ધૃવલ જિંદગી એક સફર-13 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૃવલ જિંદગી એક સફર-13

ઘૃવલ:જિંદગી એક સફર-13

 

નિકિ કહે હુ નિશાંતને રોડ પર લાવવા ગમે તે કરી શકુ છુ.

 

કેતન કહે પણ તેમા ભોગ તો આપણી દિકરીનો લેવાય છે એ તો વિચાર?

 

 

 

નિકિ કહે કેતન મારે તારી આવી ફાલતુ વાતો માટે કોઇ સમય નથી.

 

 

 

[જતી રહે છે,

 

 

નિકિ એટલે ફેશનની દુકાન અને સ્કીન કેર તો એટલી કરે કે આજે તેનો દેખાવ અપેક્ષા કરતા પણ બેસ્ટ છે. મા દિકરી જાણે દોસ્ત હોય તેવુ લાગે. નિકિ બગડી ગઇ, પૈસાએ તેને પાગલ બનાવી દીધી]

 

 

 

[નિકિ હંમેશા કેતનની ભુલ પર પકડ રાખતી, દિકરીને પણ એક ઇજ્જ્ત વગરનો બાપ એવુ સાબિત કરી દીધુ છે,કેતનની એક ભુલ પર હાવી થઇ ગયેલી નિકિ આજે પીછે હટ કરવા તૈયાર નથી.અપેક્ષા પાપા સાથે બોલતી જ નથી.

 

 

 

કેતન જેટલો દિકરીની નજીક જવા પ્રયત્ન કરે નિકિ એક એવુ ઉદા.બોલે કે અપેક્ષાના મન ધિક્કાર થવા લાગે કે તેના પાપા એ યુવાનીમાં છોકરીઓને પટાવીને તેની સાથે લીલા કરી છે અને એક છોકરીને તો એવી હેરાન કરી કે તેને કુવારી માતા બનાવી. હવે,દિકરી પાપા પર ભરોસો કેમ કરે?કેતન પાસે દિકરીને પત્ની બંને હોવા છતા પ્રેમથી અધુરો છે.]

 

 

 

 

[અવારનવાર અપેક્ષા કાવ્યા પાસે બેસવા આવે સાથે ભણેલા કેમ ભુલાય?

 

 

 

તે ધૃવલની વાતો કરતી.અમુક વાતો પોકળ હોવા છતા કાવ્યા કશુ જ બોલે નહી.હવે જ્યારે ધૃવલ જ નથી તો સાચુ કેહવાનો કોઇ અર્થ જ ક્યા હતો?]

 

 

 

[મંદિરમાં આરતી કરી ગુજરાતી પરિવાર ઘરમાં આવે જ્યાં ધ્રુવલની પુષ્કળ યાદો છે....ચાંદની ધ્રુવલની ફોટો ફ્રેમ લૂછતાં સ્ટુલ પરથી લપસી પડે છે નિશાંત તેને ટેબલ પર બેસાડી પાણી આપે છે તો ચાંદની પાણીના ગ્લાસનો ઘા કરી બોલે છે ને કહે છે આજે મારા તમામ દુ:ખનુ કારણ તું છે. જો તે ભુલ કરી જ ન હોત તો કોઇ સવાલ જ ન હ્તો.

 

 

તારા કારણે માત્ર ધૃવલ ઘર છોડીને ગયો, જા નિકિ પાસેને કહે મારા ધૃવલને પાછો લઇ આવે જા, તેની પાસે જતો રહેજા, તારા તમામ સુખ તેની પાસે છે જા જ્તો રહેજા...રડવા લાગે છે.

 

 

 

નિશાંત કહે છે હા.. નિકિના કારણે ચોક્કસ આપણે દુ:ખ ભોગવી એ છીએ. પણ એકવાત તે જ્યારે સારી હતી ને ત્યારે તારા અને ધૃવલ માટે ઘણી દુઆ માંગી છે,તારા માટે મને ખુબ જ કહ્યુ છે. તારા માટે મને પ્રેમ વરસાવવા કહ્યુ છે પણ હવે મારા કિસ્મતે મને સાથ ન આપ્યો,

 

 

 

 

ધૃવલ જ્યારે બિમાર પડ્યોને ત્યારે તેને પોતાના શરીરનો પણ વિચાર કર્યા વગર તેણે ઉપાસના કરી છે. માત્રને માત્ર તેને કોઇ દુ:ખ ન આવે એટલે,

 

 

 

 

મે તેને ઘણુ કહ્યુ છતા પણ એ આપણા ધૃવલ માટે રાત-દિવસ ભુખી રહી છે ને માંડ માંડ એ પોતાની જાતને સંભાળી શકી છે,આ સત્ય છે પણ...

 

 

 

 

ચાંદની કહે મારા દિકરા માટે તેણ જે કર્યુ તેના માટે હુ જિંદગીભર આભારી છુ.કદાચ મને તારા વિશે ખબર પડી હોતને નિકિ એ આવુ બધું મારા દીકરા સાથે ન કર્યુ હોત તો હુ તેને અને તને માફી પણ આપી દેત પણ?

 

 

 

 

તેણે મારા દિકરાની જિંદગી બરબાદ કરી દીધી છે,હુ તેના માટે તને કે તેને માફ નહી જ કરુ?ક્યારેય નહી જ?

 

 

 

 

ચાંદની નિશાંતને રૂમમાંથી બહાર કાઢીને રૂમમા બંધ થઇ જાય છે.

 

 

 

 

 

 

 

 

 

ધૃવલની યાદોને તાજી કરે છે,નિશાંતની એક ભુલ આખા પરિવારને વેરવિખેર કરી નાખે છે.નિશાંત મંદિરમાં જઇને તેના લગ્ન જીવનને વાગોળવા લાગ્યો.

 

ધ્રુવલના જન્મદિવસે રાત્રે આરતી મંદિરમાં આરતી કરી પાર્ટી રાખેલી..ધૃવલનો જન્મ અને તેની બ’ડે પાર્ટી. ઘરની સજાવટ, કેક અને ઘરનો ખુશખુશાલ માહોલ. જેમા ચાંદનીની ખુશી અને તેણે કહેલુ નિશાંત તેમને જિંદગીની સૌથી મોટી ગિફટ આપી છે. અને નિશાંતે પાર્ટીમાં બધાની વચ્ચે હગ આપેલુ.

 

 

 

તો ચાંદનીને યાદ આવે છે કે નિકિને કેટલા પ્રેમથી નિશાંતે કેક મોમા મુકેલી. અને જિદ કરીને કેટલુ જમાડ્યુ હતુ જે સમયે ખુશી આપતી ઘટના હતી એ જ ઘટના આટલા વર્ષ પછી વાગોળતી સમયે આંખમા આંસુ લાવે છે.દુ:ખ ઉપજાવે છે.

 

 

 

 

 

ત્યા જ કાવ્યા આવી: અંકલ બસ હવે, જો તમે જ હારી જશો તો અમે બધા શું કરીશુ?

 

 

 

દિશાંત કહે હા,ભાઇ અમે બધા જ ધૃવલને શોધવાની પૂરી કોશીશ કરીએ છીએ., તુ ચિંતા ન કર. હુ હમણા જ પોલિસસ્ટેશન જઇને આવ્યો શોધ જારી જ છે.

 

 

 

 

ગંગાબા બોલ્યા  બેટા, જિંદગીમાં આ દુખ લખેલુ જ હોય તો ભોગવ્યા વગર છુટકો જ ન હતો. ભગવાન તારી પાસે આવી ભુલ કરાવે જ નહી.

 

 

 

જમનાબા વચ્ચે જ બોલ્યા ભુલ, ભુલ જ રહે છેગંગા.ચાહે ગમે તે થાય.

 

 

 

ધરમકાકા કહે  ભાભી, બસ હવે,તમે આમ નિશાંતથી નારાજ રહેશો તો શુ ફર્ક પડશે?

 

 

 

જમનાબા કહે ફર્ક તેને નહી ચાંદનીને પડશે?તારે જે કરવાનું હતુ તે કર્યુ. હવે,હુ ને ચાંદની અમારુ ધાર્યુ જ કરીશુ નિશાંત!!

 

 

 

જિંદગીની રમતમાં માણસ હારી જાય છે,તુટી જાય છે.વેરવિખેર થઇ જાય છે. હતાશ થઇ જાય છે.નિરાશ થઇ જાય છે . ભાંગી જાય છે. પણ જો આજ રમતને હિંમતથી રમવામા આવે તો પરેશાની ખુદ પરેશાન થઇ જાય છે.

 

 

 

જિંદગી પણ ખુશી આપવા માટે મજબૂર થઇ જાય છે.કાવ્યા આટલુ બોલતા જ રડી પડી..

 

 

 

નિશાંત કહે  તારા માં આટલી બધી હિંમત છે તો આ આંસુ શા માટે બેટા?

 

 

ચાંદની આવી. ચલો જમનાબા અને કાવ્યા પારકા માણસો પારાવાર દુ:ખ જ આપે છે ચલો.

 

 

[જાયછે]

 

 

ચાંદની કહે આજે કાવ્યા અખાત્રીજ છે,ને કાલે ગણેશચોથ. કાલે લાડુ બનાવવાનાને ગણપતિને જમડવાના. તને ખબર છે આ લાડુની વિશેષતા શુ છે?

 

 

કાવ્યા બોલી આશ્ચર્યથી ના.....

 

 

 

ચાંદની બોલી આ લાડુમાં ખાસ સિક્કા નાખીને બનાવવાના હોય છે!

 

 

કાવ્યા કહે કેમ? દાઢી પર હાથ મૂકને.

 

 

નિધિ કહે  કેમકે પેલા આટલા રૂપિયા બાળકોને વાપરવા ન’તુ આપતુ, કોઈ.કાવ્યાને એક ચિટીયો (ચૂંટલો) ભરતા કહ્યું.

 

 

 

સંજના કહે ;લાડુમાં પૈસા નાખવાના જેને નિકળે તે વાપરે!

 

 

 

મીરા કહે ન નીકળે તે બીજાનો ભાગ ખાય જાય.ચોરીને!!

 

 

 

[કાવ્યા હસી પડી]

 

 

 

કાવ્યા કહે ;હા,મમ્મી પણ આવુ જ કરે પણ મને ખબર ન હતી કે કેમ?

 

 

 

જમનાબા બોલ્યા હવે, તો લાડુ છોડી તમે બધા પિત્ઝા,સમોસા, બર્ગર,પંજાબીમા ચડી ગયા છો!!

 

 

 

ચાંદની કહે  હા,બા.

 

 

 

 

.[ધૃવલના ગયા પછી કાવ્યા તેના મનની શાંતિ માટે બગીચામાં કામ કરતી, નવા-નવા છોડ ઉગાવતીને ફુલ ખીલાવતી. તે તેના મનની શાંતિ માટે ત્યા જતી રહે છે.]

 

 

  • ●●

 

 

[ધૃવલ ઘર છોડીને ગયો તેને જેમ-તેમ કરતા 2 મહિના થઇ ગયા.ક્યારેક પોસ્ટમેન ખબર લાવ તો કે તેને કોઇ આવીને કહી જાય છે કે ધૃવલ ઓકે છે, સારો છે,ઠીક છે, ચિંતા નહી કરતા, તે બરાબર છે, તે ઘેર નહી આવે, તમે તેના વગર જીવતા શીખી લો વગેરે વગેરે]

 

 

  • ●●

 

 

[આ બાજુ ધૃવલ અને પૂનમની દોસ્તી વધતી જ જાય છે. કિશનને કામ હોય આથી એ જતો રહે. ઘેર પૂનમને ધૃવલ પ્રોજેક્ટ વર્ક કરતા હોય. મજાક-મસ્તી કરતા હોય. પૂનમ ધૃવલને મનગમતી વસ્તુ બનાવી આપે. તેના હાથે જમાડે,જો ધૃવલના હાથ ખરાબ હોય તો. ક્યારેક ચા પણ પીવડાવેને હેરાન પણ કરે.

 

 

 

 

મસ્તીમાં  તેનો કાન ખેચે તો ક્યારેક ધૃવલ પૂનમનો હાથ પકડીને જોરથી દબાવેને પૂનમ બોલે હવે હેરાન નહી કરુ નહી કરુ.તો ક્યારેક]

 

 

 

 

  • ●●

 

 

 

 

કિશન આવેને કહે ‘’ધૃવલ આ તને નહી જીતવાદે’’ જો જે કામ છે ત્યા સુધી જ બધુ ખવડાવશે, પીવડાવશેને પછી બોલાવશે પણ નહી.

 

 

 

 

ગોપાલભાઇ કહે  હા,ધૃવલ એ મારી દિકરી છે એમ કોઇને નમે નહી.જો નમે તો છોડે નહી.

 

 

 

પૂનમ બોલી ;યસ, પાપા...

 

 

 

સુધાબેન [પૂનમના મમ્મી] કહે તમે તેને બોવ ચડાવી પણ જોજો હેરાન કરશે તમને જ્યારે જશેને ત્યારે!!

 

 

 

 

 

ગોપાલભાઇ કહે ; દિકરીને એટલે તો લાડકી રાખવી પડે,મારો આ મહેલછોડીને જતી રહેશે.કોઇ બીજાના આંગણે

 

 

 

 

 

[પૂનમ પાપા બીજા મહેલ માં, ધૃવલના મહેલમાં જ્યા મને ગમતો મોટો પરિવાર છે.જ્યા પ્રેમ છે, જ્યા શાંતિ છે.પાપા હવે કેટલા દિવસ આખરે હુ તમને છોડીશ તો ખરી જ પૂનમ વિચારતી રહી]

 

 

 

  • ●●

 

 

 

 

એક દિવસ ધ્રુવલ કહે...કિશનને...

 

 

ધૃવલ બોલ્યો મારે મમ્મી-પાપા, કાવ્યાને જોવા જવા છે અત્યારે જ..

 

 

કિશન કહે ધૃવલના જવાય કોઈ જોઇ જશે તો?એક શંકા વ્યક્ત કરી કિશને...

 

 

ધૃવલ કહે જે થશે જોયું જશે, પણ જવુ પડશે!!

 

 

 

 

કિશન બોલ્યો:પૂનમ આવવાનું કે'તી હતી. લેતો જા,તને કંપની મળશે,સાવચેતીથી જજે પૂનમને પણ ખબર ન પડે.ફોરવ્હીલ લેતો જા...બીજું મેં પપ્પાને કહ્યું કે તું ખેતી શીખવા આવ્યો છે...

 

 

 

ધૃવલ બોલ્યો...હા,ok...

 

 

શામપુરથી પૂનમને ધ્રુવલ ગીતનગર જાય છે.

પૂનમને સબમિશન પણ છે.

 

 

 

 

સવારમાં પોતાના ફળિયામાં રહેલ મંદિરમાં આરતી થાય છે પછી ગણેશચોથના ઘરમાં લાડું બને છે. ગીતનગરની બહાર જ્યા ગણપતિ મંદિર આવેલુ છે ત્યા લાડવાનો પ્રસાદ ચડાવવા માટે જાય છે. આ ગુજરાતી પરિવાર દર ગણપતિચોથના દિવસે ભોગ લગાવે છે. સાથે પૂજનનુ આયોજન કરે છે. ગીતનગર આ ભવ્ય પૂજન જોવા ઉમટી પડે છે.

 

 

 

 

 

પૈસાદાર પાર્ટીની તો વાત જ અલગ હોય. તે આ પૂજનમાં આવનાર તમામ લોકોને ભોજન આયોજન કરે છે એ પણ સામાન્ય વર્ગ કરતા ઉચ્ચ કહેવાતુ ભોજન.

 

 

 

 

 

આ માટે ઘરના સભ્યો માટે ખાસ ભવ્ય આયોજન કરવામાં આવે. ભવ્ય રથ અને આ ઘરના ભાઇઓ અને બહેનો સોળે-શણગાર સજી પૂજનમાં ભાગ લે છે. બંને બાજુ ભરચક માણસોની લાઇન છે અને વચ્ચે ઝાજમ પાથરેલીને રથ આવે છે.

 

 

 

લોકો આ પરિવારને જોવા માટે પડા-પડી કરે છે.રથમાંથી ઉતરતી એ સ્ત્રીઓ જોયલો જાણે સાક્ષાત અપ્સરા.

તે ધીમે-ધીમે બધાને પ્રણામ કરતા ધીમે પગલે મંદિર બાજુ તેના પગલા પાડે છે ને મંદિરમા પહોચે છે. કોઇ પગથિયે નમન કરે તો કોઇ ઘંટ વગાડે તો કોઇ નમન કરે છે.

 

 

 

 

પૂજારી ધરમકાકાના હાથમાંથી લાડુનો થાળ લઇને ભોગ લગાવે છે અને સંગીત સાથે આરતી કરવામાં આવે છે. આખોય પરિવાર ધૃવલની સુરક્ષા અને પાછા આવવા માટે પ્રાર્થના કરે છે. પૂજારી આરતી આપે છે અને પ્રસાદ આપે છે, કહે છે‘’તમારી મનોકામના ગણેશજી પૂરી કરે’’

 

 

 

ચાંદની કહે  બસ, પૂજારીજી.. ધૃવલ જલદી ઘેર આવી જાય એ જ ઇચ્છા છે.આખાય ગીતનગરમાં ગુજરાતી પરિવારનો દીકરો ઘર છોડીને જતો રહ્યો.એવી વાત ફેલાઈ છે.કારણ બહાર આવ્યું નથી.છતાંય લોકો જાત જાતની વાતો કરે છે. જેને જેવી ગમે તેવી વાતો કરે છે.

 

 

 

પૂજારીજી બોલ્યા કેમ નહી આવે? ગણેશજી એ તેને લાવવો જ પડશે?આપ આટલા માણસોને જમાડીને તુપ્ત કરો છો ભગવાન તમારી ઇચ્છા પણ તુપ્ત કરશે જ.ધીરજ રાખો.

 

 

 

નિરવ[પોલિસ] કહે હા, પૂજારીજી, હુ પણ એમ જ કહુ છુ.

 

 

 

પૂજારીજી કહે ;તમારો પરિવાર એક સમાજસેવાનું કામ કરે છે માટે તમારે વધારે મુશ્કેલી આવે છે,બેટા કેમકે અમુક લોકોને તમારા કામ ન પણ ગમતા હોય આવે સમયે ભગવાન પણ પરીક્ષા કરે છે.

 

 

 

 

ધરમકાકા કહે હા,પૂજારીજી.. બેટા હવે જમવાની વ્યવસ્થા કરો જાવ,નિશાંત,દિશાંત,નિરવ,અક્ષય જાવ બેટા.

 

 

 

અક્ષય કહે જી બાપુજી

 

 

 

[બધા જમવાની વ્યવસ્થામાં પડી જાય છે આખો પરિવાર કામ કરવા લાગે છે કેમકે આ પરિવાર પોતાના હાથે જમાડતા. નિકિ આ સમયે જતી રહે છે હવે તેનુ કોઇ કામ ન તુ જે કામ હતુ એ હવે તેના માણસોનુ જ હતુ]

 

 

 

 

તે ડ્રાઇવર સાથે જતી હોય છે, રસ્તામાં કોઇનુ એક્સીડેંટ થયેલુ છે, રસ્તામાં કોઇ માણસ લોહી-લુહાણ હાલતમાં ચિતકાર કરતો હોય છે. નિકિ ગાડી ઉભી રખાવી જાય છે અને તે માણસને ગાડીમાં હોસ્પિટલ લઇ જાય છે.

 

 

 

આમ તો નિકિ ગળે નહિ પણ નસીબ જોર કરતા હશે કે આ માણસને તે પોતાની ગાડી ખરાબ કરીને લઇ જાય છે.

 

 

 

શાયદ ગણપતિબપ્પા એ તેને સદબુધ્ધી આપી હોય જ્યારે તે હોસ્પિટલ પહોચીને તે માણસને ઉતારવામાં હેલ્પ કરે ત્યારે તે બે ડગલા પાછળ ખસી જાય છે...

 

 

 

‘’માયગોડ’’ બંન્ને હાથ મો પર રાખીને બોલે છે.

 

 

 

‘’આ તો ચમત્કાર કહેવાય’’આશ્ચર્ય સાથે...

 

 

 

‘’પૂજા કોઇ કરેને ફળ કોઇ બીજાને આપે બપ્પા તમે મહાન છો વાહ...’’’’ હુકમનો એક્કો જ મારા હાથમાં છે નિશાંત’’’’ આ તો મારો લાડકવાયો, મારો કાનો છે. હવે હુ તેને મારી પાસે જ રાખીશ.’’

 

 

 

નિકિ કહે ડૉ.પ્લીઝ, ગમે તેમ થાય મારા દિકરાને બચવી લો પ્લીઝ.તે રડતા રડતા બોલી.નિકી એ નાટક શરૂ કર્યા.

 

 

 

 

નર્સ કહે  મે’મપ્લીઝ આપ દૂર જાવ.

 

 

 

 

ડૉકટર કહે ;મે’મ અમારે અહીં આવે તેને બધાને બચાવવાના જ હોય છે,પ્લીઝ આપ દૂર જાવને હિંમતથી કામ લો.તે રડવા લાગી.

 

 

 

 

 

નિકિ કહે ;ડૉ.દિકરાને મરણ પથારી પર સુવડાવી કોઇમાં કેમ હિંમત રાખે? કેમ હિંમત રાખે....રડતા-રડતા બોલે છે..ડુસકા ભરતા...

 

 

 

નર્સ બોલી ;મે’મ ટેક કેર.

 

 

નિકિ કહે;પૈસાના ખર્ચની ચિંતા ન કરતા.

 

 

ડૉકટર કહે .; નો પ્રોબ્લેમ..

 

 

[ઓપરેશન થીયેટરમાં જાય છે એક કલાક પછી બહાર આવીને કહે છે મે’મ એ બચી તો જશે પણ..

 

 

નિકિ હડબડાહટ સાથે પણ શુ?

 

 

ડૉકટર.કહે; શાયદ યાદશક્તિ?

 

 

નિકિ બોલી હુ ન સમજી ડૉકટર.

 

 

 

ડૉકટર; યાદશક્તિ જતી રહેશે.

 

 

 

નિકિ બોલી જોરથી, ડૉ.આ કોઇ ફિલ્મ કે સિરિયલ નથી કે આપ આવી મજાક કરો છો, એ મારો દિકરો છે, મારો. હુ કરોડો ખર્ચીને પણ તેને સારો કરીશ

 

 

 

 

 

ડૉકટર કહે .;મે’મ સોરી... એ શક્ય નથી. તેના હાડકાનુ સેટીંગ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. મગજના ભાગમાં વાગવાથી. એ સેટીગ ઓપરેશનથી બરાબર થયુ નથી અને થશે પણ નહી, જો આપ પર ભગવાનની મહેરબાની હશે તો એ અવશ્ય સારો થશે.

 

 

 

 

 

નાની કે મોટી બીજી ઇજાથી કે પછી મગજનુ સેટીગ ધીમે-ધીમે જાતે થવાથી લોહીપૂરાવાથી, પણ એ જાતે જ થશે તેમા તમે કે હુ કશુ ન કરી શકીએ.

 

 

 

નિકિ કહે ; સાહેબ, આને ઘેર ક્યારે લઇ જઇ શકીએ.?

 

 

 

ડૉકટર કહે;3 કલાક પછી જ. ઘેર સારવાર પૂરતી આપજો.ડ્રેસિંગ ઘેર આવી થઈ જશે.નો પ્રૉબ્લેમ હું કેતનને ઓળખું જ છું.

 

 

 

 

ડૉકટર કહે  ;યાદ, રાખજો હવે, તમારે તેને નાના બાળકની જેમ બધુ જ શીખવવુ પડશે?

 

 

 

 

 

તેના મગજ પર જોર નહી આપતા.

 

 

 

  • ●●

 

 

 

નર્સ કહે ;સર, પેશંટને ભાન આવી ગયુ છે.

 

 

[નિકિ અને ડૉ,જાયછે]

 

 

પેશન્ટ; મુજે ક્યા હુઆ? યહા કેસે? કોન લાયા?

 

 

 

 

 

 

નિકિ કહે વૉટ!! સર!!! આ હિન્દી કેમ બોલે છે?

આંખો પહોળી કરી બોલી.

 

 

 

 

ડૉકટર કહે ;આવુ ન થાય!!યાદશક્તિ જાય પણ ભાષા ન બદલાય....આ ધ્રુવલ જ છે આઈ થિંક...??

 

 

 

 

નિકિ બોલી હા!!!!આ ધૃવલ જ છે. એ જ આંખોને એ જ ચેહરો. બસ થોડો પતલો થઇ ગયો છે, બોડી વીક થઇ ગઇ છે. અવાજ પણ એ જ છે ચહેરા પણ એ જ છે.થોડો ફેરફાર અવશ્ય છે. પણ તેનો અર્થ એ પણ નથી કે સર, કે આ ધૃવલ નથી.

 

 

 

ડૉકટર કહે યાદશક્તિ ગઇ એ પહેલા ઘર છોડીને જતો રહ્યો હતો, એવી વાત મારા કાને આવી હતી. કદાચ એ હિન્દી ભાષી લોકોની વચ્ચે હોય તો આવુ બની શકે છે!!!?

 

 

 

નિકિ કહે સર, અવાર નવાર સમાચાર આવતા કે એ ઓકે છે,પણ એ ક્યા છે તેની ખબર કોઇને ન હતી કે એ ક્યા છે.?

સર અમે ધૃવલને લઇ જઇએ..

 

 

ડૉકટર કહે હા,લઇ જવ.

 

 

 

[નિકિ ઘેર આવે છે, તેના ઘરના કામ કરતા માણસોને મસ્ત રૂમ બનાવવા સુચના આપવામા આવે છે. ધૃવલના રહેવા માટે વ્યવસ્થિત વ્યવસ્થા કરવામા આવે છે.અપેક્ષાનો રૂમ જ તેને આપી દેવાય છે.]

 

 

 

નિકિ;[અપેક્ષાને કોલ કરીને]બેટા!!

 

 

 

 

તુ હવે ગુજરાતી પરિવારને છોડીને ઘેર આવતી રહે.

 

 

 

અપેક્ષા બોલી  કેમ?

 

 

 

નિકિ કહે તારા માટે આજે બોવ મોટુ સરપ્રીઇઝ છે.

 

 

 

અપેક્ષા કહે મમ્મા, પણ...

 

 

 

 

નિકિ જોરથી બોલી ;બસ, આવીજા એટલે આવીજા.

 

 

 

 

અપેક્ષા કહે ;મમ્મી પણ ...

 

 

 

 

કાવ્યા બોલી શું થયુ?

 

 

 

 

અપેક્ષા કહે મમ્માને અત્યારે સરપ્રાઇઝ યાદ આવે છે જવુ પડશે?

 

 

 

 

સંજના બોલી; તે જા...અપેક્ષા;

 

 

 

નિધિ કહે મેરા બચ્ચા જા એમ!!!

 

 

 

 

[અપેક્ષા ઘેર આવે છે જુએ છે તો ઘરનું વાતાવરણ થોડુ અલગ છે. થોડુ સજાવેલુ તો થોડુ એવુ લાગતુ હતુ કે કોઇ દર્દી અવશ્યછે,ઘરમાં]

 

 

અપેક્ષા કહે મમ્મા..મમ્મા..

 

 

નિકિ બોલી ;ઉપર આવ કમ કમ

 

 

અપેક્ષા કહે ;મમ્મા તારુ તો આવુ જ રહ્યુ તુ તો આવીને આવી....માયગોડ....ધૃવલ...તુ આવી ગયો?ખુશી સાથે...

 

 

 

 

નિકિ કહે ;બસ બસ તે બિમાર છે કોઇ વાતચીત નહી. તુ સુઇ જા બેટા!!!

 

 

 

અપેક્ષા કહે મમ્મા,આ બધુ શું છે?

 

 

[નિકિ તેને બહાર લાવે છે ને બધી હકીકત કહે છે,હજુ તો અપેક્ષાને ખબર પણ નથી કે ધૃવલ ક્યા ગયો તો ને કેમ ગયો તો? ત્યા કંઇક નવુ જ બની ગયુ.

 

 

 

 

[થોડી વારમાં તો કેતન આવી જાય છે]

 

 

કેતન કહે ;આ બધુ શુ છે? ને ઘરમાથી કેમ દવાની સ્મેલ આવે છે નિકિ?આ શુ તારો નવો ડ્રામા છે.?

 

 

 

 

નિકિ બોલી આ ડ્રામા નહી જાનુ હકીકત છે..

 

 

 

 

[નિકિ તેને રૂમમાં લઇ જાય છે]

 

 

 

કેતન કહે ;ઓહ... ધૃવલ, તુ? કેમ છે બેટા?

 

 

 

[નિકિ તેને બધી વાત સમજાવે છે ધૃવલ કઇ રીતે મળ્યો ને તેની હાલત શુ છે]

 

 

 

 

 

નિકિ કહે;કેતન, હેવ બધા જ પાસા મારા હાથમાં છે જાનુ.

 

 

 

 

કેતન કહે;તને આવુ જ સુજે નિકિ!!તને અંદાજ પણ છે તુ શુ કરે છે?

 

 

 

 

નિકિ કહે ;ધૃવલ, આજે મારા હાથમાં છે,હવે હુ ગમે તે કરી શકુ છુ.અપેક્ષા આવે છે.

 

 

 

 

કેતન કહે;અપેક્ષા, તારા માટે ખુશીની વાત છે કે ધૃવલ પાછો આવી ગયો

 

 

 

 

!અપેક્ષા કહે ;હા,પાપા!!!

 

 

 

 

[આ સમયે કેતનની ખુશી અવર્ણીય છે. તેની અપેક્ષા સમજણી થઇ પછી એ પહેલી વાર બોલી, તેને તો અંદાજ પણ નથી કે પાપાને કેટલી ખુશી થઇ છે. નિકિ પણ ચોકી જાય છે અને કેતનના દિલમાં જાણે નવુ લોહીને મોજુ ફરી વળ્યું. હદય ધબકવા લાગ્યુ.

 

 

 

આત્માનુ પરમાત્મા સાથે સીધુ મિલન થયુ. કેતનના ચહેરા પર ખુશી સાફ સાફ વાંચી શકાય છે, જોઇ શકાય છે, વર્ણવી શકાય છે. અપેક્ષાને તો અંદાજ સુધ્ધા પણ નથી કે તેના ''હા,પાપા'' શબ્દો એ કેતનને પાપા હોવાનો ફરી એહ્સાસ જગાડ્યો છે.

 

 

 

 

જાણે તે જો નવો જ પિતા બન્યો હોય એટલી ખુશી તેની નસેનસમાં જો લોહીનો પ્રવાહ વેહવા લાગ્યો.]

 

 

અપેક્ષા કહે ;મમ્મા,કાવ્યા પણ ખુશ થશે તેનો પણ બેસ્ટફ્રેંડ છે,કોલ કરુ છુ.

 

 

 

 

[અપેક્ષાના હાથમમાંથી મોબાઇલ લઇને અપેક્ષા...]

 

 

 

 

નિકિ કહે;પાગલ થઇ ગઇ કે શુ?

 

 

 

 

હજુ મને કંઇક વિચારવા દે. પછી જ તેના ઘેર જાણ કરવી છે!!

 

 

 

 

કેતન કહે;હા, અપેક્ષા!!!મમ્માની વાત સાચી છે.કેતન એક ઘડીક જ વારમાં દીકરી એ પપ્પા કેહતા ફરી ગયો. નિકી સાચી લાગવા માંડી.

 

 

 

 

 

નિકિ; કહે નિકિ ધીમેથી વાહ...વાહ.... દિકરીના એક શબ્દમાં આટલી કમાલ કે તે મારો સાથ આપ્યો? એ પણ તે?કેતન તે?

 

 

 

કેતન બોલ્યો પ્રેમથી આંખોમાં જળજળીયા સાથે ;નિકિ, તુ નહિ સમજે એક પાપા માટે દિકરી શું હોય છે?કેમકે તુ બદલાની આગમા ’’મમ્મી’’ બનવાનુ જ ભુલી ગઇ છે..

 

 

 

કેતન કહે; એક પ્લાન છે,સાંભળ નિકી, આપણે નિશાંતને જાણ કર્યા પછી પણ ધૃવલને આપણા ઘરમાં રાખવાનો ઓકે....

 

 

[પ્લાન કહે છે]

 

 

તારે એ પ્રમાણે જ કરવાનુ છે અને હા, આ પ્લાનમાં અપેક્ષાને સામેલ કરવાની નથી...

 

 

 

 

[શુ કેતનને દિકરીનો પ્રેમ નિકિ દ્વારા કરાયેલા પ્લાનમાં ખોટુ કામ કરવા માટે મજબૂર કરશે?