Premni Jeet books and stories free download online pdf in Gujarati

પ્રેમની જીત કે પછી...

(બેભાન શ્રેયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. મંદિરમાં ભક્તિમય થયેલા કોકિલાબેનને શ્વેતા શ્રેયાના ભાનમાં આવ્યાના શુભ-સમાચાર આપે છે. ત્યાં હિરેન અને અંકિતા પણ શ્રેયાના ખબર લેવા આવી પહોંચે છે. ‘ગેટ વેલ સૂન’ કહીને બંને ત્યાંથી નીકળે છે. હવે આગળ....,)

***

ઘરે આવી ગયાના ત્રણ અઠવાડીયા પછી...

શ્રેયાના મનમાં દરરોજ હિરેનની પ્રપોઝલનો શું જવાબ આપવો એની ગૂંચવણ ચાલતી હતી. રાત્રે ભાભી જમીને પરવારી લે પછી ભાભીને એ દિવસે બનેલી બધી જ વાત કહી દેવાનું તેણે નક્કી કર્યું. શ્રેયાએ બઝર દબાવી ભાભીને ઉપર બોલાવ્યા.

“યસ મેમ...” ભાભીએ હસીને દરવાજો ખોલ્યો.

“ભાભી, મારે તમને એક....” શ્રેયાએ અટકીને કહ્યું, “....એક પર્સનલ વાત કરવી છે”

ભાભીએ ધીરેથી દરવાજો બંધ કરી અંદર આવીને પૂછ્યું, “પર્સનલ વાત?”

શ્રેયા એ હકારમાં માથું હલાવી ઉમેર્યું, “એન્ડ ઓલ્સો વોન્ટ ટુ અપોલાઈઝ યુ...”

ભાભીએ બેડમાં બેસીને શ્રેયાના પગ પર હાથ મૂકીને કહ્યું, “શ્રેયું, યુ ડોન્ટ નીડ ટુ અપોલાઈઝ ફોર એનીથિંગ ઓકે! જસ્ટ ફરગેટ ઇટ...”

“આઈ નો ભાભી... પણ મારે તમને એક ખાસ પર્સનલ વાત કરવી છે, મને સમજાતું નથી મારે શું કરવું. તમે ઘરમાં કોઈને નહીં કહો એનું પ્રોમિસ આપશો તો જ એ વાત તમને કહીશ... પ્રોમિસ?” શ્રેયાએ હાથ આગળ ધરીને કહ્યું.

ભાભીએ હાથ પર હાથ મૂકીને કહ્યું, “પ્રોમિસ....બસ...”

શ્રેયાએ જરાક શરમાઈને કહ્યું, “ભાભી, આઈ એમ ઇન લવ”

“વા....ઉ.... કોના પ્રેમમાં છે એતો બોલ?” ભાભીએ હસીને શ્રેયાની હડપચી ઊંચી કરીને પૂછ્યું.

“યુ નો હિમ વેરી વેલ...” શ્રેયાએ વાતચીતમાં સસ્પેન્સ ઉમેર્યું.

ભાભીએ મોઢું સહેજ ત્રાંસુ કરી મુસ્કુરાઈને કહ્યું, “હિરેન! રાઇટ?”

શ્રેયાએ ગુલાબી હોઠમાં બ્લશ કરી હસી ગઈ, પછી કહ્યું, “ભાભી, જે દિવસે મને વાગ્યું હતું એ દિવસે જ એણે મને પ્રપોઝ કર્યું હતું.”

“તો પછી તે શું જવાબ આપ્યો? ડિડ યુ સે ‘યસ’....!” ભાભીએ હસીને કહ્યું.

શ્રેયાએ નકારમાં માથું ધુણાવ્યું.

“વોટ?? તે ‘ના’ પાડી એને...!??” ભાભીએ બન્ને આઈબ્રો સંકોચીને કહ્યું.

શ્રેયાએ ફરીથી નકારમાં માથું ધુણાવીને કહ્યું, “ભાભી, મેં હજુ એને જવાબ નથી આપ્યો, મારૂ દિલ એને ખૂબ ચાહે છે પણ...” તેણે બન્ને આઇબ્રો સંકોચી મૂંઝવણભર્યા હાવભાવે કહ્યું, “પણ ખબર નથી પડતી ભાભી કે મારે એની પ્રપોઝલનો શું જવાબ આપવો?!!”

“અરે ગાંડુંડી...” ભાભીએ તેના બન્ને ગાલ હથેળીમાં લઈને લાડભર્યા સૂરમાં કહ્યું, “એ તને પ્રેમ કરે છે અને તું એને, તો તે ‘હા’ કેમ ન કહી એને!?? એણે સામેથી તને પ્રપોઝ કર્યું એનો મતલબ ખબર છે તને!,” ભાભીએ પ્રશ્નાર્થભાવે આઈબ્રો ઊંચકીને કહ્યું, “...હી એક્સેપ્ટ યુ એઝ યુ આર શ્રેયું... જે દિવસે એ તને ચાલુ વરસાદમાં ઘરે સુધી પાણીમાં ચાલીને તને ઉપાડીને લઈ આવ્યો ત્યારે તમારી બન્નેની આંખો અને ચહેરાના હાવભાવ વાંચીને હું બધુ જ સમજી ગઈ હતી. શ્રેયું, એના જેવો જીવનસાથી તો કરોડોમાં એક હોય... યુ શુડ હેવ સે ‘યસ’ ટુ હિમ.”

“પણ ભાભી, એ સમયે હું એટલી મૂંઝાઇ ગઈ હતી કે મને સમજાતું નહોતું કે એના પ્રપોઝલનો શું જવાબ આપું? એ મને પ્રેમ કરે છે એ વાત જ મારા દિલમાં ઉતરતી નહોતી. મને એમ હતું કે એ મને એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે પ્રેમ કરે છે. અને મેં હંમેશા મારી ડિસએબીલીટીની દીવાલ અમારા વચ્ચે રાખી તેના પ્રેમ અને કેરને ફ્રેંડશિપમાં ભેળવી એક બેસ્ટ ફ્રેન્ડની જેમ તેની સાથે રહી છું. આજ દિન સુધી મેં મારી જાતને પ્રેમથી દૂર રાખી છે. મારી શારિરીક ડિસએબીલીટીને લીધે મને ગમતો કોઈ છોકરો મને પ્રેમ કરશે એની મને ક્યારેય અપેક્ષા જ નહોતી. ભણીગણીને પગભર થવું એ જ મારું જીવનલક્ષ્ય હતું ભાભી. પ્રેમ માટે મારા જીવનમાં મેં ક્યારેય જગ્યા રાખી જ નહોતી કારણ કે પ્રેમની ખોટી અપેક્ષાઓ બાંધીને હું મારી જાતને ક્યારેય દુઃખી કરવા નહોતી ઇચ્છતી. મારા ડેસ્ટિનીમાં ડીસએબીલીટીની જે તકલીફો વેઠવાની લખાઈ છે, તેને હસતાં મોઢે સ્વીકારી સ્વાભિમાન સાથે જીવવું એ જ મારો જીવન મંત્ર હતો. પણ ભાભી, આજે...,” શ્રેયાએ ડૂસકું મૂકી ભીના અવાજે કહ્યું, “...આજે મને મારી એ બધી અપેક્ષાઓને એ ખોટી પાડી રહ્યો હોય એવું લાગે છે. મારી સામે પ્રેમ સામે ચાલીને મને ચાહી રહ્યો છે, મારી સેંથીમાં સિંદુર પૂરવા તત્પર થઈ ઊભો છે અને હું સેંથી પર હાથ દબાવીને બેઠી હોવ એવું અનુભવું છું. તેને ‘ના’ પાડીને હું ક્યારેય ખુશ રહી નહીં શકું, દિલમાં ઊછળતો ગાજતો પ્રેમ સતત એના પ્રેમની ઝંખના કરતો મને ભીતરમાં ભીંજવતો રહેશે. અને જો ‘હા’ પડીશ...,તો...” દર્દથી રૂંધાતા ગળા નીચે થૂંક ઉતારી ભીના સ્વરે કહ્યું, “....હા પાડીશ તો મારી ડિસએબીલીટી સાથે હું એક નોર્મલ જીવનસાથીની જેમ ક્યારેય તેની બધી અપેક્ષાઓ પૂરી નહીં કરી શકું એનો ડર ભીતરમાં સતાવે છે. તેના પેરેન્ટ્સ મને એમની ડોટર-ઇન-લો તરીકે સ્વીકારશે કે નહીં એ મોટો બિહામણો પ્રશ્ન પણ અમારા પ્રેમ વચ્ચે દીવાલ બનીને ઊભો છે. ભાભી, મને કંઇ સમજાતું નથી મારે શું નિર્ણય લેવો. હું અંદરને અંદર ખૂબ મૂંઝાઉ છું.”

“અરે શ્રેયુ...”, તેમણે શ્રેયાના આસું લૂછીને કહ્યું, “...ક્યારેય કોઈ કપલ્સ એકબીજાની બધી જ અપેક્ષાઓ પૂરી કરી શકે એ શક્ય નથી. ક્યારેય કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી, પણ જ્યારે સામેનું પાત્ર તે વ્યક્તિને જેવી છે એવી સ્વીકારવાની કમીટમેન્ટ કરે છે ત્યારે એ કપલ્સ એકબીજા માટે ‘મેડ ફોર ઈચ અધર’ બની જાય છે. ક્યારેક કોઈ વાતમાં તેમના ડિફરન્ટ ઓપીનિયન હોવા છતાં એકબીજા પ્રત્યેની સાચી અંડરસ્ટેન્ડિંગ તેમને હંમેશા ખુશ અને એકબીજા સાથે જોડી રાખતી હોય છે. શ્રેયા, જ્યારે તું કોઈ મેરીડ કપલ્સને હાથમાં હાથ નાખીને જોઈશ ત્યારે તને હિરેનના પ્રેમની પ્રપોઝલ નકારી હશે એનો પસ્તાવો થશે. હિરેન તને તું જેવી છે એવી સ્વીકારવા તૈયાર છે, એટ્લે એણે તારી સામે પ્રપોઝલ મૂકી દિલની વાત કહી. તારી દરેક તકલીફમાં એ તને મદદ કરે છે. તું હોસ્પિટલમાં છે એના સમાચાર મળતાં જ એ તને મળવા આવ્યો હતો. હી કેર અબાઉટ યુ, વરી અબાઉટ યુ. એ તને દસ વર્ષથી ઓળખે છે, તારી ડિસએબીલીટીથી એ પરિચિત છે. એણે એ બધુ જોઈ-સમજીને તને પ્રપોઝ કર્યું ધેટ મિન્સ હી ટ્રૂલી એકસેપ્ટ યુ ધ વે યુ આર... હી ટ્રૂલી અંડરસ્ટેન્ડ યુ શ્રેયા... તું એને ના પાડીશ એનો અર્થ તમારા બન્નેના પ્રેમમાં ડિસએબીલીટીની જીત થઈ કહેવાશે! તમારા બન્નેનો પ્રેમ, સોરી...” ભાભીએ એમની ભૂલ સુધારીને શ્રેયાને શાબ્દિક ઠપકારતા કહ્યું, ”તારો પ્રેમ ડિસએબીલીટીનો સ્વીકારવા કાચો પડ્યો હોય એમ કહેવાશે. લવ ઈઝ ઓલ એબાઇટ એક્સેપ્ટન્સ શ્રેયા. વ્યક્તિ જેવી છે એનો સહજ સ્વીકાર કરવો એને જ સાચો પ્રેમ કહેવાય. હિરેનનો પ્રેમ તારી ડિસએબીલીટીનો સ્વીકાર કરીને જીતેલો સાચો પ્રેમ છે. તારો પ્રેમ એના જેટલો સક્ષમ હોય તો એની પ્રપોઝલની ‘હા’ પાડજે શ્રેયા. હું તને એડવાઈસ આપી શકતી નથી, માત્ર ઓપીનિયન કહી શકું છું. ચોઈસ ઈઝ ઇન યોર હેન્ડ, બીકોઝ ઇટ્સ યોર લાઈફ આફ્ટર ઓલ. યુ શુડ ડિસાઇડ હાઉ યુ વોન્ટ ટુ શેપ યોર લાઈફ...” તેમણે સાચા પ્રેમની રજૂઆત કરતાં કહ્યું.

“ભાભી... યોર વર્ડ્સ જસ્ટ ટચ્ડ માય સોલ...,” શ્રેયાએ ભાભીનો હાથ હાથમાં લઈ સ્નેહભીની આંખે કહ્યું, “હું મારી જાતને આજે ખૂબ લકી ગણું છું કે મને તમારા જેવા પ્રેમાળ અને નિખાલસ મિત્ર જેવા ભાભી મળ્યા. હું મારી મૂંઝવણો કે સિક્રેટ્સ દિલ ખોલીને તમારી સાથે શેર કરું છું, અને મને એ ગમે છે કારણકે તમે મને ક્યારેય જજ નથી કરી ભાભી, મેં અત્યાર સુધી મારા જીવનમાં પ્રેમની અપેક્ષાના છેડાં કાપી નાખ્યા હતા, છતાં અંદર ખાને, હ્રદયના કોઈક ખૂણામાં જેને હું ચાહતી હતી, ઝંખતી હતી, એ વ્યક્તિ બે ક્ષણમાં મારી સામે પ્રેમની પ્રપોઝલ મૂકી પ્રેમનો એકરાર કરી દેશે એ વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહતું, અને વિચારવા ઇચ્છતી પણ નહતી. હિરેનની પ્રપોઝલ સાંભળીને હું બિલકુલ અસહજ બની ગઇ હતી ભાભી, જાણે પ્રેમનું ધસમસતું પૂર મને એની સાથે ખેંચી રહ્યું હોય એવો અનુભવ કરી રહી હતી. મારે તેની પ્રપોઝલનો શું જવાબ આપવો એ સમજાતું નહતું. મારા દિલમાં ઢબૂરાયેલી પ્રેમની લાગણીઓના ઘોડાપૂરે મને ચારે તરફથી ઘેરી લીધી હતી. દિલમાંથી હિરેન પર ખૂબ પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. એનાં પ્રેમના એકરારે મને ભીતરથી પૂરેપૂરી ભીંજવી મૂકી હતી. આજ દિન સુધી મને એનાં હાવભાવ કે વર્તન પરથી અણસાર સુધ્ધાં ના આવ્યો કે એ મને આટલો પ્રેમ કરે છે! કેટલી અણસમજુ નીકળી હું કે એનાં પ્રેમની લાગણીઓને સ્પર્શી છતાં એને મિત્રતામાં ઓગાળી નાંખી! એનો પ્રેમ મારા રોમેરોમમાં સ્પર્શી રહ્યો હતો અને ત્યારે હું મારા ભાગ્યને કોસી રહી હતી કે હિરેન, તું મને શું કામ પ્રેમ કરે છે? હું તારા પ્રેમને લાયક નથી. મારુ દિલ તેના પ્રેમને ઝંખતું હતું અને મન અમારા પ્રેમ વચ્ચે ડિસએબીલીટી અને ડિફરન્ટ કાસ્ટની દીવાલો ચણી તેના પ્રેમથી દૂર રહેવા મને પાછું ખેંચતું હતું. તેના પ્રેમનો એકરાર મારા દિલમાં સોંસરવો ઉતરી ગયો હતો. તેની પ્રપોઝલનો સ્વીકાર કરવા મારી દિલથી ‘હા’ હતી પણ હોઠ એ શબ્દ કહેવાની હિંમત ન જૂટાવી શક્યા. આંખોમાંથી વહેતા આંસુ સાથે મારું હૈયું પણ પ્રેમથી ગદગદ ઉભરાઈ આવ્યું હતું. હું તેની સામે રડી પડી હતી. એક્ટિવા લઈને ઘરે આવતા એક તરફ મારું હ્રદય મને તેના પ્રેમ તરફ ખેંચી રહ્યું હતું અને બીજી તરફ મારું મન એનાં પ્રેમનો અસ્વીકાર કરવા કહી રહ્યું હતું,” તે ધ્રુસકું મૂકી રડી પડી, પછી ભીના સ્વરે કહ્યું, “...આંસુ ભરાયેલી આંખે હું ઘરે આવી, સીડી પર ચડતા તમે મને રડતાં પકડી લીધી હતી, પણ... ત્યારે હું મારી જાત પર, મારી ડિસએબીલીટી પર ખૂબ ગુસ્સે ભરાયેલી હતી, સીડીઓ ચડતા શરીર વિચારવા-ચાલવા થાકી ચૂક્યું હતું, હું મેન્ટલી ભરાઈ ગઈ હતી, અને તમે એવા સમયે મને ‘ગાંડી’ કહ્યું ને એ બધો જ ગુસ્સો મેં તમારા પર ઠાલવી દીધો, ને પછી તરત જ ચક્કર આવવા લાગ્યા, બેડ પર પહોંચવા જાઉં એ પહેલા જ પગ લથડી પડ્યા, એક ક્રચીસ બગલમાંથી ખસી પડી ને આંખોમાં અંધારું છવાઈ ગયું, શરીરમાંથી જાણે ચેતના હણાઈ ગઈ હોય એવું લાગ્યું, મેં એકાએક બેલેન્સ ગુમાવ્યું ને પછી...” તે ડૂસકું મૂકી આંસુ લૂછતાં કહ્યું, “...પછી સીધી જ હોસ્પિટલમાં આંખ ખોલી. તમને ઊંચા અવાજે બોલીને મને પસ્તાવો થાય છે ભાભી... આઈ એમ રિયલી સોરી ફોર બીઈંગ રૂડ ટુ યુ... એન્ડ, થેંક્યું ફોર સેવિંગ મી. નહીંતર ભગવાન જાણે આજે હું જીવતી હોત કે....” શ્રેયાએ ધ્રુસકે ધ્રુસકે દિલ ખોલીને રડી પડી.

“એવું ન બોલ શ્રેયું... પ્લીઝ... તને કંઈ જ નહતું થવાનું એટ્લે ભગવાને મને રસોડામાંથી તરત જ તારી મદદ કરવા મોકલી...” કહેતા ભાભી પણ આંખમાં આંસુ ખાળી ન શક્યા. પછી ભીના સ્વરે કહ્યું, “ડોન્ટ એવર બી સોરી શ્રેયું. અને હું તારી મોટી બહેન જેવી છું, તને કંઈ થાય એ હું કેવી રીતે સહન કરી લઉં! ખબર છે તને, જ્યારે મારી આંખો સામે તને આ રૂમમાં બેભાન પડેલી જોઈ ત્યારે એક એક પળ હું તને એ હાલતમાં દેખતા જીરવી શકતી નહતી. મારા હ્રદયના ધબકારાની જેમ આખું શરીર ધબકારા લેતું હતું. ફ્લોર પર લોહી વહેતું જોઈને જાણે હું બેભાન થઈ પડીશ એટલી ગભરાઈ ગઈ હતી. એ સમયે ભગવાને અદ્રશ્ય બળ અંદર પૂરી ૧૦૮ ડાયલ કરી એમ્બ્યુલસ બોલાવી...”, છલકાતા આંસુએ ભાભીએ વેદના ઠાલવી. શ્રેયાએ ભાભીના આંસુ લૂછ્યા અને બન્નેએ એકબીજાને આલિંગનમાં સમાવી લીધા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED