મારી મમ્મી Drashti M Jobanputra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી મમ્મી

મારી મમ્મી !

સાંજે નિશાળે થી આવતા જ પ્રણવ ઉદાસ હોઈ તેવું મમ્મી ને જણાયું પણ થોડા જિદ્દી ને ચીડિયા સ્વભાવ ને કારણે મમ્મી ને લાગ્યું કે હમણાં મન ગમતી ચોકલૅટ રબડી સામે આવતા જ ભાઈ બધો ગુસ્સો એક બાજુ મૂકી ને તૂટી પડશે અને કટોરી સાફ કરી મુકશે ... હા પ્રણવ નું થોડું એવું જ હો

૧૦ માં ધોરણ માં ૮૮% એ સ્કૂલ માં

૩rd રેન્ક આવેલો અને હવે ૧૧ સાયન્સ

માં શહેર ની સૌથી સારી નિશાળ માં

અભ્યાસ કરતો હતો ...દેખાવ માં પ્રમાણસર ગોરો અને લગભગ ૫'૭

ઊંચાઈ ..હવે તો પૂરતી મૂછ પણ આવી ગયેલી અને આજ ના ટ્રેન્ડ પ્રમાણે દાઢી પણ ચહેરા ને અનુરૂપ

ટ્રિમ કરેલી ..વાંકડિયા કાળા વાળ તેના

દેખાવ ને વધુ આકર્ષક બનાવતા હતા

અને સ્કૂલ ની લગભગ બધી જ છોકરીઓ ને મોહિત કરી લેતો ...છોકરીઓ પ્રણવ સાથે વાત

કરવા તલપાપડ બનતી ..પણ પ્રણવભાઈ પણ એ વાત બહુ સારી

રીતે જાણતો અને મનોમન હરખાતો

પણ ખરો ...અને મધુબેન એના મમ્મી

નામ જેવા જ મધુ .... મીઠા સ્વભાવ ને કારણે મધુબેન પરિવાર માં તેમજ શેરી પડોસ માં નાના મોટા સૌ ના ચાહિતા તેમજ માનીતા પણ મધુબેન નો માનીતો તો માત્ર પ્રણવ પોતાના જીવ થી પણ વધુ વ્હાલો , શ્વાસે શ્વાસે પ્રણવ માટે દુવા કરનાર મમતા ની મૂર્તિ અને હેત ની હેલી હર હંમેશ પ્રણવ માટે વહેતી જ રહે એવી અદભુત પોતાના સંતાન ને પ્રેમ કરનારી "માં "

પોતાના પ્યારા પ્રણવ ને આવી રીતે ગુસ્સા માં જોઈ મધુબેન થોડા વ્યથિત તો થયા પણ તરત જ રબડી ગેસ ઉપર મૂકી છે એ યાદ આવતા જ રસોડા માં ગયા અને બાઉલ માં કાઢી ઉપર ડ્રાયફ્રુટ ની સાથે પોતાનો પ્રેમ પીરસી મધુબેન પ્રણવ ને દેવા ચાલ્યા રૂમ માં પહોંચ્યા કે તરત જ પ્રણવ જાણે રબડી ની સુગંધ થી અજાણ હોઈ એમ થોડો મોટે થી બોલ્યો મમ્મી અત્યારે જરાય મૂડ નથી હો કહી ને દરવાજા તરફ ઈશારો કર્યો ...દીકરા ની જાણે બધી જ વાત શિર-આંખ પર તેમ મધુબેન ત્યાંથી ખોટું સ્મિત આપી નીકળી ગયા ..અને મન માં જ વિચારવા મંડ્યા હે પ્રભુ મારા દીકરા ને શું ચિંતા સતાવે છે જે હોઈ તે બસ એને એમાંથી બહાર લઇ આવજો ..આમ પણ મારે આ મંગળવાર એ તેના માથે થી નજર ઉતારવાની રહી ગઈ છે મન માં જ પોતાને ટપારતા મધુબેન હોલ ભણી ગયા અને હાથ માં મોબાઈલ લીધો સુરેશભાઈ ને કોલ કરવા રિંગ જતા જ સામે થી અવાજ આવ્યો બોલ મારી મધુ બોલ આજે શું તારા લાડકવાયા ની પસંદ નું મારે લઇ આવવાનું છે ? સહેજ હાસ્ય સાથે સુરેશભાઈ એ મજાકિયા અંદાજ માં પૂછ્યું ..તમે સાંભળો ને આજે સહેજ પ્રણવ નો મૂડ બરાબર નથી લાગતો કેટલા દિવસ થી જમ્યા પછી ભાઈ એ આઈસ્ક્રીમ નથી ખાધો તો તમે એનો ભાવતો રાજભોગ ફ્લેવર લઇ આવજો ને ..જી હજૂર બીજું કાંઈ કહી ને સુરેશભાઈ એ ફોન મુકવાની પરવાનગી લઇ ફોન મુક્યો .. સહેજ મલકાઈ ને મધુબેન રસોડા માં જઈ ને આજે બધું જ પ્રણવ ની પસંદ નું ભોજન બનશે તેવું નક્કી કરી ને માંડી ને બધું જ રાંધવા વળગી પડ્યા પણ નિયતિ નું લખેલું કોઈ વાંચી શક્યું છે ખરું ...કુકર માં પાણી મૂકી ને ગેસ ચાલુ કર્યો...એવા માં જાણે ક્ષણ ના વિલંબ વગર આખા જ રસોડા માં આગ પ્રસરી ગઇ ને મધુબેન તેમાં લપેટાઈ ગયા "પ્રણવ "બૂમ પાડતા જ પ્રણવ રૂમ ની બહાર ધસી આવ્યો ને જોયું તો મધુબેન 50% જેટલાં આગ મા હતા કાંઈ જ વિચાર્યા વગર પ્રણવ મમ્મી ની આવી હાલત જોઇ ને ગભરાય ગયો ..પરંતુ સમયસૂચકતા દાખવી પ્રણવે તરત જ ૧૦૮ ને બોલાવી અને બાજુ માંથી રૂપલ આન્ટી ને ય બોલાવ્યા .રૂપલબહેન ની મદદ થી પ્રણવ મમ્મી ને સહેજ બહાર તરફ ખેંચવા માં સફળ રહ્યો અને મધુબહેન ને વધુ આગ માં લપેટાતા બચાવી લીધા ...એવા માં ૧૦૮ ના ઇમર્જનસી સાયરન નો અવાજ સાંભળી પ્રણવે ઉંડો શ્વાસ લીધો ને ૧૦૮ ની ટીમે ફરજ ને સમય બન્ને ને માન આપી ને ઇમર્જનસી સારવાર તરત જ શરૂ કરી અને મધુબેન ને સ્ટ્રેચર પર લીધા અને તાત્કાલિક ઇમર્જનસી વોર્ડ માં દાખલ કર્યા વોર્ડ ની બહાર જ પ્રણવ ને અટકાવી દરવાજો બંધ કરી ડોક્ટર ની ટીમ અંદર ગઈ ...કપાળ ઉપર ટપકી પડેલા પસીના ના પાણી અને હવે તો આંખ માંથી પણ બહાર આવેલા પાણી થી પ્રણવ ખૂબ જ ડરેલો હતો ..એવામાં વોર્ડ ની ઉપર લાલ બલ્બ ચાલુ થયેલો જોઈ પ્રણવ વિચાર માં જ ડૂબી ગયો ...એવામાં સુરેશભાઈ ને દોડી આવતાં જોઈ પ્રણવ ના જીવ માં જીવ આવ્યો ને દોટ મૂકી પાપા તરફ જઈ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગ્યો પ્રણવ ને છાતી સરસો ચાંપી સુરેશભાઈ ય રડી પડ્યા ...પપ્પા ખબર નહીં કેમ આવું થયું પપ્પા મમ્મી ને કાંઈ થાશે તો નહીં..પપ્પા મમ્મી એ તો મારા માટે રબડી પણ બનાવેલી ને ત્યાં જ પ્રણવ ને યાદ આવ્યું કદાચ મારું વિલું મોઢું જોઈ મમ્મી ચિંતા માં બર્નર બંધ કરતાં ભૂલી ગયાં હશે ને આવું .....પ્રણવ એક જ શ્વાસે પ્રણવ રડતાં રડતાં બોલી ઉઠ્યો ..ના દિકરા ના ભગવાન તારી મમ્મી ને કાંઈ જ નહીં થવા દે ..સુરેશભાઇ ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી પ્રણવ ને સાંત્વના આપવા માંડ્યા બેટા ભગવાને તારા મમ્મી ને આમ જ દૂર કરવા હોત તો તારી જિંદગી માં મોકલત જ શું કામ ? સુરેશભાઈ ના મોંઢા માંથી અનાયાસે જ શબ્દો સરી પડ્યા ....મારી જિંદગી માં પ્રણવ ચોંકી ઉઠ્યો પપ્પા મમ્મી થોડાં મારી જિંદગી માં આવ્યાં ..હું એમની ને તમારી જિંદગી માં આવ્યો હોય ને ...ના બેટા સુરેશભાઈ એ વચ્ચે થી જ પ્રણવ ને અટકાવ્યો ...અને નિઃસાસો નાંખતા બોલ્યા બેટા લગભગ સોળેક વરસ થાવા આવ્યાં શ્વેતા તને અને મને ઊંઘતા મૂકી ને ઘર છોડી ને ચાલી ગયેલી હા દીકરા શ્વેતા તારી સગી માં તને જન્મ આપનારી માં પણ એ બસ એટલા પૂરતી જ તારી માં રહી મારી અને ઘરનાં ની લાખ સમજાવટ છતાં એની મમતા ન જાગી ... બરાબર એ જ સમયે કુદરતે દૂત સ્વરૂપે આપણા જીવન માં મોકલી ...શ્વેતા ના દગા પછી હું તો સ્ત્રી માત્ર ને નફરત કરવાં લાગેલો ને બીજાં લગ્ન કરવાં રાજી જ ન હતો ...પણ પ્રણવ નું તો વિચાર એવું સમજાવી બાપુજી એ મને મધુ સાથે લગ્ન કરવાં સમજાવ્યો ...દિકરા ત્યારે મારી પાસે મધુ એ એક વચન માંગેલું કે હું ક્યારેય તને આ કડવી હકીકત નહીં જણાવું સાથે ખાતરી પણ આપેલી કે એ તને સગી માં કરતાં પણ વિશેષ પ્રેમ અને પરવરીશ આપશે ...અને દીકરા એને વચન મુજબ તને અપાર પ્રેમ આપ્યો આટલું

સાંભળતા જ પ્રણવ ના પગ તળે થી જમીન સરકી ગઈ હોઈ તેમ દિવાલ નો ટેકો લેવા ગયો ...ત્યાં જ ડોક્ટર વોર્ડ માંથી બહાર આવ્યા ...ને એપ્રોન સરખું કરતાં બોલ્યાં ...મિ. પ્રણવ ઈટ્સ મિરેકલ ...તમારાં મમ્મી બચી ગયાં છે જે અમને પણ શક્ય નતું લાગતું ...કદાચ ભગવાને જ તેમને નવી જિંદગી આપી ...હવે તમે એને દૂર થી જોઈ શકો છો આટલું સાંભળતા જ પ્રણવ સહેજ હસતો આંસુ લૂંછી મમ્મી ના વોર્ડ તરફ દોડી ગયો ... સુરેશભાઈ ય થૅન્ક યુ ડોક્ટર કહીં પ્રણવ ની પાછળ જ દોડી ગયાં !

-દ્રષ્ટિ એમ જોબનપુત્રા