હવસ Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ

પાછળ બે અંકોમાં તમે વાંચ્યું કે દર્શ અને અનન્ય ધૈર્યા અને રમ્યાને રસ્તા વચ્ચે છોડીને આગળ વધ્યા. હોટેલમાં વેઈટરે નો એન્ટ્રીના રસ્તા પર જવા કહ્યું જે દર્શ અને અનન્યાને જોઈતું હતુંને વેદે કહ્યું બરાબર હતું પણ ત્યાં ભૂત હોવાની વાયકા સંભળાતી હતી બંને નો એન્ટ્રીના બોર્ડ નીચે આવીને ઉભા રહ્યા હવે વાંચો આગળ.

દર્શ અને અનન્ય નો એન્ટ્રીના બોર્ડ પાસે કાર થોભી રસ્તા પર ઝાડી ઝાંખરા વધી ગયા હતા. નીચે સુકાયેલા પાંદડાંના ઢગલા થઇ પડ્યા હતા. અંદર કાર જઈ શકે તેમ તો હતું જ નહિ. અંધારામાં અંદર શું છે એ દેખાતું પણ નહોતું. હેડલાઈટ્સના ઉજાસના સહારે કાર ધીરે ધીરે અંદર ચલાવી. બાજુમાં પાર્ક કરી. દૂર સુધી ખાલીખમ લાંબો રસ્તો જ દેખાતો હતો ફૂટપાથની બાજુ પર થોડે થોડે અંતરે લાગેલા લાઈટના થાંભલા પણ દેખાવના જ હતા. દર્શે અંગડાઇ લીધી, “અહીં જોઈતી અંગતતા તો છે પણ જે જોઈએ છે તે કેમ દેખાતી નથી?” અનન્ય પણ દૂર દૂર સુધી નજરો નાખી રહ્યો હતો. હજી બંને નો એન્ટ્રીની નજીક જ હતા. બંને મોબાઈલની લાઈટના સહારે ચાલવા લાગ્યા અને અચાનક સામે પાંખ ફફડાવતું ચામાચીડિયું આવ્યું બંને ગભરાય ગયા એકમેકને વળગીને ચીસ પડી ઉઠ્યા. એક મિનિટમાં તો પાછા બંને હસવા લાગ્યા. “હાહાહા અદ્દલ ભૂતની સીરીયલમાં થાય છે એવું જ થયું ને આ ભેંકાર રસ્તામાં ચામાચીડિયું ના મળે તો કોણ મળશે ??” અનન્યએ દર્શની પીઠ થાબડી, “વાહ દર્શ શું વિચાર છે તારા. હવે જો તું સામેથી કાળી બિલાડી આવશે ચમકતી આંખોવાળી પણ આપણે ડરીશું નહિ.....” અનન્યનો અવાજ લંબાઈને તીણો થઇ ગયો હાંફવા લાગ્યો. દર્શ કઈ સમજે એ પહેલા તો જમીન પર ફસડાઈ ગયો. બે ચમકતી આંખો અનન્યના ખભા પર જોઈ. ભેંકાર અંધારું અને નીરવ શાંતિ અનન્યના ઉછળતા શ્વાસથી ખળભળી ઉઠી. મોબાઈલની ફ્લેશ બે ચમકતી આંખો પર પડી એટલે કૂદકો મારતી એ કાળી બિલાડી ભાગી ગઈ. અનન્યમાં ઉભા થવાની તાકાત નહોતી. એ સતત હાંફી રહ્યો હતો દર્શ સતત વાંસામાં હાથ ફેરવીને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. થોડી વારે કળ વળતા અનન્ય દર્શના સહારે ઉભો થયો. બંને દિશા શૂન્ય હતા. ખબર નહોતી કે આગળ વધવું કે પાછળ જવું, ત્યાં જ કાનમાં ઝાંઝરનો મધુર રણકાર અથડાયો. બંનેના હૃદયની ધડકન તેજ થઇ ગઈ. બંને જણા હાથ પકડીને આગળ વધ્યા. ઝાંઝરનો રણકાર જાણે રસ્તો બતાવી રહ્યો હોય.. અહીં આવો આ કેડીથી આવતા રહો હું તમારી જ રાહ જોઈને બેસી છુ!!! સુકાયેલા પાંદડા પરથી પસાર થતા એક એક પગલાંનો અવાજ શાંત વાતાવરણની શિષ્ટતાને જાણે તોડી રહ્યું હતું. પાંચ મિનિટ અવાજ આવતો રહ્યો અને બંને જણા અવાજની દિશાનો તાગ લગાવી ચાલતા રહ્યા. જોરથી હવા ફૂંકાઈ અને અવાજ બંધ થઇ ગયો બંનેના પગ થંભી ગયા. બંનેનું અચેતન મન થડકારો ખાઈ ચૂક્યું હવે શું થશે ?? ચામાચીડિયું આવી ગયું બિલાડી આવી ગઈ હવે ? મનોમન ભગવાનને યાદ કરી રહ્યા હતા. પુરુષત્વ તો ક્યારનું ઉડી ગયું હતું. “ બાબુજી ઓ બાબુજી” મીઠો મધુરો સ્વર કાને પડ્યો !!! ઘોર અંધકારમાં એક ફાનસ દેખાયું અને એના અંજવાળે રૂપ સુંદરીએ દર્શન દીધા. એના રૂપ અને સ્મિતને જોઈને બંને આભા બની ગયા. ઘાટઘૂંટવાળી કમનીય કાયા પર ફક્ત ગુલાબી રંગની સાડી લપેટી હતી. એના ઉઘાડા કંચુકી વગરના ખભા જાણે ઇજન આપી રહ્યા હતા. ગુલાબી હોઠો મરક્યા અને મોતીઓ જેવી દંતાવલી નજરે પડી. તેના માદક નયનો વિહ્વળ થઇ રહ્યા હતા. તે ઊંડા ઊંડા શ્વાસ લઇ રહી હતી. અનન્યએ તેનાથી અંદાજો લગાવ્યો કે આ જ શ્વાસના લયથી તેની કાયા પણ ડોલી રહી હશે!! વિચાર માત્રથી તે ગાંડો ગાંડો થઇ ગયો અને તેની આંખોમાં નશો આવી ગયો. રૂપ સુંદરી અનન્યના ભાવ કળી ગઈ અને ઊંચે પકડેલુ ફાનસ ધીરે ધીરે નીચે કરતી ગઈ. દર્શ અને અનન્ય ફાંટી આંખે તેના સૌંદર્યને પીવા લાગ્યા. હળવો પવન ફૂંકાયો અને રૂપ સુંદરીએ માંડ માંડ સાડીનો પાલવ પોતાની છાતી પરથી ઉડતો બચાવ્યો. દર્શ બેબાકળો થઇ ગયો અને તેને વળગી પડ્યો, “ જાનેમન આવ નજીક”. અનન્યએ તેને દૂર કર્યો, “ ના દર્શ, આ વખતે મારો વારો”. અને પોતે રૂપ સુંદરીને વળગી પડ્યો. સુંદરીના હાથમાંથી ફાનસ પડી ગયું કાળા ડિબાંગ અંધારામાં ફરી વાર સુંદરી બોલી, “ ઉતાવળા બાબુજી”. અને ખીલ ખીલ કરતી હસી પડી. અનન્ય અને દર્શ ઝગડો કરવા લાગ્યા પહેલા હું ના પહેલા હું થોડી વારની હુંસા તુસી પછી અનન્ય બોલ્યો, “બોલ તને અમારા બંનેમાંથી કોણ જોઈએ છે પહેલા ?” સુંદરી માદક સ્વરે બોલી, “બંને જોઈએ છે સાથે બે માંથી એક ને પણ છોડવો નથી બંને જોઈએ છે ત્યારે જ સંતુષ્ટ થઇશ …..” કહેતા સુંદરીની આંખો લાલ થઇ ગઈ. આંખની લાલાશ બોલીમાં જરૂરથી વર્તાઈ એટલે દર્શ ફરી બેકાબુ થઇ ગયો અને સુંદરીને કમરથી ઝાલીને ડુંટીમાં આગળી પરોવી ગરદન ચૂમવા લાગ્યો. અનન્યએ પણ સુંદરીને પાછળથી વળગી પડ્યો. તે એક જ ઝાટકામાં બંનેથી અળગી થઇ ગઈ. દર્શ અને અનન્ય એક જોરદાર ધક્કો ખાઈને દૂર ફંગોળાયા. બંને આશ્ચર્યચકિત થઇ ગયા બાપરે આટલું બધું જોર એક નાજુક છોકરીમાં પણ સાથે જ બીજો વિચાર આવ્યો જે છોકરી એક સાથે બે પુરુષ સાથે સૂતી હોય એમાં આટલું જોર તો હોવાનું જ ને… તે થોડી નાજુક નાગરવેલ હોય ?!... અનન્ય ઉભો થયો, “ બોલ જલ્દી તારો ભાવ શું છે જલ્દી તાબે થઇ જા આમ આટલો ભાવ ના ખા….” કહેતા ખીસામાંથી રૂપિયા કાઢીને તેના નરમ સુડોળ સ્તનયુગ્મની ફાંટમાં ખોસવા લાગ્યો. “લે હજી બોલ કેટલા જોઈએ છે ?’ કહેતા દર્શ પણ રૂપિયાની નોટો કાઢીને કમર ફરતે સાડીમાં ખોસવા મંડ્યો અને એક ઝાટકામાં અનન્યએ સુંદરીની સાડી ખેંચી લીધી. પૂનમના ખીલેલા ચંદ્રપ્રકાશમાં સુંદરીનો નિર્વસ્ત્ર, હર્યો ભર્યો, લચીલો દેહ જોઈ બંને છાકટા થઇ ગયા. અનન્ય હવે સુંદરી પર આરૂઢ થયો. એ સાથે જ જમીન ચાટતો થઇ ગયો. એક અટ્ટ હાસ્ય વાતાવરણને ગુંજાવી ગયું. રાતના આરામ કરતા પંખી ડરના માર્યા માળામાંથી ઉડી ગયા કોલાહલ મચી ગયો આ શું થયું આખરે!!! અરે સુંદરી ક્યાં ગઈ.

બંનેના આષ્ચર્યનો કોઈ પાર ના રહ્યો શું થઇ રહ્યું છે આ તેમની સાથે ?? શું અનન્ય આ વખતે ધરાશે કે પછી આ મોહિની પણ ધૈર્યાની જેમ હાથ તાળી આપીને ચાલી જશે એ રૂપ મોહિનીનો ભેદ જાણવા વાત જુઓ આગલાં અંકની

( ક્રમશ )