જીંદગી ની કરવટ - 3 MANIYAR ANKIT HARESHBHAI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંદગી ની કરવટ - 3

જિંદગી ની કરવટ

(3)

આગળ ના એપિસોડ :

મનીષ અને કૌશિક એક જ માળા માં ઉપર-નીચે રહેતા હતા. કૌશિક ભણવા માં ખૂબ હોસિયાર હતો એટ્લે મનીષ ની હમેશા અવગણના થતી બને વચે આમ જાણે એક છૂપી હરીફાઈ ચાલુ હતી. પણ બને એક બીજા સાથે ખૂબ જ સારી રીતે રમતા. બને જણા એ આ કહેવાતી હરીફાઈ ની અસર એક બીજા પર આવા દીધી નહતી.

ગતાંક થી ચાલુ :

ઉનાળા ના દિવસો ચાલી રહ્યા છે, બાળકો ને વેકેશન ચાલી રહ્યું છે. “ સંત-કબીર નિવાસ “ માં બધા વડીલો-જુવાનિયા બેઠા છે, એમના ફળિયા માં. સ્ત્રીઓ નો પોતાનો એક અલગ જ ડાયરો છે. બધા પોત-પોતાની ધૂન માં વાતો કરી રહ્યા છે. બધા ની પોતાની એક અલગ દુનિયા છે, ભારતીય સંસ્કૃતિ ની કદાચ આ જ વિશેષતા છે અને કદાચ એટ્લે જ આટલા વર્ષો થી ભારતીય સંસ્કૃતિ દુનિયા પર રાજ કરી રહી છે. સહ-કુટુંબ હમેશા બધા ની મૂસ્કેલી ને અડધી કરી નાખે છે અને ખુશી ઑ ને બમણી. સંત-કબીર નિવાસ માં બધા એ રીતે જ બેઠા છે, ઉનાળા નો ઠંડો પવન વાય રહ્યો છે. બધા જમી ને ધીમે ધીમે મંડળી માં જોડાતા જાય છે. અડધા લોકો ખુરસી પર બેસે છે જ્યારે અડધા લોકો વાહન પર બેસે છે. જાણે કોઈ રાજા નો દરબાર જોઈ લો !!!

વડીલો અને જુવાનિયાઑ નું વાક-યુદ્ધ પણ જોવા જેવુ છે !! પરસોતમ કાકા જાણે દેશ ના વડાપ્રધાન હોય એ રીતે ચિંતા વ્યક્ત કરે છે, “ આ આપણાં પાડોશી દેશો ક્યારે હુમલો કરવનું બંધ કરશે ?”. વળી પાછો એક લવર-મૂછિયો જે પોતાના ઘર નું “ મચ્છર “ પણ નથી મારી શકતો એ પાછો સલાહ આપે, “ કાકા આવા લોકો ને તો સાવ મારી જ નાખવા જોઈ “. આવી બધી ચર્ચા વચ્ચે નરેશ કાકા ને કીડી ચળી ગઈ તેમને પોતાના વખાણ કરાવ્યા વગર ખાવાનું પચે નહિ, તેમને વાત ની દિશા બદલવા પોતાના ખીચા માથી મોબાઇલ કાઢી કોઈ ને ફોન લગાવી ધંધા ના સોદા ની વાત કરવા માંડી. આમ ભી વિદેશ ની તો મને ખબર નહિ પણ આપણાં દેશ માં આ વસ્તુ ખાસ જોવા મળે છે, કોઈ પુરુષ ને પોતાના ધંધા ના વખાણ કરવા હોય એટ્લે હમેશા પોતાનું ખરાબ બોલી ને વાત ચાલુ કરે એવી જ વાત અહી થઈ, નરેશકાકા એ જેવો ફોન મૂક્યો એટ્લે કોઈ એ પૂછ્યું,” શું કે કાકા ધંધા-પાણી ?”, એટ્લે નરેશકાકા મોજ માં એમને જોઈતો પ્રસ્ન મળી ગયો, મોટો શિસકારો ખાઈ ને નાટક કરતાં કહે, “ બસ, જો ભાઈ ૨ ટાઇમ ના રોટલા રળી છીએ. એટ્લે વચ્ચે કોઈ દોઢ-ડાહ્યું બોલ્યું, “ જાવ કાકા હવે, હમણાં જ નવી ગાડી છોડાવી ને કહો છો ૨ ટાઇમ ના રોટલા રળી છી. “ નરેશકાકા આવી ગયા મોજ માં એમને મન બહુ મજા આવી. મોટી ફાંદ જાણે કોઈ રાજા નો ખજાનો હોય એમ હાથ ફેરવતા-ફેરવતા રાક્ષશ ની જેમ મોટે થી હસ્યાં. આપણાં લોકો માં આ આદત બહુ જોવા મળે છે, પણ ખોટું નથી કસુ મજા છે આ બાબત ની પણ !!

પુરુષ મંડળી થી થોડે દૂર સ્ત્રી વર્ગ બેઠો છે આપણાં દેશ માં સ્ત્રીઓ નો પણ એક અલગ જ દેશ છે !! હા, દેશ તેમને મન પાડોશી ને ત્યાં આવતો સોના નો હાર એટ્લે બીજા દેશ જોડે ભારત નું યુદ્ધ ચાલુ થવા સમાન છે. એમની પોતાની અલગ જ દુનિયા હોય છે, પુરુષો નો જે હમણાં ધંધા માં વખાણ કરવા માટે જે રીતે જોયું એ જ રીતે સ્ત્રીઓ ને મન પણ આવું હોય છે પણ ધંધા માટે નહિ !!

બધી સ્ત્રીઓ બેઠી હતી ત્યાં જ માધુરી ને યાદ આવ્યું અરે મારૂ તો આજે ૫૦૦ ગ્રામ વજન ઘટી ગયું છે !! કોઈ નું ધ્યાન નથી પડ્યું લાગતું !! હવે આને કોણ સમજાવે દરિયા માથી એક લોટો પાણી બહાર કાઢી તો દરિયા ને શું ફેર પડે !! પણ સ્ત્રીઓ માં આપના કરતાં બુદ્ધિ વધુ હોય છે. એને એની બાજુ માં બેઠેલી મીનાક્ષી ને જોસ થી પૂછ્યું જેનું વજન એના કરતાં બમણું હતું એને કીધું, “ અરે ! મીનાક્ષી તારું વજન તો હમણાં સાવ ઘટી ગયું !! “ મીનાક્ષી એ પાછો માધુરી ને જોઈતો જવાબ જ આપ્યો, “ ના ના મારૂ તો ક્યાં ઘટ્યું તારું ઘટી ગયું હોય એવું લાગે છે “ માધુરી જાણે બેડમિંટન માં સાઇના નેહવાલ ને હરાવી આવી હોય એવી વિજય ગર્વ સાથે કહે, “ હા, આજે જ હજુ મે વજન કર્યું ૧.૫ કિલોગ્રામ ઘટી ગયું, પણ તારે ભી ઓછું થયું હોય એવું લાગે છે. મીનાક્ષી અને માધુરી બને ખુશ !! પણ પાછા મીનાક્ષી ના મમ્મી હજુ રહી ગયા હતા “ એ કહે હા હમણાં ખોરાક સાવ ઘટાડી નાખ્યો છે !! ખાલી ૭ રોટલી તો માંડ ખાઈ શકે છે “ આવી વાતો સ્ત્રી વર્ગ માં ચાલતી હતી અને કઈ ખોટું પણ નથી. અગર કોઈ ખુશ થાય છે અને આપશ માં વખાણ કરી ને આનંદ મેળવે છે તો શું ખોટું હોય !!

બાળકો ની પોતાની એક દુનિયા હતી. કૌશિક, મનીષ પોતાની ટોળી સાથે ફળિયા ના ત્રીજા ખૂણે ડાયરો જમાવી ને બેઠા હતા. કૌશિક જાણે કોઈ પ્રદેશ નો રાજા હોય એ રીતે ડાયરા પર રોફ જમાવી રહ્યો હતો. બધા બાળકો ક્રિકેટ ની વાત કરી રહ્યા હતા. કોઈ એક છોકરો બોલ્યો, “ ક્રિકેટર લોકો ને તો કેવા જલ્સા હોય છે, મોંઘી મોંઘી હોટેલ માં રેવાનું ને બધે ફરવાનું ને આખો દિવસ રમવાનું જ “ બધા એ વાત પર હા પાળી રહ્યા હતા. બધા ને મન પોતાની એવી જિંદગી માટે ના સપના આવી ગયા. બધા ના મન માં એક જ સવાલ હતો કઈ રીતે બની સકાય ?? કૌશિક એ સભા નું સુકાન લેતા કહ્યું, “ આપણે બધા ક્રિકેટર બની શકી, આપણે બધા કાલે સવારે ૭ વાગે ફળિયા માં મલીસું અને પ્રેક્ટિસ કરીશું , કોઈ ૭ વાગ્યા થી મોડુ આવ્યું તો આપની સાથે નહિ રમી શકે “ રાજા નો આદેશ થઈ ગયો બધા તૈયાર થઈ ગયા. મનીષ અને કૌશિક બને ની એક એક ટુકડી બનસે એવું નક્કી થયું. બધા બાળકો એ ઉત્સાહ માં હા તો પાડી હતી પરંતુ એમના માટે એક વિકટ પ્રશ્ન સવાર માં વહેલા ઉઠવાનો હતો.

બધા થોડી વાર પછી પોતપોતાના ઘરે ગયા. રાતે બધા બાળકો ફટાફટ સુવાની તૈયારી કરવા માંડ્યા સવારે વહેલા ઉઠવાનું હતું. કૌશિક એ ઘરે જઈ ને પોતાના માતા અને બહેન સામે કોઈ દેશ સામે યુદ્ધ કરવાની તૈયારી કરવાની હોય એવી છ્ટ્ટા થી કીધું અમારે લોકો ને કાલે મેચ છે સવારે 7 વાગે ઉઠવાનું છે. બંને જણા હસવા માંડ્યા કૌશિક પર, કૌશિક અજીબ રીતે બને ને જોઈ રહ્યો હતો.

***

સવારે 5:30 વાગ્યા હતા બધા ભર નીન્દ્ર માં સૂતા હતા શાળા માટે માંડ ઉઠ્નરો કૌશિક આજે 5:30 વાગ્યા માં ઉઠી ગયો છે. એની માતા એ આ જોયું થોડું ખીજાય ને પાછો સુવડાવી દીધો. પણ એમ સુવે એ કૌશિક શાનો !! ૬ :૩૦ એ ઉઠી ગ્યો પાછો ફટાફટ તૈયાર થઈ ને હાથ માં જાણે બેટ લઈ ને કોઈ ક્રિકેટર જાણે વિદેશી ટીમ જોડે રમવા ઊતરતો હોય એમ હાથ માં ધોકો લઈ ને કૌશિક ઉતર્યો. સામે એ જ રીતે મનીષ પણ નીચે ઉતર્યો એ બને સિવાય કોઈ પણ દેખાતું નહતું. એ બને એટ્લે નીચે આવ્યા હતા કે બને ને ક્રિકેટર જેવી ભવ્ય લાઇફ-સ્ટાઈલ જીવવાની ઈચ્છા બાકી બધા કરતાં વધુ હતી અને આ વાત જ એ બને ને આગળ જતાં ઘણી કામ આવાની છે પણ બને જણા આ વાત થી અજાણ છે. બને ના રશ્તા અલગ હસે બને ની મંજિલ અલગ છે પણ સંઘર્ષ પણ એટલો જ હશે !! બને એક બીજા ની સામે ફળિયા માં ઊભા છે. જિંદગી ની ૨ અલગ-અલગ છોર ના વ્યક્તિ !! બને ની પ્રતિભા અલગ અલગ છે બને ની જિંદગી અલગ છે. બને ની જિંદગી શું કરવટ લે છે અને સંત-કબીર નિવાસ માં કેવી મસ્તી થાય છે એ હવે પછી ના આગળ ના એપિસોડ માં

***