હવસ Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ

હવસ

સન્ન્નનનનન્ન કરતી સ્કોડા કાર રસ્તા પર ભાગી રહી હતી અને અંદર ધમાલિયું નશીલું સંગીત રેલાય રહ્યું હતું. જેનાથી વગર પીધે અનન્ય અને દર્શને નશો ચઢી રહ્યો હતો. દર્શ રમ્યાને બાહોમાં જકડીને ચૂમી રહ્યો હતો અને આગળની સીટ પર ચપોચપ જીન્સ અને ચુસ્ત ટીશર્ટ પહેરીને બેસેલી ધૈર્યા બંનેનું હોટ શૂટિંગ લઇ રહી હતી. અનન્ય પણ થોડી થોડી વારે ધૈર્યા પર તરાપ મારતો હતો જેનાથી ધૈર્યા પોતાનો કાબુ ખોઈ રહી હતી, પણ શરત મુજબ તેણે પહેલા આ શૂટિંગ પૂરું કરવાનું હતું, પણ અધીર ઉર્ફ અનન્ય સમજતો નહતો. “નો સ્વીટુ, પ્લીઝ ….કંટ્રોલ!!!” કરતી ધૈર્યા એક હાથે શૂટિંગ માટે મોબાઈલ પકડીને બેસી હતી અને એક હાથ અનન્યના માથે પસવારી રહી હતી. અનન્ય ઉતાવળો થઇ રહ્યો હતો પણ ફક્ત કાબુ રાખ્યા સિવાય બીજો રસ્તો નહતો !!! આડેધડ જેમ તેમ ડ્રાઇવિંગ કરતો હતો. ક્યાં જવું એ તો ચારમાંથી કોઈનેય ખબર નહોતી !! બસ એક અઠવાડિયાનું આયોજન બનાવીને નીકળી પડ્યા હતા. દર્શ ચુમતો ચુમતો આગળ વધ્યો અને રમ્યાએ તેને ટોક્યો. દર્શનો આગળ વધતો હાથ પકડી લીધો!! અને ના... કહેતી હતી. દર્શ ગીન્નાયો. ધૈર્યાએ વાવ કમ ઓન… નાઇસ પેશનેટ સીન!!! કહેતા કેમેરા ઝૂમ કર્યો. અને દર્શ વધુ આક્રમક થઈને તેની પર તૂટી પડ્યો અચાનક કારે જોરથી ચીસ પાડી અને ઉભી રહી ગઈ. દર્શ અને રમ્યા અટકી ગયા. ધૈર્યાના હાથમાંથી મોબાઈલ પડી ગયો. અનન્ય ઓહ શીટ કરતો કાર ફરી ચલાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ધૈર્યાએ પડેલો મોબાઈલ ઉપાડ્યો તે પણ બોલી ઉઠી, “ઓહ્હ્હ શીટ શૂટિંગ રેકોર્ડ થયું જ નહ.. શું કામ જોરથી બ્રેક મારી મારો મોબાઈલ પડી ગયો ને ?? ચાલો તમે બંને ફરી તૈયાર થઇ જાવ.” દર્શ તરત રમ્યાને ચીપકી ગયો રમ્યા થાકી ગઈ હતી માટે ના પાડી રહી હતી અનન્યનો પિત્તો છૂટ્યો , બસ હવે મારાથી નહિ રહેવાય કહેતા ધૈર્યાને પોતાની નજીક ખેંચી. દર્શ પણ ભડક્યો, “ ના, સ્ટોપ !!! શરત પ્રમાણે પહેલા તમારે અમારું શૂટિંગ લેવાનું છે.” અધીર અનન્ય ઉતાવળો થયો, “ભાઈ અમને પણ મોકો આપ શૂટિંગ ના રેકોર્ડ થયું તો શું થયું અડધો કલાક પછી તારું શૂટિંગ લઇ લઈશું.” કહીને આંખ મિચકારી અને ધૈર્યાનું ટીશર્ટ ખેંચ્યું. ધૈર્યા પણ શરત પ્રમાણે પહેલા શૂટિંગ લેવા ચાહતી હતી, એટલે અનન્યથી દૂર ભાગતી હતી. ધૈર્યા અને રમ્યાને નોંધ્યું કે બંને પુરુષ અધીરા થયા છે એટલે બંનેને મસ્તી સૂઝી. આંખોથી ઈશારા કરીને સાથે જ કારનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયા અને ઠેંગો બતાવતા હસવા લાગ્યા તો સામે દર્શ અને અનન્યને ગુસ્સો વધી રહ્યો હતો પણ સમસમીને બેસી રહ્યા. એક જ પળમાં એ બંનેમાં પણ એક જ વિચાર સુઝ્યો અને કાર મારી મૂકી. સન્ન્નનનન્ન કરતી કાર આગળ ચાલી ગઈ.

અનન્યનો પારો સાતમા આસમાન પર હતો, “આખરે સમજે છે શું એ લોકો ?? શું આમ સાધુ મહારાજની જેમ તપસ્યા કરવા આવ્યા છે જે આમ તરફડ્યા કરવાનું ? એક અઠવાડિયાની રજા ફક્ત મજા કરવા લીધી હતી અને ધૈર્યા અને રમ્યાએ પૂરો મૂડ બગાડી નાખ્યો હતો . દર્શ પણ મોં ફુલાવીને બેઠો હતો તે રમ્યાની તીવ્ર ખોટ અનુભવી રહ્યો હતો બંનેએ નક્કી કરી લીધું હતું કે એ બંનેને હવે ભાવ દેવો જ નથી એટલે યુ ટર્ન લેવાનો કોઈ સવાલ જ ન હતો હાઇવે પર પેટ્રોલ પમ્પ આવતા કાર થોભાવી. દર્શે કમરના ટાચકા ફોડતા કહ્યું હું જરા પગ છુટા કરી આવું અનન્યએ મોબાઈલમાં પોર્ન મૂવી ઓન કરી આસ્વાદ માણવા લાગ્યો. હાહાહા અવાજ કાને પડતા દર્શે છોકરીઓનું ટોળું જોયું અને તેની હાલત કથળી તેને કોઈના રેશમી વાળ ગમ્યા , તો કોઈનું મખમલી બદન, કોઈના લાંબા પગ આકર્ષ્યા, તો કોઈની સુરાહી જેવી ગરદન, પણ અહીં તો જોઈને જ મન મનાવાનું હતુંને!! હવે આ ગમને ભુલાવો તો પડશે જ.. એક બે રાઉન્ડ મારીને કાર ભણી ચાલ્યો. દર્શ જેવો કારમાં આવીએ બેસ્યો કે તરત જ અનન્ય ભડક્યો. “ઊફ્ફફ્ફ્ફ થોડી વાર પછી આવવું હતુંને.... “ કહેતા તેને મહાપ્રયત્ને સ્ટેરીંગ પર હાથ મુક્યો. દર્શ છોભીલો પડી ગયો.. ટેન્ક ફુલ થઇ ગઈ અને અનન્યએ કાર ચાલુ કરી. ભડકીલુ સંગીત બંનેને પરેશાન કરતુ હતું. સુરીલું સંગીત સાંભળવાનું મૂડ નહોતું. આખરે અનન્યએ દર્શને ડ્રાઇવિંગ આપ્યું પોતે પાછલી સીટ પર બેસ્યો અને સાંભળીને કિંગફિશર કાઢી એક પેગ બનાવ્યો. જે એક જ ઘૂંટમાં પૂરો કરી નાખ્યો, “ અહા....” કહેતા તે શાંતિ મહેસુસ કરી રહ્યો દર્શ તેની આ આદતથી વાકેફ હતો પાછળ જોયા વગર જ સમજી ગયો કે અનન્ય એક પેગ મારી ચુક્યો છે. ભાઈ બસ એક જ પેગ યાદ રાખ ડ્રાઇવિંગ તારે જ સાંભળવાનું છે. અનન્યનો મૂડ ધૈર્યાને કારણે બગડ્યો હતો ઉપરથી પેટ્રોલ પમ્પ પર અચાનક જ દર્શ આવી ગયો એટલે જાણે દુકાળમાં અધિક માસ આવી ગયો !!! તે વધુ પરેશાન થયો હતો. હવે શાંતિ મળે માટે બસ એક જ સહારો હતો પેગ પર પેગ મારવાનો. તેણે દર્શને કહ્યું તો ખરું કે હા હો ભાઈ એક જ પેગ પણ અસલમાં તો બે પેગ મારી લીધા હતા. રજાની મજા પેલા દિવસમાં સજામાં પલટાઈ ગઈ હતી. હવે કરવું તો કરવું શું ?? ધીરે ધીરે કરીને ત્રીજો પેગ ખાલી કર્યો અને લવારા ચાલુ થઇ ગયા, “ ધૈર્યા.... ધૈર્યા “ દર્શે ઉતાવળમાં કાર સાઈડમાં પાર્ક કરી. પહેલા તો જલ્દીથી અનન્યના હાથમાંથી ગ્લાસ લઇ લીધો.બાજુમાં પડેલી બોટલ ઉંચકીને ફેંકી દીધી. કાચ ના છન્ન…….. અવાજથી અનન્યએ બીજો લવારો ચાલુ કર્યો આવો, “ અદ્દલ આવો જ અવાજ મારા દિલમાં થી આવી રહ્યો છે ધૈર્યા તે મારા દિલના આમ જ ટુકડા કરી નાખ્યા!” દર્શે અનન્યને સહારો આપ્યો, “ આમ બહાવરો ના બન, થોડી રાહ જો બીજો બંદોબસ્ત થઇ જશે!” અનન્ય ભડક્યો, “રાહ કેમ જોવ? મારી પાસે રમ્યા નહોતી સમજ્યો તું!”. દર્શને આ વાક્ય ખટક્યું પણ અત્યારે અનન્ય નશામાં હતો એટલે બાજી સંભાળી લીધી તે કઈ જ ના બોલ્યો અને અનન્યને મહા પ્રયત્ને આગળની સીટ પર બેસાડ્યો અને ડ્રાઇવિંગ ચાલુ કર્યું.

દર્શ અને અનન્ય પોતાની હવસ સંતોષવા આગળ નીકળી પડ્યા.

( ક્રમશ )