Samarthini Usha Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

Samarthini

સમર્થિણી

ઉષા પંડયા

ushapandya19@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સમર્થિણી

’સમર્થ્િાણી’ - તેં જ તો આપ્યું હતું, ’સમર્થ્િાણી’ - તેં જ તો આપ્યું હતું , મને આ નામ નોરતાની એક રાત્રે! આજે ફરી નોરતાની રાત આવી ને મને આપણી પહેલી મુલાકાત યાદ આવી. સરખી સાહેલીઓ જયારે ગરબાના તાને રમવામાં મશગુલ હતી હું એક ખૂણામાં સાવ એકલી અટૂલી ઊંભી રહીને આસપાસ ઘુમતી રંગીન દુનિયાના તેજ વલયો નિહાળી રહી હતી, ના કોઈ ઉદાસી નહોતી, સૂર-લય-તાલની દુનિયામાં હું પણ ઝુમી રહી હતી પણ લય મારા પગમાં નહોતો, હાથેથી તાલ આપીને હું હળવેથી ગવાતા ગરબામાં સૂર પુરાવી રહી હતી, એક પંક્તિ પર થોડું અટકી ત્યાં તારો અવાજ મારી તદ્દન બાજુમાં ગુંજવા લાગ્યો, તારો મધુર પુરૂષ સ્વર મને સ્પર્શી ગયો, અનાયાસે હું તારા સૂરમાં સૂર મેળવીને ગાવા લાગી, તું મારા તાલમાં તાલ મેળવતો તાળીઓથી ઠેકો દેવા લાગ્યો, એક અદભૂત જુગલબંધી રચાઈ. મેં ધીરેથી પગને ઠુમકો માર્યો અને તારા પગ પર નજર પડી... તડાક દઈને તાલ તૂટી ગયો.તારો એક પગ ટૂંકો હોવાનો અંદાજ મને આવી ગયો પણ એક જ ક્ષણ... મેં ફરીથી હાથના તાલ મેળવી લીધા અને જાણ્‌યું-અજાણ્‌યું કરી ગાવા લાગી. તું પણ વાત પામી ગયો ને એ જ લહેકાથી સૂર પુરાવવા લાગ્યો. થોડો વિરામ પડયો ત્યારે આપણે બંને નજીકના ઓટલા પર જી બેઠા. એવા પગથી પણ તું સહજ રીતે જ ચાલતો હતો. ’અહાહા.. મસ્ત હો. ’ તું બોલી ઊંઠયો, ’શું? ‘ હું પૂછી બેઠી. ’તમારી ચાલ’.. ’તમારી પણ’ મારો તત્કાલ જવાબ ! ’મને નાનપણથી પોલીઓ છે’... ‘મને નાનપણથી ફોબિયા છે.’ ’શેનો?’ ‘નૃત્ય કરવાનો ‘..‘એવું ના હોય’... ’છે.’ ’ચાલો, હું શીખવું એમ નાચશો?’ અને હું કઈ પણ બોલું તે પહેલા તો તું મને ગરબામાં ખેંચી ગયો. ગજબનો આત્મવિશ્વાસ હતો તારામાં, તને એક ટૂંકા પગ સાથે પણ સરસ નાચતા જોઈને મારી હિંમત વધી, કદાચ પહેલી જ વાર મેં ગરબાના કંઈક ઠીક કહી શકાય તેવા તાલ લીધા, ધીરે ધીરે ફરી જુગલબંધી સધાઈ ગઈ... આ વખતે પગના તાલની. મારો ફોબિયા તારા આત્મવિશ્વાસમાં ઓગળી ગયો. લાગ્યું આ જુગલબંધી સાંયોગિક નથી, મન અને હૃદયની છે. નવ દિવસની નવરાત્રીમાં આપણે જાણે નવ જન્મોની ઓળખ કાઢી બેઠા !

મારામાં ઘણી ખૂબીઓ હતી, ખામી હતી તો એક આત્મવિશ્વાસની, જે તારામાં ભરપુર હતો. દશેરાએ જયારે મેં બધી સખીઓ સંગાથે ગરબા ગાયા ,તેં મને નવું નામ આપ્યું ’સમર્થ્િાણી’ અને તે પછી માબાપ, ભાઈ બહેન, સહિયર, ઓળખીતા કોઈની ય નજરે જે નિર્ણય ઠીક નહોતો એવો નિર્ણય હું લઈ બેઠી, ‘તને પરણવાનો’... તને જયારે જણાવ્યો, તું પણ બોલી ઉઠ્‌યોઃ ‘આ નિર્ણય ઠીક નથી. હું ભલે ભણેલો, ગણેલો, આત્મવિશ્વાસથી ભરપુર છું પણ અપંગ છું. આજે તું પ્રેમાંધ છે, કાલે જયારે જિંદગીની ગાડીમાં તું પુરપાટ દોડવા ઈચ્છશે ત્યારે હું સાથ નહીં આપી શકું, તારે મારા માટે અટકવું પડશે અને તે તને ખટકશે. અને હા, તારી સહેલીઓએ જ કહ્યું કે તને હરવા ફરવાનો ગજબ શોખ છે. હું તને સાથ નહીં આપી શકું. મને માફ કર.’ તે પછી તું એક અંતર જાળવીને મળતો હોય એવું લાગતું. આપણી જુગલબંધી જાણે તૂટી રહી હતી.

પણ હવે હું મક્કમ હતી. ફરી નવરાત્રી આવી રહી હતી. મેં તને ફરી તે જગ્યાએ બોલાવ્યો. હું મોડી પડી હતી. ઉતાવળે રસ્તો ક્રોસ કરવા જતા એક કાર સાથે અથડાઈ પડી. તું તરત જ દોડી આવ્યો. મને બેઠી કરવાની કોશિશ કરવા લાગ્યો પણ હું બેભાન બની ચુકી હતી. બે રાત અને બે દિવસ મારા સ્વજનો સાથે તું પણ ખડે પગે રહ્યો. આંખો ખુલી ત્યારે મારા સ્વજનોમાં તું પણ શામેલ હતો. મારા બંને પગ મેજર ફ્રેકચરમાં હતા. તેં મારી ખૂબ કાળજી લીધી, જાણે હવે હું તારી હમસફર હતી. બધાએ આપણો સંબંધ મૂંગા મોઢે સ્વીકારી લીધો હતો... સમય વહી રહ્યો હતો. આપણને વધુ ને વધુ નજીક લાવી રહ્યો હતો. એક દિવસ મારા પિતાએ ખુશખબર આપ્યા થોડી સર્જરી મારા બંને પગને સાજા કરી શકે છે પણ મને ખુશી ના થઈ ! હું સાજી થઈશ એટલે તું ફરી પરણવાનો ઈનકાર કરીશ. વળી વિચાર આવ્યો બે અપંગ વ્યક્તિ મળીને બાળકોની સારી સંભાળ ના લઈ શકે, આપણા સંસાર ખાતર મારે સાજા થવું રહ્યું. વરસમાં હું હરતી ફરતી થઈ ગઈ. હવે હું સમર્થ હતી. મારા નિર્ણયમાં પણ મક્કમ હતી.

ફરી નવરાત્રી આવી ત્યારે મેં મારો નિર્ણય દોહરાવ્યો, તું કઈ ના બોલ્યો. ગરબા વાગી રહ્યા હતા, મેં હળવે હાથે તાલ આપી હલક ઉપાડી, તેં તરત જ જુગલબંધી રચી લીધી ને ફરી મને ગરબે રમવા લઈ ગયો. મિત્રોએ આપણને ઘેરી વળીને વધાવી લીધા અને આમ ગરબાની સાક્ષીએ હું તારી બની ગઈ. આપણા લગ્ન લેવાયા,મેં જાણી જોઈને હિલ સ્ટેશન પસંદ કર્યું. આપણી સાથેના બીજા યુગલો જયારે ફટાફટ ઉપર ચઢી રહ્યા હતા તું થોડું ચાલીને બેસી ગયો, થોડી આગળ નીકળી ગયેલી હું તરત જ પછી વળી અને તારો હાથ થામી, મારા ખભાનો સહારો આપી તને ચડાવવા લાગી. ’બધા પહોંચી જશે, આપણે નહિ પહોંચી શકીએ, આમ પણ મને ઊંંચાઈનો ફોબિયા છે.’ તેં નિરાશ સ્વરે કહ્યું , ’મારા નૃત્યના ફોબિયા જેવો જ ને ?’ મેં હસીને કહ્યું, ‘ભલે થોડા મોડા, પણ મંઝીલને પામી જીશું.’ મારો વિશ્વાસ બોલ્યો. આપણે ચડતા રહ્યા, હું આજુબાજુના પ્રાકૃતિક નઝારાને કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત રહી જેથી તને ઉતાવળ ના થાય. પાછા ફર્યા ત્યારે બધાથી સુંદર ફોટાઓ મારા કેમેરામાં કેદ હતા. તે પછી તો આપણે કેટલી યાત્રાઓ કરી અને કેટલું ફર્યા. હું પુરા સમયની નોકરી કરીને તને આગળ ભણાવતી રહી. બે વર્ષ પછી તું ડબલ ગ્રેજ્યુએટ થઈને સારી નોકરીએ લાગ્યો ત્યારે આપણે બાળક માટે વિચાર કર્યો. આપણી દીકરી અવતરી. તેં યાદ રાખીને બધી રસીઓ તેને અપાવી અને જયારે તે ઠુમક હુમક ચાલતા શીખી તારૂં પહેલું જ વાક્ય ‘મસ્ત ચાલે છે હો.. તારી જેમ જ.’ ‘હા અને તારી જેટલા જ આત્મવિશ્વાસથી,’ મારો તત્કાલ જવાબ. એ જયારે બાલમંદિરમાં નૃત્યમાં પહેલો નંબર લાવી ત્યારે આપણા બંનેની આંખોએ ફરી જુગલબંદી રચીને આંસુઓની વિજયમાળ બનાવી નાખી, દીકરીના હસતા ચહેરા પર રોપવા. યાદ છે ને એ દિવસો? જયારે રસ્તા પર સાઈકલ ચલાવવા જતાં ટ્રકવાળાએ તેને અડફટે લીધી અને તેના બંને પગે ફ્રેકચર આવ્યું, પહેલીવાર તને આટલો તૂટી ગયેલો જોયો. મેં તેં આપેલા નામને સહારે સંજોગની લપડાક સામે ઝીંક ઝીલવા કમર કસી. નોકરી પરથી ૩ મહિનાની કપાતા પગારે રજા લઈ હું મચી પડી તેને ફરી ચાલતી કરવા. ૩ ની જગ્યાએ ૬ મહિના થયા, નોકરી છૂટી ગઈ પણ ઈશ્વરની મહેરબાની કે તે ફરી ચાલતી જ નહીં દોડતી થઈ ગઈ. એ બધો સમય તું તારી બોરિંગ નોકરીને પરાણે વળગી રહ્યો. મેં નાસ્તા બનાવીને વેચવાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. ધીરે ધીરે એટલો વિકસ્યો કે તેં પણ નોકરી છોડી એમાં ઝંપલાવ્યું... અપંગને અનુકુળ ત્રણ પૈડાવાળું સ્કુટર લઈને તું બધે માલ પહોંચાડતો,આપણી દીકરી પણ સ્કુટી લઈને મદદ કરતી. તે પછી વડીલોપાર્જિત નાના પ્લોટમાં આપણે ઘર કમ ફેક્ટરી બનાવી, કાચા પતરાની અને મારી લાખ મનાઈ છતાં તેં નામ આપ્યું ’સમર્થ્િાણી ગૃહઉદ્યોગ’.. આજે એના કારણે ૧૦૦થી વધુ સ્ત્રીઓ જાતમહેનતની કમાણીથી સ્વમાનભેર જીવે છે, મારી જેમ જ બધી સમર્થ્િાણીઓ છે.

લે આજે ફરી નવરાત્રી આવી છે, આજે આપણી દીકરી સમર્થાએ આબુનું સહુથી ઊંંચું શિખર સર કર્યું છે અને તેના સરને ખાતરી છે કે એક દિવસ તે એવરેસ્ટ પણ સર કરશે. યાદ છે ને પાવગઢ ગયા હતા ત્યારે તે સાવ ૫ વર્ષની હતી અને મારી મનાઈ છતાં આપણા બંનેની પહેલા માતાજી પાસે જીને બેસી ગઈ હતી. આજે મને લાગે છે કે મોડા મોડા પણ આપણે મંઝીલને પામી લીધી છે !

ઉષા પંડયા