડને પાણી છાંટ્યું. તેની નજર ખૂણામાં બગડેલા ફુવારાની પિચકારી પર પડી. તેનું મન હતાશાથી ભરાઈ ગયું. ઉંધા પડેલા એ ફુવારાને લઈ, છૂટ્ટો બહાર ફેંકી દેવાની ઈચ્છા સળવળી ઉઠી...! દાઝથી તેની દાઢ ભીંસાઈ ગઈ...! પણ મનમાં અચાનક જ બીજા વિચારે તેને પાછી ખેંચી ના, એવું મારાથી બિલકુલ ન થાય. કંઈક રસ્તો જરૂર નીકળી આવશે. ફુવારો ફરી પાછો પહેલા જેવો જ કામ કરતો થઈ જશે. ફૂલ-છોડને ખિલખિલાટ ખીલવી મૂકે એવો... પણ એમાં ફસાયેલા કચરાનું શું કરવું? એને કેવી રીતે કાઢવો? કચરો નહીં નીકળે ત્યાં સુધી તો...

***

એ દિવસે સાંજે સાડા પાંચે નિલેશ થાકીને ઓફિસેથી ઘરે આવ્યો. તે ફ્રેશ થયો એટલામાં કામિનીએ ચા-નાસ્તો બનાવી ડાઈનિંગ ટેબલ પર મૂકી દીધો.

“કામિની, આજે મારે ઓફિસની પાર્ટીમાં જવાનું છે, એટ્લે સાંજનું ડિનર હોટલમાં જ કરીશ...” નિલેશે ડાઈનિંગ પર બેસતા કહ્યું.

“કેટલા વાગ્યે આવશો?

“કદાચ બાર-એક વાગી જશે...” ચાની ચુસ્કી લેતા કહ્યું.

“આટલું બધું મોડું...?” કામિનીએ ભ્રમરો ભેગી કરીને કહ્યું, “...એવી તો શાની પાર્ટી છે? આલ્કોહોલની વાસ તમારા મોઢામાંથી આવી છે તો ઘરમાં ઘૂસવા નહીં દઉં...!

“કમ ઓન કામિની, યુ નો ધેટ આઈ ડોન્ટ ડ્રિંક. એટલો તો વિશ્વાસ કર...” મોઢું બગાડી ઇરિટેટ થતાં કહ્યું.

“આઈ ડુ ટ્રસ્ટ યુ, તેણે તીક્ષ્ણ આંખે હળવી ધમકી આપતા કહ્યું, “...પણ હું તમને કોલ કરતી રહીશ, જો તમે કોલ નહીં ઉપાડો તો...”

“કમ ઓન યાર, મારા કલિંગ્સ સાથે ત્યાં એન્જોય કરું કે તારા ફોન રિસીવ કરું?” ફરીથી મોઢા પર ઇરિટેટ થયાના ભાવો ખેંચાઇ આવ્યા.

“ત્યાં તમારી પેલી બોસ તો હશે જ... નઇ?? ખિન્ન ભાવે કહ્યું.

નિલેશે આંખો મીંચી નિસાસો નાંખતા કહ્યું, “આર યુ સ્ટીલ ડાઉટ ઓન મી??

“નો, આઈ એમ જસ્ટ સેઇગ...” ખભા ઉછાળી, અદબવાળીને કહ્યું.

“શી ઈઝ જસ્ટ માય બોસ...ઓકે? નથિંગ મોર ધેન ધેટ...” નિલેશે ચોખવટ કરીને કહ્યું.

કામિનીએ કોઈ હાવભાવ કે રિસ્પોન્સ આપ્યા વિના રસોડામાં જતી રહી.

નિલેશ કપડાં પહેરી પાર્ટીમાં જવા તૈયાર થઈ ગયો. સરસ પેન્ટ શર્ટમાં હેન્ડસમ દેખાતા પતિના વખાણ કરી કામિનીએ સ્મિત વેર્યું. નિલેશ બાઈકની ચાવી લઈને બહાર નીકળ્યો. કામિનીએ દરવાજો વાખી થોડીક વાર દિપુની બાજુમાં સોફા પર બેઠી. ટીવી ઓન કરી ચેનલો ફેરવી... તેનું વિક્ષુબ્ધ મન તર્કોની તલવાર વીંઝતું હતું ત્યાં જ... દરવાજે ઘરડો અવાજ ટહુક્યો, “કામિની બેટા...”

તે ઊભી થઈ દરવાજે આવી.

“બેટા, એતો હું કહેતી હતી કે...,” જરાક હસીને દાદીમાએ કહ્યું, “...આજે એના પપ્પાને વિરલ ખૂબ સાંભર્યો છે. કહે છે કે, ઘણા મહિનાથી એની જોડે વિડીયો કોલમાં વાત નથી થઈ એટ્લે એની સાથે વાત કરવી હતી. તું જરા ફ્રી હોય તો કોમ્પ્યુટર પર... રિવેસ્ટ કરતાં અવાજમાં તેમણે કહ્યું.

“કોઈ વાંધો નહીં બા, હું એમને અત્યારે સ્કાઈપ પર મેસેજ કરી દઉં છું. એ રિપ્લાય કરશે ત્યારે તમને બોલાવીશ... અત્યારે ત્યાં સવાર પડી હશે એટ્લે કદાચ તરત જ રિપ્લાય કરશે...” કામિનીએ સહસ્મિત કહ્યું.

દાદીમાએ અંત:વેદનાનો ઊભરો કાઢતા કહ્યું, “અમેરિકા જઇને ભઈ એટલા ખોવાઈ ગયા છે કે માં-બાપને યાદ પણ નથી કરતાં, બોલો!” કહીને ઉતરી પડેલા મોઢે ફિક્કું બનાવટી સ્મિત કર્યું.

“વિરલભાઈએ મહિનામાં કમસેકમ એક વાર તો ફોન કરવો જોઈએ. વિકેન્ડ પર તો એ લોકો ત્યાં ફ્રી જ હોય છે... કામિનીએ દાદીમાની વેદનાનો પક્ષ લેતા કહ્યું.

“વહુંને ખોળો ભર્યે પણ મહિનો ઉપર થઈ ગયું હશે, પણ એના છોકરાનો ફોટોયે નથી મોકલાયો.” તરછોડી મૂકેલા માં-બાપની હૈયાવરાળ કાઢતા દાદીમાએ જરાક ઢીલું હાસ્ય વેર્યું, પછી કહ્યું, “...એના નાના છોકરાને રમાડવા મોકો મળે કે ના મળે એતો ઈશ્વર જાણે, પણ મારો દિપુ તો મારો અવાજ સાંભળતા જ દાદી પાસે દોડી આવ્યો લ્યા... આવતો રે આવતો રે દાદી જોડે...” ખિલખિલાટ હસતાં દિપુને હૉલમાંથી દડબડ દડબડ દોડતો આવતા જોઈને દાદીમાના ચહેરા પર બાઝેલું વેદનાનું થર ખુશીમાં ઓગળી ગયું. દિપુને તેડી લેતા જ તેમના ચહેરાની દરેક કરચલીઓ હરખાઈ ઉઠી. હૈયાની વેદના દિપુના કોમળ સ્પર્શ માત્રથી હળવી પડી ગઈ.

કામિનીએ દિપુને દાદીમા જોડે રમવા મોકલી દીધો. કામિનીએ દરવાજાની જાળી વાખી નિલેશના સ્ટડી રૂમમાં ગઈ. પાવર ઓન કરી ડેસ્કટોપ ચાલુ કર્યું. સ્કાઈપમાં લૉગ ઇન કરી વિરલ પંડ્યાને વિડીયો કોલ કરવા મેસેજ કર્યો : હેલો વિરલ. અંકલ-આંટી વોન્ટ્સ ટુ ટોક ટુ યુ... ગિવ મી અ કોલ વેનએવર યુ ગેટ ટાઈમ.

કામિનીએ ખુરશીનો ટેકો લઈ રિપ્લાય આવે એની રાહ જોવા થોડીક વાર બેસી રહી. નાઈટલેમ્પના પ્રકાશમાં તેની નજર કીબોર્ડની બાજુમાં પડેલી વીંટી પર પડી. આંખો ઝીણી કરી તેણે વીંટી હાથમાં લીધી. તેણે વિચાર્યું : નિલેશની વીંટી અહીં! સાવ આવી બેદરકારી? હવે તો વીંટી જ સંતાડી દઉં. આવે એટ્લે એમને પૂછીશ કે તમારી વીંટી ક્યાં ગઈ?

અચાનક તેના મનમાં તર્કની તલવાર વીંઝાઈ : પણ...પણ એમણે વીંટી શું કામ કાઢી દીધી હશે??

તેનું મન અદિતિ શર્માના વિચારો પર કૂદી પડ્યું : એ બિત્ચ સાથે ચેટિંગ કે વિડીયો કોલિંગ કરતાં એમને મારા નામની વીંટી પહેરવી ખટકતી હશે. એ કારણે જ વીંટી કાઢી હોવી જોઈએ, નહિતર વીંટી કાઢવાનું બીજું કારણ જ શું હોય? આવે એટ્લે એમની વાત છે હવે.

તેણે માઉસથી મોઝિલા ફાયરફોક્સ પર ક્લિક કર્યું. યુઆરએલમાં ફેસબુક ટાઈપ કરતાં મનમાં વિચાર સ્ફુર્યો. લાવ પહેલા બ્રાઉઝરની હિસ્ટ્રી ચેક કરી જોવું. બંદા તરત જ પકડાઈ જશે. તેણે હિસ્ટ્રી ચેક કરી, પણ હિસ્ટ્રી તો ઇરેઝ કરી દીધી હતી. તેણે નિસાસો નાંખી બન્ને હોઠ દબાવ્યા. સ્કાઈપ ઓપન કરીને જોયું. હજુ રિપ્લાય નહતો આવ્યો. ખુરશીનો ટેકો લઈ ઊંડો શ્વાસ ફેફસામાં ભર્યો.

શાંત રૂમમાં અચાનક એક વિચારબાણ તેના મનની દીવાલને છેદી ગયું! તે બેઠી થઈ મોઝિલા ફાયરફોક્સ ઓપન કર્યું. ગૂગલનું મેઇન પેજ ખોલ્યું. જમણી બાજુ ઉપર - નિલેશનું જી-મેલ આઈડી લૉગ ઇન હતું. એ જોઈને તેણે બન્ને હોઠ એકબીજા પર દબાવી, માથું જરાક હકારમાં એવી રીતે હલાવતી ગઈ કે જાણે છુપા અફેરનો ઉઘાડ હવે થોડીક જ ક્લિકો દૂર છે. ગૂગલના પેજની જમણી બાજુ નીચે - સેટિંગ પર ક્લિક કર્યું. પાંચ ઓપ્સન રજૂ થયા. વચ્ચેનો ઓપ્સન હિસ્ટ્રી પર માઉસનું કર્સર લઈ જતાં જ કામિનીનું હૈયું ઝડપથી ધડકવા લાગ્યું. નિલેશનો ચહેરો માનસપટ પર તરવરી આવ્યો. તેના પ્રત્યેનો પ્રેમ ધડકતા હૈયાના ધબકારા સાથે ગુંજવા લાગ્યો. લાગણીભાવ તેની રગેરગમાં રેલાવા લાગ્યો.

તેણે હિસ્ટ્રી પર ક્લિક કર્યું. પેજ લોડ થયું...

કામિનીએ ઝીણી આંખો કરી ગૂગલ હિસ્ટ્રીમાં સેવ્ડ થયેલી સાઇટ્સ પર નજર ફેરવી. સાઇટ્સ વાંચતાં જ તેની આંખો શોકને માર્યે પહોળી થઈ ગઈ! એમનું અફેર ક્યારે શરૂ થતું અને ક્યાં સુધી ચાલતું એ જોવા તેણે ડેટ અને ટાઈમ પર નજર ફેરવી. માઉસથી પેજ જેમ જેમ સ્ક્રોલ ડાઉન કરતી ગઈ એમ એમ તેની આંખોમાં નિલેશ પ્રત્યે ધિક્કારતાના ભાવો છાતીમાં ઘૂંટાવા લાગ્યાં. તે સતત નફરતથી માથું ધૂણાવતી અને સ્ક્રોલ ડાઉન કરે જતી... વ્યભિચારના ગંદા ઉકરડાથી ખદબદતી સાઇટ્સ અને ફોટોઝ જોઈને તેને ઊબકો આવી ગયો. એક પણ સાઇટ્સ પર ક્લિક કરવા તેની આંગળી તૈયાર ન થઈ. સ્ક્રોલ ડાઉન કરતાં ચાર-પાંચ વિકૃત ફોટોઝ નીકળતા. તે તરત જ સ્ક્રોલ અપ કરીને એ ફોટોઝ ઉપર ધકેલી દેતી. એ ફોટોઝ જોઈને તેનો ચહેરો ઘુણાસ્પદ ભાવથી ખરડાઇ જતો. અમુક ફોટોઝ જોઈને તો તેણે મોં પર હથેળી દબાવી દીધી. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેના મનમાં ઊંડી તિરાડ પડી ગઈ: રાત્રે મોડા સુધી જાગીને આવું બધું જોતાં હતા...! ડિસ્ગસ્ટિંગ... આવું બધું એમને જોવું જ કેવી રીતે ગમે છે?

તેણે તરત જ હિસ્ટ્રીનું ટેબ ક્લોજ કરી દીધું. ગૂગલ સર્ચ હિસ્ટ્રી રૂપી ધારદાર કુહાડીએ તેના પ્રેમ, વિશ્વાસ અને પ્રમાણિકતાથી ભરેલા હૈયા પર જોરદાર ઘા મારી બે ફાડિયાં કરી મૂક્યા હતા. હૈયામાં વહેતું અણીશુધ્ધ પ્રેમનું ઝરણું એકાએક નફરત ઓકતા ઝેરમાં પલટાઈ ગયું હતું. મનમાં વિચારોના કાંટા ફૂટી નીકળ્યા. દુભાયેલું હૈયું વ્યથા ઠાલવતું : મારામાં એવી તે શું કમી હતી કે તમે આવા વિકૃતતાના ઉકરડામાં આળોટવા લાગ્યા તમે? મને છોડીને આવા ચરિત્રહીન કામોમાં અત્યાર સુધી રાચતાં હતા?? જુઠ્ઠું બોલીને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો તમે?? મારા પ્રત્યેનું વિસરાઈ ગયેલું આકર્ષણ હવે મને સમજાઈ રહ્યું છે. આઈ હેટ યુ નિલેશ... આઈ હેટ યુ... આઈ હેવ બીન ટ્રસ્ટેડ યુ ઓલ માય લાઈફ આઈ ટ્રૂલી લવ્ડ યુ. એન્ડ...એન્ડ યુ હેવ બીન સો અનફેઇથફૂલ ટુ મી. વ્હાય ડિડ યુ રૂઇન આવર બ્યુટીફુલ લાઈફ? વ્હાય? યુ આર સ્ટ્રેટ, નોટ અ હોમો... હાઉ કેન યુ વોચ સચ ટાઈપ ઓફ પરવર્ટ વિડિયોઝ...?

આગળ બોલતા જ અશ્રુધારા ગાલ પર દડદડ વહેવા લાગી. વિકૃત ફોટોઝ જોઈને કામિનીના હૈયા પર સોળ ઉપસી આવ્યા. નિલેશના ડિપેસ્ટ ડાર્કેસ્ટ સિક્રેટમાં શેકાતા ભૂતકાળની ગરમલાહ્ય દીવાલ તેમના સુખી લગ્ન જીવન વચ્ચે બાધા રૂપ બની રહી હતી. કામિની એમના વચ્ચેની એ દિવાલને તોડી, તેના ખોવાયેલા પ્રેમને શોધવા ઇચ્છતી હતી. તેના પતિનું બીજું મહોરું જોઈને તેનું હૈયું દાઝવા લાગ્યું હતું. પ્રેમ, સ્નેહ, હુંફ, વિશ્વાસ, કાળજી, વફાદારી, આત્મીયતા જેવા તમામ નિકટતમ ઘનિષ્ઠ બંધનો બાષ્પ બની ઉડવા લાગ્યાં હતા.

આંખો લૂછી કામિનીએ કાગળ લઈ ભારે હૈયે પેન હાથમાં ઉપાડી. વિચારોની સાંકળો વચ્ચે રહેંસાતા હૈયામાંથી ટપકતી લાગણીની શાહીથી તેણે લખવાનું શરૂ કર્યું,

નિલેશ, હવે હું તમને આ વીંટી પહેરવાનો આખરી ચાન્સ આપું છું. મારી સામે તમારી બધી જ ખાનગી પ્રવૃતિઓની કબૂલાત કરી દો. આજ સુધી મારા સાથે વિશ્વાસઘાત કર્યો એની માફી માંગીને સુધારવાનું વચન મને આપો. આઈ ટ્રૂલી લવ યુ. તમારા આ વિકૃત એડિક્સન સાથે હું ક્યારેય તમને નહીં સ્વીકારું. પ્લીઝ..., પ્લીઝ લીવ ધિસ ડિસ્ગસ્ટિંગ એડિક્સન, ઓર આઈ વિલ લીવ યુ... ફોરએવર

યોર ફેઈથફૂલ વાઈફ

***

THE END

A/N : આખી શોર્ટ સ્ટોરીમાં ક્યાંય પોર્ન શબ્દ મેં વાપર્યો નથી, છતાંયે તમને આ છેલ્લા ભાગનો અંત વાંચતાં ખ્યાલ આવી જ ગયો હશે કે લેખક શું કહેવા ઈચ્છે છે, રાઇટ? કેટલાક સેન્સેટિવ વાંચકોને આ પ્રકારના ટોપીક પરની આ સ્ટોરી પસંદ નહીં આવી હોય અથવા તો કેટલાક એમ કહેશે કે, આવું કંઈ હોતું હશે! પોર્ન જોવાથી વ્યક્તિ થોડો કંઇ સેક્સ્યુઅલી ડિસએબલ થઈ જતો હોય? વેલ, કેટલાયે રિસર્ચો અને સ્ટડીઝ પરથી એવું નક્કર રીતે સાબિત થઈ ચૂક્યું છે કે : Too much exposure to pornography can lead to sexually disable to have sex with real partner. Exposure to porn causes men to rate their female partner as less attractive than they would if they had not been exposed to porn. (source – James B. Weaver, Jonathan L. Masland, and Dolf Zillmann, “Effects of Erotica on Young Men’s Aesthetic Perception of Their Female Sexual Partners,” Perceptual and Motor Skills 58 (1984): 929-930.)

પોર્નોગ્રાફીના એડિક્સનની અને એની ફિઝિકલ ઇફેક્ટ્સની વાત મારે વાંચકો સામે મૂકવી હતી, અને એટ્લે મેં આ સ્ટોરી, મેટફોરિક વે ઓફ ટેલિંગ ટેક્નિકનો ઉપયોગ કરી વાતની રજૂઆત કરી છે. એચ્યુલી મેં ઇન્ટરનેટ પર ચાર-પાંચ આર્ટિક્લ્સ વાંચ્યા હતા : How pornography can ruin the marriage life. આર્ટિક્લ્સમાં કેટલીક સ્ત્રીઓએ તેમના હસબન્ડના ખાનગી પોર્ન એડિક્સનની વાત કરી હતી, અને એના લીધે એમની સેક્સ લાઈફ પર કેટલી માઠી અસર પડી એની વ્યથા તેમણે ખુલ્લા મને કહી હતી. બસ આ વાત જ મને સ્પર્શી ગઈ હતી! મેં કહ્યું, આ વાત તો લોકો સામે મારે મૂકવી જ છે. ભલે લોકોને જે વિચારવું હોય તે વિચારે. મારા ખુદના સંતોષ માટે મેં આ મુદ્દાને લઈને આ સ્ટોરી લખી. તમને ગમી હોય તો સરસ રેંટિંગ અને રિવ્યુ આપીને વધાવી લો... અને જો મને અપશબ્દો કહેવા હોય તો પણ બિન્દાસ કહેજો...

મને પર્સનલ મેઈલ કરીને તમારો વિચાર અથવા તો તમારા અનુભવમાં આવેલી વાત જણાવો:

Email id: parthtoroneel@gmail.com

www.facebook.com / Toroneel

www.facebook.com / ParthToroneel

***