Love ni bhavai books and stories free download online pdf in Gujarati

LOVE ની ભવાઈ

LOVE ની ભવાઈ

પાર્ટ-3

LOVE ની ભવાઈ માં અત્યાર સુધી......

અભિનવ આચાર્ય મુંબઈ જવા માટે નીકળે છે. એરપોર્ટ પર તેની મુલાકાત અવંતિકા અત્તરવાલા સાથે થાય છે. યોગાનુયોગ બંનેની ફ્લાઇટ એક જ હોય છે.ફ્લાઈટના ટેક-ઑફ પછી અભિનવ ભૂતકાળમાં સરી પડે છે.જ્યારે તેણે પહેલીવાર અવંતિકાને જોઈ હતી. મેચિંગ કોમ્પિટિશનમાં અવંતિકા પરીની જેમ તૈયાર થઈને આવે છે.અભિનવ ફ્રેશ થવા માટે ગાર્ડનમાં જાય છે જ્યાં જૂની યાદો તાજી થાય છે.

હવે આગળ.....

"Ladies and Gentleman.... We are flying through a turbulent area. Please return to your seats and keep your seatbelts fastened. Keep calm and Don't be panic." ફ્લાઈટમાં થયેલા અનાઉન્સમેન્ટે અભિનવના રંગમાં ભંગ પાડયો. અભિનવે આંખો ખોલીને વિન્ડો બહાર જોયું તો મુંબઈમાં પોતાના આગમનને વધાવવા માટે આતાશબાજી થઈ રહી હોય એમ વીજળી ના ચમકારા અને વાદળોનો ગડગડાટ થતો હતો. જે લોકો પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં તેમના ચહેરા પર ડરની આછેરી રેખાઓ ઉપસી આવી હતી. એરહોસ્ટેસ લોકોને સીટબેલ્ટ બાંધવા કહી રહી હતી. પોતે તો સીટબેલ્ટ ટેક-ઑફ પછી ખોલ્યો જ નહોતો. અવંતિકાની યાદો પણ તેના માટે સીટબેલ્ટ જેવું જ કામ કરી એને જકડી રહી હતી. અભિનવે અવંતિકા તરફ જોયું તો તે કોઇ બુક વાંચી રહી હતી. અભિનવની નજર થોડી વાર માટે ત્યાં સ્થિર થઈ ગઈ. અવંતિકા તો જાણે આજુબાજુ કંઈ જ ન ચાલતું હોય એમ બુક વાંચવામાં મગ્ન હતી. બે ત્રણ સેકન્ડ પછી તેણે બુક બંધ કરી. બુક બંધ કરતાં જ અભિનવની આંખોમાં ચમકારો થયો. બુકનું કવરપેજ જાણીતું લાગ્યું. વ્હાઇટ કલર નું પેપર, લોહીથી લથપથ ખંજર, શેતાની પંજો અને લોહીનું ખાબોચિયું…. અરે.. આતો “નો રીટર્ન“ હતી પ્રવિણ પીઠડિયાની ની સસ્પેન્સ-થ્રિલર નોવેલ. કદાચ એટલે જ ખરાબ હવામાન સમાચાર સાંભળીને અવંતિકાના હાવભાવ બદલાયા ન હતા કેમકે આ વાતાવરણ કરતાં અનેક ગણા ભયાવહ વાતાવરણ નું વર્ણન એમાં હતું.

લગભગ પંદર મિનિટ ની ઉડાન પછી ફરીથી એનાઉન્સમેન્ટ સંભળાયું-“ Ladies and Gentlemen…. As we start our descent, please make sure your seatbacks and tray tables are in their full upright position. Make sure your seatbelt is securely fastened and all carry on luggage is stowed underneath the seat in front of you or in overhead bins. Thank you." અને થોડીવાર પછી એક જોરદાર આંચકા અને પ્લેનના લેન્ડિંગ ગિયર ની ચિચિયારીઓ સાથે તેજ ગતિથી પ્લેનને રન-વે પર દોડ મૂકી. અંતે એનાઉન્સમેન્ટ સંભળાયું-“ Ladies and Gentlemen… Welcome to Mumbai. Local time is 7:30 p.m. Please check around your seats for any personal belongings. On behalf of Air India and the entire crew I would like to thank you for joining us on this trip. Have a nice evening! Thank you.”

ધીમે ધીમે બધાં પેસેન્જર્સ નીચે ઉતરવા લાગ્યા. અભિનવ પણ પોતાની લેપટોપ બેગ લઈને લાઈનમાં જોડાયો. તેનાથી બે-ત્રણ લોકોની આગળ જ અવંતિકા હતી.અભિનવ મનોમન વિચારતો હતો કે કાશ… અવંતિકા એની સામે જુએ. ભગવાન ને પ્રાર્થના કરતો હતો કે- હે ભગવાન… કોઈ ચમત્કાર કરો કે જેથી આજે તે અવંતિકા સાથે વાત કરી શકે. અભિનવ બરાબર જાણતો હતો કે જો આજે વાત ન થઈ તો ફરી ક્યારેય વાત થવાની ન હતી આ તો ભગવાનની મહેરબાની હતી બાકી અવંતિકા આવી રીતે જોવા મળશે તે પોતાને પણ ક્યાં ખબર હતી? પણ કોણ જાણે કેમ એમને કોઈ ડર સતાવી રહ્યો હતો.એનું મન એને ના પાડી રહ્યું હતું પણ એના હૃદયની દિવાલો કોતરાયેલું તે નામ એને પોતાની પાસે બોલાવી રહ્યું હતું.

વિચારોમાં ને વિચારોમાં અભિનય લગેજ કલેકશન સેન્ટર પર આવ્યો. તેનાથી થોડે દૂર જ અવંતિકા હતી. અંતે મન અને હૃદયના ઝઘડામાં હૃદયની જીત થઈ અને અભિનવના મોંમાંથી નીકળ્યું –અવંતિકા… અવંતીકાએ આજુબાજુ નજર ફેરવી. સેકન્ડ બે સેકન્ડ માટે બંનેની નજર મળી. અભિનવને એમ કે હમણાં જ અવંતિકા બોલશે પણ તેના બોલી. કદાચ એરપોર્ટના શોરમાં અભિનય દ્વારા છેલ્લી બે કલાકમાં બોલાયેલો પહેલો શબ્દ ક્યાંક ખોવાઈ ગયો. અભિનવ હજુ ફરીવાર કંઈક બોલવાની હિંમત જુટાવે તે પહેલાં જ અવંતિકા કન્વેયર બેલ્ટ પરથી પોતાની બેગ લઈને ચાલતી થઈ. અભિનવ બસ તેની પીઠને જોતો જ રહ્યો. આજે તેને પહેલીવાર પોતાની જાત પર શરમ આવી રહી હતી. વકૃત્વ સ્પર્ધામાં ક્યારેય ન અટવાયેલી જીભ આજે અટકાઈ હતી. જ્યાં સુધી અવંતિકા આંખ સામેથી ઓઝલ ન થઇ ત્યાં સુધી અભિનવ તેને જોતો રહ્યો. પછી તે પણ પોતાની બેગ કન્વેયર પરથી લઈને પોતાની જાતને કોશતો-કોશતો ચાલતો થયો.

એરપોર્ટ બહાર નીકળ્યો તો ટેકસીવાળાઓની લાઈન લાગેલી હતી. અભિનવ થોડું આગળ ચાલ્યો. તેના એક હાથમાં હમણાં જ આવેલી રૂપેશ ગોકાણીની “કૉફી હાઉસ” નોવેલ અને અડધી ભરેલી પાણીની બોટલ હતી અને બીજા હાથમાં ટ્રોલી બેગનું હેન્ડલ હતું. ચાલતાં-ચાલતાં થોડે આગળ આવીને અભિનવ ઊભો રહ્યો અને એક ટેક્સીના બોનેટ પર બુક અને પાણીની બોટલ મૂક્યા. વરસાદ હમણા જ બંધ થયો હતો પણ વાદળ હજુ પણ ઘેરાયેલા હતા અને વરસાદ પણ ગમે ત્યારે તૂટી પડે એવું હતું .અભિનવને જોઈને ટેક્સી ડ્રાઈવર એ પૂછ્યું-“ કહાં જાઓગે? સરજી? “અભિનવે ટૂંકમાં જવાબ આપતા કહ્યું –“સેક્ટર-30 વાશી.”

ટેક્સી જેમ જેમ આગળ વધતી જતી હતી તેમ તેમ અવંતિકાના વિચારો આવતા જતા હતા. અચાનક કંઈક યાદ આવતાં અભિનવે મોબાઈલ કાઢ્યો અને કોઈ ને કૉલ કર્યો-“ પપ્પા પહોંચી ગયો છું. ટેક્સીમાં છું. ઘરે પહોંચીને કૉલ કરીશ. ચિંતા ના કરતા.” અવંતિકાને ભૂલવા માટે અભિનવે બહાર નજર કરી અને વાતાવરણનો આનંદ લેવા લાગ્યો. ત્યાં જ ટેક્સીના FM પર કિશોરકુમારનું ગીત વાગ્યું- “એ શામ મસ્તાની મદહોશ કિયે જાય….. મુઝે ડોર કોઈ ખીંચે તેરી ઓર લિયે જાય.”

ટેક્સીમાંથી ઊતરીને ડ્રાઈવરને પૈસા ચૂકવીને અભિનવ “આશિયાના એપાર્ટમેન્ટ”ના કમ્પાઉન્ડમાં ઉભો હતો. તેનો ફ્લૅટ સાતમા માળે હતો. લીફ્ટ લઈને તે સાતમા માળે પહોંચ્યો .એક દરવાજા બહાર લખેલું હતું-“B-701.અભિનવ આચાર્ય” ડૉરબેલ મારતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો. “ગુડ ઇવનિંગ સર...કેવી રહી મુસાફરી? અહીં સુધી પહોંચવામાં કોઈ તકલીફ તો નથી પડીને?” અભિનવ અંદર ગયો અને સોફા પર બેઠો. પેલો માણસ સમાન અંદર લાવતા બોલ્યો-“સાહેબ, મારું નામ હસમુખ છે અને તમને સાચવવાની જવાબદારી મારી છે.” અભિનવે ધ્યાનથી જોયું તો મોં પર અનોખું સ્મિત રેલાતું હતું. તેના ફોઈએ હસમુખ નામ રાખીને બરાબર જ કર્યું હતું. તેની ઉંમર હતી કોઇ 25 વર્ષની આસપાસ પણ ચોળાઈ ગયેલું શરીર એમાં બે પાંચ વર્ષનો વધારો કરતું હતું.

સોફામાં બેઠા બેઠા અભિનવે આજુબાજુ નજર ફેરવી. 2 BHK ફ્લેટ હતો. દરવાજામાંથી એન્ટર થતાં જ મોટો હોલ હતો.એક કૉર્નરમાં સોફા રાખેલા હતા. વચ્ચે એક ટીપોઈ અને લાલ રંગની ચટાઈ હતી. બરાબર સામે જ 42” LED લાગેલું હતું. બાજુની દીવાલ પાર મોંઘા પેઈન્ટિંગ્સ લાગેલા હતા. . ફલૅટનું ફર્નિચર પણ ઉડીને આંખે વળગે તેવું હતું. ત્યાં જ હસમુખ બોલ્યો-“સાહેબ તમે નાહીને ફ્રેશ થઇ જાવ ત્યા સુધીમાં તમારા માટે કડક ચા બનાવી દવ.સાથે ગરમાગરમ ફાફડા પણ છે.” સાંભળીને અભિનવ બોલ્યો-“હસમુખ પહેલાં તો તુ મને સાહેબ કહેવાનું બંધ કર અને બીજું નાહવાનું પછી પહેલા તું ચા-ફાફડાં અત્યારે જ લાવ. કકડીને ભૂખ લાગી છે.”

અભિનવ અને હસમુખ બંનેએ સાથે બેસીને નાસ્તો કર્યો. રાતનું જમવાનું આમાં જ પતાવી દીધા પછી અભિનવ ન્હાવા જવા માટે ઊભો થયો. બેગમાંથી ટ્રેક પેન્ટ અનેં ટી-શર્ટ કાઢવા માટે બેગ લીધી અને કોડ એન્ટર કરીને બેગ ખોલી,પણ આ શું? આમાં તો બધા જ લેડીઝ ના કપડાં હતાં. બેગ પર લાગેલા ટેગ પર જોયું તો નામ હતું –“અવંતિકા અત્તરવાલા”. આ બેગ અવંતિકાની હતી તો પોતાની બેગ ક્યાં ? હજુ તો તે બેગ કેવી રીતે બદલાઈ તે વિચારતો હતો ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગી. કોઈ અજાણ્યો નંબર હતો. અભિનવે કૉલ રીસીવ કરી ને કહ્યું-“ હલ્લો.. કોણ? ત્યાં સામેથી સુમધુર અવાજ સંભળાયો. આ એ જ અવાજ હતો જે સાંભળવા અભિનવ વર્ષોથી તરસતો હતો. સામા છેડેથી સંભળાયું-“ અવંતિકા અત્તરવાલા વાત કરું છું.તમારી બેગ ભૂલથી મારા પાસે આવી ગઈ છે. બેગમાંથી તમારી પર્સનલ ડાયરી મળી. આમ તો કોઇની પર્સનલ ડાયરી ન ખોલાય, પણ કદાચ તમારો કોન્ટેક્ટ નંબર મળી જાય એ માટે ખોલી. સૉરી..!!” અવંતિકા એક શ્વાશમાં આટલું બોલી ગઇ. પોતાની ડ્રીમ ગર્લનો અવાજ સાંભળીને અભિનવ થોડો થોથવાયો-“કકકક....કંઈ વાંધો નહી મારી પાસે ભૂલથી તમારી બેગ આવી ગઈ છે . બોલો ક્યાં આવું તમારી બેગ આપવા માટે?” આ સાંભળીને અવંતીકાએ કહ્યું –“ આજે રાત થઈ ગઈ છે જો તમને કંઈ વાંધો ન હોય તો આવતીકાલે સાંજે જ મળીયે.”અભિનવે કહ્યું-" કંઈ વાંધો નહિ એમ પણ કાલે સવારે મારે જોબ પર રિપોર્ટિંગ કરવાનું છે. તો કાલે સાંજે જ મળીયે.” સામા છેડેથી- ઑકે...થેંક યું...કહીને કૉલ કપાઈ ગયો.

આ બાજુ અભિનવ હજુ પણ કાને મોબાઇલ રાખીને જ બેઠો હતો. મનોમન ભગવાનનો આભાર માનતો હતો કે બેગ બદલવાના લીધે તે પહેલીવાર પોતાની ડ્રીમ ગર્લને મળી શકશે . અભિનવ વિચારતો હતો કે ચલો બેગ તો સરખી હતી એટલે બદલાઈ પણ ખુલી કઈ રીતે? શું બંનેનો અનલૉક કૉડ સરખો જ હતો? અને આજે પહેલીવાર આ અભિનવને અવંતિકાના ટુ-વ્હીલર નો નંબર યાદ રાખવાનો ફાયદો થયો હતો.કેમકે અવંતીકાએ પણ એજ કૉડ રાખ્યો હતો અને એના લીધે જ નજીકના ભવિષ્યમાં બંને મળી શકવાના હતા.

આ બાજુ અવંતિકા ડાયરી બેડ પર મૂકીને મમ્મીનો કૉલ આવતા વાત કરવા માટે બહાર ગઈ. એટલામાં ત્યાં અવંતિકાની રૂમમેટ રાજશ્રી ત્યાં આવી. બેડ પર પડેલી ડાયરી જોતા જ કુતૂહલતા વશ હાથમાં લીધી. જોયું તો શીર્ષક હતું-“ I, Me and Myself- અભિનવ આચાર્ય”. પ્રથમ પેજ પર લખેલું હતું-

To My Dear Diary……

लोग देखते हैं सिर्फ मेरी यह हंसी,

जिसके पास रो सकूं ऐसा कोई आस पास नहीं।

वख्त बीत जाता हे यूही आते जाते,

जिसके पास दिल खोलकर बात कर सकूं ऐसा कोई खास नहीं।

लोग देखते हैं सिर्फ मेरी यह हंसी,

जिसके पास रो सकूं ऐसा कोई आसपास नहीं।

मेरी जीत का जश्न मनाने के लिए सब आते हैं,

जिसके पास अपनी हार से मुंह छुपा सकूं ऐसा कोई नहीं।

सुख बांटने के लिए तो बहुत लोग हैं,

जिसके पास अपना दर्द व्यक्त कर सकूं ऐसा कोई नहीं।

मैं भी अकेला हूं तुम भी अकेली हो,

हम दोनों का एक दूसरे के सिवा और कोई नहीं।

लोग देखते हैं सिर्फ मेरी हंसी,

जिसके पास रो सकूं ऐसा कोई आस पास नहीं।

Thank you…My Dear Diary. I need safe space where I can let out my private thoughts without fear of them being criticized or judged and you sacrificed yourself to dump my thoughts, secrets and dreams inside you. Once again Thank you so much.

પહેલું પેજ વાંચીને જ રાજશ્રીને આગળ વાંચવાની ઈચ્છા થઈ.પણ અચાનક કંઈક કામ યાદ આવી જતા એણે ડાયરી પોતાના બેડ નીચે છુપાવી અને નીકળી ગઈ.

અભિનવની આ ડાયરીમાં છુપાયેલા છે ઘણાં બધાં રાઝ..!! શું થશે જ્યારે રાજશ્રી આ ડાયરી વાંચશે ? શું અભિનવની ફીલિંગ્સ ડાયરીના માધ્યમથી અવંતિકા સુધી પહોંચી શકશે? શું થશે જ્યારે એ બંને બેગ બદલવા માટે મળશે? બધા જ પ્રશ્નોના જવાબ મળશે LOVE ની ભવાઈ ના આગળના પાર્ટમાંથી. આતો ખાલી નંબરીયા હતા.ખરું પિક્ચર તો હવે શરુ થશે. So Stay Tuned and Happy Reading.

મારી પ્રથમ નોવેલ ને ખુબ જ સારી રીતે વધાવી લેવા બદલ દરેક વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર. આપના કિંમતી અભિપ્રાય મને વધારે સારું લખવા માટે ઉપયોગી બનશે. આપના પ્રતિભાવ મને મોકલી શકો છો.

Whatsapp : 9426602396

Email:

Instagram:

બીજા રસપ્રદ વિકલ્પો