"પપ્પા મારે હજી ભણવું છે, મારે છોકરો નથી જોવો, ના કહી દો એને પણ... કેટલા છોકરાઓ જોશો? મારી ના જ છે, હજી મારી ઉંમર જ શું છે! હું ભણવામાં ધ્યાન આપું કે છોકરા જોવામાં?"
"દીકરા લગ્નતો કરવા પડે ને? લગ્નની ઉંમર નીકળી જાય તો સારા સારા ઠેકાણા નીકળી જાય."
"પણ..."
"પણ બણ કંઈ નઈ તારે આવવું પડશે... લે તારી મમ્મીથી વાત કર."
"જો દીકરા જોઈતો જા એક વખત, છોકરો ડોક્ટર છે. સારું કમાય છે, તારી માસી તો વખાણ કરતાં-કરતાં નથી જંપતી, બધાં કહે છે તમે ઘર ભૂલો છો! આજ નહીં તો કાલ ક્યાંક પરણવું તો જોઈશે જ ને? તેઓ મોડન વિચારોવાળા છે ત્યાં તને કોઈ જાતની રોકટોક નહીં કરે, ના ગમે તો..."
"ઠીક છે મમ્મી, હું રવિવારના આવું છું ઘરે."
મમ્મીને વચ્ચે ટોકતા પૂજા બોલી. પૂજાએ ફોન મૂક્યો. અને બાલકનીમાં આવી. ઘડિયાળમાં દસના ટકોરા પડ્યાં. સતત ભાગતું આ અમદાવાદ, હોર્નના અવાજો... તો ક્યાંક દૂરથી જૂના સુગમ સંગીતના અવાજો પૂજાનાં કાન સુધી પહોંચતા હતા. નભ કાળા ઘનઘોર વાદળોથી ભરેલું હતું, વહેતી હવામાં માટીની સોડમ મેહસુસ થતી હતી. વરસાદી ભેજથી ભરેલા હવાનાં મોજાઓ પૂજાનાં ચેહરા પર શીતળતા અર્પી રહયા હતા. તો વીજળીનાં ચમકારા સાથે પૂરું આકાશ જળહળી ઊઠ્યું હતું.
પૂજા શૂન્ય બનીને સતત આકાશને તાકી રહી હતી. ત્યાં હાથમાં પિઝાનો બોક્સ અને કોકની બોટલ લઈને બિલ્લી પગે અવની બાલ્કનીમાં પ્રવેશી.
"ચલ, પૂજા ખા લે કુછ..." પૂજાએ કોઈ જવાબ ના આપ્યો, અવની તેની નજીક ગઈ અને પૂછયું, "ક્યા હુવા મેરી પરી કો? ગુમશુમ કેમ છે બકા?"
"કંઈ નઈ યાર ફરી એજ મમ્મીની છોકરાવાળી રામાયણ."
"જા કે આના, મના કર દિયો…"
"જવું તો પડશે જ."
અવનીએ પિઝાનો બોક્સ પૂજા તરફ કરતા કહ્યું.
"કુછ તો ખાલે મેરી જાન વરના મુજે ભી ઉપવાસ કરના પડેગા. પૂજાએ એક પીઝાનો ટુકડો લીધો અને કહ્યું, "હવે તું જ ખાઈ લે મારો મૂડ નથી.
"અબે યાર તેરા મૂળ ઓર અહેમદાબાદકી બારીશ." અવની મનમાં બબડી, "અવનીનાં આવતાં જ પૂજા પોતનાં ઈમોસન રોકી ના શકી. આફ્ટર ઓલ એજ એક એવી વ્યક્તિ હતી જે તેને સમજી શકે.
"એક તો આનંદ પણ મને સમજતો નથી, લગ્નની જીદ પકડી બેઠો છે. છેલ્લા કેટલા સમયથી વાત પણ નથી કરતો ના ફોન ના મેસજ, મને જોઈને રસ્તો પણ બદલી દે છે!"
"ચિલ માર યાર સબ ઠીક હો જાયેગા ! છોટી છોટી બાતો કો લેકર જ્યાદા રીએક્ટ કરતી હૈ."
પૂજાની આંખના ખૂણા ભીનાં થઈ ગયા. પૂજાને રળતી જોઈ અવની પણ દુઃખી થઈ જાય છે.
"યાર ઈમોસનલ ફુલ છે તું, જ્યારે જોઈએ ત્યારે આંશુઓ વહેતા જ હોય, બે યાર મત રો ઇતના કાંકરીયાભી ઓવરફ્લો હો જાય ગા."
જોક કરી અવની પૂજાને હસાવવાનો અસફળ પ્રયાસ કરતી.
"યાર શું કરું હું? બધા રસ્તા બંધ થઈ ગયા છે!"
"જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે એક રસ્તો હોય છે એ રસ્તો આપણે શોધીશું! હું છું કીધું ને, શાંતિથી ઊંધી જા લેટ થઈ ગયું છે, કાલે કોલેજ પણ જવાનું છે."
પૂજા અમદાવાદમાં એમ.બી.એના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૂજા અને અવની બંને પેઇંગ ગેસ્ટ છે. અવની એક મલ્ટિનેસનલ કંપનીમાં જોબ કરે છે. બને વચ્ચે સારી આત્મિયતા છે, અવની હંમેશાં વિકટ પરિસ્થિતિમાં પૂજાની મદદ કરતી આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી બને સાથે રહે છે, બન્ને એક બીજાની પસંદ નાપસંદ સારી રીતે ખબર છે, અવની અનાથ છે એટલે ઘણીવખત પૂજા સાથે ગામડે જતી હતી. પૂજાનાં પપ્પાએ અવનીને એટલો જ વહાલ આપતા જાણે તેની બીજી દીકરી જ ના હોય!
પૂજાને નાઈટ લેમ્પમાં ઊંઘના આવતી, બિલકુલ અંધારું ગૂફ કરી ઊંઘવાની ટેવ. પણ આજ તો ઊંઘ પૂજાની આંખોથી કોષો દૂર હતી, માત્ર પડખા ફેરવી રહી હતી, બાહર થતી વીજળીથી રૂમ પ્રકાશથી પ્રજ્વલિત થઈ ઉઠતું હતુંં, પરિસ્થિતિ તેની વિપરીત હતી. આજ સુધી કેટલા છોકરાઓને તે નકારતી આવી છે, પણ આજે કેમ કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો!
પપ્પાનો એ ચેહરો તેને હંમેશાં પજવતો હતો, અહમદાવાદ આવવા પહેલાં ઘરમાં કેટલા કંકાશ, કળિયારા થયા હતા. આખું કુટુંબ મારા એમ.બી.એ કરવા અમદાવાદ આવવાનો વિરોધ કરી રહ્યુ હતું!
દાદાનાએ શબ્દો "દીકરી ધણને એકલી આટલા મોટા શહેરમાં ના મૂકાય, દીકરી બાર ચોપડી ભણે તો પણ બસ છે, સાસરે જઈને ક્યાં નોકરી કરવાની છે, અંતે તો રસોડું જ સંભાળવાનું ને? બધાથી વિદ્રોહ કરી પપ્પાએ મને મૂકી છે! મારી લાજ રાખજે દીકરા..."
પપ્પાના એ શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા... પપ્પા! સ્વપ્ના તો મારા પણ હતા ! ત્યાં એલાર્મ વાગે છે અને અવની ઊઠી જાય છે, ચૂંચી આખો કરી એલાર્મ ઘડિયાળ શોધતી, ઊંઘમાં માછલીની જેમ તડફડતી, અંતે મેજ પર હાથ લંબાવી એલાર્મ બંધ કરે છે અને અંગ મરોડતી બારીઓનાં પડદા ખોલે છે.
બારી ખુલતાં રૂમ પ્રકાશથી ભરાઈ જાય છે. સમય સવારના ૬.૩૦ની આસપાસ થયો હતો, સૂર્ય હજુ ઊગ્યો ન હતો, પણ આછું અજવાળું હતું. પૂર્વ લાલ રંગથી શોભતો હતો. પક્ષીઓનું કલરવ અને વરસાદ પછીની શીતલહેર રોમ રોમ રોમાંચિત કરી દેતા હતા.
ઠેરઠેર ફૂટી નીકળેલું કુણુંઘાસ, વૃક્ષો પરથી ટપકતું પાણી અને બાલકનીમાં મૂકેલા કુંડામાં સુંદર ખીલેલા ગુલાબના ફૂલો. ચોમેર હરિયાળી છવાઈ ગઈ હતી.
અવની પૂજાને ઊઠાડવા જાય છે, પણ તે પહેલાંથી જ જાગી ગઈ હોય છે. જાગી ગઈ હશે કે સૂતી જ નથી? એવો પ્રશ્ન અવનીને થાય છે!
તેની આંખો અપલક કઈ વિચારી રહી હતી, આંખોનો કલર ઘાટો લાલ હતો, અને તે સુજેલી જણાતી હતી. તે સતત રડી હતી.
"દિકુ યાર... આ ઇમ સોરી, મને એમ કે દર વખતની જેમ તું ઇગ્નોર કરીશ." બોલતા સાથે જ પૂજાને ભેટી પડ્વ છે. પૂજા ફરીથી ધ્રુસકે ધુંસકે રડવા લાગી જાય છે.
"હું પણ તારી સાથે આવીશ. હું છુંને તારી સાથે..." પૂજા તેને સાંત્વના આપી થોડી શાંત પાડે છે, જેથી પરિસ્થિતિ સામે લડવાની થોડી હિંમત મળે.
પૂજાને ચૂપ કરાવી બંને તૈયાર થવા જાય છે. સતત વરસાદના લીધે કોલેજમાં સંખ્યા ઓછી હતી, લેક્ચર પણ આજે પૂરા નહોતા લેવાના. આ જાણી પૂજા કેન્ટીગમાં બેઠી હોય છે. તેના ચહેરા પરથી સાફ જણાતું હતું તે આ વાતને લઈ કેટલી દુઃખી હતી. તે એકલી થઈ ગઈ હતી. રૂમ પર તો અવની હોય પણ અહીં કોલેજમાં કોણ? ત્યાં તેને આનંદ દેખાય છે.
પૂજાને જોઈ આનંદ કેન્ટીનની બહાર દોડ મૂકે છે. પણ આજે પૂજા આનદથી વધુ દૂર રહી નથી શકતી! જાણે તેને બધું મન મૂકીને કેહવા માંગતી હોય તેમ પાછળ જઈ તેને ભેટી પડે છે.
આનંદ કોઈ જાતનો આશ્ચર્ય ન કરતા અણગમા સાથે બોલે છે. "જો પૂજા હું પહેલાંથી જ દુઃખી છું, આમ ગાડાંવેડા નહિ કર." પૂજા હીબકાં ભરી રહી, તેને પૂરી તાકાતથી આનંદને જકડી રાખ્યો હતો.
"આનંદ આમ મને એકલી ના છોડ, તારા વગર હું નહિ જીવી શકું... તું કહીશ તો દિન તું કહીશ તો રાત આનંદ પ્લીઝ સોરી... સોરી આનંદ મને માફ કર!"
"પૂજા પ્રેમ તો હું પણ તને કરું જ છું, મારા જીવથી પણ વધુ!"
"આનંદ મને સમજવાની કોશિશ તો કર, એક વાર મારી વાત તો સાંભળ..."
"શું સાંભળું, પૂજા? એજ કે હું મારા ફૅમિલીના વિરુદ્ધ નહિ જાઉં, હું તેના વિરુદ્ધ જઈ તારાથી લગ્ન નહીં કરું?"
"આનંદ મને સમજવાની કોશિશ તો કર, એક વાર મારી વાત તો સાંભળ!"
"હવે શું વાત કરવી છે?"
"તું મને કેટલા દિવસથી ઇગ્નોર કરે છે. મારાથી દુર દુર ભાગે છે... મને સમજવાની કોશિશ કર, તું મારી જગ્યા એ હોત તો?"
"હું તારી જગ્યા એ હોત તો શું? પૂજાને પોતાનાથી દુર કરી દે છે... આનંદ પૂજાનું કાંઈ જ સાંભળવા ત્યાર નથી. પૂજા ફ્લોર પર બેસી ગાડાંની જમે બરાડા કરે છે.
"પ્લીઝ આનંદ ઊભો રે, પ્લીઝ" પણ આનંદ ક્યાં ઉભવાનો હવે !