Udaan - 8 books and stories free download online pdf in Gujarati

પંખ ભાગ ૮

ઓરડો વિશાળ હતો. આનંદે પ્રવેશ પેહલા દરવાજા પાસેથી આખું રૂમ જોઈએ શકાય તે રીતે ઉભો રહી બધું જોઈ રહ્યો હતો.વ્યવસ્થિત રીતે બધી વસ્તુ ગોઠવાયેલી હતી.

કાંચની બારીઓમાં મોટા-મોટા પરદાઓ લગાડ્યા હતા.

નાની એવી લાઈબ્રેરીમાં ઘણા બધા ગુજરાતી પુસ્તકો હતા.

જે આનંદે એક પછી એક હાથમાં લીધા,તો કોઈ એક ગમતું પુસ્તક હાથમાં આવી ગયું હોવાથી તે મગ્ન થઈ વાંચી રહ્યો હતો.

ક્યારે મામા પાસે આવી ગયા તેની ખબર જ ન રહી.

"પન્નાલાલે ખરેખર મનર મળેલા જીવેમાં રળાવી દીધો હતો!"

"મામા, કાનજી અને જીવી બને નો એક બીજા પ્રત્યનો પ્રેમ અદ્દભૂત હતો.બને અમર પાત્રો થઈ ગયા. તેણે પણ રોમિયો જુલિયટ, હિર રાંજા સાથે શરખાવી શકાય!"

"અમે પણ આમ જ પગ પાળા દોસ્તો સાથે મેળામાં જતાં, ખૂબ હરતા-ફરતા, ખાતા પિતા અને જલસા કરતા."

"મામા, તમને હજુ ગામડું સાંભળે?"

"બેટા, મારી તો હર એક પળ હર એક ક્ષણ ત્યાં જવાની ઈચ્છા થઈ આવે!પણ આ કામના ચકકરમાં ચલાવુ પળે!""મામા તમને બહુ પુસ્તકો વાંચવાન શોખ છે નહિ"

"હા, હવે તો અહીં અમેરિકામાં મને મારી માતૃભાષા અને મારી સઁસ્કૃતી સાથે પુસ્તકોએ જ જોળી રાખ્યો છે.જ્યારે નવરો પડું એટલે આના માટે ટાઈમ કાઢું.આ અલમારીના રહેલા બધા જ પુસ્તકો બે-બે પાંચ-પાંચ વાર વાંચી લીધા છે. પનાલાલ, મેઘાણી, રા.પા, સુરેશ જોશી. અશ્વિની ભટ્ટ, દલપતરામના નાટકો, ધૂમકેતુની ટૂંકી વાર્તાઓ, ખાસ તો અલી ડોસો તો મારી નજર સામે ઉપસી આવે છે. તેની દીકરી મરીયમની પત્રની રાહમાં તે રોજ સવારે પોસ્ટ ઓફિસ પોહચી જતો.મેં આ બધું વાંચ્યું છે. પણ હવે તારી મામી એ અહીં શોભા માટે ગોઠવી મુક્યાં છે."

"મને પણ આ પુસ્તકથી બહુ લગાવ છે. અમેરિકામાં આવ્યો ત્યારે મારો સાચો મિત્ર પુસ્તકો રહ્યા છે.તારા જેવો યુવાન જો સાહિત્ય પ્રત્યે રુચિ જોઈને મને ખરેખર આનંદ થયો. આપણી બંનેની ખૂબ જામશે.તું હવે ફ્રેશ થઈ જા, પછી નીચે આવી જા તારી મામી તારા માટે ગરમાગરમ ચા અને પકોડા બનાવી આપશે."

"જી મામાજી"

મામાના જતા જ આનંદે પરદાઓ હટાવી લીધા.

સામેનું દ્રશ્ય તો ખૂબ જ મનમોહક હતું.

ઓક, ચેસ્ટના ઉંચા-ઉંચા વૃક્ષો પર તાજી તાજી સફેદ બરફ ખૂબ જ રમણીય લાગતી હતી.

તો દૂર-દૂર સફેદ ચાદરમાં ઢંકાયેલા પહાડો માંથી આવતી બર્ફીલી હવા. આનંદ અહીંના વાતવરણમાં હજુ ટેવાયલો નોહતો એટલે થોડી જ વારમાં કાંચ વાળી દીધા અને આ સુંદર દૃશ્યો જેટલા તેની આંખોમાં ભરી શક્યો તેટલા ભરી લીધા અને ફરી જાણે મગજના કોઈ ખૂણામાં પૂજા સાથેનો જૂનો સંવાદ આંખો સમક્ષ તરી આવ્યો.

"આપણે હનીમૂન પર યુરોપમાં જઈશું.એ પણ વિન્ટરમાં, ત્યાં ખૂબ બરફ પડી રહ્યો હશે,હાથમાં કોફીનો મગ તું અને હું બંને સાથે માણીશુ.

પછી આઇસ સ્કેટ કરીશું.

કેટલી મજા આવશે નહિ આનંદ."

"હા...મજા આવશે"

"તને તો મારી દરેક વાત મજાક લાગે.મને જવું છે. તારી પાસે પૈસા નહિ હોય તો હું પણ હેલ્પ કરીશ ને, તું ફક્ત હા કેહને આનંદ.

પ્લીઝ....પ્લીઝ....પ્લીઝ...આનંદ અબ માન ભી જાવ "

અને મારી હા થી તે કૂદવા લાગી મને ભેટી પડી, ચૂમવા લાગી.

અને અચાનક એના મોઢા માંથી નીકળી ગયું.

"આઈ મિસ યુ પૂજા"

અહીં અમેરિકામાં પણ પૂજાની યાદો સંપૂર્ણપણે રોકવામાં તે અસમર્થ રહ્યો હતો. તે ભૂતકાળ ભૂલી આગળ વધી જવા માગે છે. હવે તો તે ફરી ક્યારેય પણ હિન્દુસ્તાન જવા માંગતો જ નથી. એટલે હવે તેનો સંપૂર્ણ ધ્યેય કામ પર હશે.

ભણવામાં હવે કોઈ રુચિ રહી નથી.

ફ્રેશ થઈ આનંદ નીચે આવે છે.

મામા-મામી અને રોહિત.

બધા તેની નીચે રાહ જોતા બેઠા હોય છે.

અમેરિકામાં રહ્યા હોવા છતાં

બધા ખૂબ પ્રેમાળ છે.

પકોડા અને કોફી પીતા પીતા મામા બોલ્યા.

"તારી મમ્મી , નીકળ્યો હોઈશ ત્યારે એરપોર્ટ પર ચિખી ચિખી ને કેહતી હશે, અંદર નાસ્તો મુક્યો, અંદર કપડા મુક્યાં. આ કર્યું તે કર્યું નહિ આનંદ?"

"હા, મામા માં નો જીવ હોય જ એવો. તેને ત્યાં બેઠા બેઠા મારી ચિંતા થતી હશે."

"આ તારી મામી અને તારા ભાઈએ તો ઇન્ડીયા જોયું જ નથી.અમારા લગ્ન પછી અમે ખૂબ પ્રયત્ન કર્યા, તારી મામીને એક વખત મારું ગામ જોવું હતું. પણ બિચારી ફરી ના શકી પછી આ રોહિત આવ્યો, એમાં બધું ભુલાઈ ગયું"

"મામા મમ્મી કેહતી હતી કે તમારા પણ લવ મેરેજ છે. મને સ્ટોરી કહો ને?"

"હવે આ ઉમરે?"

"ના મામા, મારે તો સાંભળવી જ છે."

"યસ પૉપ, મારી વાત તો તમે ટાળતા, પણ હવે તો આનંદ પણ કહે છે."

હસતા હસતા તેમણે શુરું કર્યું." પિતાજીના અવસાન પછી ઘરની પરિસ્થિતિ સારી ન હતી.

હું અને મારા ચાર નાના નાના ભાઈ બહેનો,બધાની જવાબદારીઓ મારા પર અને માં ઉપર આવી ગઈ. મેં મારી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને શહેરમાં મિલમાં નોકરીએ લાગ્યો.

અને ત્યાં જ મારી મિત્રતા આપના વતન બાજુના પંકજ પટેલથી થઈ. અહમદાવાદમાં તે સમયે અમે બને ભાઈની જેમ સાથે રહેતા. હમેશા તે મને અટવાઈ જાઉં ત્યારે કામ આવતો અને તેના કામને જોતા મિલ માલિકે તેને અમેરિકા મોકયો. અને ત્યાર પછી તેણે મને અહીં બોલાવ્યો.

પંકજ ભાઈના મોટા બાપુજી પણ વર્ષોથી અમેરિકામાં હતા. અને સોના-ચાંદીમાં તેની અમેરિકામાં પેઢી. અને તેમની એકને એક પુત્રી એટલે તારા મામી.

કંપનીમાં હિસાબને લઈને માથાકૂટ થઈ અને અમને હેરાન કરવા તેઓએ બંનેને કામ પરથી ઉતારી મુક્યાં અને ત્યાર પછી.

અમે તારા મામીના પિતાને ત્યાં કામ શુરું કર્યું. પંકજે જ મારો પરિચય કરાવ્યો."

"પણ તારા મામા બહુ સ્વાભિમાની, એજ અમારા પ્રેમમાં નળતરરૂપ બની રહ્યું હતું. તારા મામા લગ્ન કરવા તૈયાર જ નોહતા. એ કેહતા કે તારા પિતાને થશે કે મારી નજર તેમની સંપત્તિ ઉપર છે. તારા મામા એ નોકરી છોડી અને છૂટક કામો કરી મારો હાથ માંગવા આવ્યા.

મારા પિતાનો તો કોઈ વિરોધ નોહતો. તે તો તારા મામાને ધંધામાં પણ મદદ કરવા ત્યાર હતા. પણ તેઓ ટસના મસ ન થાય, અને ન્યુ જર્સીથી કેલિફોર્નિયા શિફ્ટ થયા."

"અહીં નાના પાયે બધું ફરીથી એકળે એક કર્યું. ખૂબ મહેનત લગ્ન અને ઇમાદારીથી કામ કર્યું છે. હું પણ હવે એમ ઈચ્છું છું આનદ કે હવે તું પુરી લગ્ન અને નિષ્ઠાથી મારો બિઝનેસ સંભાળ.

હું હવે નિવૃત થવા માંગુ છું. તારી મામીને લઈને ભારત ફરવા જવાની ઈચ્છા પણ હવે આ ઢળતી ઉંમરે જાગી આવી." મામા બોલ્યા.

આનંદે હસતા હસતા હામી ભરી અને માથું ધુણાવ્યું.

કોફીનો મગ લઈ. આનંદ ઘરની બહાર ઉભો ઉભો જોઈ રહ્યો હતો. સ્નોવ ફોલ થઈ રહ્યો હતો.

સફેદ ઉન જેબો આ વરસાદ જોઈને પેહલા તો તે આચાર્ય ચકિત હતો. આ બધું તેને પેહલી વાર જોયો હતો.

કોફીની વરાળ અને મુખમાંથી નીકળતી વરાળ,કઈ વરાળ કોની હશે કઈ ન શકાય.

સામે ઉભેલી કાળા રંગની કાર ઇપર પણ બરફની મુલાયમ ચાદર પથરાઈ ગઈ હતી.

માત્ર કાર પર નહિ પણ આસપાસ તમામ જગ્યાઓ એ બરફની ચાદર પથરાઈ ગઈ હતી.તો વ્રુક્ષઓ પર પણ પરણનો નામો નિશાન નોહતું.

ક્રિસમસના આગમન નો સમય નઝદીક આવી રહ્યો હતો.

-અલ્પેશ બારોટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED