એન અફેર
પાર્ટ – ૩
(નિલેશ અને કામિની વચ્ચેના સેક્સ્યુઅલી રિલેશન અસંતુષ્ટ છે તેને એક મેટાફોરિક રીતે, લેખક પડદા પાછળની વાતને આડકતરી રીતે ફુવારાનું રૂપક લઈને સમજાવે છે. કામિની નિલેશના રહસ્યમય છુપા મહોરા પાછળનો વાસ્તવિક ચહેરો જાણવા બેચેન બની રહી છે. કામિની બજારેથી ઘરે આવી ત્યારે દીપુંને બહાર ફરવા લઈ જવા અંગે બંને વચ્ચે થોડીક ઉગ્ર તકરાર થઈ હતી. બંનેએ સાંજનું ડિનર જમીને સોફામાં બેઠા. ઉગ્ર તકરાર બાદ એકબીજાને સોરી પણ કહ્યું. કામિની નિલેશના હાથ પર હાથ મૂકી, આંખોમાં આંખો પરોવી, પણ નિલેશ કામિનીની આંખોમાં વધુ વાર દેખી ન શક્યો... તે કશુંક કામિનીથી છુપાવે એવી ફિલિંગ તેને ભીતરમાં ડંખી અને તેણે નજર ફેરવી લીધી... કામિનીના મનમાં નિલેશ વિશેના અનેક સવાલો મનમાં મૂંઝવે છે... આખરે એવું તો શું છે જે નિલેશ કામિનીથી છુપાવે છે??)
હવે આગળ,
કામિની સવારે વહેલા ઉઠીને ઘરના કામકાજ પતાવવા દરરોજ વહેલા સૂઇ જતી. નિલેશ મોડી રાત સુધી ટીવી જોતો અને પછી એના સ્ટડી રૂમમાં ઓફિસનું એકસ્ટ્રા વર્ક કરવા જતો રહેતો. સાડા દસ વાગતા કામિનીએ દિપુને ડાઇપર પહેરાવી બેડ રૂમમાં સૂવાડી દીધો.
તેણે હોલમાં આવીને કહ્યું, “નિલેશ, ચાલો હવે, ટીવી ઓફ કરજો... ઊંઘી જવું છે”
“મારે હજુ વાર લાગશે યાર. દરરોજ એકની એક વાત તને થોડી કહેવાની હોય? તું જા. હું પછી આવું છું...” અકળાયેલા ભાવે મોઢું બગાડીને કહ્યું.
“નિલેશ પ્લીઝ, તમે બહુ મોડું કરો છો પછી. ચાલ જો... તમે ટીવી બંધ કરો છો કે હું કરું!” તેણે પણ મોઢું બગાડીને જીદ કરીને કહ્યું.
“લે બસ...” નિલેશે ટીવી બંધ કરીને કહ્યું, “...મારે હજુ ડેસ્કટોપ પર થોડુંક કામ છે. એ પતાવીને તરત જ આવું છું બસ...”
“તમારે ઓફિસના કામ ઓફિસમાં જ રાખવાના. હું આખો દિવસ ઘરના કામકાજ કરીને થાકી જાઉં છું. તમે શનિ-રવિ ઘરે હોવ ત્યારે થોડોક સમય તો મારી જોડે વિતાવો... તમારી પાસેથી એટલીયે એક્સ્પેક્ટેશન ન રાખું હું??” કામિનીએ તેની એકલતાની વ્યથા ઠાલવી.
“હું તારી વાત સમજુ છું જાનું, બસ કલાકમાં થોડુંક કામ પતાવીને આવું છું.” નિલેશે હોઠ ખેંચીને બનાવટી સ્મિત કર્યું.
કામિનીએ નિસાસો નાંખી માથું ધુણાવ્યું, “દરરોજ કલાકના બહાના આપી બબ્બે વગાડો છો તમે, કરો તમારું કામ...” તે નિરાશ થઈને મનમાં બબડતી બેડરૂમમાં જતી રહી : ‘ખરેખર, લગ્નના બે વર્ષમાં જ બધું હોલવાઈ જતું હોય છે.’
નિલેશે એના સ્ટડી રૂમમાં જઈને ડેસ્કટોપનું પાવર બટન ટર્ન ઓન કર્યું. બાજુમાં પડેલા નાઇટલેમ્પની સ્વિચ દબાવતાં આછું અજવાળું રૂમમાં પથરાયું. ખુરશી પર બેસી બન્ને હાથની આંગળીઓના ટચાકા ફોડ્યા. ઊંડો શ્વાસ ભરી, ખભા ખેંચી આળસ મરડી. માઉસ પર હાથ મૂક્યો ત્યાં જ દરવાજે ટકોરો પડ્યો...
“મે આઈ કમ ઇન સર” કામિનીએ દરવાજા પાછળ ઊભા રહી મલકાતા હોઠે પરવાનગી માંગી.
નિલેશે ઇરિટેટ થઈને ડોળા ઉપર ગુમાવ્યા. ભ્રમરો ભેગી કરી, અકળાયેલા અવાજે કહ્યું, “હા, શું છે બોલ...”
દરવાજો ખોલીને કામિની બ્લેક નાઇટીમાં દેહસૌદર્યની કામુકતા પાથરતી અંદર પ્રવેશી. સુંગંધિત પરફ્યુમની ઉત્તેજિત સુવાસ પણ તેની સાથે રૂમના ખૂણે-ખૂણે, શ્વાસે-શ્વાસે, અણું-અણુંમાં પ્રસરી ગઈ. ઘૂંટણથી વહેંત ઊંચે લહેરાતી રેશમી નાઇટીના પાતળા કાપડમાંથી ગોરી માંસલ જાંઘ અને પેન્ટી સ્પષ્ટ દેખાતી હતી. ભરાવદાર સ્તનો વચ્ચે ઢીલી બાંધેલી પર્પલ રીબીન તેના સપાટ પેટ આગળ ઝૂલતી હતી. ખુલ્લા રેશમી લાંબા વાળ હવામાં લહેરાવી કોઈ મોડેલની જેમ જાણે સ્ટેજ પર કેટવોક કરતી હોય એમ તે નિલેશની આંખોમાં આંખો પરોવી, સ્લો-મોશનમાં લચકાતી કમરે તેની પાછળ આવીને ઊભી રહી. માદક અંદાજમાં કામિનીએ નિલેશના હાથ પર, ખભા પર નજાકતથી આંગળીઓ ફેરવવા લાગી. તેની પીઠ પર ઝૂકી કસ્સીને હુંફાળું આલિંગન ભરી લીધું. નિલેશની નસેનસમાં ધસમસતા લોહીનો ઉત્તેજિત પ્રવાહ રેલાવ્યો. કામવાસનાનો ડેમ ખોલવા તેના કાને, ગળે હળવા ભીના ચુંબનો ભરવા લાગી. તેના હાથ વેલની જેમ નિલેશને વીંટળાઇ વળ્યા. જાણે કોઈ અપ્સરા ધ્યાન-મગ્ન સાધુનું મન વિચલિત કરવા રૂમમાં પ્રવેશી હોય એમ તેણે નિલેશ પર કામુકતાનો જાદુ કર્યો. નિલેશ ખુરશીમાં મૂર્તિવંત બની બેસી રહ્યો. તેના શ્વાસની ગતિ નિયમિત હતી. કામિનીની આંગળીઓ તેની ફરતે વીંટળાઇને તેને આલિંગનમાં ભીંસતી, પણ નિલેશના લોહીમાં ઉત્તેજનાનો ધક્કો વાગતો નહતો. તેની છાતી પર ફરતા કામિનીના હાથ પર હાથ મૂકી, ચહેરા પર જરાક અણગમો લાવીને કહ્યું, “કમ ઓન કામિની... આઈ હેવ ટુ વર્ક. ડોન્ટ ડિસ્ટર્બ મી નાઉ...”
કામિનીએ નિલેશના શબ્દોને અવગણી તેની આંગળીઓ નિલેશની વાળ ભરેલી છાતી પર ફેરવતી રહી. હડપચી તેના ખભા પર ટેકવી – કાન પર હળવું ચુંબન ભરી માદક અવાજમાં કહ્યું, “...જસ્ટ ટેન મિનિટ... યુ જસ્ટ લે ડાઉન. આઈ વિલ ડુ ઓલ વર્ક...”
“કામિની... ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ મી... યુ નો ધેટ આઈ કાન્ટ હોલ્ડ ઈટ...” ખભા ઊંચા કરીને ઉમેર્યું, “...વિધાઆઉટ પિલ્સ...”
“બટ આઈ વિલ હેલ્પ યુ ના ડાર્લીંગ... જસ્ટ ટેન મિનિટ... ધેટ્સ ઓલ આઈ આસ્ક. પ્લીઝ... આઈ વિલ હેલ્પ યુ ટુ કીપ લાસ્ટ લોંગર...” તે ભીના ચુંબનોનો બોછાર તેના પર વરસાવતી રહી. તેના ભરાવદાર સ્તનો નિલેશની પીઠ પર ભીંસાઇ રહ્યા હતા. કામિની નિલેશને કામુકતાની ચાદરમાં લપેટી લઈ ઉત્તેજનાની આગ તેના તન-બદનમાં ફૂંકતી હતી, પણ નિલેશમાં ઉત્તેજનાનો તણખો આગમાં તબદીલ થતો નહતો – તણખો માત્ર તણખો બનીને જ બુઝાઇ જતો હતો.
તેણે કામિનીનું મન બહેલાવવા આખરે પૂછ્યું, “ડુ વી હેવ કોન્ડોમ...?”
“નો બેબી...,” ગળા પર હૂંફાળા ચુંબનો ભરતા કહ્યું, “...ટુનાઈટ, ઈટ વિલ નોટ બી નીડેડ...” તેણે તેની આંગળીઓ છાતી પરથી નીચે... પેટ પર સરકાવી.
“બી સિરિયસ કામિની... આપણે બાળકનું પ્લાનિંગ મને પ્રમોશન મળે પછી પણ કરી શકીએ છીએ...” નિલેશે કામિનીના જવાબ પાછળનો અર્થ કળી લેતા કહ્યું.
નજાકતથી પેટ નીચે આગળ વધતી આંગળીઓ ઇલાસ્ટિક પર આવી અચાનક સ્થિર થઈ ગઈ. ચૂમતા હોઠ અળગા કરી તે ઊભી થઈ ગઈ. નાઈટલેમ્પના પ્રકાશમાં બન્નેના ચહેરા સ્પષ્ટ દેખાઇ રહ્યા હતાં. કામિનીએ આગળ આવી ઘણા સમયથી દિલમાં ચુભતી વાત પૂછી લીધી, “નિલેશ, ટેલ મી ઓનેસ્ટલી... ડોન્ટ યુ લવ મી...??”
“ઓફ કોર્સ, આઈ ડુ લવ યુ હની...”
“તો પછી તમે મારી સાથે ચિંટિંગ કરતાં હોય એવું મને કેમ ફિલ થયા કરે છે...? યુ ડોન્ટ લવ મી લાઈક બિફોર... યુ હેવ બિન હાઇડિંગ સમથીંગ ફ્રોમ મી... યુ ડોન્ટ હેવ એની ઇન્ટ્રેસ ઇન મી. યુ ડોન્ટ લવ મી એનીમોર... યુ આર ચેન્જડ!” નારાજ થઈને તેણે ભીતરમાં ભરાયેલી વાત કહી દીધી.
“ઓહ ગોડ હની... આઈ ડુ લવ યુ. આઈ મીન ઈટ...” તેણે કામિનીની આંખોમાંથી નજર જરાક ખસેડીને કહ્યું, “...હું તારાથી કંઇ છુપાવતો નથી. આઈ સ્વેર...” કહેતા હૈયામાં જુઠ્ઠું બોલ્યાનો ભાવ ચૂભ્યો.
“કોણ છે એ કહી દો મને... કેટલા સમયથી તમારા બન્નેનું ચાલે છે? જસ્ટ સે ઈટ...” ભીના અવાજે ભીતરમાં ઘૂંટાતી વેદના કાઢવા તેણે પૂછ્યું.
“કોણ? કોની વાત કરે છે તું?”
“વધારે નિર્દોષ ના બનો તમે... ફોનમાં તે દિવસે વાત કરી એ કોણ હતી? એ અદિતિ શર્મા?” મનમાં ખૂંચતું નામ તેણે કહી દીધું.
“ઓહ, એ મારી બોસ છે. એનો ફોન હતો... આઈ હેડ ઓલરેડી ટોલ્ડ યુ ધેટ...” ફિક્કું સ્મિત વેરીને કહ્યું.
કામિની નિલેશના ચહેરાના વિક્ષુબ્ધ હાવભાવને સ્કેન કરી રહી હતી. તેના દિલમાંથી ઉભરાઇ આવેલી વાત હોઠ પર દોડી આવતા કહ્યું, “નિલેશ, હું તમને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ તમે મને નથી કરતાં. શું થયું છે તમને? દિપુના આવ્યા પછી તમે સાવ બદલાઈ ગયા છો. બધી જ રીતે...”
“કામિની, હું તને પ્રેમ કરું જ છું. ટ્રસ્ટ મી... ઓફિસ વર્કના સ્ટ્રેસને કારણે... યુ નો... આઈ કાન્ટ ગેટ ઓફ... (ઉત્તેજિત નથી થઈ શકતો)” નિલેશે વ્યથા વ્યક્ત કરતાં કહ્યું.
“હું ફક્ત એના વિશે વાત નથી કરતી. કેટલા લાંબા સમયથી તમે મને એક ગુડબાય કિસ કે વોર્મ હગ પણ નથી ભર્યું. એટલિસ્ટ તમારી સાથેની ઇન્ટીમસી ફિલ કરવા હું એટલું તો ડિજર્વ કરી શકું કે નહીં?!!” મનમાં ઘૂંટાતી વાત કહેતા તેનો કંઠ ભરાઈ આવ્યો.
નિલેશે હોઠ ખેંચી સહસ્મિતે માથું હલાવ્યું. કામિનીના રડમસ હોઠ જરાક મલકાયાં. તે નિલેશ તરફ ઝૂકીને તેના હોઠ પર હોઠ મૂકી હળવી કિસ કરી લીધી. હુંફાળું સ્મિત કરીને કહ્યું, “ફિનિશ યોર વર્ક... આઈ એમ વેઇટિંગ ફોર યુ ઇન બેડ... લવ યુ...” કહીને કામિની દરવાજા તરફ ચાલી...
બ્લેક નાઇટીમાં તેની કર્વાકારે વળેલી કમર, પીઠ પર હૂંફાળી ગરમાશ પાથરી ગયેલા ગોળ ગુંબજ આકારના મુલાયમ સ્તનો, કેડ સુધી લહેરાતા લાંબા કાળા વાળનો જથ્થો અને તેની નીચે લચકાતાં માંસલ નિતંબોને નિલેશ સ્ટડી રૂમમાંથી બહાર જતાં જોઈ રહ્યો. કોઈ બીજા પુરુષે આ કામુક દ્રશ્ય જોયું હોત તો તેના વિચારો ક્ષણાર્ધમાં ઉત્તેજનાની ટોચે ચડી ચૂક્યા હોત – કામિની તરફ ચુંબકની જેમ આકર્ષાઈ બાહોમાં ભરી ચૂમી લીધી હોત, પણ નિલેશની નજર સામેથી એ કામુક દ્રશ્ય એવી રીતે લસરી ગયું જાણે પ્લાસ્ટિક પર પાણી રેડતાં પણ તે કોરુંને કોરું જ રહે એમ તેનામાં ઉત્તેજનાનો તણખો – માત્ર તણખો બનીને જ હોલવાઈ ગયો.
નિલેશે બન્ને હાથની હથેળી ચહેરા પર મૂકી જાણે મોટી ભૂલ કરી હોય એમ માથું નકારમાં ધૂણાવ્યું. તેને પોતાની જાત પર ધિક્કાર છૂટવા લાગ્યો. કોમ્પ્યુટર સામે કલાકો બેસીને તે ત્રાસી ગયો હતો, પણ એ શું કરે...? – શું એ તેની મજબૂરી બની ગઈ હતી?
તેણે થોડીક વાર પહેલા આંગળીમાંથી કાઢેલી વીંટી ટેબલ પર મૂકી હતી તેને હાથમાં લીધી. વીંટી ફેરવીને તેમાં કામિનીનો ‘N’ આકારની ડિઝાઇન સામે દેખી રહ્યો. મનમાં ન જાણે કેટલાય વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું : છોડી દઉં કે પછી...? ના, હું જ કામિનીને કહી દઉં કે... ના ના... એને તો આ વિશે બિલકુલ ખબર ન પડવી જોઈએ. જો એને ખબર પડશે તો એનું દિલ તૂટી જશે. મારા પ્રત્યે તેના હૈયામાં નફરતના કાંટા ફૂટી નીકળશે. મારું બીજું ખાનગી મહોરું તેની સામે ઉઘાડું પડી જશે. મારા પરનો વિશ્વાસ, આત્મીયતા, હુંફ, સ્નેહ... બધું જ કાચા ધાબાની જેમ એકસાથે ધરાસઇ થઈ જશે.
હ્રદયે તેની વાત કહી : ધરાસઇ તો થઈ ગયું છે નિલેશ. બસ એને ખબર પડે એટલી જ વાર છે... પછી તો તારા સામે ડીવોર્સની ફાઇલ માત્ર તારી સિગ્નેચર પૂરી કરવા તારા હાથમાં પછાડશે જોજે... છોડી દે તારા અફેરને પાગલ... કામિની જેવી પત્ની તો શોધ્યે પણ ન મળે. એને ખુશ રાખીશ તો એ તારા માટે તો છાતી ચીરીને એનું હ્રદય તારી સામે ધરી મૂકે એટલો પ્રેમ તને કરે છે. એના જેટલો પ્રેમ કરવાના ગટ્સ છે તારામાં...? બોલ...? એના પ્રેમમાં પ્રમાણિક અને વફાદાર બન કામી... છોડી દે તારા અફેરને... પછી તું જોજે, કામિની ફરીથી તને એના પ્રેમમાં ન પાડે તો કહે જે... એની જોડે વિશ્વાસઘાત ન કર નિલેશ. કામિની તારો પહેલો પ્રેમ છે. એને ત્યજીને શું કરવા બીજા અફેરમાં પડ્યો છે? ઊભો થા અને જા... જોતો આવ બેડમાં... હજુ પણ એની આંખો ખુલ્લી જ હશે; અને એમાં એ તારા જ પ્રેમના વિચારો વાગોળતી હશે... શી હેઝ રિયર ફિલિંગ્સ એન્ડ કેર ફોર યુ. ડોન્ટ ટેક ધેટ ફોર ગ્રાન્ટેડ... બંધ કર કોમ્પ્યુટર અને જા... મેક લવ વિથ હર...
(આખરે નિલેશ એવા તો કોના અફેરમાં એટલો ઓબ્સેસ્ડ છે કે તેની રિયલ વાઈફ સાથેનો સંબંધ તેને ઉત્તેજવા કે પ્રેમ કરવા ફિક્કો પડતો હોય એવું લાગે છે? કોમ્પ્યુટર પર ઓવર વર્ક કરીને કદાચ.... બોસ, અદિતિ શર્મા સાથે...?) વેલ, આગળ જાણવા વાંચો પાર્ટ – ૪
( ક્રમશ: )