પ્રકરણ - ૧
‘જરા કોઈ મને કહેશે કે, તમે મને ક્યાં લઇ આવ્યા છો.’ માધવે હોશમાં આવ્યા પછી સતત સાતમી વખત એકની એક વાતને દોહરાવ્યા કરી હતી.
‘કાણ્યા ઇસકો ચુપ કરા દે, વરના અપન સે અબ ઓર બરદાસ્ત નહી હોગા.’
‘ક્યો તું ક્યાં સસુરાલ જા રેલા હે, જો તેરેકો કિસીસે રાસ્તા પૂછના હે...? સાલા કબસે એકીચ રટ લગાયે બેઠા હે.’
‘આ કોઈ મજાક નથી.’
‘યે કીડનેપીંગ કા મામલા હે દોસ્ત, વરના યે કાણ્યા જનતા હે કી મઝાક કરના અપનેકોભી કહા અચ્છા લગતા હે. ઓર ભીડુ તુંભી જનતા હે કી કોઈ હાથમે રામપુરી ઓર પોકેટમે પિસ્તલ લેકર મઝાક કરને કે ખાતીર ૨૦૦ કિલોમીટર દુર કાયકો આયેગા.’ ડેનિસે ગુસ્સામાં જ કિડનેપ કરતી વખતે વાપરેલી રામપુરીની ધાર માધવના ચહેરા પર મુકીને બોલ્યો. ભૂલથી પણ એના માથામાં કોઈ વાળ ઉગી નીકળ્યો ન હોય, એમ એના માથાનો રંગ કાળો અને ખડબચડો લાગતો હતો. એના મુખમાં સફેદ દાંતની સંખ્યા નહીવત હતી, પ્રાકૃતિક ૨૮ જેટલા પીળા ચટ્ટાક દાંત વચ્ચે આગળના ચાર દાંત સોનેરી પરતથી મઢેલા હતા. એવા કદરૂપા ચહેરે એણે કહ્યું ત્યારે એ વધુ ભદ્દો લાગતો હતો. એના અવાજમાં ટપોરી પણાનો ટોન પારખી અત્યાર સુધીમાં માધવ એટલું તો જરૂર સમજી ચુક્યો હતો કે એ કોઈ ગુંડા ગેંગના હાથમાં પકડાયો હતો. પણ કયા કારણે, એ પ્રશ્ન હજુ સુધી એના મનમાં યથાવત રીતે ઘુમળાઈ રહ્યો હતો.
‘ઓકે, લેકિન મુજે કહા લે જા રહે હો. ઇતના તો બતા દો..?’
‘અબે કાણે, તુઈચ ઇસકો સમજા. અપુન લોગ ક્યાં એડા હે, જો ઇસકો સબ કુછ ઇતની આસાની સે બતા દેગા. બોસને ભી કેસે ચુ... આદમી કો લાને કા કામ દે દિયા હે. સાલા પીછલે આધે ઘંટે સે જબસે હોશમે આયા હે, દિમાગ કી માં-બહેન કર રખા હે ઇસને.’ બરછટ હાથના પંઝાથી મઝબુત પણે પકડીને માધવને એણે બીજી દિશામાં પોતાના સાથી જેને એ કાણ્યા કહેતો હતો એ તરફ પછાડી દીધો.
‘પર મુઝે કિડનેપ કરને કે પીછે આપકા ક્યાં ફાયદા હે, યે તો બતા દો.’
‘ઇસકા મતલબ શાણે તું ઇસ સબકે બારેમે કુછ ભી નહિ જનતા ક્યાં?’
‘મુઝે કેસે પતા હોગા.’
‘સહી હે ડેનીસ ભાઈ, અપના બોસ વેસેભી કિસીકો વજેહ કહા બતાતા હે.’ કાણ્યા નામના બીજા સાથીએ કહ્યું.
‘છોડ રે ઇસકો, અપને કો ક્યાં લેના દેના ઇન સબસે.’
‘લગતા હે દોસ્ત તું કિસી દુશ્મન કા સુપારી પે યહા પર સડને વાલા હે. અબ ઓર કુછ બોલા તો સીધા યહી પે ઠોક દુંગા.’ પેલા કાણ્યાએ કહ્યું અને ફરી ડેનીશ સામે જોઇને એ ખંધુ હસ્યો.
‘ઓહ... પર તુમ લોગ મુઝે નહિ માર શકતે.’
‘ક્યો બે શાણે, અપુન લોગ ક્યો નહિ માર શકતે.’
‘જબ તુમ મુઝે કિડનેપ કરને કી વજહ ભી નહિ જાનતે, તો મુઝે માર કેસે શકતે હો. યે ભી તો હો શકતા હે ના કી તુમારા બોસ શાયદ મુજ્શે કોઈ ખાસ ચીઝ ચાહતા હો, જો સિર્ફ મુઝસે હી ઉસે મિલ શકતી હો...!!’
‘તેરી બાત મેં દમ હે.’ ડેનિસે હકાર સૂચવતો ઈશારો કર્યો. ‘ફિર ભી ઇસ વક્ત તો, તું હમારે કબ્ઝે મેં હે.’
‘શાયદ...’
‘છોડના કાણ્યા, અપને કો કોનસા ઇસકે ઘર રીસ્તા જોડને કા હે.’
‘ફિર ભાઈ, અપન લોગ ઇસકી બકવાસ કાયકો સુન રેલા હે...’ ડેનિસે ધ્યાન ફેરવી લીધું એટલે કાણ્યા નામના સાથીદારે પણ એના સૂરમાં સુર પુરાવતા ખિસ્સામાંથી કલોરોફોર્મ સ્પ્રે જેવું કઈક કાઢીને માધવના ચહેરા પર છાંટી દીધું.
લગભગ ચોથી સેકન્ડે સ્પ્રે દ્વારા છોડાયેલા કલોરોફોર્મથી માધવ હોશ ગુમાવવા લાગ્યો હતો. એની આંખો સામેનો સંસાર આછો અને ધૂંધળો થતો જઈ રહ્યો હતો. બરછટ કાળા માથા વાળો અને લાંબા લાંબા કાળા ઘુંઘરાલા વાળ વાળો કાણ્યા એની આંખોથી ઓઝલ થતો જઈ રહ્યો હતો. અત્યારે એની આંખો સામે જે દ્રશ્ય હતું એમાં પોતે બાન્દ્રાના કુર્લા વિસ્તારના હોટલ ટેનસ્પોર્ટના જમણી તરફના ત્રીજા ટેબલ પર લાવણ્યા સાથે બેઠો હતો. પણ લગભગ પંદર મિનીટ બાદની મુલાકાત બાદ જ્યારે એ બહાર નીકળ્યો ત્યારે પાછળથી એના માથમાં બળપૂર્વક કઈક ઘા કરવામાં આવ્યો હતો. એના માથામાંથી લોઈ વહેવા લાગ્યું હોય એવી વેદના અનુભવાઈ અને આંખો સામે અંધારા આવવા લાગ્યા હતા. આંખો મીચાતી હતી અને એ મીચાતી આંખોમાં આખો વિસ્તાર પણ આંખોથી ઓઝલ થઇ રહ્યો હતો. પ્રકાશિત દુનિયા અંધારામાં વિલીન થઇ રહી હતી. અને જ્યારે આંખો ખુલી ત્યારે પણ અત્યારે દેખાતો આછો ધૂંધળો કાળો ઓરડો હતો એની આંખો સામે. એની આંખો હવે મીચાવા લાગી હતી અને સાથે સાથે લાવણ્યા પણ એજ અંધકારમાં ક્ષીણ થઇ રહી હતી. એણે મીંચાયેલી આંખે બધી કલ્પનાઓ અનુભવી હતી, જેમાં ત્રણેક કલાક જેવો અંદાજીત સમય અંધારમાં કાઢ્યા પછી બે અજાણ્યા ચહેરાઓ જોયા હતા. આ ચહેરા માથામાં વાગેલા બળપૂર્વકના પ્રહાર પછી પણ એની આંખો સામે આવીને ઓઝલ થયા હતા. અત્યારે પોતે જે કોઠડીમાં હતો એ કોઈ મોટા વાહનનો અંધકારમય ભાગ હતો. રસ્તા પર ચાલતા વાહનો અને સરકતા ઓરડા પરથી એ એટલું જરૂર સમજી શક્યો હતો. ક્યાં લઇ જવાઈ રહ્યો હતો એને...? શા માટે? એને આખર કોણ કિડનેપ કરાવી શકે...? એના સવાલો સામે હતા, બે ચહેરા કાણ્યા અને ડેનીસના સ્વરૂપે એના સવાલો જવાબ વિના જ અસ્ત થઇ જતા હતા.
એક સમયમાં જૈસલમેરના રણમાં સપનાની પાછળ દોડતો અને પછી મુંબઈમાં પોતાના જીવનના અદભુત સપનાને પામવાની ખુબ જ નજીક પહોચી શક્યો, ત્યારે જ એના જીવનની ગાડી અંધારી કોઠડી અને બે ટપોરીના ટોળા વચ્ચે પછડાઈ ગઈ હતી. રણની સુકી ભટ્ટ રેતી અને શિયાળાના વાતા વાયરાઓ એની યાદોમાં લાવણ્યાના સૌંદર્ય સાથે વલોવાઈ રહ્યા હતા. એની આંખોના પોપચા ભારેભરખમ વજનીયા લટકાવી દીધા હોય એમ બળપૂર્વક નીચે તરફ સરકી રહ્યા હતા. છેવટે એની આંખોમાં પ્રકાશ દમ તોડી ચુક્યો હતો અને અંધકાર છવાઈ ગયો હતો. એની આંખોના બંને આવરણો વચ્ચે કાળી કોઠડીનું વાતાવરણ, લવણ્યાનો ચહેરો, જૈસલમેરનું અફાટ રણ, પિતા શ્યામલ ભાઈના આછા ઘેરા અવાજો, કાણ્યા અને ડેનીસ જેવા ટપોરીના ટપોરી શબ્દો અને હરકતો બધું જ અત્યારે ઢળતા પોપચાઓ વચ્ચે અસ્ત થઇ રહ્યું હતું. માધવની ચેતનાના વિશ્વનો સૂર્ય અત્યારે બીજા નવા પ્રકાશ સાથે ઉગવાની આશાએ અસ્ત થઇ ચુક્યો હતો.
***
‘વો દોનો કહા ગયે? ઓર તુમ કોન હો?’
‘તું કિસકી બાત કર રે’લા હે ચિકને...’
‘વોહી જો અબ તક મેરે સાથ થે, ઓર વો ચાલતા ફિરતા ઘર.’
‘વો સબ છોડ, અભી તો ખાના ખા લે વરના ઇતના મર્દાના આદમી બીના ખાયે હી મર જાયેગા.’
લગભગ લાંબા સમય પછી માધવની આંખ ઉઘડી ત્યારે એની સામે એક યુવતીને રૂમમાં ખાવાની થાળી સાથે ઉભેલી જોઇને વિસ્ફારિત નજરે એ જોઈ રહ્યો હતો. પોતાની સાથે છેલ્લા બારેક કલાકથી શું થઇ રહ્યું હતું, એના વિશે કોઈ માહિતી એની પાસે હતી નહિ. કદાચ છેલ્લા ખાસ્સા સમયથી આ અંધારી કોઠડી જેવો રૂમ જ એના માટે દુનિયાનું અંતિમ સત્ય બની ચુક્યું હતું. અને મર્યાદિત જગ્યામાં જ હલન-ચલન કરી શકે એમ સ્ટીલની સાંકળ વડે એને મજબુત બાંધી દેવામાં આવ્યો હતો.
‘વો ટકલા કાલા ભદ્દા આદમી, તું ડેનીશ કી હી બાત કર રે’લા હે ના શાયદ...’ યુવતીએ ફરી ટપોરી અંદાઝમાં કહ્યું. થાળીને ફરસ પર મુકીને, એ માધવની વધુ નજીક સરકી. ‘અબે ચીકને તું બંધા હુઆ કૈદી કે માફિક હોતે હુએ ભી કિતના સેક્સી લગ રે’લા હે. પહેલે જબ આયીથી તભી સોચ રહી થી અગર તું માંન જાયે, તો તુજે કચ્ચા હી ચબા જાઉં.’ એણે માધવના ચહેરા પર આંગળીના ટેરવાઓ ફેરવતા હોઠોને લુચ્ચા હાવભાવ સાથે મચ્કોડ્યા. એની આંખોમાં ભાવોનું લુચ્ચું સ્મિત હજુય ઝળહળતું હતું. માધવ હજુ સુધી અત્યાર સુધીના બનાવોને જરાય ભૂલી શક્યો ન હતો, એની નજર હજુ ચારે તરફ ફરીને આસપાસનું બધું નિરીક્ષણ કરવામાં પરોવાયેલી હતી. એને માથામાં બળપૂર્વકનો ઘા વાગ્યા પછી પ્રથમ વખત પ્રાકૃતિક ભૂમિનો સ્પર્શ મળ્યો હતો. અત્યારે જ્યાં હતો એ એક ઝુંપડી જેવી બંધ ખાનાની બનાવટ હતી અને અહેસાસ પણ અદ્ભુત હતો અહીની ભૂમિનો. આ સપર્શ પામીને ઘડીક માટે માધવને જૈસલમેરનું ઘર અને એના આંગણાની વિતાવેલી એ દરેક મીઠી રાત્રીઓ યાદ આવી ગઈ હતી.
‘મેં કહા પર હું? ઓર હા તુમ્હારા નામ ક્યાં હે, આખીર કોન હો તુમ...?’
‘તું કહા હે યે અપુન તેરેકો નહિ બતા શકતી. પર હા તું ચાહે તો મેરે બારેમે સબકુછ જાન શકતા હે.’
‘વેસે તુમ ભી, કાફી હોટ હો.’ માધવે કદાચ આ રીતે કઈક માહિતી આપે એવી આશાએ તારીફ કરતા કહ્યું.
‘ઓયે ચિકને યે, હોટ વોટકા મસ્કા ન લગા. અગર ઇતની ચ અચ્છી લગતી હે તો ચલના કુછ કરતે હે.’ અંધારાના આછા અજવાળામાં આટલું કહીને યુવતી માધવની વધુ નજીક સરકી.
‘અચ્છા તો તુમ અપને બારે મેં બતાને વાલી થી, કુછ... જૈસા તુમને કહા થા.’ માધવ એ યુવતીના નજીક આવવાથી ફફડી રહ્યો હતો. એના શબ્દો ગોઠવણ વગરના સામાન પછડાવાની જેમ, જ્યાં ત્યાં વિખેરાઈ રહ્યા હતા. શું બોલવું એની ચોક્કસ માહિતી ન હોય એમ એના શબ્દો દિશાહીન મુસાફર જેવા હતા.
‘કુછ દેર કે બાદ સુન લેના, ચિકને...’ એ યુવતીએ વેધક નજરે એના ચહેરા પર પોતાની આંગળીના ટેરવાને સરકાવી આંખોના સહેજ નજીકથી છેક ગળાના નીચે સુધી લઇ આવી. માધવ એના સ્પર્શથી થથરી રહ્યો હતો પણ અત્યારે એ ત્યાંથી ભાગી જવા અથવા આ યુવતીને દુર આછેટી દેવા સ્વતંત્ર અને સક્ષમ પણ ન હતો. ઓછામાં પૂરું અત્યારે એ ક્યાં હતો, એ વિષે પણ એને જાણ ન હતી. આ યુવતી એક માત્ર સહારો હતી, માધવ માટે આ જંગલ જેવા સન્નાટા છવાયેલા વિસ્તારમાં.
‘મુજે ખાના તો ખાને દોગી યા, વો ભી સિર્ફ દિખાને કે લિયે લાઈ હો.’ માધવે છટકવા માટે કોઈ રસ્તો ન મળતા જમવાનું બહાનું આગળ ધર્યું.
‘તું સાલા મેરી સમજ સે બહાર હે. વરના કોન ચુ... હોગા જો ઇસ વિરાન જગા પર મેરે જેસી સુંદર લડકીકો અપને પર ફિસલતા દેખ કરભી મુજશે પીછા છુડાને કી સોચ રહા હે.’
‘મેં કિસી ઓર સે પ્યાર કરતા હું.’
‘હાય રે મેરે નસીબ, મેને કબ કહા કી તું મુજશે સાદી બના. સાલા થોડા બહોત મજા માર લેતા તો તેરા ક્યાં જાને વાલા થા. સાલા યે દિલભી કહા અપુન ટપોરી લોગકી સુનતા હે, વરના તેરેસે પહેલે અપુનને ભી કિસીસે ઇસ તરહ કી બાત નહિ કી.’ યુવતી સહેજ મુર્જાયેલા ચહેરે દુર સરકી અને જમવાની ડીસ માધવ તરફ સરકાવી.
‘મુજે હાથ ધોને હે.’
‘તું ક્યાં સસુરાલ આયા હે...?’ માધવના ચોખ્ખાઈના સવાલ સામે એણે ગુસ્સામાં જવાબ આપ્યો. ‘મેં તુજે છોડ તો નહિ સકતી પર હા, તું બોલે તો અપને હાથ સે તેરેકો ખીલા શકતી હે.’
મધ્યમ છતાં માપસર ઊંચાઈ ધરાવતું શરીર, મધ્યમ બંધો, ગોરી ગુલાબ જેવી સુવાળી ત્વચા, લાંબી કાઠી, ભરાવદાર વક્ષસ્થળ, લચીલી ખુલ્લી કમર પર વીંટાળેલ ટૂંકા શોર્ટસને કમર પર જકડી રાખતો ચામડાનો પટ્ટો અને સ્વર્ગથી ઉતરી આવેલી મેનકા જેટલી સુંદર નીલવર્ણી આંખો. આવા સુના વિસ્તારમાં ટપોરીના જેમ જીવતા હોવાથી ભાષા ટપોરી જેવી તેમ છતાં એનો અવાજ કોયલના રણકા જેવો મીઠો હતો. એનું શરીર બરછટ જીવન જીવીને ખડતલ છતાય આકર્ષક અને લચીલું લાગતું હતું. કોઈ હિન્દી ફિલ્મમાં વિલનના પાત્ર જેવી આ સુંદર ગુમનામ યુવતી અહી આવા સ્થળે એ પણ આ પ્રકારના ટપોરી ગેંગના લોકો સાથે શું કરતી હશે? એ સવાલ માધવના મનમાં પ્રથમ વખત એને જોતા જ ઉદભવ્યો હતો.
‘તુમ્હારા નામ ક્યાં હે...?’
‘મેરે નામકા ક્યાં કરેગા ચીકને?’
‘તુમ્હે બુલાને કે લિયે નામ પતા હોનાભી જરૂરી હે ના...’
‘બોલના, અભી બોલ... પીછે સે બુલાને કા લફડા કાઈકો કરતા હે.’
‘અચ્છા ઠીક હે, મુજે એક ગ્લાસ પાની મીલ સકતા હે?’ માધવે આશાભરી નજરે એ યુવતી સામે શબ્દો છોડ્યા. એના શરીરના વળાંકો કોઈ પણ પુરષ માત્રને પોતાના તરફ આકર્ષે એટલા કમનીય હતા. ‘ફિર, ખાના ખાને કે બાદ બાત કરતે હે.’
‘અરે ચિકને તેરે લિયે તો જાન ભી હાજીર હે.’ એણે ઉભા થઈને પાણીનો લોટો રૂમના પાણીયારા પર પડેલા માટલામાંથી ભરીને માધવ સામે મુક્યો. ‘વેસે તુને અબ તક અપના નામ તો બતાયા નહી ચિકને.’
‘પહેલે તુમ અપના બતાઓ.’
‘તું ક્યાં કરેગા રે અપન કા નામ જાનકર.’
‘ફિર તુમ ભી...’ માધવ વધુ બોલે એ પહેલા યુવતી એના સામે જોઈને હસી પડી. ‘તું બડા ચાલુ આદમી હે, અચ્છા અપુન કા નામ આજસે ૪ સાલ પહેલે સુનંદા થા, લેકિન અભી પિછલે કુછ સાલો સે અપુન કો યહા આને કે બાદ સબ લોગ સુક્કું કે નામ સે જાનતે હે.’
‘સુનંદા...!!’ માધવે આશ્ચર્ય સાથે નામ ઉચ્ચારતા કહ્યું. ‘સો બ્યુટીફૂલ નેમ.’
‘ચલ અબ અપના બતા. વેસે તો અપન તેરે કો તું જબતક યહા રહેગા ચિકનાઈચ બોલેગી. ફિરભી તેરા આઈડેન્ટી કે વાસ્તે નામ તો મંગતા હે ના.’ એ યુવતીએ માધવના હાથ પર પાણી રેડવા લોટો સહેજ આગળ કરતા ફરી કહ્યું. ‘ચલ અબ હાથ ધો ઓર ખાના ભી ખા લે.’
‘તુમ સહીમે બહોત અચ્છી હો.’ માધવે પોતાના બાંધેલા હાથ આગળ કરતા ફરી વખત કહ્યું. ‘વેસે મેરા નામ માધવ હે ઓર લોગ મુજે ઇસી નામસે હી જાનતે હે.’
‘માધવ, યાની શ્યામ ઓર શ્યામ માને ગોપાલ. આઈ લા યે તો મેરે ક્રિષ્ના કા નામ હે.’ સુનંદા માધવ નામનો અર્થ તારવીને ખુશ હતી. એણે જમવાની થાળી માધવના હાથ ધોયા પછી એના હાથમાં મૂકી. બહાર કોઈક અવાજ થયો એટલે ઝડપભેર સુક્કું તરત જ બહાર નીકળી ગઈ.
માધવે જમવાનું પતાવીને સહેજ લોટામાં વધેલું પાણી પીધું. એને હજુ વધુ પાણી પીવું હતું પણ રૂમમાં ન તો સુનંદા હતી કે ન એ પોતે છેક પાણીયારા સુધી પહોચી શકતો હતો. છેવટે એણે ત્યાં જ ઘાસના ઢગલા પર પાથરેલા એક પોચા ગાડીના સીટના ગદ્દા પર લંબાવ્યું. એટલું આરામ દાયક તો ન હતું બીછાનું, પણ જમીન કરતા થોડે અંશે સારું જરૂર હતું. માધવની બંધ આંખોમાં ફરી લાવણ્યાનો ચહેરો ઉપસી આવતો હતો. એના અચાનક ગુમ થયા પછી લાવણ્યા કેટલી ચિંતામાં હશે એ વિચારીને માધવ વધુ પરેશાન થઇ રહ્યો હતો. આખર ક્યાં કારણો સર એને અહી લાવવામાં આવ્યો હતો, આ કાણ્યા, ડેનીશ અને છેલ્લે મળેલી સુનંદા એટલે કે સુંદર સુક્કું કોણ હશે? એ સવાલો માધવના મનમાં પછડાઈ રહ્યા હતા. કેટલાય યાદોના વંટોળોમાં ખોવાઇને માધવની આંખો ક્યારે લાગી એને જરાય અંદાઝ ન આવ્યો.
***
સુલતાન સિંહ ‘જીવન’
[ સુત્રધાર – કલેકટીવ એફર્ટ ફોર ‘ડ્રીમગર્લ – અ નોવેલ’]