Dreamgirl ( Chap-4 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dreamgirl ( Chap-4 )

Dream Girl

( Chapter - 4 )

રાજીવ રઘુવંશીએ દિકરીના પ્રેમે ખેંચાઈને, પોતાના પૈસા અને નામનો દબદબો વાપરી લાગવગ અને ઓળખાણના ચક્રો તો ગતિમાન કરી દીધા હતા, ને સાથે સાથે બંગલાના પોર્ચમાં તેમના પગના ચક્રો સતત ચલાયમાન હતાં, ને મગજમાં વિચારોના ચક્રો. લાડલી દિકરી લાવણ્યા પર પૂરી નજર હતી તેમની. તેની દરેક ગતિ વિધિ પર ચાંપતી નજર હતી તેમની. લાવણ્યા મુંબઈમાં હોય ત્યારે ડ્રાઈવર વિપુલ, અને શુટીંગ માટે મુંબઈની બહાર જાય તો સીમા સતત પડછાયાની જેમ તેની સાથે હોય છે. બન્ને તેના વિશ્વાસુ છે, તો પછી આ 'માઘવ' ક્યાંથી ફૂટી નિકળ્યો? અને તે પણ લાવણ્યના દિલની આટલો બધો જલ્દિ નજદીક કંઈ રીતે પહોંચી ગયો? પોતે ક્યાં ગફલત ખાઈ બેઠા? આવા તો કેટલાય જવાબ વગરના સવાલો રાજીવ રઘુવંશીના મગજમાં સતત ચકરાવો લઈ રહ્યા હતા.

આટલા મોટા બીઝનેસની આંટી ઘૂંટીમાં ક્યારેય ન ફસાતા, ને ચપટી વગાડતામાં તેનો નિવેડો લાવવાવાળા રાજીવ રઘુવંશીને અત્યારે લાવણ્યા- માધવ વિષેના સવાલો અભિમન્યુ ના કોઠા જેવા વિકટ લાગતા હતા. તેમને મનમાં નક્કી કરી લીધું કે જેવી લાવણ્યા આવે કે તરત તેને બધું પૂછી લેવું. આમ જ બીજી પંદરેક મિનિટ પંદર વર્ષ જેવી નિકળી ગઈ. ને બંગલાનો દરવાજો ખુલ્યો. લાવણ્યાની જ ગાડી આવી હતી. રાજીવ દોડીને ગાડી પાસે ગયા. વિપુલ લાવણ્યાને ટેકો આપી ગાડીમાં થી બહાર આવવા મદદ કરી રહ્યો હતો. લાવણ્યાની હાલત જોઈ રાજીવ હબક ખાઈ ગયા. લાવણ્યાની રડીને સૂજેલી આંખ, વિલાયેલા મેક અપ થી ખરડાયેલા ગાલ, ને વીખરાઈ ગયેલા વાળ. કપડાં પણ થોડા અસ્ત વ્યસ્ત થયેલા. લાવણ્યાને એક બાજુથી વિપુલ અને બીજી બાજુ થી રાજીવ ટેકો આપી બંગલામાં લાવ્યા.

" ડોન્ટ વરી, એવરીથીંગ વીલ બી ઓકે. " રાજીવે લાવણ્યાનો ખભો થપથપાવતાં કહ્યું, ને પોતે બધું બરોબર કરી દેશે તેવી ખાત્રી આપી, અને હિંમત રાખવાનું કહી તેના રૂમમાં સુવડાવી દીધી.

" વિપુલ, આ શું છે બધું? કોણ છે આ માધવ? લાવણ્યા ક્યારથી ઓળખે એને? કોણ હતા એ કીડનેપર? "

" સાહેબ, હું કાંઈ જાણતો નથી. તમારા એકે સવાલના જવાબ મારી પાસે નથી." વિપુલ હાથ જોડીને ઉભો રહ્યો.

ને રાજીવ રધુવંશીના મનમાં ઘુમરાતા સવાલ, એમ ને એમ કાલ સવારની પ્રતિક્ષા કરતાં સવાલ બનીને જ રહી ગયા.

***

" યાર કાણ્યા, યે સુક્કુ ભી સાલી ક્યા ચીઝ હૈં. આંખ કે સામને સે ગુઝરતી હૈં તો સાલા એક મીનટ યે દીલ ધડકના બંધ કર દેતા હૈં. યે પૂરે જંગલ ઈલાકેમેં સાલી એક ચ ફૂલ હૈં."

" યે ફૂલ આપુન કે વાસ્તે નહી હૈં. યે તો બોસ કા ફૂલ હૈં, ઔર આપુન કે લીએ નીચું વાલે કાંટે. આપુન તો ઉસ્કા સ્મેલ ભી નહી લે સકતે હૈં તો છૂને કી બાત તો બહોત દૂર કી હૈં. "

" યાર, પર યે દિલ કા ક્યા કરે? સાલી એક બાર મીલ જાયે તો... આપુન કુછ ભી કરને કો તૈયાર હૈં. "

" વો સુન લેગી તો આફત આ જાયેગી. અબ સો જા ઔર સપનેમેં ચ મિલ લેના ઉસકો. "

રાતની વિરાનીમાં તમરાં અને પાંદડાના ખડખડ સિવાય નિરવ શાંતી હતી. ડેનીશ અને કાણ્યાની વાતો સુક્કુને બરોબર સંભળાતી હતી. તે મનમાં નીશાસા નાંખી બન્નેની બાલીશ વાતો પર હસતી હતી. ને અચાનક એક વિચાર ઝબક્યો એના મનમાં. અને બીજી મિનીટે એક પ્લાન પણ ઘડી કાઢ્યો એણે એના મનમાં.

" વૈસે ભી ક્યા મીલા મુજકો ? મૈંને કીતની પ્યાર કીયા બોસ કો.... પર વો તો નાલી કા કીડા નીકલા. એક બાર યે ભી ટ્રાય મારલેતી હૂં, અબ ઔર ખોને કે લિયે ક્યા હૈં મેરે પાસ." સુનંદા મનમાં બબડી.

ડૂબતાને તરણું પણ વહાલું હોય તેમ બીજે જ દિવસથી પોતાનો પ્લાન અમલમાં મૂકવાનું નક્કી કરી લીધું સુનંદાએ.

અને સુનંદા, કદાચ કાલ સુરજ ગોળ ખાઈને ઉગે, ને પોતાના પાસા પોબારા પડે તેવી સુંવાળી આશામાં નિંદ્રાદેવીને શરણે થઈ ગઈ.

માધવ પોતાની સાથે આ શું થઈ રહ્યું છે? તેના સતત વિચારમાં, ક્લોરોફોર્મ અને ઓછા ખાવાનાથી નબળાઈ નો થાક અને પીડામાં એમ ને એમ, નાની અંધારી જગામાં, બંધાયેલી હાલતમાં ટૂંટીયું વાળી અધકચરી ઊંઘમાં પડ્યો હતો.

***

સુક્કુ, ડેનીશ, કાણ્યા, માધવ, રાજીવ રઘુવંશી, લાવણ્યા બધાની રાત જુદા જુદા વિચારોમાં, અને અલગ અલગ સંજોગોમાં પસાર થઈ. દુનિયાના દરેક મનુષ્યની જેમ તેમને પણ સૂતા પહેલાના વિચારો સ્વપ્નમાં આવ્યા ને સવાર પડતા એ સપનું સાકાર કરવા સહુ મચી પડ્યા. સુનંદાને તો રાત્રે અચાનક ઘડાઈ ગયેલો પ્લાન જલ્દિથી અમલમાં મૂકવો હતો. તે સવારે વહેલી ઉઠી ગઈ. બે-ત્રણ દિવસે પણ ન નહાતી સુનંદા આજે ઘસી ઘસીને નાહી. ને એકવાર બોસે મેળામાં થી અપાવેલા, અને ઘણા વખત થી ટ્રંકમાં પડી રહેલા ચણિયા- ચોળી ને ઓઢણી પહેર્યા. રોજ ટોપી પહેરતી સુક્કુ એ આજે વાળ ખુલ્લા રાખ્યા હતા, ને માથે ગોળમટોળ ચાંદલો પણ ચીપકાવ્યો. મારકણી આંખો તો હતી જ ને એમાં કાજળ લગાવ્યું. બુટ્ટી બંગડીના શણગાર પણ કર્યા. ને પછી અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને શરમાઈ ગઈ, ને મોહી પડી પોતાના જ રૂપમાં. હમેશાં ગાળ બોલતી, સીટી મારતી સુનંદા ગીત ગણગણવા લાગી. ને નાચતી કૂદતી અહીં- તહીં ફરવા લાગી. પછી સોમુ પાસે બેસી ચા બનાવવામાં મદદ કરવા લાગી. સોમુ કાખઘોડી થી ચાલતો, આધેડ વયનો હતો. અહીં બધાનું ખાવાનું બનાવવું, કપડા ધોવા વગેરે નાના- મોટા કામ કરતો હતો.

" અરે વાહ સુક્કુ બિટીયા, ક્યા બાત હૈં? આજ તો તું પહેચાની હી નહી જાતી! "

" કુછ નહી, સોમુચાચા, બસ વૈસે હી ચ મન કીયા." શરમાતા સુનંદા બોલી.

" અચ્છા, અચ્છા. બહોત અચ્છી લગતી હો, ખુશ રહો."

સોમુ પાસે કોઈ સ્ત્રીને બેસીને વાતો કરતી જોઈ, ઊંઘરેટી આંખો ચોળતો ડેનીશ ત્યાં આવ્યો.

" સોમુ, કોન આયેલી હૈં આપુન કે અડ્ડે પે? બોસ કો પતા ચલેગા તો લફડા હોયગા બાદમેં. "

હસતા હસતા સોમુ કહે, - " અબે ટકલા, જરા આંખ ખોલ કર દેખ કૌન હૈ ? "

Thanks,

Alpa Vasa