જીંદગી ની કરવટ
મુંબઈ ની એક સવાર છે, રોજ ની જેમ આજે પણ એજ સુરજ છે, એજ મુંબઈ ની ચહલ પહલ છે, એજ મુંબઈ ના લોકો છે. પોતાના કામ માટે રોજ ની જેએમ એ લોકો ભાગે છે. કોઈ ૨ સમય નું ખાવા નું ગોતવાના લાગ માં છે કોઈ માટે જમવા માટે સમય કાઢવો અઘરો છે, કોઈ આખા દિવસ નું મજૂરી કામ કરી ને પોતાનો રોજગાર ચલાવે છે, તો કોઈ માટે કમ્પ્યુટર જ આખો દિવસ છે, કોઈ માટે કુદરતી હવા જ એ.સી. ની હવા છે જ્યારે કોઈક એ.સી. ની ઠંડક થી ત્રાસી ને બહાર ની હવા લેવા જ્ંખે છે. કોઈ માટે આ શહેર વરદાન છે કોઈ આ શહેર માં હગ્જુ પોતાની ઓદખાન ગોતે છે. કોઈ માટે મુંબઈ માયાવી નગરી છે તો કોઈ માટે “ કોમર્શિયલ સિટિ “ છે. કોઈ માટે મુંબઈ જેવી કોઈ જ્ગ્યા નથી, કોઈ માટે મુંબઈ ખાલી ફરવા લાયક જ્ગ્યા છે. બધા પોતાની રીતે આ શહેર ને જુવે છે છતાં કોઈ આ શહેર મૂકી સક્તુ નથી. આ માયાવી નગરી નો જાદુ જ અલગ છે અહી બધા પોતાની કિસ્મત અજમવા આવે છે બધા માટે આ શહેર માં જવાનું ચોક્કસ બહાનું છે. આ શહેર દરેક લોકો ને પોતાની જ્ગ્યા આપી દે છે. મુંબઈ ના બહાર ના લોકો માટે મુંબઈ એટ્લે ફિલ્મ નગરી. મુંબઈ માટે એક માત્ર આકર્ષણ બહાર ના લોકો માટે ભારત ના સિનેમા જગત ના કહેવાતા સ્ટાર્સ. પરંતુ હકીકત માં મુંબઈ એટ્લે રોજ ૫૦૦ રૂપેયા થી માંડી ને ૫૦૦૦૦૦૦૦૦ રૂપેયા માટે દોડા-દોડી કરતાં લોગો નું શહેર. મુંબઈ એટ્લે લોકલ ટ્રેન માં ધ્હકા ખાતા લોકો થી માંડી ને મસ્ત એ.સી. ગાડી માં ફરતા લોકો નું શ્હહર. મુંબઈ એટ્લે ૫ રૂપેયા બચવા માટે સેંકડો કિલોમીટર ચાલી નાખતા લોકો થી પોતાના “ પ્રાઇવેટ હેલીકોપ્ટર “ રાખતા લોકો નું શહેર. મુંબઈ એટ્લે ૨ સમય નું ખાવાનું ના મેડવી સકતા લોકો થી કાયમ ફાઇવ – સ્ટાર હોટેલ માં જમતા લોકો નું શહેર.
મુંબઈ જેવા વિશાળ શહેર ની આ એક આવી જ સામાન્ય સવાર હતી. પણ બધા લોકો માટે આ સવાર સામાન્ય ના હતી. મુંબઈ નો એવો જ એક પોસ વિસ્તાર હજારો લોકો આજે સવાર થી ત્યાં ભીડ જમાવી ને બેઠા હતા. ઘણા લોકો પહેલા રહેવા માટે આખી રાત ત્યાં ગુજારેલી હતી નથી ત્યાં કોઈ મંદિર કે નથી ક્સી પૂજા !! બસ ભારત ના લોક-ચાહીતા કહેવાતા “ સ્ટાર “ નો આજે જનમ-દિવસ છે. બધા કોઈ એક “ સ્ટાર “ ની જલક મેડ્વ્વા તલપાપડ છે. એમના માટે આ દર્શન એટ્લે ભગવાન ના દર્શન છે. આમ ભી આપના ભારતીય લોકો માં “ સેલિબ્રિટી કલ્ચર “ બહુ પ્રખ્યાત છે. ભારત ના લોકો કોઈ ભી વ્યક્તિ ના સારા વિચાર ને અનુશારવા કરતાં એ વ્યકતી ને જ અનુશારવા લાગે છે એ વ્યક્તિ ને ભગવાન માની ને પૂજવા કર્તા એના વિચારો ને પૂજવા વધુ યોગ્ય છે. કારણ કે વ્યક્તિ માં એ વિચાર સિવાય ના બીજા દુર્ગુનો હોય સકે જે તે વ્યક્તિ ના સારા ગુન પ્રત્યે અણગમો જગાડી સકે છે. ખેર, પણ આપના લોકો માટે ટેલિવિઝન માં દેખાતી વ્યયક્તિ આપો આપ જ સેલિબ્રિટી થી જય છે. અને હું પણ એમથી બાકાત નથી હું પણ ઘણા ક્રિક્કેટર ને પસંદ ક્રૂ છું. આજે આ ભીડ એક એવા જ સેલિબ્રિટી માટે આટલા સમય થી ઊભી હતી. બોલીવુડ માં ઘણી મશહૂર ફિલ્મ આપી ચૂકેલા સ્ટાર નો આજે જનમ દિવસ છે, બધી જ મીડિયા એમને શુભેછા આપે છે, ટેલિવિઝન બસ એના જ ગુણ-ગાન ગાય છે, ભેગી થ્યેલી ભીડ માં બસ એક જ આશ છે પોતાના ચાહીતા સ્ટાર ની એક જલક જોવી છે. જેમને તે લોકો સિનેમા ના પડદા પર જોવે છે એ વ્યક્તિ ને સાચે જોવી છે એ લોકો માટે એ જ પડદા પર ખરાબ લોકો ને મારતો ને હમેશા સાચા રસ્તે ચાલતો માણસ જ આ વ્યક્તિ છે. એમના માટે આ સ્ટાર મસીહા છે.
એ સ્ટાર નું નામ છે આર્યન ખન્ના લોકો માટે આ નામે અત્યરે ભગવાન ના નામે બરાબર છે. બહાર જ્યરે આ ચાહકો ની ભીડ બહાર જમા થ્યેલી છે ત્યારે આર્યન પોતાના આલીશાન બંગલા ના વિશાળ શયન ખંડ માં આરામ માં છે. મુંબઈ ના કહેવાતા પોસ વિસ્તાર માં ખૂબ જ આલીશાન બંગલો છે બંગલા ની બહાર વિશાળ બગીચો છે. ૫ માળ ના એ વિશાળ બંગલા માં બધુ જ છે વિશાળ “ જિમ “ છે. “ક્લબ-હાઉસ “ છે. ઘર માં સિક્યોરિટી છે. પાર્કિંગ માં કેટલા પ્રકાર ની ગાડી પડી છે. આર્યન પોતાના વિશાળ શયન ખંડ માં આરામ ફ્ર્મવે છે આ બધા જાહોજલાલી માં એક શ્ંઘર્શ ની મહેક છે, પોતે ઘણું નીચે પડી ને આટલું ઉપર આવેલો છે એ શીતળતા દેખાય છે બધા નોકરો અને સેકુરિટ્યું વાડા લોકો નું પૂરતું ધ્યાન રાખે છે ॰ તેમના છોકરા-છોકરી ના શિક્સ્શન નું પૂરતું ધ્યાન આપે છે. આર્યન માટે આ નોકર-ચાકર જ પરિવાર છે, અને એ નોકર-ચાકર માટે આર્યન દેવતા છે. આવા સ્ટાર ના જનમ દિવસ માં લોકો એના ઘર ની બહાર એને શુભેછા આપવા એની એક જલક મેડ્વ્વાં આતુર છે. આર્યન ના મેનેજર આવે છે આર્યન ના ઘરે અને તેમણે ઉઠાડી તેમના કહેવાતા “ ફેન” નું અભિવાદન જીલવાની સલાહ આપે છે. આર્યન પોતાની શેયા માથી ઊભો થઈ છે.
શું આર્યન નું વ્યક્તિત્વ છે ? ઘણા બધા અનુભવો માથી પસાર થ્યેલો ને એ અનુભવ માથી ઘણો બધો બોધપાઠ લીધેલો પ્રભાવશાળી અને સાવ શાંત ચહેરો. પોતાના પર પૂરો વિશ્વાસ કે ગમે તેવી મુસીબત ને તે ઘણા આરામ થી માત આપી શકશે એવો ભરાવદાર ચહેરો. એક સાચા નાયક ને છાજે એવું સ્મિત છે એના ચહેરા પર. લાંબા વાડ છે “જિમ” માં ખૂબ જ કશરત કરી ને બનાવેલું એક સાચા મર્દ ને છાજે એવું શરીર છે. સવારે સૂઈ ને ઉઠ્યા પછી પણ એના ચહેરા પર એક સિકલ નથી. એ જ રૂવાબ છે એક પણ “ મકે-ઉપ “ ની જરૂર નથી. સવારે તેને આજ નો દિવસ જ્ઞાત થતાં તરત જ સૌથી પહેલા “ ફ્રેયશ “ થઈ ને તરત જ પોતાના ફેન ને મળવા માટે એ આતુર થી જાઈ છે. તરત જ પોતાના શયન ખંડ ની બાલ્કની માં એ જાઈ છે. ત્યાં ની ભીડ જોઈ ઇ ઘણો આનંદિત થાઈ છે એના માટે એ ભીડ કોઈ નવાઈ ની વાત નહતી પણ આજે એના માટે આ ભીડ બહુ કોયડા રૂપ હતી આજે એને આ ભીડ માટે કેટલા પ્રસન થતાં હતા એના માટે આ ભીડ આજે ઘણા પ્રસ્ન ઊભા કરતી હતી. એવું નહતું કે આ ભીડ આજે પહેલી વાર હતી આ પહેલા ના ઘણા જનમ દિવસ મા આ ભીડ સામાન્ય હતી. પોતાના ઘણા બધા સિનેમા માં આ બધી ભીડ સામાન્ય હતી એના ઘણા બધા એવાર્ડ માટે આ બધી ભીડ બહુ સામાન્ય હતી. પણ આજે એના માટે આ બધુ ખૂબ જ વિચિત્ર હતુ. આર્યન વિચારે છે આ દુનિયા માં હજારો લોકો છે પછી શા માટે એ આટલો સન્માન ને લાયક છે ?? શું આ દુનિયા માં એ સૌથી વધુ જ્ઞાની છે ?? શું એને કોઈ એવી વિદ્યા મેદવેલી છે ?? શું સાચે જ એ આ સન્માન ને લાયક છે ?? કે કોઈ ના કહેવાતા પુણ્ય થી આ બધુ મેડવી રહ્યો છે ?? દુનિયા ના હજારો લોકો કર્તા મારા માં સુ અલગ છે કે આ સન્માન હું મેડવી રહ્યો છું?? આટલા વિચારો થી વ્યાકુળ થ્યેલો આર્યન 5 મિનટ માં બાલ્કની માથી અંદર આવી જાય છે. બાહર ઉભેલા ભીડ માં નિરાશા વ્યાપી જાઈ છે.
મેનેજર (શર્મા) : આર્યન શું થયું આજે તું કેએમ આટલો વ્યાકુળ છે ?? આની પહેલા તને આટલો વ્યાકુળ ક્યારેય પણ નથી જોયો. તું હમેશા આ ભીડ ને તારો પરિવાર ગણે છે. શું થયું તો આજે ??
આર્યન : આજે મને આ ભીડ નો હું હકદાર નથી લાગતો શા માટે હું આટલો લોકો નો પ્રેમ મેડવું છું ? શા માટે મારી પાછ્ડ આટલા લોકો પાગલ છે ? ખાલી એટ્લે જ કે હું સિનેમા કરું છું ?
મેનેજર (શર્મા) : એ તો તમારી શખત મહેનત નું પરિણામ છે. આ લોકો તમારા કામ ના પ્રશંસક છે.
આર્યન ચુપકીદી સાધે છે એક નાના હાસ્ય સાથે એ વાત ની સમાપ્તિ કરે છે પરંતુ તેના મન માં હજુ પણ એ જ વિચાર ચાલતો હતો એ એનું મુખ સાફ કહેતું હતું. આર્યન આ બધા વિચારો થી બહાર આવી ને આજ ના કામ માં મન પરોવાની કોશિસ કરે છે.
આજે આર્યન પોતાના આલીશાન ઘર ના ગોડાઉન માં જાઈ છે. પોતાની બધી યાદો આજે એ તાજા કરવા માગે છે. આજ થી લગભગ એ 20 વર્ષ પહેલા ની દુનિયા માં ચાલ્યો જાઈ છે. અત્યાર કરતાં સાવ જ વિપરીત દુનિયા માં એ સમયે એ હતો નહતું આ નામ ખૂબ જ વિપરીત પરિસ્થિત ઘણો બધી મુસ્કેલી, ઘણા બધા આડા રસ્તા, ક્યારએય પણ સપના માં ભી નહતું વિચાર્યું એક રસ્તા પર નો જુગારી આટલી ઉચાઈ મેડવસે.
શું હતી આર્યન ની પાછલી જિંદગી જોઈ એ પછીના એપિસોડ માં.…
***