હવસ Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ

પાછલા ત્રણ અંકોમાં તમે વાંચ્યું કે દર્શ અને અનન્ય ધૈર્યા અને રમ્યાને રસ્તા વચ્ચે છોડીને ચાલ્યા જાય છે પછી હોટેલના એક વેઈટરે તેમને નો એન્ટ્રીના માર્ગ પર જવા કહ્યું જે બંનેને જચી ગયું. નો એન્ટ્રીમાં ગયા પછી તેમને વિચિત્ર અનુભવ થાય છે અને રૂપ સુંદરી દેખાય છે જે લલચાવીને અદ્રશ્ય થઇ જાય છે.

હવે વાંચો આગળ

અનન્ય રૂપસુંદરીને અનાવૃત કરીને તેની પર આરૂઢ થયો અને તરત જ ધૂળ ચાટતો થઇ ગયો અચાનક જ એ રૂપ સુંદરી અદ્રશ્ય થઇ ગઈ અનન્ય તેને બાઘાની જેમ ચારે બાજુ શોધવા લાગ્યા અને સામે એક ભયંકર પડછાયો એટલે કે અદ્દલ રૂપસુંદરી જેવી કમનીય આકૃતિ આવીને જમીનથી અધ્ધર ઉભી રહી તેને રુ ની પૂણી જેવા અસલી લાંભા વાળ હતા આંખોની જગા પર લાલ લાલ ઊંડા ખાડા હતા જે સતત અનન્ય અને દર્શને તાકી રહ્યા હતા. એ જ સુરાહી ગરદન જે અત્યારે પડછાયામાં વળાંકોના રૂપમાં દેખાતી હતી!! અટ્ટ હાસ્યને કારણે તેના બંને અનાવૃત વક્ષફળો તાલબદ્ધ ઉછળી રહ્યા હતા. પણ અનન્ય અને દર્શને આ જોઈને ઢીલાશ આવી ગઈ હતી !!! બંનેને સાપ સૂંઘી ગયો હતો કે પછી કરડી ગયો હતો ?? અનન્ય અને દર્શ હેરાન થઇ ગયા સુંદરીનું આમ અચાનક ભૂત થવું પણ કેમ શક્ય છે ?? હજી હમણાં તો એક યુવતી હતી જે બંનેએ મહસૂસ કરી હતી તેને તો સામેથી ઈજન આપેલું સહવાસ માટે અને હમણાં તેનું ભૂત કેમ શક્ય છે ?? કઈ સમજમાં ના આવતા હવે એક જ ઉપાય બાકી હતો મૂંઠ વાળીને ભાગવાનો ઉલ્ટી દિશા ભણી. એકમેકનો હાથ પકડી બંને ભાગવા લાગ્યા. એ ભયંકર આકૃતિ એ એક હાથ ઊંચો કર્યો અને ઘણા ઝાડ જમીન પાર આડાતેડા પડી ગયા અને એ આકૃતિ તાળીઓ પાડતી હતી જેનો અવાજ કાનના પડદા તોડી નાખે એવો હતો. અનન્ય એ જોઈને અચંબિત થઇ ગયો હતો. એક પડછાયારૂપ આકૃતિ તાળી પાડે !!! અને તેનો આવાજ આવો ??!! નક્કી હવે તો પોતાનો કાળ જ સામે આવીને ઉભો હતો. આકૃતિએ એક હાથ ઉપર કર્યો અને ચંદ્ર વાદળમાં ઢંકાઈ ગયો. સર્વત્ર અંધારું છવાઈ ગયું. મોબાઈલમાંથી ફ્લેશ કરવાની અક્કલ તો ક્યારની ચાલી ગઈ હતી. બંને એકમેકને વળગીને જોરજોરથી એક નિસહાય સ્ત્રીની જેમ રડી રહ્યા હતા. બે ઘડી પહેલા પોતાનું પુરુષાતન દેખાડવા જે ઉત્સાહિત હતા તે એક સ્ત્રી ની સામે બાયલા બનીને રોઈ રહ્યા હતા. દર્શ બરાડી ઉઠ્યો, “અમને જવા દે અમારી ભૂલ શું છે જે તું અમને હેરાન કરે છે ?? અમે તારું શું બગાડ્યું છે ?” અંધારામાં જ્યાં ત્યાં ડાફોડયા મારતો દર્શ બોલ્યે જતો હતો અને સાથે હીબકા પણ ભરતો હતો.અચાનક વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. ચંદ્ર વાદળની બહાર આવી ગયો. તદ્દન શાંતિ છવાઈ ગઈ. ઉજાસમાં એ ઊડતી આકૃતિ સ્થિર થઇ ગઈ પણ આ શાંતિથી બંને પુરુષોના મનમાં ઊથલપાથલ મચી ગઈ. હવે શું બાકી છે હવે શું થશે ?? આકૃતિએ કાળું રુદન કર્યું અને થોડી વારે અહમ ભર્યા સ્વરે બોલી, “ હું નિશા રાતની રાણી છું અહીં મારુ સામ્રાજ્ય છે અહીં હંમેશા મારી જીત થાય છે તમારા જેવા પુરુષોનો નાશ કરવો એ જ મારો ઉદેશ્ય છે “. અનન્ય બરાડ્યો, “અમારી જેવા એટલે ?? અમે શું બગાડ્યું તારું ? “ “અચ્છા …! “ નિશાની આકૃતિ ઉર્ફે નિશા મીઠા નરમ બનાવટી અને કાલી કાલી ભાષામાં બોલી, “તમે કંઈ જ નથી કર્યું તમે તો ભોળા છો ને હું તો તમને છોડી દઈશ….. આટલા જબરદસ્ત અવાજના બદલાવથી દર્શ અને અનન્ય હેતબાઈ ગયા. મનમાં પેટ ભરીને પછતાવો કરી રહ્યા હતા શા માટે આ નો એન્ટ્રી માં એન્ટ્રી કરી ? ક્યારે છુટકારો મળશે ? નિશા ગેબી અવાજમાં બોલી, “ તમે બળાત્કારી છો !!! અને હું તમને તેની સજા જરૂર આપીશ “ અનન્ય હસવા મંડ્યો, “સાલી તું એક વેશ્યા છે અને તને મોં માંગ્યા પૈસા આપીને જ તને ટચ કર્યું છે ખોટા પરેશાન ના કર અમને કઈ કેટલા પાસે જઈ આવી હોઈશ તું તો “. નિશાના પડછાયા રૂપ આકૃતિ માંથી એક માનવ જેવી લાલઘુમ જીભ બહાર આવી અને દર્શ અને અનન્યને માથાથી પગ સુધી લપેટી લીધા. બંનેના મોતિયા મરી ગયા બચાવો બચાવો કહેતા રાડારાડ કરી મૂકી અને નિશા ફક્ત અટ્ટ હાસ્ય કરી રહી હતી બંને ડરના માર્યા ઢગલો થઇ નીચે પડી ગયા રીતસરની આજીજી કરી અમને માફ કર અમને છોડી દે. નિશા ભડકી, “છોડી દવ ? શા માટે ? એટલે બીજી કોઈક ની જિંદગી પણ તબાહ કરી નાખવી છે ???” દર્શે હિમ્મત એકથી કરી છેલ્લીવાર પોતાનો બચાવ કરતા કહ્યું, “ અમે એવા પુરુષો નથી કે બળાત્કાર કરીયે તું પૈસા માટે આ કરે છે અને મને આનંદ માટે. અમારી પર મહેરબાની કર.” નિશા આકરું રુદન કરવા મંડી, જેને જોઈને ભલભલાના હાજા ગગડી જાય, “મારી આપવીતી સાંભળશો તો ખબર પડશે તમારા આનંદને કારણે શું મુશ્કેલી આવી છે, એક રાતે હું આજ રસ્તેથી પસાર થઇ રહી હતી મારી કારમાં. હું એકલી હતી અહીં એક આદમીએ લિફ્ટ માંગી જેનું એક્સીડેન્ટ થયેલું હતું. હાથે પગે પાટા બાંધેલા હતા હું સમાજ સેવિકાનું કામ કરતી હોવાથી મને દયા આવી અને લિફ્ટ આપી કારમાં બેસાડી તેના ગંતવ્ય સ્થાન તરફ કાર હંકારી. પાંચ જ મિનિટમાં તેને તેનું પોત પ્રકાશ્યું. બાજુમાં બેસેલો પુરુષ ધીરે ધીરે હાથ પગના પાટા ઉતારવા લાગ્યો. જેને જોઈને હું ચકિત થઇ ગઈ. સ્ટેરીંગ પરથી મારો કાબુ જઈ રહ્યો હતો ત્યાં જ તેને મારી પર તરાપ મારી અને મારી ઈજ્જત લૂંટી લીધી, હું રોતી રહી કકળતી રહી.એક નિસહાય સ્ત્રી કરી પણ શું શકે ? આખરે તેને મને લાકડાંથી ઢોર માર માર્યો હું લોહી લુહાણ થઈને પડી રહી ગીચ જન્ગલ ઝાડી વચ્ચે, અને એ નરાધમ નીકળી ગયો બે દિવસ સુધી ભૂખી તરસી તરફડતી ઘા સહતી રહી અને એક દિવસ મારા શરીરે આ દુનિયા છોડી દીધી, પણ મારી આત્મા હજી ભટકે છે તમારા જેવા લુચ્ચા પુરૂષોનું નિકંદન કરવા. તે નરાધમે મારી જિંદગી ફક્ત બગાડી જ નહિ આ દુનિયામાંથી ઉપાડી લીધી એની લાગવગની કારણે પોલીસથી પણ છુટકારો મળી ગયો ના કોઈ સજા ના કોઈ દંડ મારા માતાપિતા રોતા કકળતા રહ્યા. એક અઠવાડિયા પછી મારી લાશ એમના હાથમાં આવી શું વીતી હશે એની પર વિચારો આ બધું ફક્ત તમારી બે ઘડી આનંદ લેવાની વૃત્તિથી. મને મારા માતાપિતા કેટલું સહેવું પડ્યું હું તો મરી ગઈ પણ સમાજની હલકી વિચારધારાને કારણે મારા માતાપિતાને નાલેશી અનુભવવી પડી બદનામી સહવી પડી પોલીસ અને અન્ય કહેવાતા સુરક્ષાકર્મી લાગવગ અને પૈસા આપીને છોડી દે છે પણ હું હાહાહાહા…. ફરી નિશાનું હાસ્ય ફરી વળ્યું દુનિયાને દેખાડવા ખોટી ખોટી કોર્ટમાં તારીખો પડતી રહે છે આટલું નીચ કર્મ કાર્ય પછી પણ ગવાહી માંગે છે પુરાવા માંગે છે અરે વાસનાથી લોલુપ હોવા છતાં કાચી ઉંમર જણાવી કેટલીક વાર તો સજા આપવાનું મુલ્તવી રાખે છે આ કેવી મૂર્ખતા ?? અને તમે બંનેએ મને એકલી ભાળીને બસ ચાલુ જ થઇ ગયા એક વાર પણ ના થયું કે એક નિર્જન સ્થળ પર એક સ્ત્રીને હંમેશા ખરાબ ચારિત્રની જ નથી હોતી એવી જગા પર તો તેની ખાસ મદદ કરવી જોઈએ. અનન્ય અને દર્શ ફફડતા હૈયે બધું સાંભળી રહ્યા “તમારે મને ભોગવવી છે તો આ લો “. કહેતા નિશાનું બળાત્કાર થયા વખતનું લોહી લુહાણ ઘા વાળું શરીર બાજુમાં આવીને પડી ગયું બંને પુરુષોને કમકમાં તે જોઈને આવી ગઈ નિશા ફરી એક પળમાં આકૃતિ બની ગઈ અને તેની આંખના બે લાલ ઊંડા ખાડામાંથી બે અંગારા નીકળ્યા અને દર્શ અને અનન્ય તે આગમાં ભડથું થઇ ગયા. નિશા ફરી રૂપ સુંદરીના રૂપમાં ઝાંઝર છમકાવતી બીજા હવસખોરની શોધમાં નીકળી પડી..

સમાપ્ત