યૌવન
૧૨.૩૦ ના ટકોરે ઠાકર સાહેબ નો લેક્ચર શરૂ થાય અને તેઓ કલાસ માં આવી જાય એ પછી કોઈ ને પણ એન્ટ્રી નહિ ...એટલે સરિતા ને એ પહેલા
ક્લાસ માં પહોંચવું પડે એમ હતું ...
આમ તો સરિતા નિયમિત ક્લાસ માં સમયાનુસાર પહોંચી જ જતી પણ મમ્મી માસી ની દીકરીના લગ્ન પ્રસંગે યુ.એસ. ગયા હોવાથી ઘર નું મોટા ભાગ નું કામ તેના માથે આવી ગયું ...સામાન્ય રીતે સરિતા પોતાના સ્કુટર મારફતે કૉલેજ જાય પણ સ્કુટર સર્વિસ માં આપ્યું હોવાથી બસ માં જ જવું પડે એમ હતું ..ક્યાર ની બસ ની રાહ જોતી સરિતા ને તો 'દુકાળ માં અધિક માસ ' કોઈ બસ કે રીક્ષા રોકાય જ નહિ ને સરિતા કાંડુ ઉપર કરી ઘડિયાળ સામે જોઈ ને મોં બગાડે આજે તો લેક્ચર બગડવાનો જ ...દેખાવે સોહામણી સરિતા કૉલેજ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતી હતી ....ફરી એક બસ આવતા જોઈ ને હાથ ઊંચો કર્યો પણ પીક અપ અવર્સ હોવાથી બસ વિદ્યાર્થીઓ થી ખચોખચ ભરેલી એટલે એ પણ ન ઉભી રહી ફરી સરિતા એ ઘડિયાળ સામે જોયું ...સમય હવે બાર વાગ્યા ની ઉપર જઈ રહ્યો ને સરિતા તડકા માં મોઢું સાફ કરતી ટેન્સન લેવા માંડી ....ત્યાં જ બ્લેક સ્કોર્પિયો બ્રેક મારતી તેની તરફ આવી ને ઉભી રહી ગઈ ...ગાડી નો કાચ ખુલ્યો ..."હેલો ...મે આઈ હેલ્પ યુ ?" ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો સ્માર્ટ ..ડેશિંગ યુવાન એ મદદ માટે ઈશારો કર્યો ...સરિતા અચકાતા બોલી સોરી પણ હું તમને ઓળખી નહિ ..હું વેદાંત ..એમ .પી ..કોલેજ માં જ અભ્યાસ કરું છું ...સામે થી જવાબ મળ્યો ...સરિતા ને સહેજ હાશકારો થયો ને કહ્યું એમ હું પણ ત્યાં જ બી.બી.એ. માં અભ્યાસ કરું છું ...ઓહ. ધેટ્સ ગ્રેટ ..હું કૉલેજ તરફ જ જાવ છું હું એન્જિનરીઈંગ માં છું તમે ઈચ્છો તો તમને લિફ્ટ આપી શકું છું ..સરિતા ઉત્તર આપે એ પેલા ડોર ખુલી ગયો ..સરિતા સહેજ તો અચકાય પણ પોતાને ય ઉતાવળ હોવાથી વધારે વિચાર્યા વગર ગાડી માં બેસી ગઈ ...વેદાંત એ ગાડી ગિએર માં મૂકી ને સ્પીડ પકડાવી ...સડસડાટ ૧૫ મિનિટ માં ગાડી કૉલેજ ના ગેટ પાસે આવી પહોંચી ...રસ્તા માં કઈ વધારે વાતચીત ન થઈ ..ગાડી માંથી ઉતરતા સરિતા થૅન્ક્સ બોલતા નીકળી ગઈ ...યુ આર ઓલવેઝ વેલકમ ...સી યુ અગેઇન ..વેદાંત એ મજાકિયા અંદાજ માં જવાબ આપ્યો ...સરિતા કે ના હવે થોડા ફરી મળીશુ કઈ ...આ તો આજે મારી જોડે સ્કુટર નહતું એટલે ...અરે પણ આપણે એક જ કેમ્પસ માં છીએ તો ફરી ક્યારેક પણ મુલાકાત તો થઈ શકે ને ? વેદાંત એ ગણતરીપૂર્વક વાત વાળી ...સ્યોર આછી સ્માઈલ આપી સરિતા ત્યાંથી નીકળી ગઈ ...ત્યાં તો તેની સહેલીઓ ઘેરી વળી ..ઓય સરિતા કોણ હતો એ ? કેવો મસ્ત દેખાય છે નહીં ..એક સહેલી એ મજાક માં પૂછી લીધું ત્યાં બીજી એ પૂછ્યું સરિતા તારો બોયફ્રેન્ડ છે કે શું ...તે તો અમને કીધું પણ નહિ ...બધા ને વચ્ચે થી અટકાવતા સરિતા બોલી અરે ના યાર એવું કઈ જ નહિ શું તમે બધા પણ ....કહી સરિતા લેક્ચર અટેન્ડ કરવા નીકળી ગઈ ત્યાં થી ....બ્રેક પડતા સુધી માં તો સરિતા ને કેટલી ય વખત વેદાંત ના વિચાર આવી ગયા ...પ્રોફેસર આવે ને જાય પણ સરિતા નું ક્યાંય ધ્યાન નહિ એને તો બસ વેદાંત જ દેખાય ...બ્રેક માં કેન્ટીન માં ગઈ ત્યાં સામે જ વેદાંત બેઠો હતો ...જાણે સરિતા ની રાહ જોતો હોય એમ ...દૂર થી જ સરિતા ને આવતા જોઈ ને વેદાંત ય મલકાયો ને એની તરફ હસ્યો ..સરિતા પણ ત્યાં આવી ને બાજુ ની ખુરસી માં ગોઠવાય ...ફોર્મલ વાત ની શરૂઆત થઈ અને થોડી વાર માં તો બન્ને ક્યાં વાતો માં ખોવાય ગયા ...એમ ને એમ ૨ દિવસ , ૩ દિવસ પછી તો દરરોજ કેન્ટીન માં મળવું એ તો
નિત્યક્રમ બની ગયો ..ને પછી તો બહાર પાર્ક માં , કોફીહાઉસ માં , ને થીએટર માં પણ સાથે જવાની શરુઆત થઈ ગઈ ...દરેક વખત સરિતા એ નોંધ લીધી કે વેદાંત બ્રાન્ડેડ કપડાં ,શૂઝ અને ગોગલ્સ પહેરતો અરે રૂમાલ પણ બ્રાઝીલ થી મંગાવેલો છે એવી ચોખવટ વેદાંત કરે ત્યારે તો સરિતા ચોંકી જતી ...એક વખત થીએટર માં મૂવી જોવાનું નક્કી થયેલું ...બાજુ માં બેઠેલી સરિતા એ કહ્યું વાહ વેદાંત શું ફ્રેગરન્સ છે એકદમ સ્ટ્રોંગ અને માદક આ તો તે કેવું પરફ્યુમ લગાવ્યું છે ..હોઈ જ ને ગાંડી તને પસંદ આવ્યું ને ...આયર્લેન્ડ થી સ્પેશ્યલ ઈમ્પોર્ટ કરેલું છે ... અને આ જો કાર્ટીએર ની વોચ ફ્રાન્સ થી ગઈ કાલે જ આવી ....વાહ સો નાઇસ ..સરિતા એ પણ વખાણ કરી લીધા ....ધીમે ધીમે સાથે પસાર કરવાનો સમય પણ વધતો ગયો ...સરિતા ના મમ્મી હજી ૨ મહિના રોકાવાના હતા એટલે ઘરે પાપા ને કૉલેજ જવાનું કહી ને નીકળી જતી ...ધીમે ધીમે બન્ને વચ્ચે નિકટતા વધવા લાગી ...અને હવે તો હોટેલના રૂમ માં ૪ -૫ કલાક નો સમય સાથે વિતાવવા લાગે! .... સરિતા પણ યૌવન ના રંગ માં રંગાયેલી ને ભાન ગુમાવી બેઠેલી ....છએક મહિના માં તો કેટલી ય વાર બન્ને એકમેક માં મળી ગયેલા ને ...સરિતા જયારે પણ લગ્ન નું પૂછે ત્યારે વેદાંત કહે તને મારા ઉપર વિશ્વાસ નથી ? લગ્ન તો હું કરીશ જ ને ..કહી ને નારાજ થઈ જાય ને વળી સરિતા કેટલો ય વખત મનાવે ! ...સરિતા ઘણી વખત ટોકે વેદાંત બધી વાત સાચી પણ આટલી મોંઘી હોટેલ માં શું કામ જઈએ છીએ ..ત્યાં વેદાંત કહે અરે જાન તને લઈ ને ...કઈ જેવી તેવી હોટેલ માં થોડી જવાય એ તો ૩ સ્ટાર કે ૫ સ્ટાર જ હોઈ હો !! એમાં ને એમાં એકાદ વર્ષ વીતી ગયું ...સરિતા નો અભ્યાસ પણ હવે પૂરો થવા આવ્યો ને એક દિવસ એને નક્કી કર્યું આજે તો વેદાંત સાથે નક્કી કરી જ લવ કે હવે ઘરે ક્યારે વાત કરવી છે ..એણે વેદાંત ને ફોન જોડ્યો ને કહ્યું વેદાંત આજે સાંજે અરજન્ટ મળવું છે તને ને મહત્વ ની વાત કરવી છે સામે વેદાંત એ કહ્યું મારે પણ કામ છે સાંજે સી.સી.ડી. માં મળીયે ૭ વાગ્યે ...નક્કી કર્યા મુજબ બન્ને મળ્યા ...વેદાંત એ વાત ની શરૂઆત બ્રાન્ડ થી જ કરી હેલો ડીઅર જો તો આ પીટર ઇંગ્લેન્ડ નું ટીશર્ટ મમ્મી લઇ આવ્યા સવારે સારું લાગે છે મને સરિતા આછું હસી અને હકાર માં
માથું હલાવી ને પોતાની વાત રજૂ કરી
જો વેદાંત મને તારા ઉપર તો વિશ્વાસ છે પણ હવે મારુ ભણવાનું પણ પૂરું થવા આવ્યું છે અને ઘરે મમ્મી પપ્પા મારા
લગ્ન ની વાત કરે છે તો આપણે ઘરે વાત કરવી જોઈએ અને આપણા સમ્બન્ધ ને લગ્ન ના પવિત્ર બન્ધન માં બાંધી લઈએ તો ? અરે સરિતા હું તને એ જ કહેવાનો હતો મારા પપ્પા એ મારી સગાઇ નક્કી કરી છે આવતા અઠવાડિયે ..મોટા બિઝનેસ ટાયકૂન ની છોકરી છે અને દેખાવ માં પણ સારી છે ...શું ?? આટલું સાંભળતા જ સરિતા ના પગ નીચે થી જમીન સરકી ગઈ ને રડવા લાગી વેદાંત તે તો મને કહ્યું હતું ને લગ્ન કરીશ એમ ...અરે હા બાબા મેં કહ્યું હતું પણ મારા પાપા નક્કી કરી આવ્યા તો હું શું કરું ને એમ પણ મેં લગ્ન કરવાનું કીધું હતું તારી જોડે જ કરીશ એમ ક્યાં કહ્યું હતું ? સરિતા એ બૂમ પાડી તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો ..તે મારો ઉપયોગ કર્યો ...? વેદાંત એ ત્યાં જ અટકાવી શેનો વિશ્વાસઘાત તું તારી મરજી થી આવતી હતી ને ? મેં તારી સાથે ક્યારેય જબરદસ્તી કરી છે ? એમાં ઉપયોગ શું હે ? તારે પોલીસ માં ફરિયાદ કરવી હોઈ તો પણ કરી આવ જા ...વેદાંત બરાડી ઉઠ્યો ...સરિતા ને પોતાની ભૂલ સમજાય ને કહ્યું સાચી વાત છે વેદાંત તારા જેવા બ્રાન્ડ-કોન્સીયસ લોકો મારા જેવી નોન- બ્રાન્ડેડ છોકરી ને થોડી પસંદ કરે ?!??
- દ્રષ્ટિ એમ જોબનપુત્રા