આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 6 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 6

પાયલ:

હું અભય નું ખૂન કરવાની હતી પણ દાદી ના કારણે એ બચી ગયો!! મને એટલો ગુસ્સો આવે છે કે હું શુંકરું? રાતે મેં ફરી વાર મારા વાળ ધોયા પણ કઈ ફર્ક નથી પડ્યો. અત્યારે મારે પાર્લર માં જવું છે પણ આવી રીતે જાઉં?? માથા પર કેપ નાખી. દુપ્પટો નાખ્યો અને અત્યારે ચોર ની જેમ પાર્લર માં જવા હું નીકળી છું.

જયારે મેં વાળ બતાવ્યા ત્યારે બધા પેહલા હસે છે મારા પર. અને મને ગુસ્સ આવે છે હાલ.

પાયલ: તમારું હસવાનું પૂરું થયું હોય તો મને કહેશો કે આ રંગ કેવી રીતે જશે નેચરલી?

"ઓકે તમારે નેચરલી જ રંગ નીકળવો હોય તો હું પ્રયોગ કહું છું પણ એમાં તમારા વાળ રુક્ષ થઇ શકે છે. એટલે એ ૨ કે ૪ દિવસે એક વાર પ્રયોગ કરવો"

પાયલ: બીજો રસ્તો જ ક્યાં છે મારી પાસે? બોલો...

અને હું પાર્લર ની બહાર આવું છું. એમને કીધું છે કે થોડા દિવસ લાગશે પણ જો એમ ના થયું તો હું સાચે અભય ના વાળ પણ કલર કરી દઈશ એ પણ બેબી પિન્ક.

હું ઘરે પોહચી ને મારા રૂમ માં જાઉં છું ત્યાં તો કવિતા નો ફોન આવે છે. વિડીયો કોલ!! આને પણ આજે વિડીયો કોલ કરવો છે. હું એનો ફોન કટ કરું છું. છતાં એ ફરી કોલ કરે છે. હું ફરી કટ કરું છું. આ મારી ફ્રેન્ડ શાંતિ નઈ રાખે જ્યાં સુધી હું એને વાત કરું. હું એને મેસેજ કરું છું.

પાયલ: અત્યારે વિડીયો કોલ નઈ થાય કવિતા.

કવિતા: કેમ?

પાયલ: હું કામ માં છું.

કવિતા: શું યાર તું તો ગઈ એટલે મને ભૂલી ગઈ કે શું?

પાયલ: ના એમ નથી. બોલ શું ચાલે?

કવિતા: પેહલા તારા ત્યાં કેવું છે એ તો બોલ?

પાયલ: રાક્ષસ સાથે રહુ છું. બાકી ઘર મસ્ત છે. બાલ્કની માંથી સામે દરિયો એટલો સુંદર લાગે છે શું બોલું!

કવિતા: સરસ. તો મને ફ્રી થઈ ને વિડીયો કોલ કરજે...

પાયલ: સારું ચલ પછી વાત કરું..

પાયલ :( આનું શું કરું હું? હવે હું દરિયા કિનારે પણ કેવી રીતે જઈશ...??? )

પાયલ હોલ માં બેસી ને ટીવી દેખતી હોય છે ત્યાં પાછળ થી અભય નો અવાજ આવે છે... અને પાયલ ઓશીકું એની તરફ ફેંકે છે.

અભય: બસ કર કાલ સાંજ થી તું આ જ કરે છે. જયારે જયારે મને દેખે ત્યારે ત્યારે જે હાથ માં આવે એ ફેંકે છે. વાગી જશે તો??

પાયલ: વાગે એટલે જ ફેકુ છું.

અભય હસતા હસતા બોલે છે"તો પણ તારા વાળ જેટલો ખરાબ હાલ મારો નઈ થાય."

પાયલ: તારે સાચે અત્યરે આ વાત કરવી છે ?? (ગુસ્સા સાથે )

અભય: ના હું બહાર જાઉં છું. મારા ફ્રેંડ્સ સાથે. આવીશ?? આમ પણ ઘરે શું કરીશ?

પાયલ: બહાર તારા સાથે?? ના

અભય નીકળી જાય છે. અને પાયલ વિચારે છે

આ પાક્કો ક્યાંક ક્લ્બ માં જ જતો હશે... આમ પણ આલ્કોહોલિક છે.

એક કલાક માં જ અભય પાછો આવે છે. પણ સીધો એના રૂમ માં જાય છે...

પાયલ દેખે છે કે બીજું કોઈ પણ ઘર માં પ્રવેશે છે અભય સાથે અને એનો ચેહરો જોઈ ને યાદ આવે છે કે આ તો એજ વાઈટ કપડાં પેહરી ને દરિયા કિનારે વાયોલિન વગાળતો હતો એ જ છે. જે પોતાનું જેકેટ મૂકી ને જતો રહ્યો હતો.... એ એની તરફ દેખે છે...

પાયલ: તું મિસ્ટર વાયોલિન છે ને??

જોન: આમ તો મારુ નામ જોન છે. અને હું અત્યારે કિચન માં જાઉં છું. દાદી છે??

પાયલ: ના... દાદી નથી.. પણ ...

જોન: બાકી સવાલો ના જવાબ કિચન માં આપું ?

એમ બોલી ને જોન કિચન માં જાય છે, અને પાયલ એની પાછળ જાય છે..

જોન: હું અભય નો ફ્રેન્ડ છું. અને હા એ દિવસે મેં તને ઠંડી માં દેખી એટલે જેકેટ આપ્યું હતું. એ દિવસેમારો મૂડ ખરાબ હતો એટલે મેં કઈ વાત ના કરી અને કરી હોત તો પણ તું કંઈક અલગ જ સમજી હોત. અને અત્યારે હું મારા માટે કોફી બનવું છું તારા માટે બનાવું?

પાયલ માત્ર માથું હા માં હલાવે છે.

જોન: ઓકે... અને તારા વાળ નો કલર અજીબ છે... સોરી...

પાયલ શરમાઈ જાય છે અને કિચન ની બહાર નીકળી જાય છે...

પાયલ ( હું શરમાઈ કેમ ગઈ?? અને હું આ જોન ની સામે કઈ બોલી જ નથી સકતી... હું અજીબ વર્તન કરું છું..અને મિસ્ટર વાયોલિન ?? આવું કોણ પૂછે?? જોન ની પર્સનાલિટી જ એવી છે કે કોઈ એની સામે ના બોલી શકે..)

ત્યાં તો જોન કોફી લઇ ને આવે છે...

જોન: સોરી મારી વાત નું ખોટું લાગ્યું હોય તો..

અને હું કઈ જ બોલ્યા વગર સ્માઈલ આપું છું. જોન સ્વીટ છે...

ક્રમશ