પ્રકરણ – ૬
‘કિતના ફૂટેજ ખાયેગા યાર? ક્યું કહી ખો ગયા? બહોત ભાવ ખા રહેલા હૈં તું તો! અબ બતા ભી દે અપને બારે મેં.’ કહીને સુક્કુએ જરા પ્યારથી બુચકારો કરી, માધવની બાજુમાં અડોઅડ બેસી, માધવના સાથળ પર ટપલી મારી. હમણાં જ નાહીને આવેલી સુક્કુના યુવાન શરીરની સુગંધ આંખ બંધ કરીને માધવ લેતો રહ્યો.
ફરી સુક્કુએ એને જરા ઢંઢોળ્યો. ‘અરે મિસ્ટર, મૈં આપકી લાવણ્યા નહીં, સુક્કુ હું સુક્કુ.’
અને માધવનો વિચારમંથન બંધ તૂટી ગયો. તે અસ્ખલિત સ્વરે બોલવા લાગ્યો, પોતાના નામ, ગામ, ને કામ વિષે. સુક્કુ પણ વચ્ચે વચ્ચે હા - હું કરતી હોંકારો દેતી તેને સાંભળતી ગઈ. થોડી વાર પછી અચાનક માધવની વહેતી વાણી અટકી. એ થૂંક ગળેથી નીચે ઉતારવા કોશીશ કરવા લાગ્યો.
‘રુક જા, મૈં તેરે લીએ પાની લાતી હૂં. લગતા હૈ, ઇતના બોલ કે તેરા ગલા સુખ ગયા હૈં. ‘કરતી તે પાણી લેવા બહાર ગઈ.
વાત કરતા કરતા માધવને બત્તી થઈ હતી કે, લાવણ્યા વિશે વધુ વાત કરવી અત્યારે વ્યાજબી નથી. આટલું મોટું તેનું નામ, આટલી મોટી હિરોઈન, ગામે ગામ લોકો તેને નામથી, કામથી, અને મોઢેથી ઓળખે છે. તો કંઈ ઓડમા થી ચોડ ન થઈ જાય. સુક્કુ એ લાવેલું પાણી તે ધીરે ધીરે, ઘુંટડો ભરી પીતો હતો. ત્યાં જ ઉતાવળી સુક્કુ કમર પર હાથ દઈને ઉભી રહી, ‘ફિર? ફીર ઇસસે આગે ક્યા?’
‘બસ, અબ આગે કુછ નહી. મેરી જીંદગી કે સભી પન્ને ખોલ દિયે તેરે સામને.’
માથું ખંજવાળતા સુક્કુ બોલી, ‘પર યે કિતાબ કે પન્ને? કુછ સમજી નહી. પર જાને દે. તું યે બતા, તું યહાઁ કૈસે આયા? મેરા મતબલ, કયું આયા?’
‘વો તો મૈં કબ સે પૂછ રહા હૂં. મુઝે યહાઁ ક્યું બાંધ કર રખા હૈં? ક્યા દુશ્મની હૈં આપ કો મુજ સે?’
સુક્કુ પણ માધવની સીધી, સાદી, સંસ્કારી ભાષા અને વ્યવહાર થી નરમ પડી જ ગઈ હતી. અત્યાર સુધી જે આવતા તે બધા ગુંડા, મવાલી, કે નામચીન જેવા જ આવતા, ને સુક્કુની નજર કેદમાં રહેતા. પણ માધવની વાત જ અલગ હતી. તેની કપટ અને વાસના વિનાની સાફ આંખો, માણસ પારખુ સુક્કુ એ બરોબર ઉકેલી લીધી હતી. તેથી જ તેનો માધવ સાથેનો વ્યવહાર બીજા બંદી ઓ કરતા અલગ હતો.
‘દેખો મિસ્ટર, વો સબ કુછ મૈં નહી જાનતી. બોસ કો પતા. આપુન તો ઈધર કા ધ્યાન રખતી હૈં.’
‘પર ક્યા વજહ સે તેરે બોસ ને મુઝે ઉઠવાયા? ઔર કોન હૈં તેરા બોસ? નામ ક્યા હૈં ઉનકા?’
‘વજહ તો હમેં પતા નહી હોતા હૈં, કયું કી યહાઁ સબ લોગ અપના અપના કામ કરતે હૈં. તુજે ઉઠાને વાલા ભી અલગ, ઈધર છોડને વાલા ભી અલગ, ઔર મૈં યહાઁ ધ્યાન રખને વાલી ભી અલગ. પર બસ, અબ જ્યાદા સવાલ નહીં કરનેકા. મૈં ભી ક્યા તેરી ચીકની સુરત પે આ ગઈ, ઔર ઈતની બાતેં કરને લગી. અબ મૈં જાતી હૂં, તુઝે કુછ ચાહિયે તો નહી?’
‘નહી. ‘માધવે હવે અહીં વધારે દાળ ગળશે નહીં એમ જાણી ટૂંકાક્ષર મા જ પતાવ્યું.
સુક્કુ જેવી માધવની ઓરડીમાં થી બહાર નિકળી, તો સામે ડેનીશ- કાણ્યા તેની રાહ જોઈને જ ઉભા હતા.
આગલી રાત્રે જ કરેલો પ્લાન સુક્કુને યાદ આવી ગયો. આ સજધજ પણ એ પ્લાન નો જ ભાગ હતો ને! ને તેણે ડેનીશ ની સામે એક મીઠ્ઠી સ્માઈલ આપી. હતી એટલી બધી નજાકત ભેગી કરીને, થોડું શરમાઈ પણ ગઈ. ડેનીશ તો તેની આ હરકત જોઈ ને પાણી પાણી થઈ ગયો. તેનું વજ્ર જેવું કઠોર હ્દય, સુક્કુની ફૂલ જેવી મુસ્કાન થી વિંધાઈ ગયું. આ પહેલી વાર સુક્કુ એ એને ભાવ આપ્યો હતો. એ તો ત્યાં જ ઢગલો થઈ ને બેસી પડ્યો. ને કાણ્યો તો.... એક આંખે તો કાણો હતો જ, ને અત્યારે તેની પાંચે ઈન્દ્રિય જાણે કામ કરતી અટકી ગઈ હતી. ને બુદ્ધિ બહેર મારી ગઈ હતી. આટલો વખત સુક્કુની એક સ્માઈલ માટે વલખા મારતા બન્ને આજે એ એક સ્માઈલ મળતા હતપ્રભ થઈ ગયા હતા.
સુક્કુ એ પાછળ ફરી જરા તીરછી નજરે બન્ને ને જોઈ લીધાં ને મનમાં હસતી ત્યાં થી નિકળી ગઈ. કહે છે ને, એક મચ્છર માણસને હીજડો બનાવી દે, ને એક નાની સ્માઈલ ભડ જેવા માણસને કુતરાની જેમ પુંછડી હલાવતો કરી નાખે. થોડે દૂર એક મોટા પથ્થર પર, ઝાડના છાંયા મા જઈને બેસી ગઈ. ને વિચારવા લાગી, પોતે એકલી ડેનીશ- કાણ્યા જેવા માર- ફાડ કરવાવાળા ને ક્યાં સુધી પોતાની આંગળી એ નચાવી શકશે? એમને જો જરા પણ ગંધ આવી ગઈ તો તો પોતાના રામ બોલો ભાઈ રામ થતા વાર નહીં લાગે.
‘બિટીયા, હવા સે બાતેં કર રહી હો ક્યા? ‘સામેથી કાખઘોડી ને સહારે આવતા સોમુ એ હસતા હસતા કહ્યું.
‘નહી ચાચા, હવાઓ સે નહી અપને આપ સે બાતેં કર રહી હું."
‘વો તો બહોત અચ્છી બાત હૈં, હમ જો કુછ ભી કરતે હૈ, તો પહલે અપને મન સે પુછના ચાહીએ કી ગલત હૈં કી સહી. અપના મન હમેશાં સહી જવાબ હી દેતા હૈં. ‘કહેતા સોમુ ત્યાં બેસી ગયો.
જીંદગીના અને ઉંમરના ચઢાવ- ઉતાર જોઈ, સમજી અને ઓળખી ચૂકેલા સોમુ ને સુક્કુ ના મન મા કંઈક ગડમથલ ચાલી રહી છે તે સમજતા વાર ન લાગી. પણ સામેથી પૂછવા કરતા સુક્કુ જ બોલે, તે પણ એ બરોબર સમજતો હતો.
સોમુના બાપ જેવા, વહાલ ભર્યા વ્યવહારે સુક્કુ એ તેને પોતાના પ્લાન મા જોડવાનું યોગ્ય લાગ્યું. પણ સાથે તેનું મન ટટોળવું પણ જરૂરી હતું. ક્યાંક બોસ પાસે જઈને વટાણા ન વેરી કાઢે.
‘સોમુ ચાચા, બોસ કી કુછ ખબર? કબ આ રહે હૈં?’
સોમુ એ ડોકું ધુણાવીને, હાથ ના અભિનયે ‘ના ‘કહી.
‘તો ફીર યે માધવ કા ક્યા કરે? કબ તક બાંધ કર રખેં?’
‘અચ્છા, તો ઈસકા નામ માધવ હૈં. પર હૈ કોન વો?’
‘વો તો જ્યાદા કુછ પતા નહીં, પર આદમી અચ્છે ઘર કા, પઢા લિખા માલુમ પડતા હૈં. બોસ કો ક્યા દુશ્મની હો સકતી હૈં ઉસસે?’
‘વો તો તુજે હી પતા. બોસ કી સારી બાતેં તુજે હી પતા હોતી હૈં ન ... !"
‘નહી ચાચા, આજ કલ મુજે કુછ પતા નહી હોતા હૈં. ‘બોલતા સુક્કુ ની આંખો મા પાણી ભરાઈ આવ્યા, ને આજે ઘણા વખતે તાજા આંજેલાં કાજળ સાથે ભળી ગયા.
છઠ્ઠા પ્રકરણના લેખક – અલ્પા વસા
સુત્રધાર – સુલતાન સિંહ ‘જીવન’
આગળનો ભાગ જો આપ લખવા ઇચ્છતા હોવ તો વોટ્સએપ દ્વારા અમારી સામુહિક નવલકથા સાથે જોડાઈ શકો છો...
મોબાઈલ - 9904185007
મેઈલ - raosultansingh@gmail.com
બ્લોગ - http://vichaarvrund.wordpress.com