આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 1 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 1

"ના ના ને ના જ" હું ગુસ્સા માં બોલતી હોવ છું પણ મારી મમ્મી સાંભળે તો ને મારુ..

" બેટા એક વાર જોઈ તો લે" મમ્મી ફરી આશા સાથે બોલે છે. "મેં દેખેલો છે અને મને નઈ ગમ્યો બસ" હું ફરી કંટાળી ને જવાબ આપું છું. ત્યાં તો ફરી મમ્મી બોલે છે " એમ નઈ મળી તો લે એક વાર" અને ફરી હું એ જ બોલું છું કે ના.. મમ્મી ફરી ચાલુ કરે છે " દેખ મારે કઈ સાંભળવું નથી એ લોકો આજે સાંજે જ આવે છે અને તું મળે છે બસ. પછી વાત કરીશુ " આમ બોલી ને મમ્મી મારા રૂમ માંથી નીકળી જાય છે..

અરે યાર આ મમ્મી લોકો કેમ નથી સમજતા... પણ કઈ નહિ હું નથી માનવાની કોઈ વાત. આમ નક્કી કરી ને હું મારુ નાનું બેગ લઉં છું અને એમાં થોડા કપડાં ભરું છું અને ઘર ના પાછળ ના દરવાજા થી નીકળી જાઉં છું.

શરૂ થી શરૂ કરીએ. મારુ નામ છે પાયલ અને હું ખુબ જ ખુશી થી મારુ જીવન જીવી રહી હોવ છું પણ મને ખબર પડે છે કે મારા મમ્મી અને પપ્પા એ જયારે મારા માટે છોકરો પસંદ કરી લીધો. એમના બાળપણ ના મિત્ર નો છોકરો એટલે કે મહેશભાઈ અને સીતાબેન નો છોકરો અભય. જયારે અમે નાના હતા ત્યારે જ બંને મિત્રો એ વિચારી લીધું હતું કે એમની દોસ્તી ને રિશ્તેદારી માં બદલશે અમારા લગ્ન કરી ને... હું કદાચ નાની હોઇશ ત્યારે અભય ને મળી હોઈશ પણ એના પછી હું એને મળી નથી મમ્મી અને પાપા તો મહેશ અંકલ અને સીતા આંટી જોડે પ્રવાસે જાય કે કોઈ પણ પ્રસંગે મળતા હોય છે. હું એમની સાથે હોતી પણ નથી. પણ વાત એ નથી. મારી પાસે કારણ છે કે હું અત્યારે કેમ ભાગી રહી છું પહેલું કારણ હું લવ મેરેજ માં માનું છું. બીજું મેં અભય ની જાણકારી લેવા માટે એનું ફેસબુક ચેક કર્યું હતું એ મારા ટાઈપ નો નથી. દરેક ફોટા માં આલ્કોહોલ એના હાથ માં હોય છે. અને મને નફરત છે આલ્કોહોલ થી. ત્રીજું કારણ એના દરેક ફોટા અને પોસ્ટ પર થી જ ખબર પડે છે કે એ આમિર બાપ નો બગડેલો રાજકુમાર છે. અને છેલ્લી વાત આ મારુ જીવન છે તો હું નિર્ણય લઈશ કે કોને ચાન્સ આપવો કોને નહિ.

કદાચ હવે મમ્મી સમજી જશે. હું ક્યાંય ભાગી નથી રહી મારા માસી ના ઘરે જઈ રહી છું. થોડા દિવસ ત્યાં જ રહીશ. એ લોકો આવશે અને હું નહિ હોવ ત્યારે જાતે જ સમજી જશે અને જતા રહેશે.

***

સીતાબેન અભય ને કહેતા હોય છે " બેટા એક વાર મળી લે ને. પાક્કું જો તને નહિ ગમે તો આપણે ના બોલી દઇશુ" અને અભય મમ્મી ની જીદ ની સામે હારી ને તૈયાર થતો હોય છે ત્યારે એના મિત્ર નો ફોન આવે છે.

ચિરાગ: ક્યાં મરી ગયો??? ક્યાર નો ફોન કરું છું.

અભય: તું જ બાકી રહી ગયો હતો. બોલ શું છે?

ચિરાગ: ઉતાવળ માં કેમ છે? ક્યાંય જાય છે?

અભય: તારે આખા ગામ ની પંચાયત. કઈ નઈ યાર મેં તને વાત કરી હતી ને કે મમ્મી પાપા એમના મિત્ર વીષ્ણુ અંકલ અને કાવેરી આંટી ની છોકરી પાયલ જોડે મારા મારા લગ્ન ના સપના દેખે છે. તો એ છોકરી ને રિજેક્ટ કરવા જઈ રહ્યો છું

ચિરાગ: મળ્યા પેહલા રિજેક્ટ?? ફોટા માં તો સારી લગતી હતી ને વાંધો શું છે?

અભય: દેખ ભાઈ મારા લગ્ન એની સાથે જ થશે જેને હું પસંદ કરીશ નઈ કે મારા મમ્મી કે પપ્પા. બીજું એ કે એ છોકરી નું ફેસબુક મેં દેખ્યું છે યાર

ચિરાગ: તો ??

અભય: એના મોઢા પર થી અભિમાન દેખાય છે. ડિઝાઈનર કપડાં માં જ બધા ફોટા જાણે મોડેલ હોય. એક અભિમાની રાજકુમારી જાણે. એની બધી પોસ્ટ પર થી સાફ દેખાય છે કે એ એક અભિમાની અને મગરૂર રાજકુમારી છે. એ તો કદાચ ગાડી સિવાય બીજા કોઈ વેહિકલ માં બેસી પણ નહિ હોય. દેખ મને આવી કોઈ છોકરી સાથે કોઈ લેવા દેવા નથી. એટલે ના પાડી ને પાછો ઘરે.

ચિરાગ: સારું તો પછી કાલે ક્લ્બ માં મળીએ.

અભય: ઓકે. અને હું ફોન મુકું છું

ક્લબ તો જાણે અમારૂ રોજ નું થઇ ગયું છે. હા પણ અમે કોઈ જલસા કરવા નથી જતા. કામ માટે જઈએ છીએ. વાત એમ છે કે અમારો ફ્રેન્ડ સુમિત ના ઘર ની સ્થિતિ સારી નથી એટલે એ ખુબ જ મેહનત કરે છે એની ફી માટે અને ઘરખર્ચ માટે. હા હું આમિર છું અને આરામ થી એને પૈસા આપી શકું છું પણ એ સ્વમાની છે. સુમિત અમારા થી એક વર્ષ નાનો છે અને કોલેજ ના છેલ્લા વર્ષ માં છે. સવારે કોલેજ જાય પછી ટ્યુશન કરાવે અને રાતે એ ક્લબ માં કામ કરે છે એટલે હું અને ચિરાગ ત્યાં જ હોઈએ છીએ અને એને ઘરે જવાનું કહીને એની જગ્યા એ અમે કામ કરીએ છીએ.આખરે એને પણ દિવસ ની મેહનત પછી રાતે તો શાંતિ મળવી જોઈએ ને. અને મેનેજર સાથે અમારું સેટિંગ છે જ એટલે વાંધો નથી આવતો. અને પાછું ચિરાગ ને ખુબ જ ગમે કે આમ આલ્કોહોલ નો ગ્લાસ હાથ માં લઇ ને ફોટો પાડીએ. અને સીધો ફેસબુક પર પોસ્ટ કરવાનો.... હા અમે માત્ર ફોટો જ પાડીએ છીએ કેમ કે સુમિત ની જગ્યા પર અમે કામ કરીએ એટલે પીવાય નહિ. અને આમ પણ જો ઘરે પપ્પા ને ખબર પડે તો બીજા દિવસે અમને લાત મારી ને નીકાળી દે. બંને ના પાપા એક જ જેવા... એટલે હું રસ્તા પર આવી જાઉં જો આલ્કોહોલ આમ પીવાનું શરૂ કરું તો...

***

પાયલ એના માસી ના ઘરે જ જતી હોય છે અને એને એની ફ્રેન્ડ કવિતા નો ફોન આવે છે.

કવિતા: તો આજે આવે છે ને ફોટોશૂટ માટે

પાયલ: ના

કવિતા: કેમ?

પાયલ: મને નથી ગમતું યાર... આટલો બધો મેકઅપ અને તારા એ બકવાસ કપડાં અને બકવાસ ફોટોશૂટ... એટલે ના

કવિતા: છેલ્લી વાર માની જા ને યાર દેખ મારા ફોટોગ્રાફ આ વખતે કંપની ને ગમી ગયા તો મને જોબ મળી જશે હવે તને તો ખબર છે હું મારા ફોટોગ્રાફી ના કરિયર ને લઇ ને કેટલી સિરિયસ છું. અને તું મોડેલ જેવી જ લાગે છે અને મારી પાસે પૈસા નથી કે હું કોઈ મોડેલ પાસે આ કામ કરવું. આ છેલ્લી વાર. અને મારો મેકઅપ અને કપડાં કેટલા કિંમતી હોય છે ખબર છે હું ડિઝાઈનર કપડાં ભાડે લાવું છું...

પાયલ: ઓકે પણ છેલ્લી વાર.

હું ફોન મુકું છું. આ કવિતા પણ છે ને મને મોડેલ બનાવી ને બધા ફોટોગ્રાફ મારા ફેસબુક પર મૂકે છે. જો કે મારુ ક્યાં ફેસબુક છે જ મેં તો બનાવ્યું હતું પણ હવે તો કવિતા જ એનો ઉપયોગ કરે છે. અને ફોટા મૂકે છે. અને એને જે ગમે એ કરે છે. પણ આ છેલ્લી વખત હવે હું આ એકાઉન્ટ જ બંધ કરી દઈશ.

હું પોહચી જાઉં છું. મને ખબર છે માસી પણ બોલશે જ મને પણ એ મારી વાત માની પણ જશે...

***

શું લાગે છે કે બંને ની પેહલી મુલાકાત કેવી હશે?? અને ક્યારે હશે??