ધૃવલ જિંદગી એક સફર-17 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-17

ધૃવલ:જિંદગી એક સફર-17

 

[આખા ગામમાં ગોપાલભાઇ એ દિકરીની સગાઇના પેંડા વેચ્યા બજારમાંથી કપડાની ખરીદી કરીને આવ્યા ત્યારે.કિશન પણ કંટાળી ગયો.એકબાજુ ગ્રીષ્માંને પૂનમની વધતી દુશ્મની,એકબાજુ ધૃવલને પૂનમના લગ્ન,તો વળી નવુ પાપાનુ જુઠ કે એ નિશાંતકાકાને એ માની ગયા.

 

ગોપાલભાઇ એ મુર્હત જોવડાવ્યુ તો માત્ર 15 જ દિવસમાં લગનનુ મુર્હત આવી ગયુ.આથી તેઓ એ ખરીદીમાં ખુબજ ઉતાવળ રાખી બધી જ તૈયારી ફટાફટ કરી દીધી.

 

આ બધુ ખુબ જ મુશ્કેલ છે તેમ છતા પણ પૂનમે તેની ફ્રેન્ડ્સ સાથે મળીને સુવ્યવ્સ્થિત કરી લીધુ.એક વીકની તૈયારીમાં બધુ કામ તમામ કર્યુ.ગોપાલભાઇ એ તેના મિત્રો જે ગીતનગરમાં ટૉપ ટેન બીઝસમેનમાં ગણાતા તેવા બે મિત્રોને કોલ કરીને જણાવ્યુને તેઓ એ ખુબ બધાયની સાથે ગોપાલભાઇના ઘેર બહુ મોટી ગીફ્ટ મોકલાવી.

 

 

 

તે જોયને તો પૂનમ પાગલ થઇ ગઇને પાપાનો ખુબ આભાર માન્યો.આ બધુ ધૃવલથી જોવાતુ ન હતુ ને પૂનમને એમ જ કહેવાયુ હતુ કિશન અને ધૃવલ દ્વારા કે ધૃવલને મેરેજ ન તા કરવા તેને પેલા બીઝનેસમાં સફળતા મેળવ્યા પછી જ કરવા હતા એટલે એ ના પાડે છે ને ગોપાલભાઇ તો હથિયારની ભાષા સમજાવીને આવતા રહ્યા હતા.

 

 

 

 

તેઓ પણ જુઠ બોલ્યા કે તેણે પ્રેમથી હા પાડી છે.સચ્ચાઇથી અળગી પૂનમ એક પછી એક ભુલ કરતી જતી હતીને કિશન પણ બળતોને શક્ય તેટલો એ ધૃવલને આ બધાથી અળગો રાખતો, પણ કેમ શક્ય બને.?

 

 

 

 

બંન્ને દોસ્ત એકબીજાને છુપાવવાની કોશીશ કરતા ધૃવલ એમ રાખતો તેને કશી ખબર નથીને કિશનને ખબર જ હોય કે ધૃવલ બધુ જાણે છતા અજાણ બનતો કે જાણે ધૃવલને કશી ખબર જ નથી.

 

 

 

 

ગ્રીષ્મા આજોતીને વિચારતી આટલો પ્રેમ કિશને ક્યારેય મને કર્યો નથી.તો એવુ પણ વિચારતી કે એમ તો પૂનમ જેટલો પણ નહી,પછી વિચારતી મારા જેટલો બીજાને પણ નહી.

 

 

 

કોઇ પૂછે મને દોસ્ત કેવો હશે?

હુ કહુ કિશન જેવો તો નહી જ હોય!!!

 

 

કોઇ પૂછે મને નિભાવવુ કોને કહેવાય?

હુ કહુ ધૃવલ જેવુ તો ન જાણે કોઇ!!!

 

 

કોઇ કહે વ્હાલ કેવુ હશે?

હુ કહુ પૂનમ જેવુ કોઇ નહી!!!

 

 

 

કોઇ કહે સાથ કેવો હશે?

હુ કહુ મારાને કિશન જેવો!!!

 

 

 

આવુ વિચારતી ગ્રીષ્મા સુધામાસી પાસે ગઇ..

 

 

બોલી માસી શું કામ છે?

 

 

 

સુધામાસી કહે જો ગ્રીષ્મા,ધૃવલનો પરિવાર આવે છે!!! તેની જવાબદારી તારી છે.જેમા દુશ્મની વચ્ચે....

 

 

 

ગ્રીષ્મા બોલી નહી આવે!!

 

 

 

[હા,મિત્રો,આ કટ્ટર દુશ્મનાવટની ખબર બંન્ને પરિવારને છે પણ આ બંન્ને પરિવાર એવા હતા કે સંતાન માટે એ વેર બાંધ્યા વગર તેના પરિવારને જાળવી રાખ્યો.ગોપાલભાઇ એ કિશનની ખુશી માટે ક્યારનોય ગ્રીષ્માનો હાથ માંગી રાખ્યો સાથે શરત કે પેલા પૂનમના ધામધુમથી મેરેજ થશે પછી જ કિશનના ]

 

 

 

 

ગીતનગરમાં આ વાત ફેલાય ગઇ કે જે મિસ્ટર નિશાંતનો પુત્ર ભાગી ગયો તેના લગ્ન શામપુરના જ મોટા જમીનદારની દિકરી સાથે  નક્કી થયા છે.અતિ વેગવંતી આ વાત બનતા બધાને ખબર પણ પડી ગઇ.ન્યુઝ પેપરમાં પણ આવી ગયું...

 

 

 

ગુજરાતી પરિવાર પોતાના ઘેર મંદિરમાં આરતી કરી પુત્ર પાસે આવી ગયો. ગ્રીષ્મા એ બધી જ વ્યવસ્થા મસ્ત કરી.ભાઇઓ માટે કિશન કામ કરે છે.આખો દિવસ ખુબ જ સરભરામા ગયો.

 

 

 

 

કિશનને સો વાર પૂછાય ચુક્યુ કે ધૃવલ ક્યા છે? ને ગ્રીષ્માને પણ...પણ શુ ધૃવલ તો જાણે આ બધાથી ભાગવા જ માંગતો હોય તે રૂમમાં જ પુરાય રહ્યો.

 

 

 

ગ્રીષ્માને કિશન કેહતા રહ્યા ખરીદી માટે બહાર છે ને ધૃવલ કાવ્યા સાથેના દિવસો યાદ કરતો,તો ક્યારેક મમ્મી દાદા-દાદી,ભાઇ-બેનો સાથેનો.વિદેશમા ગયેલા તેના ભાઇ-બેનો ને તો એ છેલ્લે ક્યારે મળ્યો એ પણ ભુલી ગયો.

 

 

 

 

કિશને કહ્યુ તુ આમ ક્યા સુધી રહીશ?આખરે ક્યા સુધી તુ,? આમ તારી જાતને છુપાવતો રહીશ આ જ સમયે

 

 

 

ગ્રીષ્મા આવીને બોલી હા,સાચી વાત છે...ધૃવલ તારે તારા પરિવારનો સામનો કરવો જ પડશે! તો કેમ અત્યારે નહી? ચલ ઉભો થાને જલ્દી તારા મમ્મી-પપ્પાના દિલને શાંતિ આપ કે તેનો પુત્ર લાડકવાયો બિલકુલ બરાબર છે.

 

 

 

ધૃવલ બોલ્યો કઇ રીતે મળુ?શુ કહુ?જે ડરથી ભાગ્યો તે જ અહીં બન્યુ એમ?

 

 

કાવ્યાને શુ મો બતાવું અપેક્ષાથી ભાગ્યોને ગળામાં નવો ગાળિયો લાવ્યો એમ?

 

 

 

કિશન કહે જે થવાનુ છે એ થઇને જ રહેશે તો તુ તેને જલ્દી સ્વીકારી લે!

 

 

ધૃવલ બોલ્યો કેમ કહુ કાવ્યાને કે હુ તને કાયમ છોડવાનો છુ?કેમ કહુ બા ને કે કાવ્યા નહી પૂનમ તમારી વહુ બનશે?

 

 

 

 

 

 

 

 

 

 

ગ્રીષ્માં બોલી ઓકે,તો છુપાઇને રહો, આમ કરવાથી દરેક પ્રશ્નનો ઉકેલ આવી જશે,કિશન હવે તુ ધૃવલને ન મનાવીશ તેની મનમાની કરવા દે!!

 

 

ધૃવલ નિરાશ થઈ બોલ્યો ;ગ્રીષ્મા!એવુ નથી..

 

 

 

ગ્રીષ્મા કહે તો કેવુ છે?એવુ જ છે એટલે જ અમારી વાતની અવગણના તુ કરી શકે છે!!

 

 

 

ધૃવલ બોલ્યો ઓકે હુ જાવ છુ!!!

 

 

 

[તે ઉભો થયોને સાંજના સમયે જ્યા સુર્ય લાલચોળ છે,સંધ્યા સોળે શણગાર સજી જાણે પૂનમના જ મેરેજની તૈયારી કરતી હોય એમ લાગે છે.વાદળો પણ ચમકીલા લાગી રહ્યા છે.

 

 

કાવ્યા લાલ રંગનું લોગ ફ્રોક પહેરીને આટા મારે છે..

 

 

જમનાબા બોલે છે ધૃવલ ન આવે ત્યા સુધી આપણે કોઇને જમવુ જ નથી એટલે એ લોકો ધૃવલને મળવા દેશે જ.

 

 

 

 

ગંગાબા બોલ્યા હા,એવુ જ કરવુ છે.

 

 

 

ધરમકાકા બોલ્યા લ્યો તમારો લાલ તો ધીમી ચાલે તમારી તરફ જ આવે છે,તમારે નાટક કરવાની જરુર નહી પડે.બધાનુ ધ્યાન ગયુ પણ કોઇ ન તુ.

 

 

 

ગંગાબા ખિજાતા બોલ્યા હવે તમે આવી જુઠી મજાક ન કરો.

 

 

 

જમનાબા એ કહ્યુ ગંગા કોઇની દાઝ ભાઇ પર ન ઉતાર...

 

 

ત્યા જ ધૃવલ નજીક આવતો જણાયો પરિવાર પોતપોતાના કામમા લાગી ગયો ત્યા

 

 

ધરમકાકા ફરીથી બોલ્યા ધૃવલ આપણો કાનો આવ્યો.

 

 

ગંગાબાને ગુસ્સો આવ્યોને બોલ્યા કેટલીવાર ના પાડી કે મજાક નહી એમ કરતા તેણે હાથમાં ગ્લાસ ફેંકવા ઉપાડેલો ત્યા થોડે દુર બહારથી

 

 

ધૃવલ બોલ્યો બા.....બધાની નજર ધૃવલ સામે આવીને અટકી.બધા સફાળા ઉભા થયા ગયા બા નો હાથ ઉપર જ રહી ગયો.ધૃવલ ઉમર ઓળંગવા જ જતો હતો ત્યા જ

 

 

 

જમનાબા બોલ્યા જોરથી બસ ત્યા જ ઉભો રહે. હવે બધાની નજર જમનાબા ઉપર એ તરત જ બોલ્યા ચાંદની પેલી ડીસ લાવ તો.ચાંદની લાવી બા ના હાથમાં આપી.

 

 

 

બા બોલ્યા કાવ્યા...કાવ્યા છેક પાછળ ઉભેલી તે દિપ્તીની આગળ થઇ,અંજલીની પાછળ દિશાંત અંકલની ડાબી બાજુથી અક્ષયની જમણી સાઇડથી દિશા,દિવ્યા,નવ્યા,સોનાલી,વૈભવ,એશા આ બધા જ્યા ઉભા હતા તેની આગળથી આવીને

 

 

 

બા બોલ્યા ધૃવલની બાજુમાં ઉભી રહી જા,તે ઉભી રહીને ચાંદની એ દિપક જલાવ્યોને બા એ આરતીની ડિસ ઉંચી કરવા જ જાય છે ત્યા પાછળથી

 

 

 

એક અવાજ આવ્યો ‘’ઉભા રહો બા’’ એ વ્યક્તિ આગળ આવીને બોલી ‘’બેટા!કાવ્યા! તુ આ શુ કરે છે?’’ જે વ્યક્તિ તારો છે જ નહી તેની સાથે તારી આરતી ઉતરાવે છે.?

 

 

 

બસ,નિશાંત !! બહુ થયુ!!! હુ હવે એક સેકેંડ પણ મારી દિકરી અહી નહી રહે.ચલ કાવ્યા,ઘેર

 

 

 

[હાથ ખેચતા ખિજાતા કાવ્યાના પપ્પા બોલ્યો]

 

 

કાવ્યા બોલી નહી પાપા...

 

 

મિતાલીબેન રડતા રડતા કહે દિકરી,હજુ તારે ક્યા ભવનુ ઋણ ચુકાવવુ છે ગુજરાતી પરિવારને?

 

 

 

કાવ્યા બોલી ;જ્યારે ધરમકાકાને ધમકી આપી ગોપાલકાકા એ ત્યારે મે કહેલુ,હુ ધૃવલના મેરેજ પછી ગુજરાતી પરિવારને છોડીને જતી રહીશ,મમ્મી તમે ગમે તેમ કરશો હુ ન હી આવુ.

 

 

 

મિતાલીબેન કહે  ;પણ...

 

 

અજય ગુસ્સામાં  બોલ્યો નિશાંત,આને સંસ્કાર કેહવાય!!!!

 

 

[આ જ સમયે પૂનમ પહેલીવાર ગુલાબી કલરની સાડી,સાડી સાથે મેચ થતો ગુલાબી કલરનો લાખનો ચુડૉ,ગુલાબી કલરનો નેકલેસ અને એરીંગ સાથે નો સેટ,પગમા ખનકતી ગુલાબી કલરની જાંજાર, કમરબંધ ગુલાબી,બાજુબંધ બંન્ને બાજુ ગુલાબી કલરમા.માથા પર ગુલાબી કલરનો ટીકો,બંન્ને હાથમા પંજા પહેરેલા,તેના કમરથી સહેજ ઉપર રહેતા વાળમા લગાવેલ હાફ પોનીમા ગુલાબી કલરનુ બટરફ્લાય...અદભુત સૌદર્ય નીખરેલુ પૂનમનુ,સાસરી પક્ષ ને મળવા સજી ધજી.

 

 

 

પૂનમ શરમાતા બોલી ;રીચા,ધૃવલની ફેમીલી પાસે કેમ જવુ પણ ...?

 

 

 

રીચા કહે ;પણ...શુ?

 

 

પૂનમ કહે ;મને ડર,લાગે છે મારે કેમ એ લોકો પાસે જવુ?

 

 

 

રીચા કહે ;મેડમ,જ્વુ તો પડશે જ!!!તો આરામથી જાવ..શાંતિથી. ચહેરા પર સાફ ડર દેખાઈ છે.

 

 

 

પૂનમ કહે ;હમમ...

 

 

અવની કહે ;પૂનમ ચહેરો હસતો રાખ...

 

 

 

નિયા હસતા બોલી ;અમને શીખવજે મેરેજ પછી રીઅલી શુ હોય?

 

 

પૂનમ બોલી ;ચલ,હટ,હુ મારાને ધૃવલ વિશે તમને શા માટે કહુ?હવે પૂનમનો ચહેરો ચમકીલો ને ખુશ દેખાયો.

 

 

 

ભૂષણ બોલ્યો...ધીમેથી...

 

;હા,પર્સનલ ન કહેતી પણ તેના સ્વભાવ વિશે તો કહેજે..

 

 

પૂનમ આશ્ચર્ય સાથે બોલી ;અરે!!!ભુશણ!! હુ...હુ...શુ.....શુ..એ શરમાય ગઈ...

 

 

 

ભુશણ પૂનમના હોઠ બંદ કરી..ચુપ...તુ મને તારા મેરેજ માટે આમંત્રણ આપેને હુ ન આવુ?

 

 

પૂનમ બોલી ;થેંક્સ!!અ...લોટ...આંખમાં જળજળિયા આવી ગયાને બોલી સોરી,મે તને ક્યારેય મારા જીવનસાથીના રુપમાં ન તો જોયો?બસ,મારો બેસ્ટ ફ્રેંડ છે.તું ભૂષણનો હાથ પોતાના હાથમાં લઈ ભૂષણને હગ આપ્યું...

 

 

ભુશણ બોલ્યો ;ઓકે,જરુરી તો નથી પૂનમ કે ઇશ્વર બધાની ઇચ્છા પુરી કરે?

 

 

 

રવિ બોલ્યો ભુશણ, પૂનમ,..ભુશણ તારા માટે દુનિયાની ગિફ્ટ લાવ્યો પણ સરપ્રાઇઝ!!...

 

 

વિરાટ બોલ્યો જી,હા....પૂનમરાની

 

 

 

પૂનમ કહે વિરાટ!!!!

 

 

બધા દોસ્ત એકબીજાને મલ્યાને ખુબ ખુશ થયા.ભુશણ નામનો છોકરો કોલેજમા પૂનમને પ્રેમ કરે છે તેનો એકરાર પણ કરે છે પણ... પણ... પૂનમ તેને સારો દોસ્ત જ માનતી હોય છે.�

 

 

પૂનમનું ફ્રેન્ડ સર્કલ આવી જાય છે.પૂનમના મેરેજમાં ગીતનગરથી શામપુર...

ધૃવલ-જિંદગી એક સફર-47

 

ભુશણ પ્રેમથી બોલ્યો ;લે,પૂનમ!!! ચા...જા તારી સાસરીને પીવાડી આવ!!

 

 

 

પૂનમ નર્વસ થઈ બોલી ;હમમમ પણ હુ પાછળથી જોય આવુ કે કેટલા છે?

 

 

 

ભુશણ કહે પૂનમ!!

 

 

પૂનમ ધીમા અવાજે બોલી ;મને ડર લાગે છે.

 

 

ભુશણ’ઓકે,હું આવુ છુ,

 

 

ભૂષણ પૂનમનો હાથ પકડીબંન્ને જાય છે. પાછળથી સહેજ બારી ખોલીને જુએ છે તિરાડ કરીને ત્યા જ અજય બોલતો હોય છે......

 

 

 

 

 

અજય કહે;આને કહેવાય સંસ્કાર!!!! પોતાના શબ્દો નિભાવવા માટે કેટલુ કરે છે!!પોતાના પ્રેમને ત્રણ-ત્રણ વાર ખોયા પછી પણ એ કેટલી હિમંત કરે છે!!તારી તેવડ નથી કોઇને પ્રેમ આપવો!!ગુસ્સામાં ઉચ્ચ સ્વરે બોલી રહ્યો...

 

 

 

નિશાંત નિરાશને ઉદાસ થઈ બોલ્યો સાચી વાત છે અજય,હુ એવો જ છુ.નિશાંતે પોતાની ભૂલનો સ્વીકાર કરતા કહ્યું.

 

 

 

 

અજય ગુસ્સામાં આગળ બોલ્યો બીજુ ધૃવલ...તારા પાપાના વચન ખાતર નહી પણ તારા પાપાની પ્રેમલીલા માટે તારે ઘર છોડવુ પડ્યુ.....

 

 

 

દિશાંત જોરથી અજયભાઇ જોરથી..ગુસ્સાથી લાલઘૂમ થઈને..

 

 

નિશાંત નિરાંતે શાંતિથી બોલ્યો બસ,દિશાંત!!ધૃવલને હક છે સચ્ચાઇ જાણવાનો!!

 

 

 

અજય ગુસ્સામાં લાલપીળો થતો કહે ;નિકિ,તારા પાપાનો પ્રેમ હતો..હતો.. ભુતકાળનો..તેણે તારા બાપને ધમકી આપી તને મારી નાખવાની એટલે તેણે તારી સાથે જીદ કરી,હવે અજયને જોરથી બોલી બોલી શ્વાસ ચડી ગયો...

 

 

પછી આવ્યો બીજો ધૃવલ તારા જેવો પણ તુ નહી. એ અપેક્ષાને પ્રેમ કરતો હતો.મારી કાવ્યાને નહી એટલે ફરીવાર મારી દિકરી એ તેના પ્રેમને કુરબાન કરવા તૈયાર થઇ પછી આવી આ જમીનદારની વાત જેણે ધરમકાકાના ગળા પર હથિયાર રાખીને હા, પડાવી લગ્ન માટે.

 

 

 

 

કેમ કે જમીનદારની દિકરીને તુ પસંદ છે અને મારી કાવ્યા એ ફરીવાર તારા દાદાની જાન બચાવવા માટે તારા લગ્ન પછી ગુજરાતી પરિવારને છોડીને મારી પાસે આવતી રહેવા તૈયાર થઇ...તારો પ્રેમ નાનપણથી જ કાવ્યા રહી તેમ છતા તારા ભાગ્યમાં એ નથી,મારી - તારા બાપની ઇચ્છા હોવા છતાય તારા જેવુ બદનસીબ કોઇ નથી આ દુનિયામાને હવે કોઇ જન્મશે પણ નહી. 

 

 

 

 

આ સાંભળી અપેક્ષાને આંચકો લાગ્યો કે ધૃવલ કાવ્યાને જ પ્રેમ કરે છે પણ મમ્મી જુઠ બોલી તેણે તીખી નજરે નિકિ સામે જોયુ,નિકિ નીચે જોઇ ગઇ કે તેણે અપેક્ષાનો હાથ જાલ્યોને શાંત રહેવા ઇશારો કર્યો...

 

 

 

 

તો બીજી બાજુ પૂનમ બહાર ઉભા ઉભા સચ્ચાઈ જાણી ડરી ગઈ, ખ્યાલ આવ્યો કે ધૃવલનો પરિવાર ચાહતો જ નથી કે ધૃવલના લગ્ન મારી સાથે થાય,તેની આંખમાં આંસુની ધાર છે.ધ્રુસકેને ધ્રુસકે રડે છે,પાપા જુઠ બોલ્યા કે ધૃવલના પાપા માની ગયા,

 

 

 

 

ભાઇ મને સમજાવી સમજાવીને થાકી ગયો ધૃવલ તારા માટે નથી!!!ને હુ જો મારા લગ્ન ધૃવલ સાથે નહી તો આ ઘરમા ગ્રીષ્મા ક્યારેય નહી,મારી દુશ્મન આ ઘરની વહુ બનશે તો હુ મોતને વ્હાલુ કરીશ.

 

 

 

 

 

,હુ તને ને તારી પ્રેમિકાને આ હવેલી આ ગામની બહાર નિકાલાવીશ આ સંવાદ કિશન સાથેનો યાદ આવ્યો અરે!! એ ભાઇ જેણે મમ્મી-પાપા કામ પર જતા ત્યારે સાચવીને મોટી તો ભાઇ એ જ કરીને મારા માટે આખા ગામને પાપા સાથે લડનાર તો એ જ છે.

 

 

 

 

એકવાર જ્યારે ગુસ્સામાં પાપા એ મને જોરથી ધક્કો મારી દીધો ત્યારે ભાઇ એ લાકડી લીધીને કહ્યુ એ ગોપાલ તારે મારવુ હોય તો મને માર,અરે!!!! એક દિકરી પર હાથ ઉપાડી મરદ ન થા મરદને....પછી ભાઇને જે માર પડેલો,,,બે દિવસ ઉભો ન તો થયો...ને

 

 

 

 

 

 

ધૃવલ...ધૃવલ તો કાવ્યા માટે ભાગીને આવ્યો. મારા માટે નહી.થોડીવાર તો ચક્કર આવી ગયા,ભુશણે તેને સંભાળવાની પુરી કોશીશ કરી,થોડી જ ક્ષણમાં સ્વસ્થ થઇને

 

 

 

 

એ રડતી-રડતી દોડી, ભુશણ પાછળને પૂનમ આગળ...

 

 

 

 

પૂનમ..પૂનમ.... સામે ગ્રીષ્મા આવી ક્યારેય એકબીજા સાથે ન બોલનાર બંન્ને સામસામે એવી સ્થિતિમાં આવી કે પૂનમ ગ્રીષ્માના ગળે બાઝ્યા વગર ન રહી શકીને ગ્રીષ્મા બોલ્યા વગર શું થયુ પૂનમ...શું થયુ પૂનમ..?

 

 

 

 

પૂનમ આંસુ લૂછતા હીબકાં ભરતા બોલી;પાપા,ક્યા છે ગ્રીષ્મા?

 

 

 

ગ્રીષ્મા ખચકાતા કહે તારા લગ્ન માટે તૈયારી કરે છે કેમ?

 

 

 

પૂનમ કહે મારે તેને અત્યારે જ મળવુ છે.

 

 

 

ગ્રીષ્મા કહે પણ...પાપા ગામના માણસો હોય ત્યારે સામે આવવાની ના કહે છે!તને ખબર છે ને?????

 

 

 

 

પૂનમ કહે એ બધા કરતા જરુરી કોઇની જિંદગી છે.એ રડતા રડતા બોલી..

 

 

 

ગ્રીષ્મા બોલી કોની?હુ તને નહીં જવા દઉ!!તને યાદ છે એ દિવસ આપણને બંન્ને ને સજા થયેલી આ જ જગ્યા પર.

 

 

 

પૂનમ બોલી હુ ગમે તે થાય જવાની જ છુ.

 

 

 

ગ્રીષ્મા બોલી કોઇ પણ ભોગે હુ નહી જવા દઉં.પૂનમનો હાથ પકડી રાખ્યો...

 

 

 

પૂનમને ગ્રીષ્મા સામસામે આવે છે એક છોડવાની તો એક પકડવીની કોશીશ કરે છે,રીચા આ જોતા કિશનને કોલ કરે છે.પૂનમ એનકેન પ્રકારે છૂટીને પપ્પા પાસે પહોચે છે.

 

 

જ્યા મોટા ખંડમા તેના પાપા 100 પુરુશો સાથે પૂનમના લગ્નની તૈયારી કરતા હોય છે,આટલા બધા પૂનમને અસ્તવ્યસ્ત જોઇ વાતો કરતા-કરતા બહાર નીકળી જાય છે સડસડાટ ગોપાલભાઇના કોપથી બચવા માટે.

 

 

 

ગોપાલભાઇ બોલ્યા ;પૂ...ન...મ...જોરથી...ગુસ્સાથી.

 

 

 

પૂનમ બોલી પા...પા..

 

 

 

ગોપાલભાઇ ગુસ્સામાં કહે ;બસ,એક શબ્દ નહી....એક પણ નહી...ભલે તારા લગ્ન છે પણ તારી આ ભુલની સજા એક જ છે.લગ્ન પછી તું મારા સાથે નહીં બોલે 6મહિના.

 

 

ત્યા જ શ્વાસ ચડેલોને દોડતી-દોડતી ગ્રીષ્મા બોલી;કા..કા...પૂનમનો દોષ નથી,મે જ તેને મોકલી.

 

 

પૂનમ કહે ના...ના..પા..પા...હુ મારી...

 

 

 

ગ્રીષ્મા કહે ;ના...પૂનમ...તુ મને દુશ્મન માને તેનો અર્થ એ બિલકુલ નથી કે તુ જુઠ બોલેને જશ લે,મારી ભુલને કબૂલ કરી. કા...કા...ને કિશનની નજરમાં બેસ્ટ બનવા માંગે છે.

 

 

 

 

પૂનમ કહે ;ગ્રીષ્મા!!!આશ્ચર્ય સાથે!!!હુ ક્યારેય તારીને ભાઇની વચ્ચે નથી આવી.તને ખબર છે તો પણ જુઠ બોલે છે.હુ ખુદ પ્રેમ વિશે એવુ માનુ કે પુછીને નથી થતો બસ એ તો થઇ જાય છે,જ્યા લાગણીઓને ઓથ મળે છે.

 

 

 

ગ્રીષ્મા કહે ;એવુ તુ કહે છે પણ સાબિતી શું છે?

 

 

 

પૂનમ કહે ;ગ્રીષ્મા!!!આ..આ.....તુ બોલે છે?

 

 

 

ગ્રીષ્મા બોલી ના!!!!!! હુ જ બોલુ

 

 

 

આ સમયે દરવાજામાં કિશન આ બંન્નેની દલીલ સાંભળે છે,પણ શાંત રહે છે. તેને વાત પરથી લાગે કે કોઇ ભુલ થઇ છે ને તેની સજામાથી બચવા બંન્ને એકબીજાનો બચાવ કરે છે.

 

 

 

 

 

 

એ બંન્ને ત્યા જ જગડવા લાગે કે જોરથી ગોપાલભાઇ બોલ્યા દોષ કોનો? એ હુ નક્કી કરેશ,પેલા પૂનમ આવી તે મને કહેશે કેમ?પછી તુ બોલીશ ગ્રીષ્મા...

 

ગ્રીષ્મા મનમાં વિચારવા લાગી હા...શ...!!!!પહેલા પૂનમ બોલશે કે એ કેમ આવી? તો જ હુ તેને બચાવી શકીશ.હકીકત મને તો ખબર જ નથી કે એ કેમ આવી?

 

 

 

ભુશણ પણ પહેલેથી જ કિશનની બાજુમાં ઉભેલો જ છે.

 

 

 

પૂનમે વાત કેહવી શરુ કરીને તે ને ભુશણ કઇ રીતે પાછળના ભાગેથી જોવા ગયાને કઇ રીતે સચ્ચાઇ સામે આવી,ગ્રીષ્મા સામે આવીને તેને પુછીને તે અહીં પહોચી તેની વાત કરે છે.

 

 

 

 

હવે,બોલ ગ્રીષ્મા ગોપાલભાઇ બોલ્યા.

 

 

ગ્રીષ્મા બોલી કા..કા...પૂનમે તો કહ્યુ મે જ તેને મોકલી તો પછી દોષ કોનો શોધવાની જરુર જ ક્યા છે?

 

 

ગોપાલભાઇ કહે પૂનમ.....ગ્રીષ્મા....અહીં આવો...બંન્ને જાય છે,ગોપાલભાઇએ તેના બંન્ને હાથ લાંબા કરી બંન્નેને બાથ ભીડી બોલ્યા હુ આજ દિવસ જોવા માંગતો કે તમે બંન્ને ક્યારેક એકમેકને બચાવવાનો પુરો પ્રયત્ન કરો.

 

 

 

બસ,આજ એ દિવસ છે,મારી લાડલીઓ,નાનપણથી એકબીજાની વિરોધીઓ છો,તમને તો યાદ પણ નહી હોય આ વિરોધ ક્યારથી શરુ છે?

 

 

 

ગ્રીષ્મા કહે કા...કા... નથી ખબર..

 

 

 

પૂનમ કહોને પાપા અમે કેમ એકબીજાને આટલી નફરત કરીએ છીએ..એ હજુ પણ રડે જ છે...ધ્રુવલ ગુમાવ્યાંનું દુઃખ દિલની આરપાર રમે છે.

 

 

 

ગોપાલભાઇ કહે ;હા,તમે બંન્ને એક દિવસ રમતી હતી,એમાં થયુ એવુ કે શેરીમાં તમે બંન્ને નાનકડીને નાજુક ઢીંગલીથી રમતી હતી....

 

પૂનમ કહે હુ ઢીંગલીના લગ્નમાં ચા બનાવવા પાણી લઇ આવુ,

 

 

ગ્રીષ્મા તું કહે હા,તુ જતી રહીને બે ગાય દોડતી આવીને ગ્રીષ્મા ઝડપથી આઘીખસી ગઇને તારી ઢીંગલીને તોડતી ગઇ,

ગ્રીષ્મા એ તુટેલી ઢીંગલી હાથમાં રડતા રડતા લીધીને તુ આવી ગઇ,

 

 

તને એમ કે આ કામ ગ્રીષ્માનુ છે,તુ તેને મારવા લાગી તે એકવાત ગ્રીષ્માની ન માની બસ,તારી એ ઢીંગલી તોડી જ કેમ?

 

ગ્રીષ્માએ તને સમજાવી તુ ન માની પછી અમે બધા એ પણ તુ. ન માનીતે ન જ માની .

 

 

 

બે,ચાર,છ મહિના સમજાવી તુ ન માની એટલે અમે તને મનાવવાનુ છોડ્યુને તમારા બંન્ને વચ્ચે અંતર વધતુ રહ્યુ,અમે આ કામ ઇશ્વરને સોંપ્યુ કે તુ આ કામ એવી રીતે પુરુ કરજે કે ફરી ક્યારેય આ બંન્ને સહેલી દુર ન થાયને જો અમારી વાત બંને પરિવારની વાત ઇશ્વરે સ્વીકારી.

 

 

 

 

પૂનમ રડતા રડતા કહે પણ....પા..પા...હુ ધૃવલની હકિકત જાણી તેની સાથે લગ્ન નહી કરુને નહી કરુ તો તમારી ઇજ્જ્ત?

 

 

 

ગ્રીષ્મા ડરતા ડરતા કહે ;હા...કા..કા....હવે શુ થશે?

 

 

 

ગોપાલભાઈ કહે:ભુશણ તુ ગુજરાતી પરિવારને બોલાવ.

 

 

ભુશણ કહે જી

 

 

કિશન બોલ્યો પૂનમ

 

 

પૂનમ બોલી ભાઇ...દોડીને પોતાના ભાઇને વળગી પડી સોરી ભાઇ,મે તારી...એક...

 

 

 

કિશન રડમસ થઈ ભારે અવાજમાં બોલ્યો ચુપ.....બસ.....ચુપ....તને સમજાયુને કે તારો ભાઇ તારી હરેક ખ્વાહિશ પુરી કરે જ. જો એ વ્યાજબી હોય?

 

 

પૂનમ હમમ્મ

 

 

કિશન કહે ;ને ગ્રીષ્મા,તારી વિરોધી નથી,મને તેણે તારી વિરોધ ક્યારેય ચડાવ્યો નથી.

 

 

 

સુધાબેન હલકા ખુશ થતાને ભારે અવાજમાં કહે ;હા, એ મારી સાથે પણ તારી કોલેજની સારી વાતો જ કરતી.એ જ સચ્ચાઈ છે પૂનમ.

 

 

 

ગોપાલભાઇ કહે ;ઇશ્વરનો આભાર કે તેણે કેટલા વર્ષ પછી અમારી પ્રાર્થના સાંભળી.�

 

 

ગુજરાતી પરિવાર ડરતો ડરતો આવે છે.અચાનક શુ થયું?આમ કેમ બોલાવ્યા?

 

 

ચાંદની બોલી રહી પાપનું મૂળ તો જોડે જ છે.

 

 

તો ધરમકાકા કહે બેટા એવું ન બોલ.

 

કાવ્યા કહે રડતા રડતા ક્યાંક તેમણે ધ્રુવલને.....

 

 

અજય કહે નહીં નહીં એવું ન વિચાર દીકરા.

 

 

ચાંદની બોલી હા.ધ્રુવલ સહી સલામત જ છે.તું ચિંતા ન કર કાવ્યા...

 

 

અધ્ધર શ્વાસે ગોપાલભાઈ સામે આવે છે....

 

 

બધા આવે છે,બધા ગોઠવાય ગયા,

 

ધરમકાકા,ગંગાબા,જમનાબા,

 

નિશાંત-ચાંદની-ધૃવલ-કાવ્યા,,

 

અક્ષય-અંજલી-એશા,,,,

 

દિશાંત-દિપ્તી-દિશા,,,

 

નિધિ-નિતિન-નવ્યા,,,,

 

સંજના-જયરાજ-વૈભવ-સોનાલી,,,

 

મીરાં-ભવ્ય-દિવ્યા,,,,

 

કિશન-ગ્રીષ્મા-પૂનમ-સુધાબેન-ભુશણ

 

નિકિ-કેતન-અપેક્ષા

 

ગોપાલભાઇ કહે છે કે તમારા પરિવારની વાત પૂનમે સાંભળીને હુ એ પરિણામ પર આવ્યો કે પૂનમની વાત સાચી છે કે ધૃવલ પૂનમને પ્રેમ કરતો જ નથી તો તેના લગ્ન પૂનમ સાથે કેમ કરી શકાય? જો આ લગ્ન ન થાય તો મારી ઇજ્જતના ધજાગરા થાય એ પણ સાચુ.

 

 

 

એ આંટા મારતા મારતા બોલી રહ્યા.ગુજરાતી પરિવારને ગોપાલભાઈની ગુંદગીરી હજુભુલાય નથી.ગુજરાતી પરિવાર ધ્રુજી રહ્યો....

 

 

 

આથી મે એવુ વિચાર્ય કે ભલે લગ્નના કાર્ડ ધૃવલને પૂનમના છપાયા પણ તેની જગ્યા એ લગ્ન મારા કિશનના થશેને,મારી ઇજ્જતને બચાવવાનો હુ પુરો પ્રયત્ન કરીશ,આમ કહેતા જ ચહલ-પહલ થવા લાગીને ખુશ-ખુશાલ થઇ ગયા કાવ્યા એ, એ જ સમયે ધૃવલને બાહોમાં ભરી લીધોને કેટલાય સમય પછી,એકબીજાની હુફને મેળવી.

 

 

 

ગોપાલભાઈ આગળ બોલ્યા પણ આટલાથી તમે છુટા નથી થતા,ધૃવલને કિશન બેસ્ટ છે માટે જ ધૃવલ લગ્નથી બચવા તેના મિત્રના ઘેર આવ્યો તો મારા દિકરાના લગ્નની તમામ જવાબદારી ધૃવલની છે. એ કિશનના લગ્ન જોવે તેટલા પૈસા ઉપાડી શકે મારા ખાતાંમાંથી પણ મારા દિકરાના લગ્ન એટલા ધામધુમથી કરવા છે કે બધા જોતા રહી જાય.�

 

 

 

કિશન કહે ;ધૃવલ....

 

 

ધૃવલ કહે ;કિશન,તારે મને કહેવુ પડે. તે મને બચાવ્યો. હુ મારી ફરજ નિભાવીશ!!બન્ને દોસ્તો એ એકબીજાને હગ આપ્યું.

 

 

ધરમકાકા કહે દિલથી ધ્રુવલ, આ ગુજરાતના ગુજરાતી પરિવારની ઇજ્જતનો સવાલ છે, અમે બધા કિશનના લગ્ન કરીને જ ગીતનગર જઇશુ.

 

 

 

બધા એ કિશનને તેના લગ્ન માટે બધાઇ આપીને બધી જ રસ્મને એક વીક પાછળ લેવામાં આવીને એક વીક કિશનના લગ્નની ભવ્ય તૈયારી કરવામાં આવી.

 

 

 

આ બધા સમય દરમિયાન કાવ્યાને ધૃવલ પોતાના લગ્નના સપના જોવા લાગ્યા.કિશનના ભવ્યાતિભવ્ય લગ્ન પતાવી ઘેર પહોચ્યાને.....

 

 

 

ચાંદની એ ધૃવલને તેના મિત્રો સાથે ગિરનાર ચડવા માટે મોકલ્યા...

 

 

ચાંદની તેમજ નિશાંતને પુરા ગુજરાતી પરિવારને ગિરનાર પર પૂરો વિશ્વાસ છે માટે...

 

 

 

★★★

 

 

દિવાલને ઠેકીને બધા મિત્રો બહાર આવ્યાને ધૃવલની કહાની પુરી થતા, કોલેજની યાદોને તાજી કરવા લાગ્યા. હવે, સીધી જ ધૃવલને કાવ્યાના મેરેજની તૈયારીમાં જ જોડાવાનુ છે.એવી વાતો કરવા લાગ્યા.

 

 

 

જ્યા ઘેર કિશનને ગ્રીષ્મા છે ને પૂનમે ભુશણના પ્રેમનો પ્રસ્તાવ સ્વિકારી લીધો છે ને એ બંન્ને પણ ધૃવલના મેરેજની તૈયારી કરવા પ્રેમથી આવેલા છે.

 

 

 

બધા મિત્રો ખુશ-ખુશાલ થઇને ઠેકડા મારતા-મારતા ગિરનાર નીચે ઉતરી રહ્યા છે.

 

 

 

 

ચોમાસાની મોસમ છે તો ગિરની તાજગીને માણતા,ઠંડીને અનુભવતા,લીલીછમ હરિયાળીને આંખોમા ભરતા,ઉંડા શ્વાસ લઇને નાકમાં ભીની માટીની સુગંધને ભરતા, આગળ...આગળ....પગથિયા નીચે ઉતરી રહ્યા છે.....

 

 

ધ્રુવલને કાવ્યાના મનમાં ને દિલમાં શાદીના લડડું ફૂટે છે....

સાથે જોયેલા સપનાઓ સાકાર કરવાની તાલાવેલી જાગે છે....

 

 

ગિરનાર પણ આ દોસ્તોને વધાવી રહ્યો હોય એમ ઠંડી હવા આવી રહી છે.વરસાદથી ડુંગર પણ ધોવાઈને સુંદર દેખાઈ રહ્યો છે.....