હું અને જોન વાતો કરીએ છીએ. અને અમે સરળતા થી ભળી જઈએ છીએ. પછી મને ખબર પડે છે કે જોન ના સપના કંઈક અલગ હોય છે એને સંગીત ની દુનિયા માં જવું હોય છે પણ એના પપ્પા ના એક્સીડેન્ટ પછી બધી જવાબદારી એના માથે આવે છે. અને એ બિઝનેસ જોઈન કરે છે. અમારા વિચારો પણ મળે છે. અમે બંને અમીર હોવા છતાં સાદગી નું જીવન પસંદ કરીએ છીએ.
જોન: તને સ્ટેજ ફિયર છે? સાચે?
પાયલ: હા... હું સ્ટેજ જોઈ ને અને વધારે ભીડ જોઈ ને ડરી જાઉં છું. મારી બેન હતી અને...
જોન: બેન હતી??
પાયલ: કોઈ બીજી વાત કરીએ ??
જોન: ઓકે. તો તારા આ કલર વાળ નો બદલો શું લેવાની??
પાયલ: કાલે તને ખબર પડી જશે.
પાયલ ( અમે બંને પછી છુટા પાડીએ છીએ.. અને મ વિચારી લીધું છે કે મારે શું કરવાનું છે... મને ખબર છે આ થોડા બાળકો જેવા વિચારો છે પણ હું શું કરું આ ઝગડા ની શરૂઆત અભયે કરી હતી )
બીજા દિવસે અભય કામ માટે બહાર જાય છે ત્યારે હું એના રૂમ માં જઈ ને બધા કપડાં લઇ લઉં છું અને વોશિંગમશીન માં નાખી દઉં છું. મજા આવશે જયારે બધા કપડાં પર રંગ લાગી જશે.
મેં વિચાર્યું હતું એમ જ થયું અભય એના બધા કપડાં જોઈ ને ગુસ્સે થઇ ને બૂમો પાડે છે. અને અહીંયા મારો બદલો પૂરો થયો.
થોડા દિવસો પછી
પાયલ ( હું.અને કવિતા જોડે મારા ઘર ની બહાર નીકળીએ છીએ. હું મારા ઘરે પાછી આવી ગઈ છું. અને હાલ કવિતા સાથે રેસ્ટોરેન્ટ તરફ જઈ રહી છું. ત્યાં પોહચી ને કવિતા ને બધી વાત કરું છું.)
કવિતા: એ તો ઠીક કે તે પણ એની સાથે મજાક કર્યો અને બધા કપડાં ખરાબ કર્યા પણ પછી શું થયું કે તું આમ પાછી આવી ગઈ?
પાયલ: પછી બધું ઠીક હતું થોડા ટાઈમ માટે પણ પછી અમારો પ્રોજેક્ટ શરૂ થવાનો હતો એની પાર્ટી રાખી હતી. અને પાર્ટી માં જયારે બધા મીડિયા વાળા હતા એ સમય પર અભયે બધા ની વચ્ચે મને સ્ટેજ પર બોલાવી. મેં એને ના કહ્યું હતું પણ એ મને એની સાથે લઇ ગયો અને માઈક હાથ માં આપી દીધું..
કવિતા: ઓહ ગોડ... પછી ?
પાયલ: પછી હું કઈ જ બોલી ના સકી. મારા ડર ના કારણે અને બધા હસવા લાગ્યા... મને સાચે ગુસ્સો આવ્યો કે અભય આમ કેવી રીતે કરી શકે? બધા ની સામે મારો મજાક કેવી રીતે બનાવી શકે?
કવિતા: ઓહ સાચે એને કંઈક વધારે કર્યું આ વખતે...
પાયલ: હું પણ ગુસ્સા માં જયારે ઘરે જતી હતી ત્યારે એક મીડિયા વાળી છોકરી મને પ્રશ્નો પૂછવા આવી કે " તમને કઈ ખબર છે કે નઈ? કે તમે નામ ના જ પાર્ટનર છો?" તો મને વધારે ગુસ્સો આવ્યો તો મેં એને કહી દીધું કે "ના મને કઈ ખબર નથી આલ્કોહોલોક અભય ને જ પૂછો " આમ બોલી ને હું નીકળી ગઈ..
કવિતા: પછી?
પાયલ: પછી મારા અને અભય વચ્ચે મોટો ઝગડો થયો. કેમ કે રિપોર્ટરો એ છાપી દીધું કે "પાયલ જે પ્રોજેક્ટ માં પાર્ટનર છે એને કઈ જ ખબર નથી. અને અભય જે પ્રોજેક્ટ સાંભળે છે એ આલ્કોહોલિક છે. હવે રામ જાણે પ્રોજેક્ટ નું શું થશે "
કવિતા: શું?? આ અમુક મીડિયા વાળા વિચાર્યા વગર કે પુરી માહિતી વગર છાપી નાખે છે... તો તમે બને એ શું કીધું?
પાયલ: અમે બંને એ દિવસે એક બીજા ને ઘણું બધું કીધું હતું... જેના પછી બીજા જ દિવસે હું વિમાન પકડી ને અહીંયા આવ ગઈ..
કવિતા: આખરે કીધું શું હતું તમે?
પાર્ટી ના બીજા દિવસે
અભય ગુસ્સા માં : પાયલ મારે વાત કરવી છે.
પાયલ ગુસ્સા માં : પણ મારે નથી કરવી કાલે રાતે તે જે કર્યું એના પછી તો નઈ જ.
અભય: વાહ મેં કર્યું! કે તે?
પાયલ: મને સ્ટેજ પર બોલાવી ને મારી મજાક બનાવી દીધી હતી તે.. મેં શું કર્યું?
અભય: તે શું કર્યું? તે મીડિયા માં કીધું કે હું આલ્કોહોલિક છું. વાંચ આ પેપર.... અને હું તારી મજાક બનાવવા નતો માંગતો. પણ મને ખબર ન હતી કે તું સ્ટેજ પર ડરે છે.
પાયલ પેપર હાથ માં લે છે અને વાંચે છે "પાયલ જે પ્રોજેક્ટ માં પાર્ટનર છે એને કઈ જ ખબર નથી. અને અભય જે પ્રોજેક્ટ સાંભળે છે એ આલ્કોહોલિક છે. હવે રામ જાણે પ્રોજેક્ટ નું શું થશે"
પાયલ: મને ખબર નહતી કે આમ છાપી દેશે આ લોકો. હું ગુસ્સા માં હતી.
અભય: ગુસ્સા માં હતી? તું એટલી નાની નથી કે તને સમજાવું પડે કે મીડિયા સામે શું બોલવું... સીધીવાત છે એ લોકો આ વાત છાપે જ.
પાયલ ને ગુસ્સો આવે છે આ વિચારે છે કે હવે સોરી નઈ બોલું અને કહે છે " કેમ શું થયું? આ વાત છુપાવાની હતી? "
અભય વિચારે છે કે હું રાત ની વાત માટે સોરી કેહવા આવ્યો હતો પણ આ સોરી કેહવા યોગ્ય નથી એટલે એ પણ ગુસ્સા માં બોલે છે "ના મિસ મોડલ પણ મારા જીવન માં તારે દખલગીરી કરવાની જરૂર નથી. પેહલા સ્ટેજ પર બોલતા શીખી જા.
પાયલ: મારી મરજી મારે શું શીખવું અને શું નહિ.
અભય: તારી સાથે વાત કરવી જ નકામી છે.
પાયલ: તો કોણે કીધું વાત કરવાનું? આમ પણ આઈ હેટ યુ
અભય: આઈ હેટ યુ ટૂ
વર્તમાન સમય
કવિતા: ઓહ તો હવે?
પાયલ: આજે સાંજે હું જાઉં છું.
કવિતા: ક્યાં?
પાયલ: ત્યાં જ. અભય ની દાદી ને ઘરે..
કવિતા: પણ કેમ??
પાયલ: પેપર ના ન્યુઝ પછી અમારા બંને ના ઘરે બધા નિરાશ હતા.. અમે બંને એ વિચાર્યા વગર કામો કર્યા છે... હવે બધું સરખું કરવું પડશે...
કવિતા: શું કીધું તે? બંને એ???
પાયલ: હા
કવિતા: તું અભય પર ગુસ્સા નથી?
પાયલ: વાંક બંને નો હતો..
કવિતા: કેમનું થયુ... તમારી વચ્ચે બધું સરખું કેવું રીતે થયું??? કાલ સુધી તું એનું નામ સાંભળી ને ગુસ્સા થઇ જતી હતી... તો અચાનક કેવીરીતે સરખું થઇ ગયું બધું???????
*******************************************
ઓકે.. સોરી સોરી સોરી
મેં વર્ષો લગાવી દીધા આ નવા ભાગ નાખવા માં